________________
૧૬
ધમિલકુમાર રાસ
માણસ દિવસે દેખી શકતો નથી. તે જ રીતે સંસારરાગી જીવો પણ આંધળા જેવા હોય છે. ૧II જન્મ વખતે ગર્ભાવાસનું દુઃખ, ઘડપણમાં રોગોનો ત્રાસ ને મૃત્યુ સમયે અનંતી પીડા, આ બધું આ ભવમાં (આલોકમાં) જોવા મળે છે. તો પરભવમાં તો ઉખરભૂમિમાં અમૃતની જેમ, સુખની આશા ક્યાંથી રખાય? જેમ કોઈ એક ચકલો-એક ચકલી ઉખરભૂમિમાં જઈ ચડ્યાં છે. ત્યાં બંને જણાને તરસ લાગી. પાણીની શોધમાં ક્યાંક ઘાસ જોયું. દોડીને બંને ત્યાં ગયાં. તે ઘાસ ઉપર ઝાકળનું એક બિંદુ લાગેલું હતું. ચકલો ચકલીને કહે છે “તું પી તું પી.” ત્યારે ચકલી ચકલાને કહે છે “તું પી”. “તું પી” આ રીતે એકબીજાને કહેતાં સૂર્યોદય થતાં ઝાકળબિંદુ નાશ પામ્યું. પછી શું થાય? તે બે પ્રેમી પંખીડાં પાણી વિના મરણને શરણ થયાં. //રા
આ જ પ્રમાણે નર-નારીના રાગ પણ, નાગરવેલના માંડવાની નીચે વાઘ-ચિત્તો કે બિલાડીને (ભેગાં) જમાડવા બેસાડ્યાં હોય તેના જેવા છે. એટલે કે નાગરવેલનો આખો માંડવાને જ તે પ્રાણીઓ ખાઈ જાય છે. તેમ નર-નારીઓના રાગ માનવભવ બગાડી નાંખે છે. વિષયરસિક જીવો આ ભવમાં રોગના ભોગી બની જાય છે. વિષય પ્રત્યેનો રાગ, પરભવ પણ બગાડે છે. (૩આકાશમાં રહેલ મેઘધનુષ જેમ ક્ષણમાત્ર દેખાય અને તરત વિલીન થાય છે. તેવી રીતે તન-ધન-યૌવન-આયુષ્ય પણ આ ભવમાં સમયની સાથે જ નાશ પામે છે. સારા-ખોટા જે સંસ્કારો જીવને પડેલા હોય છે તે સંસ્કારો પરભવમાં સાથે આવે છે. સુનંદામાં રાગી એવો રૂપસેને પરભવ અને તે પછીના ભાવોમાં પણ ઘણી કદર્થના પામ્યો છે. તેની કથા આ પ્રમાણે છે. ૪ll
રૂપસેન-સુનંદાની કથા:- તિલકપુર નામનું નગર છે. તેનો રાજા કનકધ્વજ નામે રહેલો છે. આ રાજાને યશોમતી નામે રાણી છે. રાજાને બે પુત્રો છે અને તે બે પુત્ર ઉપર રૂપમાં રતિ પ્રીતિ (કામદેવની સ્ત્રીઓ) ને હરાવે તેવી સ્વરૂપવાન પુત્રી છે. જેનું નામ સુનંદા છે. //૪ નાની વયમાં એકદા રમતાં રમતાં પોતાના મહેલની અટારીએ ચઢી ગઈ. ચારે બાજુ જોયા કરે છે. આનંદ પામે છે. ત્યાં પોતાના મહેલની સામેના કોઈકના ઘરમાં ગુણિયલ એવી સ્ત્રીને તેનો પતિ મારતો હતો. સ્ત્રીમાં દોષ ન હોવા છતાં, દોષ દેખાડીને તાડન કરતો જોવામાં આવ્યો. આવું દશ્ય જોઈને મનમાં વિચારતી હતી. રે આવા નિર્દયી પુરુષો ? અટારીએથી નીચે આવી. પણ તે વાત સુનંદાનાં મનમાંથી ખસી નહીં. પુરુષની નિર્દયતા તેના હૈયામાં ઠસી ગઈ. તેથી સખીઓ સાથે માતાને કહેવડાવે છે. મારે લગ્ન-વિવાહ કરવો નથી. હું એકલી રહીશ. //પો.
અનુભવ-જ્ઞાન વિના જેમ ધ્યાનમાં સ્થિરતા આવતી નથી, તેમ બાળાની બાલ્યવય હોવાથી, પતિનાં સુખને તે જાણતી નથી. યૌવનરૂપી વન જયારે ફલિત થયું ત્યારે અધરરૂપી કુસુમ હસ્યાં. (ખીલ્યાં) રતિએ રીસાવેલા કામદેવ જાણે તેણીના અંગમાં આવીને વસ્યા છે. દી ઉદરનું (પેટનું) મોટાપણું વક્ષસ્થળે જઈ વસ્યું. અને ચરણની ચંચળતા બે નયનોની વચ્ચે જઈને રહી છે. નવું યૌવન આવેલું છે. નવા યૌવનમાં પ્રવેશેલી તે સુનંદા મેડી ઉપર રમવા માટે જાય છે. એક દિન તે પોતાની હવેલીના માળે રમતી હરતી ફરતી હતી. આમતેમ આંટા મારતી નીચેનાં દશ્યો, આજુબાજુ દશ્યો જોવા લાગી. ચંચળ એવી આ રાજકુંવરી ચકોરાની નજર ચારે બાજુ ફરી રહી હતી. /
તે જ સમયે હવેલીની નજીક (સામે) ધનવાન શ્રેષ્ઠીની હવેલી હતી. તે ધનવંત શ્રેષ્ઠી પોતાની અગાશીમાં, પ્રિયાની સાથે સુરતમાં રક્ત હતો. પોતાની પ્રિયાની સાથે રમી રહ્યો છે. સુનંદાએ પોતાની