________________
ખંડ : ૩ : ઢાળ - ૮
આ ભવમાં આઠ જણાં સુણો સંતાજી પામી કેવલ નાણ; ગુણવંતાજી ભૂતલ વિચરી બહુ સમા, સુણો સંતાજી લેશે અક્ષય ઠાણ. ગુણવંતાજી ॥૭॥ સાંભળી ખેચર હરખીયો; સુણો સંતાજી બેસારી વિમાન; ગુણવંતાજી સાતે જણશું ઊતર્યા, સુણો સંતાજી શંખપુરી ઉદ્યાન. ગુણવંતાજી In વિદ્યાચારણ મુનિવરા, સુણો સંતાજી તે આકાશ ચલંત, ગુણવંતાજી આવી વનમેં સમોસર્યા, સુણો સંતાજી ઉપગારી ગુણવંત. ગુણવંતાજી llll વનપાલક મુખ સાંભલી. સુણો સંતાજી કુંવરે કહાવી વાત; ગુણવંતાજી રાય રાણી હરખ્યાં સહુ, સુણો સંતાજી બહુ ઉછરંગે જાત. ગુણવંતાજી ॥૧૦॥ ઉઠી કુંવર નમી તાતને, સુણો સંતાજી સકલ કહ્યું વિરતંત; ગુણવંતાજી ભક્તિયે દેઈ પ્રદક્ષિણા, સુણો સંતાજી મુનિવર ચરણ નમંત ગુણવંતાજી ||૧૧|| જ્યેષ્ઠ સહોદર સમ ગણી, સુણો સંતાજી વિદ્યાધરને ત્યાંહી; ગુણવંતાજી ભૂપચરણ ભેટી કરી, સુણો સંતાજી બોલે વચન ઉત્સાહી ગુણવંતાજી ।૧૨। મુઝ નગરી પાવન કરો. સુણો સંતાજી દેખે લોક અચંભ, ગુણવંતાજી મરૂધર દેશી લોકને, સુણો સંતાજી સુરતરૂ ફૂલ સુરંભ. ગુણવંતાજી ॥૧૩॥ નયર વિ શણગારીયું, સુણો સંતાજી રત્નચૂડ ધરી નેહ, ગુણવંતાજી ગજ બેસાડી મહોત્સવે, સુણો સંતાજી પધરાવ્યા નિજ ગેહ ગુણવંતાજી ॥૧૪॥ આગત સ્વાગત બહુ કરે, સુણો સંતાજી ભોજન વિવિધ પ્રકાર; ગુણવંતાજી ભક્તિભરે ઘર તેડીને સુણો સંતાજી પડિલાભ્યા અણગાર. ગુણવંતાજી ॥૧૫॥ બીજે દિન સમહોત્સવે સુણો સંતાજી તેડ્યા ઘર મુનિરાય, ગુણવંતાજી પંચ સહસ સોવન પગે, સુણો સંતાજી પૂંજી નમે ન૨૨ાય ગુણવંતાજી ॥૧૬॥ અગડદત્ત કુમર હવે, સુણો સંતાજી કમલસેના ઘર જાય ગુણવંતાજી માન તજી ભજી નારીને, સુણો સંતાજી શીતલ વયણે ઠરાય. ગુણવંતાજી ||૧૭|| તુઝ સરિખી જે સુંદરી, સુણો સંતાજી છંડી વિણ અપરાધ; ગુણવંતાજી મદનમંજરી કુલટા સમી, સુણો સંતાજી મેં માની કરી સાધ. ગુણવંતાજી ॥૧૮॥ રેતી ધનંજય સમ ગણી. સુણો સંતાજી સોવન રેતી સમાન; ગુણવંતાજી અનુભવી વાત સકલ કહી, સુણો સંતાજી હું અવિવેક નિધાન. ગુણવંતાજી ॥૧૯॥ મેં અજ્ઞાનપણે કરી, સુણો સંતાજી ન લહ્યું નારીચરિત્ર; ગુણવંતાજી નયણે રૂએ મનમેં હસે, સુણો સંતાજી વાત કરે તે વિચિત્ર. ગુણવંતાજી ॥૨૦॥ મત્સ્ય જલે ખગ અંબરે સુણો સંતાજી જાણે ન બુધપદ ઠામ; ગુણવંતાજી સબલાને સમજાવતી, સુણો સંતાજી જૂઠું અબલા નામ. ગુણવંતાજી ॥૨૧॥
atot