________________
પ્રશિસ્ત
૪૩૫
સંખ્યા રે
રાજનગરમાં ચોમાસું રહી. સંવત ૧૮૯૬ વર્ષે, શ્રાવણ સુદી ત્રીજે, આ ભવમાં પચ્ચકખાણનું ફળ વર્ણવતી, મનને આનંદ આપનારી એવી આ રાસની રચના કરી. Iટ છત્રીશસો ઉપર શ્લોકની
આ રાસમાં છે. તેને જો હોંશિયાર પરીક્ષક મનુષ્ય સાંભળશે તો અમારો શ્રમ સફળ થયો ગણાશે. જે ભાવપૂર્વક ભણશે, ગણશે, કાન દઈને સાંભળશે, તેને શ્રદ્ધારૂપી પ્રકાશથી તત્વરમણતારૂપી રસ ઉત્પન્ન થશે. અને તેનું સિંચન કરતાં તે વ્રતરૂપી વૃક્ષ ફળીભૂત થશે.
તે જીવ નિરામય (રોગરહિત) દેહ, સુખી પરિવારના આશ્રયે અમૃતભોજનને પ્રાપ્ત કરશે. પગલે પગલે ઝંકાર કરતી ચપળ એવી કમલા (લક્ષ્મી) તેના મંદિરિયે આવીને વાસ કરશે. નેત્રને આનંદ આપનાર, પવિત્ર એવી સ્ત્રી અને પુત્ર તેને ત્યાં વિચરશે. તેના ઘેર સુંદર એવા ઘોડા શોભતા હશે અને હાથી ઉપર ચઢીને સંચરશે. ૧૦ળી સજ્જન સુભટોથી પરિવરેલો તે, રત્નમહેલમાં સહેલ-આનંદ કરશે. જિનેશ્વર દેવનાં અને ગુરુ ભગવંતનાં ગીત રૂપી જ્ઞાનામૃતની શાળામાં, માંગલિકની માળા વરશે. જે શિષ્યપદને અનુસરશે તે સર્વ પાપોને દૂર કરીને ભવસાગર તરશે. અને સુખથી ભરપૂર એવી શિવસુંદરીની નિર્મળે એવી વરમાળને કંઠમાં ધારણ કરશે. I/૧૧//
ઈતિ શ્રીમત્તપાગચ્છીય સંવિજ્ઞ સુજ્ઞ પંડિતશ્રી ૧૦૮ પંડિત શ્રી શુભવિજય ગણિશિષ્ય પંડિત શ્રી વીરવિજય ગણિભિર્વિરચિતે શ્રી ધમ્મિલનૃપ ચરિત્રે પ્રાકૃત પ્રબંધ ષષ્ઠ: ખંડઃ સમાપ્તસ્તત્સમાપ્તૌ ચ ધમ્મિલકુમાર રાસાયમપિ પરિપૂર્ણઃ |
આ પ્રમાણે શ્રીમદ્ તપાગચ્છીય સંવિજ્ઞ, સુજ્ઞ પંડિત શ્રી ૧૦૮ પંડિત શ્રી શુભવિજયગણિના શિષ્ય પંડિત શ્રી વીરવિજય ગણિ વડે રચાયેલ આ ધમિલનૃપ (રાજા) ચરિત્રના પ્રાકૃતપ્રબંધમાં છઠ્ઠો ખંડ સમાપ્ત થયો અને તેની સાથે સાથે ધર્મિલકુમાર રાસ પણ અહીં પરિપૂર્ણ થયો.
આ રાસના છ ખંડોની ઢાલોનો કોઠો,
અખંડ
ઢાળોની સંખ્યા
ગાથાઓ
મંગલાચરણ
૪૩૨ ૩૩૯
૫૧૨
૪૬૪
૩૯૨
૩૧૪
દોહા
૧૨
કળશ પ્રશસ્તિ સરવાળો
૧૧ ૨૪૮૧
૭૪
|