________________
( ૭ ) મારી નવી માગણીને તમે સ્વીકાર કરશે કે?” ધર્મચંદ્ર પ્રગટપણે બેલ્યા.
શેઠ સાહેબ ? આપની કૃપાજ અમારે બસ છે. અમારો કોથળો ચાલે છે એમ ચાલવા ઘો? મઠ બાજરાનું ઢેબરૂં એનાથી મળી રહે છે મજુરી કરીને રોટલે કમાવાય, એમાંજ ઘણી મીઠાશ રહે છે.
છતા મને પણ ધમી ભાઈની સેવાને લાભ આપ-- વાની ઉદારતા નહિ બતાવે ? બંધુ ! દરિદ્રતાથી કાંઈ મનુષ્યની કિંમત રછી ન થાય, ભલે બેકદર દુનિયાને એની કિંમત ન હોય, જે પૈસાના ગુલામ છે તેમને પૈસાથી માણસની કિંમત આંકવા , પૈસાથીજ માનવીની મોટાઈ ગણાતી હોત તો ચંડાળ અને ચમાર જાતિને પણ અઢળક ધન મળે છે. અર્થને દાને માટે જ એમની કિંમત હાય, પણ મનુષ્યમાં એવી એક ભાવના કે શક્તિ હોય છે કે જેની આગળ લક્ષ્મી ચીજ કંઈ હિસાબેય નથી; મનુષ્યમાં રહેલા ગુણેજ એની કિંમત આંકનારા કે વિરલ પુરૂષ પણ નિકળે તે ખરાજ ! ”
“આપ અમારી રંકની મશ્કરી ન કરે? અમારામાં એવું તે શું છે કે જેની એવી કિંમત હાય, પિતાને માટે થતા પ્રશંસાના ઉદ્દગાર સાંભળીને ભાવડશેઠે કહ્યું.”