Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પ્રથમકાર
૪૭
છઘDગુસ્થાનકે આત્મા જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત માત્ર રહે છે. ત્યાંથી અવશ્ય પડે છે. પ્રતિપાત બે રીતે થાય છે : ૧. ભવક્ષય વડે, ૨. અદ્ધાક્ષય વડે એટલે આયુ પૂર્ણ થવાથી પ્રતિપાત થાય છે. જેમ કોઈ ઉપશાંતમોહ ગુણસ્થાનકને સમયમાત્ર સ્પર્શી આયુ પૂર્ણ થવાથી કાળધર્મ પામી અનુત્તરવિમાનમાં દેવપણે ઉત્પન્ન થાય છે. મનુષ્યાયુના ચરમ સમયપર્યત અગિયારમું ગુણસ્થાનક હોય છે, અને દેવાયુના પ્રથમ સમયથી ચોથું. ગુણસ્થાન પ્રાપ્ત કરનારા આશ્રયીને જ જઘન્ય સમય પ્રમાણ કાળ ઘટે છે. અદ્ધાલય વડે એટલે ગુણસ્થાનકનો કાળ પૂર્ણ થવાથી પડે તે જો કાળધર્મ ન પામે તો આ ગુણઠાણે અંતર્મુહૂર્તકાળ રહીને જે ક્રમે ચડ્યો હતો તે જ ક્રમે પડે છે, પડતાં અનુક્રમે સાતમા અને છઠ્ઠા સુધી તો આવે જ છે. ત્યાં જો સ્થિર ન થાય, તો કોઈ પાંચમે અને કોઈ ચોથે આવે છે. કોઈ ત્રીજેથી પડી પહેલે અને કોઈ બીજે થઈ પહેલે ગુણઠાણે જાય છે. અગિયામાંથી ક્રમશઃ પડતા આ રીતે પહેલા ગુણસ્થાનક સુધી પણ પહોંચી જાય છે. વધારેમાં વધારે એક ભવમાં બે વાર ઉપશમશ્રેણિ પ્રાપ્ત થાય છે. જે આત્મા એક ભવમાં બે વાર ઉપશમશ્રેણિ કરે તે તે ભવમાં ક્ષપકશ્રેણિ પ્રાપ્ત કરી શકતો નથી, અને જે એક વાર ઉપશમશ્રેણિ પ્રાપ્ત કરે તેને તે ભવમાં ક્ષપકશ્રેણિ પ્રાપ્ત થઈ પણ શકે છે. આ પ્રમાણે એક ભવમાં ઉપશમ અને ક્ષપક બંને શ્રેણિ પ્રાપ્ત થઈ શકે એવો કાર્મગ્રંથિકોનો અભિપ્રાય છે. એક ભવમાં બેમાંથી એક જ શ્રેણિ પ્રાપ્ત થઈ શકે એવો સિદ્ધાંતકારનો અભિપ્રાય છે. કલ્પાધ્યયનમાં કહ્યું છે કે –“સમ્યક્ત પ્રાપ્ત થયા પછી પલ્યોપમ પૃથક્વ સ્થિતિ ઓછી કરે ત્યારે દેશવિરતિ પ્રાપ્ત થાય છે, સર્વવિરતિ ચારિત્ર, ઉપશમશ્રેણિ, અને ક્ષપકશ્રેણિ અનુક્રમે સંખ્યાતા સાગરોપમ સ્થિતિ ઓછી કરે ત્યારે પ્રાપ્ત થાય છે. ૧. આ પ્રમાણે દેવ કે મનુષ્ય જન્મમાં સમ્યક્તથી ન પડે તો બેમાંથી એક શ્રેણિ વિના એક ભવમાં યથાયોગ્ય રીતે સઘળું પ્રાપ્ત કરી શકે છે. ૨. અન્યત્ર પણ કહ્યું છે-“મોહનો સર્વોપશમ એક ભવમાં બે વાર થાય છે. પરંતુ જે ભવમાં મોહનો સર્વોપશમ થાય તે ભવમાં મોહનો સર્વથા ક્ષય થતો નથી.' આ પ્રમાણે સંક્ષેપમાં ઉપશમશ્રેણિનું સ્વરૂપ કહ્યું, વિસ્તારથી ઉપશમના-કરણમાંથી જોઈ લેવું. - - - ૧૨. ક્ષીણકષાય વીતરાગ છદ્મસ્થ ગુણસ્થાનક–સર્વથા પ્રકારે નષ્ટ થયેલા છે કષાયો જેઓના તે ક્ષીણકષાય કહેવાય. અન્ય ગુણસ્થાનોમાં પણ આગળ ઉપર કહેવાશે તે યુક્તિથી કેટલાક કષાયોના ક્ષયનો સંભવ હોવાથી અન્ય ગુણસ્થાનકોનો પણ ક્ષીણકષાય એવો વ્યપદેશ - સંભવે છે, તે હેતુથી તે ગુણસ્થાનકોથી પૃથફ કરવા માટે “વીતરાગ' વિશેષણ ગ્રહણ કર્યું છે. ક્ષીણકષાય વીતરાગ તો કેવળી મહારાજ પણ છે, તેઓથી પૃથફ કરવા માટે “છદ્મસ્થ' વિશેષણ ગ્રહણ કર્યું છે. હવે ક્ષીણકષાય છદ્મસ્થ એટલું જ ગ્રહણ કરવામાં આવે તો નવમા દશમા ગુણસ્થાનવાળાઓએ પણ કેટલાક કષાયોનો ક્ષય કરેલો હોવાથી તેઓને પણ એ નામ લાગુ પડે, તેથી પૃથફ કરવા માટે વીતરાગ વિશેષણ મૂકેલું છે. વીતરાગ છદ્મસ્થ એટલું જ ગ્રહણ કરવામાં આવે તો અગિયારમા ગુણસ્થાનનો પણ તેમાં સમાવેશ થાય, તેથી ક્ષીણકષાય વિશેષણ મૂકહ્યું છે. ક્ષીણકષાય વિતરાગ છદ્મસ્થ આત્માનું જે ગુણસ્થાનક તે ક્ષીણ કષાય વીતરાગ છબ0 ગુણસ્થાન કહેવાય છે. આ ગુણસ્થાનક જે ક્રમથી આત્મા પ્રાપ્ત કરે છે, તે ક્રમ શરૂઆતથી જણાવે છે – ક્રમશઃ ચડતાં જે અધ્યવસાય દ્વારા આત્મા દર્શનમોહનીયનો અને ત્યારપછી ચારિત્રમોહનીયનો