Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
४८
પંચસંગ્રહ-૧
સર્વથા ક્ષય કરે તે ક્ષપકશ્રેણિ કહેવાય છે. તેના બે અંશ છે : ૧. ક્ષાયિકભાવનું સમ્યક્ત, ૨. ક્ષાયિકભાવનું ચારિત્ર, તેમાંનો પ્રથમ અંશ કયાં ? અને કોણ પ્રાપ્ત કરે ? તે કહે છે– ક્ષપકશ્રેણિનો આરંભ કરનાર મનુષ્ય જ હોય છે. અને તે આઠ વરસથી અધિક આયુવાળો, પ્રથમ સંઘયણી, શુદ્ધ ધ્યાન યુક્ત મનવાળો અવિરતિસમ્યગ્દષ્ટિ દેશવિરતિ પ્રમત્ત કે અપ્રમત્તમાંથી કોઈપણ ગુણસ્થાનકે વર્તમાન અને ક્ષાયોપશમસમ્યક્તી હોય છે. કહ્યું છે કે “અવિરતિસમ્યગ્દષ્ટિ, દેશવિરતિ, પ્રમત્ત, કે અપ્રમત્ત સંયત ગુણસ્થાનકમાંના કોઈપણ ગુણસ્થાનકે વર્તમાન નિર્મળ ધ્યાનયુક્ત ચિત્તવાળો આત્મા ક્ષપકશ્રેણિ પ્રાપ્ત કરે છે.” ૧. (ક્ષપકશ્રેણિનો પ્રારંભક જો અપ્રમત્ત હોય અને તે પૂર્વધર હોય તો શુક્લધ્યાન યુક્ત હોય છે, અને પૂર્વધર ન હોય તો ધર્મધ્યાન યુક્ત હોય છે.) ક્ષપકશ્રેણિ પર ચડતો ઉપરોક્ત ચારમાંથી કોઈપણ ગુણસ્થાનકે વર્તમાન આત્મા યથાપ્રવૃત્તાદિ ત્રણ કરણ વડે પહેલા અનંતાનુબંધિ કષાયનો નાશ કરે છે, ત્યારપછી અનુક્રમે મિથ્યાત્વમોહનીય, મિશ્રમોહનીય, અને સમ્યક્વમોહનીયનો લય કરે છે. અનંતાનુબંધિની વિસંયોજના, અને દર્શનત્રિકની ક્ષપણાનું વિસ્તૃત સ્વરૂપ ઉપશમના કરણમાં આચાર્ય પોતાની મેળે જ કહેશે, માટે અહીં તેનો વિસ્તાર કરવામાં આવ્યો નથી ત્યાંથી જોઈ લેવું. ક્ષપકશ્રેણિનો પ્રારંભ કરનારા બદ્ધાયુ અને અબદ્ધાયુ એમ બે પ્રકારે છે. તેમાં જો બદ્ધાયુ ક્ષપકશ્રેણિનો આરંભ કરે, અને અનંતાનુબંધિનો ક્ષય કર્યા પછી મરણનો સંભવ હોવાથી વિરામ પામે તો, તે આત્મા કદાચિત મિથ્યાત્વમોહનીયનો ઉદય થવાથી ફરી પણ અનંતાનુબંધિ બાંધે છે. કારણ કે તેના બીજ રૂપ મિથ્યાત્વમોહનીયનો નાશ કર્યો નથી. પરંતુ અનંતાનુબંધિ ક્ષય કર્યા પછી ચડતા પરિણામે જેણે મિથ્યાત્વમોહનીયનો પણ ક્ષય કર્યો છે, તે તેના બીજભૂત મિથ્યાત્વનો નાશ થયેલો હોવાથી ફરી વાર અનંતાનંધિ બાંધતો નથી. દર્શનસપ્તકનો ક્ષય કર્યા બાદ જો મરણ પામે તો અપતિત પરિણામે અવશ્ય વૈમાનિક દેવમાં ઉત્પન્ન થાય છે, અને પતિત પરિણામને અનુસરી ચારે ગતિમાં જાય છે. કહ્યું છે કે– બદ્ધાયુષ્ક ક્ષાયિકસમ્યક્ત ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરે અને પહેલા કષાયનો ક્ષય કરી જો મરણ પામે, તો કદાચિત મિથ્યાત્વનો ઉદય થવાથી ફરી તેને બાંધે છે, પરંતુ મિથ્યાત્વનો પણ જેણે ક્ષય કર્યો હોય તે ફરી અનંતાનુબંધિ બાંધતા નથી. ૧. અનંતાનુબંધિનો ક્ષય કર્યા બાદ અથવા દર્શન સપ્તકનો ક્ષય કર્યા બાદ અપતિત પરિણામે મૃત્યુ પામે તો અવશ્ય દેવલોકમાં જાય છે. અને પતિત પરિણામે મરણ પામે તો પરિણામને અનુસરી ચારમાંથી ગમે તે ગતિમાં જાય છે. ૨. બદ્ધાયુષ્ક હોવા છતાં પણ દર્શનસપ્તક ક્ષય કર્યા પછી મરણ ન પામે તો અવશ્ય વિરામ પામે છે, પરંતુ ચારિત્રમોહનીયની ક્ષપણા માટે ઉદ્યમ કરતો નથી. કહ્યું છે કે–બદ્ધાયુષ્ક ક્ષપકશ્રેણિનો સ્વીકાર કરે તો દર્શન સપ્તક ક્ષય થયે અવશ્ય સ્થિર થાય છે–વિરામ પામે છે પરંતુ ચારિત્રમોહનીયનો ક્ષય કરવા ઉદ્યમ કરતો નથી. અહીં પૂર્વ
૧. અનંતાનુબંધિનો ક્ષય કર્યા પછી બધા મરણ પામે છે એમ નથી. તેમ જ સઘળા મિથ્યાત્વમોહનીયનો ક્ષય કરે છે એમ પણ નથી. આયુ પૂર્ણ થયું હોય તો મરણ પામે છે. મરણ પ્રાપ્ત ન કરે અને ચડતા પરિણામવાળા હોય તો મિથ્યાત્વનો ક્ષય કરે છે. અનંતાનુબંધિનો ક્ષય કર્યા બાદ આયુ પૂર્ણ થાય અને મરણ પામે તો અવશ્ય વૈમાનિક દેવમાં જાય છે. પતિત પરિણામે ગમે તે ગતિમાં જાય છે. આયુ પૂર્ણ ન થયું હોય અને ચડતા પરિણામવાળો ન હોય તો મિથ્યાત્વમોહનીયનો ક્ષય કરવા પ્રયત્ન કરતો નથી.