Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પ્રથમકાર
૪૫
રસવાળી કરીને પૂર્વની જેમ સ્પદ્ધકો કરે છે. આવા પ્રકારના અલ્પ રસવાળા સ્પદ્ધકો પહેલા કોઈ વખત કર્યા ન હતા, માટે તે અપૂર્વસ્પદ્ધક કહેવાય છે. આ પ્રમાણે અશ્વકર્ણકરણદ્ધાના અંતર્મુહૂર્તમાં સમયે સમયે પૂર્વ સ્પર્ધ્વકમાંની વર્ગણાઓને અનંતગુણહીન રસવાળી કરીને તેના અપૂર્વપદ્ધકો કરે છે. અહીં એટલું સમજવાનું કે સત્તામાં જે પૂર્વસ્પર્ધકો રહેલા છે તે સઘળા અપૂર્વ સ્પર્ધ્વક રૂપે થતા નથી, પરંતુ કેટલાક પૂર્વસ્પર્તકરૂપે પણ રહે છે. સંજ્વલનમાયાના બંધાદિના વિચ્છેદ થયા પછી સમયગૂન બે આવલિકાકાળે સંજવલનમાયાને ઉપશમાવે છે. આ પ્રમાણે અશ્વકર્ણકરણોદ્ધા પૂર્ણ થયા બાદ કિટ્ટિકરણાદ્ધામાં પ્રવેશ કરે છે. તે કાળમાં લોભની કિઠ્ઠિઓ કરે છે. હવે કિષ્ટિ એટલે શું? તે કહે છે,–પૂર્વરૂદ્ધકોમાંથી અને અપૂર્વસ્પદ્ધકોમાંથી પ્રથમ દ્વિતીયાદિ વર્ગણાઓ ગ્રહણ કરીને તેઓને તીવ્ર વિશુદ્ધના બળથી અનંતગુણહીન રસવાળી કરીને, તે વર્ગણાઓમાંના એક અધિક બે અધિક ઇત્યાદિ ચડતા ચડતા રસાણના ક્રમને તોડીને વણા વર્ગણાઓની વચ્ચે મોટું અંતર પાડી દેવું, જેમકે – જે વર્ગણામાં અસત્કલ્પનાએ સો, એકસો એક, એકસો બે, ઇત્યાદિ રસાણુઓ હતા, તેમાંથી વિશુદ્ધિના બળથી રસ ઘટાડીને દશ, પંદર કે, પચીસ રસાણુઓ રાખવા તે કિષ્ટિ કહેવાય છે. અપૂર્વરૂદ્ધકકાળે જે રસ હતો, તેનાથી પણ અહીં અનંતગુણહીન રસ કરે છે, અને ચડતા ચડતા રસાણનો ક્રમ તોડે છે, એ બંને વસ્તુ અહીં થાય છે. આ કિટ્ટિકરણકાળમાં પૂર્વ તેમ જ અપૂર્વસ્પર્ધ્વકની અનંતી કિઠ્ઠિઓ થાય છે, છતાં સત્તામાં પૂર્વસ્પદ્ધકો તેમ અપૂર્વ સ્પર્તકો પણ રહે છે, સઘળા પૂર્વ અપૂર્વ સ્પર્ધ્વકની કિઠ્ઠિઓ થતી નથી. કિષ્ટિકરણ કાળના ચરમ સમયે એટલે કે નવમા ગુણસ્થાનકના ચરમસમયે યુગપતુ અપ્રત્યાખ્યાનાવરણ અને પ્રત્યાખ્યાનાવરણ લોભ ઉપશમાવે છે, સંજ્વલનલોભનો બંધવિચ્છેદ અને બાદર લોભનો ઉદયવિચ્છેદ થાય છે. ત્યારપછી આત્મા દશમા સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકમાં પ્રવેશ કરે છે. અહીં પ્રતિસમય કેટલીક કિઠ્ઠિઓને ઉદય ઉદીરણાથી ભોગવે છે. અને દ્વિતીય સ્થિતિમાંની કેટલીક કિઠ્ઠિઓને ઉપશમાવે છે, તથા સમયગૂન બે આવલિકાકાળમાં બંધાયેલા લોભનાં દલિકોને તેટલા જ કાળે શાંત કરે છે. આ પ્રમાણે પ્રતિસમય ઉદય ઉદીરણાથી ભોગવતો તેમ જ ઉપશમાવતો ત્યાં સુધી જાય કે સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકનો ચરમસમય આવે. તે ચરમસમયે સંવલન લોભ સર્વથા શાંત થાય છે. ત્યારપછીના સમયે આત્મા ઉપશાંતમોહ ગુણસ્થાનમાં પ્રવેશ કરે છે.
પ્રશ્ન–અપ્રમત્ત સંયત જ ઉપશમશ્રેણિનો આરંભ કરે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે – ઉપશમશ્રેણિનો પ્રારંભક અપ્રમત્તવિરત સાધુ હોય છે. અને અપ્રમત્ત સંતપણું તો અનંતાનુબંધિ, અપ્રત્યાખ્યાનાવરણીય, અને મિથ્યાત્વમોહનીયનો ઉપશમ થવાથી જ પ્રાપ્ત થાય છે, અન્યથા થતું નથી. કારણ કે જો તેઓનો ઉદય હોય તો સમ્યક્તાદિગુણોનો લાભ જ થતો નથી. કહ્યું છે કે, પહેલાં અનંતાનુબંધિ કષાયનો જ્યાં સુધી ઉદય હોય, ત્યાં સુધી ભવ્ય સિદ્ધિક આત્માઓ પણ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરી શકતા નથી. અપ્રત્યાખ્યાનાવરણ નામના બીજા કષાયનો ઉદય થતાં સમ્યક્તનો લાભ થાય છે, પરંતુ દેશવિરતિપણું પ્રાપ્ત થતું નથી. ૨. ત્રીજા પ્રત્યાખ્યાનાવરણીયકષાયનો જ્યાં સુધી ઉદય હોય ત્યાં સુધી સર્વવિરતિચારિત્ર પ્રાપ્ત કરી શકતા નથી. જો કે સમ્યક્ત અને દેશવિરતિપણું તો પ્રાપ્ત કરે છે. ૩. આ પ્રમાણે મિથ્યાત્વ અને બાર