________________
શ્રી અષાડ ચાતુર્માસિક વ્યાખ્યાન. (સંવત. ૧૯૮૭ અષાઢ સુદ ૧૪, વિદ્યાશાળા અમદાવાદ.) प्राप्तः षष्ठ गुणस्थानं भवदुर्गाद्रिलड्-धनम् । लोकसंज्ञारतो न स्यान्मुनिलोकोत्तरास्थितिः ।।
શાસ્ત્રકાર મહારાજ ન્યાયાચાર્ય ઉપાધ્યાજી શ્રી યશોવિજયજી મહારાજ ભવ્યજીના ઉપકાર માટે ૨૩મા લેકસંજ્ઞા ત્યાગ નામના અષ્ટકમાં સમજાવી ગયા કે અનાદિથી આ જીવ આહારાદિ સંજ્ઞાવાળે છે. સંજ્ઞીપણામાં આવ્યો ત્યાં પણ લેકસ જ્ઞા હેવાથી કલ્યાણના માર્ગે આવ્યો નથી. છઠું ગુણઠાણું સર્વ વિરતિ-સાધુપણું પામે ત્યારે જ કલ્યાણનો રસ્તે શરૂ થાય, એથે ગુણસ્થાનક છે કે શ્રદ્ધામય છે, પરંતુ તે ગુણઠાણે ૧૦૦ વાર ગજથી માપે, પણ તસુ પણ ફડે નહિ તેવી સ્થિતિ છે. જાણવા-માનવા છતાં વિરતિમાં આગળ વધી શકો નથી. દરિદ્રના મનોરથ મનમાં જ રહે, કુવાની છાયા કુવામાં રહે, તેમ ચેથા ગુણઠાણાવાળાના મનોરથે ઉત્તમ હોય છતાં વર્તનમાં મૂકી શકતે. નથી. પાંચમે દેશવિરતિ ગુણઠાણે જે કે ડાં વ્રત પચ્ચખાણ હોય છે, છતાં સગવડ પ્રમાણે દુનિયાદારીમાં હરત ન આવે તે પ્રમાણે ધર્મ કરે છે.
ચોમાસામાં મોટા શહેરમાં જ્યાં ભાવિક શ્રાવક સમુદાય વસતા હોય, ત્યાં આગેવાન શ્રાવકે મુનિમહારાજાઓને આગ્રહપૂર્વક ચાતુર્માસ સ્થિરતા કરવા વિનંતિ કરી પધરામણી કરાવે છે. ચાર મહિના સુધી ગુરુમહારાજ ચાતુર્માસમાં વ્યાખ્યાન શ્રવણ કરાવે છે; તદુપરાંત વ્રતપચ્ચખાણું–તપસ્યામાં પ્રેરણા કરી સામુદાયિક ધર્માનુષ્ઠાન કરાવે છે. આસન્ન મુક્તિગામી આત્માઓ સાધુ સમાગમનો સારો લાભ લે છે. ચિંતામણિરત્નાધિક દુર્લભ મનુષ્યભવમાં એક વખત સાધુસમાગમ કલ્યાણ કરનારો થાય, તે પછી નિરંતર સતત ચાર ચાર મહિના સુધી સાધુ–સેવા–ભક્તિ કરનારને જે આત્મિક લાભ થાય છે તે અવર્ણનીય કેમ ન હોય; ધર્મ કરવાની મેમ હોય તો આષાઢી ચાતુર્માસ છે.
સીઝનમાં જે વેપારી આળસ કરે તે બાર મહિનાની કમાણી ગૂમાવે. તેમ શ્રાવકને ચેમાસામાં ધન કમાવા માટે સીઝન મંદી હેય,