________________
ખંડ - 3 : ઢાળ - ૩
રાણી ખડ્ગ હોકે ઘાવ લગાવે; માહરા લાલ રાયને મારી હોકે કંત જગાવે; માહરા લાલ ॥૧૭॥ શી૨પે શ્યો હોકે માધવ મૂઓ; માહરા લાલ કર્મવિટંબણ હોકે નારીની જુઓ; માહરા લાલ બ્રાહ્મણી ચિંતે હોકે દોય વિખૂટી; માહરા લાલ નાઠી વનમાં હોકે ચોરે લૂંટી, માહરા લાલ ॥૧૮॥ વળી બિવરાવી હોકે ખડ્ગ ખેંચી; માહરા લાલ બળદેવ ગામેં હોકે જઈને વેચી; માહરા લાલ ધન દેઈ વેશ્યા હોકે નિજ ઘર લાવે; માહરા લાલ ભોગી ન૨શુ હોકે ભોગ મિલાવે; માહરા લાલ ||૧૯લી કાળ ઘણેરો હોકે તસ ઘર ગમિયો; માહરા લાલ તાત ગવેષણ હોકે કેશવ ભમિયો; માહરા લાલ ફરતાં આવ્યો હોકે બળદેવ ગામે; માહરા લાલ તેહિ જ વેશ્યા હોકે ઘ૨ વિસામે; માહરા લાલ ૨૦ના યૌવન વયમાં હોકે ધન સંજોગે; માહરા લાલ કામલત્તા શું હોકે વિલસે ભોગે; માહરા લાલ એક દિન પૂછે હોકે પ્રેમ વિશેષે; માહરા લાલ ભટ કેમ ભટકે હો કે દેશ વિદેશે. માહરા લાલ ॥૨૧॥ કિયા ગામના હોકે છો રેવાશી; માહરા લાલ તવ તેણે મૂલથી હોકે વાત પ્રકાશી; માહરા લાલ વાત સુણીને હોકે મનમાં મૂંઝી; માહરા લાલ સુત સંભોગે હોકે હઈડે ધ્રૂજી; માહરા લાલ ॥૨૨॥ પાપ અઘોરે હોકે દુર્ગતિ મૂકી; માહરા લાલ દેઉ અગિન હોકે કાયા ફૂંકી; માહરા લાલ કહે નિજ સુતને હોકે, ઘેર સધાવો; માહરા લાલ નહી આ ભવમાં હોકે તાત મિલાવો. માહરા લાલ ।।૨૩મા ઈંધણ ખડકી હોકે, યમુનાતીરે; માહરા લાલ ચયમાં પેઠી હોકે; નાહી નીરે; માહરા લાલ તો પણ વીતક હો કે. કર્મ અધૂરે; માહરા લાલ ચિંતા તણાણી હોકે યમુનાપૂરે. માહરાલાલ ॥૨૪॥
૧૪૩