________________
૧૬૪
ધમિલકુમાર રાસ
દોર દેખી મન કૌતુક ધારી તે ચડે; પ્યારા લાલ અણબોલી સખી લઈ, ગાઈ તસ ઓરડે, પ્યારા લાલ હરખી સુનંદા સ્નાન, તનુ શણગારતી; પ્યારા લાલ ચંદનલેપ કુસુમ, આભુષણ ધારતી. પ્યારા લાલ /૧દી તેણે સમે રાણીયે દાસી, જોવા મોકલી, પ્યારા લાલ દીપક બુઝવી તે શું, સખીવાતે ભલી, પ્યારા લાલ કહે સખીયો હમણાં, વેદન સઘળી ટળી; પ્યારા લાલ સુતાં સુનંદા સુખભર, ક્ષીણ નિદ્રા મળી. પ્યારા લાલ /૧ણા દાસી સુણી તે વાત, કહી જઈ રાણીને; પ્યારા લાલ આવી સુનંદા ઓરડે, ઘુંઘટ તાણીને, પ્યારા લાલ શધ્યાએ ફુલપુંજ બિચ્છાયાં મોકળાં, પ્યારા લાલ બોલે સુનંદા નાથ, વસ્યા કેમ વેગળા. પ્યારા લાલ II૧૮માં તાણી લીયા શધ્યાયે વિષય વ્યાકુલ થઈ; પ્યારા લાલ સુખ ભોગવતાં વિયોગ, વેળા દૂર ગઈ પ્યારા લાલ સુરતશ્રમે નિદ્રાભર, મૂકી ઉઠીયો; પ્યારા લાલ મુક્તાફળનો હાર, જુગટિયો લેઈ ગયો. પ્યારા લાલ /૧લી. દોર નિસરણી સખીયો, ઘરમાં લાવતી; પ્યારા લાલ જાગી સુનંદા સખીયોને એમ જલપતી; પ્યારા લાલ વલ્લભશું નવિ વાત, વિચાર થયો કિસ્યો; પ્યારા લાલ રાણીની દાસીભયે કરી, વહેલો નીકળ્યો. પ્યારા લાલ /૨૦ાા પૂરણ ભાગ્યે મેળો, બન્યો પણ ક્ષણ રહ્યો; પ્યારા લાલ અંધારે અંધારું, કરીને તે ગયો. પ્યારા લાલ મુઝ ચિત્ત ચોરી, ગયો, ફરી મલણ કઠિન ઘણો, પ્યારા લાલ દુર્ભગ દાસીએ ખેલ, બગાડ્યો અમ તણો. પ્યારા લાલ ર૧ હવે સુણજો, રૂપસેન, બન્યો જે પ્રીતમાં, પ્યારા લાલ રાત ઘડી ગઈ ચાર, ચીવટ થઈ ચિત્તમાં, પ્યારા લાલ કંચન વરણો ચરણો, ઘુઘરિયો તગે પ્યારા લાલ કસબી નાડે નંગ, જડ્યા તે ઝગમગે. પ્યારા લાલ //રરા કંશુઓ કસબી કોરનો, હીરા હસી રહ્યા, પ્યારા લાલ મેવા મીઠાઈ લેપ, સુગંધી સંગ્રહ્યા; પ્યારા લાલ