Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પ્રથમકાર
૪૯
પક્ષીય શંકા કરે છે કે–દર્શનત્રિકનો પણ જો ક્ષય થયો તો આત્મા શું સમ્યગ્દષ્ટિ કહેવાય કે અસમ્યગ્દષ્ટિ? આ શંકા થવાનું કારણ સમ્યક્ત મિશ્ર અને મિથ્યાત્વ એ ત્રણેનો ક્ષય કર્યો છે. સમ્યક્તનો ક્ષય થયેલો હોવાથી સમ્યગ્દષ્ટિ ન કહેવાય, તેમ મિથ્યાત્વ અને મિશ્રનો ક્ષય થયેલો હોવાથી અસમ્યગ્દષ્ટિ પણ ન કહેવાય? તેના ઉત્તરમાં કહે છે કે, દર્શનત્રિકનો ક્ષય થયો એટલે આત્મા વિશુદ્ધ સમ્યગ્દષ્ટિ કહેવાય.
વળી અહીં શંકા થાય કે સમ્યગ્દર્શનનો અભાવ થવાથી સમ્યગ્દષ્ટિપણું કેમ ઘટી શકે ? તેના ઉત્તરમાં સમજવું કે, મીણો-કેફ ન ઉત્પન્ન કરે એવા કરાયેલા કોદરા જેવા કે જેની અંદરથી મિથ્યાત્વભાવ નષ્ટ થયો છે એવા જે મિથ્યાત્વનાં પુદ્ગલો કે જે પુગલો તત્ત્વાર્થશ્રદ્ધાનરૂપ જવસ્વભાવને આવરતા નહિ હોવાથી ઉપચારથી સમ્યગ્દર્શન કહેવાય છે, તેનો જ ક્ષય થાય છે. પરંતુ તત્ત્વાર્થની શ્રદ્ધારૂપ જે આત્મપરિણામ તે રૂપ જે સમ્યગ્દર્શન તેનો ક્ષય થતો નથી. તે તો મનુષ્યની આંખ આડે આવેલ શુદ્ધ અબરખ દૂર થવાથી જેમ તે આંખ શુદ્ધ સ્વરૂપે પ્રકાશે છે, તેમ સ્વચ્છ અબરખ સમાન સમ્યક્વમોહનીયનાં પુગલોનો ક્ષય થવાથી શુદ્ધ સ્વરૂપે પ્રકાશે છે. વિશેષાવશ્યકભાષ્ય ગા. ૧૩૧માં કહ્યું છે કે, મિથ્યાત્વાદિ દર્શનત્રિકનો ક્ષય થયે છતે ત્રણે દર્શનથી રહિત થયેલો આત્મા સમ્યગ્દષ્ટિ કહેવાય કે અસમ્યગ્દષ્ટિ ? ઉત્તરમાં કહે છે કે, સમ્યગ્દષ્ટિ કહેવાય. વળી પ્રશ્ન કરે છે કે સમ્યક્તનો ક્ષય થયે છતે સમ્યક્ત ક્યાંથી હોય ? કે તે સમ્યગ્દષ્ટિ કહેવાય ? તેનો ઉત્તર આપતાં કહે છે કે, મીણા-કેફ રહિત થયેલા મદન કોદરારૂપ હીન રસવાળું જે મિથ્યાત્વ છે તે જ અહીં સમ્યક્તરૂપે કહેવામાં આવ્યું છે. તે દર્શનમોહનીયનો જ ક્ષય કર્યો છે, પરંતુ સમ્યગુ દર્શન-શ્રદ્ધારૂપ આત્માના ગુણનો ક્ષય કર્યો નથી તે શ્રદ્ધારૂપ ભાવતો નિર્મળ અબરખ જવાથી મનુષ્યની દૃષ્ટિની જેમ સમ્યક્ત મોહનીયનાં પુદ્ગલોનો ક્ષય થવાથી અત્યંત શુદ્ધ થાય છે.” ૩. માટે જ દર્શનમોહનીયનો ક્ષય થવાથી આત્મા સમ્યગ્દષ્ટિ કહેવાય છે. તથા જેણે આવતા ભવનું આયુ નથી બાંધ્યું એવો કોઈ આત્મા ક્ષપકશ્રેણિ માંડે તો દર્શન સપ્તક ક્ષય થયા પછી પરિણામથી પતિત થયા વિના જ ચારિત્રમોહનીય ખપાવવા માટે પ્રયત્ન કરે છે. કહ્યું છે કે –“અબદ્ધાયુ આત્મા દર્શનસપ્તકનો ક્ષય થયા પછી અનુપરતચડતા પરિણામે ક્ષપકશ્રેણિ પૂર્ણ કરે છે.” ચારિત્રમોહનીયનો ક્ષય કરવા માટે પ્રયત્ન કરતો આત્મા યથાપ્રવૃત્તિકરણાદિ ત્રણ કરણ કરે છે. તે આ પ્રમાણે : ૧. યથાપ્રવૃત્તકરણ, ૨. અપૂર્વકરણ, ૩. અને અનિવૃત્તકરણ. આ ત્રણે કરણનું સ્વરૂપ આચાર્યશ્રી આગળ ઉપર કહેશે. માટે અહીં તેનો વિચાર કરવામાં આવ્યો નથી. માત્ર અહીં અપ્રમત્ત ગુણસ્થાનકમાં યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ ગુણસ્થાનકમાં અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ ગુણસ્થાનકમાં અનિવૃત્તિકરણ કરે છે એમ સમજવું. તેમાં અપૂર્વકરણે સ્થિતિઘાતાદિ વડે ક્ષય કરતાં કરતાં અપ્રત્યાખ્યાનાવરણ પ્રત્યાખ્યાનાવરણ એ આઠે કષાયનો એવી રીતે ક્ષય કરે કે અનિવૃત્તિકરણના પહેલે સમયે પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિ રહે. અનિવૃત્તિકરણના સંખ્યાતા ભાગ જાય ત્યારે ત્યાનદ્વિત્રિક, નરકદ્ધિક, તિર્યશ્વિક, એકેન્દ્રિયાદિ જાતિ ચતુષ્ક, સ્થાવરનામ, આતપનામ,
, ' ૧. સપક શ્રેણિનું વિસ્તૃત સ્વરૂપ ઉપશમના કરણને અંતે કહેવાશે ત્યાંથી જોઈ લેવું.
પંચ૦૧-૭