Book Title: Shanka Samadhan Part 02
Author(s): Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust
Catalog link: https://jainqq.org/explore/005310/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ કલ્યાણા શંકા-સમાધાન ( ભાગ-૨) જ સમાધાનકાર છે Jain rajયા આચાર્ય શ્રી રાજશેખરસુરીશ્વરજી મહારાજાવા Page #2 -------------------------------------------------------------------------- ________________ વિદ્વર્ય પરમ પૂજ્ય : રાજશેખરસૂરીશ્વરજી મહારાજ હાઈવા Cધોળાશિથી જેવી ટિ તેવી સૃષ્ટિ , ના રી સારણોખરસાર મા ના ૪૫ આગમ-આરાધના વિધિ વી મજા એહમતીજા માળા T SIણવાæ વિપાકો અહંકાર, અજગરનો હુંફાડો જિન થી કોઇ દાવાનળનો દાહ કષાયોના કટુ વિપાકો 2161ોલું તથા ઉજળું Jાની તિજોરીૉ તોડો મૂળ નાચી ના રોજ શો માં ચરી જરજી મ ા પણ ખારેડા પી રાજવીખરસણથી મા સા પુજય શાકાષાય છiી રાજwોમ સુરીશ્વરજી મ પ. પૂ. વાચકવર શ્રી ઉમાસ્વાતિ મહારાજ વિરચિત તાઈ કરી ભવજલ તરીએ स्वाधीन रक्षा પJધીન ઉપેક્ષા હાવિગs તત્વાધિ (નારાયણ રન વધી શીખર સારી કર મ સા. Education International - તમામ કામ - -- Page #3 -------------------------------------------------------------------------- ________________ ચાર્યદેવ શ્રીમદ્ વિજય આદિએ કરેલું સાહિત્ય સર્જન અા ગામમાંથી શાળાના મ0 મિનીટhe આચાર્શ્વ ! થી 18મ ઝagarpળી લિ. श्री.पञ्चसूत्रम् " રમી શકાદ ir बचविटाणं HIT पएस-बंधो | [ t பார்ய பரி வேர் आचार्यदेव-श्रीमदविजयप्रेमसरी यशा પૂજા પંજાબuપાકી જનાજ Hd on નાનાdી જીવકલrlfriા શ્રી રૂપાસેના ચરિત્ર પ્રતિમા શતક ચૈત્યવંદનભાધ્ય | મધ ધ ધ ધ ધતિ જ વર્ણન મોપાધ્યાય વીમા થi|વિજય મા ની માધક કલેશ થતો માલયા પી ગયા શ્રી પરિશિષ્ટપર્વ હાલોહિતાવતા જીવક માપાંતર લોનની ઘા - આચાર્ય શ્રી રાજશેખરસૂરીશ્વરજી મહારાજ Jain Educationa International ational For Personal and Private Use only Page #4 -------------------------------------------------------------------------- ________________ LALIT SHAH | શ્રી ધરણેન્દ્ર પદ્માવતી સંપૂજિતાય ૐ હ્રીં શ્ર શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ | // શ્રી દાન-પ્રેમ-રામચન્દ્ર-હીરસૂરિ ગુરુભ્યો નમઃ | ઐ નમ: ( (ભાગ-૨) - - - • •–1 - -- | સમાધાનકાર કે સચ્ચરિત્રચૂડામણી પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર સિદ્ધાંતનિષ્ઠ પરમ પૂજય આચાર્યદેવ શ્રીમદ્ વિજય હીરસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર ગચ્છસ્થવિર પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય લલિતશેખરસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય રાજશેખરસૂરીશ્વરજી મહારાજા • • = - સંપાદક પૂજ્ય મુનિરાજ શ્રી ધર્મશેખરવિજયજી ગણી = • = + સહયોગ « પૂજ્ય મુનિરાજ શ્રી દિવ્યશેખરવિજયજી = = વીર સંવત ૨૫૩૮ + વિ.સં. ૨૦૬૮ : પ્રથમ આવૃત્તિ સેટ : ૩૦૦૦ - મૂલ્ય : પઠન-પાઠન = = = • છે જે પ્રકાશક 1 શ્રી અરિહંત આરાધક ટ્રસ્ટ C/o. હિન્દુસ્તાન મિલ સ્ટોર્સ ૪૮૧, ગની એપાર્ટમેન્ટ, રતન ટોકીઝ સામે, આગ્રા રોડ, ભિવંડી-૪૨ ૧ ૩૦૫. ફોન : (૦૨૫૨૨) ૨૩૨૨૬૬ = , તે Jain Educationa International For Feisom private se Only '' org Page #5 -------------------------------------------------------------------------- ________________ (સંપાદકીય ‘કલ્યાણ' માસિકમાં આવતા શંકા-સમાધાન વિભાગને જયારથી પૂજય ગુરુદેવ આચાર્ય શ્રીમદ્ વિજય રાજશેખરસૂરીશ્વરજી મહારાજાએ સંભાળ્યો ત્યારથી નિયમિત પણે તે વિભાગ ચાલુ રહ્યો. પૂજ્યશ્રીએ આમાં શંકાઓનું માત્ર સમાધાન જ નથી કર્યું પરંતુ શંકાકારના હૃદયના ભાવોને પીછાણીને એની સર્વાગી શંકાનું નિર્મૂલન કર્યું છે. કલ્યાણમાં આવતા શંકા-સમાધાનના માધ્યમે પૂજયશ્રીનો પરિચય જો કે બધાને હશે જ, આમ છતાં પૂજ્યશ્રીનો ગુણવૈભવ અજબ કોટીનો હતો. પૂજયશ્રી વિદ્વાન હતા, શાસ્ત્રના હાર્દને પામેલા હતા, ગીતાર્થ હતા, સરળ હતા, નિઃસ્પૃહી હતા, પાપભીરુ હતા, ગંભીર હતા અને એટલે જ સ્વ-પર સમુદાયના અનેક સાધુ-સાધ્વીજી ભગવંતો પૂજયશ્રી પાસે આલોચના-પ્રાયશ્ચિત્ત લેતા હતા. પૂજયશ્રીએ છેદગ્રંથોની પ્રાયશ્ચિત્ત ગ્રંથોની અનેક સાધુ-સાધ્વીજી ભગવંતોને વાચનાઓ આપી એમના ભાવશલ્યનો ઉદ્ધાર કરવા પુરુષાર્થ કર્યો હતો, બૃહત્કલ્પ એમનો પ્રિય ગ્રંથ હતો. પૂજયશ્રીએ અનેક તાત્ત્વિક ગ્રંથો જેવા કે ગુરુતત્ત્વવિનિશ્ચય, યોગદષ્ટિ સમુચ્ચય, યોગબિંદુ, પંચવસ્તુ, ઉપદેશપદ, ધર્મબિંદુ, વીતરાગ સ્તોત્ર, પંચાશક પ્રકરણ, સંબોધ પ્રકરણ આદિ અનેક ગ્રંથોના ભાવાનુવાદો કર્યો છે. પૂજયશ્રી ભાવાનુવાદકાર તરીકે વધારે પ્રસિદ્ધ બન્યા હતા. પૂજયશ્રીએ કરેલું શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર ઉપરનું વિવેચન આજે ભારતભરની દરેક પાઠશાળાઓમાં માન્ય બન્યું છે - આદરણીય બન્યું છે. શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર ઉપર રચાયેલી શ્રી હરિભદ્રસૂરિ મહારાજાની ટીકાનો સંપૂર્ણ ભાવાનુવાદ પૂજયશ્રીએ શારીરિક વિકટ પરિસ્થિતિમાં પણ પૂર્ણ કર્યો છે, જેનું સંપાદનનું કાર્ય ચાલી રહ્યું છે. ૧૦ ભાગમાં પ્રકાશિત થશે. પૂજયશ્રીનું સ્વાથ્ય અતિશય નબળું હતું. રોટલી કે ખાખરા પણ ન ન પચાવી શકે એવી એમની હાજરી હતી અને એટલે છેલ્લા ૨૫- . છે Jain Educationa international For Personal and Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ ૩૦ વર્ષોથી તેમણે દાળ-ભાત કે દહીં-ભાત ઉપર કાઢ્યા હતા. શરીરમાં બીજી પણ અનેક વ્યાધિઓ હતી. આવી પરિસ્થિતિમાં પણ એમની અપ્રમત્તતા અજબ હતી. ઉપાશ્રયમાં સૌથી પહેલા જે સ્થળે પ્રકાશ આવે તે સ્થળે તેમની બેઠક રહેતી અને કલમ ચાલવા લાગતી તે છેટ સાંજે છેલ્લે જે સ્થળે પ્રકાશ રહેતો તે સ્થળે બેસીને લખવાનું ચાલુ રાખતા. પૂજ્યશ્રી જ્યારે ઓશવાળ યાત્રિક ગૃહ પાલીતાણામાં ચૈત્ર વદ-૪, ૨૦૬૭ ના દિવસે સવારના ૮.૧૦ કલાકે કાળધર્મ પામ્યા ત્યારે તેમની ઉંમર ૭૪ વર્ષ અને ૭ મહિના જેટલી હતી અને ૫૭ વર્ષનો દીક્ષા પર્યાય હતો. આટલી ઉંમરે પણ તેમણે ગોખવાનું છોડ્યું ન હતું. છેલ્લે પોષ મહિનામાં દહાણુથી વિહાર કરી પાલીતાણા પધાર્યા ત્યારે ચાલુ વિહારમાં પણ તેમણે શ્રી જ્ઞાનસાર અને પાલીતાણા આવ્યા પછી તત્ત્વાર્થાધિગમસૂત્ર અને પ્રશમરતિ પ્રકરણ ફરી કંઠસ્થ કરી લીધા હતા અને રોજ તેનો સ્વાધ્યાય કરતા હતાં. આવા અનેકાનેક ગુણોના ભંડાર ગુરુભગવંતની મને અનાયાસે પ્રાપ્તિ થઇ ગઇ એ મારું અહોભાગ્ય છે. ખરેખર ! મને આ ભવમાં સુગુરુયોનો શુભગુરુનો યોગ થયો. ભવાંતરમાં પણ આવા શુભગુરુનો યોગ થાય અને અલ્પકાળમાં મારો નિસ્તાર થાય એવી અભિલાષા સાથે અગણિત ગુણરત્નોના ભંડાર એવા પૂજ્યશ્રીને કોટી કોટી વંદના. આ શંકા-સમાધાન પુસ્તકનું સંપાદન કાર્ય કરવા માટે ૫૨મ પૂજ્ય ૫૨મ ગુરુદેવ આચાર્યદેવ શ્રીમદ્ વિજય લલિતશેખરસૂરીશ્વરજી મહારાજાએ પ્રેરણા કરી. વર્ષો પૂર્વે જેમની વિનંતીથી પૂજ્ય ગુરુદેવે ‘કલ્યાણ’ ના આ શંકા-સમાધાન વિભાગને સંભાળ્યો એવા પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય પૂર્ણચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ મારી વિનંતી સ્વીકારી પ્રસ્તાવના લખી આપી. આ સંપાદન કાર્યમાં પૂજ્ય મુનિરાજ શ્રી દિવ્યશેખરવિજયજીએ સહયોગ આપી મારા ઉપર જે ઉપકાર કર્યો છે તે અવિસ્મરણીય રહેશે. ઉદાર દિલ દાતાઓના આર્થિક સહયોગે પણ આ કાર્યમાં ઉત્સાહ વધાર્યો છે. Jain Educationa International For Personal and Private Use Only TAT eig Page #7 -------------------------------------------------------------------------- ________________ સામાન્ય જિજ્ઞાસુઓ તે તે કાળે ઉપસ્થિત થતાં પ્રશ્નો પૂછાવતા હોય છે, અને ઉત્તરદાતા પણ તે તે કાળને અનુલક્ષીને તેના ઉત્તરો આપતા હોય છે. આમ છતાં પૂજ્યશ્રીએ આ શંકા-સમાધાનમાં શાસ્ત્રાધારે સમાધાન આપવાનું ઉચિત ગણી શક્ય તેટલું સમાધાન શાસ્ત્રાધારે આપ્યું છે. લગભગ ૧૧ વર્ષ સુધી “કલ્યાણ' માં આવેલા શંકા-સમાધાન વિભાગને તે-તે વિષયનું સર્વાગી સમાધાન એક સાથે મળી રહે તે માટે વિષયવાર વિભાગ કરી આપવાની કોશિષ કરી છે. આમ છતાં આમાં ક્યાંક ક્ષતિ રહેવા પામી હોય એ સુશક્ય છે. આવી કોઇ ક્ષતિ ધ્યાનમાં આવે તો મને જણાવવા વાંચક વર્ગને વિનંતી કરું છું. સૌ કોઇ આ શંકા-સમાધાન પુસ્તકનું વારંવાર વાંચન કરે અને પોતાના મનમાં ઉદ્ભવતી શંકાનું સમાધાન કરે એ જ અભિલાષા... - રાજશેખરસૂરિચરણકિંકર મુનિ ધર્મશેખરવિજયગણી વિમોચન નિમિત્ત પૂજ્યશ્રી પાલીતાણામાં ઓશવાળ યાત્રિક ગૃહમાં વિક્રમ સંવત ૨૦૬૭ ચૈત્ર વદ-૪, ગુરુવાર, તા. ૨૧-૦૪-૨૦૧૧ ના રોજ કાળધર્મ પામ્યા અને પાલીતાણામાં જ શ્રી કસ્તુરધામ - નિલમ વિહારના પરિસરમાં પૂજયશ્રીનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો. જે સ્થળે અગ્નિસંસ્કાર કર્યો તે જ સ્થળે પૂજ્યશ્રીનું ગુરુમંદિર બન્યું અને આજ રોજ એટલે કે વિક્રમ સંવત ૨૦૬૮, પોષ વદ-૧૩, શનિવાર, તા. ૨૧-૦૧-૨૦૧૨ ના ગુરુમંદિરમાં ગુરુમૂર્તિની પ્રતિષ્ઠા થઈ. આ નિમિત્તને પામીને પૂજ્યશ્રીનું આ શંકા-સમાધાન પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું. Page #8 -------------------------------------------------------------------------- ________________ અગ્નિ સંસ્કાર ભૂમિ પર નવનિર્મિત પ.પૂ.આ.ભ.શ્રી રાજશેખરસુરીશ્વરજી મહારાજાનું ગુરમંદિર નિલમ વિહાર - પાલીતાણા Jain Educational kemational nelibrarone Page #9 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન વિષયાનુક્રમ બોલી સંબંધી શંકા-સમાધાન ૬૧૦ ચઢાવો અને નકરાનો ભેદ શો છે ? ૬૧૧ બોલીની રકમ હપ્તાથી ચૂકવવામાં કયો દોષ લાગે ? ૬૧૨ ઘીની બોલીમાંથી સાધારણના ખર્ચને પહોંચી વળવા ઠરાવ કરીને ૨૫% સાધારણ ખાતે લઇ જઇ શકાય ? ૬૧૩ રથયાત્રાની બોલીમાંથી રથયાત્રા (વરઘોડા)નો ખર્ચ લેવાય ? ૬૧૪ વરઘોડાની ઉછામણીમાંથી વરઘોડાનો ખર્ચ નીકળી શકે નહીં ‘વરઘોડાની ઉછામણીમાંથી વરઘોડાનો ખર્ચ કાઢવામાં વાંધો નથી' એવા પૂ. પ્રેમસૂરિજીના પત્રનો ખુલાસો ? ૬૧૫ બોલીબોલીને કોઇ શ્રાવક કુમારપાળ બને ઇત્યાદિ યોગ્ય છે ? ૬૧૬ ચાર વર્ષે પૈસા આપવાની બોલી કરીને ચઢાવા બોલવામાં આવે તો તે યોગ્ય છે ? ૬૧૭ મહોત્સવ તો પરમાત્માનો છે તો તેની પત્રિકામાં લિખિતંગની બોલીની રકમ કયા ખાતામાં જાય ? ૬૧૮ દીક્ષાર્થીના ઉપકરણોના ચડાવાની રકમ શેમાં લઇ જઇ શકાય ? ૬૧૯ પુસ્તક વિમોચનની ઉછામણીની રકમ કયા ખાતામાં જાય ? સાધારણ દ્રવ્ય સંબંધી શંકા-સમાધાન ૬૨૦ સર્વ સાધારણ દ્રવ્ય નામ આપીને ટીપ કરવામાં શાસ્ત્રીય સમર્થન છે ? ૬૨૧ જન્મવાંચન પૂર્વે સંઘના મુનિમનો ચઢાવો બોલાય તે કયા ખાતે લઇ જવાય ? ૬૨૨ સાધારણ ખાતાની રકમ ઉત્પન્ન કરવા માટે શું ઉપાયો કરવા જોઇએ ? Jain Educationa International For Personal and Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૬૨૩ આજે કોઈ કોઈ સ્થળે સાધારણની આવક માટે શાલિભદ્રની પેટીની યોજના કરી રહ્યા છે એ વાજબી ખરું ? ૬૨૪ શ્રાવકો સાધારણ દ્રવ્ય વ્યાજથી લઈ શકે ? દોહન દોષ ન લાગે ? ૬૨પ સંઘમાં સાધારણ દ્રવ્ય વધારે હોય તો સંરક્ષણ માટે શ્રાવકોને આપી શકાય ? ૬૨૬ સાધારણ ખાતામાંથી ખરીદેલા સુખડના નાના ટુકડા વેચાણમાં મૂકવા દહેરાસર ઉપર બોર્ડ લગાવી શકાય ? ૬૨૭ રથ સાધારણ ખાતામાંથી બનાવ્યો હોય, રથ અન્ય સંઘોને આપવામાં આવે ત્યારે આવતો નકરો સાધારણ ખાતે વાપરી શકાય ? ૬૨૮ મૂર્તિ ભરાવવાનો નકરો લાખ રૂપિયા પણ પચાસ હજાર સાધારણમાં આપનારને જ મળશે તો આમ કરી શકાય ? ૬૨૯ ધાર્મિક દ્રવ્યની વૃદ્ધિ માટે ગવૈયાઓની જેમ પૂજ્યશ્રીઓ પ્રેરણા કરી શકે ? સમયસર રકમ ન ભરાય તો દોષના ભાગીદાર કોણ બને ? દેવદ્રવ્ય સંબંધી શંકા-સમાધાન ૬૩૦ દેવદ્રવ્ય કોને કહેવાય ? ૬૩૧ દેવદ્રવ્યનો ઉપયોગ શેમાં શેમાં કરી શકાય ? ૬૩૨ દેવદ્રવ્યની વૃદ્ધિ માટે શ્રાવક દેવદ્રવ્ય વ્યાજે રાખી શકે ? ૬૩૩ દેવદ્રવ્યનું ભક્ષણ કરવાથી શો દોષ લાગે ? ૬૩૪ દેવદ્રવ્યના પગારવાળા પાસે કયા કયા કામો કરાવી શકાય? ૬૩૫ મુનિમને બધો પગાર દેવદ્રવ્યમાંથી આપી શકાય ? ૬૩૬ દેવદ્રવ્યની રકમમાંથી કોને કોને પગાર અપાય ? ૬૩૭ દેવદ્રવ્યની રકમમાંથી ધર્મશાળા બનાવી દેવદ્રવ્યનું વ્યાજ આપે તો ચાલે ? Jain Educationa International For Personal and Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૬૩૮ ટ્રસ્ટીઓ આ રીતે દેવદ્રવ્યનો ઉપયોગ કરે તો પાપના ભાગીદાર બને ? 7 ૬૩૯ ટ્રસ્ટીઓ જ્યાં આ રીતે દેવદ્રવ્યનો ઉપયોગ કરતા હોય ત્યાં દેવદ્રવ્યના ચડાવા બોલાય કે નહીં ? ૬૪૦ ટ્રસ્ટીઓ આ રીતે દેવદ્રવ્યનો ઉપયોગ કરે તો સંઘ દોષિત ન બને ? ૬૪૧ દેવદ્રવ્યના કેસર-સુખડ વગેરેથી દેવ-દેવીની પૂજા થઇ શકે ? ૬૪૨ પ્રભુજીના દ્રવ્યમાંથી જ લીધેલા કેસરથી દેવ-દેવીની પૂજા વગેરે થાય તે યોગ્ય છે ? ૬૪૩ દેવદ્રવ્યની રકમમાંથી ખરીદેલા અંગપૂંછણામાંથી દેવદેવીને અંગપૂંછણા કરી શકાય ? ૬૪૪ દેવદ્રવ્યની રકમમાંથી દેવ-દેવીના શિખરની ધજા બનાવી શકાય ? ૬૪૫ દેરાસરના કમ્પાઉન્ડમાં લોકો આરામ કરવા બેસે ત્યાં દેવદ્રવ્યની રકમમાંથી લાઇટ લગાડી શકાય ? ૬૪૬ જે કમ્પાઉન્ડમાં દેરાસર-ઉપાશ્રય-ધર્મશાળા આદિ હોય તે આખા કમ્પાઉન્ડને ફરતી દિવાલ દેવદ્રવ્યમાંથી બનાવી શકાય ? ૬૪૭ એ બધામાં દાખલ થવાનો મુખ્ય દરવાજો દેવદ્રવ્યમાંથી બનાવી શકાય ? ૬૪૮ આખા કમ્પાઉન્ડની જમીનની લાદી દેવદ્રવ્યની રકમમાંથી લગાડી શકાય ? ૬૪૯ કમ્પાઉન્ડમાં દેવદ્રવ્યની રકમમાંથી લાદી લગાડી શકાય ? ૬૫૦ દેવદ્રવ્યમાંથી ખરીદેલા રંગના ખાલી થયેલા ડબા ઉપાશ્રયઆયંબિલ શાળામાં વાપરી શકાય ? ૬૫૧ દેરાસર માટે આપેલો રંગ, ફર્નીચર વગેરે ઉપાશ્રયમાં વાપરી શકાય ? ૬૫૨ દેરાસરમાં આવેલા પૈસા બેન્ક ખાતામાં મૂકી શકાય ? For Personal and Private Use Only Jain Educationa International Page #13 -------------------------------------------------------------------------- ________________ 8 શંકા-સમાધાન ૬૫૩ દેવદ્રવ્યનું બેન્કના વ્યાજ કરતા અધિક વ્યાજ મેળવી વધેલું વ્યાજ સાધારણ ખાતે લઇ જઇ શકાય ? ૬૫૪ દેવદ્રવ્યની રકમ બેન્કમાં કે અન્ય સ્થળે કયા પ્રકારે વ્યાજે આપી શકાય ? ૬૫૫ ગુરુપૂજન-જ્ઞાનપૂજનમાં આવેલ સોના-ચાંદીના સિક્કા જૈન વેપારીને વેચી શકાય ? ૬૫૬ ગુરુના સામૈયામાં શ્રાવકો રૂપિયાની નોટો ગુરુ ઉપર ઓવારીને ઢોલીને પ્રીતિદાન રૂપે આપી શકે ? તે દેવદ્રવ્ય ન ગણાય ? ૬૫૭ ઉપાશ્રય-આયંબિલશાળામાં કામ કરતા, સાધુ-સાધ્વીને ઘર બતાવતા માણસને દેવદ્રવ્યમાંથી પગાર આપી શકાય ? ૬૫૮ સાધુ-સાધ્વીજીના વાડાની સફાઇ આદિ કરનારને દેવદ્રવ્યમાંથી પગાર આપી શકાય ? ૬૫૯ દેવદ્રવ્યમાંથી આપીને પણ પૂજારીનો પગાર વધારી આપવા ઉપદેશ આપી શકાય ? ૬૬૦ ઉપાશ્રય માટે લોન પેટે દેવદ્રવ્ય લીધું હોય તો તેનું વ્યાજ ચૂકવી દેવું જોઇએ કે હવાલો નાખે તો ચાલે ? ૬૬૧ ઉપાશ્રય નીચે અને મંદિર ઉપર એમ ભેગા બંધાતા હોય તો દેવદ્રવ્ય અને સાધારણ દ્રવ્યનો હિસાબ કેવી રીતે કરવો ? ૬૬૨ નવું મંદિર બન્યા બાદ ભંડાર ભરવાની શરૂઆત કરવા માટે બોલી બોલે તો તે રકમ કયા ખાતામાં જાય ? ૬૬૩ પ્રભુજીની પહેલી પૂજા કરવા માટે બોલીથી આવેલું દ્રવ્ય કલ્પિત દ્રવ્ય કહેવાય ? ૬૬૪ જે ધર્મશાળામાં વ્યાજથી દેવદ્રવ્યનો ઉપયોગ થતો હોય તેમાં ઉતરનાર સંઘને દોષ લાગે કે નહીં ? ૬૬૫ અસમર્થ સંઘમાં ઇન્દ્રધજા દેવદ્રવ્યમાંથી બનાવી શકાય ? ૬૬૬ દેવદ્રવ્યની રકમ જિનભક્તિ સાધારણમાં વપરાતી હોય તે યોગ્ય છે ? Jain Educationa International For Personal and Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૬૬૭ જૈન વેપારી દેવદ્રવ્યની કે જ્ઞાનદ્રવ્યની તે તે વસ્તુ વેચાતી લઈને વેચી શકે ? ૬૬૮ દેવદ્રવ્ય કે જ્ઞાનદ્રવ્ય ચૂકવી જૈન વેપારી પાસેથી દેરાસર યોગ્ય લાકડું, સુવર્ણ, વાસણ વગેરે ખરીદી શકાય ? ૬૬૯ જૈનો દેવદ્રવ્ય આદિનો પગાર લે તો દોષ, જૈનેતરો લે તો દોષ નહીં આવું શું કારણ ? ૬૭૦ ૫૦,૦૦૦ ને બદલે ૨૫,૦૦૦ પ્રતિમા ઘડવાના થયા હોય તો વધેલા ૨૫,૦૦૦ શામાં વપરાય ? ૬૭૧ દેવદ્રવ્યની રકમમાંથી પેઢી બનાવી હોય ત્યાં કંદોઈ વગેરે કેસર વગેરે લેવા આવે તો આ રીતે વેચાણ કરી શકાય? ૬૭૨ કોઈએ પોતાનું ઘર જિનાલયને અર્પણ કર્યું હોય તે ખાલી પડેલા ઘરમાં શ્રાવક ભાડું આપી રહી શકે ? ૬૭૩ આંગીમાં ભગવાનની પાછળ મૂકવામાટે હાર્ડબોર્ડમાં સુંદર ઇન્દ્ર-ઇન્દ્રાણી વગેરે દેવદ્રવ્યમાંથી બનાવી શકાય ? ૬૭૪ હમણાં હમણાં દેરાસરોમાં ચોરીઓ બહુ થાય છે, સરકારની નજર પણ બગડી છે, તો દેવદ્રવ્યનો વધારો યોગ્ય સ્થળે વાપરી નાખવો જોઇએ કે નહીં ? ૬૭૫ પરમાત્માની વિશાળ મૂર્તિ આરસના ટુકડા જોડી બનાવી મંગલમૂર્તિ તરીકે રાખવાની હોય તો તેમાં દેવદ્રવ્યની રકમ આપી શકાય ? ૬૭૬ ગુરુ મહારાજ ટ્રસ્ટીઓ પાસે દેવદ્રવ્યનો હિસાબ જોવા માંગે તો અપાય કે નહીં ? ૬૭૭ શ્રાવક પાસેથી ખરીદેલી મિલકતની રકમ સાધારણમાંથી ન મળતા દેવદ્રવ્યમાંથી હવાલો નાખી ખાતુ સરભર કરી દે તો દોષ ટ્રસ્ટને કે શ્રાવકને ? ૬૭૮ રાત્રે ભાવના વગેરે રાખવામાં દેવદ્રવ્યની ઉપજ થાય છે તો તેમ કરવું કે કેમ ? Jain Educationa International For Personal and Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ 10 શંકા-સમાધાન દેવ-દેવી સંબંધી શંકા-સમાધાન ૬૭૯ માણીભદ્રદેવ સમ્યગ્દષ્ટિ છે ? તેની સ્થાપના જુદા જુદા આકારે કેમ ? ૬૮૦ માણીભદ્રદેવની પૂજા કેવી રીતે કરવી ? ૬૮૧ માણીભદ્ર આદિના સ્થાનો દેવદ્રવ્યમાંથી બનાવેલા હોય પછી તેમાં જે ચડાવા થાય તેમાંથી દેવદ્રવ્ય ભરપાઈ કરી દીધા પછી બાકીની રકમ સાધારણ ખાતામાં વાપરવામાં શો વાંધો ? ૬૮૨ માણીભદ્રની પૂજા બહેનો કરી શકે ? ૬૮૩ માણીભદ્ર આદિને સુખડી ચડાવવી વગેરેની શી જરૂર છે? ૬૮૪ માણીભદ્ર પૂજન હવન શાસ્ત્રીય છે ? ૬૮૫ દેવ થયા પછી એ દેવ નવા શાશ્વત જિનાલયો બનાવી શકે? ૬૮૬ દેવ-દેવીની પૂજા કેટલા અંગે કરવાની હોય ? ૬૮૭ ભગવાનના પરિકરમાં રહેલા દેવ-દેવી આદિને ફરજીયાત બહુમાન તિલક કરવું જોઈએ ? ૬૮૮ દેવીને ચુંદડી ચઢાવતા લોકો પોતાના કપાળ પર અડાડીને ચઢાવે તે ઉચિત છે ? ૬૮૯ દેવ-દેવીઓની ઉપાસનાથી સમકિત પામી મોક્ષે જઈ શકાય? ૬૯૦ દેવ-દેવીઓના સ્થાનો વધતા જાય છે. તો તેનું શું પરિણામ આવશે ? ૬૯૧ દેવ-દેવીની આરતી ઉતારવી એ યોગ્ય છે? ૬૯૨ દેવ-દેવીના વસ્ત્રો કેવા હોય? આ અંગેનું શાસ્ત્રોમાં ક્યાંય વર્ણન આવે છે ? ૬૯૩ કેટલાક શ્રાવક દેવ-દેવતાની મૂર્તિઓને ત્રાજવામાં તોળી વેચે છે તે યોગ્ય છે ? ૬૯૪ દહેરાસરની બહાર સ્થાપિત કરેલ દેવ-દેવીઓના અભિષેક આદિની બોલી દહેરાસરમાં બોલવામાં આવે તો તે ક્યા ખાતામાં લઈ જવી જોઈએ ? Jain Educationa International For Personal and Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૬૯૫ દેવ-દેવીઓની મૂર્તિઓને ગભારામાં રાખી શકાય કે નહીં? તેમ નૈવેદ્ય વગેરે કેવી રીતે ચઢાવી શકાય ? ૬૯૬ દેવ-દેવીઓના ભંડારની રકમનો ઉપયોગ ક્યાં ક્યાં થઈ શકે ? ૬૯૭ દેવ-દેવીના ભંડારની રકમ સાધારણમાં લઈ જઈ શકાય? કેવા પ્રકારના સાધારણ ખાતામાં લઈ જઈ શકાય ? ૬૯૮ દેવ-દેવીના ભંડારમાંથી જૈન મુનીમને પગાર આપી શકાય? ૬૯૯ દેવ-દેવીની આવકમાંથી બનાવેલ મકાન સુખી અને સામાન્ય સ્થિતિવાળા માણસોને રહેવા માટે આપી શકાય? 900 દેવકુલિકા સ્થિત શ્રી સરસ્વતી દેવીના ભંડારની આવક કયા ખાતે જમા કરવી ? ૭૦૧ બાવન વીર, નાકોડા ભૈરવ વગેરે દેવો સમ્યગ્દષ્ટિ છે ? ૭૦૨ નાકોડા ભૈરવની મૂર્તિની સ્થાપના આદિ શ્રાવકોથી થઈ શકે? ૭૦૩ અત્યારે જે ખોટુ ચાલી રહ્યું છે તેને અધિષ્ઠાયક દેવ-દેવીઓ રોકતા કેમ નથી ? ૭૦૪ દેવ-દેવીઓ નંદીશ્વર દ્વીપની યાત્રાએ જતા રહેતા હોય તો તેમની આગળ પ્રાર્થના કરવાનો શો અર્થ? ૭૦૫ દહેરાસરમાં મૂકેલા દેવ-દેવીઓના ભંડારની આવક સાધારણ ખાતે લઈ જઈ શકાય ? ૭૦૬ ગોત્રજ કરવાથી સમ્યકત્વમાં અતિચાર લાગે ? ૭૦૭ પ્રભુના દીવા માટે જરૂરિયાત કરતા વધારે ઘી આવેલ હોય તો રૂપિયા આપી તે ઘીનો ઉપયોગ શ્રાવક કરી શકે ? ૭૦૮ કુળદેવીઓની નૈવેદ્ય પ્રથા પ્રચલિત છે તે કેટલી ઉચિત છે? ૭૦૯ દેવતાઓ કઈ ભાષા બોલે ? ૭૧૦ દેવો મધ, માંસાદિ પદાર્થોનું ભક્ષણ કરે ? ૭૧૧ રોગને દૂર કરવા વૈદ્યની ભક્તિ કરાય છે તેમ આ લોકના કાર્ય માટે યક્ષ-યક્ષિણીની માનતા કરવામાં કોઇ દોષ લાગે? Jain Educationa International For Personal and Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ 12 શંકા-સમાધાન ૭૧૨ શ્રાવકોને ગોત્રદેવી, કુળદેવીની પૂજા કરવામાં મિથ્યાત્વ દોષ લાગે ? ૭૧૩ તીર્થંકરની પૂજા કર્યા પછી ગણધરની પૂજા કર્યા પછી તે જ કેસર વગેરેથી દેવ-દેવીની પૂજા થઈ શકે ? ૭૧૪ દેવ-દેવીને ખમાસમણા અપાય ? વેયાવચ્ચ સંબંધી શંકા-સમાધાન ૭૧૫ વેયાવચ્ચ ખાતાની રકમનો ઉપયોગ શેમાં થાય ? ૭૧૬ સાધુને ભણાવનાર જૈન પંડિતને કે વેયાવચ્ચ કરનારને વેયાવચ્ચમાંથી પગાર આપી શકાય ? ૭૧૭ વેયાવચ્ચના ખાતામાંથી ચાલતા રસોડામાં શ્રાવક શ્રાવિકાઓ જમી શકે ? ૭૧૮ વેયાવચ્ચની રકમ સાધુ-સાધ્વીજીના ઔષધ માટે ઉપયોગમાં લઈ શકાય ? ૭૧૯ વેયાવચ્ચ ખાતાનો પગાર લેનાર જૈનેતરના ઘરે સાધુ સાધ્વીજીથી ગોચરી વહોરાય ? ૭૨૦ વેયાવચ્ચની રકમ વધારે હોય તો જિનભક્તિ સાધારણમાં વાપરી શકાય ? સાધુ-સાધ્વી સંબંધી શંકા-સમાધાન ૭૨૧ ગુરુદ્રવ્યની રકમ કયા કયા ઉપયોગમાં આવે ? ૭૨૨ ગુરુપૂજનની રકમ જ્ઞાનક્ષેત્રમાં લઈ જવામાં બાધ ખરો ? ૭૨૩ કોઈ આચાર્યને પોતાના અંગત ગુરુ બનાવી શકાય ? ૭૨૪ કોઈ કોઈ સમુદાયમાં સાધ્વીજીઓ આચાર્ય સમક્ષ દરરોજ રાઈ મુહપત્તિ કરે છે તે યોગ્ય છે ? ૭૨૫ ચાર વિકથાના વર્ણનરૂપ છાપુ સાધુ વાંચતા હોય ત્યારે તેમને વંદન કરાય ? Jain Educationa International For Personal and Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૭૨૬ શ્રાવિકાઓ સાધ્વીજીના ચરણ ઉપર હાથ મૂકીને વંદન કરી શકે? ૭૨૭ વર્તમાનમાં જેવી રીતે નિશિથ સૂત્રધારી ગીતાર્થ ગણાય તેવી રીતે સાધ્વીજીઓ કેટલું સૂત્ર ભણે તો ગીતાર્થ ગણાય? ૭૨૮ કેટલાક શ્રાવકો ગુરુવંદન કરતી વખતે સાધુની જેમ ગુરુને સ્પર્શે છે તે યોગ્ય છે ? ૭૨૯ ઉક્ત રીતે સ્પર્શીને વંદન કરે તેમાં શું વાંધો ? ૭૩૦ સાધુઓ યોગમાં સજઝાય પઢાવે છે. સજઝાય પઢાવવી એટલે શું ? ૭૩૧ કૃષ્ણ મહારાજાએ ૧૮,૦૦૦ સાધુઓને વંદન કર્યું તે કેવી રીતે ઘટે ? ૭૩૨ જિનેશ્વરની સમક્ષ સાધુઓને વંદન કરવું ઉચિત કેવી રીતે ગણાય ? ૭૩૩ સાધ્વીજી ભગવંતો પફખી આદિના ખામણા કરવા માટે પહેલા રાઈ મુહપત્તિ કરીને પછી પફખી આદિના આદેશો માંગે છે તે યોગ્ય છે ? ૭૩૪ ગોચરી વહોરાવતા શ્રાવક ખાલી ગ્લાસને એક સ્થાનથી બીજા સ્થાને મુકે તો દોષ લાગે ? ૭૩પ કેટલાક શ્રાવકો સાધુ-સાધ્વીઓને “ઔષધનો લાભ આપો” એવું કહે. કેટલાક “સંયમમાં ઉપકારક વસ્તુનો લાભ આપો એવું કહે. આમાં વધુ લાભપ્રદ શું કહેવાય ? ૭૩૬ માર્ગમાં સાધુ-સાધ્વીજીના દર્શન થતા શાતા પૂછવી યોગ્ય છે કે “મFએણ વંદામિ' કહેવું યોગ્ય છે ? ૭૩૭ વિરતીવંત સાધુ-સાધ્વીની હાજરીમાં અવિરતવંત શ્રાવક આદિનું બહુમાન કરવું યોગ્ય છે ? ૭૩૮ વાસક્ષેપ નાંખવાનું અને મહિને મહિને મોકલવાનું પ્રયોજન શું છે ? Jain Educationa International For Personal and Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ l4 શંકા-સમાધાન ૭૩૯ દરરોજ ગુરુપૂજન કરી મસ્તકે વાસક્ષેપ નખાવવું શાસ્ત્રવિદિત ૭૪૦ વંદન, પ્રશ્ન, આલોચન, પચ્ચકખાણ આદિ કરવા ગુવંજ્ઞા લેવી જરૂરી છે ? ૭૪૧ સાધુ ભગવંતો ફંડફાળા કરાવી ઉપધાન આદિ કરવાની પ્રેરણા કરી ઉપધાન આદિ કરાવી શકે ? ૭૪૨ ગુરુને આશ્રયી જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ અવગ્રહ કેટલો ? ૭૪૩ કુગુરુ અને સુગુરુનો ભેદ શો ? ૭૪૪ ગુરુના ખોળામાં મસ્તક મૂકવાથી લાભ કે દોષ ? ૭૪૫ સાધુ ભગવંતો સો ડગલાથી દૂર જાય તો દાંડો અને કામળી સાથે રાખવી પડે તેનું શું કારણ ? ૭૪૬ સો ડગલા ઉપાશ્રયમાંથી નીકળતા ગણવા કે કમ્પાઉન્ડમાંથી નીકળતા ગણાય ? ૭૪૭ ગુરુમંદિર બનાવવાની પ્રથા ક્યારથી શરૂ થઈ ? ૭૪૮ ગુરુમંદિર બનાવવાની પ્રથા ભરત ચક્રવર્તીથી શરૂ થઈ કે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજીથી શરૂ થઈ ? ૭૪૯ ગુરુમૂર્તિ પરિકરવાળી હોય ? ૭૫૦ ગુરુમૂર્તિની વાસક્ષેપ પૂજા કરવી કે અષ્ટપ્રકારી પૂજા કરવી? ૭૫૧ ગુરુમૂર્તિને અને અધિષ્ઠાયક દેવ-દેવીને પંચામૃતથી પ્રક્ષાલ પૂજા થાય ? ૭૫૨ સાધુને માટે અકલ્પય અને અભક્ષ્યમાં કાંઈ તફાવત છે? ૭૫૩ આધાકર્મ દોષવાળી ગોચરી આચાર્યોથી વાપરી શકાય ? ૭૫૪ પોતાના કુટુંબ માટે બનાવેલું બટાટા આદિનું શાક પ્રાસૂક અને ઐષણીય હોવાથી સાધુથી વહોરાય કે નહીં ? ૭૫૫ શ્રાવક કે નોકર સાધુ માટે સાધુના પાત્રાદિ લઈ ગૃહસ્થના ઘરે વહોરવા જાય તે યોગ્ય છે ? ૭૫૬ સાધુ નાના ગામમાં સ્થિરવાસ કરે શ્રાવકો તેમને ઉપાશ્રયમાં આવી આહાર પાણી આવી જાય તે યોગ્ય છે? Jain Educationa International For Personal and Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ 15 શંકા-સમાધાન ૭૫૭ સામાન્યથી સાધુઓને ફળ વાપરવાનો ત્યાગ હોવો જોઈએ તો મહાન એવા ભગવતીસૂત્રમાં ૭૫ કાળ ગ્રહણ પછી તેની છૂટ કેમ ? ૭૫૮ સાધુ ગર્ભવતી સ્ત્રીના હાથે આહાર-પાણી વહોરી શકે ? ૭૫૯ સાધર્મિક વાત્સલ્યમાં સાધુથી વહોરવા જઈ શકાય ? ૭૬૦ સાધ્વીજી મહારાજના ચાતુર્માસ પરિવર્તનના પ્રસંગમાં પુરુષો જોડાઈ શકે ? ૭૬૧ સાધ્વીજીઓને કાલગ્રહણ લેવાનું, દીક્ષા આપવાનું આદિનો નિષેધ ક્યારથી થયો ? ૭૬૨ સાધ્વીજીઓ અનુયોગદ્વાર સૂત્રનું વાંચન કરી શકે ? ૭૬૩ સાધ્વીજી ભગવંતો પુરુષોની સભામાં વ્યાખ્યાન કરી શકે? ૭૬૪ સાધ્વીજી ભગવંતોને પુરુષો સમક્ષ વ્યાખ્યાન વાંચવાનો નિષેધ છે તો માસિકપત્રો આદિમાં લેખો લખવાનો નિષેધ કેમ નહીં ? ૭૬૫ સાધ્વીજી ભગવંતોનું વ્યાખ્યાન ફક્ત સ્ત્રીઓ જ સાંભળી શકે એવું સ્પષ્ટ વિધાન કોઇ ગ્રંથમાં આવે છે ? ૭૬૬ હયાત પ્રવર્તિની સાધ્વીજીના દીક્ષા દિવસ વગેરે હોય તો સાધુ તેમના ગુણાનુવાદ કરી શકે ? ૭૬૭ પૂ. સાધ્વીજી ભગવંત ગામમાં હોય તો શ્રાવકે પણ રોજ વંદન કે કામનું પૂછવા માટે જવું જોઈએ કે નહીં ? ૭૬૮ સાધ્વીજીઓને મન:પર્યવજ્ઞાન થાય ? ૭૬૯ સાધ્વીના લાવેલા આહાર-પાણી, વસ્ત્રાદિ સાધુને કહ્યું ? ૭૭૦ કોઇ ખાસ કારણ વિના પૂ. સાધુ-સાધ્વીજી પાસે રસ્તામાં માંગલિક સાંભળવું યોગ્ય છે ? ૭૭૧ સાધુ-સાધ્વીજી શ્રાવક-શ્રાવિકાને રસ્તામાં ઊભા રહી પચ્ચખાણ આપે એ યોગ્ય છે ? ૭૭૨ રસ્તામાં સાધુભગવંતને રોકીને માંગલિક સાંભળી શકાય? ૭૭૩ સાધુ-સાધ્વીઓ “મેડીક્લેઇમ' કરાવી શકે ? Jain Educationa International For Personal and Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ 16 શંકા-સમાધાન ૭૭૪ સાધુઓ શ્રાવકોને વાસક્ષેપની પડીકીઓ મોકલે તે યોગ્ય ૭૭૫ સૂર્યાસ્ત પછી રાત્રે સાધુઓએ આરતી માટે શ્રાવકો સાથે જવું એ યોગ્ય છે? ૭૭૬ સાધુ-સાધ્વીજીઓ ગૃહસ્થને ગલી કરવાનું શિખવાડી શકે ? ૭૭૭ ધર્મશાળાના દ્વારોદ્ઘાટનમાં સાધુઓ નિશ્રા આપી શકે ? ૭૭૮ કોઇક ધર્માત્મા શ્રાવકની શ્રદ્ધાંજલિ સભામાં સાધુ મહાત્મા નિશ્રા આપી શકે ? ૭૭૯ સાધુથી માઇક વપરાય ? ૭૮૦ સાધુઓ માઈકનો ઉપયોગ કરતા નથી તેનું કારણ શું? ૭૮૧ સાધુથી જાતે મોબાઇલ ફોનનો ઉપયોગ કરી શકાય ? ૭૮૨ લાઉડ સ્પીકરમાં બોલવામાં અને પુસ્તકો છપાવવામાં વધારે દોષ શામાં ? ૭૮૩ જાહેર કાર્યક્રમમાં સાધુ માઈક આદિનો ઉપયોગ કરે તે યોગ્ય છે? ૭૮૪ અમુક સાધુઓ ચાતુર્માસ નક્કી કરતા પહેલા પંખો, માઈક, મોબાઇલ આદિ વપરાશે એવી શરતો કરે એ વાજબી છે? ૭૮૫ સાધુ રાત્રે લાઇટની પ્રજામાં વાંચે તો હિંસાની અનુમોદનાનો દોષ લાગે ? ૭૮૬ બેટરીમાં પાવર-સેલ ભરેલા હોય તો તે સાધુ-સાધ્વીથી અડાય ? ૭૮૭ આચાર્ય આદિના કપડામાં વિવિધ રંગના દોરા આદિ નાંખવા યોગ્ય છે ? ૭૮૮ સાધુઓને કોઈ પ્રોજેક્ટ હોય ? ૭૮૯ પ્રોજેક્ટમાં સાધુઓ ભાગ લે તે યોગ્ય છે ? ૭૯૦ સાધુથી છાપુ વંચાય ? ૭૯૧ સાધુ-સાધ્વીજી વાડાને બદલે સંડાસમાં ન જઈ શકે ? Jain Educationa International For Personal and Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન 17 ૭૯૨ મહોત્સવ આદિમાં અમુક જ બેન્ડ લાવો એવો આગ્રહ સાધુ કરે તો સાધુને દોષ લાગે ? ૭૯૩ પ્રાણઘાતક બિમારીમાં કોઇ સાધુ વાહનનો ઉપયોગ કરે તો જાહેરમાં તેની ટીકા-ટીપ્પણ કરી શકાય ? ૭૯૪ બસ આદિથી યાત્રા પ્રવાસોની પત્રિકામાં આશીર્વાદ તરીકે કે પ્રેરણા તરીકે પૂજયશ્રીઓના નામો લખી-લખાવી શકાય ? ૭૯૫ અંગત પરિચયવાળા આચાર્ય ભગવંત લાઇટ આદિનો ઉપયોગ કરતા હોય તો તેમને વંદન કરાય ? વંદન કરવામાં દોષ લાગે ? ૭૯૬ મોટર આદિ સાથે લઇને વિહાર કરનારાઓમાં સાધુપણું માની શકાય ? ૭૯૭ સાધુઓ પુસ્તકો છપાવે તો સાધુઓને દોષ લાગે કે નહીં ? ૭૯૮ વૃદ્ધ સાધુ-સાધ્વીજી માટે પગારદાર માણસો રાખવા કેટલા ઉચિત છે ? ૭૯૯ વૃદ્ધ સાધુ-સાધ્વીજીઓને ડોળીમાં બેસાડીને યાત્રા કરાવવાથી શ્રાવકને લાભ થાય ? ૮૦૦ સાધુ-સાધ્વીજી માટે અલગ સ્મશાનભૂમિની વ્યવસ્થા સંઘ રખાવી શકે ? ૮૦૧ કોલનવોટર અને ફિનાઇલનો ઉપયોગ સાધુ-સાધ્વી કરી શકે ? ૮૦૨ સાધુઓ સાધુઓને કે શ્રાવકોને મહોત્સવાદિની પત્રિકાઓ આદિ મોકલે એ યોગ્ય છે ? ૮૦૩ ક્ષમાપનાની પત્રિકા શ્રાવકોની આવે તો સાધુ એને પાછી મોકલી શકે ? ૮૦૪ સાધુ-સાધ્વી ઠવણી આદિ પ્લાસ્ટીકની વાપરે તેમાં કોઇ શાસ્ત્રીય બાધ ખરો ? ૮૦૫ આંખની તકલીફ દૂર કરવા આંખમાં આંજવા માટે સાધુ મધનો ઉપયોગ કરી શકે ? For Personal and Private Use Only Jain Educationa International Page #23 -------------------------------------------------------------------------- ________________ 18 શંકા-સમાધાન ૮૦૬ રાત્રે પ્રતિષ્ઠાની ઉછામણી હોય તો સાધુથી ત્યાં પાટ ઉપર ઉછામણી માટે પ્રેરણા કરાય ? ૮૦૭ સાધુ પ્રતિષ્ઠા આદિના મુહૂર્તો આપી શકે ? ૮૦૮ અશક્ત સાધુ-સાધ્વી પગથિયા ન ચઢી ઘરની બહાર કે રસ્તા ઉપર ઉભા રહી ગોચરી વહોરી શકે ? ૮૦૯ કુમારપાળ મહારાજા પહેલા કોઇને નવાંગી પૂજન કર્યું છે? જણાવશોજી. ૮૧૦ સાધુઓનો કે આચાર્યોનો જન્મદિવસ ઉજવાય ? ૮૧૧ સાધુ-સાધ્વીના ઉપયોગ માટે ટેબલ વગેરે જ્ઞાનખાતામાંથી બનાવી શકાય ? ૮૧૨ વરઘોડામાં નાની છોકરીને સાધ્વીજીનો વેશ પહેરાવી ફેરવવામાં આવે તે યોગ્ય છે ? ૮૧૩ પહેરવેશ અને વાળ આદિના કારણે છોકરી જેવા દેખાતા છોકરાને સાધુ અડી શકે ? ૮૧૪ ગૃહસ્થ સાધુ-સાધ્વીનું પાત્ર ભજવી શકે ? ૮૧૫ તપાગચ્છ સિવાયના અન્ય ગચ્છના સાધુઓ ચારિત્ર સંપન્ન છે એમ મનાય કે નહીં ? ૮૧૬ કાપ આદિ માટે સાધુને પાણીની જરૂર હોય ત્યારે ચૂનાથી અચિત્ત કરવું કે ઉકાળી આપવું સુયોગ્ય ગણાય ? ૮૧૭ સંસ્થાના કામ માટે ગુરુ ભગવંતે મોકલેલ વ્યક્તિમાં લાયકાત ન હોય તો તે વાત ગુરુભગવંતને જણાવી શકાય? નિદારૂપ ગણાય ? ૮૧૮ પૂ. સાધુ-સાધ્વી ભગવંતના તપના પારણાની બોલી બોલી શકાય ? ૮૧૯ લગ્નપ્રસંગ દેરાસરમાં દંપતીને ગુરુ આશીર્વાદ આપી શકે? ૮૨૦ યુગપ્રધાન, ગીતાર્થ અને આચાર્યની પાત્રતા શી ? ૮૨૧ વરઘોડા આદિમાં સ્ત્રીઓ “સોડા લેન કોકા કોલા, ગુરુજીની બોલમ બોલા” એવું બોલે તે ઉચિત છે ? Jain Educationa International For Personal and Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન 19 ૮૨૨ સાધુઓની સાત માંડલીઓ હોય છે તેમાં માંડલી એટલે શું ? સાત કઇ ? ૮૨૩ વર્તમાનમાં ગચ્છો કેટલા છે ? તે ગચ્છો તપાગચ્છથી કઇ રીતે જુદા પડે છે ? ૮૨૪ ગ્લાન સાધુની વૈયાવચ્ચના વર્ણનમાં સંઘને સોંપવાનું લખ્યું છે તે સંઘ શ્રમણ સંઘ કે શ્રાવક સંઘ લેવો ? ૮૨૫ જેના શિષ્યો નિહ્નવ થયા તે અષાઢાચાર્ય ભગવાન મહાવીરના નિર્વાણ બાદ ક્યારે થયા ? ૮૨૬ સાધુ-સાધ્વીઓએ ધર્મક્રિયાઓ કઇ દિશામાં કરવી જોઇએ ? ૮૨૭ અમે જ્યારે પણ ગુરુને વંદન કરવા જઇએ ત્યારે ગુરુ તમારી ‘જય' ક્યારે બોલાવવાની છે ? એવું કહે છે તે યોગ્ય છે ? ૮૨૮ અઇમુત્તામુનિએ કેટલા વર્ષની વયે દીક્ષા લીધી ? ૮૨૯ ગોશાળો સંયત હતો કે અસંયત ? ૮૩૦ પર્યુષણપર્વ આદિના દિવસોમાં બહેનો કે સાધ્વીજી ભગવંતો ગોળીઓ લઇ અંતરાય (એમ.સી.)ના દિવસોને પાછળ ધકેલી આરાધના કરી કરાવી શકે ? ૮૩૧ ઇન્દ્રભૂતિના શિષ્યો ગુરુસ્તુતિ કરતા ભગવાન પાસે જતા હતા તેમ મહાપુરુષોની સ્તુતિ કેમ થતી નથી ? ૮૩૨ સાધુ બાળકનું નામકરણ કરી શકે ? ૮૩૩ સિદાતા શ્રાવકને શૈક્ષણિક આદિ રહસ્ય માટે સાધુ અન્યને ભલામણ કરી શકે ? ૮૩૪ વરાહમિહિરના ગુરુભાઇ શ્રી ભદ્રબાહુસ્વામી ક્યારે થઇ ગયા ? ૮૩૫ આનંદધનજી મહારાજ કોના શિષ્ય હતા ? તેમના શિષ્ય કેટલા ? કોણ કોણ ? ૮૩૬ તપાગચ્છના જે અધિપતિ હોય તેને જ ગચ્છાધિપતિ કહેવા જોઇએ. સમુદાયના અધિપતિને ગચ્છાધિપતિ કેવી રીતે કહેવાય ? Jain Educationa International For Personal and Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ 20 શંકા-સમાધાન ૮૩૭ ગુરુમહારાજથી “અમારી પાસે દીક્ષા લો” એમ કહેવાય ખરું? ૮૩૮ રાજીમતી અને રથનેમિના પ્રસંગમાં મુનિ માટે તો એકલા પણું ઘટે પણ રાજીમતી માટે એકલાપણું કેવી રીતે ઘટે ? ૮૩૯ ચાતુર્માસ માટે આવેલ સાધુ-સાધ્વીઓ સંવત્સરી પછી સ્થાન, ઉપાશ્રય, ગામ બદલે તે ઉચિત ગણાય ? દીક્ષા સંબંધી શંકા-સમાધાન ૮૪૦ સંસારમાં રહીને લોકસેવા કરવી જોઈએ કે દીક્ષા લેવી જોઈએ? ૮૪૧ દીક્ષા લેવાની ભાવનાવાળા મુમુક્ષુએ ગુરુને શોધવા શું કરવું જોઈએ ? ૮૪ર મુમુક્ષોએ દીક્ષા લઈને જીવન સમર્પણ કરવા માટે ગુરુમાં કયા ગુણો જોવા જોઇએ ? ૮૪૩ જૈનો દીક્ષા લીધા પછી પણ લોકેષણા વગેરેને કેમ છોડી શકતા નથી ? ૮૪૪ દીક્ષા વગેરે પ્રસંગે નાણ મંડાય ત્યારે અવારનવાર પ્રભુજીને પડદો કરવાને બદલે જંગલુંછણાથી ઢાંકવા યોગ્ય છે ? ૮૪૫ એવું કહી શકાય ખરું કે ભગવાને ગોશાળાને દીક્ષા આપવામાં ભૂલ કરી અથવા છબસ્થતાને કારણે ભૂલ થઈ ગઈ? ૮૪૬ મરણ વખતે પણ શ્રાવક ચારિત્રના વેશમાં મૃત્યુ પામે એવું છે તો તેની વિધિ શું છે ? વિહાર સંબંધી શંકા-સમાધાન ૮૪૭ પૂ. સાધુ સાધ્વીજી ભગવંતો સાથે વિહાર કરી શકે ? ૮૪૮ વિહાર કે પ્રવેશના પૂર્વ દિવસે દાંડો વગેરે ઉપકરણ ખંડિત થાય તો અપશુકન ગણાય ? ૮૪૯ વિહારમાં મજુર વગેરે સાથે રાખવાથી સાધુને ક્યો દોષ લાગે ? Jain Educationa International For Personal and Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન 21 ૮૫૦ વિહારમાં સાથે રહેલા મજુરો છુટા થયા પછી સાધુની નિંદા કરે તો સાધુને દોષ લાગે કે નહીં ? ૮૫૧ યુવા સાધ્વીઓ સાથે યુવા મજુરો કાયમ કે બે-ચાર દિવસ ૨હે તો નુકસાનીની સંભાવના ખરી કે નહીં ? ૮૫૨ ઉપધિ ઉપાડીને વિહાર ન થતો હોય તો સ્થિરવાસ કરવામાં દોષ લાગે ? ૮૫૩ સશક્ત સાધુ વ્હીલચેરમાં વિહાર કરે તે પ્રથા યોગ્ય છે ? સ્થાપનાચાર્ય સંબંધી શંકા-સમાધાન ૮૫૪ શાસ્ત્રમાં ચંદ્રના નામ આવે છે એ શું છે ? ૮૫૫ શંખના સ્થાપનાચાર્ય બનાવવા વિષે આગમમાં પાઠ છે ? ૮૫૬ સ્થાપનાચાર્ય માટે ખરતરગચ્છવાળા ચંદનના પાંચ શિખર બનાવે છે અચલગચ્છવાળા ચંદનની ભગવાનની મૂર્તિ કે ગણધરની મૂર્તિ બનાવે છે આ શાસ્ત્રસંમત છે ? ૮૫૭ રાઇમુહપત્તિ કરતી વખતે સ્થાપનાચાર્યજી રાખવાની જરૂર ખરી ? ૮૫૮ સ્થાપનાચાર્યજી કેટલા દૂર હોય તો ક્રિયા થઇ શકે ? ૮૫૯ સ્થાપનાચાર્યજી ઉપર નીચે અને તિર્ઝા કેટલા દૂર રાખી શકાય ? ૮૬૦ કાઉસગ્ગમાં સ્થાપનાચાર્યજી હલી જાય તો ક્રિયા અશુદ્ધ ગણાય ? ૮૬૧ બહેનોએ પડિલેહણ કરેલા સ્થાપનાચાર્ય સમક્ષ પુરુષો સામાયિક આદિ ક્રિયા કરી શકે ? ૮૬૨ શ્રાવકો પોતાની વિધિ માટે સ્થાપનાચાર્યજી રાખે તેનું પડિલેહણ સાધુ પાસે કરાવી શકે ? દોષ ન લાગે ? Jain Educationa International For Personal and Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ 22 શંકા-સમાધાન સૂત્ર સંબંધી શંકા-સમાધાન ૮૬૩ સૂત્ર કોને કહેવાય ? ૮૬૪ અજિતશાંતિની રચના કયા નંદિષેણ મુનિએ કરી છે ? ૮૬૫ મોટી શાંતિના કર્તા કોણ છે ? ૮૬૬ પાક્ષિકસૂત્રના કર્તા કોણ છે ? ૮૬૭ પાક્ષિકસૂત્ર કેવી રીતે સાંભળે ? ૮૬૮ સંસારદાવા સ્તુતિના રચયિતા કોણ છે ? ૮૬૯ “સકલાડહત્ સૂત્રમાં ૨૫ શ્લોક પછીના શ્લોકો કોણે રચ્યા? પ્રતિક્રમણમાં શા માટે ઉમેર્યું ? ૮૭૦ ઉવસગ્ગહર સ્ત્રોતની રચના કોણે કરી ? ક્યારે કરી ? ક્યાં કરી ? શા માટે કરી ? ૮૭૧ પંચસૂત્રના રચયિતા ચિરંતન આચાર્ય ક્યારે થયા? ૮૭૨ ગુજરાતી અતિચાર કોણે બનાવ્યા ? ક્યારથી બોલવાની શરૂઆત થઈ ? ૮૭૩ ૩પસા: ક્ષય યાન્તિ, છિદ્યન્ત વિષ્નવય: આમાં ઉપસર્ગ અને વિપ્નમાં શો ભેદ છે ? ૮૭૪ ઉવસગ્ગહર સૂત્રમાં આવતા ઉપસર્ગ શબ્દથી શું સમજવું? ૮૭૫ દર્શનાચારના આઠ અતિચાર અને સમકિતના પાંચ અતિચાર આવો ભેદ કેમ ? ૮૭૬ રત્નાકરપચ્ચીસીમાં “નહીં ચિંતવ્યું મેં નર્ક કારાગૃહ સમી છે નારીઓ' કહ્યું છે આ અનુચિત ન ગણાય ? ૮૭૭ અજાણતા ઉત્સુત્ર બોલાઈ ગયું હોય તો દોષ લાગે ? ૮૭૮ મોટી શાંતિમાં ૧૬ વિદ્યાદેવીઓ જણાવી છે જ્યારે ગણતરી કરતા ૧૭ થાય છે આમ કેમ ? ૮૭૯ સતીઓની સજઝાય અને છંદમાં પણ ૧૬ સતીઓના નામ છે ગણતરી કરતાં ૧૭ થાય છે આમ કેમ ? ૮૮૦ ટ્રેન આદિમાં ભક્તામર સ્ત્રોત બોલાય તે ઉચિત છે ? Jain Educationa International For Personal and Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૮૮૧ વંદિતુ સૂત્ર આલોચના સૂત્ર છે તો તેમાં જાવંતિ ચેઈઆઈ અને જાવંત કે વિ સાહૂ સૂત્રો શા માટે ? ૮૮૨ આચારાંગનાં ૧૮૦૦૦ પદ તેના શ્લોકો કેટલા થાય? ૮૮૩ સઝાય સંદિસાહુમાં સંદિસાહું પદનો શો અર્થ છે ? ૮૮૪ જ્ઞાનપંચમીના સ્તવનમાં આવતા પરા, પશ્યતી, મધ્યમાં અને વૈખરી વાણીનો શો અર્થ છે ? ૮૮૫ શ્રાવક આગમના સૂત્રો ક્યાં સુધી ભણી શકે ? ૮૮૬ ઉત્તરાધ્યયન આચારાંગ આદિ સૂત્રો આખો દિવસ કેમ ન ભણાય ? ૮૮૭ નમુત્થણ સૂત્રમાં નમુત્થણનો અર્થ શો છે ? ૮૮૮ નમુસ્કુર્ણ સૂત્રમાં છેલ્લી ગાથામાં છૂટા “અ” કેટલા આવે છે? ૮૮૯ અરિહંત ચેઇઆણં સૂત્રમાં “ધીએ” અને “ધીઇએ' એ ઉચ્ચારમાં કયો સાચો ? ૮૯૦ જાવંત કે વિસાહૂસૂત્રમાં વિરિયાણં' સાચું કે ‘વિરયાણ' સાચું? ૮૯૧ વંદિત સૂત્રમાં વિરોમિ વિરાણાએ સાચું કે વિરિયોમિ વિરાહણાએ સાચું ? ૮૯૨ જે પાઠશાળામાં સૂત્રો અશુદ્ધ ભણાવાતા હોય અને આપણને ખ્યાલ આવી જાય તો ત્યાં અભ્યાસ કરવા જવાય? ૮૯૩ પૂર્વકાળની અપેક્ષાએ જીવન પદ્ધતિ બદલાઈ હોવાથી અતિચારોમાં પણ ફેરફાર કરી નવી રચના કરવી યોગ્ય છે કે નહીં ? ૮૯૪ સ્ત્રીઓને ઊભા ઊભા સજઝાય કરાવવાનું શું કારણ ? ૮૯૫ લોકો કહે છે કે હમણા પુસ્તકો ઘણા છપાય છે વાંચનારા ઓછા છે એમાં સાચું શું ? ૮૯૬ જીર્ણ ધાર્મિક પુસ્તકો કઈ જગ્યાએ પરઠવા જોઈએ ? ૮૯૭ જીર્ણ ધાર્મિક પુસ્તકો, ખંડીત મૂર્તિ આદિ પરઠવવાનો વિધિ શો છે ? Jain Educationa International For Personal and Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ 24 શંકા-સમાધાન ૮૯૮ વિનામૂલ્ય ધાર્મિક પુસ્તકો લેવાની વૃત્તિથી સમ્યજ્ઞાન પ્રત્યેનો આદરભાવ ઘટવાની સંભાવના ખરી કે નહીં ? જ્ઞાન સંબંધી શંકા-સમાધાન ૮૯૯ જ્ઞાનખાતાની રકમ શામાં વાપરી શકાય ? ૯૦૦ જ્ઞાનદ્રવ્યથી બનેલા જ્ઞાનમંદિરમાં શ્રાવક-શ્રાવિકાઓથી ભણી શકાય ? ૯૦૧ જ્ઞાનદ્રવ્યમાંથી જૈનેતરને પગાર આપી શકાય, જૈનને નહીં તેનું શું કારણ ? ૯૦૨ શ્રાવક પંડિતે શાસ્ત્રીય ગ્રંથો ઉપર વિવેચન લખ્યું હોય તો તે જ્ઞાનદ્રવ્યમાંથી છાપી શકાય ? ૯૦૩ ગહુલી પરના પૈસા વગેરે જ્ઞાનખાતામાં લેવાય કે દેવદ્રવ્યમાં લેવાય ? ૯૦૪ પુસ્તકનું વિમોચન કરવાનો ચઢાવો બોલાવી શકાય ? ૯૦૫ આજીવિકા માટે વ્યવહારિક શિક્ષણ આપવું પડે તો શું કરવું? ૯૦૬ અજ્ઞાન શબ્દનો શો અર્થ છે ? શાસ્ત્ર સંબંધી શંકા-સમાધાન ૯૦૭ શાસ્ત્ર શબ્દની શાસ્ત્રીય વ્યાખ્યા શી છે ? તેનો ભાવાર્થ શો છે ? ૯૦૮ શાસ્ત્રીત્ વનિતી સ્ત્રી: શાસ્ત્ર કરતા રૂઢિ બળવાન છે તે નિયમ ધર્ણશાસ્ત્રમાં પણ લાગે ? કલ્પસૂત્ર-પર્યુષણ સંબંધી શંકા-સમાધાન ૯૦૯ શ્રી ભદ્રબાહુ સ્વામીએ કયા પૂર્વમાંથી કલ્પસૂત્રની રચના કરી ? ૯૧૦ પર્યુષણમાં સંઘના ઉપાશ્રયમાં વ્યાખ્યાનો થાય અને જન્મ વાંચનનો કાર્યક્રમ બીજા કોઈ સ્થળે ગોઠવાય તો તે ચાલે ? Jain Educationa International For Personal and Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન 25 ૯૧૧ પર્યુષણાદિમાં કલ્પસૂત્ર વગેરે આગમોની રાત્રે વાસક્ષેપ પૂજા થઈ શકે ? ૯૧૨ પર્યુષણમાં જન્મવાંચન બપોરના બદલે સવારે થવા લાગ્યું છે તે યોગ્ય છે ? ૯૧૩ પર્યુષણ પર્વ ત્યાગનું પર્વ છે તેમાં મંડપ આદિના ડેકોરેશન પાછળ ખૂબ ખર્ચ કરવો તે યોગ્ય છે ? ૯૧૪ જયારે કલ્પસૂત્ર શ્રાવકો સમક્ષ વંચાતું ન હતું ત્યારે પર્યુષણના શ્રાવકો કેવી રીતે આરાધના કરતા હતા ? ૯૧૫ કલ્પસૂત્રનું વાંચન ત્રીજા દિવસથી કરી શકાય? સાધ્વીજી ભગવંતો કલ્પસૂત્રનું વાંચન કરી શકે ? ૯૧૬ કલ્પસૂત્ર વાંચન વખતે વસતી શુદ્ધિ જોઇએ પણ ઉપાશ્રયની આજુબાજુ મટન આદિની દુકાન હોય તો શુદ્ધિ કઈ રીતે ગણવી ? ૯૧૭ સુધર્માસ્વામી આદિ પર્યુષણમાં શું વાંચતા હશે ? ૯૧૮ પૂ. સાધ્વીજી ભગવંતો પર્યુષણ મહાપર્વમાં જન્મવાંચન શ્રાવક શ્રાવિકા સમક્ષ કરી શકે ? વ્યાખ્યાન સંબંધી શંકા-સમાધાન ૯૧૯ ઇચ્છકારી ભગવાન પસાય કરી વાયણા પ્રસાદ કરશોજી, આમાં કરશોજીને બદલે ક્યાંક કરાવશોજી બોલાય છે તે યોગ્ય છે ? ૯૨૦ આપણી વ્યાખ્યાન સભા આદિમાં શ્રાવિકાઓ ઉઘાડા માથે બેસે છે, આ યોગ્ય ગણાય ? ૯૨૧ વ્યાખ્યાનમાં સામાયિક લેતી વખતે “જાવ સુય” બોલ્યા હોઈએ અને વ્યાખ્યાનમાં બે-ત્રણ કલાક થાય તો બે-ત્રણ સામાયિક ગણાય ? Jain Educationa International For Personal and Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૯૨૨ વ્યાખ્યાનમાં પુરુષોની દૃષ્ટિ સ્ત્રી ઉપર ન પડે માટે વચ્ચે પાટીયા મૂકાય છે તો વ્યાખ્યાનમાં બહુમાન કરવા સ્ત્રીઓને ઊભી કરવી ઉચિત જણાય છે ? ૯૨૩ વ્યાખ્યાન અને વાચનાનો ભેદ શો ? ૯૨૪ શિબિરો અને જાહેર વ્યાખ્યાનો વધવા છતાં આરાધકો કેમ વધતા નથી ? ૯૨૫ રાત્રિ સમયે કેવળ પુરુષોની સમક્ષ સાધુઓ પ્રવચન આપી શકે ? 26 ૯૨૬ વ્યાખ્યાનમાં રસ ન પડતો હોય તો ઘરે જ ધાર્મિક પુસ્તકો વાંચીએ તે ચાલે ? ૯૨૭ વ્યાખ્યાન, ગુણાનુવાદ આદિ પ્રસંગે સમયની કોઇ મર્યાદા હોય કે નહીં ? ૯૨૮ મહાવીર પરમાત્માએ છેલ્લી દેશના ક્યારે શરૂ કરી ? દિવસે કે રાત્રે ? ૯૨૯ શ્રી ઉત્તરાધ્યયન મહાવીર પરમાત્માની અંતિમ દેશના સ્વરૂપ છે એ કથન સાચુ છે ? દેવ સંબંધી શંકા-સમાધાન ૯૩૦ જંબુદ્વીપમાં બે સૂર્ય - બે ચંદ્રો છે, તે બંનેના ઇન્દ્રો એક જ છે કે જુદા જુદા ? ૯૩૧ અસંખ્ય ચંદ્ર અને અસંખ્ય સૂર્ય છે તો શું ઇન્દ્રો અસંખ્ય છે ? ૯૩૨ ચંદ્ર-સૂર્યના ઇન્દ્રો અલગ ગણવાથી ૬૬ ઇન્દ્રો થાય. કલ્યાણકોમાં ૬૪ આવે છે તો સમાધાન શું ? ૯૩૩ બધા ઇન્દ્રો એકાવતારી હોય છે ? ૯૩૪ સૌધર્મ દેવલોકના દેવો અમે અમુક સ્થળે ઉત્પન્ન થઇશું એવું જાણી શકે ? ૯૩૫ દેવો બ્રાહ્મણ આદિ રૂપ કરે ત્યારે તેમને ઔદારિક શરીર હોય ? For Personal and Private Use Only Jain Educationa International Page #32 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૯૩૬ અનુત્તરવિમાનવાસી દેવો, નારક, તિર્યંચ અને ભવનપતિ દેવોમાં જાય કે નહિ ? 27 ૯૩૭ ચંદ્ર-સૂર્ય મૂળ વિમાને આવેલ ત્યારે મૃગાવતીજીને રાત્રિની ખબર ન પડી તો શું ભગવાને રાત્રે દેશના ચાલુ રાખેલ? ૯૩૮ સર્વાર્થસિદ્ધ વિમાનમાં મોતીના વલયો કેવી રીતે રહેલા છે ? ૯૩૯ કયા દેવોને દોગુંદક કહેવાય છે ? ૯૪૦ ચંદ્ર-સૂર્ય મૂળ વિમાને આવે ત્યારે તે તે સ્થાને કેવી પરિસ્થિતિ નિર્માણ થાય ? ૯૪૧ વ્યવહારી અને અવ્યવહા૨ી જીવો કોને કહેવાય ? પદાર્થ સંબંધી શંકા-સમાધાન ૯૪૨ માર્ગાનુસારી, માર્ગાભિમુખ, માર્ગપતિતનો શો અર્થ છે ? ૯૪૩ માર્ગપતિત અને માભિમુખનો શો અર્થ છે ? ૯૪૪ માર્ગાનુસારી જીવ ચ૨માવર્તમાં આવેલો જ હોય એવો નિયમ ખરો ? ૯૪૫ અભવ્યમાં માર્ગાનુસારી ગુણો દેખાતા હોય તો તેને માર્ગાનુસારી કહેવાય ? ૯૪૬ અપુનર્બંધક કોને કહેવાય ? ૯૪૭ હું ભવ્ય છું કે અભવ્ય છું એ કેવી રીતે જાણી શકાય ? ૯૪૮ અભવ્યોને વધારેમાં વધારે કેટલું શ્રુત હોય ? ૯૪૯ ગ્રંથિદેશે આવેલો જીવ ગ્રંથિદેશે ક્યાં સુધી રહે ? ૯૫૦ મનોવર્ગણાના પુદ્ગલો કેવા હોય ? ૯૫૧ શ્રાવકને લાગતા પાપ અંગેની વિચારણામાં ત્રણ પ્રકારની અનુમતિનો શો અર્થ છે ? ૯૫૨ પ્રતિસેવનાનુમતિ કરતાં પ્રતિશ્રવણાનુમતિમાં શી વિશેષતા છે ? ૯૫૩ પ્રતિશ્રવણાનુમતિ કરતાં સંવાસાનુમતિમાં શી વિશેષતા છે ? Jain Educationa International For Personal and Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૯૫૪ કરણ-કરાવણ-અનુમોદનનાં ફળ સરખા કહ્યા છે એ સાચું છે ? ૯૫૫ મોક્ષ ચાલુ હોવાથી જીવો મોક્ષમાં જાય છે તો સંસાર ખાલી થઇ જાય તેવું ન બને ? 28 ૯૫૬ અનનુષ્ઠાન કરનારને પાપાનુબંધી પુણ્ય બંધાય કે પુણ્યાનુબંધી પુણ્ય બંધાય ? ૯૫૭ પુણ્યાનુબંધી પુણ્ય ઉપાદેય છે કે હેય છે ? ૯૫૮ ચારિત્ર ન લઇ શકવાનું કારણ ચારિત્રમોહ કે પુણ્યાનુબંધી પુણ્ય ? ૯૫૯ પુણ્યાનુબંધી પાપને દૃષ્ટાંત સહિત વિસ્તારથી સમજાવવા વિનંતી. ૯૬૦ મોહનીયકર્મના ક્ષય વિષે વિસ્તારથી સમજાવવા વિનંતી ? ૯૬૧ ગ્રંથિભેદ કરવા શું કરવું પડે ? ૯૬૨ યુગલિકોને કયું સંઘયણ હોય ? ૯૬૩ પશુ-પંખીને કયું સંઘયણ હોય ? ૯૬૪ ભાષામિતિ અને વચનગુપ્તિમાં શો ભેદ છે ? ૯૬૫ ૩૨ હજાર દેશો કેવી રીતે ગણાય ? ભારત એક દેશ ગણાય ? ૯૬૬ મનુષ્ય સમ્યક્ત્વની હાજરીમાં મનુષ્યનું આયુષ્ય બાંધી શકે ? ૯૬૭ ચક્રવર્તીને દેશવિરતિ હોય કે નહિ ? કર્મ સંબંધી શંકા-સમાધાન ૯૬૮ ઉદયમાં આવ્યા પહેલા શુભ કર્મને ખપાવવા હોય તો કેવી રીતે ખપાવી શકાય ? ૯૬૯ જીવ પરમાત્માનું નામ લે તેમાં શું કારણ છે ? ૯૭૦ આગલા ભવોમાં જે પાત્રો સાથે વિવિધ કર્મો બાંધ્યા હોય, ભવાંતરમાં એક જ સ્થળે તે પાત્રો એકઠા થાય કે એમાં કોઇ ભેદ પડે ? Jain Educationa International For Personal and Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૯૭૧ સહુ પાત્રોના કર્મબંધનો ભિન્ન ભિન્ન હોય તો એક સ્થળે કઈ રીતે ભેગા થઈ શકે ? ૯૭૨ મન વચન કાયાથી કર્મ કેવી રીતે બંધાય છે ? તેમાં પણ મનથી કેવી રીતે બંધાય છે ? ૯૭૩ આગળના ભાવોમાં બાંધેલા સંચિત કમોં વધુમાં વધુ કેટલામાં ભવ સુધી ઉદયમાં આવે ? ૯૭૪ કર્મસત્તા ખરેખર સક્રિય હોય તો ખોટું કરનારને તરત રોકતી કેમ નથી ? ૯૭૫ કોઈક જીવ ગર્ભમાં જ મરી દેવલોક કે નરકમાં જાય તો તેણે ગર્ભમાં એવું કયું પુણ્ય કે પાપ કર્યું ? ૯૭૬ કર્મસત્તા અશુભ કાર્યનું ફળ તરત કેમ નથી આપતી ? ૯૭૭ આપણા કર્મથી બીજાની બુદ્ધિ બગડે ખરી ? તિથિ સંબંધી શંકા-સમાધાન ૯૭૮ પંચાંગમાં સુદ એકમ લખી હોય છતાં બીજ જેવું ચંદ્રદર્શન થાય તેનું શું કારણ ? ૯૭૯ પંચાગોમાં શાશ્વતી કલ્યાણક તિથિઓ બદલી ગુજરાતી તિથિ લખવામાં ઉત્સુત્ર પ્રરૂપણા દોષ લાગે ? ૯૮૦ સંવત્સરી પાંચમની ચોથ કરી એ જો શાસ્ત્રીય હોય તો ચોથની ત્રીજ કરવામાં તો શાસ્ત્રીય ગણાશે ? ૯૮૧ આપ પૂનમ અને અમાસની વૃદ્ધિમાં પહેલી પૂનમ અને પહેલી અમાસ આરાધવાનું કહો છો આ સંબંધમાં શું લાગે છે ? ૯૮૨ પૂનમના ક્ષયે પૂનમનો ક્ષય કરીએ તો લીલોતરી ત્યાગાદિ આરાધના ઓછી થાય તેથી તેરસનો ક્ષય કરીએ તો આ દોષ ન રહે. ૯૮૩ ચોમાસીની અઢાઇ ચૌદસ સુધી ગણવી કે પૂનમ સુધી ? Jain Educationa International For Personal and Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ 30 શંકા-સમાધાન કાળધર્મ સંબંધી શંકા-સમાધાન ૯૮૪ કાળધર્મ પામ્યા હોય તે તિથિ સ્વર્ગતિથિ ગણાય કે અગ્નિસંસ્કાર કરે તે તિથિ ગણાય ? ૯૮૫ દહેરાસરની અડોઅડ સાધુ મહારાજને અગ્નિદાહ આપી શકાય ? ૯૮૬ અગ્નિદાહ સ્થળે ભૂમિશુદ્ધિ વિના ગુરુમંદિર આદિ બનાવી શકાય ? ૯૮૭ જે સ્થળે અગ્નિસંસ્કાર થયો હોય ત્યાં કેટલા વર્ષ પછી જિનમંદિરાદિ કરી શકાય ? ૯૮૮ કાળધર્મ પ્રસંગે બોલાયેલી ઉછામણીની રકમનો ઉપયોગ શેમાં કરી શકાય ? ૯૮૯ કાળધર્મ પામેલા ગુરુની પાલખીની બોલીમાંથી હોસ્પિટલ બનાવી ભગવાનની અને ગુરુની મૂર્તિ પધરાવવામાં આવે તો જિનાજ્ઞાનું ઉલ્લંઘન થાય ? ૯૯૦ સાધુભગવંતનું મૃતક કેટલા વખત સુધી રાખી શકાય ? ૯૯૧ સાધુના મૃતકની સાથે ચારિત્રના ઉપકરણ-ચરવળી વગેરે બાળવામાં દોષ ન લાગે ? ૯૯૨ ઘસાઈને નાના થયેલા સુખડના ટુકડા સાધુ-સાધ્વીના અગ્નિસંસ્કારમાં આપી શકાય ? ૯૯૩ મૃતકની પાલખીને ભગવાનની દૃષ્ટિ પડતી હોય તે રીતે દહેરાસરના કમ્પાઉન્ડમાં લાવી શકાય ? ૯૯૪ પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતો કાળધર્મ પામે ત્યારે તેની વાસક્ષેપ પૂજા શ્રાવકો કરી શકે ? ૯૯૫ પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતો કાળધર્મ પામે ત્યારે તેની વાસક્ષેપ પૂજા સાધુ-સાધ્વીજી ભગવંતોથી થાય ? ૯૯૬ કાળધર્મ પામેલા સાધુ-સાધ્વીજીની પૂજા નવ અંગે કે માત્ર અંગુઠે કરવી ? Jain Educationa International For Personal and Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૯૯૭ કાળધર્મ પામેલા સાધ્વીજીના સંયમદેહની પૂજા પુરુષો કરી શકે ? ૯૯૮ સાધુ-સાધ્વીજીના મૃતકને વાહન આદિમાં બીજા ગામે લઈ જઇ શકાય ? ૯૯૯ સાધ્વીજી ભગવંત કાળ કરી જાય તેના ગુણાનુવાદ સાધુ કરી શકે ? મૃતક સંબંધી શંકા-સમાધાન ૧૦૦૦ ક્યાંક ક્યાંક જૈન પરિવારોમાં મૃતકને રાત્રે બાળવા લઇ જવાની પ્રવૃત્તિ દેખાય છે તે ઉચિત છે ? ૧૦૦૧ મૃતકને લઈ જતી વખતે “જય જિનેન્દ્ર વગેરે જેને જે ઠીક લાગે તે બોલવાનું શરૂ થયું છે તે ઉચિત છે ? ૧૦૦૨ મા-બાપ વગેરેના મૃત્યુ નિમિત્તે જૈનોમાં રડવાની પ્રથા બંધ થતી જાય છે, તેના લાભ-નુકસાન હોય તો તે પણ જણાવવા વિનંતી. ૧૦૦૩ મૃતકને અડનાર જિનપૂજા કરી શકે ? ૧૦૦૪ મૃતકને અડ્યા ન હોય તો સ્નાન કરવું જરૂરી ગણાય ? સ્નાન કર્યા વિના પ્રભુદર્શન કરવા જવાય ? એમ.સી. સંબંધી શંકા-સમાધાન ૧૦૦૫ કાપડની દુકાનમાં વસ્ત્રોને એમ.સી. વાળી બહેનો અડે તો તેવા વસ્ત્રોની શુદ્ધિ કેવી રીતે રહે ? ૧૦૦૬ અપવિત્ર સ્ત્રીનો સંઘટ્ટો પૂજાના શુદ્ધ વસ્ત્રવાળાને થયો હોય તો વસ્ત્રની શુદ્ધિ કેવી રીતે રાખી શકાય ? ૧૦૦૭ ટ્રેન વગેરેમાં પૂજાના વસ્ત્રો સાથે હોય અપવિત્ર સ્ત્રીનો સંઘટ્ટો થાય તો વસ્ત્રની શુદ્ધિ કેવી રીતે રાખી શકાય ? ૧૦૦૮ એમ.સી. વાળી બહેનોના અડવાથી અશુદ્ધ થયેલા પૂજાના વસ્ત્રોને શુદ્ધ કેવી રીતે કરવા ? Jain Educationa International For Personal and Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ 32 શંકા-સમાધાન ૧૦0૯ શુદ્ધ વસ્ત્રોને અપવિત્ર સ્ત્રીનો સંઘટ્ટો થયો હોય તેવા વસ્ત્રોથી સામાયિક થઈ શકે ? ૧૦૧૦ ઋતુવતી સ્ત્રીએ બનાવેલ રસોઈ વાપરનાર પૂજા કરી શકે? ૧૦૧૧ ઋતુવતી સ્ત્રી કેટલા દિવસે પૂજા કરી શકે ? ૧૦૧૨ ઘરમાં એમ.સી.નું પાલન ન થતું હોય તો પૂજા કરનારે કેવી રીતે કરવું ? ૧૦૧૩ એમ.સી. વાળી બહેનો ૭૨ કલાક પછી સ્નાન કરી તરત પ્રતિક્રમણ ભણાવી શકે ? ૧૦૧૪ ઉપધાનમાં એમ.સી. વાળી બહેનોને પડદામાં રાખી ક્રિયા કરાવવા કરતા ક્રિયા ન કરાવાય તો ન ચાલે ? ૧૦૧૫ ઉપધાનમાં એમ.સી. માં બહેનો પૌષધ ચાલુ રાખે છે તેમ ચૌસઠ પ્રહરી પૌષધમાં એમ.સી.માં આવે તો શું કરવું ? ૧૦૧૬ અંતરાય (એમ.સી.) વાળી બહેનો સાધુ-સાધ્વીજી પાસે પચ્ચકખાણ માંગી શકે ? ૧૦૧૭ એમ.સી.માં એકાસણા આદિનો કરેલો તપ આલોચનામાં ગણાય ? ૧૦૧૮ વીશસ્થાનકમાં આયંબિલથી ઓળી કરનાર એમ.સી.માં આવે તો આયંબિલ તપમાં ગણાય ? ૧૦૧૯ એમ.સી. લંબાવવાની ગોળી ઉપવાસમાં કે રાત્રે લેવાય? ૧૦૨૦ જે ઘરમાં પ્રસૂતિ થઈ હોય તે ઘરના માણસો કેટલા દિવસ પૂજા ન કરી શકે ? ૧૦૨૧ જન્મ-મરણના પ્રસંગે પૂજા વગેરે થઈ શકે એ વાત કોઈ પ્રામાણિક ગ્રંથમાં છે ? ૧૦૨૨ પ્રસૂતાબેન કેટલા દિવસે પૂજા કરી શકે ? ૧૦૨૩ પ્રસૂતિવાળા ઘરમાં સાધુથી કેટલા દિવસે વહોરી શકાય? ૧૦૨૪ જૈનેતરોને ત્યાં એમ.સી.નું પાલન થતું ન હોય તો સાધુથી વહોરવા જવાય ? Jain Educationa International For Personal and Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન 33 ૧૦૨૫ પ્રસૂતિવાળા ઘરમાં સાધુથી ૧૦ દિવસ સુધી વહોરવા ન જવાય એવું શાસ્ત્રમાં આવે છે તેનું શું ? ૧૦૨૬ બાળક-બાલિકા જન્મે ત્યારે એક રસોડે જમનારથી પૂજા આદિ થઈ શકે ? ૧૦૨૭ પ્રસૂતિ થાય ત્યારે માતા દર્શન-પૂજા આદિ ક્યાં સુધી ન કરી શકે ? ૧૦૨૮ ડૉકટરનું પોતાનું જ નર્સિંગ હોમ હોય તો પૂજા વગેરે કરી શકે? ૧૦૨૯ ઘણા તીર્થોમાં યુવાન સ્ત્રીઓ પુષ્પો વેચતી નજરે પડે છે. એમ.સી.ની સંભાવના હોવાથી દોષ ન લાગે ? અસ્વાધ્યાય સંબંધી શંકા-સમાધાન ૧૦૩) જે કાળે સૂત્રો ભણવાનો નિષેધ છે તે કાળ કયાં કયાં છે? ૧૦૩૧ ચોમાસા પછી વરસાદ આવે તો અસઝાય ક્યારે ગણાય? ૧૦૩૨ શાશ્વતી ઓળીમાં કયા સૂત્રો ભણાય? કયા સૂત્રો ન ભણાય? ૧૦૩૩ શ્રાવકો રાતના લાઇટમાં સ્વાધ્યાય કરી શકે ? ૧૦૩૪ આવશ્યક સૂત્ર નિયુક્તિમાં સ્વાભાવિક રજ પડતી હોય ત્યારે સ્વાધ્યાય ન કરે બાકીના સમયે કરે એવો અર્થ બરાબર છે ? ૧૦૩૫ બરફનો શેક કરતા હોઇએ તે વખતે સ્વાધ્યાય થાય ? જીવ સંબંધી શંકા-સમાધાન ૧૦૩૬ ફળમાં કેટલા જીવ હોય ? ૧૦૩૭ એક વખતના મૈથુન સેવનમાં કેટલા જીવો નાશ પામે ? ૧૦૩૮ વાસી અન્ન અને દ્વિદળમાં કયા જીવો ઉત્પન્ન થાય તેનો પાઠ ક્યાં છે ? ૧૦૩૯ મહાવિગઈઓમાં કઈ વિગઈમાં કયા જીવો ઉત્પન્ન થાય ? ૧૦૪૦ પાણીમાં જીવ છે તે પ્રવાહીમાં રહેનારા જીવ તરીકે કે એક શરીરમાં એક જીવ રૂપે છે ? Jain Educationa International For Personal and Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ 34 શંકા-સમાધાન ૧૦૪૧ તમસ્કાય જીવો કયા ભેદમાં આવે ? ૧૦૪૨ વિકસેન્દ્રિય જીવો જળપાન કરતા દેખાતા નથી તેમને જળપાન હોય કે નહીં ? ૧૦૪૩ કેળના ઝાડમાં જે પડ છે તેમાં કેટલા જીવ હોય ? ૧૦૪૪ શાશ્વતી પ્રતિમામાં સ્વરૂપ પૃથ્વીકાય જીવો શું અત્યારે પણ પ્રતિમામાં હોય જ છે ? જીવદયા સંબંધી શંકા-સમાધાન ૧૦૪૫ જીવદયાના રૂપિયા કેટલા સમયમાં વાપરવા જોઇએ ? ૧૦૪૬ જીવદયાની રકમ ક્યાં વાપરી શકાય ? હિંસા સંબંધી શંકા-સમાધાન ૧૦૪૭ જિનમંદિર નિર્માણ આદિ વિહિત કાર્યો કરતા સ્વરૂપ હેતુ અને અનુબંધ આ ત્રણ હિંસામાંથી કઈ હિંસા લાગે ? ૧૦૪૮ અનિવાર્ય સંયોગોમાં હેય બુદ્ધિપૂર્વક સંસારના પાપકાર્યો કરનારને હેતુ, સ્વરૂપ અને અનુબંધ આ ત્રણમાંથી કઈ હિંસા લાગે ? ૧૦૪૯ દેરાસરમાં રાત્રે ઘીના દીવામાં ઘણી હિંસા થાય તેના કરતા ટ્યુબલાઈટ ન ચાલે ? ૧૦૫૦ વ્યાખ્યાન સમયે મૂકવામાં આવતા ઘીના દીવો વગેરેમાં હિંસા થઈ ગણાય ? ૧૦૫૧ હિન્દુ અને જૈનોએ એક થઈને કતલખાના બંધ કરાવવાની જરૂર ખરી કે નહીં ? નિગોદ સંબંધી શંકા-સમાધાન ૧૦૫ર અવ્યવહાર નિગોદના જીવો ક્યાં રહે છે ? ૧૦૫૩ અવ્યવહાર રાશિમાંથી નીકળેલો જીવ ફરી અવ્યવહાર રાશિમાં જાય ? Jain Educationa International For Personal and Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન 35 ૧૦૫૪ સંસારમાં સૌથી વધુ દુઃખ નિગોદના જીવને કે નરકના જીવને હોય ? ૧૦૫૫ માંસમાં નિગોદના જીવો ઉત્પન્ન થાય છે એમ શાસ્ત્રમાં આવે છે, અહીં નિગોદ શબ્દનો શો અર્થ છે ? ૧૦૫૬ માંસમાં કયા જીવોની ઉત્પત્તિ કહી છે ? ચાતુર્માસ સંબંધી શંકા-સમાધાન ૧૦૫૭ લાભાલાભની દૃષ્ટિએ વાડી કે હોલ ભાડે રાખી ચાતુર્માસ કરાવી શકાય ? ૧૦૫૮ વર્તમાનકાળે વરસાદના કારણે ચાતુર્માસનો સમય ૧લી જુનથી દિવાળી પર્વતનો રાખવો ઉચિત નથી લાગતો શું? ૧૦૫૯ ચોમાસામાં સાધુઓ સકોશ યોજન જઈ શકે એવો પાઠ કયા શાસ્ત્રમાં છે ? ૧૦૬૦ ચોમાસામાં મુહપત્તિનું પડિલેહણ જ્યાં કર્યું હોય તો કેટલા કિ.મી. સુધી રાતના રોકાઈ શકાય ? ઉપાશ્રય સંબંધી શંકા-સમાધાન ૧૦૬૧ શ્રાવક-શ્રાવિકાના ઉપાશ્રયો સામસામે હોય તો સાવધાનીરૂપે શું કરવું ? ૧૦૬ ૨ નીચે વાડી હોય અને ઉપર ઉપાશ્રય બનાવ્યો હોય તો કોઈ વાંધો ખરો ? ૧૦૬૩ નીચે દુકાન હોય અને ઉપર ઉપાશ્રય હોય તો કોઈ વાંધો ખરો? ૧૦૬૪ ઉપાશ્રયમાં જ ઓરડી બનાવી પૂજારી આદિને રાખી શકાય? ૧૦૬૫ સાધુ ભગવંતોના ઉપાશ્રયમાં સાધ્વીજીઓ અને શ્રાવિકાઓ માટે શી મર્યાદા છે ? ૧૦૬૬ શ્રાવકો ઉપાશ્રયમાં પણ મોબાઈલ ચાલુ કરે છે. આ માટે શું કરી શકાય ? Jain Educationa International For Personal and Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ 36 શંકા-સમાધાન ઉજ્જઈ સંબંધી શંકા-સમાધાન ૧૦૬૭ ઉજજઈ ક્યારે ગણાય ? ૧૦૬૮ ઉજઈ ન પડે તે માટે બારી બંધ કરીએ, પણ બારીના કાચ શરીર કસ્તાં કડક હોય તેથી તેઉકાયને વધારે કિલામણા ન થાય ? ૧૦૬૯ દીવાદિનું પ્રતિબિંબ દર્પણ વગેરેમાં પડી શરીર ઉપર પડે તો ઉજેણી ગણાય ? ૧૦૭) ચંદ્રના પ્રકાશમાં દીવા વગેરેની ઉજહી ગણાય ? વેશ સંબંધી શંકા-સમાધાન ૧૦૭૧ કોઇ બાળાને સાધ્વીનો વેશ પહેરાવી વરઘોડામાં ફેરવી શકાય ? ૧૦૭૨ છોકરીઓ છોકરાનો વેશ પહેરે તે શું યોગ્ય છે ? ૧૦૭૩ સ્ત્રીથી પુરુષ વેશ પહેરી શકાય ? પુરુષ વેશમાં સ્ત્રી પૌષધાદિ કરી શકે ? ૧૦૭૪ સ્ત્રીઓ પુરુષ જેવો વેશ પહેરીને દહેરાસર – ઉપાશ્રયમાં પ્રવેશ કરી શકે ? જનરલ શંકા-સમાધાન ૧૦૭૫ ચતુર્વિધ સંઘને સાચા માર્ગે ચલાવવાની જવાબદારી કોની? ૧૦૭૬ ઝાડ ઉપર નાળિયેર લટકાવવાની પ્રથા જૈનોમાં કેવી રીતે દાખલ થઈ ? ૧૦૭૭ એક આંખવાળા નાળિયેરની સાંસારિક ફળ માટે પૂજા કરવામાં મિથ્યાત્વ લાગે ? ૧૦૭૮ દર્દથી પીડાતો માણસ મૃત્યુ પામે ત્યારે એ જીવ છૂટ્યો” એવું કેટલાક બોલે છે એ યોગ્ય છે ? ૧૦૭૯ “કરણ-કરાવણ અને અનુમોદન સરખા ફળ નિપજાવે' આ ઉક્તિ ચતુર્વિધ સંઘને લાગુ પડે ? Jain Educationa International For Personal and Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ 37 શંકા-સમાધાન ૧૦૮૦ જૈનશાસનમાં સ્ત્રીઓને નીચી ગણવામાં આવે છે, તેનું શું કારણ ? ૧૦૮૧ અહીં સંસારમાં દુઃખી થતા જીવોને મૂકી મોક્ષમાં જનાર ઇશ્વરને કરુણાસાગર કેમ કહેવાય ? ૧૦૮૨ જૈનો શેરબજારમાં પોતાની મિલકત રોકે તે યોગ્ય છે ? ૧૦૮૩ મહોત્સવ આદિના બનાવેલા ફ્લેક્સ ગરીબોને ઝૂંપડા ઉપર ઢાંકવા આપી શકાય ? ૧૦૮૪ મહાવિદેહમાં જન્મ લેનાર તમામ માણસો પ્રથમ સંઘયણવાળા જ હોય ? ૧૦૮૫ શ્રાવક-શ્રાવિકા માટે થયેલ ભંડોળમાંથી પાઠશાળામાં પ્રભાવના આપી શકાય ? ૧૦૮૬ રાજેશ્વરી શા માટે નરકેશ્વરી ગણાય ? ૧૦૮૭ વંદનાર્થે છૂટા-છૂટા કે સમૂહમાં આવનારા શ્રાવકો માંગલિક સંભળાવવાનું કહે તે યોગ્ય છે ? ૧૦૮૮ સ્ત્રીઓ માથું ઉઘાડું કરી વાસક્ષેપ નખાવે તે યોગ્ય છે? ૧૦૮૯ પાંચે ઇન્દ્રિયોના વિષયોમાં જ જીવને કેમ સુખની ભ્રમણા થાય છે ? ૧૦૯૦ સંઘોના વહિવટમાં પરંપરાને મુખ્ય ગણવી કે શાસ્ત્રવાતથી મળેલ વાતને મુખ્ય ગણવી ? ૧૦૯૧ કોઈ કોઈ ગ્રંથકારી ગ્રંથના પ્રારંભમાં શ્રુતદેવતાને નમસ્કાર કરે છે તે યોગ્ય છે ? ૧૦૯૨ પૂર્વાદિ દિશામાં માથું રાખી સૂવાથી શું લાભ-હાની થાય? ૧૦૯૩ તામલી તાપસ સમકિત ક્યારે પામ્યો ? ૧૦૯૪ અન્ય દર્શનીઓના ધર્માનુષ્ઠાનો અનુમોદવા યોગ્ય છે કે નહીં ? ૧૦૯૫ સાધક ઘાયલ હરણને સાતા પમાડે કે ઉપેક્ષા કરે ? ૧૦૯૬ રક્ષાપોટલી બાંધવાનો નિષેધ કેમ કરાય છે ? Jain Educationa International For Personal and Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ 38 શંકા-સમાધાન ૧૦૯૭ સાધુને રાજપિંડ ન કલ્પે તો ભગવાનને કેમ કલ્પે ? રાજપિંડ એટલે શું ? ૧૦૯૮ કોઇ વ્યક્તિ ઉપર મંત્ર-તંત્રની અસર થાય ? ૧૦૯૯ આવતો જન્મ મહાવિદેહ ક્ષેત્રમાં માંગી શકાય ? ૧૧૦૦ યુગપ્રધાન અને શ્રુતકેવલી બધા ય એકાવતારી હોય ? ૧૧૦૧ શ્રીયકના પિતા જૈન હતા, તો રાજાને ભેટ આપવા હિંસક તલવાર કેમ પસંદ કરી ? ૧૧૦૨ સ્થાનકવાસી અને દિગંબરની જેમ તપગચ્છ પણ પાછળથી આવ્યો છે તો આપણો જ પંથ સાચો કેમ મનાય ? ૧૧૦૩ શત્રુંજય સંબંધી જે શકરાજા છે તે કઇ ચોવીસીમાં અને કયા ભગવાનના સમયે થયા ? ૧૧૦૪ સાત વ્યસનોની જેમ ચ્હા પણ વ્યસન છે તો તેના ત્યાગનો ઉપદેશ કેમ નહિ ? ૧૧૦૫ ઉપધાનાદિ ક્રિયા સિવાય શ્રાવિકાઓ પર વાસક્ષેપ ન કરે તો દોષ લાગે ? ૧૧૦૬ કુમારપાળ મહારાજા બની આરતી ઉતારે પછી રાત્રિભોજન કરે આ બધું ધર્મમાં કઇ રીતે ખતવવું ? ૧૧૦૭ અનંત સુખને પ્રાપ્ત કરવું એ આત્માનું લક્ષણ છે તો તે અભવ્યમાં કેવી રીતે ઘટે ? ૧૧૦૮ હાલમાં શહેરોમાં બંધાતા ઉપાશ્રયોનો શ્રાવક-શ્રાવિકાઓ જ વિરોધ કરી રહ્યા છે એવું સંભળાય છે આ કેટલું યોગ્ય છે ? ૧૧૦૯ હાલમાં દેહદાન અને ચક્ષુદાનનો પ્રચાર થઇ રહ્યો છે. આમાં શાસ્ત્રીય મર્યાદા શું છે ? ૧૧૧૦ શ્રાવકો ચક્ષુદાન કરી શકે ? ૧૧૧૧ ‘જિન શાસનદેવ કી જય' આમાં દેવ શબ્દ દેવતાવાચી છે કે ભગવાનવાચી ? ૧૧૧૨ અપ્લાય જીવોની ઉત્પત્તિ કયા કયા સ્થાનોમાં થાય છે ? For Personal and Private Use Only Jain Educationa International Page #44 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન 39 ૧૧૧૩ અંગુઠે અમૃત વસે, લબ્ધિ તણા ભંડાર... એ દુહાનો શો અર્થ છે ? ૧૧૧૪ ધરતીકંપનું કારણ શાસ્રર્દષ્ટિએ શું હોઇ શકે ? ૧૧૧૫ આપેલા દાનનો સદુપયોગ ન થાય તો પાપના ભાગીદાર આપણે બનીએ ? ૧૧૧૬ એઠાં ભોજનમાં ૪૮ મિનિટ પછી જ જીવોત્પત્તિ થાય એવું કયા ગ્રંથના આધારે મનાય છે ? ૧૧૧૭ અષ્ટમંગળની પાટલી દરવાજા ઉપર લગાડી શકાય ? ૧૧૧૮ સાધર્મિક સામે મળે તો ‘જય જિનેન્દ્ર' કહેવું કે ‘પ્રણામ' ? ૧૧૧૯ શ્રાવક-શ્રાવિકાઓમાં પ્રણામ-અનુપ્રણામનો વ્યવહા૨ ક૨વો યોગ્ય ગણાય ? ૧૧૨૦ મા-બાપ, ભગવાન અને ગુરુ આ ત્રણને વંદન કરવાનો શો ક્રમ છે ? ૧૧૨૧ જો પૃથ્વી ગોળ દડા જેવી નથી તો વૈજ્ઞાનિક સંશોધનો જે બતાવે છે તે શું છે ? ૧૧૨૨ ૫૬ ઘડી એટલે કેટલું સોનું ? ૧૧૨૩ ૫૬ દિકુમારીકાઓ કુમારી કેમ કહેવાય છે ? ૧૧૨૪ બાળકનું નામકરણ ક્યારે થઇ શકે ? ૧૧૨૫ શ્રીગૌતમસ્વામીને ભગવાનના નિર્વાણની ખબર ક્યારે પડી ? ૧૧૨૬ શ્રી મહાવીર પરમાત્માએ દેવશર્મા બ્રાહ્મણને પ્રતિબોધ કરવા શ્રી ગૌતમસ્વામીને ક્યારે મોકલ્યા ? ૧૧૨૭ દુકાન વગેરેની સાથે ભગવાનના નામો જોડી શકાય ? ૧૧૨૮ રોહિણીનો જીવ વર્તમાનમાં બીજા દેવલોકમાં વિદ્યમાન છે તે જ છે કે બીજો કોઇ ? ૧૧૨૯ તીર્થંકર સિવાય બીજા જીવો અવધિજ્ઞાન લઇને મનુષ્ય ભવમાં ઉત્પન્ન થઇ શકે ? ૧૧૩૦ વિરતિ વિનાનો શ્રાવક ઉપાશ્રયમાં પ્રવેશતા-નિસરતા નિસીહિ-આવસહિ કહે ? For Personal and Private Use Only Jain Educationa International Page #45 -------------------------------------------------------------------------- ________________ 40 શંકા-સમાધાન ૧૧૩૧ નસ્થ ગતં તલ્થ વખાં આ નિયમ અવધારણવાળો છે ? ૧૧૩૨ તપગચ્છના શ્રાવકો સુખડ વગેરે અન્ય ગચ્છના મંદિરમાં આપે તો પાપ લાગે ? ૧૧૩૩ દિગંબરના મહોત્સવાદિમાં શ્રાવકો ભોજન માટે જાય તે ઉચિત કે અનુચિત ? ૧૧૩૪ ચૌદ સ્વપ્રમાં ૪થું સ્વપ્ર લક્ષ્મીજી કે શ્રીદેવી ? બંને એક કે જુદી જુદી છે ? ૧૧૩૫ હમણાં હમણાં ધાર્મિક પત્રિકાઓ પાછળ ઘણો ખર્ચ થાય છે તે યોગ્ય છે ? ૧૧૩૬ અન્યના પુસ્તકમાંથી લખાણ આદિ લઇ પોતાના નામે પ્રસિદ્ધ કરે તો કયો દોષ લાગે ? ૧૧૩૭ માસિક પેપરમાં “ગૌતમ લબ્ધિ પેટીની જાહેરાત આપી શકાય ? ૧૧૩૮ ૫૧ સાથિયામાં દરેક સાથિયા ઉપર ત્રણ ઢગલી અને સિદ્ધશિલા કરવી જરૂરી છે ? ૧૧૩૯ સંઘની માલિકીનું મકાન સંબંધીઓને ૨૦% જેટલી રકમમાં આપી દે તો ટ્રસ્ટીઓને પ્રાયશ્ચિત્ત આવે ? ૧૧૪૦ હંસલક્ષણ વસ્ત્ર કેવા પ્રકારનું હોય છે ? ૧૧૪૧ અનેક ગામોમાં ચતુર્વિધ ભક્તિ ફંડ થાય છે તેનું નામ વેયાવચ્ચ ફંડ ન રાખતા ભક્તિ ફંડ રાખવું જોઈએ શું ? ૧૧૪૨ શ્રાવકને સાધર્મિક અને અન્યધર્મી સામે મળે ત્યારે ઔચિત્ય માટે શું બોલવું જોઇએ ? ૧૧૪૩ ધાર્મિક માસિક પત્રોમાં સંસારને પોષનારી જાહેરાત લેવાય ખરી ? ૧૧૪૪ અન્ય સંઘમાં સોના-ચાંદીના ઘરેણા ભગવાનને ચડાવે અને એ સોના-ચાંદીના ઘરેણા અન્ય સંઘમાં તે વ્યક્તિ ભેટમાં આપે તો દોષ લાગે ? ૧૧૪૫ બુફેને સાધર્મિક વાત્સલ્ય કહેવાય ? Jain Educationa International For Personal and Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૧૧૪૬ શહેરોમાં જગ્યાની સંકડાશના કારણે સાધર્મિક વાત્સલ્યમાં ‘બુફે’ રાખવું કે ઘરદીઠ ભાર(=મીઠાઇ આદિ) આપવો યોગ્ય છે ? ૧૧૪૭ બાળકોની સાપસીડી જેવી રમતોને પ્રોત્સાહન અપાય ? ૧૧૪૮ ઝઘડા આદિના કારણે ધાર્મિક પ્રસંગોની પત્રિકા આવે તો વડીલો સ્વીકારતા નથી. તો આના માટે શું કરવું જોઇએ ? ૧૧૪૯ લાઇટ-પંખો ચાલુ કરવાથી છઠ્ઠ અને બંધ ક૨વાથી અક્રમનું પાપ લાગે ? તે કેવી રીતે ઘટે ? 41 ૧૧૫૦ બીજના દિવસે સાંજે ચંદ્રદર્શન કરવા પાછળ શો હેતુ છે ? ૧૧૫૧ પુરુષોની ચરવળાની દાંડી ગોળ અને સ્ત્રીઓની ચોરસ આ ભેદનું શું કારણ ? ૧૧૫૨ - શોક દર્શાવવા કાળાને બદલે સફેદ કપડા પહેરવાનો રિવાજ બદલાયો તો ધર્મસ્થાનોમાં કાળા કપડા પહેરી પ્રવેશનો નિષેધ કરવાની જરૂર ખરી ? ૧૧૫૩ માણસોને ચારેબાજુ તકલીફો છે તે દૂર કરવી કે પોતાના આત્માનું કલ્યાણ કરવું ? ૧૧૫૪ પશુઓ વડે વહન કરવા યોગ્ય વાહનો માનવો વડે વહન કરાય તે ઉચિત છે ? ૧૧૫૫ ધાર્મિક તહેવારોમાં રજા રાખવાથી ટી.વી. જોવું વગેરે પાપો વધ્યા છે તો રજા રાખવાથી શો લાભ ? ૧૧૫૬ ક્રિયા અને ભાવ એ બેમાં કોનું મહત્ત્વ વધારે ? ૧૧૫૭ શ્રીમદ્ રાજચંદ્રને મનાય ? તેમના પુસ્તકો વંચાય ? ૧૧૫૮ પોતાના મિત્ર આદિ ભૂખે મરતા હોય તો તેમના માટે કમાણી કરી આપે તો બાધ ખરો ? ૧૧૫૯ આશય એટલે શું ? ૧૧૬૦ એક તરફ ધર્મ માટે પણ ધન ન કમાવવું, તો બીજી તરફ ધન કમાઇને પણ પૂજા-વૈયાવચ્ચ કરવી એ વિરોધ કેવી રીતે ટાળવો ? Jain Educationa International For Personal and Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ 42 શંકા-સમાધાન ૧૧૬૧ કોઇ શ્રાવક ધર્મમાં જોડવાની ભાવનાથી સાધર્મિકને કે જૈનેતરને ધંધામાં જોડે તો તેને દોષ લાગે ? ૧૧૬ર હાલમાં જૈન વેપારી પેઢીઓમાં પણ જુવાન છોકરીઓને નોકરીમાં રાખવાનું ચાલ્યું છે આ યોગ્ય ગણાય ખરું? ૧૧૬૩ મુમુક્ષુ બહેનો સન્માન સમારંભમાં પુરુષોની પ્રધાનતાવાળી સભામાં વક્તવ્ય આપે તે હિતાવહ છે ? ૧૧૬૪ કેટલાંક ધાર્મિક પ્રસંગે પુરુષ દ્વારા સ્ત્રીને હાર પહેરાવાય તે યોગ્ય છે ? ૧૧૬૫ ધાર્મિક પ્રસંગોમાં સ્ત્રી સાથેની છૂટછાટો નિર્મદ બનતી જાય છે તે હિતાવહ ખરી ? ૧૧૬૬ પ્રશસ્ત ક્રોધાદિ કષાયના કારણે થતી પ્રવૃત્તિ પ્રશંસનીય ખરી કે નહિ ? ૧૧૬૭ પરમાત્માની ભક્તિ કરનાર રાવણ, શ્રેણિક વગેરેનું તે ભવનું પુણ્ય પુણ્યાનુબધી ગણાય કે પાપાનુબંધી ? ૧૧૬૮ ચાર શરણ સ્વીકાર, દુષ્કત ગર્તા, સુકૃત અનુમોદના કરવાથી શો લાભ થાય ? ૧૧૬૯ દશ પ્રકારના પ્રાયશ્ચિત્તમાં “મિશ્ર” પછી “વિવેક' કહ્યું છે. તીવ્રતાના ક્રમે મિશ્ર પછી વિવેક તીવ્ર કેવી રીતે ઘટાવવું? ૧૧૭૦ દીક્ષા ન લઈ શકવાથી થતું દુઃખ અને આર્તધ્યાનમાં શું તફાવત ? ૧૧૭૧ વિદેશમાં પંચકલ્યાણકની ઉજવણી વખતે શાલિભદ્ર અને નેમ-રાજુલના નાટકો રાખવામાં આવ્યા છે એવું જાણવા મળ્યું છે. તો આ યોગ્ય છે ? ૧૧૭૨ કોઈક માનવધર્મમાં વધારે લાભ મળે એવી મતિવાળા જિનદર્શન આદિ પણ ન કરતા હોય તો તેમને જિનદર્શન કરવા માટે કેવી રીતે સમજાવવા ? ૧૧૭૩ કામરાગ-સ્નેહરાગ-દષ્ટિરાગનો અર્થ શું છે ? Jain Educationa International For Personal and Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૧૧૭૪ નવા તીર્થ બનાવવાને બદલે જૈનોની વસતિ વધારવામાં તેનો ઉપયોગ કરવામાં જૈનો વધે કે નહીં ? ૧૧૭૫ સાધર્મિકને મદદ કરવી હોય તો સાધર્મિક કેવા હોવા જોઇએ ? ૧૧૭૬ મટકા સીલ્કની કામળીનો ઉપયોગ કેટલો વ્યાજબી ? ૧૧૭૭ જન્માક્ષરમાં કાલસર્પ યોગ હોય તો તેની શાંતિ માટે શ્રાવકથી લૌકિક વિધિ કરી શકાય ? ૧૧૭૮ પત્રિકાઓમાં દેવ-ગુરુ-મુમુક્ષુના ફોટા છપાય છે તે યોગ્ય છે ? ૧૧૭૯ મહિલા મંડળ - ભક્તિ મંડળને મળતી ભેટ રકમનો ઉપયોગ શામાં કરી શકાય ? ૧૧૮૦ સારું રૂપ શા માટે ઇચ્છવા જેવું નથી ? ૧૧૮૧ કેવા કાર્યો કરવાથી સારું રૂપ વગેરે મળે ? ૧૧૮૨ શ્રાવક કર્માદાન ન કરતો હોય અને કર્માદાનથી ઉત્પન્ન થયેલ વસ્તુ ન વાપરતો હોય તો કર્માદાન દોષ લાગે ? ૧૧૮૩ ગ્રહણમાં જાપ કરવાથી વધુ ફળ મળે એ નિયમ આપણું જૈનદર્શન માન્ય રાખે છે ? ૧૧૮૪ કોઈ તક્તીનો આદેશ જાહેરમાં બોલી બોલાવ્યા વિના ટ્રસ્ટીઓ આપે એના કારણે આવક ઓછી થાય તો દોષના ભાગીદાર કોણ ? ૧૧૮૫ કલ્પવૃક્ષ આદિ વસ્તુઓ અર્થીના મનોરથોને પોતાની શક્તિથી કે દેવોની સહાયથી પૂર્ણ કરે છે ? ૧૧૮૬ બ્રહ્મચારી પુરુષ સ્ત્રીના આસન પર કેટલા કાળ સુધી ન બેસવું જોઇએ ? ૧૧૮૭ મેરુ તેરસે મેરુ બનાવવાનું શું મહત્ત્વ છે ? ૧૧૮૮ બકરી ઈદના દિવસે આયંબિલ કરવું, શક્તિ ન હોય તો સફેદ વસ્તુનો ત્યાગ કરવો, આવું બોર્ડ ઉપર લખવું યોગ્ય છે? ૧૧૮૯ જમવાની ડીશમાં પેપર નેપકીન વાપરવું યોગ્ય છે ? Jain Educationa International For Personal and Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૧૧૯૦ શય્યાતરના વિષયમાં ધંધો ભેગો હોય, રસોડા જુદા હોય તો બધા શય્યાતર ગણાય ? 44 ૧૧૯૧ ક્યારેક શય્યાતરને ભાડું અપાવવાનું થાય ત્યારે તેના ભાગીદાર પાસેથી જ ભાડું અપાવીએ તો ચાલે ? ૧૧૯૨ ‘કલ્યાણ’ માં આવતા શંકા-સમાધાનને પુસ્તકાકારે પ્રગટ કરવા વારંવાર પત્રો આવતા હતા. તેમાંનો એક પત્ર... Jain Educationa International For Personal and Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન અરિહંત આરાધક ટ્રસ્ટમાં પ્રાપ્ય વિદ્વદ્વર્ય પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય રાજશેખરસૂરીશ્વરજી મહારાજાએ કરેલું સાહિત્ય સર્જન 45 • સટીક અનુવાદો : (૧) યોગબિંદુ (૨) ધર્મબિંદુ (૩) પંચવસ્તુ (૪) પંચાશક (૫) ઉપદેશપદ (૬) પંચસૂત્ર (૭) શ્રાદ્ધદિનકૃત્ય (૮) નવપદ પ્રકરણ (૯) અષ્ટક પ્રકરણ (૧૦) યોગદૃષ્ટિ સમુચ્ચય (૧૧) ગુરુતત્ત્વવિનિશ્ચય (૧૨) શ્રાવકધર્મવિધિ પ્રકરણ (૧૩) તત્ત્વાર્થાધિગમસૂત્ર (૧૪) પ્રશમતિ પ્રકરણ (૧૫) ઉપદેશમાલા (પુષ્પમાલા) (૧૬) શીલોપદેશમાલા (૧૭) વીતરાગસ્તોત્ર (૧૮) શ્રાવક પ્રજ્ઞપ્તિ. • નૂતન રચના : પ્રદેશબંધ (સંસ્કૃત ટીકા) લગભગ ૧૦ હજાર શ્લોક પ્રમાણ. ♦ સંશોધન : સિદ્ધહેમશબ્દાનુશાસન (મધ્યમ વૃત્તિ). • સૂત્રોના અનુવાદો : (૧) ધર્મબિંદુ (૨) જ્ઞાનસાર (૩) પંચસૂત્ર (૪) ભવભાવના (૫) અષ્ટક પ્રકરણ (૬) પ્રશમરતિ પ્રકરણ (૭) યતિલક્ષણસમુચ્ચય (૮) ચૈત્યવંદનમહાભાષ્ય (૯) તત્ત્વાર્થાધિગમસૂત્ર (૧૦) વિતરાગસ્તોત્ર (૧૧)સંબોધ પ્રક૨ણ. • સંપાદન : (૧) હીરપ્રશ્ન (૨) સેનપ્રશ્ન (૩) યોગશાસ્ત્ર (૪) પરિશિષ્ટપર્વ (૫) ત્રણ કર્મગ્રંથ (૬) શ્રમણ ક્રિયાસૂત્રો (૭) સિરિસિરિવાલકહા પ્રત (૮) શ્રાદ્ધદિનકૃત્ય પ્રત (૯) આત્મપ્રબોધ પ્રત (૧૦) પંચાશક પ્રકરણ પ્રત (૧૧) સંબોધ પ્રકરણ પ્રત (૧૨) યોગશાસ્ત્ર (મૂળ) (૧૩) જ્ઞાનસાર (મૂળ) For Personal and Private Use Only Jain Educationa International Page #51 -------------------------------------------------------------------------- ________________ 46 શંકા-સમાધાન - વિવેચનો : (૧) પ્રભુભક્તિ (૨) તત્ત્વાર્થાધિગમસૂત્ર (૩) મૈત્રી સાધના (૪) માતા-પિતાની સેવા (૫) નવકાર મહામંત્ર (૬) સત્સંગની સુવાસ (૭) મમતા મારે સમતા તારે (૮) પરોપકાર કરે ભવપાર (૯) પ્રમોદપુષ્પ પરિમલ (૧૦) જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ (૧૧) સ્વાધીનરક્ષા પરાધીન ઉપેક્ષા (૧૨) સાધુ સેવા આપે મુક્તિ મેવા (૧૩) આહારશુદ્ધિથી આત્મશુદ્ધિ (૧૪) ભાવના ભવનાશિની (૧૫) જીવન જીવવાની જડીબુટ્ટીઓ (૧૬) ચિત્ત પ્રસન્નતાની જડીબુટ્ટીઓ (૧૭) અણગારના શણગાર સાત સકાર (૧૮) પ્રભુભક્તિ મુક્તિની દૂતી (૧૯) તપ કરીએ ભવ જલ તરીએ (૨૦) આધ્યાત્મિક વિકાસના પાંચ પગથિયા (૨૧) આધ્યાત્મિક પ્રગતિના ત્રણ પગથિયા (૨૨) નવકારનો જાપ મિટાવે સંતાપ (૨૩) જૈન ધર્મની પ્રાચીનતા અને શાસન પ્રભાવક (૨૪) સંપ્રતિ મહારાજા (૨૫) એક શબ્દ ઔષધ કરે, એક શબ્દ કરે ઘાવ (૨૬) શ્રી શત્રુંજય તીર્થ સોહામણું (૨૭) પ્રેમ ગુણગંગામાં સ્નાન કરીએ (૨૮) નવકાર મહામંત્ર. Jain Educationa International For Personal and Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૨૫૫ શ્રી ધરણેન્દ્ર પદ્માવતી સંપૂજિતાય ૩ૐ હ્રીં શ્રીં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ | | શ્રી દાન-પ્રેમ-રામચન્દ્ર-હીરસૂરિસિદ્ગુરુભ્યો નમઃ | ઐ નમ: ( શંકા-સમાધાન | (ભાગ-૨) લેખક– પૂ. આચાર્યદેવ શ્રી રાજશેખરસૂરીશ્વરજી મહારાજ બોલી સંબંધી શંકા-સમાધાન શંકા- ૬૧૦. ચડાવો અને નકરાનો ભેદ શો? કુંભસ્થાપનાદિનો ચડાવો બોલાય તો દેવદ્રવ્ય ગણાય, નકરો રાખે તો એમાંથી કુંભસ્થાપનાનો ખર્ચ કાઢી શકાય, એમ જાણવા મળે છે. આ વાત બરાબર ગણાય ? સમાધાન- જ્યારે એકથી વધારે લાભ લેનારા શ્રાવકો ન હોય, એક જ શ્રાવક લાભ લેનાર હોય ત્યારે નકરાથી તેને લાભ અપાય છે. જ્યારે લાભ લેનારા શ્રાવકો વધારે હોય ત્યારે બોલી બોલાય છે. નકરામાં અને બોલીમાં આટલો ભેદ છે. બીજો કોઈ લાભ લેનાર ન હોય તો નકરાથી જ આદેશ આપવો પડે. એથી જ નકરો દેવદ્રવ્યની હાનિ પહોંચાડનારો બનતો નથી તથા કુંભસ્થાપના વગેરેની બોલી બોલાય ત્યારે જે બોલી બોલે તેને કુંભસ્થાપના વગેરેનો ખર્ચ અલગ આપવાનો રહેશે એવી સ્પષ્ટતાપૂર્વક જ કુંભસ્થાપના વગેરેની બોલી બોલાય છે. એ બોલીનું દ્રવ્ય દેવદ્રવ્યમાં જાય. શંકા- ૬૧૧. ખાસ કરીને પર્યુષણ અને પ્રતિષ્ઠા મહોત્સવની ઉછામણીની રકમ હપ્તાવાર ચૂકવવા માટેની પદ્ધતિ અમલમાં આવી છે તો તેમાં દેવદ્રવ્ય વિલંબથી ચૂકવવામાં આવે તો વ્યાજનો દોષ કે અન્ય કોઈ દોષ લાગે કે નહિ ? સમાધાન– આ વિષે ધર્મસંગ્રહમાં આ પ્રમાણે પાઠ છે- (તીર્થમાળ વગેરે) માળા પહેરવા વગેરેમાં જે ઉછામણી બોલાય તે દેવદ્રવ્ય Jain Educationa International For Personal and Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ શંકા-સમાધાન હોવાથી તુરત આપી દેવું જોઇએ. વિલંબે આપે તો (વ્યાજનું) ભક્ષણ થવાથી ઉપર કહ્યા તે(=અનંત સંસાર વગેરે) દોષો લાગે. તત્કાળ આપી શકાય તેમ ન હોય તો સંઘ સમક્ષ પખવાડિયું વગેરે મુદત બાંધી મુદત પ્રમાણે આપવું જોઇએ, અન્યથા ઉપ૨ કહ્યા તે દોષો લાગે.’ આ લખાણથી એ સ્પષ્ટ થાય છે કે, ઉછામણી બોલનાર સંઘ સમક્ષ મુદત બાંધે, સંઘ મુદત ન બાંધે. ઉછામણી બોલનાર પણ તુરત આપી શકાય તેમ ન હોય તો જ મુદત બાંધે. તુરત આપી શકે તેમ હોય છતાં મુદત બાંધે તો દોષના ભાગીદાર બને. ઉછામણી બોલનારની પહેલી શાહુકારી એ છે કે, તુરત જ રકમ સંઘને આપી દેવી જોઇએ. બીજી શાહુકારી એ છે કે બાંધેલી મુદતે ૨કમ સંઘને આપી દેવી. હવે એ પ્રશ્ન થાય છે કે કેટલી મુદત બાંધવી ? આ અંગે શ્રાદ્ધવિધિનો પાઠ આ પ્રમાણે છે- “દેવાદિનું દ્રવ્ય તત્કાળ આપવાનું જેનાથી ન બની શકે, તેણે પ્રથમથી જ પખવાડિયાની કે અઠવાડિયા વગેરેની મુદત બાંધવી અને મુદતની અંદર ઉઘરાણીની વાટ ન જોતાં પોતે જ આપી દેવું. મુદત વીતી જાય તો દેવદ્રવ્ય આદિના ઉપભોગનો દોષ લાગે.” આ ઉલ્લેખને જોતાં સ્પષ્ટ થાય છે કે પખવાડિયાથી વધારે મુદત ન બાંધવી જોઇએ. જો પખવાડિયાથી અધિક મુદત બાંધી શકાતી હોત, તો ગ્રંથકાર પખવાડિયાની કે માસ વગેરેની મુદત બાંધવી એવો ઉલ્લેખ કરત. ગ્રંથકારે એવો ઉલ્લેખ ન કરતાં પખવાડિયાની કે અઠવાડિયા વગેરેની મુદત બાંધવી એમ ઉલ્લેખ કરીને વગેરે શબ્દથી પખવાડિયાથી ઓછા કાળનો ઉલ્લેખ કર્યો છે. આ બહુ યોગ્ય જ છે. કારણ કે દેવદ્રવ્યને આપવામાં વિલંબ થાય અને એ દરમિયાન પાપોદયથી ધનહાનિ કે મૃત્યુ વગેરે થાય, તો દેવનું ઋણ રહી જાય અને એથી દુર્ગતિ થવાનો સંભવ રહે. અનિત્ય આ સંસારમાં એક ક્ષણનો પણ ભરોસો નથી તો અનેક દિવસો સુધીનો ભરોસો કેવી રીતે રાખી શકાય ? આથી શ્રાદ્ધવિધિ ગ્રંથમાં એક સ્થળે કહ્યું છે કે- “માળપરિધાન વગેરેનું દ્રવ્ય તે જ વખતે આપવું. કદાચિત્ તેમ ન થઇ શકે તો જેમ Jain Educationa International For Personal and Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૨૫૭ જલદી અપાય તેમ અધિક ગુણ છે. વિલંબ કરે તો તે વખતે દુર્દેવથી સર્વદ્રવ્યની હાનિ અથવા મરણ વગેરે થવાનો સંભવ છે અને તેમ થાય તો સુશ્રાવકને પણ અવશ્ય નરકાદિ દુર્ગતિએ જવું પડે.” આનાથી એમ નિશ્ચિત થાય છે કે (૧) ઉછામણી વગેરેનું દ્રવ્ય તુરત આપી દેવું જોઈએ. (૨) તુરત ન આપી શકાય તો વધારેમાં વધારે ૧૫ દિવસની મુદત બાંધીને મુદત પૂરી થતાં સુધીમાં દ્રવ્ય આપી દેવું જોઈએ. (૩) મુદત પૂરી થતાં સુધીમાં ન અપાય તો જેટલો વિલંબ થાય તે પ્રમાણે વ્યાજ સહિત દ્રવ્ય આપવું જોઇએ. શંકા- ૬૧૨. ઘીની બોલીની જે રકમ થાય તેના ઉપર સાધારણના ખર્ચને પહોંચી વળવા ૨૫% જુદા લેવાનો ઠરાવ કરીને સાધારણના પૈસા અલગ લઈ શકાય ? સમાધાન- આ રીતે સાધારણના પૈસા અલગ ન લઈ શકાય. સાધારણના ખર્ચને પહોંચી વળવા અલગ સાધારણની ટીપ કરી શકાય. પણ ઘીની બોલીની રકમ ઉપર એક ટકો પણ જુદો લેવાનો ઠરાવ ન કરી શકાય. આવા ઠરાવથી દેવદ્રવ્યની હાનિ થાય. કારણ કે બોલનારના મગજમાં એવું બેઠેલું હોય છે કે હું ઉછામણી બોલીશ તેના કરતાં સવાઈ રકમ મારે આપવી પડશે. આથી તે ઉછામણી ઓછી બોલે. તેથી દેવદ્રવ્યની હાનિ થાય. દેવદ્રવ્યની હાનિ થાય તેવી કોઇ પણ પ્રવૃત્તિ કરવી એ અશાસ્ત્રીય છે. શંકા- ૬૧૩. ભગવાનની રથયાત્રા=વરઘોડાની બોલીની રકમ આવે, એમાંથી બેંડ અને બળદગાડીવાળાને અપાય ? એ જ બોલીમાંથી પર્યુષણ દરમિયાન દેરાસરથી ૪૦૦ ડગલા સુધી લાઇટ ગોઠવી શકાય ? ભગવાનના વરઘોડાની રકમનું શું કરવું ? વરઘોડાનો ખર્ચ તેમાંથી લેવાય કે નહિ ? સમાધાન– ભગવાનના વરઘોડાની બોલીની રકમ આવે, તેમાંથી બેંડ અને બળદગાડીવાળાને ન અપાય તથા એ જ બોલીમાંથી પર્યુષણ દરમિયાન દેરાસરથી ૪૦૦ ડગલા સુધી લાઈટ ન ગોઠવી શકાય. Jain Educationa International For Personal and Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ શંકા-સમાધાન ભગવાનના વરઘોડાની રકમ દેવદ્રવ્ય ગણાય. દેવદ્રવ્યનો ઉપયોગ જિનમંદિરનો જીર્ણોદ્ધાર અને નૂતન જિનમંદિરનું નિર્માણ, તથા જિનમંદિરમાં જરૂરી ત્રિગડુ, સિંહાસન, ભંડાર વગેરેમાં થઈ શકે. આનાથી એ પણ સ્પષ્ટ સમજી શકાય છે કે, વરઘોડાનો ખર્ચ વરઘોડાની બોલીની રકમમાંથી ન લેવાય. અહીં એ સમજી લેવાની જરૂર છે કે, પહેલા નંબરમાં જીર્ણોદ્ધાર અને નૂતન જિનમંદિર શક્તિસંપન્ન શ્રાવકોએ સ્વદ્રવ્યથી કરાવવું જોઈએ. શ્રાવક શક્તિસંપન્ન ન હોય અગર સ્વદ્રવ્યથી કરાવવાની ભાવનાવાળા ન હોય, તો સંઘ બીજા નંબરમાં જીર્ણોદ્ધાર અને નૂતન જિનમંદિર દેવદ્રવ્યમાંથી કરાવી શકે છે. એ જ રીતે જિનમંદિરમાં ઉપયોગી એવી ત્રિગડું-સિંહાસન અને ભંડાર વગેરે વસ્તુઓ પણ શક્તિસંપન્ન શ્રાવકોએ સ્વદ્રવ્યથી કરાવવી જોઇએ. જો કોઈ શ્રાવકો સ્વદ્રવ્યથી કરાવવા તૈયાર ન થાય, તો સંઘ બીજા નંબરમાં દેવદ્રવ્યમાંથી કરાવી શકે છે. શંકા– ૬૧૪. કલ્યાણ પ્રશ્નોત્તરમાં આપે જણાવ્યું હતું કે, “વરઘોડાની ઉછામણીમાંથી વરઘોડાનો કોઈ ખર્ચ નીકળી શકે નહિ.” જ્યારે આ સાથે સિદ્ધાંત મહોદધિ પૂ. આચાર્ય વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાનો પત્ર આપને મોકલું છું. તેમાં સ્પષ્ટ જણાવ્યું છે કે “ઉછામણીમાંથી વરઘોડાનો ખર્ચ કાઢવામાં વાંધો નથી.” તો આ બાબત આપ ખુલાસો જણાવવા યોગ્ય કરશો. સમાધાન– “વરઘોડાની ઉછામણીમાંથી વરઘોડાનો કોઈ ખર્ચ નીકળી શકે નહિ.” એવા મારા પ્રત્યુત્તર વિષે તમોએ પરમોપકારી સ્વર્ગસ્થ પૂજયપાદ આચાર્યદેવ શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજાનો પત્ર મોકલ્યો છે. આ અંગે સમાધાન નીચે મુજબ છે. પૂજ્યપાદશ્રીએ જે લખ્યું છે તે બરોબર છે. અને મેં લખ્યું છે તે પણ બરોબર છે. તે આ પ્રમાણે– જ્યાં શ્રાવકો સ્થિતિસંપન્ન ન હોય અને એથી સાધારણની આવકનો કોઈ ઉપાય ન હોય ત્યાં વાર્ષિક કર્તવ્યરૂપે કે શાસન Jain Educationa International For Personal and Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૨૫૯ પ્રભાવનાના હેતુથી વરઘોડો કાઢવામાં આવે અને એ રીતે પણ જૈનશાસનની પ્રભાવના અર્થે શ્રાવકોની ધર્મ ભાવના દઢ બનતી હોય તો ત્યાં દેવદ્રવ્યમાંથી રથનો નકરો અને બેન્ડનો ખર્ચ દેવદ્રવ્યમાંથી આપી શકાય. આમ પૂજ્યપાદશ્રીનો ઉત્તર વિશેષ સંયોગોને લક્ષમાં રાખીને અપાયો છે. આથી જ એ પત્રમાં લખ્યું છે કે “હર સાલ માટે તેમને જેવી સગવડ હોય તે અનુસાર કરે એમાં વાંધા જેવું લાગતું નથી.” આનો અર્થ એ થયો કે સાધારણની સગવડ થઈ શકે તો દેવદ્રવ્યનો ઉપયોગ ન કરે, સગવડ ન થઈ શકે તો આવા વિશિષ્ટ કારણોસર દેવદ્રવ્યનો ઉપયોગ કરે. મેં જે ઉત્તર આપ્યો છે તે ઔત્સર્ગિક છે. સામાન્યથી શ્રાવકે કોઇપણ પ્રકારની પ્રભુભક્તિ સ્વદ્રવ્યથી કરવી જોઇએ. આથી સ્થિતિસંપન્ન શ્રાવકો દેવદ્રવ્યમાંથી વરઘોડાનો ખર્ચ કાઢે એ ઉચિત નથી. દેવદ્રવ્યનો મુખ્યતયા જિનમંદિર જીણોદ્ધાર અને નૂતન મંદિર બનાવવું વગેરેમાં જ ઉપયોગ કરવો જોઈએ. પ્રભુભક્તિમાં દેવદ્રવ્યનો ઉપયોગ નછૂટકે જ કરવો જોઇએ. આથી જો પહેલેથી વરઘોડાનો ખર્ચ દેવદ્રવ્યમાંથી કાઢી શકાય એમ કહેવામાં આવે તો શ્રાવકો સ્વદ્રવ્ય ખર્ચવા તૈયાર ન થાય અને એમની લોભવૃત્તિ પોષાય. આથી જાહેરમાં તો “વરઘોડાની ઉછામણીમાંથી વરઘોડાનો ખર્ચ નીકળી શકે નહિ” તેમ પ્રરૂપણા કરવી જોઇએ. આ અંગે બીજી આવૃત્તિવાળા દ્રવ્યસપ્તતિકા ભાષાંતરના પાછળના ૧૪૬મા પેજમાં શ્રાદ્ધવર્ય પંડિતશ્રી પ્રભુદાસભાઈએ જે લખ્યું છે તે વાંચવા જેવું છે. શંકા- ૬૧૫. બોલી બોલીને કોઈ શ્રાવક કુમારપાળ બને છે. પછી તેના ઘરેથી વાજતે ગાજતે મંદિરમાં આવીને આરતી-મંગળ દીવો કરવામાં આવે આ રીતે શ્રાવક કુમારપાળ બને તે યોગ્ય છે? સમાધાન- આમ કરવું યોગ્ય નથી. કુમારપાળ મહારાજાનું નિર્મળ સમ્યગ્દર્શન ક્યાં ? અને આજના શ્રાવકોનું સમ્યગ્દર્શન Jain Educationa International For Personal and Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ શંકા-સમાધાન ક્યાં? કુમારપાળ મહારાજાનું ધર્મસત્ત્વ ક્યાં ? અને આજના શ્રાવકોનું સત્ત્વ ક્યાં ? એથી એમ કહી શકાય કે, કુમારપાળ મહારાજા અને આજના શ્રાવકોની વચ્ચે મેરુ અને અણુ જેટલું અંતર છે. આથી આજના શ્રાવકો કુમારપાળ બનવા દ્વારા કુમારપાળ મહારાજાનું અવમૂલ્યન કરે છે એમ કહી શકાય. અહીં એ પ્રશ્ન થઈ શકે કે અંજનશલાકામાં શ્રાવકો ઈન્દ્ર વગેરે ક્યાં નથી બનતા? આ પ્રશ્નના સમાધાનમાં જણાવવાનું કે ઇન્દ્ર વગેરે બનવાનું શાસ્ત્રવિહિત છે. કુમારપાળ મહારાજા બની આરતી ઉતારવી શાસ્ત્રવિહિત નથી. અહીં આપણે એ પણ સમજી લેવું જોઇએ કે શાસ્ત્રવિહિત ન હોય તેવી પણ પ્રવૃત્તિઓ ગીતાર્થો તે તે કાળ પ્રમાણે જીવોના વિશિષ્ટ આત્મહિતને લક્ષમાં રાખીને શાસ્ત્રાબાધિત તેવી તેવી પ્રવૃત્તિઓ કરતા હોય છે. જેમકે વાચના શ્રેણિ કે શિબિર વગેરે. પણ કુમારપાળ મહારાજાની આરતી તેવું પ્રબળ આત્મહિતનું કારણ નથી, બલ્લે તેમાં કુમારપાળ મહારાજા બનનારના મનમાં “હું કુમારપાળ મહારાજા બન્યો” એમ અહંકાર પોષાય એ પણ સુસંભવિત છે. કુમારપાળ મહારાજાએ અત્યંત ઉલ્લાસથી આરતી ઉતારી ત્યારે તેમને તેમના ઘરેથી વાજતે ગાજતે મંદિરમાં લઈ ગયા હતા? જો ના. તો આજે કુમારપાળ બનનારને તેના ઘરેથી વાજતે ગાજતે મંદિરમાં લાવવાનું શું કારણ? આ પ્રથા તેમના અહંકારને પોષતી નથી? શંકા- ૬૧૬. અયોગ્ય રીતિ-નીતિથી દેવદ્રવ્યની વૃદ્ધિ કરનારો સંસાર વધારે એવા વિધાનો છે. તો ચાર વર્ષે પૈસા આપવાની બોલી કરીને ચડાવા બોલાવવામાં આવે તો તે યોગ્ય છે? એ રીતે બોલી બોલવામાં સહાયક બનનાર મુનિ આદિને દોષ લાગે કે નહિ ? સમાધાન- ચાર વર્ષે પૈસા આપવાની બોલી કરીને ચડાવા બોલવા તે કોઈ રીતે યોગ્ય નથી. એ રીતે બોલી બોલવામાં સહાયક બનનાર મુનિ આદિને દોષ લાગે. આ વિષે શ્રાદ્ધવિધિ ગ્રંથમાં કહ્યું છે કે “માળપરિધાન વગેરેનું દ્રવ્ય તે જ વખતે આપવું, કદાચ તેમ ન થઈ શકે તો જેમ જલદી અપાય તેમ અધિક ગુણ છે. વિલંબ Jain Educationa International For Personal and Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૨૬૧ કરે તો કદાચ દુર્દેવથી સર્વદ્રવ્યની હાનિ અથવા મરણ વગેરે થવાનો સંભવ છે અને તેમ થાય તો સુશ્રાવકને પણ અવશ્ય નરકાદિ દુર્ગતિમાં જવું પડે.” શ્રાદ્ધવિધિ ગ્રંથમાં જ બીજા સ્થળે કહ્યું છે કે “દેવાદિનું દ્રવ્ય તત્કાળ આપવાનું જેનાથી ન બની શકે તેણે પ્રથમથી જ પખવાડિયાની કે અઠવાડિયા વગેરેની મુદત બાંધવી અને મુદતની અંદર ઉઘરાણીની વાટ ન જોતાં પોતે જ આપી દેવું. મુદત વીતી જાય તો દેવદ્રવ્યના ઉપભોગનો દોષ લાગે.” આ ઉલ્લેખને જોતાં સ્પષ્ટ થાય છે કે પખવાડિયાથી વધારે મુદત ન બાંધવી જોઈએ. શંકા-૬૧૭. મહોત્સવ તો પરમાત્માનો છે, તો તેની જે પત્રિકા બહાર પડે, તેમાં લિખિતંગની બોલીના પૈસા કયા ખાતામાં જાય? સમાધાન- મહોત્સવ પરમાત્માનો હોવા છતાં એની પત્રિકા ભગવાન માટે નથી, શ્રાવકો માટે છે. માટે તેમાં લિખિતંગની બોલીની રકમ સાધારણ ખાતામાં જઈ શકે છે. મારવાડમાં આવી બોલી વર્ષોથી બોલાય છે ને એ બોલીનું દ્રવ્ય સાધારણ ખાતે જાય છે. શંકા- ૬૧૮. નવી દીક્ષા પ્રસંગે સંયમના ઉપકરણો દીક્ષાર્થીને આપવા માટે પૂ. ગુરુ મહારાજને અર્પણ કરવાના ચડાવાની રકમ શેમાં લઈ જઈ શકાય? કેટલીક વખત કેટલાક ચડાવા ઓઘો આપ્યા પહેલા બોલાવાય છે અને કેટલીક વખત સમયના અભાવે કેટલાક ચડાવા ઓઘો આપ્યા પછી બોલાય છે. આ બંને ચડાવાની રકમ શું વેયાવચ્ચ ખાતામાં લઈ જઈ શકાય ? સમાધાન- નવકારવાળી, પુસ્તક-પોથીના ચડાવાની રકમ જ્ઞાનખાતામાં જાય. બાકીના બધા ઉપકરણોના ચડાવાની રકમ વેયાવચ્ચમાં જાય. ઓઘો આપ્યા પહેલાં બોલાતા ચડાવા અને ઓઘો આપ્યા પછી બોલાતા ચડાવા એ બંને ચડાવાની રકમ ઉપર જણાવ્યા મુજબ જાય. ઓઘો આપ્યા પછી પણ તે મુમુક્ષુ જ છે, સાધુ નથી. કરેમિ ભંતે’ ઉચ્ચરાવ્યા પછી તે સાધુ બને છે. સાધુ બન્યા પછીની Jain Educationa International For Personal and Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ શંકા-સમાધાન અવસ્થા સાથે સંબંધિત જે બોલી બોલાય તે દેવદ્રવ્યમાં જાય. આથી જ સાધુ-સાધ્વી તરીકેનું નૂતન દીક્ષિતનું નામ જાહેર કરવાની બોલીની ૨કમ દેવદ્રવ્યમાં જાય. મુમુક્ષુને વિદાયતિલક આદિની બોલી સાતક્ષેત્ર સાધારણમાં જાય. શંકા- ૬૧૯. પુસ્તક વિમોચનની ઉછામણીની ૨કમ ભાવિમાં બહાર પડનાર પુસ્તકમાં થશે તેવી જાહેરાતપૂર્વક ઉછામણીનો આદેશ લેનાર દાતાના નામાદિ પૂર્વક વાપરી શકાય ? ડોનેશન મેળવવાની આ પદ્ધતિ શાસ્ત્ર માન્ય ખરી ? સમાધાન– આજે ડોનેશન મેળવવા માટે વિવિધ નવી નવી બોલીઓ વધતી રહી છે. જ્ઞાનદ્રવ્યની વૃદ્ધિ થાય એ દૃષ્ટિએ પુસ્તક વિમોચનની બોલી બોલાય તો શાસ્રબાધ નથી. પણ તે રકમ જ્ઞાનખાતામાં જાય. આથી એ રકમ જે પુસ્તકમાં વપરાઇ હોય, એ પુસ્તક ગૃહસ્થોને વિના મૂલ્યે ન આપી શકાય. પુસ્તકમાં અમુક મહાનુભાવે પુસ્તક વિમોચનની ઉછામણીનો લાભ લીધો તે રકમમાંથી આ પુસ્તક છપાવવામાં આવ્યું છે તેવો ઉલ્લેખ ન કરી શકાય, કિંતુ પુસ્તક વિમોચનની બોલીથી થયેલી જ્ઞાનખાતાની રકમમાંથી આ પુસ્તક છપાવવામાં આવ્યું છે તેમ લખી શકાય. અર્થાત્ વ્યક્તિનું નામ ન લખી શકાય. કારણ કે એ રકમની માલિકી સંઘની કે ટ્રસ્ટની થાય છે. હા, પુસ્તકમાં અલગ અન્ય કોઇ સ્થળે એ વ્યક્તિનો પુસ્તક વિમોચનની ઉછામણીનો લાભ લેનાર તરીકે ઉલ્લેખ કરી શકાય. સાધારણ દ્રવ્ય સંબંધી શંકા-સમાધાન શંકા- ૬૨૦. ચાર પ્રકારના દ્રવ્યની શાસ્ત્રીય પ્રણાલિકા છે ત્યારે આજે સર્વસાધારણદ્રવ્ય નામ આપીને ટીપ કરવામાં આવે છે, તો તેમાં શાસ્ત્રીય સંદર્ભ કે સમર્થન છે ? સમાધાન– શ્રાવકોના અતિચારમાં દેવદ્રવ્ય, ગુરુદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય અને સાધારણદ્રવ્ય એમ ચાર પ્રકારના દ્રવ્યનો ઉલ્લેખ છે. તેમાં Jain Educationa International For Personal and Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૨૬૩ સાધારણદ્રવ્યનો ઉલ્લેખ છે. સાધારણદ્રવ્ય સાત ક્ષેત્રમાં વાપરી શકાય. શ્રાદ્ધવિધિ ગ્રંથમાં લખ્યું છે કે “સંઘે સાધારણદ્રવ્ય સાત ક્ષેત્રોને વિષે જ વાપરવું, પણ યાચક વગેરેને ન આપવું.” સાધારણદ્રવ્ય અને સર્વ સાધારણદ્રવ્ય એ બંને શબ્દોનો એક જ અર્થ છે. આથી સર્વ સાધારણદ્રવ્ય પણ સાત ક્ષેત્રમાં જ વાપરી શકાય, યાચક વગેરેને ન અપાય. જો સાત ક્ષેત્ર + જીવદયા અને અનુકંપા વગેરેમાં વાપરી શકાય, તેવી ટીપ કરવી હોય તો તેને શુભક્ષેત્ર એવું નામ આપવું જોઇએ. સાધારણ શબ્દમાંથી સાતે ક્ષેત્રોમાં વાપરવાનો ભાવ થઈ=આવી જતો હોવાથી સર્વ શબ્દ ઉમેરવો જરૂરી નથી. સાધારણ શબ્દની સાથે સર્વ શબ્દ ઉમેરવાથી સામાન્ય જનતા એવું સમજવા લાગે કે આ દ્રવ્ય જીવદયા વગેરેમાં વાપરી શકાય. આવું ન બને એ માટે સાત ક્ષેત્રોમાં વપરાતા દ્રવ્ય માટે “સાધારણદ્રવ્ય એવું નામ અને સાતક્ષેત્ર + જીવદયા આદિમાં વપરાતા દ્રવ્ય માટે “શુભક્ષેત્ર” એવું નામ આપવું એ વધારે ઉચિત જણાય છે. શંકા- ૬૨૧. સંઘના મુનિમ બનવાનો ચડાવો જન્મવાંચન પૂર્વે બોલાય તો એ રકમ દેવદ્રવ્યમાં જાય કે સાધારણમાં ? સમાધાન- પર્યુષણમાં સ્વમની બોલી બોલતી વખતે સંઘના મુનિમ બનવાની બોલી બોલાય તો તે સંઘના મુનિમ બનવાની બોલીની રકમ સાધારણ ખાતામાં લઈ જઈ શકાય. શંકા- ૬૨૨. સાધારણ ખાતાની આવક ઉત્પન્ન કરવા માટે શું ઉપાયો કરવા જોઇએ ? કઈ કઈ જાતની બોલી બોલી શકાય ? સમાધાન- સાધારણ ખાતાની આવક ઉત્પન્ન કરવાનો એક જ ઉપાય છે કે, શ્રાવકોની અજ્ઞાનતાને દૂર કરવી. શ્રાવકોના મનમાં ઊંડે ઊંડે એ વાત ઘર કરી ગઈ હોય છે કે, સાધારણ એટલે સામાન્ય. એટલે સાધારણ ખાતામાં આપવાથી સામાન્ય લાભ થાય. આથી શ્રાવકો સાધારણ ખાતામાં ખાસ દાન કરતા નથી. અપેક્ષાએ વિચારવામાં આવે તો સાધારણ ખાતામાં આપવાથી વિશેષ લાભ Jain Educationa International For Personal and Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ શંકા-સમાધાન થાય. કારણ કે તેનો ઉપયોગ સાતે ક્ષેત્રમાં થઈ શકે છે. આથી જ ધર્મસંગ્રહમાં સ્પષ્ટ જણાવ્યું છે કે “શ્રાવકે મુખ્યતયા પોતાના ધનને સાધારણ ખાતામાં જ અર્પણ કરવું, એ ઉત્તમ છે. કારણ કે સાધારણ ખાતે અર્પણ કરેલું દ્રવ્ય સર્વ ધર્મકાર્યોમાં ઉપયોગી બને છે. આથી શક્તિસંપન્ન શ્રાવકોએ સાધારણ ખાતામાં વિશેષ દાન આપવું જોઇએ. સાધારણ ખાતાની આવક ઉત્પન્ન કરવા માટે દેવ-દેવીઓની મૂર્તિઓ બેસાડવી, તેમની આગળ ભંડાર રાખવો, તેમની પૂજાની બોલીઓ બોલાવવી એ યોગ્ય નથી. આમાં દેવ-દેવીઓ પ્રત્યે ભક્તિ નથી, પણ કેવળ સ્વાર્થ છે. કેવળ પૈસા ભેગા કરવા માટે દેવદેવીઓને બેસાડવામાં સ્વાર્થ સિવાય બીજું શું છે ? જયાં આશય ખોટો હોય ત્યાં ધર્મ કેવી રીતે થાય ? કેવળ આવક કરવા માટે દેવ-દેવીની પૂજા વગેરેની બોલીઓ બોલાવવી એ ધર્મ કેવી રીતે બની શકે ? જિનમંદિરમાં મૂળનાયકના અધિષ્ઠાયક યક્ષ-યક્ષિણી સિવાય બીજા કોઈ દેવ-દેવીને બેસાડવા ન જોઇએ. આજે જિનમંદિરોમાં( જિનમંદિરના કમ્પાઉન્ડ વગેરેમાં) દેવ-દેવીઓની સંખ્યા વધતી જાય છે. કોઈ આગેવાનો જિનમંદિરમાં દેવ-દેવીઓ પધરાવે એટલે તેને જોઈને બીજા આગેવાનો પણ તેમ કરે. આવક વધારવાની ઘેલછામાં સમ્યગ્દષ્ટિ- મિથ્યાદષ્ટિ દેવનો ભેદ પણ જોવાતો નથી. કોઈ કોઈ સ્થળે તો પરમાત્માની આરતીનું જેટલું ઘી થાય એના કરતાં દેવ-દેવીની આરતીનું ઘી વધારે થાય, એવું પણ બને છે. આમાં પરમાત્માની આશાતના છે. જો આગેવાનો કેવળ આવક ઉત્પન્ન કરવા માટે દેવ-દેવીઓની મૂર્તિઓ બેસાડે અને લોકો કેવળ ભૌતિક સુખ માટે, વર્તમાન જીવનમાં આપત્તિ ન આવે અને ધારેલું કામ પાર પડે ઇત્યાદિ આશયથી જ દેવ-દેવીની પૂજા વગેરે કરે તો તેમાં ધર્મ ક્યાં છે ? હવે બીજી વાત. સાધારણ ખાતાની રકમ જેમ તેમ વેડફાઈ ન જાય તેની પણ કાળજી રાખવી જોઈએ. બિનજરૂરી ખર્ચાઓ ન વધારવા જોઈએ, કોઈ પણ કામ કરાવવું હોય ત્યારે ઓછા ખર્ચે Jain Educationa International For Personal and Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૨૬૫ સારું કામ થાય તેની કાળજી રાખવી જોઈએ. ક્યારેક એવું પણ બને કે, વિશેષ તપાસ કર્યા વિના ઓર્ડરથી કામ આપી દેવામાં આવે અને એથી જે કામ લાખ રૂપિયામાં સારી રીતે થઈ શકે, તેના સવા લાખ રૂપિયા થાય. આગેવાનો સાધારણ દ્રવ્યને પણ જો જેમ તેમ વાપરી નાખે તો દોષના ભાગીદાર બને. શંકા- ૬૨૩. આજે કોઈ કોઈ સ્થળે સાધારણની આવક માટે શાલિભદ્રનો કાર્યક્રમ યોજાય છે. આમાં ચડાવો બોલીને એક શાલિભદ્ર બને. સંઘમાં રાખવાના સાધારણ ભંડારને ભરવાની એના દ્વારા શરૂઆત થાય. ૯૯ પેટીઓ યોગ્ય નકરો લઈને ઘરે ઘરે આપવામાં આવે. એમાં રોજ રકમ એ ઘરમાં નંખાય. વર્ષના અંતે આ બધી રકમ સંઘના સાધારણ ખાતે જમા થાય. આ યોજના વાજબી ખરી? સમાધાન- સાધારણ ખાતાની રકમ ભેગી કરવા માટે શાલિભદ્રની આ યોજના જરા ય વાજબી નથી. આમાં સંઘનો સ્વાર્થ છે. સ્વાર્થ માટે આવા મહાપુરુષોના નામે યોજના કરવાનું જરાય હિતાવહ નથી. આમાં તો મહાપુરુષોના નામે ચરી ખાવાનું થાય છે. આમાં આવા મહાપુરુષોની આશાતના છે. એ શાલિભદ્ર ક્યાં ? અને આજના શ્રાવકો ક્યાં ? આમાં શાલિભદ્ર બનનારના અને નવાણું પેટીઓ પોતાના ઘરે લઈ જનારના મનમાં મોટા ભાગે આના પ્રભાવથી મારી ઋદ્ધિ વધશે એવો ભાવ રહેલો હોય છે. આવો ભાવ અશુદ્ધ ભાવ છે. સાધારણ ખાતાની રકમ મેળવવાના અનેક ઉપાયો છે. સાધુઓએ શ્રાવકોને સાધારણ ખાતાનું મહત્ત્વ સમજાવવું જોઇએ. ધર્મ ભગવાનની આજ્ઞામાં છે. ભગવાનની આજ્ઞા છે કે- “વિવેકી પુરુષે મુખ્યવૃત્તિએ ધર્મ ખાતે કાઢેલું દ્રવ્ય સાધારણ રાખવું. તેમ કરવાથી (કયા ધર્મસ્થાનમાં જરૂર છે એમ) ધર્મસ્થાન બરોબર જોઈને તે સ્થળે તે દ્રવ્યનો વ્યય કરી શકાય. સાતે ક્ષેત્રમાં જે ક્ષેત્ર સીદાતું હોય તેને સહાય આપવામાં બહુ લાભ દેખાય છે.” Jain Educationa International For Personal and Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ શંકા-સમાધાન જો બધા સાધુઓ ભગવાનની આ આજ્ઞા શ્રાવકોને સમજાવે અને સાધારણ ખાતામાં દાન કરવાની પ્રેરણા કરે તો શ્રાવકો સાધારણ ખાતામાં દાન આપે અથવા જે શ્રાવકો સાધારણ ખાતામાં બે હજાર રૂપિયા કે તેથી વધારે રકમ આપે તેનું નામ બાર મહિના માટે બોર્ડમાં લખવું વગેરે ઉપાયોથી સાધારણ ખાતાની રકમ મેળવી શકાય. બોર્ડમાં એટલા માટે લખવાનું કે એ વાંચીને બીજાઓને પ્રેરણા મળે. આવા બીજા પણ ઉપાયો વિચારીને સાધારણની આવક કરી શકાય. શંકા- ૬૨૪. શ્રાવકો સાધારણ દ્રવ્ય વ્યાજથી લઈ શકે છે? જો લઈ શકે તો એના દ્વારા આવક (વ્યાજ બાદ કર્યા પછી થતો નફો) થાય તો દ્રવ્યસપ્તતિકા ગ્રંથ અગર શાસ્ત્ર પ્રમાણે દોહનનો એટલે કે ધર્મદ્રવ્યનો પોતાના માટે ઉપયોગ કરવાનો દોષ લાગે કે નહિ? સમાધાન- દ્રવ્ય સપ્તતિકા ગ્રંથના આધારે એક વાત સ્પષ્ટ થાય છે કે, જો અજાણતાં પણ ધર્મદ્રવ્યનો પોતાના માટે ઉપયોગ થાય તો સમ્યક્ત્વ દુર્લભ બને વગેરે દોષો ઉત્પન્ન થાય. હવે જો શ્રાવક સાધારણ દ્રવ્ય વ્યાજે લે તો સંભવ છે કે, ક્યારેક અનુપયોગ વગેરેના કારણે ધર્મદ્રવ્યનો પોતાના માટે ઉપયોગ થઈ જાય. આથી દોષના જાણકાર શ્રાવકોએ પ્રાયઃ ધર્મદ્રવ્યનો વ્યાજથી પણ ઉપયોગ ન કરવો, એના પ્રસંગમાં પણ ન આવવું એ જ શ્રેયસ્કર છે. જેથી ભૂલથી પણ થોડા પણ ધર્મદ્રવ્યનો ઉપયોગ ન થાય. અહીં પ્રાયઃ એમ કહેવાનું કારણ એ જણાય છે કે, જો શ્રાવક ધર્મદ્રવ્યની વૃદ્ધિ કરવાના ભાવથી બજારમાં ચાલતા વ્યાજથી વધારે વ્યાજ આપીને વ્યાજે લે તો દોષ લાગતો નથી. (Hધવ્યનાાિને પુનઃ ટોષામાવોઃવસીયતે) હવે જો બજારમાં ચાલતા વ્યાજથી ઓછુ વ્યાજ આપીને ધર્મદ્રવ્ય વ્યાજે લે તો દોહનનો (ધર્મદ્રવ્યનો પોતાના માટે ઉપયોગ કર્યાનો) દોષ લાગે. હવે જો બજારમાં ચાલતું વ્યાજ આપીને લે તો દોષ લાગે કે નહિ? આ વિષે દ્રવ્યસપ્તતિકામાં કહ્યું છે કે કાળને ઉચિત(eતે વખતે ચાલતા વ્યવહાર પ્રમાણે યોગ્ય) વ્યાજ આપીને જો લે તો તેને મોટો દોષ નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ શંકાસમાધાન ૨૬૭ અહીં “મોટો દોષ નથી એમ કહ્યું છે. આનો અર્થ એ થયો કે “નાનો દોષ છે. કારણ કે શ્રાવક ઉચિત વ્યાજથી પણ ધર્મદ્રવ્ય લે તો સંભવ છે કે ધીમે ધીમે સૂગ(=સંકોચ) વગરનો થઈ જાય, અર્થાત્ ધર્મદ્રવ્યનો ઉપભોગ કરવામાં દોષ છે એવા પ્રકારની સૂગ ન રહે. આથી ધર્મદ્રવ્યનો ઉચિત વ્યાજથી પણ ઉપયોગ ન કરવો એ હિતાવહ છે. શંકા- ૬૨૫. સંઘમાં સાધારણદ્રવ્ય વધારે હોય તો સંરક્ષણ માટે શ્રાવકોને આપી શકાય ? અગર શ્રાવકો લઈ શકે ? દાગીના વગેરે લઈને ધર્મદ્રવ્ય આપવાનો વિધિ લાગુ પડે કે નહિ ? સંરક્ષણ માટે વ્યાજે લઈ શકે ? સમાધાન– અહીં પહેલી વાત એ છે કે, જે સંઘમાં સાધારણ દ્રવ્ય વધારે હોય તે સંધે પોતાને જરૂરી દ્રવ્ય રાખીને બીજા જરૂરિયાતવાળા સંઘને સાધારણ દ્રવ્ય આપવું જોઇએ. પોતાને જરૂરી સાધારણ દ્રવ્યના સંરક્ષણ માટે પૂર્વે કહ્યું તેમ અધિક વ્યાજથી શ્રાવકોને આપી શકાય અને શ્રાવકો લઈ શકે. દાગીના વગેરે લઇને આપવાનો વિધિ દ્રવ્ય સપ્તતિકા ગ્રંથમાં જૈનેતરો માટે લખ્યો છે, શ્રાવકો માટે લખ્યો નથી. આમ છતાં શ્રાવકો માટે પણ આ વિધિ સચવાય તો વધારે ઉત્તમ છે. જૈનેતરોને દાગીના વગેરે લઈને આપવામાં હેતુ એ છે કે કદાચ ભવિષ્યમાં તે નિર્ધન બની જાય તો મૂળ મૂડીનો નાશ ન થાય. આ હેતુ તો શ્રાવકોને વ્યાજે આપવામાં પણ રહેલો છે. શંકા- ૬૨૬. સાધારણખાતાના પૈસાથી ખરીદાયેલા અને ઘસાઈઘસાઈને નાના થઈ ગયેલા સુખડના ટુકડા દહેરાસરની પેઢી દ્વારા વેચવા માટે કઢાય કે નહિ ? એ વેચવા દહેરાસરના બોર્ડ ઉપર જાહેરાત મૂકી શકાય? વેચાણની કિંમત તે જ દહેરાસરમાં જિનમંદિર સાધારણ ખાતામાં જમા થાય ? સમાધાન- સુખડના નાના ટુકડા વેંચીને વેચાણની કિંમત દહેરાસરમાં જિનમંદિર સાધારણ ખાતામાં જમા થતી હોય તો સુખડના નાના ટુકડા દહેરાસરની પેઢી દ્વારા વેચી શકાય અને વેચવા માટે દહેરાસરના બોર્ડ ઉપર જાહેરાત મૂકી શકાય. Jain Educationa International For Personal and Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન શંકા- ૬૨૭. ૨થ સાધારણ રકમમાંથી બનાવ્યો હોય, તો વ્યક્તિગત કે અન્ય સંઘોમાં આ રથ આપવામાં આવે, ત્યારે લેવાતા નકરાની (સાધારણની ચોખ્ખી) રકમ સાધારણ ખાતે વાપરી શકાય ? જિનમંદિર સાધારણ ખાતે લઇ જવી જોઇએ કે દેવદ્રવ્ય ગણીને જીર્ણોદ્ધાર આદિમાં જ વાપરવી જોઇએ ? સમાધાન– ૨થમાં પ્રભુજીને બિરાજમાન કરાતા હોવાથી એ રકમ સાધારણ ખાતે તો ન જ વાપરી શકાય પણ રથ ખાતે એટલે રથના સમારકામ, રથની સફાઇ ખાતે વાપરી શકાય. વ્યક્તિગત નકરો તો ચોખ્ખા સ્વદ્રવ્ય રૂપ જ હોય, જે તે સંઘ તરફથી મળતો રથનો નકરો (દેવદ્રવ્ય ખાતેનો ન હોય, ન જ હોવો જોઇએ) સાધારણ ખાતાનો જ હોય એથી જ ઉપર મુજબ રથના સમારકામ, સફાઇ આદિ ખાતે એ નકરાની રકમ લઇ જવામાં બાધ જણાતો નથી. જીર્ણોદ્વાર-નૂતનમંદિર નિર્માણ આદિમાં એ લઇ જવાય એ તો સર્વશ્રેષ્ઠ છે જ. આમાં તો કોઇ સવાલને અવકાશ જ નથી. ૨૬૮ શંકા- ૬૨૮. કોઇ સંઘ સાધારણની આવક માટે એમ નક્કી કરે કે મૂર્તિ ભરાવવાનો નકરો લાખ રૂપિયા છે. પણ આ લાભ ૫૦ હજાર સાધારણ ખાતે ભરનારને જ મળશે. તો આમ કરી શકાય ? ચડાવા પર અમુક ટકા સાધારણનો ટેક્ષ નાખવાથી તો એટલી રકમ ઓછી કરીને બોલે એથી દેવદ્રવ્યને નુકસાન થાય, એ સમજી શકાય છે. માટે આનો વિરોધ કરનારાઓનો વિરોધ સાચો છે. પણ નકરામાં તો રકમ નક્કી થઇ ચૂકી હોવાથી એ મળવાની જ છે. તદુપરાંત સાધારણને પણ અમુક રકમ મળે. આમ કરી શકાય ? હા, એટલું જરૂર કે મૂર્તિનો લાભ લેવાની લાલચે સાધારણની આવક થાય. ચડાવા-બોલીના ક્ષેત્રને સ્પર્ચ્યા વિના નકરાથી જે કાર્યો ક૨વાના હોય, એની સાથે સાધારણ ખાતે અમુક રકમ ફરજિયાત જોડી શકાય કે નહિ ? આજે સાધારણનો તોટો સર્વત્ર છે. મરજીયાત કોઇ રકમ ભરતું નથી, માટે આવું કંઇ વિચારી શકાય ? For Personal and Private Use Only Jain Educationa International Page #66 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૨૬૯ સમાધાન– આ યોજનામાં દેવદ્રવ્યને ધક્કો પહોંચે છે. જેમકે મૂર્તિ ભરાવનારા એકથી વધારે થયા તો આગેવાનો બોલી ન બોલાવે, કિંતુ સાધારણ ખાતે ૫૦ હજારથી વધારે જે આપે તેને આદેશ આપે. આથી આમાં સ્પષ્ટ દેવદ્રવ્યની હાનિ થાય. વળી આગળ વધીને એવું પણ બને કે જ્યાં બોલી બોલાવવાની હોય ત્યાં પણ આગેવાનો સાધારણની ૨કમ મેળવવાના લોભથી બોલી ન બોલાવતાં નકરો રાખે તથા આ રીતે સાધારણની મળતી રકમ ભગવાનના નામે જ મળે છે. એ રીતે મેળવેલી સાધારણની રકમનો ઉપયોગ અંજનશલાકા કે પ્રતિષ્ઠા વગેરે પ્રસંગે સાધર્મિકવાત્સલ્યમાં પણ કરે. આમ ભગવાનના નામે રકમ મેળવવી અને તેનો ઉપયોગ પોતે કરવો એ કેટલા અંશે ઉચિત છે ? પોતાની નિશ્રામાં અંજનશલાકાદિ મહોત્સવ કરાવવો હોય અને શ્રાવકો મહોત્સવનો ખર્ચ આપે નહિ એથી કોઇ સાધુઓ આવી યોજના કરીને સાધારણની રકમ ઊભી કરીને એ રકમથી ધૂમધામથી મહોત્સવો કરે છે અને સાધર્મિક વાત્સલ્ય વગેરે કરાવે છે એવું મારા જાણવામાં આવ્યું છે. એથી વિચાર કરતાં જણાય છે કે આ રીતે ભગવાનના નામે સાધારણની ૨કમ ભેગી કરવી ઉચિત નથી. હવે પ્રશ્ન રહ્યો કે સાધારણ તોટો કેવી રીતે પૂરવો ? આ અંગે સૌથી પહેલી વાત એ છે કે ટ્રસ્ટીઓએ બિનજરૂરી સાધારણનો ખર્ચ ન થાય તેની કાળજી રાખવી જોઇએ. અનેક સ્થળે બિનજરૂરી પગારદાર માણસ, લાઇટ વગેરેનો ખર્ચ થતો હોય છે. રીપેરીંગ વગેરે કામ કરાવવું હોય તો કેવી રીતે ઓછા ખર્ચે સારું કામ થાય તેનું ધ્યાન ન રાખે તો ખર્ચ દોઢો કે બમણો થઇ જાય એવું બને. મહોત્સવો વગેરે પણ શ્રાવકો લાભ લેનારા હોય તો જ કરાવવા જોઇએ. સંઘના સાધારણ દ્રવ્યમાંથી મહોત્સવો ન કરાવવા જોઇએ. સાધુઓ જો સાધારણ દ્રવ્યનો મહિમા સમજાવે અને પ્રવચનમાં વારંવાર આ કહેવામાં આવે તો શ્રાવકો મરજીયાત સાધારણ દ્રવ્ય આપવા તૈયાર થાય. ધર્મ ભગવાનની આજ્ઞામાં છે. ભગવાનની આજ્ઞા છે કે, “વિવેકી પુરુષે મુખ્યવૃત્તિએ ધર્મ ખાતે કાઢેલું દ્રવ્ય For Personal and Private Use Only Jain Educationa International Page #67 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ શંકા-સમાધાન સાધારણ રાખવું. તેમ કરવાથી કયા ધર્મસ્થાનમાં જરૂર છે. એમ બરોબર વિચારીને તે સ્થળે તે દ્રવ્યનો વ્યય કરી શકાય. સાત ક્ષેત્રમાં જે ક્ષેત્ર સીદાતું હોય તે ક્ષેત્રમાં ધનનો વ્યય કરવાથી બહુ લાભ થાય.” આજે અજ્ઞાનતાના કારણે શ્રાવકો એમ સમજતા હોય છે કે સાધારણખાતું એટલે સામાન્ય ખાતું. સામાન્ય ખાતું એટલે જેમાં બહુ ઓછો લાભ મળે તેવું ખાતું. પણ સાધુઓએ તેમને સમજાવવું જોઇએ કે અપેક્ષાએ સાધારણ ખાતું એટલે અસાધારણ ખાતું, અર્થાત્ ઉત્તમ લાભ મેળવવાનું ખાતું તથા સાધુઓએ શ્રાવકોને એ પણ સમજાવવું જોઇએ કે જે મંદિરમાં અને જે ઉપાશ્રયમાં પોતે આરાધના કરે તે મંદિર પ્રત્યે અને ઉપાશ્રય પ્રત્યે આંતરિક મમત્વભાવ હોવો જોઈએ અને એથી એમાં જો ધનનો તોટો પડતો હોય તો મારે પહેલાં એ તોટો પૂરો કરીને પછી બીજા સ્થળે ધનનો સદુપયોગ કરવો, એવી ભાવનાથી સંપન્ન બનવું જોઇએ. જો બધા સાધુઓ આ રીતે ઉપદેશ આપે અને સાધારણ ખાતામાં દાન કરવાની પ્રેરણા કરે તો શ્રાવકો સાધારણ ખાતામાં દાન આપે. અથવા જે શ્રાવકો સાધારણ ખાતામાં પાંચ હજાર રૂપિયા કે તેથી વધારે રકમ આપે તેનું નામ બાર મહિના માટે બોર્ડમાં લખવું વગેરે ઉપાયોથી સાધારણ ખાતાની રકમ મેળવી શકાય. બોર્ડમાં એટલા માટે લખવાનું કે એ વાંચીને બીજાને પ્રેરણા મળે. આવા બીજા પણ ઉપાયો વિચારીને કરી શકાય. શંકા-૬૨૯. ધાર્મિક દ્રવ્યની વૃદ્ધિ માટે ગવૈયાઓની જેમ પૂજ્યશ્રીઓ પ્રેરણા કરી શકે કે નહિ ? અને તેવી પ્રેરણાથી બોલી આદિની રકમ સમયસર ભરપાઈ ન થાય તો દોષના ભાગીદાર કોણ બને? સમાધાન– ધાર્મિક દ્રવ્યની વૃદ્ધિ માટે મર્યાદાનુસાર પૂજ્યશ્રીઓ સદુપદેશ આપી શકે. પછીથી બોલી આદિની રકમ સમયસર ભરપાઈ ન થાય તો સદુપદેશ કરનાર દોષના ભાગીદાર ન બને, કિંતુ રકમ સમયસર ભરપાઈ ન કરનારા શ્રાવકો દોષના ભાગીદાર બને. Jain Educationa International For Personal and Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ ૨૭૧ શંકા-સમાધાન દેવદ્રવ્ય સંબંધી શંકા-સમાધાન શંકા- ૬૩૦. દેવદ્રવ્ય કોને કહેવાય ? સમાધાન- દેવદ્રવ્યના સમર્પિત અને પ્રાપ્ત એમ બે વિભાગ છે. (૧) પ્રભુભક્તોએ પ્રભુભક્તિ માટે આપેલું દ્રવ્ય સમર્પિત દેવદ્રવ્ય છે. (૨) બોલી વગેરેથી આવેલું દ્રવ્ય પ્રાપ્ત દેવદ્રવ્ય છે. તે આ પ્રમાણે- (૧) પ્રભુના પાંચ કલ્યાણક, વરઘોડો, પ્રભુજીની અષ્ટપ્રકારી પૂજા, નૂતન જિનમંદિરનું ખનન વગેરે, પર્યુષણમાં ચૌદ સ્વપ્ર અને ઘોડિયાપારણું ઇત્યાદિની બોલીનું દ્રવ્ય દેવદ્રવ્ય ગણાય. ટૂંકમાં પ્રભુજીના નિમિત્તે જે જે બોલી બોલાય, તે બધું દેવદ્રવ્ય ગણાય. (૨) તીર્થમાળ, ઉપધાનમાળ વગેરે માળની ઉછામણીનું દ્રવ્ય દેવદ્રવ્ય ગણાય. (૩) પૂજા માટે મૂકેલા ચોખા, ફળ, નૈવેદ્ય, નાળિયેર વગેરે, પ્રભુ સમક્ષ મૂકેલ ભંડાર, આરતી-મંગળદીવાની થાળીમાં નાંખવામાં આવતા પૈસા વગેરે દેવદ્રવ્ય ગણાય. (૪) ગુરુપૂજનમાં મૂકેલું દ્રવ્ય, ગુરુપૂજનની બોલી, ગુરુને કામળી વગેરે વહોરાવવાની બોલી, નૂતન દીક્ષિતના નામકરણને જાહેર કરવાના ચડાવાનું દ્રવ્ય વગેરે દેવદ્રવ્ય ગણાય. ટૂંકમાં ગુરુના નિમિત્તે પૂજનથી કે બોલીથી પ્રાપ્ત દ્રવ્ય દેવદ્રવ્ય ગણાય. શંકા-૬૩૧. દેવદ્રવ્યનો ઉપયોગ શેમાં શેમાં કરી શકાય ? સમાધાન– દેવદ્રવ્યના સમર્પિત અને પ્રાપ્ત એમ બે વિભાગ જણાવ્યા છે. તેમાં સમર્પિત દેવદ્રવ્ય દાતાના આશય મુજબ પરમાત્માની કોઈપણ પ્રકારની ભક્તિમાં ઉપયોગ કરી શકાય. જૈનશાસનમાં દાન કરવાના સાત ક્ષેત્ર છે. તેમાં સૌથી પહેલું ક્ષેત્ર જિનપ્રતિમા છે. સમર્પિત દેવદ્રવ્ય જિનપ્રતિમા ક્ષેત્રનું ગણાય. એથી તેનો ઉપયોગ જિનપ્રતિમા સંબંધી સર્વ કાર્યોમાં થઈ શકે. જેમ કેનવી પ્રતિમા ભરાવી શકાય. પ્રભુજીની આંગી કરાવી શકાય. પ્રતિમાજીના રક્ષણ માટેના બધા જ ખર્ચમાં આ દ્રવ્ય વાપરી શકાય. બીજા વિભાગનું (=બોલી આદિથી પ્રાપ્ત થયેલું) દેવદ્રવ્ય જિનમંદિર સંબંધી સર્વ કાર્યોમાં ઉપયોગી થઈ શકે. સાત ક્ષેત્રમાં Jain Educationa International For Personal and Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૨૭૨ બીજું ક્ષેત્ર જિનમંદિર ક્ષેત્ર છે. આ દેવદ્રવ્ય જિનમંદિર ક્ષેત્રનું ગણાય. આથી આ દ્રવ્યનો ઉપયોગ નીચે મુજબ કરી શકાય. (૧) જિનમંદિરનો જીર્ણોદ્ધાર કરી શકાય. (૨) નવું જિનમંદિર બંધાવી શકાય. (૩) પ્રભુજીનાં આભૂષણો બનાવી શકાય. (૪) આક્રમણના સમયે તીર્થની રક્ષા કરવામાં ઉપયોગ થઇ શકે. (૫) જ્યાં શ્રાવકોનાં ઘર ન હોય, અગર હોય પણ સ્થિતિસંપન્ન ન હોય, તથા બીજી કોઇ રીતે પૂજાના ખર્ચની રકમ મેળવી શકાય તેમ ન હોય ત્યાં પ્રભુજી અપૂજ ન રહે એટલા પૂરતી દેવદ્રવ્યથી પણ પૂજા કરાવી શકાય અને ત્યાં જૈનેતર પૂજારીને પગાર આપી શકાય. શંકા- ૬૩૨. દેવદ્રવ્યની વૃદ્ધિ માટે શ્રાવકોથી તે દ્રવ્ય વ્યાજે રાખી શકાય કે નહિ ? સમાધાન– શ્રાવકોએ દેવદ્રવ્ય વ્યાજે રાખવું યોગ્ય નથી. કેમ કે નિઃશૂકપણું થઇ જાય તથા જો અલ્પ પણ દેવદ્રવ્યનો ભોગ થઇ જાય તો સંકાશશ્રાવકની જેમ ભવિષ્યમાં અત્યંત કટુ વિપાકો ભોગવવા પડે એમ ગ્રંથોમાં જોવામાં આવે છે. (સેનપ્રશ્ન ઉ. ૩ પ્રશ્ન ૭૨૩) શંકા- ૬૩૩. દેવદ્રવ્યનું ભક્ષણ કરવાથી શો દોષ લાગે ? સમાધાન– દેવદ્રવ્યનું ભક્ષણ કરવાથી થતા અનર્થોને જણાવતાં શાસ્ત્રકારોએ કહ્યું છે કે દેવદ્રવ્યનું ભક્ષણ કરનાર મનુષ્ય મરીને નરક વગેરે દુર્ગતિમાં જાય છે અને અનેક ભવો સુધી દુર્ગતિમાં વિવિધ પ્રકારના શારીરિક-માનસિક કષ્ટોને સહન કરે છે. આમ કહીને દેવદ્રવ્યનું ભક્ષણ કરનાર સંકાશ શ્રાવક કેવા કેવા દુઃખો પામ્યો તેનું વિસ્તૃત વર્ણન કર્યું છે. માટે અજાણતાં પણ દેવદ્રવ્યનું ભક્ષણ ન થઇ જાય તેની અત્યંત કાળજી રાખવી જોઇએ. શંકા- ૬૩૪. જેને દેવદ્રવ્યનો પગાર અપાતો હોય, તેની પાસે કયા કયા કામો કરાવી શકાય અને કયા કયા કામો ન કરાવી શકાય ? સમાધાન– પૂર્વે કહ્યું તેવા સ્થાનમાં અપવાદે પૂજારીને કે મંદિરના નોકરને દેવદ્રવ્યમાંથી પગાર અપાતો હોય, તો તેની પાસેથી For Personal and Private Use Only Jain Educationa International Page #70 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૨૭૩ પ્રભુભક્તિ કે જિનમંદિર સિવાય કોઈ કામ ન કરાવી શકાય. પૂર્વે કહ્યું તેવા સ્થાન સિવાય બીજે ક્યાંય કોઈને ય દેવદ્રવ્યમાંથી પગાર ન આપી શકાય, તો કયા કયા કામો કરાવી શકાય અને ક્યા કયા કામો ન કરાવી શકાય, એ પ્રશ્નને જ અવકાશ રહેતો નથી. આમ છતાંય જો કોઈ સ્થળે પૂજારીને કે જિનમંદિરનું કામ કરનારા માણસને દેવદ્રવ્યમાંથી પગાર અપાતો હોય તો તેની પાસે પ્રભુભક્તિ કે જિનમંદિર સિવાય કોઈ કાર્ય ન કરાવી શકાય. આવા માણસો પાસેથી ઉપાશ્રયનો કાજો ન કઢાવી શકાય. સાધુ-સાધ્વીજીઓને ગોચરીના ઘરો કે વિહારનો માર્ગ બતાવવા ન મોકલી શકાય. સંઘની પેઢીનું કે સંઘનું તથા ઉપાશ્રયનું કોઈ કામ ન કરાવી શકાય. ટૂંકમાં જિનભક્તિ કે જિનમંદિર સિવાય કોઈ કાર્ય ન કરાવી શકાય. જેને દેવદ્રવ્યનો પગાર અપાતો હોય, તેની પાસેથી જિનભક્તિ કે જિનમંદિર સિવાયનું કામ કરાવનારાઓ મહાદોષના ભાગીદાર બને છે. શંકા- ૬૩૫. મુનીમને બધો પગાર દેવદ્રવ્યમાંથી અપાય ? મુનીમને દેવદ્રવ્યનું કામ ૧૦% થી ૨૦% હોય. બાકીનું કામ સાધારણને લગતું હોય. વાસણો ભાડે આપવા-પાછા લેવા વગેરે તેમજ મંડપો લેવા આવનારને આપવા વગેરે, ઉપરનું બધું વેચાણ કાર્ય કરવાનું તથા સાધારણના મકાનોના ભાડા ઉઘરાવવા વગેરે કામ હોય. આવા મુનીમને દેવદ્રવ્યમાંથી પગાર અપાય ? સમાધાન– ન જ અપાય. પૂજારીને પણ દેવદ્રવ્યમાંથી પગાર ન અપાય તો મુનમને તો ક્યાંથી જ અપાય? તેમાં પણ આવું કામ જેની પાસે કરાવવાનું હોય તેવા મુનીમને તો સુતરાં ન અપાય. શંકા– ૬૩૬. દેવદ્રવ્યની રકમમાંથી કોને કોને પગાર અપાય ? સમાધાન- પૂર્વે કહ્યું તેમ જયાં શ્રાવકનાં ઘર ન હોય, અગર હોય પણ સ્થિતિસંપન્ન ન હોય અને બીજી કોઈ રીતે પૂજારીના પગારની વ્યવસ્થા થઈ શકે તેમ ન હોય ત્યાં અપવાદે પૂજારીને કે મંદિરના નોકરને દેવદ્રવ્યની રકમમાંથી પગાર આપી શકાય. આ સિવાય કોઇને પણ દેવદ્રવ્યમાંથી પગાર ન આપી શકાય. Jain Educationa International For Personal and Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ શંકા-સમાધાન શંકા- ૬૩૭. દેવદ્રવ્યની રકમમાંથી મહારાષ્ટ્રના એક તીર્થમાં ધર્મશાળાનું બાંધકામ કર્યું છે. તેના ટ્રસ્ટીઓ કહે છે કે અમે દેવદ્રવ્યનું વ્યાજ ભરી દઇશું. આ રીતે દેવદ્રવ્યનો ઉપયોગ થઈ શકે ? સમાધાન- આ રીતે દેવદ્રવ્યનો ઉપયોગ ન થઈ શકે. કારણ કે, શ્રાદ્ધવિધિ, દ્રવ્યસપ્તતિકા વગેરે ગ્રંથોમાં શ્રાવકને વ્યાજથી પણ દેવદ્રવ્ય આપવાનો નિષેધ કર્યો છે. નિષેધનું કારણ એ છે કે દેવદ્રવ્યનો ઉપયોગ કરવાથી શ્રાવક સૂગ વગરનોસંકોચ વગરનો થઈ જાય વગેરે દોષોની સંભાવના છે. દેવદ્રવ્યનો ઉપયોગ કરવાથી હિસાબમાં ભૂલ થવી વગેરે કારણે દેવદ્રવ્યનો ઉપયોગ થઈ જાય વગેરે દોષ સંભવિત છે. દેવદ્રવ્યનો અજાણતાં ય થોડો પણ ઉપયોગ થઇ જાય તો ઘણા કાળ સુધી સંસારમાં વિવિધ શારીરિક-માનસિક દુઃખો ભોગવવા પડે છે એમ શાસ્ત્રમાં સંકાશ શ્રાવકના દષ્ટાંતથી જણાવ્યું છે. માટે શ્રાવક દેવદ્રવ્યનો ઉપયોગ વ્યાજથી પણ ન કરે એ જ હિતાવહ છે. શંકા- ૬૩૮. ટ્રસ્ટીઓ આ રીતે દેવદ્રવ્યનો ઉપયોગ કરે તો પાપના ભાગીદાર બને ? સમાધાન– જિનાજ્ઞાનો ભંગ કરનારા ટ્રસ્ટીઓ અવશ્ય પાપના ભાગીદાર બને. શંકા-૬૩૯. ટ્રસ્ટીઓ જ્યાં આ રીતે દેવદ્રવ્યનો ઉપયોગ કરતા હોય ત્યાં દેવદ્રવ્યના ચડાવા બોલવા કે નહિ ? સમાધાન આવા સ્થળે દેવદ્રવ્યના ચડાવા ન બોલવા એ જ હિતાવહ છે. શંકા- ૬૪૦. ટ્રસ્ટીઓ આ રીતે દેવદ્રવ્યનો ઉપયોગ કરતા હોય તો સંઘ દોષિત બને ? સમાધાન- સંઘ દોષિત બને. શંકા- ૬૪૧. દેવદ્રવ્યના કેસર-સુખડ વગેરેથી દેવ-દેવીની પૂજા થાય ? સમાધાન ન થાય. Jain Educationa International For Personal and Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૨૭૫ શંકા- ૬૪૨. પ્રભુજીના દ્રવ્યમાંથી જ લીધેલા કેસરથી દેવદેવીની પૂજા વગેરે થાય છે તે યોગ્ય છે ? સમાધાન– પ્રભુજીનું દ્રવ્ય જો દેવદ્રવ્ય ન હોય, પ્રભુજીના જ દ્રવ્યમાંથી લીધેલા કેસરથી દેવ-દેવીની પૂજા વગેરે કરવામાં બાધ જણાતો નથી. કારણ કે પ્રભુજીનું દ્રવ્ય એમ વ્યવહારથી બોલાય. પણ કેસર જે લવાતું હોય છે તે દહેરાસરના કોઈ પણ કામમાં ઉપયોગી બને એ હેતુથી લવાતુ હોય છે. આમાં સંકલ્પની મુખ્યતા છે. દહેરાસરના કોઈ પણ કામમાં ઉપયોગમાં આવે એ હેતુમાં દેવદેવી વગેરેનો પણ સંકલ્પ આવી જાય છે. બીજી વાત પ્રભુજીની સાથે અધિષ્ઠાયક દેવ-દેવી પણ આવી જાય છે. જેમ કે, કોઈ રાજાને ભોજનનું આમંત્રણ આપે તો એની સાથે રહેનારા સેવકો વગેરે પણ આવી જાય છે. સેવકોને અલગ આમંત્રણ આપવાનું હોતું નથી. એમ પ્રભુજીના દ્રવ્યમાંથી દેવ-દેવીની પૂજા વગેરે કરવામાં વાંધો જણાતો નથી. અહીં એટલું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે કે, ઉછામણી આદિથી જે દેવદ્રવ્યની ઉપજ થઈ હોય તેમાંથી દેવ-દેવીની તો પૂજા ન થાય, કિંતુ પ્રભુજીની પણ પૂજા ન થાય. જ્યાં જૈનોનાં ઘરો ન હોય વગેરે કારણથી સાધારણની આવક ન હોવાના કારણે ત્યાં દેવદ્રવ્યમાંથી (પ્રભુજી અપૂજ ન રહે એ માટે) પૂજા કરવી પડે તો એ અપવાદરૂપ ગણાય. શંકા- ૬૪૩. દેવદ્રવ્યની રકમના અંગલુંછણાંમાંથી દેવ-દેવીને અંગલુછણાં કરી શકાય ? સમાધાન ન કરી શકાય. ભગવાનનાં અંગલુછણાં પણ સાધારણની કે જિનમંદિર સાધારણની રકમના હોવા જોઈએ અથવા કોઇએ જિનભક્તિ માટે જે રકમ આપી હોય તે રકમના હોવા જોઇએ. શંકા- ૬૪૪. દેવદ્રવ્યની રકમમાંથી દેવ-દેવીના શિખરની ધજા બનાવી શકાય ? સમાધાન ન બનાવી શકાય. Jain Educationa International For Personal and Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન શંકા- ૬૪૫. બિલ્ડીંગો વચ્ચે દેરાસર હોય, દેરાસરની આસપાસ મોટું કંપાઉંડ હોય, કંપાઉંડમાં આરામ વગેરે માટે ભાઇઓ બેસતા હોય, તો કંપાઉંડમાં દેવદ્રવ્યની રકમમાંથી લાઇટ લગાવી શકાય ? સમાધાન– અહીં મુખ્ય વાત એ છે કે દહેરાસરમાં અંદર કે બહાર ઇલેક્ટ્રીકનો ઉપયોગ કરવો જ ન જોઇએ. અહિંસાનો માર્ગ બતાવનારા જિનેશ્વરોના મંદિરોમાં મહાહિંસાથી ઉત્પન્ન થતા સાધનોનો ઉપયોગ કેમ કરી શકાય ? દહેરાસરના રક્ષણ માટે જ બહાર લાઇટનો ઉપયોગ કરવો પડતો હોય, તો પહેલાં નંબરમાં દેવદ્રવ્યનો ઉપયોગ ન કરવો જોઇએ. હવે જો સાધારણની આવક થઇ શકે એમ ન હોય તો બીજા નંબરમાં દેવદ્રવ્યનો ઉપયોગ થઇ શકે. બહારના ભાગમાં દેવદ્રવ્યમાંથી લાઇટનો ઉપયોગ થતો હોય, તો ત્યાં આરામ વગેરે માટે બેસનારાઓને દેવદ્રવ્યના ઉપયોગનો દોષ લાગે. ૨૭૬ શંકા- ૬૪૬. જે કમ્પાઉન્ડમાં દેરાસર, ઉપાશ્રય, ધર્મશાળા, ભોજનશાળા વગેરે હોય તે આખા કમ્પાઉન્ડને ફરતી દીવાલ બનાવવી હોય, તો દેવદ્રવ્યમાંથી બનાવી શકાય ? કે એમાં દેવદ્રવ્ય અને સાધારણના ભાગ પાડવા પડે ? સમાધાન– તમે સૂચવ્યા મુજબ દેરાસરનો ભાગ તો બહુ જ થોડો છે. ઉપાશ્રય વગેરેનો ભાગ જ ઘણો છે. આથી સંપૂર્ણ દીવાલ સાધારણ ખાતાની ૨કમમાંથી જ બનાવવી જોઇએ. આવી કમ્પાઉન્ડદીવાલ દેવદ્રવ્યમાંથી તો કોઇ પણ રીતે ન જ બનાવી શકાય. શંકા— ૬૪૭. એ બધામાં દાખલ થવાનો મુખ્ય દરવાજો દેવદ્રવ્યમાંથી બનાવી શકાય ? સમાધાન– આનો જવાબ ઉપર મુજબ જાણવો. શંકા- ૬૪૮. આખા કમ્પાઉન્ડની જમીનની લાદી દેવદ્રવ્યની રકમમાંથી લગાવી શકાય ? સમાધાન- ન લગાવી શકાય. કેવળ સાધારણ દ્રવ્યની રકમમાંથી બનાવી શકાય. જિનમંદિર દેવદ્રવ્યમાંથી બનાવ્યું હોય તો પણ તેનું કમ્પાઉન્ડ તો સાધારણ દ્રવ્યમાંથી જ બનાવવું જોઇએ. કારણ કે For Personal and Private Use Only Jain Educationa International Page #74 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન દેરાસરના કમ્પાઉન્ડમાં લોકો ઊભા રહે, બેસે અને અનેક પ્રકારની વાતો કરે, સામાન વગેરે મૂકે. શંકા- ૬૪૯. બિલ્ડર ચારે બાજુ ઊંચી બિલ્ડીંગો બાંધે, વચ્ચે દેરાસર-ઉપાશ્રય બાંધે, દેરાસરની આસપાસ મોટું કમ્પાઉન્ડ હોય, તેમાં જૈન બાળકો રમતા હોય, સાંજે તથા રજાના દિવસે સંઘના બધા લોકો પણ બેસતા હોય, તો તે કમ્પાઉન્ડમાં દેવદ્રવ્યની રકમમાંથી લાદી પાથરી શકાય ? એ લાદી પરથી સાધુ-સાધ્વીજી ગોચરી વહોરવા જતા હોય. સમાધાન- કમ્પાઉન્ડમાં દેવદ્રવ્યની રકમમાંથી લાદી ન પાથરી શકાય. જો દેવદ્રવ્યની રકમમાંથી લાદી પથરાઈ ગઈ હોય, તો તેટલી સાધારણ ખાતાની રકમ દેવદ્રવ્યમાં વ્યાજ સાથે જમા કરી દેવી જોઇએ. શંકા- ૬૫૦. દેવદ્રવ્યના રંગના ખાલી ડબા ઉપાશ્રય કે આયંબિલ શાળામાં વાપરી શકાય ? સમાધાન- ઉચિત દામ-પૈસા દેવદ્રવ્યમાં નાખીને વાપરી શકાય. શંકા- ૬૫૧. દેરાસર માટે આવેલો રંગ તથા ફર્નીચર વગેરે સામગ્રી ઉપાશ્રયમાં વાપરી શકાય ? સમાધાન- સાધારણ ખાતામાંથી આવેલ હોય તો વાપરી શકાય. જિનમંદિર સાધારણ ખાતામાંથી કે દેવદ્રવ્યમાંથી આવેલ હોય, તો ન વાપરી શકાય. શંકા- ૬૫ર. દેરાસરના આવેલા પૈસા જેમ કે (૧) ચઢાવાના પૈસા, (૨) દેરાસરની કોઈ જગ્યા જે ભાડાથી આપેલી હોય તેના ભાડારૂપે આવેલા પૈસા, (૩) ભંડારના પૈસા, (૪) સાધારણ ખાતાના પૈસા, આ બધા પૈસા બેન્કના ખાતામાં મૂક્યા હોય તો ચાલે ? સમાધાન– કોઈ પણ પ્રકારની ધાર્મિક રકમ બેન્કમાં રાખવી યોગ્ય જણાતી નથી. કારણ કે તે રકમ હિંસક માછીમાર વગેરેને પણ આપવામાં આવે, તેથી એ રકમથી હિંસા આદિ મોટા પાપોને પણ પોષણ મળે. આમ છતાં આજના સંયોગોમાં ધાર્મિક રકમની સલામતી અંગે ભય રહે, તેથી અનિવાર્ય સંયોગોમાં અમુક રકમ Jain Educationa International For Personal and Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ શંકા-સમાધાન બેન્કમાં રાખવી પડે, તે જુદી વાત. પણ દરેક ખાતાની ૨કમના ખાતા જુદા જુદા હોવા જોઇએ. પણ કોઇ કોઇ સ્થળે બધા જ ખાતાની ૨કમ માટે એક જ કોથળી રાખવામાં આવે છે, તે તો મોટા દોષરૂપ છે. સાધારણ જેવા ખાતાના પૈસા ન છૂટકે જ રાખવા પડે તો રાખવા. બાકી દેવદ્રવ્યના પૈસાનો તો સદુપયોગ જ કરી નાખવો જોઇએ. શંકા- ૬૫૩. આજે દેવદ્રવ્યની રકમ ફરજિયાત બેંકમાં મૂકવી પડે છે. એથી એનું વ્યાજ ઓછું આવે. તેના બદલે મકાનના બાંધકામમાં દેવદ્રવ્ય વાપરીને બેંકના વ્યાજ જેટલા રૂપિયા દેવદ્રવ્યને વ્યાજ આપીને બાકીની ભાડાની વધારાની આવક થાય, તે સાધારણમાં લઇ જઇ શકાય ખરી ? દા.ત. ૫ લાખ રૂપિયા દેવદ્રવ્યના મકાનમાં રોકી ૨૫ હજાર રૂપિયા ભાડુ આવે. તેમાંથી ૨૦ હજા૨ બેંકના વ્યાજ મુજબ દેવદ્રવ્યને વ્યાજ આપવું. પાંચ હજાર પાંચ લાખમાંથી બાદ કરવા, ધીમે ધીમે દેવદ્રવ્ય ભરાતું જાય. દેવદ્રવ્યની રકમમાંથી બંધાયેલ મકાન સાધારણનું થઇ શકે. દેવદ્રવ્યને નુકસાન તો પહોંચતું નથી. જે વ્યાજ હતું તે આપ્યું છે. સમાધાન— અહીં સૌથી પહેલી વાત એ છે કે, દેવદ્રવ્યને રાખી મૂકવું ન જોઇએ. દેવદ્રવ્યનો જેમ બને તેમ જલદી જીર્ણોદ્ધાર વગેરેમાં ઉપયોગ કરી દેવો જોઇએ. આજે બેંકમાં વ્યાજ વધારે આવે, તો પણ દેવદ્રવ્ય મૂકવું યોગ્ય નથી. કારણ કે એ દેવદ્રવ્ય હિંસકોને પણ કર્માદાનના ધંધા કરનારને પણ પહોંચે. એથી પાપને પુષ્ટિ મળે. જો દેવદ્રવ્યનો તત્કાળ ઉપયોગ કરી દેવામાં આવે, તો બેંક વગેરેમાં રાખવાનો પ્રશ્ન જ ન આવે. બેંકમાં દેવદ્રવ્ય મૂકનારાઓને પણ એ પાપ લાગે. તથા દેવદ્રવ્યથી આ રીતે પાપને ઉત્તેજન આપવું, એ જરાય યોગ્ય નથી. અહીં પ્રશ્ન થાય કે શાસ્ત્રોમાં દેવદ્રવ્યની વૃદ્ધિ કરવાનો ઉપદેશ આપ્યો છે. આથી જ વાર્ષિક અગિયાર કર્તવ્યોમાં દેવદ્રવ્યવૃદ્ધિ પણ એક કર્તવ્ય છે. હવે જો દેવદ્રવ્યનો તત્કાળ ઉપયોગ કરી દેવામાં આવે અને એથી બેંક વગેરેમાં મૂકવામાં ન આવે, તો એની વૃદ્ધિ For Personal and Private Use Only Jain Educationa International Page #76 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૨૭૯ ક્યાંથી થાય ? આનો ઉત્તર એ છે કે, દેવદ્રવ્યની વૃદ્ધિ કરવાનું કહ્યું છે એ વાત સાચી છે. પણ દેવદ્રવ્યની વૃદ્ધિ કરવાનું શા માટે કહ્યું છે, તે સમજવાની જરૂર છે. દેવદ્રવ્યની વૃદ્ધિ કરવાનું એટલા માટે કહ્યું છે કે, દેવદ્રવ્ય વધારે હોય, તો જ્યાં જ્યાં જરૂર હોય, ત્યાં ત્યાં એનો ઉપયોગ કરી શકાય. ઉપયોગ કરવાની જરૂર હોવા છતાં ઉપયોગ ન કરવો અને સંગ્રહી રાખવું એ શાસ્ત્રવિરુદ્ધ છે. આજે જીર્ણોદ્ધાર વગેરેમાં દેવદ્રવ્યની એટલી બધી જરૂર છે કે, દરેક સંઘ તેનો ઉપયોગ કરવા માંડે, તો સંગ્રહ કરવાનો અવકાશ જ ન રહે. હવે જો દેવદ્રવ્યનો સંગ્રહ કરવાનો અવકાશ જ ન હોય તો પછી બેંક વગેરેમાં મૂકવાનો પ્રશ્ન જ રહેતો નથી. આથી બાંધકામમાં પણ દેવદ્રવ્યને વાપરવાનો પ્રશ્ન રહેતો નથી. પણ આજે અનેક સ્થળે ટ્રસ્ટીઓને પણ દેવદ્રવ્ય ઉપર પણ મમતા થઇ જાય છે અને એથી જરૂર હોવા છતાં દેવદ્રવ્યનો ઉપયોગ કરતા નથી. (બધા જ ટ્રસ્ટીઓ આવા છે એમ ન સમજવું). દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી અને જરૂર હોવા છતાં દેવદ્રવ્ય સંગ્રહી રાખવું, એ બેમાં ઘણો ભેદ છે. હવે દેવદ્રવ્યની વૃદ્ધિ કેવી રીતે કરવી, તે પણ સમજવાની જરૂર છે. હિંસાને પોષણ મળે, ઉત્તેજન મળે, એ રીતે દેવદ્રવ્યની વૃદ્ધિ કરવાનું શાસ્ત્રકારોએ કહ્યું નથી. જો શાસ્ત્રવિરુદ્ધ દેવદ્રવ્યની વૃદ્ધિ કરવામાં આવે, તો આત્માનું અહિત થાય. ધર્મસંગ્રહ અને દ્રવ્યસપ્તતિકા વગેરે ગ્રંથોમાં કહ્યું છે કે “કેટલાક મોહમૂઢ અજ્ઞાની જીવો જિનાજ્ઞાથી વિપરીત રીતે દેવદ્રવ્યની વૃદ્ધિ કરનારા સંસાર સમુદ્રમાં ડુબે છે. એટલે બેંકમાં રાખીને દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી, તે શાસ્ત્રીય નથી. એ જ રીતે દેવદ્રવ્યથી મકાનો બાંધીને દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી, એ પણ યોગ્ય નથી. દેવદ્રવ્યના મકાનોમાં જીવો હિંસાદિ પાપો કરે, પાપવૃદ્ધિનું કારણ બને, તેમાં અબ્રહ્મ સેવન આદિ પાપો કરે. આમ છતાં કોઇ દેવદ્રવ્યથી મકાનો બંધાવીને બેંક કરતાં વધારે વ્યાજ મેળવે, તો પણ વધારાનું વ્યાજ પણ દેવદ્રવ્યમાં જ જાય, સાધારણમાં ન જ જાય. એથી પ્રશ્નકારે લખ્યું તેમ For Personal and Private Use Only Jain Educationa International Page #77 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ શંકા-સમાધાન દેવદ્રવ્યની રકમથી બંધાયેલ મકાન સાધારણનું ન થઈ શકે. કારણ કે વ્યાજ મૂળ તો દેવદ્રવ્યથી જ મળ્યું છે. શંકા- ૬પ૪. કેટલાક લોકો એવું કહે છે કે દેવદ્રવ્યની રકમ સરકારી બેન્કમાં રાખવાથી બેન્કવાળા મત્સ્યોદ્યોગ વગેરેમાં ધિરાણ કરે, એના કરતાં એ રકમ ઉપાશ્રયના કામમાં જરૂર હોય અથવા કોઈ પણ નવા મકાન વગેરે બનાવી તેમાં રોકી ૧૦% દેવદ્રવ્યનું વ્યાજ આપવું વધારે સારું છે અથવા શ્રાવકને વ્યાજે આપવા. તો શું આ રીતે આપી શકાય ? સમાધાન– આ બધા વિકલ્પો શાસ્ત્રસંગત નથી. સૌથી મહત્ત્વની વાત એ છે કે દેવદ્રવ્યની રકમ બેન્કમાં રાખવાની જરૂર જ શી છે? દેવદ્રવ્યની રકમ જિનમંદિરનો જીર્ણોદ્ધાર વગેરેમાં વાપરી નાખવી જોઈએ. આજે અનેક ટ્રસ્ટો લાખો-કરોડો રૂપિયા ખર્યા વિના રાખી મૂકે છે, તે ખોટું છે. આજે જો જયાં જિનમંદિરની જરૂર હોય, ત્યાં જિનમંદિર બંધાવવામાં અને જીર્ણોદ્ધાર વગેરેમાં દેવદ્રવ્યનો ઉપયોગ કરી નાંખવામાં આવે, તો બેન્કમાં રાખવાનો પ્રશ્ન જ ન રહે. ક્યાંક ક્યાંક ટ્રસ્ટીઓને જ પોતાના ટ્રસ્ટના ધનની મૂછ-મમતા થઈ જતી હોય છે અને બીજા સ્થળે જરૂર હોવા છતાં આપતા નથી. દેવદ્રવ્યની રકમ સરકારી બેન્કમાં મત્સ્યોદ્યોગ વગેરેમાં ધિરાણ કરે એવી ચિંતા જેમને હોય તેમણે દેવદ્રવ્યનો નિરર્થક સંગ્રહ કરનારા ટ્રસ્ટીઓને દેવદ્રવ્યનો યોગ્ય રીતે ઉપયોગ કરી નાખવા માટે સમજાવવા જોઇએ. બાકી આવા વિકલ્પો કોઈ પણ રીતે યોગ્ય નથી. શ્રાવક વ્યાજથી પણ દેવદ્રવ્યનો ઉપયોગ ન કરી શકે. (આત્મપ્રબોધ ગાથા ૧૮ની ટીકા). વ્યાજથી પણ દેવદ્રવ્યનો ઉપાશ્રયમાં ઉપયોગ ન કરી શકાય. શંકા- ૬પપ. ગુરુપૂજન કે જ્ઞાનપૂજનના ભંડારમાં આવેલા સોના-ચાંદીના સિક્કા સોના-ચાંદીના જૈન વેપારીને વેચી શકાય ? સમાધાન ન વેચી શકાય. કારણ કે લેનાર જૈન વેપારી તેમાંથી કમાણી કરે. આ કમાણી તેણે દેવદ્રવ્યમાંથી કરી. આનો અર્થ એ થયો કે કમાવા માટે તેણે જ્ઞાનદ્રવ્ય-દેવદ્રવ્યનો ઉપયોગ કર્યો. આ રીતે Jain Educationa International For Personal and Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૨.૮૧ પોતાની કમાણી માટે દેવદ્રવ્યનો ઉપયોગ કરવાથી મોટો દોષ લાગે. આ વિષયમાં જૈનોએ એક વાત ખાસ સમજી લેવાની જરૂર છે કે જે સિક્કામાં દેવ વગેરે પૂજ્ય વસ્તુની છાપ હોય કે અક્ષરો હોય તેવા સિક્કાની પ્રભાવના ન કરવી જોઇએ. કારણ કે જેને તે મળે તેને સાંસારિક કામ માટે પૈસાની જરૂર હોય, તો પણ તેને વેચીને પૈસા ન મેળવી શકે. હવે જો વેચે તો લેનાર માણસ તેને ગાળે, તેથી છાપનો કે અક્ષરનો વિનાશ થાય. વેચનાર આ દોષમાં નિમિત્ત બને. એથી તેને પણ દોષ લાગે. તેવી રીતે ભંડારમાં પણ આવા સિક્કા ન નાખવા જોઈએ. આવા સિક્કાથી ગુરુપૂજન પણ ન કરવું જોઈએ. શંકા- ૬પ૬. ગુરુના સામૈયામાં શ્રાવકોથી રૂપિયાની નોટો ગુરુ ઉપર ઓવારીને ઢોલીને પ્રીતિદાન રૂપે આપી શકાય ? એ દ્રવ્ય દેવદ્રવ્ય ન ગણાય ? સમાધાન- ગુરુપૂજન કર્યું ન હોવાથી એ દ્રવ્ય દેવદ્રવ્ય ન ગણાય. ઢોલીને પ્રીતિદાનરૂપે આપવામાં બાધ નથી. શંકા- ૬૫૭. ઉપાશ્રયમાં કામ કરતા, કાજો કાઢનારા, સાધુ મહારાજને ઘર દેખાડતા અને આયંબિલ શાળામાં કામ કરતા માણસને દેવદ્રવ્યનો પગાર આપી શકાય ? સમાધાન ન આપી શકાય. શંકા- ૬૫૮. સાધુ-સાધ્વી મહારાજના વાડાની સફાઈ આદિ કરનારને દેવદ્રવ્યમાંથી પગાર અપાય ? સમાધાન ન અપાય. શંકા- ૬૫૯. દેરાસરોના પૂજારીના પગારોનું ધોરણ ઘણું જ નીચું છે. કોઈ સ્થળે પૂજારીને સાધારણ-દેવદ્રવ્યમાંથી ૫૦%-૫૦% આપવામાં આવે છે. કારણ કે સાધારણની આવક ઓછી છે. દેવદ્રવ્યમાંથી આપીને પણ પૂજારીનો પગાર વધારવા અંગે ઉપદેશ આપી શકાય ? સમાધાન- વર્તમાનમાં વધતી જતી મોંઘવારીને લક્ષમાં રાખીને દેરાસરોના પૂજારીઓને યોગ્ય પગાર આપવ ' પણ તે પગાર Jain Educationa International For Personal and Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ ૨૮ર શંકા-સમાધાન સાધારણ ખાતામાંથી આપવો જોઇએ. સાધારણની આવક ઓછી હોય, તો સંઘના આગેવાનોએ સાધારણની આવક વધારવા યોગ્ય પ્રયત્ન કરવો જોઇએ. જો સાધુઓ શ્રાવકોને સાધારણ ખાતામાં આપેલું દાન વિશેષ લાભનું કારણ છે, એમ સમજાવે-હૈયામાં જચાવે, તો શ્રાવકો સાધારણ ખાતામાં વિશેષરૂપે આપે. આજે મોટાભાગના શ્રાવકોના મનમાં ભગવાનની બોલી બોલવામાં વિશેષ લાભ મળે અને સાધારણ ખાતામાં આપવામાં ઓછો લાભ મળે, એવું ઠસી ગયું હોય છે. એથી ભગવાનની બોલીમાં ઘણો લાભ લે છે અને સાધારણ ખાતામાં બહુ જ અલ્પ લાભ લે છે. પણ જો સાધારણ ખાતામાં આપવાથી પણ કઈ રીતે વિશેષ લાભ થાય, એ ઠસાવવામાં આવે, તો શ્રાવકો સાધારણ ખાતામાં પણ વિશેષ લાભ લે અને એથી સાધારણ ખાતામાં તોટો ન રહે. સાધારણ ખાતામાં ધનના દાનનું મહત્ત્વ જણાવતાં ધર્મ સંગ્રહમાં કહ્યું છે કે “શ્રાવકે મુખ્યતયા પોતાના ધનને સાધારણ ખાતામાં જ અર્પણ કરવું એ ઉત્તમ છે. કારણ કે સાધારણ ખાતામાં અર્પણ કરેલું ધન સર્વ ધર્મકાર્યોમાં ઉપયોગી બને છે.” અહીં “સાધારણ ખાતામાં જ” એમ જકારનો ઉલ્લેખ કરીને સાધારણ ખાતામાં દાન કરવા તરફ વિશેષ લક્ષ આપવું જોઈએ એમ સૂચવ્યું છે. સંવેગરંગશાળા ગ્રંથમાં પણ સાધારણ દ્રવ્યનું મહત્ત્વ જણાવતાં કહ્યું છે કે- “આ સાધારણ દ્રવ્ય મેળવવા માટે પ્રારંભ કરતા આત્માને તે જ દિવસથી જિનમંદિર વગેરે સર્વની સેવા ચાલુ થાય છે. માટે સર્વ રીતે વિચારીને સ્વવૈભવ અનુસાર કંઈક પણ પોતાના ધનથી જેઓ સાધારણ દ્રવ્યને એકઠું કરવા પ્રારંભ કરે છે, જેઓ અન્યાયાદિ કર્યા વિના વિધિપૂર્વક પ્રતિદિન તેની વૃદ્ધિ કરે છે, અચલિત ચિત્તવાળા જે મહાસત્ત્વશાળીઓ તેનું રક્ષણ કરે છે અને જેઓ તે તે સ્થાને જરૂર પ્રમાણે ખર્ચે છે તે ધીરપુરુષો તીર્થકર નામકર્મને બાંધે છે. જે સ્ત્રી અથવા પુરુષ પ્રારંભ થયા પછી પોતાના ધનને સાધારણમાં આપે છે, તે નિયમા પરમ કલ્યાણની પરંપરાને પામે Jain Educationa International For Personal and Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૨૮૩ છે. આ ભવમાં પણ પોતાના યશસમૂહથી ત્રણે ય ભુવનને ભરી દેતો પુણ્યાનુબંધી સંપત્તિનો સ્વામી, પવિત્ર ભોગસામગ્રીવાળો અને ઉત્તમ પરિવારવાળો બને છે...” આ પ્રમાણે સાધારણ દ્રવ્યનું પણ મહત્ત્વ હોવાથી સંઘના આગેવાનોએ તે તે ઉપાયોથી સાધારણ દ્રવ્યને વધારવાનો યોગ્ય પ્રયત્ન કરવો જોઇએ. સંઘના આગેવાનોએ સાધારણ દ્રવ્યનો જરા પણ દુરુપયોગ ન થાય તેની પૂર્ણ કાળજી રાખવી જોઈએ. કેમ કે સો રૂપિયાથી થઈ શકતા કામમાં બેદરકારીથી સવા સો રૂપિયા ખર્ચી નાખે તો તે સાધારણનો દુરુપયોગ થયો ગણાય. દેવદ્રવ્યમાંથી આપીને પણ પૂજારીનો પગાર વધારવાનો ઉપદેશ આપવો યોગ્ય જણાતો નથી. સાધારણની આવક ઓછી હોય તો સાધારણની આવક વધારીને પૂજારીનો પગાર વધારી શકાય એવો ઉપદેશ આપવો જોઇએ. શંકા- ૬૬૦. ઉપાશ્રય માટે દેવદ્રવ્યમાંથી લોન લેવામાં આવે ત્યારે તેનું વ્યાજ ચૂકવી દેવું જોઇએ કે હવાલો નાખે તો ચાલે? સમાધાન– (૧) સર્વપ્રથમ તો હકીકત એ છે કે ઉપાશ્રય માટે દેવદ્રવ્યમાંથી લોન લઈ શકાય નહિ. (૨) કદાચ તેવા અનિવાર્ય સંયોગોમાં દેવદ્રવ્યમાંથી ઉપાશ્રય માટે લોન લીધી હોય તો જેમ બને તેમ જલદી એ લોન પાછી આપી દેવી જોઇએ. (૩) એ લોન જ્યાં સુધી પાછી ન અપાય ત્યાં સુધી તેનું વ્યાજ ચૂકવી દેવું જોઇએ, માત્ર હવાલો નાખવાથી જ ન ચાલે. વ્યાજ પણ વ્યવહારમાં અપાતા વ્યાજ પ્રમાણે કે તેનાથી થોડું વધારે આપવું જોઇએ. (૪) જો વ્યાજ ચૂકવાય નહિ તો એ સ્થાનનો ચતુર્વિધ સંઘથી ઉપયોગ ન કરી શકાય. લોનનું વ્યાજ ચૂકવાયું નથી એની ખબર પડવા છતાં તે સ્થાનનો ઉપયોગ કરવામાં આવે તો ઉપયોગ કરનારને દેવદ્રવ્યભક્ષણનો દોષ લાગે. દેવદ્રવ્યનું ભક્ષણ કરનારને દુર્ગતિના ભયંકર દુઃખો ભોગવવા પડે છે. (૫) આવું કરનાર ટ્રસ્ટીઓને આરાધકોએ “આ ખોટું થાય છે” એમ સમજાવવું જોઇએ. છતાં ટ્રસ્ટીઓ ન માને તો આરાધકોએ એ Jain Educationa International For Personal and Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ શંકા-સમાધાન સ્થાનનો ઉપયોગ ન કરવો અથવા પોતે ઉપયોગ કર્યો તે બદલ યોગ્ય વ્યાજ દેવદ્રવ્યમાં આપી દેવું જોઇએ. શંકા- ૬૬૧. ઉપાશ્રય અને મંદિર ભેગા (નીચે ઉપાશ્રય અને ઉપર મંદિર) બંધાતાં હોય ત્યારે દેવદ્રવ્ય અને સાધારણ દ્રવ્યના ખર્ચનો હિસાબ કેવી રીતે કરવો ? સમાધાન- ઉપાશ્રય અને મંદિર ભેગા બંધાતાં હોય ત્યારે શક્ય હોય તો સંપૂર્ણ ખર્ચ સાધારણ દ્રવ્યમાંથી કરવો જોઇએ, અર્થાત્ દેરાસરના બાંધકામમાં પણ દેવદ્રવ્ય ન વાપરતાં સાધારણ દ્રવ્ય વાપરવું જોઇએ. તેમ શક્ય ન જ બને તો સંપૂર્ણ જમીન તો સાધારણ દ્રવ્યની જ હોવી જોઇએ. બાંધકામમાં ઉપાશ્રયનું ધાબું કે જે મંદિરનું રંગમંડપનું તળિયું છે તે પણ સાધારણ દ્રવ્યનું હોવું જોઇએ. દીવાલોમાં પણ ઉપાશ્રય સુધીની દીવાલનો ખર્ચ સાધારણ દ્રવ્યમાંથી કાઢવો જોઇએ. આ સિવાય પણ મંદિર સિવાયનું ખર્ચ સાધારણ દ્રવ્યમાંથી કાઢવું જોઇએ. ટૂંકમાં મંદિર સિવાયનું જે કંઈ હોય તે બધાનો ખર્ચ સાધારણ દ્રવ્યમાંથી કાઢવો જોઇએ. શંકા-૬૬૨. ઘણે સ્થળે નવું મંદિર બન્યા બાદ પ્રતિષ્ઠા પછી સર્વપ્રથમ ભંડાર ભરવાની શરૂઆત કરવાની બોલી બોલાતી હોય છે. આ બોલી માત્ર ભંડાર ભરવાની શરૂઆત કોણ કરે એની જ હોય છે. તો બોલીની રકમ સાધારણ ખાતે લઈ જવાય કે જિનમંદિર સાધારણ ખાતે લઈ જવાય? કે દેવદ્રવ્યની જ ગણાય એવું ખરું? સમાધાન– ભંડાર ભગવાનનો હોવાથી આ રકમ સર્વ સાધારણ ખાતે તો ન જ લઈ જવાય. પણ દેવદ્રવ્યમાં જાય. શંકા- ૬૬૩. પ્રભુની પહેલી પૂજા કરવા આદિની બોલીથી આવેલું દ્રવ્ય કલ્પિત દ્રવ્ય ગણાય ? સમાધાન- ના. સંબોધ પ્રકરણ ગ્રંથમાં દિવ-અધિકાર ગા. ૧૬૯માં) કલ્પિત દ્રવ્યની વ્યાખ્યા નીચે મુજબ જણાવી છે. ઋદ્ધિયુક્ત એવા સમ્મત (સંઘ માન્ય) શ્રાવકોએ અથવા સ્વયં પોતે Jain Educationa International For Personal and Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૨૮૫ (=કોઇક શ્રાવકે) જિનભક્તિ માટે જે દ્રવ્ય આચરેલ(=આપ્યું) હોય, તે દ્રવ્ય કલ્પિત દ્રવ્ય કહેવાય છે અને તે જિનભક્તિના સર્વકાર્યમાં ઉપયોગી છે. પૂ. સિદ્ધિસૂરીશ્વરજી મહારાજાના સમુદાયના પંન્યાસ શ્રી કલ્યાણ વિજયજી મહારાજે આ ગાથાનો અર્થ જણાવતા લખ્યું છે કે, શ્રીમંત અને માન્ય (રાજા, મંત્રી વગેરે) શ્રાવકોએ અથવા પોતે ચૈત્ય કરાવનારે જિનભક્તિને માટે કલ્પીને જે દ્રવ્યસંચિત કર્યું હોય તે (કલ્પિત કહેવાય છે અને તે) ચૈત્ય સંબંધી સર્વ કાર્યોમાં ઉપયોગી થઈ શકે છે. આનાથી સ્પષ્ટ સમજી શકાય છે કે, પ્રભુભક્તિ આદિની બોલીનું દ્રવ્ય કલ્પિત દ્રવ્ય ન ગણાય. કલ્પિત દ્રવ્યમાં દ્રવ્ય આપવાનું ધ્યેય આ દ્રવ્ય પ્રભુની ભક્તિમાં વપરાય એવું હોય છે. બોલીથી અપાતા દ્રવ્યમાં હું પહેલી પૂજા કરું, હું પહેલી માળ પહેરું ઇત્યાદિ ધ્યેય હોય છે. આમ કલ્પિત દ્રવ્યમાં અને બોલીના દ્રવ્યમાં દ્રવ્ય આપવાનું ધ્યેય અલગ અલગ હોય છે. આવી બોલીનું દ્રવ્ય કલ્પિત દ્રવ્ય ન ગણાય. જે વખતે સંબોધ પ્રકરણની રચના થઈ, ત્યારે વર્તમાનની જેમ બોલીઓ હતી જ નહીં, તો પછી બોલીનું દ્રવ્ય કલ્પિત દ્રવ્ય કેવી રીતે ગણાય ? આનાથી એ પણ સમજી શકાય છે કે શ્રાવકો પૂર્વે જે રીતે પ્રભુભક્તિ માટે પોતાનું દ્રવ્ય અર્પણ કરતા હતા, તેવી રીતે આજે પણ શ્રાવકો પ્રભુભક્તિ માટે પોતાનું દ્રવ્ય અર્પણ કરે, તો બોલીનું દ્રવ્ય પ્રભુભક્તિમાં વાપરવાની જરૂર જ ન રહે. આજે બેસતું વર્ષ આદિના સમયે જે કેસર પૂજા આદિના લાભ લેવા માટેના જે વાર્ષિક ચઢાવાઓ બોલાવાય છે, તે પ્રભુ ભક્તિ માટે દ્રવ્ય અર્પણ કર્યું ગણાય, તેથી તે દ્રવ્ય કલ્પિત દ્રવ્યમાં ગણાય. શંકા- ૬૬૪. જે ધર્મશાળામાં વ્યાજથી પણ દેવદ્રવ્યનો ઉપયોગ થતો હોય તે ધર્મશાળામાં ઉતરનાર ચતુર્વિધ સંઘને દોષ લાગે કે નહિ? સમાધાન– જ્યાં સુધી ધર્મશાળા સંપૂર્ણ સાધારણ રકમની ન થાય ત્યાં સુધી દોષ લાગે. Jain Educationa International For Personal and Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ શંકા-સમાધાન શંકા-૬૬૫. અસમર્થસંઘમાં ઈન્દ્રધજા દેવદ્રવ્યમાંથી બનાવી શકાય? સમાધાન– પહેલાં વ્યાખ્યાન દરમિયાન અને બોર્ડ ઉપર જાહેર કરવું જોઇએ કે ઈન્દ્રધજાનો જેને લાભ લેવો હોય તે લાભ લઈ શકે છે. આમ છતાં કોઈ લાભ લેનાર તૈયાર ન થાય તો ટીપ કરીને શક્ય બને તો તેમ કરવું. તેમ પણ ન બને તો દેવદ્રવ્યમાંથી બનાવી શકાય. ભંડાર વગેરે મંદિરની બીજી વસ્તુઓ માટે પણ આ પદ્ધતિ અપનાવવી જોઇએ. શંકા- ૬૬૬. સામાન્યથી ઘણા ઠેકાણે દેવદ્રવ્યની રકમ જિનભક્તિ સાધારણમાં (કેસર સુખડ પૂજારી વગેરેના પગારમાં) વપરાતી હોય છે તે યોગ્ય છે ? સમાધાન- ભગવાનની પહેલી પૂજા વગેરેના ચડાવાથી પેદા થયેલું દેવદ્રવ્ય જિનભક્તિ સાધારણમાં (કેસર, સુખડ પૂજારી વગેરેના પગારમાં) ન વપરાય. તે જીર્ણોદ્ધાર આદિમાં જ વપરાય. પણ કોઇએ જિનભક્તિ માટે જ દ્રવ્ય આપેલું હોય તો તે દ્રવ્યને જિનભક્તિ સાધારણમાં વાપરી શકાય. કેસર, સુખડ આદિની પૂજા માટેના જે વાર્ષિક ચડાવા બોલાયા હોય, તેની રકમ જિનભક્તિ સાધારણમાં વાપરી શકાય તથા આ ચડાવાની રકમમાંથી પૂજારીને પણ પગાર આપવામાં આવશે, એવો ખુલાસો થયો હોય, તો તે રકમમાંથી પૂજારીને પગાર પણ આપી શકાય. શંકા- ૬૬૭. જૈન વેપારી દેવદ્રવ્ય-જ્ઞાનદ્રવ્યની તે તે વસ્તુ વેચાતી લઇને વેચી શકે ? સમાધાન– જૈન વેપારી નફો લીધા વિના વેચી શકે, નફો લઈને ન વેચી શકે. કેમ કે નફો લે તો તેણે દેવદ્રવ્ય-જ્ઞાનદ્રવ્યમાંથી કમાણી કરી. આનો અર્થ એ થયો કે કમાવા માટે તેણે દેવદ્રવ્ય-જ્ઞાનદ્રવ્યનો ઉપયોગ કર્યો. શ્રાવકથી દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય અને વેયાવચ્ચ દ્રવ્યનો પોતાના માટે ઉપયોગ ન કરી શકાય. કરે તો મોટો દોષ લાગે. શ્રાવકે પહેલા નંબરમાં દેરાસર સંબંધી, જ્ઞાન સંબંધી કે વેયાવચ્ચ સંબંધી કોઈ વસ્તુનો વેપાર ન કરવો જોઇએ અને ટ્રસ્ટીઓએ પણ આવી વસ્તુઓ જૈન વેપારી પાસેથી ન ખરીદવી જોઈએ. જેથી ઉક્ત Jain Educationa International For Personal and Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૨૮૭ દોષની કોઈ સંભાવના જ ન રહે. કદાચ તેમ ન બની શકે અને દેરાસર સંબંધી, જ્ઞાનસંબંધી કે વેયાવચ્ચ સંબંધી વસ્તુની ખરીદી જૈન વેપારી પાસેથી કરવાની હોય, તો દેવદ્રવ્યની, જ્ઞાનદ્રવ્યની કે વેયાવચ્ચદ્રવ્યની રકમ ન આપતાં સાધારણ ખાતાની રકમ આપવી જોઇએ. કદાચ તેમ ન બની શકે તો કમમાં કમ નફાની રકમ તો સાધારણ ખાતાની જ આપવી જોઈએ. જેથી વેચનાર જૈનને દેવદ્રવ્યાદિના ભક્ષણનો દોષ ન લાગે. અન્યથા વેચનાર-ખરીદનાર બંને દોષના ભાગીદાર બને. શંકા- ૬૬૮. દેવદ્રવ્ય કે જ્ઞાનદ્રવ્યની રકમ ચૂકવીને જૈન વેપારી પાસેથી દેરાસરને યોગ્ય લાકડું, સુવર્ણ, ચંદન, પાટ-પાટલા, વાસણ વગેરે ખરીદી શકાય ? સમાધાન- દેવદ્રવ્યની કે જ્ઞાનદ્રવ્યની રકમ ચુકવીને જૈન વેપારી પાસેથી કોઈ વસ્તુ ન ખરીદી શકાય. કારણ કે વેચનાર જૈન તેમાંથી થયેલા નફાની રકમનો પોતાના માટે ઉપયોગ કરીને દેવદ્રવ્યજ્ઞાનદ્રવ્ય ભક્ષણના દોષનો ભાગીદાર બને. ખરીદનાર તેમાં નિમિત્ત બનવાથી ખરીદનારને પણ દોષ લાગે. શંકા– ૬૬૯. જૈનો દેવદ્રવ્ય-જ્ઞાનદ્રવ્ય વગેરે દ્રવ્યમાંથી પગાર વગેરે લે તો તેમને દોષ લાગે અને જૈનેતરો દેવદ્રવ્ય વગેરે દ્રવ્યમાંથી પગાર લે તો તેમને દોષ ન લાગે, તેનું શું કારણ ? સમાધાન શ્રાવકોને દેવદ્રવ્ય વગેરે દ્રવ્યમાંથી પગાર વગેરે લેવાની છૂટ આપવામાં આવે તો એવું બને કે અનુપયોગથી પોતાની મહેનત વગેરે કરતાં વધારે પગાર વગેરે લે અથવા કોઈ લોભના કારણે જાણી-જોઈને પણ વધારે પગાર લે. આમ બને તો તેમને દેવદ્રવ્ય વગેરેના ભક્ષણનો મોટો દોષ લાગે. આમ વારંવાર બને એટલે “દેવાદિદ્રવ્યનો ઉપભોગ કરવામાં મોટો દોષ છે.” એવા જ્ઞાનથી થયેલી દેવદ્રવ્યના ઉપભોગની સૂગ પણ જતી રહે, માટે જ્ઞાનીઓએ શ્રાવકને મૂળથી જ દેવદ્રવ્ય આદિમાંથી પગાર વગેરે Jain Educationa International For Personal and Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ શંકા-સમાધાન આપવાનો, લેવાનો નિષેધ કર્યો છે. પૂર્વ નાસ્તિ : શાલી=જો મૂળ જ ન હોય તો શાખા ક્યાંથી હોય ? જૈનેતરોને દેવાદિના દ્રવ્યનો ઉપભોગ કરવાથી કેવું અશુભ ફળ પ્રાપ્ત થાય, એવું જ્ઞાન ન હોવાથી સૂગનો અભાવ વગેરે દોષોનો સંભવ નથી. આથી જૈનેતરોને દેવાદિના દ્રવ્યમાંથી પગાર વગેરે લેવામાં દોષ ન લાગે. હા, તેઓ જો અનીતિ કરીને વધારે પગાર લે તો તેમને પણ દોષ લાગે તથા જો જૈનેતરને પણ દેહ વ્યાદિ વાપરવાની સૂગ હોય, તો તેને પણ દેવાધિદ્રવ્યમાંથી પગાર ન અપાય. દોષનો આધાર અશુભ પરિણામ છે. દેવાદિદ્રવ્યનો ઉપભોગ કરવામાં મહાન દોષ છે, એમ જાણનારને દેવાદિદ્રવ્યના ઉપભોગમાં જેવા અશુભ પરિણામ થાય છે, તેવા અશુભ પરિણામ તેવા જ્ઞાનથી રહિતને ન થાય, એ સમજી શકાય એવું છે. શંકા- ૬૭૦. કોઈ શ્રાવક પ્રતિમા ભરાવે. એ પ્રતિમાના નિર્માણનો ખર્ચ ૨૫ હજાર થયો હોય. પ્રતિમા ભરાવવાનો નકરો ૫૦ હજાર રાખ્યો હોય. પ્રતિમા ભરાવનારે ૫૦ હજાર આપ્યા. બચેલા ૨૫ હજાર રૂપિયા શામાં વપરાય ? સમાધાન- જિનમૂર્તિનાં આભૂષણો કે જિનપૂજા વગેરે મૂર્તિના કાર્યમાં ઉપયોગ કરી શકાય. કોઈ સ્થળે સાત ક્ષેત્રના ક્રમમાં પહેલું જિનમંદિર આવે છે. આથી નીચેના ક્ષેત્રની રકમ ઉપરના ક્ષેત્રમાં લઇ જવાય એ નિયમના આધારે આ રકમ જિનમંદિર નિર્માણમાં પણ વાપરી શકાય. શંકા- ૬૭૧. દેવદ્રવ્યની રકમમાંથી જે પેઢી બનાવી હોય, તે પેઢીમાં દહેરાસરને લગતી સામગ્રી અગરબત્તી, કેસર વગેરે તથા સાધુ-સાધ્વીજીના બધા ઉપકરણો, શ્રાવકના ચરવળા વગેરે ઉપકરણો વેચાતા હોય તથા ગામમાંથી ઘર માટે તથા કંદોઇ વગેરે લેવા આવે તો આવી વસ્તુઓનું આ પેઢીમાંથી વેચાણ કરી શકાય ? સમાધાન ન કરી શકાય. સૌથી પહેલી વાત તો એ છે કે દેવદ્રવ્યમાંથી પેઢી જ ન બનાવી શકાય. જો દેવદ્રવ્યમાંથી પેઢી જ Jain Educationa International For Personal and Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૨૮૯ ન બનાવી શકાય, તો ઉક્ત વસ્તુઓનું વેચાણ કરવાનો પ્રશ્ન જ કેવી રીતે આવે? આજે મોટી તકલીફ એ છે કે, ઘણા સ્થળે ટ્રસ્ટીઓ ધાર્મિક દ્રવ્યની વ્યવસ્થાના જ્ઞાનથી રહિત હોય છે, એટલું જ નહિ, પણ તેમને જાણવાની દરકાર પણ હોતી નથી. એમને માત્ર વહીવટ કરવો છે. સાચા-ખોટાની કોઇ પડી હોતી નથી. કોઈ કોઈ ટ્રસ્ટીઓ તો ઇરાદાપૂર્વક આવું કરતા હોય છે. શંકા- ૬૭૨. કોઇએ પોતાનું ઘર જિનાલયને અર્પણ કર્યું હોય, તે ઘરમાં શ્રાવક ભાડું આપીને રહી શકે ? સમાધાન– જો કે ભાડું આપીને તે ઘરમાં રહેવામાં દોષ લાગતો નથી, તો પણ વિશિષ્ટ કારણ વિના ભાડું આપીને પણ તેમાં રહેવું યોગ્ય નથી. કારણ કે દેવદ્રવ્યના ભોગ વગેરેમાં નિઃશૂકતા આવી જાય. (એનપ્રશ્ન ઉ. ૩ પ્રશ્ન ૭૬૫) શંકા- ૬૭૩. આંગીમાં ભગવાન પાછળ હાર્ડ બોર્ડમાં સુંદર ઇન્દ્રઈન્દ્રાણી બનાવીને મૂક્યા હોય, ભગવાનની આગળ આંગી વખતે મૂકવા માટેનું ચિત્રવાળું એ પાટિયું આદિ દેવદ્રવ્યમાંથી બનાવી શકાય? સમાધાન- આ અંગે સંઘમાં જાહેરાત કરવી જોઇએ. જો કોઈને આનો લાભ લેવાની ભાવના થાય, તો તેને લાભ આપવો જોઈએ. ન થાય તો દેવદ્રવ્યમાંથી બનાવી શકાય. શંકા- ૬૭૪. હમણાં હમણાં દહેરાસરોમાં ચોરીઓ બહુ થાય છે તથા સરકારની તિજોરી પણ ખાલી છે. આથી મોડા વહેલા મંદિરના દ્રવ્ય ઉપર સરકારની નજર બગડવાની છે. તો સાવચેતી રૂપે જ્યાં જ્યાં દેવદ્રવ્યનો વધારો હોય ત્યાં ત્યાંથી યોગ્ય સ્થળે વાપરી નાખવું જરૂરી ગણાય કે નહિ ? સમાધાન- તમારી વાત સાચી છે. આ માટે ગીતાર્થ સાધુઓ ઉપદેશ પણ આપે છે. આથી ઘણા સ્થાનોમાં દેવદ્રવ્યનો સદુપયોગ થઈ જવાથી દેવદ્રવ્યનો વધારો રહેતો નથી. સરકારની નજર ન બગડે, તો પણ જ્યાં દેવદ્રવ્ય જમા હોય, ત્યાંના ટ્રસ્ટીઓએ યોગ્ય સ્થળે દેવદ્રવ્યનો ઉપયોગ કરી નાખવો જોઇએ. વર્તમાનમાં Jain Educationa International For Personal and Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ શંકા-સમાધાન જૈનશાસનમાં દેવદ્રવ્ય દૂઝણી ગાય જેવું છે. કેમ કે દર વર્ષે એની આવક થતી જ રહે. આથી દેવદ્રવ્યનો વધારો ન કરતાં જયાં જ્યાં જરૂર હોય ત્યાં ત્યાં વાપરી નાખવું જોઇએ. આમ છતાં અનેક સ્થાનોમાં જયાં જરૂર હોય ત્યાં દેવદ્રવ્ય ન આપવાના કારણે દેવદ્રવ્યનો ખૂબ વધારો થતો રહે છે એવું જાણવામાં આવ્યું છે. કેટલાક ટ્રસ્ટીઓને પણ પોતાના ધનની જેમ ધર્મસ્થાનોના ધન ઉપર પણ મૂછ થઈ જતી હોય છે. મૂછ વગેરે અનેક કારણોથી બીજા સ્થાનોમાં જરૂર હોવા છતાં દેવદ્રવ્ય આપવામાં આવતું નથી. આ બરાબર ન કહેવાય. શંકા- ૬૭૫. પરમાત્માની મૂર્તિ ખંડમાં (આરસના અનેક ટુકડાઓથી) બનાવી એને જોડવાની હોય, જેની અંજનશલાકા પ્રતિષ્ઠા થવાની ન હોય, જે મંગલમૂર્તિરૂપે દર્શનીય તરીકે રાખવાની હોય, એના નિર્માણમાં સંઘના દેવદ્રવ્ય ખાતામાંથી રકમ આપી શકાય કે નહિ ? સમાધાન– અહીં સૌથી પહેલી વાત એ છે કે, શિલ્પશાસ્ત્રની દષ્ટિએ આ રીતે ટુકડાઓ જોડીને પ્રતિમા બનાવવી એ યોગ્ય નથી. આમ છતાં દર્શનીય રાખવાની હોવાથી હજી ચલાવી લેવાય. પણ તેમાં દેવદ્રવ્યનો ઉપયોગ કરવો એ યોગ્ય જણાતું નથી. પ્રતિમા માટે દેવદ્રવ્યનો ઉપયોગ જે પ્રતિમા પૂજનીય બનવાની હોય, એને માટે કરવામાં આવે છે. એવી અવિચ્છિન્ન પરંપરા ચાલી આવે છે. એથી આ પરંપરાનો લોપ કરવો એ યોગ્ય જણાતું નથી. શાસ્ત્રકારોએ દેવદ્રવ્યનો ઉપયોગ પહેલા નંબરે જિનમંદિરના જિર્ણોદ્ધારમાં કરવાનો કહ્યો છે. નવા જિનમંદિરમાં પણ જ્યાં જિનમંદિર અનિવાર્ય હોય, ત્યાં જ કરવો જોઈએ. હમણાં હમણાં જયાં જિનમંદિરની જરૂર ન હોય ત્યાં પણ જિનમંદિરો બંધાવવાનું વધતું જાય છે. એના કારણે જિર્ણોદ્ધાર માટે દેવદ્રવ્યની રકમ જલદી મળી શકતી નથી, તો પછી એવી દર્શનીય પ્રતિમા માટે દેવદ્રવ્યનો ઉપયોગ ન કરાય એ જ યોગ્ય જણાય છે. જ્યાં નવા જિનમંદિરની આવશ્યકતા હોય ત્યાં Jain Educationa International For Personal and Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૨૯૧ દેવદ્રવ્યનો ઉપયોગ કરવો જોઇએ તથા જિનમંદિરમાં આવશ્યક એવી સિંહાસન વગેરે વસ્તુઓ માટે ઉપયોગ કરી શકાય. આમ છતાં સિંહાસન વગેરે વસ્તુઓનો લાભ લેનાર ભાગ્યશાળી હોય તો સિંહાસન વગેરે માટે પણ દેવદ્રવ્યનો ઉપયોગ ન કરવો જોઇએ. તો પછી દર્શનીય પ્રતિમા માટે દેવદ્રવ્યનો ઉપયોગ કેવી રીતે કરી શકાય ? સિંહાસન વગેરે આવશ્યક છે. અનિવાર્ય છે, જ્યારે દર્શનીય પ્રતિમા એવી અનિવાર્ય નથી. શંકા- ૬૭૬. ગુરુ મહારાજ ટ્રસ્ટીઓ પાસે દેવદ્રવ્યનો હિસાબ જોવા માગે તો અપાય કે નહિ ? સમાધાન– યોગ્ય ગીતા ગુરુ મહારાજ દેવદ્રવ્યનો હિસાબ જોવા માગે તો અપાય. દેવદ્રવ્યનું ભક્ષણ થતું હોય અને સાધુ છતી શક્તિએ ઉપેક્ષા કરે તો સાધુને પણ દોષ લાગે. આથી યોગ્ય ગીતાર્થ ગુરુને દેવદ્રવ્યનો હિસાબ જોવા માગે તો શ્રાવકોએ આપવો જોઇએ. શંકા- ૬૭૭. ટ્રસ્ટીઓ સંઘના કાર્ય માટે શ્રાવકની પાસેથી મિલકતની ખરીદી કરે. આ વખતે સાધારણ ખાતાની લોન ઊભી કરીને તે શ્રાવકને રકમ ચૂકવાય. પાછળથી સાધારણ ખાતાની રકમ ન મળતાં તે રકમનો હવાલો શ્રીસંઘના ચોપડે દેવદ્રવ્ય ખાતે નાખીને ખાતું સરભર કરી દેવાય? આમ કરે તો દોષ ટ્રસ્ટીઓને લાગે કે તે શ્રાવકને? સમાધાન– આવું ન જ કરાય. આમાં ટ્રસ્ટીઓ અને શ્રાવક બંનેને દોષ લાગે. જો આવું થયું હોય તો શક્તિસંપન્ન શ્રાવકે તેટલી રકમ દેવદ્રવ્યમાં આપવી જોઇએ અથવા ટ્રસ્ટીઓએ કોઈપણ રીતે તેટલી રકમ મેળવવી જોઈએ. જો આવું ન કરવામાં આવે તો સંઘે દેવદ્રવ્યનો ઉપયોગ કર્યો ગણાય. દેવદ્રવ્યનો સંઘ ઉપયોગ કરે, તો શાસ્ત્રમાં મોટો દોષ જણાવ્યો છે. શ્રાવક તેટલી રકમ દેવદ્રવ્યમાં ન આપે કે ટ્રસ્ટીઓ તેટલી રકમ ન મેળવે તો સંઘે ભેગા થઈને તેટલી રકમ દેવદ્રવ્યમાં આપવી જોઇએ તથા ગુરુભગવંત પાસેથી બધાએ પ્રાયશ્ચિત્ત લઈને શુદ્ધિ અવશ્ય કરી લેવી જોઈએ. Jain Educationa International For Personal and Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ શંકા-સમાધાન શંકા- ૬૭૮. દેરાસરમાં રાત્રિએ ભાવના-ગીત-ગાનાદિ કરવામાં આવે, તો દેવદ્રવ્યની ઉપજ થાય છે. નહિતર થતી નથી તો તે કરવું કે નહિ. સમાધાન– શાસ્ત્રવિધિ મુજબ તો મૂળવિધિએ દેરાસરમાં ગીતગાન વગેરે રાત્રિએ કરવું યુક્ત નથી. પરંતુ દેવદ્રવ્યની ઉપજના કારણે રાત્રિમાં પણ ગીત-ગાનાદિ ભાવના કરવામાં લાભ જણાય છે. (એનપ્રશ્ન ૪-૯૨૩). દેવ-દેવી સંબંધી શંકા-સમાધાન શંકા- ૬૭૯. માણિભદ્ર દેવ સમ્યગ્દષ્ટિ દેવ છે કે મિથ્યાદષ્ટિ છે? તેમની સ્થાપના જુદા જુદા સ્થળે જુદી જુદી રીતે જોવા મળે છે તેનું શું કારણ ? સમાધાન- માણિભદ્ર દેવ સમ્યગ્દષ્ટિ છે. દેવોના ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક એમ ચાર પ્રકાર છે. તેમાં માણિભદ્ર વ્યંતરનિકાયના યક્ષજાતિના દેવોના ઈન્દ્ર છે. આનાથી એ નિશ્ચિત થાય છે કે માણિભદ્ર દેવ કોઈ સામાન્ય દેવ નથી, કિંતુ મહાન દેવ છે. તપગચ્છના અધિષ્ઠાયક છે. પૂર્વે તેમની સ્થાપના માત્ર ઉપાશ્રયમાં થતી હતી. હવે મંદિરોના પરિસરમાં પણ તેમની સ્થાપના થાય છે. ભક્તો પોતાની ભાવના પ્રમાણે જુદી જુદી રીતે પૂજે છે. ક્યાંક માણિભદ્રની માત્ર પિડી પૂજાય છે, ક્યાંક તેમનું ધડ પૂજાય છે, ક્યાંક તેમનું મસ્તક પૂજાય છે, તો ક્યાંક સંપૂર્ણ શરીરની સ્થાપના હોય છે. તેમના શરીર વગેરેનું સ્વરૂપ નીચે મુજબ છે. શરીરનો વર્ણ શ્યામ છે. હાથ, પગ, મુખ, નાસિકા, હોઠ અને જીભ રક્ત છે. તેમના મુખનો આકાર વરાહના મુખ જેવો છે. ઘણાને પ્રશ્ન થાય છે કે દેવ અને આવું મુખ કેમ ? આના જવાબમાં જણાવવાનું કે કેટલાક દેવોના મુખની આકૃતિ ભિન્ન ભિન્ન હોય છે. તેમાં માણિભદ્ર દેવના મુખની આકૃતિ વરાહ જેવી છે. તેમની દાઢી ઉપર રાયણવૃક્ષની શાખાવાળું જિનાલય છે. તે જિનાલયમાં Jain Educationa International For Personal and Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૨૯૩ આદીશ્વર ભગવાન બિરાજમાન છે. મસ્તકે દિવ્યરત્નોથી વિભૂષિત મુગટ હોય છે. પગમાં નુપૂર (ઝાંઝર) છે અને હાથમાં રત્નજડિત સુવર્ણના કડા છે. સાત સફેદ સૂંઢવાળો ઐરાવણ હાથી તેમનું વાહન છે. હાથીની પહેલી સૂંઢમાં અભિષેક કરતો પૂર્ણ કળશ છે. બીજી સૂઢોમાં લાલ કમળો હોય છે. હાથી રત્નજડિત સુવર્ણાલંકારોથી વિભૂષિત હોય છે. તેમના હાથ જ હોય છે. જમણા હાથમાં ગદા વગેરે હોય છે અને ડાબા હાથમાં ત્રિશૂલ વગેરે શસ્ત્ર હોય છે. શંકા- ૬૮૦. માણિભદ્રની પૂજા કેવી રીતે કરવી ? સમાધાન– અંગુઠાથી મસ્તકે કેસરનું તિલક કરવાની વિધિ છે. બીજા કોઈ અંગે પૂજા ન કરાય તથા તેમને ખમાસમણું ન અપાય. બે હાથ જોડી મસ્તક નમાવીને પ્રણામ કરાય. પણ એટલું સમજી લેવાની જરૂર છે કે માણિભદ્ર દેવ છે, દેવાધિદેવ નથી. એથી તેમની ભક્તિ પણ દેવ સમજીને કરવી જોઇએ. દેવાધિદેવને ગૌણ કરીને દેવની ભક્તિ કરવામાં દેવાધિદેવની આશાતના થાય. જેઓ જિનપૂજા ન કરે, ગુરુભક્તિની ભાવના ન હોય, તેવાઓ દેવની સામે કલાકો સુધી દોઢ પગે ઊભા રહે તો પણ સમ્યગ્દષ્ટિ દેવો તેમના ઉપર પ્રસન્ન ન થાય. વળી દેવની ભક્તિ પણ ભૌતિક સુખ મેળવવા માટે નહિ, કિંતુ સમાધિ રહે એ માટે કરવી જોઇએ. મોક્ષમાર્ગમાં આગળ વધી શકાય એ માટે કરવી જોઈએ. શંકા- ૬૮૧. માણિભદ્રજી આદિનાં સ્થાનો દેવદ્રવ્યમાંથી બંધાયેલા હોય તો એમના નિમિત્તે બોલાયેલ ચઢાવા દેવદ્રવ્યમાં જાય એ બરોબર છે પણ બોલાયેલ ચઢાવામાંથી ગોખલાનો અને જમીન આદિનો ખર્ચ દેવદ્રવ્યમાં ભરપાઈ થઈ ગયો હોય તો ચઢાવાનું દ્રવ્ય સાધારણ ખાતામાં વાપરવામાં શો વાંધો ? સમાધાન– બોલાયેલ ચઢાવાની રકમ દેવદ્રવ્યની હતી. એથી એ ચઢાવામાંથી ગોખલા આદિનો ખર્ચ દેવદ્રવ્યમાં ભરપાઈ કરવામાં દેવદ્રવ્યમાંથી દેવદ્રવ્યમાં ગયું ગણાય. સાધારણની રકમ દેવદ્રવ્યમાં ભરપાઈ કરવામાં આવે તો જ દેવદ્રવ્યમાં ભરપાઈ કર્યું ગણાય. Jain Educationa International For Personal and Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ શંકા-સમાધાન આથી ટીપ આદિ દ્વારા સાધારણ ખાતાની રકમ ઉપજાવીને તેનાથી ગોખલા અને જમીન આદિનો ખર્ચ ભરપાઇ કર્યા બાદ માણિભદ્ર વગેરેના ચઢાવાની રકમ સાધારણમાં વાપરી શકાય. શંકા- ૬૮૨. માણિભદ્રજીની પૂજા બેનો કરી શકે ? સમાધાન– કરી શકે, એવો વ્યવહા૨ જણાય છે. શંકા- ૬૮૩. માણિભદ્ર વગેરે સમ્યગ્દષ્ટિ દેવની અને ચક્રેશ્વરી વગેરે દેવીને ભક્તિ-પ્રણામ કરાય તે બરોબર છે પણ શ્રીફળ વધેરવું, સુખડી ચડાવવી વગેરેની શી જરૂર છે ? સમાધાન—સમ્યગ્દષ્ટિ દેવ-દેવીઓ સાધર્મિક હોવાથી તેમને સાધર્મિક તરીકે બે હાથ જોડી પ્રણામ કરવા, કપાળે તિલક કરવું, માળા પહેરાવવી આટલું કરી શકાય. એમના ભંડારમાં ૨કમ નાખી શકાય પણ શ્રીફળ વધેરવું, સુખડી ચડાવવી વગેરે કશું કરવાની જરૂર નથી. ભોગસુખો મેળવવા માટે તેમની પાસે ભૌતિક કોઇ માનતા ન મનાય. મિથ્યાષ્ટિ જીવો તેમણે માનેલા દેવો સમક્ષ શ્રીફળ વધેરવું, સુખડી ચડાવવી વગેરે પ્રવૃત્તિ કરતા હોય છે. આ જોઇને અજ્ઞાન જૈનો પણ સમ્યગ્દષ્ટિ દેવો આગળ આવું કરવા માંડે છે પણ આ બધું બરોબર નથી. શંકા- ૬૮૪. આજકાલ માણિભદ્ર વગેરેની પૂજન-હવન વગેરે પ્રવૃત્તિ વધી રહી છે. શું આ શાસ્ત્રોક્ત છે ? સમાધાન– સ્વતંત્ર રૂપે કોઇપણ દેવ-દેવીનું પૂજન કરવું એ યોગ્ય નથી. અંજનશલાકા વગેરેમાં જેમ અરિહંત પરમાત્માની મૂર્તિને પૂજનીય બનાવવાની વિધિ કરવામાં આવે છે તેવી રીતે માણિભદ્ર વગેરે દેવને પણ પૂજનીય બનાવવાની વિધિ કરવામાં આવે છે, પણ સ્વતંત્રરૂપે દેવ-દેવીનું પૂજન આવતું નથી. હમણાં હમણાં ભૌતિક લાભ મેળવવાની ભાવનાથી સ્વતંત્ર રૂપે દેવ-દેવીનું પૂજન વધ્યું છે તે યોગ્ય નથી. આથી જ અનેક આચાર્યો તેનો વિરોધ કરે છે અને એ દેવ-દેવીના પૂજનમાં પધારવા વિનંતી કરવામાં આવે છે, ત્યારે જતાં નથી અને ખબર હોય તો એ પૂજનમાં નિશ્રા પણ આપતા નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૨૯૫ શંકા- ૬૮૫. દેવ થયા પછી એ દેવ નવા શાશ્વત જિનાલયો બનાવી શકે ? સમાધાન– ન બનાવી શકે, જે અનાદિકાળથી હોય અને કોઇએ બનાવેલ ન હોય, તેવા જ જિનાલયો શાશ્વત કહેવાય. એથી કોઇ દેવે બનાવેલ હોય તે શાશ્વત ન કહેવાય. કોઇ દેવે શાશ્વત નવું જિનાલય બનાવ્યું હોય એવું મારા વાંચવામાં આવ્યું નથી. શંકા- ૬૮૬. દેવ-દેવીની પૂજા કેટલા અંગે કરવાની હોય ? સમાધાન– દેવ-દેવીની પૂજા ભગવાનની જેમ નવ અંગે ન કરાય, કિંતુ જમણા હાથના અંગુઠાથી માત્ર કપાળે જ તિલક કરવાનું હોય છે. સમ્યગ્દષ્ટિ દેવ-દેવી શ્રાવકના સાધર્મિક ગણાય. એથી જેમ એક સાધર્મિક બીજા સાધર્મિકની ભક્તિ કરવા જમણા હાથના અંગુઠાથી કપાળે તિલક કરે છે, તેમ દેવ-દેવીને તિલક કરાય, નવ અંગે પૂજા ન કરાય. શંકા- ૬૮૭. ભગવાનના પરિકરમાં નીચે દેવ-દેવીની તેમજ યક્ષ-યક્ષિણી, પ્રાસાદદેવી વગેરેની મૂર્તિઓ હોય છે. પૂજા કરનારે ફરજિયાત તેમને બહુમાનતિલક કરવું જોઇએ ? ન કરીએ તો દોષ લાગે ? અથવા લાભ થાય ? પુણ્ય બંધાય ? પાપ લાગે કે દોષ ઓછો લાગે ? સમાધાન– જિનમંદિરમાં જે મૂળનાયક ભગવાન હોય તેના યક્ષયક્ષિણી અને પ્રાસાદદેવી આ ત્રણ સિવાય બીજા કોઇ દેવ-દેવીની સ્થાપના ન કરવી જોઇએ. તે તે ભગવાનના શાસનના સમયે શાસનની રક્ષા કરનાર દેવ-દેવીને યક્ષ-યક્ષિણી કહેવામાં આવે છે. દરેક ભગવાનના એક-એક યક્ષ-યક્ષિણી હોય. આથી કુલ ૨૪ યક્ષો અને ૨૪ યક્ષિણીઓ છે. ‘સંતિકર' સૂત્રમાં “જખા ગોમુહ” ઇત્યાદિથી યક્ષોનાં નામો અને “દેવીઓ ચક્કેસરી' ઇત્યાદિથી યક્ષિણીઓનાં નામો જણાવ્યાં છે. પ્રાસાદદેવી એ જિનપ્રાસાદનું રક્ષણ કરનારી દેવી છે. Jain Educationa International For Personal and Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ શંકા-સમાધાન સર્વ ભગવાનની પૂજા થઈ ગયા પછી (જો ગુરુની મૂર્તિ હોય તો ગુરુમૂર્તિની પૂજા થઇ ગયા પછી) યક્ષ-યક્ષિણી અને પ્રાસાદદેવીને જમણા હાથના અંગુઠાથી મસ્તકે તિલક કરવા વડે પૂજા કરવી જોઈએ. જેમ રાજાને જમવા માટે આમંત્રણ આપ્યું હોય તો તેનો બોડીગાર્ડ વગેરે પણ સાથે હોવાથી તેમને પણ જમાડવા જોઇએ. તેમને ન જમાડવામાં આવે તો શું થાય તે સમજી શકાય તેમ છે. તેવી રીતે યક્ષ-યક્ષિણી વગેરેની પણ પૂજા કરવી જોઇએ. તેમની પૂજા ન કરવાથી અવજ્ઞા કરી ગણાય અને તે દોષરૂપ છે. તેમની પૂજા કરવાથી પુણ્ય બંધાય છે અને ઇરાદાપૂર્વક પૂજા ન કરવાથી અવજ્ઞા કરવાના કારણે પાપ બંધાય. (અજ્ઞાનતા આદિના કારણે કોઇ પૂજા ન કરે તે જુદી વાત છે.) શંકા- ૬૮૮. દેવીને ચુંદડી ચઢાવતા લોકો પોતાના કપાળ પર અડાડીને ચઢાવે છે તે શું ઉચિત છે ? સમાધાન- દેવીને ચુંદડી ચઢાવતી વખતે પહેલા પોતાના કપાળને અડાડીને ચુંદડી પહેરાવવી એ યોગ્ય નથી. શંકા- ૬૮૯. પદ્માવતીદેવી, માણિભદ્ર અને ઘંટાકર્ણની ઉપાસના વધી રહી છે તો તેનાથી સમકિત પામીને મોક્ષે જઈ શકાય ? સમાધાન દેવોના સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ એમ બે ભેદ છે. તેમાં મિથ્યાદષ્ટિ દેવોની ઉપાસનાથી સમકિત પ્રાપ્ત તો ન થાય, બલકે પ્રાપ્ત થયેલું સમ્યકત્વ જતું રહે. જો મિથ્યાદષ્ટિ દેવોની ઉપાસનાથી પ્રાપ્ત થયેલું પણ સમ્યક્ત્વ જતું રહે તો તેનાથી મોક્ષે શી રીતે જઈ શકાય ? સમ્યગ્દષ્ટિ દેવોની ઉપાસના આત્મહિત માટે અને ભૌતિક સુખની પ્રાપ્તિ માટે એમ બે રીતે થઈ શકે. તેમાં આત્મહિત માટે સમ્યગ્દષ્ટિદેવોની ઉપાસના કરવામાં આવે તો તેનાથી સમ્યકત્વની પ્રાપ્તિ આદિ દ્વારા મોક્ષની પ્રાપ્તિ થાય છે. ભૌતિક સુખની પ્રાપ્તિ માટે સમ્યગ્દષ્ટિ દેવોની ઉપાસનાથી સમ્યકત્વમાં અતિચાર લાગે, સમ્યકત્વ મલિન બને, અને એમાં જો સાવધ ન રહેવાય તો સમ્યક્ત્વનો નાશ થાય એવું પણ બને. Jain Educationa International For Personal and Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૨૯૭ એટલે સમ્યગ્દષ્ટિદેવોની ઉપાસના પણ આત્મહિત માટે કરવી જોઇએ. સમ્યગ્દષ્ટિ દેવોની ઉપાસના જિનાજ્ઞા મુજબ જ કરવામાં આવે, તો જ સમ્યગ્દષ્ટિ દેવોની ઉપાસનાથી આત્મહિત થાય. સમ્યગ્દષ્ટિ દેવો આત્મહિત માટે કરવામાં આવતી સાધનામાં સહાયક બનતાં હોય છે. માટે જ વેવેન્વIRI[ સંતિ / સિિફસમાપિરાળ fમ 13પ ઇત્યાદિ બોલીને કાયોત્સર્ગ કરવામાં આવે છે. આનો અર્થ આ પ્રમાણે છે- વેયાવચ્ચ કરનારા, ઉપદ્રવો અને ઉપસર્ગોની શાંતિ કરનારા અને સમ્યગ્દષ્ટિઓને સમાધિ ઉપજાવનારા દેવોના નિમિત્તે હું કાયોત્સર્ગ કરું છું. સમ્યગ્દષ્ટિ દેવો આત્મહિતની (મોક્ષની) સાધનામાં સહાયક બનતા હોવાથી તેમને ઉપચારથી મોક્ષ આપનારા પણ કહી શકાય. માટે જ સંસારદાવાની ચોથી સ્તુતિમાં મવિરવર રેહિ તેવી સT, હે દેવી ! મને ભવના વિયોગથી શ્રેષ્ઠ એવો મોક્ષ આપો. એમ કહેવામાં આવ્યું છે. પણ આજે અજ્ઞાન અને ભૌતિક સુખના રાગી એવા ઘણા જૈનો પણ મિથ્યાદષ્ટિદેવની ઉપાસના કરવા લાગ્યા છે. મિથ્યાદષ્ટિદેવની ઉપાસના કરવામાં અરિહંતદેવની આશાતના-લઘુતા થાય તેવું પણ બનતું હોય છે. ટ્રસ્ટીઓ વગેરે મિથ્યાદષ્ટિ દેવની ઉપાસના કરવાની સગવડ કરી આપતા હોય છે. તેમાં કેટલાક સાધુઓનું પણ પ્રોત્સાહન મળતું હોય છે. કેટલાક જૈનો સમ્યગ્દષ્ટિ દેવોની ઉપાસના કેવળ ભૌતિક સુખ માટે કરતા હોય છે. મિથ્યાદષ્ટિ દેવોની ઉપાસના અને ભૌતિક સુખ માટે સમ્યગ્દષ્ટિ દેવોની ઉપાસના એ બંને અનિચ્છનીય છે. સાધુઓ જેવી દોરવણી આપે તે રીતે શ્રાવકો દોરાતા હોય છે. એટલે જો સાધુઓ આ વિષયમાં શ્રાવકોને સાચી સમજ આપે તો આ અનિચ્છનીય પ્રવૃત્તિ દૂર થયા વિના ન રહે. શંકા- ૬૯૦. ઈહલોકના સુખ માટે દેવ-દેવીઓની ઉપાસના સંસારવૃદ્ધિનું કારણ બને તેમ છે અને આવા સ્થાનોની સંખ્યા વધતી જાય છે, તો તેનું શું પરિણામ આવશે ? Jain Educationa International For Personal and Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ શંકા-સમાધાન સમાધાન– તેનું પરિણામ આત્માનું અહિત અને સંસારની વૃદ્ધિ સિવાય બીજું શું હોઈ શકે? આ સંસારમાં આત્માનું અહિત અને સંસારની વૃદ્ધિથી અધિક કોઈ અનિષ્ટ નથી. આત્મહિતની સામગ્રી પામીને પણ આત્માનું અહિત કરનારા જીવો દયાપાત્ર છે. શંકા- ૬૯૧. માણિભદ્ર વગેરે દેવની અને પદ્માવતી વગેરે દેવીની આરતી ઉતારવી એ યોગ્ય છે ? સમાધાન- દેવ-દેવીની આરતી ઉતારવી એ યોગ્ય નથી. શંકા- ૬૯૨. દેવ-દેવીનાં વસ્ત્રો કેવો હોય ? આ અંગેનું શાસ્ત્રોમાં ક્યાંય વર્ણન આવે છે ? અત્યારે દેવોનાં ચિત્રો ધોતીખેસ પહેરેલાં જોવામાં આવે છે એ બરોબર છે ? સમાધાન- શાસ્ત્રમાં દેવ-દેવીનાં વસ્ત્રો સ્વચ્છ હોય, અમુક રંગવાળા હોય, કોમળ હોય ઇત્યાદિ વર્ણન આવે છે પણ કેવી ઢબના હોય તે વાંચવામાં આવ્યું નથી. દેવ-દેવીનાં વસ્ત્રો કેવો હોય એ શાસ્ત્રાધારે નિશ્ચિત ન થાય. તો ધોતી-ખેસ પહેરેલાં ચિત્રો બરોબર ગણવા જોઇએ. કારણ કે સામાન્ય રીતે એ જ પહેરવેશ સર્વમાન્ય અને મર્યાદાને અનુરૂપ ગણાતો આવ્યો છે. શંકા- ૬૯૩. કેટલાક શ્રાવક દેવ-દેવતાઓની મૂર્તિઓને વ્યવસાયરૂપે ત્રાજવામાં તોળી વેચે છે તે વાજબી ગણાય ખરું ? સમાધાન– જરાય વાજબી નથી. શંકા- ૬૯૪. માણિભદ્ર, પદ્માવતી ઇત્યાદિ સમ્યગ્દષ્ટિ દેવદેવીઓને જિનમંદિરની બહાર જુદી દહેરીમાં પ્રતિષ્ઠિત કર્યા હોય. દહેરાસરજીના અઢાર અભિષેકની ઉછામણીની સાથે એ દેવદેવીઓના વાર્ષિક અભિષેક વગેરેની અલગ ઉછામણી દહેરાસરમાં બોલાવી શકાય ? જો બોલાવી શકાય, તો તે ઘીની રકમ સાધારણ ખાતે લઈ જઈ શકાય કે દેવદ્રવ્યના ખાતામાં લઈ જવી જોઇએ ? સમાધાન- જિનમંદિરમાં ત્રણ નિરીતિનું પાલન કરવાનું હોય છે. તેમાં રંગમંડપમાં પ્રવેશતાં બીજી વાર નિસાહિ કહેવાનો વિધિ છે. એનો અર્થ એ છે કે હવે હું પરમાત્માની ભક્તિ સિવાય કોઈ Jain Educationa International For Personal and Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૨૯૯ વિચાર નહિ કરું, પરમાત્માની ભક્તિ સિવાય કોઈ વચન નહિ બોલીશ અને પરમાત્માની ભક્તિ સિવાય કોઈ પ્રવૃત્તિ નહિ કરું. આ અર્થને વિચારવામાં આવે તો જિનમંદિરમાં દેવ-દેવીઓના અભિષેકની ઉછામણી બોલી શકાય નહિ. આમ છતાં જિનમંદિરમાં દેવ-દેવીઓના અભિષેકની ઉછામણી બોલવામાં આવે તો તેની રકમ દેવદ્રવ્યમાં લઈ જવી જોઈએ. એ રકમ દેવદ્રવ્યમાં લઈ જવામાં આવે તો પરમાત્માની ભક્તિ થઈ ગણાય. એટલે એમ કરવામાં બીજી નિરીતિનો ભંગ થતો નથી. બીજી વાત. કેવળ પરમાત્માની ભક્તિ કરવાના સ્થાનમાં સાધારણ ખાતાની રકમ ઉત્પન્ન કરવાની પ્રવૃત્તિ કરવી એ જરાય ઉચિત ન ગણાય. એથી જ જિનમંદિરમાં સાધારણ ખાતાનો ભંડાર વગેરે ભંડાર પણ મૂકી શકાય નહિ. જિનમંદિરની બહાર દેવ-દેવીઓના વાર્ષિક અભિષેક વગેરેની ઉછામણી બોલવામાં આવી હોય તો તેની રકમ સાતે ક્ષેત્રમાં વાપરી શકાય. આર્થિક સ્થિતિથી નબળા હોય તેવા સાધર્મિકની ભક્તિમાં વાપરી શકાય. મને જે જણાયું એ લખ્યું છે. પૂ. ગીતાર્થોને આ વિષયમાં કંઈ જણાવવા જેવું હોય, તો જણાવવા વિનંતી. શંકા- ૬૯૫. માણિભદ્ર વગેરે દેવ-દેવીઓની મૂર્તિઓ ગભારામાં રાખી શકાય કે નહિ? તેને ચઢાવવા માટેના નૈવેદ્ય વગેરે કેવી રીતે ચઢાવી શકાય? પ્રભુની દૃષ્ટિ પડતી હોય તેવું નૈવેદ્ય શ્રાવકથી બહાર જઈ વાપરી શકાય ? સમાધાન– ભૂતકાળમાં મૂળનાયકના અધિષ્ઠાયક દેવ-દેવી સિવાય કોઈ પણ દેવ-દેવીની પ્રતિમા જિનમંદિરમાં પધરાવવામાં આવતી ન હતી. હવે જિનમંદિરમાં ઘણા દેવ-દેવીઓને પધરાવવાની પ્રવૃત્તિ વધતી જાય છે. આ પ્રવૃત્તિ યોગ્ય નથી. જો અધિષ્ઠાયક યક્ષ-યક્ષિણી સિવાય અન્ય દેવ-દેવીની પ્રતિમા જિનમંદિરમાં કોઈ પણ સ્થળે પધરાવવી યોગ્ય નથી તો ગભારામાં તો કેવી રીતે પધરાવી શકાય ? મૂળનાયકના અધિષ્ઠાયક દેવ-દેવી સિવાય અન્ય કોઈ પણ દેવ Jain Educationa International For Personal and Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ ૩૦) શંકા-સમાધાન દેવીની પ્રતિમા ગભારામાં રાખી શકાય નહિ. પ્રભુજીની દૃષ્ટિ પડતી હોય તેવું નૈવેદ્ય શ્રાવકથી બહાર જઈને પણ વાપરી શકાય નહિ. શંકા- ૬૯૬. દેવ-દેવીઓના ભંડારની રકમનો ઉપયોગ ક્યાં ક્યાં થઈ શકે ? સમાધાન- જિનમંદિરમાં મૂળનાયક યક્ષ-યક્ષિણી સિવાય બીજા કોઇ દેવ-દેવીની મૂર્તિ પધરાવવી જોઈએ નહિ. દેવ-દેવીનું ગોખલો વગેરે સ્થાન દેવદ્રવ્યમાંથી બનાવેલ ન હોય તો ભંડારની રકમ સાતે ક્ષેત્રમાં વાપરી શકાય. શ્રાવક-શ્રાવિકાઓ માટે પણ તે રકમનો ઉપયોગ થઈ શકે. આમ છતાં તપસ્વીઓના પારણામાં કે એકાસણા કરાવવામાં આ રકમનો ઉપયોગ ન કરવો જોઈએ. આ રકમનો પારણા વગેરેમાં ખાવા-પીવામાં ઉપયોગ કરી દેવામાં આવે, તો જરૂરી ક્ષેત્રોમાં એનો ઉપયોગ ઓછો થાય. શ્રાવક-શ્રાવિકાઓ માટે તે રકમનો ઉપયોગ કરવાનો હોય તો પહેલા નંબરે આવશ્યકતાવાળા (આર્થિક સ્થિતિએ નબળા) શ્રાવક-શ્રાવિકાઓને મદદ આપવામાં કરવો જોઇએ. તદુપરાંત ધાર્મિક પાઠશાળામાં પુસ્તકો વગેરે ઉપકરણો લાવવામાં અને શિક્ષક-શિક્ષિકાઓને પગાર આપવામાં તેનો ઉપયોગ થઈ શકે. પાઠશાળામાં ખાવાની વસ્તુ સિવાય પ્રભાવના માટે પણ ઉપયોગ થઈ શકે. આયંબિલ ખાતામાં પણ આયંબિલના ભોજન સિવાય આ રકમનો ઉપયોગ થઈ શકે. શંકા- ૬૯૭. માણિભદ્ર, ચક્રેશ્વરી વગેરે દેવ-દેવીના ભંડારની આવક સાધારણમાં લઈ જઈ શકાય ? કયા પ્રકારના સાધારણમાં લઈ જઈ શકાય ? સમાધાન– સમ્યગ્દષ્ટિ કોઈ પણ દેવ-દેવીના ભંડારની આવક સાધારણમાં લઈ જઈ શકાય. સાતક્ષેત્ર સાધારણમાં લઈ જઈ શકાય, અર્થાત્ તેનો સાતે ક્ષેત્રમાં ઉપયોગ થઈ શકે. શ્રાવક-શ્રાવિકા ક્ષેત્રમાં પણ તેનો ઉપયોગ કરી શકાય. આમ છતાં જમણવાર-પ્રભાવનામાં તેનો ઉપયોગ ન કરવો જોઇએ. Jain Educationa International For Personal and Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ શકા-સમાધાન ૩૦૧ લાલબત્તી– દેવ-દેવી પૂરતું સ્થાન જમીન સહિત સાધારણ દ્રવ્યમાંથી બનાવેલું હોય તો ભંડારની રકમ સાતક્ષેત્ર સાધારણમાં લઈ જઈ શકાય. પણ પહેલાં દેવ-દેવીનું સ્થાન જો દેવદ્રવ્યમાંથી બનાવેલું હોય કે જમીન દેવદ્રવ્યમાંથી ખરીદેલી હોય, તો સ્થાનની અને જમીનની રકમ પૂરા વ્યાજ સાથે સાધારણમાંથી દેવદ્રવ્યમાં જમા કરાવ્યા બાદની આવક સાધારણ ખાતે લઈ જવાય. શંકા– ૬૯૮. દેવ-દેવીના ભંડારમાંથી જૈન મુનીમને પગાર આપી શકાય ? નાકોડા ભૈરવની આવકમાંથી ધરતીકંપ વગેરેથી પીડિત જૈન શ્રાવકોને રકમ આપી શકાય ? સમાધાન પૂર્વે લખ્યું તેમ સમ્યગ્દષ્ટિ દેવ-દેવીનું સ્થાન જો દેવદ્રવ્યમાંથી બનાવ્યું ન હોય અને જમીન પણ દેવદ્રવ્યમાંથી ખરીદી ન હોય, તો દેવ-દેવીની આવકમાંથી જૈન મુનીમને પગાર આપી શકાય અને પીડિત જૈન શ્રાવકોને રકમ પણ આપી શકાય. દેવદેવીઓની આવકનો ઉપયોગ પહેલા નંબરમાં દીન-દુઃખી શ્રાવકશ્રાવિકાઓના ઉદ્ધાર માટે કરવો જોઇએ. શંકા- ૬૯૯. માણિભદ્ર વગેરેની આવકમાંથી બનાવેલ મકાન સુખી અને સામાન્ય સ્થિતિના માણસોને રહેવા આપી શકાય ? સમાધાન માણિભદ્ર વગેરે સમ્યગ્દષ્ટિ દેવની આવકમાંથી બનાવેલ મકાન ઉચિત ભાડાથી આપી શકાય. શંકા- ૭૦૦. દેવકુલિકાસ્થિત શ્રી સરસ્વતી દેવીના ભંડારની આવક કયા ખાતે જમા કરવી ? સમાધાન– જ્ઞાનદાત્રી છે એમ માનીને જ્ઞાન મેળવવા માટે સરસ્વતી દેવીના ભંડારમાં રકમ નાખે તો જ્ઞાનનો ઉદ્દેશ હોવાથી સરસ્વતીના ભંડારની એ રકમ જ્ઞાનખાતામાં એટલે જ્ઞાનક્ષેત્રમાં જમા કરવી જોઇએ અને સાધર્મિક છે એમ માનીને ભંડારમાં રકમ નાખે તો તે રકમ સાધારણ ખાતે જમા કરી શકાય. પણ મોટા ભાગે શ્રાવકો જ્ઞાનદાત્રી છે, એમ માનીને જ્ઞાન મેળવવા માટે સરસ્વતી દેવીના ભંડારમાં રકમ નાંખતા હોવાથી એ રકમ જ્ઞાનખાતામાં લઈ જવાય Jain Educationa International For Personal and Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ શંકા-સમાધાન તે વધારે યોગ્ય જણાય છે. આ જ્ઞાનખાતાની રકમ શ્રાવકશ્રાવિકાઓને પણ જ્ઞાન સંબંધી કામમાં ઉપયોગ કરી શકાય એવી ગણાય. જેમ કે પાઠશાળા માટે પુસ્તકો લાવવા હોય, તો તે રકમમાંથી લાવી શકાય. શિક્ષક-અધ્યાપકને તેમાંથી પગાર આપી શકાય. શંકા- ૭૦૧. બાવન વીર, નાકોડા ભૈરવ વગેરે દેવો સમ્યગ્દષ્ટિ છે? સમાધાન– બધા જ સમ્યગ્દષ્ટિ હોય એમ કહી શકાય નહિ. તેમાં અમુક દેવો સમ્યગ્દષ્ટિ હોય અને અમુક દેવો મિથ્યાદૃષ્ટિ પણ હોય એમ જણાય છે. શંકા- ૭૦૨. નાકોડા ભૈરવની મૂર્તિની સ્થાપના, પ્રતિષ્ઠા, નવાંગી પૂજન, આરતી, ભાવના વગેરે શ્રાવકોથી થઈ શકે ? સમાધાન ન થઈ શકે. શંકા- ૭૦૩. તીર્થંકરના અધિષ્ઠાયક દેવ-દેવીઓ અને બીજા પણ સમ્યગ્દષ્ટિ દેવ-દેવીઓ અત્યારે જે ખોટું ચાલી રહ્યું છે, તેને રોકતા કેમ નહિ હોય ? સમાધાન- વિશ્વમાં કેટલીક બાબતો ભવિતવ્યતાના બળથી થતી હોય છે. આવી બાબતોમાં દેવ-દેવીઓ પણ કંઈ કરી શકે નહિ. ભવિતવ્યતાના બળથી થતી બાબતોને દેવ-દેવીઓ રોકવા સમર્થ હોય તો દ્વારિકાનો નાશ કેમ થાત? બીજી પણ એવી ઘણી બાબતો છે કે, જેને રોકવા દેવો પણ સમર્થ ન થાય. શંકા- ૭૦૪. દેવ-દેવીઓ નંદીશ્વર દ્વીપની યાત્રાએ જતા રહેતા હોય કે મહાવિદેહમાં જતા રહેતા હોય તો તેમની આગળ પ્રાર્થના કરવાનો શો અર્થ ? સમાધાન- દેવ-દેવીઓ માત્ર અમુક દિવસોમાં નંદીશ્વરદ્વીપની યાત્રાએ જતા હોય છે અને મહાવિદેહમાં જિનવાણીનું શ્રવણ આદિ માટે જતા હોય છે. બાકીના સમયમાં તો દેવલોકમાં જ પોતાના સ્થાને રહેતા હોય છે. તેથી તેમને પ્રાર્થના કરવામાં વાંધો નથી. શંકા- ૭૦૫. દહેરાસરોમાં દેવ-દેવીઓની આગળ ભંડારો હોય છે. તો શું તેની આવક સાધારણ ખાતામાં લઈ જઈ શકાય ? Jain Educationa International For Personal and Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૩૦૩ સમાધાન- દેવ-દેવીઓના ભંડારની રકમ સાધારણ ખાતામાં લઈ જઈ શકાય. પણ આમાં વિવેક રાખવાની જરૂર છે. તે આ પ્રમાણેઅહીં સાધારણ ખાતું એટલે જિનમંદિર, જિનમૂર્તિ, જિનાગમ, સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ સાત ક્ષેત્રો સમજવા. તેમાં પ્રથમના પાંચ ક્ષેત્રોમાં કોઈ પ્રશ્ન રહેતો નથી. પણ શ્રાવક-શ્રાવિકા રૂપ ક્ષેત્રમાં આ ધનનો કેવી રીતે ઉપયોગ થાય તે વિચારવાની જરૂર છે. આ ધનનો ઉપયોગ સાધર્મિક વાત્સલ્ય (ભોજન) અને તીર્થયાત્રા વગેરેમાં ન કરવો જોઇએ. કિંતુ ગરીબ સાધર્મિકનો ઉદ્ધાર વગેરેમાં કરવો જોઇએ. ઉપાશ્રયનું નિર્માણ વગેરે કાર્યોમાં પણ ઉપયોગ કરી શકાય. અહીં એક સ્પષ્ટતા કરવી અનિવાર્ય છે કે દેવ-દેવીનું (ગોખલો વગેરે) સ્થાન સાધારણની રકમમાંથી બનાવવામાં આવ્યું હોય તો જ એની ઉપજ સાધારણ ખાતામાં લઈ જઈ શકાય. મંદિર દેવદ્રવ્યમાંથી બનાવ્યું હોય અને દેવ-દેવીઓનું સ્થાન પણ દેવદ્રવ્યમાંથી જ બનાવ્યું હોય તો તેની ઉપજ સાધારણમાં ન લઈ જઈ શકાય. દેવ-દેવીઓની સ્થાપના શા માટે કરવી જોઈએ એ પણ સમજી લેવાની જરૂર છે. સમ્યગ્દષ્ટિ દેવ-દેવીઓ શાસન રક્ષા કરનારા અને આરાધકોને આરાધનામાં સહાય કરનારા છે. તેમના આ ગુણને લક્ષમાં રાખીને તેમની ભક્તિ કરવા માટે દેવ-દેવીની સ્થાપના કરવાની હોય છે. પણ સાધારણ ખાતાની આવક થાય એ માટે દેવદેવીની સ્થાપના કરવામાં ભક્તિ નથી, પણ સ્વાર્થ છે. આવા સ્વાર્થ માટે દેવ-દેવીની સ્થાપના કરવી એ દેવ-દેવીની મોટી આશાતના છે. ભૌતિક સુખની આશંસાથી ભરેલા જીવો ધર્મસ્થાનોમાં પણ સ્વાર્થને જ આગળ કરે એમાં કોઈ નવાઈ નથી. આવા જીવો આ દેવ સમ્યગ્દષ્ટિ છે કે મિથ્યાદષ્ટિ છે એ વિચાર પણ ન કરે. એમની તો એક જ વાત હોય છે કે અમને મળે છે ને ! આથી જિનમંદિરોમાં દેવ-દેવીઓની મૂર્તિઓ વધતી જાય છે. શંકા- ૭૦૬. ગોત્રજ કરવાથી સમ્યકત્વમાં અતિચાર લાગે ? ગોત્રજ એટલે કુળ ઉપર ભૂતકાળમાં ઉપકાર કરનાર દેવ કે દેવીને Jain Educationa International For Personal and Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન કૃતજ્ઞભાવે સ્મરણ કરવા ઉપકાર નિમિત્તે લાપશી, ચોળા વગેરે બનાવી તેમને શેષ ચડાવવી તે. આમાં મિથ્યાત્વ ક્યાં આવ્યું ? દેવી-દેવતાને પરમાત્મબુદ્ધિથી માનીએ તો દોષ લાગે. પણ ઉપકારી દેવ-દેવીનું કૃતજ્ઞભાવે પણ સ્મરણ ન કરાય ? “ગોત્રજ ન કરાય' આવી પ્રરૂપણા કરાતી હોય છે, તે શા માટે ? સમાધાન તમે લખ્યું છે તે બરાબર છે પણ અજ્ઞાની જીવો આ ન સમજી શકે. એથી પૂજ્ય તરીકે માનવા લાગે. એ દૃષ્ટિએ નિષેધ થતો હોય છે. આથી જ અતિચારમાં ગોત્રદેવતાને પૂજવા-માનવાનો નિષેધ કર્યો છે. કોઇ સમજપૂર્વક ઉપકારબુદ્ધિથી ગોત્રજ કરે તો અતિચાર ન લાગે પણ અજ્ઞાન જીવો તેને જોઇને સમજ વિના પૂજ્યબુદ્ધિથી માનવા લાગે. આથી અનવસ્થા ન થાય એ માટે આનો નિષેધ કરવામાં આવે છે. ૩૦૪ શંકા- ૭૦૭. પ્રભુ માટે ઘી જરૂરથી વધારે આવેલ હોય તો તે ઘીના રૂપિયા દેવદ્રવ્યમાં નાખીને તે ઘીનો ઉપયોગ પોતાના માટે મીઠાઇ વગેરેમાં શ્રાવક કરી શકે ? સમાધાન– અહીં પહેલી વાત તો એ છે કે ટ્રસ્ટીઓએ જરૂરિયાતથી વધારે ઘી લેવું ન જોઇએ. હવે જો ઘી આપનાર ઘી લેવાનો આગ્રહ કરે, તો એને આ વાત સમજાવી જોઇએ કે વધારે ઘીની જરૂરિયાત ન હોવા છતાં તમારા આગ્રહથી સ્વીકારીએ છીએ પણ તેથી વેચીને તેના પૈસા જિનભક્તિમાં જમા કરીશું. જો તે શ્રાવક સંમતિ આપે તો ઘી વેચીને તેની રકમ જિનભક્તિમાં જમા કરવામાં વાંધો નથી પણ તે ઘી જૈનેતરને આપવું જોઇએ, જૈનને નહિ. ભગવાન માટે આવેલું હોવાથી શ્રાવક તેનો ઉપયોગ કરે તે યોગ્ય જણાતું નથી. વધારે ભાવ આપીને પણ શ્રાવકથી તેનો ઉપયોગ ન કરાય. જો તે શ્રાવક વેચવાની સંમતિ ન આપે તો તે ઘીનો ઉપયોગ પ્રભુભક્તિમાં જ કરવો જોઇએ. તેથી તે ઘી જરૂરિયાતવાળા અન્ય જિનમંદિરોમાં આપી દેવું જોઇએ. Jain Educationa International For Personal and Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૩૦૫ શંકા- ૭૦૮. કુળદેવીઓની નૈવેદ્યપ્રથા પ્રચલિત છે. તે કેટલી ઉચિત છે ? સમાધાન- આ પ્રથા યોગ્ય નથી. શ્રાવકોના અતિચારમાં ગોત્ર દેવતા વગેરેને માનવા-પૂજવાથી લાગેલા અતિચાર સંબંધી મિચ્છા મિ દુક્કર્ડ આપવામાં આવે છે. શંકા- ૭૦૯. દેવતાઓ કઈ ભાષા બોલે ? સમાધાન- દેવો અર્ધમાગધી ભાષા બોલે, કંઈક માગધી ભાષાનું અને કંઈક પ્રાકૃત ભાષાનું લક્ષણ જેમાં હોય તે ભાષા અર્ધમાગધી કહેવાય. શંકા- ૭૧૦. દેવો માંસ-મદ્યાદિ પદાર્થોનું ભક્ષણ કરે ? સમાધાન– દેવોને આહારની ઇચ્છા થાય કે તરત જ સાર પુદ્ગલો સર્વાગે પરિણત થાય છે. દેવોને કવલાહાર હોતો નથી. જે ચંડિકા, મહાકાલી આદિ હિંસક દેવ-દેવીઓ છે, તે પૂર્વભવના અભ્યાસથી મધ-માંસાદિકની આહુતિને માત્ર દેખવાથી જ સંતુષ્ટ થાય છે, પણ ભોજન કરતા નથી. (લોકપ્રકાશ સર્ગ-૧૨ ગા.૬૫-૬૬-૬૭) શંકા- ૭૧૧. જેમ રોગને દૂર કરવા માટે વૈદ્ય વગેરેની ભક્તિ સત્કાર વગેરે કરાય છે, તેમ આ લોકના કાર્ય માટે પ્રભાવશાળી યક્ષ-યક્ષિણીની માનતા પૂજા કરવામાં આવે તો કોઈ દોષ લાગે ? સમાધાન– વર્તમાન કાળમાં આ લોકના કાર્ય માટે પ્રભાવશાળી યક્ષ-યક્ષિણી આદિ દેવોની પૂજા-માનતા કરવાથી વક્ર ને જડ જીવોના મિથ્યાત્વનું કારણ થવાથી મિથ્યાત્વ લાગે અને તેથી પરભવમાં બોધિ દુર્લભ બને. શ્રી શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્રની વૃત્તિમાં આ વિષે પ્રશ્ન અને ઉત્તર નીચે મુજબ છે. પ્રશ્ન- જેમ રોગને દૂર કરવા માટે ધન-ભોજન અને વસ્ત્રાદિથી વૈદ્યાદિનું બહુમાન કરવામાં આવે છે, તેમ પ્રભાવશાળી યક્ષયક્ષિણીઓનું પણ આ લોકના ફળ માટે પૂજા-બહુમાન કરવામાં શો દોષ છે ? (૧) મિથ્યાત્વ દોષ તો ત્યારે લાગે કે જો આ દેવ મોક્ષના દાતા છે એવી બુદ્ધિથી આરાધના કરવામાં આવે. યોગશાસ્ત્રમાં કહ્યું Jain Educationa International For Personal and Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ શંકા-સમાધાન છે કે અદેવમાં જે દેવબુદ્ધિ, અગુરુમાં જે ગુરુબુદ્ધિ અને અધર્મમાં જે ધર્મબુદ્ધિ તે વિપરીતપણું હોવાથી મિથ્યાત્વ છે. (૨) સંભળાય છે કે નિર્મળ અને દઢ સમ્યગ્દર્શનવાળા શ્રી રાવણ, શ્રીકૃષ્ણ, શ્રી શ્રેણિક, શ્રી અભયકુમાર વગેરેએ શત્રુને જીતવા માટે અને પુત્રપ્રાપ્તિ આદિ આ લોકના કાર્ય માટે વિદ્યાદેવતા વગેરેનું આરાધન કર્યું હતું. તો પછી આ લોકના કાર્યની સિદ્ધિ માટે યક્ષ આદિની આરાધના કરવામાં મિથ્યાત્વ કેવી રીતે લાગે ? ઉત્તર- તમારો પ્રશ્ન સત્ય છે, તત્ત્વવૃત્તિથી અદેવમાં દેવની બુદ્ધિથી આરાધના કરવી એ જ મિથ્યાત્વ છે, તો પણ આ લોકના કાર્યની સિદ્ધિ માટે યક્ષાદિની આરાધના કરવામાં મિથ્યાત્વનો પ્રસંગ આદિ અનેક દોષોનો સંભવ હોવાથી ત્યાગ કરવા યોગ્ય છે. જીવો પ્રાયઃ મંદબુદ્ધિ, મુગ્ધ અને વક્ર બુદ્ધિવાળા હોય છે અને હમણાં તો વિશેષ કરીને તેવા હોય છે. તેઓ આ પ્રમાણે વિચારે કે, આ વિશુદ્ધ સમ્યક્ત્વવાળા યજ્ઞાદિનું આરાધન કરે છે, તેથી નિશ્ચયથી આ દેવ પણ મોક્ષનો દાતા અને આરાધના કરવાને યોગ્ય છે, ઇત્યાદિ પરંપરાએ કરીને મિથ્યાત્વની વૃદ્ધિ અને મિથ્યાત્વને સ્થિર કરવાનો પ્રસંગ આવે, એથી આ લોકના ફળ માટે પણ યક્ષાદિનું આરાધન કરનારા પરભવમાં દુર્લભબોધિ થાય છે. કહ્યું છે કે “જે જીવ અન્ય જીવોને મિથ્યાત્વ પમાડે છે, તે જીવ અન્ય જીવને મિથ્યાત્વ પમાડવાના કારણથી જિનેશ્વર ભગવંતે કહેલ બોધિને પ્રાપ્ત ન કરે.” શંકા- ૭૧૨. શ્રાવકોને ગોત્રદેવી કુળદેવીની પૂજા કરવામાં મિથ્યાત્વનો દોષ લાગે કે નહિ ? સમાધાન- જેને “આપણે ગોત્રદેવી કુળદેવીની પૂજા નહિ કરીએ, તો આપણને તે દેવી હેરાન કરશે” એવો ભય ન હોય અને કદાચ કોઈ આપત્તિ આવી જાય તો આપત્તિમાં વૈર્ય રાખી શકે, તે દેવીની પૂજા ન કરે, જેને ભય હોય કે આપત્તિમાં વૈર્ય ન રહે, તે પૂજા કરે તો પણ મિથ્યાત્વ ન લાગે. કેમકે સમકિત ઉચ્ચરતી વખતે તેવો અભિયોગ (છૂટ) રાખવામાં આવે છે તેથી સમકિતનો Jain Educationa International For Personal and Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૩૦૭ ભંગ ન થાય. અથવા જેમ લોકો ફેમીલી ડૉ. આદિનો સત્કાર કરે છે તેમ આ કુળદેવી કે ગોત્રદેવી આપણા કુળની રક્ષા કરે છે એમ માનીને પૂજા કરે તો સમ્યકત્વનો ભંગ ન થાય. કેમકે પૂજનીય દેવી છે. એમ માનીને પૂજા નથી કરતો. શંકા- ૭૧૩. તીર્થકરની પૂજા કર્યા પછી ગૌતમસ્વામીજી વગેરે ગણધર ભગવંતોની મૂર્તિની પૂજા કર્યા બાદ એ જ કેસરથી દેવદેવીની પૂજા કરી શકાય ? સમાધાન કરી શકાય. દેવ-દેવીઓની પૂજા કર્યા પછી એ જ કેસરથી ગુરુમૂર્તિ અને પરમાત્માની પૂજા ન થાય પણ ગુરુમૂર્તિની પૂજા કર્યા પછી એ જ કેસરથી દેવ-દેવીની પૂજા કરી શકાય. એ જ પ્રમાણે ગુરુમૂર્તિની પૂજા કર્યા પછી એ જ કેસરથી તીર્થકરોની મૂર્તિની પૂજા ન કરી શકાય. પણ તીર્થકરોની મૂર્તિની પૂજા કર્યા બાદ એ જ કેસરથી ગુરુમૂર્તિની પૂજા કરી શકાય. શંકા- ૭૧૪. દેવ-દેવીને ખમાસમણ અપાય ? સમાધાન- દેવી-દેવીને ખમાસમણ ન અપાય, કિંતુ બે હાથ જોડી મસ્તક નમાવી માત્ર પ્રણામ કરાય. વેયાવચ્ચ સંબંધી શંકા-સમાધાન શંકા- ૭૧૫. વેયાવચ્ચ ખાતાની રકમનો ઉપયોગ શેમાં થાય? સમાધાન– જેમ દેવદ્રવ્યના સમર્પિત અને પ્રાપ્ત એમ બે વિભાગ છે, તેમ વૈયાવચ્ચ દ્રવ્યના પણ સમર્પિત અને પ્રાપ્ત એમ બે વિભાગ છે. કોઈએ સાધુ-સાધ્વીજીની વૈયાવચ્ચ માટે રકમ અર્પણ કરી હોય તે સમર્પિત વેયાવચ્ચ દ્રવ્ય છે. દીક્ષા પ્રસંગે દીક્ષાર્થીને આપવાના ઉપકરણોના ચઢાવાની રકમ પ્રાપ્ત વેયાવચ્ચ દ્રવ્ય છે. તેમાં સમર્પિત વેયાવચ્ચ દ્રવ્યની રકમ વેયાવચ્ચના કોઈ પણ કાર્યમાં વાપરી શકાય. વેયાવચ્ચ કરતા જૈન ડૉકટર વગેરેને ફી રૂપે તેમ જ જૈન માણસ કે અધ્યાપન કરાવતા જૈન પંડિતના પગાર રૂપે આપી શકાય. પ્રાપ્ત Jain Educationa International For Personal and Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ શંકા-સમાધાન વેયાવચ્ચ દ્રવ્ય જૈન ડૉકટર વગેરેને ન આપી શકાય, પણ જૈનેતર ડૉ. વગેરેને આપી શકાય. ખાસ જાણવા જેવું કોઈ પણ પ્રકારની વેયાવચ્ચની રકમમાંથી ઉપાશ્રય બનાવી શકાય નહિ. ઉપાશ્રયનું રીપેરિંગ કે લાઈટ વગેરે કરી શકાય નહિ. વિહારના સ્થાનોમાં ઉપાશ્રય માટે, રસોડાની વ્યવસ્થા માટે કે ગોચરી-પાણી માટે પણ આ રકમનો ઉપયોગ ન થઈ શકે. કારણ કે ઉપાશ્રય-રસોડામાં પૂ. સાધુ-સાધ્વીજી સાથે મુમુક્ષુ કે જૈન માણસ હોય, શ્રાવક-શ્રાવિકા વંદનાદિ માટે આવે, આ બધાને રહેવા-જમવાનો પ્રસંગ બને. શંકા- ૭૧૬. સાધુઓને ભણાવનાર જૈને પંડિતજીને તથા સાધુની સાથે રહેનાર જૈન ભાઈને (સામાન માટેની સાયકલ ચલાવનારને) વેયાવચ્ચની રકમમાંથી પગાર આપી શકાય ? સમાધાન- સમર્પિત(=કોઇએ સાધુ-સાધ્વીજીની વૈયાવચ્ચ માટે રકમ અર્પણ કરી હોય તે) રકમમાંથી આપી શકાય. પ્રાપ્ત(દીક્ષા પ્રસંગે દીક્ષાર્થીને અર્પણ કરવાના ઉપકરણોની બોલીથી આવેલ) રકમમાંથી ન આપી શકાય. શંકા- ૭૧૭. સાધુ-સાધ્વીજી માટે જૈનોના ઘર ન હોય તેવા કેટલાક ગામોમાં રસોડા બનાવ્યા છે. તે રસોડામાં વેયાવચ્ચની રકમ આવતી હોય, ત્યાં સાધુ-સાધ્વીજી સાથે મુમુક્ષુ ભાઈ-બહેનો હોય કે કોઈ શ્રાવક-શ્રાવિકા વંદનાર્થે આવ્યા હોય, તો તેઓ ત્યાં જમી શકે ? સમાધાન– એ રસોડાનું ભોજન ન જમી શકે. જો મકાન વેયાવચ્ચની રકમમાંથી બનાવ્યું હોય તો રહી પણ ન શકે. શંકા– ૭૧૮. વેયાવચ્ચની રકમ સાધુ-સાધ્વીના ઔષધ (વાપરવાની દવા) માટે ઉપયોગમાં લઈ શકાય ? કે માત્ર સાધુ-સાધ્વીની વેયાવચ્ચ કરનાર પગારદાર ગૃહસ્થને આપી શકાય તથા જૈનેતર ડૉકટર આદિને આપી શકાય ? સમાધાન– વેયાવચ્ચની રકમ સાધુ-સાધ્વીના ઔષધના ઉપયોગમાં લઈ શકાય. આમ છતાં લાભ લેનારા શ્રાવક-શ્રાવિકાઓ હોય, તો Jain Educationa International For Personal and Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૩૦૯ તેમને લાભ આપવો જોઇએ. શ્રાવક-શ્રાવિકાઓ લાભ લેનાર ન હોય, તેવા સંયોગમાં જ વેયાવચ્ચની રકમમાંથી ઔષધ મંગાવવું જોઈએ. લાભ લેનારા શ્રાવક-શ્રાવિકાઓ હોવા છતાં વેયાવચ્ચની રકમમાંથી ઔષધ મંગાવવામાં આવે, તો પછી એમને લાભ ક્યારે મળે ? એમનો ઉદ્ધાર કેવી રીતે થાય ? શંકા– ૭૧૯. વેયાવચ્ચના પગારમાંથી જીવન જીવનાર-આજીવિકા ચલાવનાર જૈનેતર ગૃહસ્થના ઘરે સાધુ-સાધ્વી વહોરવા જઈ શકે ? શ્રાવકાદિને તેમના ઘરના આહારાદિ કલ્પે ? સમાધાન- સાધુ-સાધ્વી વહોરવા ન જઈ શકે. શ્રાવકાદિને પણ તેમના ઘરના આહારાદિ ન કલ્પ. શંકા- ૭૨૦. કોઈ સંઘમાં વેયાવચ્ચ ખાતાની રકમ વધારે હોય, તો તેનો ઉપયોગ જિનભક્તિ સાધારણમાં થઈ શકે ? સમાધાન- નીચલા ખાતાનું દ્રવ્ય ઉપરના ખાતામાં જઈ શકે છે, એથી વેયાવચ્ચની રકમનો ઉપયોગ જીર્ણોદ્ધાર, મંદિર નિર્માણમાં થઈ શકે, પૂજારીને પગાર, શ્રાવકો માટે પૂજા દ્રવ્યો ખરીદવા આદિમાં આ દ્રવ્યનો ઉપયોગ ન થાય. આમ છતાં આજે વેયાવચ્ચની રકમની ઘણી જરૂર પડતી હોવાથી જે સ્થાનમાં વેયાવચ્ચની રકમ ન હોય, તે સ્થાનમાં આ રકમ આપવી એ વધારે યોગ્ય છે. આજે ઘણા સ્થાનોમાં વેયાવચ્ચની રકમ ન હોવાના કારણે દેવદ્રવ્યની રકમ પણ વાપરી નાખતાં હોય છે. આથી આવા સ્થાનોમાં વેયાવચ્ચની રકમ આપવાથી દેવદ્રવ્યના ભક્ષણના દોષથી બચાવી શકાય. સાધુ-સાધ્વી સંબંધી શંકા-સમાધાન શંકા– ૭૨૧. ગુરુદ્રવ્યની રકમ ક્યાં ક્યાં ઉપયોગમાં આવે ? સમાધાન– શાસ્ત્રમાં ગુરુદ્રવ્યના ભોગાર્ડ અને પૂજાઈ એમ બે પ્રકાર જણાવ્યા છે. તેમાં સાધુઓને વાપરવાનાં વસ્ત્ર-પાત્ર ને આહાર-પાણી વગેરે દ્રવ્ય ભોગાહ(=સાધુઓ વાપરી શકે તેવા) છે. ગુરુપૂજન આદિનું દ્રવ્ય પૂજાહ( પૂજા કરવાને યોગ્ય) છે. આ પૂજાહ Jain Educationa International For Personal and Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ શંકા-સમાધાન દ્રવ્યનો ઉપયોગ જિનમંદિરનો જીર્ણોદ્ધાર અને નૂતન જિનમંદિરમાં થાય. આનાથી એ નિશ્ચિત થાય છે કે, ગુરુપૂજન આદિનું દ્રવ્ય દેવદ્રવ્ય જેવું ગણાય. કોઇએ ગુરુભક્તિ માટે દ્રવ્ય આપ્યું હોય, તો તે દ્રવ્યનો ગુરુના ઔષધ વગેરે સર્વ કાયોમાં ઉપયોગ થઈ શકે. જૈન ડૉકટર વગેરેને ફી રૂપે તથા જૈન માણસ કે જૈન પંડિતના પગાર રૂપે પણ આપી શકાય. શંકા- ૭૨૨. ગુરુપૂજનનું દ્રવ્ય “તધનં ૨ નૌરવોઈસ્થાને પૂનામ્બન્ધન પ્રયોક્તમ્” એ દ્રવ્યસપ્તતિકા ગ્રંથના પાઠના આધારે દેવદ્રવ્યમાં લઈ જવામાં આવે છે. અહીં પ્રશ્ન થાય કે આ પાઠમાં ગુરુપૂજાનું ધન ગૌરવાહ સ્થાનમાં લઈ જવાનું લખ્યું છે. જેમ દેવદ્રવ્ય ગૌરવર્ણ સ્થાન છે તેમ જ્ઞાન પણ ગૌરવર્ણ સ્થાન છે. સાત ક્ષેત્રમાં ગુરુક્ષેત્રથી જ્ઞાનક્ષેત્ર ઊંચું છે. તો ગુરુપૂજનનું દ્રવ્ય જ્ઞાનક્ષેત્રમાં કેમ ન લેવાય ? સમાધાન– જેમ ગુરુપૂજાનું ધન ગૌરવા સ્થાનમાં લઈ જવાનું લખ્યું છે તેમ ગૌરવાઈ સ્થાનનો પણ દ્રવ્યસપ્તતિકા ગ્રંથમાં જ स्वर्णादिकं तु गुरुद्रव्यं जीर्णोद्धारे नव्यचैत्यकरणादौ च व्यापार्यम् से પાઠથી નિર્દેશ કર્યો છે. આ પાઠનો અર્થ એ છે કે “સુવર્ણ વગેરે ગુરુપૂજાનું દ્રવ્ય જીર્ણોદ્ધારમાં અને નૂતન જિનમંદિર બનાવવા વગેરેમાં વાપરવું.” આ પાઠના આધારે ગુરુપૂજાનું દ્રવ્ય દેવદ્રવ્યમાં જ લઈ જવાય, જ્ઞાનમાં નહિ. મતિ શબ્દથી પણ દેવસંબંધી કાર્યો જ લેવાય, જ્ઞાન સંબંધી નહિ. કારણ કે મઃિ શબ્દ જે શબ્દની સાથે હોય તે શબ્દનો જે અર્થ થતો હોય તે અર્થની સમાન વસ્તુ લેવાય, અસમાન નહિ. અહીં બદ્રિ શબ્દ જિનમંદિરની સાથે છે. માટે આદિ શબ્દથી જિનમંદિર સંબંધી કાર્યો લેવાય. શંકા– ૭૨૩. કોઈ આચાર્યદેવને પોતાના અંગત ગુરુ બનાવવા હોય તો બનાવી શકાય કે નહિ ? સમાધાન- બનાવી શકાય. જેનાથી આપણે ધર્મ પામ્યા હોઈએ, તેને પોતાના કે કુટુંબના ગુરુ તરીકે માની શકાય, પણ બીજા Jain Educationa International For Personal and Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૩૧૧ આચાર્યોની ઉપેક્ષા ન થવી જોઇએ. પોતે જેનાથી ધર્મ પામ્યા હોય તે આચાર્યની જ ભક્તિ સેવા વગેરે કરે અને અજ્ઞાનતાથી બીજા આચાર્યોની ઉપેક્ષા થાય, આવું ન જ બનવું જોઇએ. પંચાશક શાસ્ત્રના પહેલા ભાગમાં “જિનદીક્ષાવિધિ” પંચાશકમાં લખ્યું છે કે, શ્રાવક પોતે જેનાથી ધર્મ પામ્યો હોય, તેવા શુભ આચાર્યાદિને પોતાના અંગત ગુરુ તરીકે સ્વીકારે ને કહે કે, હું આપનો સેવક છું, આપ સંસારસમુદ્રમાં ડૂબેલા મારા નાથ છો, એ પ્રમાણે આત્મ સમર્પણ ક૨વું અને પોતાની પાસે ધન વગેરે જે કંઇ હોય, તે બધુ ગુરુને સમર્પણ કરવું. અલબત્ત ગુરુ ત્યાગી હોવાથી ધન વગેરે ગ્રહણ કરે નહિ પણ અંગત ગુરુ સ્વીકારનાર શ્રાવકની એ ફરજ છે કે તેણે બધું જ ગુરુને સમર્પણ કરી દેવું જોઇએ. આમ કરવાથી ગુરુ સ્વીકાર ન કરે તો પણ અવસરે શાસનની રક્ષા આદિ માટે ધનાદિનો ઉપયોગ કરવા ગુરુ તેને કહી શકે. ધન વગેરે ગુરુને સમર્પણ કર્યું હોય તો ગુરુ અવસરે સંકોચ વિના તેને શાસનરક્ષા આદિ માટે ધનાદિનો ઉપયોગ કરવા કહી શકે, અન્યથા સંકોચ થાય. શ્રાવકની ભાવના એ જ હોવી જોઇએ કે ધન વગેરે મારી વસ્તુનો પહેલો ઉપયોગ શાસન માટે, પછી મારા માટે. શંકા— ૭૨૪. કોઇ કોઇ સમુદાયમાં સાધ્વીજીઓ આચાર્યની સમક્ષ દ૨૨ોજ રાઇ મુહપતિ કરે છે, તે યોગ્ય છે ? સમાધાન– આ વિષયને સમજવા માટે રાઇ મુહપત્તિ શા માટે કરવામાં આવે છે, એ જાણવું જરૂરી છે. પૂર્વે બધા સાધુઓ આચાર્ય ભગવંતની સાથે જ સવા૨નું પ્રતિક્રમણ કરતા હતા, પણ વર્તમાનમાં મોટાભાગે સાધુઓ અલગ પ્રતિક્રમણ કરે છે. આચાર્ય ભગવંતની સમક્ષ આદેશ માગીને રાઇ પ્રતિક્રમણ કરવાની વિધિ સચવાય એ માટે પૂર્વ પરંપરાથી રાઇ મુહપતિ કરવામાં આવે છે. સાધ્વીઓને આચાર્યની સાથે પ્રતિક્રમણ કરવાનું હોતું જ નથી, એથી સાધ્વીઓને રાઇ મુહપતિ કરવાની ક્યાં રહી ? Jain Educationa International For Personal and Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ શંકા-સમાધાન શંકા– ૭૨૫. ચાર વિકથાના વર્ણન સ્વરૂપ છાપું સાધુ વાંચતા હોય ત્યારે તેમને વંદન થાય ? સમાધાન- સાધુ છાપું વાંચતા હોય ત્યારે તેમને વંદન થાય પણ અહીં એટલું સમજવાની જરૂર છે કે છાપું દરેક સાધુથી ન વંચાય. અગીતાર્થ સાધુથી છાપું ન વંચાય. ગીતાર્થ સાધુ પણ ધર્મ માટે ઉપયોગી બને તેવી વિગત જ વાંચે. સીધી રીતે કે પરંપરાએ ધર્મમાં સ્વ-પરને ઉપયોગી હોય તેવી જ વિગતો ગીતાર્થ સાધુ વાંચે. તેમાં પણ સાધુએ સ્પેશિયલ પોતાના માટે છાપાં ન મંગાવવા જોઈએ. ગૃહસ્થો પોતાના માટે મંગાવતા હોય તે છાપાં તેમની પાસેથી મેળવી લેવાની વ્યવસ્થા ગોઠવવી જોઇએ. સાધુ સ્પેશિયલ પોતાના માટે છાપાં મંગાવે તો જ્ઞાનની ઘણી વિરાધના થાય. કારણ કે એ છાપાં રદીમાં જાય. છાપાં રદીમાં જાય એ જ્ઞાનની વિરાધના છે. શંકા- ૭૨૬. સાંભળવા મુજબ શ્રાવિકાઓ સાધ્વીજીના ચરણ ઉપર હાથ મૂકીને ખામણા-વંદન કરે છે. આ યોગ્ય છે ? સમાધાન- આ યોગ્ય નથી. બીમારી આદિ વિશેષ કારણ સિવાય શ્રાવિકાઓથી સાધ્વીજીના શરીરે સ્પર્શ પણ ન કરાય. શંકા- ૦૨૭. વર્તમાનમાં જેવી રીતે નિશીથસૂત્રધારી(=સૂત્ર-અર્થ એમ ઉભયથી નિશીથ સૂત્રના જ્ઞાતા) ગીતાર્થ ગણાય, તેવી રીતે સાધ્વીજી કેટલું સૂત્ર ભણે તો ગીતાર્થ ગણાય ? સમાધાન– વર્તમાનમાં સાધ્વીજીઓને આચારાંગ સૂત્ર સુધી ભણવાની અનુજ્ઞા છે. આથી તેટલું શ્રુત સૂત્ર અને અર્થથી બરાબર ભણે તથા જેમાં સાધુના આચારોની પ્રધાનતા છે તેવા ઓઘનિર્યુક્તિ વગેરે ગ્રંથોને બરાબર ભણે. તદુપરાંત બૃહત્કલ્પ વગેરે સૂત્રોમાં આવતા સાધુ-સાધ્વીજીઓના આચારોને ગીતાર્થ ગુરુભગવંત પાસેથી સાંભળીને તેનું અવધારણ કરે ત્યારે સાધ્વીજી ભગવંત ગીતાર્થ બની શકે. શંકા- ૦૨૮. આજે કેટલાક શ્રાવકો ગુરુવંદન કરતી વખતે સાધુની જેમ ગુરુને સ્પર્શીને અભુઢિઓ સૂત્ર બોલતા હોય છે તે યોગ્ય છે ? Jain Educationa International For Personal and Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૩૧૩ સમાધાન– તે યોગ્ય નથી. શ્રાવકોને ગુરુની રજા લીધા વિના ગુરુના અવગ્રહમાં (૩ી હાથમાં) આવવાનો પણ નિષેધ છે તો પછી ગુરુના શરીરને સ્પર્શ કરવાની વાત જ ક્યાં રહી ? આજે અજ્ઞાનતાના કારણે વંદન સિવાય પણ ગુરુના શરીરને સ્પર્શતા હોય છે. વિના કારણે શરીર દબાવતા હોય છે. આવું કરવું યોગ્ય નથી. વળી કેટલાક શ્રાવકો તો ભગવાનના ખોળામાં માથું મૂકીને બે જાનુને બે હાથથી સ્પર્શીને કંઈક પ્રાર્થના કરતા હોય છે આ બધું યોગ્ય નથી. શ્રાવકે દેવ-ગુરુની ભક્તિ વિવેકપૂર્વક કરવી જોઇએ. શંકા– ૭૨૯. શ્રાવકોને હૃદયમાં ગુરુ પ્રત્યે સારો ભાવ છે અને ભગવાન પ્રત્યે પણ સારો ભાવ છે તેથી ઉક્ત રીતે સ્પર્શીને વંદનાદિ કરે છે તો તેમાં શું વાંધો ? સમાધાન– સારો ભાવ પણ જિનાજ્ઞાપૂર્વકનો હોય તો તે સારો ભાવ કહેવાય. પણ જિનાજ્ઞાની ઉપેક્ષા કરીને થતો ભાવ એ સારો ભાવ નથી. આ વિશે ઉપદેશ પદ ગા.૧૮૭માં સ્પષ્ટ લખ્યું છે કે આજ્ઞા નિરપેક્ષ પરિણામ પણ( શુભભાવ પણ) અવશ્ય અશુદ્ધ જ છે. કારણ કે તીર્થકરને વિશે બહુમાન ન હોવાથી તે પરિણામ અસદ્ આગ્રહ રૂપ જાણવો.” શંકા- ૭૩૦. સાધુઓ યોગમાં સજઝાય પઠાવે છે. સજઝાય પઠાવવી એટલે શું ? સમાધાન- સ્વાધ્યાય કરવા માટે પૂર્વે વસતિ જોવી, ગુરુને નિવેદન કરવું, વંદન કરવું વગેરે જે વિધિવિશેષ કરવામાં આવે તેને શાસ્ત્રની ભાષામાં સઝાય પઠાવવાની ક્રિયા કહેવામાં આવે છે. પઠ્ઠવણ એટલે પ્રસ્થાપન. પ્રસ્થાપન એટલે પ્રારંભ, સ્વાધ્યાય કરવા માટે પ્રારંભિક ક્રિયા તે પ્રસ્થાપન. શંકા- ૭૩૧. કૃષ્ણ મહારાજાએ ૧૮,૦૦૦ સાધુઓને વંદન કર્યું. એક સાધુને વંદન કરવામાં એક મિનિટ લાગે તો પણ આ કેવી રીતે સંભવે ? Jain Educationa International For Personal and Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ શંકા-સમાધાન સમાધાન– કૃષ્ણ મહારાજાએ મુખ્ય મુખ્ય સાધુઓને વિધિપૂર્વક વંદન કર્યું. બાકીના બધા સાધુઓને એક જ સ્થળે રહીને બે હાથ જોડીને ભાવથી એકી સાથે વંદન કર્યું. આથી સમય પહોંચવાનો પ્રશ્ન રહેતો નથી. સેનપ્રશ્ન ગ્રંથમાં ૪૬૫ પ્રશ્નના ઉત્તરમાં આવા જ ભાવનું જણાવ્યું છે. શંકા- ૭૩૨. ચૈત્યવંદનમાં “જાવંત કે વિ સાહૂ' સૂત્ર બોલાય છે. તે સૂત્રથી સર્વ મુનિઓને વંદન કરવામાં આવે છે. જિનેશ્વરની સમક્ષ સાધુઓને વંદન કરવું ઉચિત કેવી રીતે ગણાય ? સમાધાન– જિનેશ્વરની સમક્ષ સાધુને વંદન કરવામાં કોઈ દોષ નથી. આથી જ પ્રશ્નોત્તર સાર્ધશતક ગ્રંથમાં નવમા પ્રશ્નોત્તરમાં શ્રીકૃષ્ણ વાસુદેવે શ્રી નેમિજિન સમક્ષ સર્વ સાધુઓને વંદન કર્યું એ દૃષ્ટાંત આપીને જિનમંદિરમાં સાધુઓને વંદન ન થાય એવા મતનું ખંડન કર્યું છે અને વંદન થાય એમ સિદ્ધ કર્યું છે. ચૈત્યવંદન ભાષ્યમાં ચૈત્યવંદનમાં જિનેશ્વર ભગવંતો, મુનિવરો, શ્રુતજ્ઞાન અને સિદ્ધો એ ચારને વંદનીય કહ્યા છે. દેવને વંદન કર્યા પછી ગુરુને વંદન કરવાનું હોય છે. આથી ચૈત્યવંદનમાં નમુસ્કુર્ણ સૂત્રથી ભાવજિનને, ને ર મા સિદ્ધાં. એ પાઠથી દ્રવ્ય જિનને “જાવંતિ ચેઇઆઇ” સૂત્રથી સ્થાપના જિનને વંદન કર્યા પછી “જાવંત કે વિ સાહૂ સૂત્રથી સાધુઓને વંદન કરવામાં આવે છે. જેવી રીતે સિદ્ધચક્ર યંત્રમાં અરિહંત-સિદ્ધ એ બે દેવને પૂજ્યા પછી આચાર્ય વગેરેને પૂજવામાં આવે છે તેવી રીતે અહીં પણ જિનને વંદન કર્યા પછી ગુરુને વંદન કરવામાં અનુચિત જેવું નથી. દેવવંદનની જેમ ગુરુવંદન પણ દરરોજ કરવું જોઈએ એમ સૂચવવા માટે ચૈત્યવંદનમાં આ રીતે ગુરુવંદન કરવાનું વિધાન હોય એમ સંભવે છે. અહીં એ પ્રશ્ન ઉપસ્થિત થાય કે જો પ્રભુની સમક્ષ ગુરુવંદન કરવામાં વાંધો નથી, તો પછી દીક્ષા વગેરેના પ્રસંગે નાણસમક્ષ ગુરુને વંદન કરવા માટે પ્રભુજીને પડદો કેમ કરવામાં આવે છે ? અર્થાત્ પ્રભુજીને પડદો કરીને વાંદણા વગેરે કેમ આપવામાં આવે Jain Educationa International For Personal and Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૩૧૫ છે ? અથવા પાટ ઉપર બિરાજમાન ગુરુને વાંદણા પ્રભુજીને પડદો કરીને કેમ આપવામાં આવે છે ? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે અહીં ગુરુ પોતે ત્રિલોકના નાથ પ્રભુજીની સમક્ષ હું વંદન કેમ લઉં ? એમ પોતાની લઘુતા બતાવવા માટે પ્રભુજીને પડદો કરાવે છે જ્યારે મંદિરમાં તો સ્થાપનાગુરુ હોય છે. શંકા— ૭૩૩. સાધ્વીજી ભગવંતો પક્ષી આદિના ખામણા કરવા માટે પહેલા રાઇ મુહપતિ કરીને પછી પક્ષી આદિના આદેશો માંગે છે, તે યોગ્ય છે ? સમાધાન– આજે આવી આચરણા જોવામાં આવે છે, પણ પરમાર્થથી વિચારવામાં આવે તો સાધ્વીજીઓને આચાર્ય ભગવંતની સાથે રાઇ વગેરે કોઇપણ પ્રકારનું પ્રતિક્રમણ કરવાનું હોતું નથી એથી પક્ષી ખામણા કરતી વખતે ઇરિયાવહિયં કરીને ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! મુહપત્તિ પડિલેહું એમ આદેશ માંગી મુહપત્તિનું પડિલેહણ કરીને બે વાંદણા આપીને ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! સંબુદ્ધા ખામણેણં અભૂઢિઓમિ અભિતર પક્ખીઅં ખામેઉં ? એમ કહીને અબ્બુઢિઓ બોલવાથી પક્ષી આદિ ખામણા થઇ જાય. શંકા- ૭૩૪. ગોચરી વહોરાવતાં શ્રાવક ખાલી ગ્લાસને એક સ્થાનથી બીજા સ્થાને મૂકે તો દોષ લાગે ? જો દોષ લાગે તો શ્રાવક વહોરાવતી વખતે મુહપત્તિ વગર બોલે, ઇર્યાસમિતિ વગર ચાલે વગેરેમાં પણ દોષ ન લાગે ? શું વહોરાવતી વખતે શ્રાવક અષ્ટ પ્રવચન માતાનું પાલન કરે તેવો આગ્રહ રાખી શકાય ? સમાધાન- ગોચરી વહોરાવતાં શ્રાવક ખાલી ગ્લાસને એક સ્થાનથી બીજા સ્થાને મૂકે ત્યારે જો કીડી મરી જાય વગેરે જીવવિરાધના થાય તો દોષ લાગે, અન્યથા ન લાગે. વહોરાવતી વખતે શ્રાવક અષ્ટ પ્રવચન માતાનું પાલન કરે એવો આગ્રહ ન સાધુથી રાખી શકાય. પણ વહોરાવવા માટે બોલવા આદિ સિવાય કોઇ જીવવિરાધના ન કરે એવો આગ્રહ રાખી શકાય. વહોરાવવા માટે બોલવા આદિ સિવાય કોઇ પણ પ્રકારની જીવવિરાધના કરે For Personal and Private Use Only Jain Educationa International Page #113 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ શંકા-સમાધાન તો સાધુથી ન જ વહો૨ાય. વહોરાવવા માટે થોડું જવું-આવવું વગેરે પ્રવૃત્તિ થવાની જ. તેમાં તે ઇરિયાસમિતિપૂર્વક જ ચાલે એવું નથી. શાસ્ત્રમાં અભ્યાહત દોષ જણાવેલ છે. અભ્યાહત એટલે સામે લાવેલું. સાધુને વહોરાવવા માટે સાધુની પાસે ભોજન લાવે તો અભ્યાહત દોષ ગણાય. આમ છતાં આગળના ભાગમાં જમનારા લોકોની પંગત બેઠી હોય અને બીજા છેડે આહાર હોય અને ત્યાં લેવા માટે સ્ત્રી-સંઘટ્ટા આદિના ભયથી સાધુથી જવાય તેમ ન હોય ત્યારે સો હાથની અંદરથી લાવેલ કલ્પે. અહીં લાવનાર ઇર્યાસમિતિ પૂર્વક ચાલે એવો નિયમ નથી તથા અહીં ઇર્યાસમિતિ પૂર્વક ચાલીને લાવે તો જ કલ્પે એવું પણ લખ્યું નથી. શંકા ૭૩૫. આજકાલ કેટલાક શ્રાવકો સાધુ-સાધ્વીને ઔષધનો લાભ આપવા જ કહેતા હોય છે, તેઓ ઔષધના લાભમાં જ મોટો લાભ માનતા હોય છે. તે યોગ્ય છે ? “ઔષધનો લાભ આપો” એવી માગણી વધુ લાભપ્રદ છે કે ‘સંયમમાં ઉપકારક ચીજવસ્તુનો લાભ આપો' એવી માગણી વધુ લાભપ્રદ છે ? સમાધાન– “ઔષધનો લાભ આપો” એવી માગણી કરતાં “સંયમમાં ઉપકારક ચીજવસ્તુનો લાભ આપો” એવી માગણી વધુ લાભપ્રદ છે. ‘ઔષધનો લાભ આપો” એવી માગણીમાં પણ આશય તો સાધુઓને ઉપયોગી બને તેવી વસ્તુનો લાભ લેવાનો હોય છે. પણ અજ્ઞાનતા આદિના કારણે આવું બોલતા હોય છે. એટલે સાધુઓ તેમને સમજાવે તો શ્રાવકો “સંયમમાં ઉપયોગી વસ્તુનો લાભ આપો” એવી માગણી કરતા થઇ જાય. અથવા “ઔષધ વગેરે જરૂરી વસ્તુનો લાભ આપો’ એવી માગણી કરવી જોઇએ એમ પણ સમજાવી શકાય. ઔષધ વગેરે જરૂરી વસ્તુનો લાભ આપો એમ ‘વગેરે' શબ્દ બોલવાથી સંયમમાં ઉપયોગી બધી વસ્તુનો સમાવેશ થઇ જાય છે. શ્રાવકો માટે આ વાત કહી. બાકી સાધુઓની ફ૨જ જુદી છે. શ્રાવક જ્યારે “ઔષધ વગેરે જરૂરી વસ્તુનો લાભ આપો” એમ માગણી કરે ત્યારે તેની આર્થિક સ્થિતિ અને ભાવ વગેરે જોઇને તે પ્રમાણે For Personal and Private Use Only Jain Educationa International Page #114 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૩૧૭ તેને લાભ આપવો જોઇએ. આર્થિક સ્થિતિ સામાન્ય હોય અને વધારે લાભ આપી દેવામાં આવે તો શ્રાવકની ભાવનાને ઠેસ વાગે, એવું પણ બને. માટે સાધુએ આ વિષે અતિશય ઉપયોગ રાખવો જોઇએ. શંકા- ૭૩૬. શ્રાવક-શ્રાવિકાએ માર્ગમાં અથવા પ્રથમ દર્શને શાતા પૂછવી યોગ્ય છે કે “મથએ વંદામિ” કહેવું યોગ્ય છે ? સમાધાન- “મર્થીએણ વંદામિ” કહેવું યોગ્ય છે. પછી અવસર હોય તો શાતા પૂછી શકાય. શંકા- ૭૩૭. વિરતિવંત સાધુ-સાધ્વીની હાજરીમાં અવિરતિવંત એવા શ્રાવક-શ્રાવિકાનું લક્ષ્મીનો સદુપયોગ કરવા આદિનું આલંબન લઈને શ્રાવકોચિત બહુમાન કરાય છે તે યોગ્ય છે ? સમાધાન- સાધુ-સાધ્વીજીની હાજરીમાં શ્રાવક-શ્રાવિકાઓને બે હાથ જોડીને વંદન કરવાનો વિધિ શાસ્ત્રમાં જણાવ્યો છે. જો સાધુસાધ્વીજીની હાજરીમાં શ્રાવક-શ્રાવિકાઓને વંદન થઈ શકતું હોય તો પછી ઉચિત રીતે બહુમાન કરવામાં શો વાંધો ? શંકા- ૭૩૮. વાસક્ષેપ નાખવાનું તથા મહિને મહિને વાસક્ષેપના પેકેટ મોકલાય તેનું પ્રયોજન શું? તેનાથી ધર્મલાભ કયા પ્રકારનો છે? સમાધાન– શ્રાવકોને દરરોજ વાસક્ષેપ નાખવાનું કોઈ શાસ્ત્રમાં વિધાન નથી તથા મહિને મહિને વાસક્ષેપના પેકેટ મોકલવાનું પણ વિધાન નથી. મહિને મહિને વાસક્ષેપના પેકેટ મોકલાય તેનું પ્રયોજન શું છે? તે તો વાસક્ષેપ મોકલનારાઓ જાણે. તેનાથી ધર્મલાભ કયા પ્રકારનો છે? તે પણ પ્રશ્નકારે વાસક્ષેપ મોકલનારાઓને જ પૂછવું જોઇએ. બાકી શાસ્ત્રમાં તો નિત્ય સ્વાધ્યાય-સંયમતાનાં-સાધુઓ સદા સ્વાધ્યાય અને સંયમમાં રત રહેનારા હોય એમ કહ્યું છે. શાસ્ત્રીય આ વિધાનની સાથે શ્રાવકોની દરરોજ વાસક્ષેપ નખાવવાની અને મહિને મહિને વાસક્ષેપના પેકેટ મોકલવાની પ્રવૃત્તિ સાથે જરાય મેળ બેસે તેમ નથી. સાધુઓ માટે દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે કે, શાહી સંથ ન સુન્ના, ના સાર્દ સંશવં- સાધુ ગૃહસ્થોનો પરિચય ન કરે, Jain Educationa International For Personal and Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ શંકા-સમાધાન સાધુઓની સાથે પરિચય કરે. ગૃહસ્થના પરિચયથી સ્નેહ વગેરે દોષો થવાનો સંભવ છે. ગૃહસ્થની સાથે પરિચય થાય એટલે ગૃહસ્થો વારંવાર સાધુ પાસે આવે અને નિરર્થક વાતો વગેરેથી સમય બગાડે. આજે ભોળા શ્રાવકો જેની પાસે શ્રાવક-શ્રાવિકાઓનું આગમન વધારે થતું હોય, તે સાધુને મહાન માને છે, પ્રભાવશાળી માને છે. જેટલા અંશે ગૃહસ્થો સાધુઓની પાસે આવીને અહીં આમ થયું અને ત્યાં તેમ થયું એવી નિરર્થક વાતો કરે, તેટલા અંશે સાધુઓના સ્વાધ્યાયમાં અને સંયમમાં વ્યાઘાત થાય. આજે ઘણી જગાએ સ્ત્રીઓનું પણ સાધુના ઉપાશ્રયમાં આગમન અને સાધુઓની સાથે વધારે સમય બેસવાનું વધવા માંડ્યું છે, આનાથી સાધુઓને ઘણું નુકસાન થઈ રહ્યું છે. તમે કલ્પના કરો કે સાધુઓની પાસે દશ-બાર વ્યક્તિઓ આવે અને દરેક વ્યક્તિ માત્ર પાંચ મિનિટ સાધુની સાથે ઇધર-ઉધરની વાતો કરે, તો કેટલો સમય જાય ? ખાસો એક કલાક થાય. સાધુઓને એક કલાક વેડફાય એ મોટું નુકસાન ગણાય. સાધુઓના એક કલાકની કિંમત એક લાખ રૂપિયાથી પણ અધિક છે. જે સાધુઓની બુદ્ધિ-મગજશક્તિ તીવ્ર છે તેમણે તો આ વિષે બહુ જ સાવધ રહેવું જોઇએ, નહિ તો તેમની એ શક્તિ નિરર્થક વેડફાઈ જાય. કલિકાલ સર્વજ્ઞ પૂ. આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજા સાડા ત્રણ ક્રોડ બ્લોક પ્રમાણ સાહિત્યનું સર્જન કેવી રીતે કરી શક્યા ? માત્ર બુદ્ધિ-મગજશક્તિ હતી તેથી? નહિ. એમણે સમય જરા પણ ન વેડફાય તેની સાવધગિરિ રાખી એ પણ મહત્ત્વનું કારણ હતું. જો તેઓ ગમે તેની સાથે ગપ્પા મારવામાં, માત્ર વાસક્ષેપ જ નાખવામાં, ભક્તોને વાસક્ષેપ મોકલવામાં, ટપાલો લખવામાં પડી ગયા હોત, તો તીવ્ર બુદ્ધિ હોવા છતાં આટલા સાહિત્યનું સર્જન ન કરી શકત. આ વિવરણ કરીને હું કહેવા માગું છું કે શ્રાવકોને દરરોજ વાસક્ષેપ નાખવો વગેરે પ્રવૃત્તિ સાધુઓ માટે ઉચિત જણાતી નથી. શ્રાવકની શાસ્ત્રોક્ત દિનચર્યામાં પણ દરરોજ વાસક્ષેપ નખાવવાનો Jain Educationa International For Personal and Private Use Only WWW.jainelibrary.org Page #116 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૩૧૯ ઉલ્લેખ નથી. સાધુની શાસ્ત્રોક્ત દિનચર્યામાં દરરોજ શ્રાવકોને વાસક્ષેપ નાખવાનો ઉલ્લેખ નથી. શંકા- ૭૩૯. આજે કેટલાક શ્રાવક-શ્રાવિકાઓ દરરોજ ગુરુપૂજન કરીને મસ્તકે વાસક્ષેપ નખાવતા હોય છે, તો આ પ્રવૃત્તિ શાસ્ત્રવિહિત છે ? સમાધાન– આ પ્રવૃત્તિ શાસ્ત્રવિહિત નથી. શાસ્ત્રમાં શ્રાવકના આચારોને દર્શાવનારા કોઈ ગ્રંથમાં દરરોજ ગુરુપૂજન કરીને મસ્તકે વાસક્ષેપ નંખાવવાનું કહ્યું નથી. દરરોજ વંદન કરવાનું શાસ્ત્રવિહિત છે. જો ગુરુવંદન ન કરે તો શાસ્ત્રમાં પ્રાયશ્ચિત્ત જણાવ્યું છે. શાસ્ત્રો પરસ્પર વિરોધ આવે તેવું વિધાન ન કરે. કલ્પના કરો કે, આ રીતે ગુરુપૂજન કરીને મસ્તકે વાસક્ષેપ કરાવનારા શ્રાવકોની સંખ્યા વધતી જાય, અને સાધુ આ રીતે વાસક્ષેપ કર્યા જ કરે, તો સ્વાધ્યાયમાં વિક્ષેપ થયા વિના ન રહે. સાધુને સ્વાધ્યાયમાં પલિમંથન સ્વાધ્યાય વિઘાત) ન થાય, એટલા માટે પાત્રનું પડિલેહણ બેઠા બેઠા કરવાનું કહ્યું છે. ધર્મસંગ્રહ વગેરે ગ્રંથોમાં પાત્ર સંબંધી વસ્ત્રોનું પડિલેહણ આસન ઉપર બેસીને કરવાનું વિધાન કરીને સાધુઓ માટે સ્વાધ્યાયનું અતિશય મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. સવારના પાત્ર પ્રતિલેખનની વિધિમાં કહ્યું છે કે આસન ઉપર બેસીને પાત્રનું અને પાત્ર સંબંધી વસ્ત્રોનું પડિલેહણ કરે, અહીં શિષ્ય પ્રશ્ન કર્યો કે વસ્ત્રોનું પડિલેહણ ઉકુટુક થઈને (ઉત્કટુક બેસીને) કરવાનું વિધાન છે. આથી પાત્રનાં વસ્ત્રોનું પણ પડિલેહણ ઉભુટુક થઈને કરવું જોઈએ. તો અહીં પાત્રનાં વસ્ત્રોનું પડિલેહણ આસન ઉપર બેસીને કરવાનું કેમ કહ્યું? આના ઉત્તરમાં જણાવ્યું કે સાધુ પહેલા આસન ઉપર બેસે પછી પાત્રના વસ્ત્રોની પડિલેહણા માટે ઉત્કટુક થાય, પછી ફરી પાત્ર પ્રતિલેખન માટે બેસે. આમ કરવામાં સમય જાય, એથી સ્વાધ્યાયનો પલિમથ થાય, સ્વાધ્યાય ઓછો થાય, આથી પાત્રનાં વસ્ત્રોનું પડિલેહણ પણ આસન ઉપર બેસીને જ કરવું. આસને બેસીને ઉકુટુક થવામાં ઉત્કટુક થઈને ફરી આસને બેસવામાં અત્યંત અલ્પ (એક Jain Educationa International For Personal and Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ શંકા-સમાધાન મિનિટથી પણ ઓછો) સમય થાય. અહીં આટલો પણ સમય સ્વાધ્યાયમાં પલિમંથ ન થવો જોઇએ, એમ કહીને શાસ્ત્રકારોએ સાધુઓ માટે સ્વાધ્યાયયોગ ઉપર વધારે ભાર મૂકીને સ્વાધ્યાયની અતિમહત્તા બતાવી છે. આની પરથી રોજ વાસક્ષેપની પ્રવૃત્તિ ગીતાર્થોએ બંધ કરાવવી જોઇએ. અહીં કોઇ એમ કહે કે ગુરુપૂજન કરવાથી ભાવ વધે છે. તો આ અંગે જણાવવાનું કે, ઉપદેશપદ મહાગ્રંથમાં ગા. ૧૮૭માં સ્પષ્ટ લખ્યું છે કે “આજ્ઞાનિરપેક્ષ પરિણામ પણ(=શુભભાવ પણ) અવશ્ય અશુદ્ધ જ છે. કારણ કે તીર્થંકરને વિશે બહુમાન ન હોવાથી તે પરિણામ અસદ્ આગ્રહ રૂપ જાણવો.” આ અંગે વિશેષ વિગત ગીતાર્થીએ ઉપદેશપદમાંથી જોઇ લેવી જોઇએ. શંકા— ૭૪૦. વંદના કરવા, પ્રશ્ન પૂછવા, આલોચના લેવા, પચ્ચક્ખાણ લેવા, વૈયાવચ્ચ કરવા આ બધા માટે વિનય ખાતર ગુર્વાશા લેવી જોઇએ કે નહિ ? સમાધાન– ગુર્વાજ્ઞા બે પ્રકારની છે. (૧) હું આ કાર્ય કરું ? એમ પૂછવા રૂપ અને હું આ કાર્ય કરવાને ઇચ્છું છું એમ જણાવવા રૂપ. તેમાં વંદન કરવામાં હું આપને વંદન કરું ? એમ પૂછવાની જરૂર નથી. કેમકે ઇચ્છા મિ ખમાસમણો વંદિઉં જાવણિજ્જાએ નિસીહિઆએ એમ બોલીને શિષ્ય હું આપવાને વંદન કરવાને ઇચ્છું છું એમ જણાવે છે. તેમાં ગુરુ ‘છંદેણ' કહે તો વંદન કરે અને ‘પ્રતીક્ષસ્વ’ એમ કહે તો થોડીવાર પછી વંદન કરે. પ્રશ્ન પૂછવો હોય ત્યારે આપને અનુકૂળતા હોય તો પ્રશ્ન પૂછું ? એમ આજ્ઞા લેવી જોઇએ. આલોચના લેવા માટે તો આલોચના લેવાની જે વિધિ બતાવી છે તેમાં “સોધિ સંદિસાહું ?” એમ કહીને આજ્ઞા લેવામાં આવે છે. આજે આ વિધિ મોટા ભાગે થતો નથી. આથી આપને અનુકૂળતા હોય તો મારે આલોચના લેવી છે.” એમ જણાવવા રૂપ આજ્ઞા લેવી જોઇએ. Jain Educationa International For Personal and Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૩૨૧ પચ્ચખાણ લેવામાં “ઇચ્છકારી ભગવત્ પસાય કરી પચ્ચક્ખાણનો આદેશ દેશોજી” એમ કહેવામાં આવે છે. એથી એના માટે અલગ પૂછવાની જરૂર રહેતી નથી. વેયાવચ્ચ કરવા માટે ગુરુને “મને અમુક વેયાવચ્ચ કરવાનો લાભ આપો” એમ વિનંતી કરવી જોઇએ. અહીં વિનંતી કરવી એ એક પ્રકારની પૃચ્છા જ છે. શંકા– ૭૪૧. પૂજયશ્રીઓ ફંડફાળા અને વિવિધ યોજનાઓ બતાવીને છરી પાલક સંઘ કે ઉપધાન તપનું આયોજન પ્રેરણા કરીને કરાવી શકે ? વધેલી રકમ ક્યાં લઈ શકાય ? સમાધાન- સંઘ અને ઉપધાન કરાવવા ઇત્યાદિ શ્રાવકનું કર્તવ્ય છે, એવો ઉપદેશ તથા માર્ગદર્શન પૂજ્યો આપી શકે. સંઘ કેવી રીતે કાઢવો, ઉપધાન કેવી રીતે કરાવવા ઈત્યાદિ બધું શ્રાવકોનું કર્તવ્ય છે. વધેલી રકમ યોજના કરતી વખતે કરેલા નિર્ણય મુજબ સાત ક્ષેત્રમાંથી ગમે તે ક્ષેત્રમાં લઈ જઈ શકે. શંકા- ૭૪૨. ગુરુને આશ્રયીને જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ અવગ્રહ કેટલો છે ? સમાધાન- જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ એ ત્રણ પ્રકારનો અવગ્રહ ગુરુને આશ્રયીને નથી. કિન્તુ પ્રભુને આશ્રયીને છે. પ્રભુને આશ્રયીને જઘન્ય અવગ્રહ નવ હાથ છે, ઉત્કૃષ્ટ અવગ્રહ સાઠ હાથ છે. બાકીનો ( નવ હાથથી અધિક અને સાઠ હાથથી ઓછો) અવગ્રહ મધ્યમ છે. દહેરાસર નાનું હોય તો ૯ હાથથી પણ ઓછો અવગ્રહ રાખી શકાય. તેથી જ કોઈ આચાયોએ વગા-૧-૨-૩-૯-૧૦-૧૫૧૭-૩૦-૪૦-૫૦-૬૦ હાથ, એમ બાર પ્રકારના અવગ્રહ કહ્યા છે. અહીં તાત્પર્ય એ છે કે પ્રભુને પોતાના ઉચ્છવાસ વગેરે લાગી આશાતના ન થાય તે પ્રમાણે વર્તવું. ગુરુને આશ્રયીને સ્વપક્ષ અને પરપક્ષ એમ બે પ્રકારનો અવગ્રહ કહ્યો છે. અહીં પુરુષને આશ્રયીને પુરુષ સ્વપક્ષ છે અને સ્ત્રી પરપક્ષ છે. સ્ત્રીને આશ્રયીને સ્ત્રી સ્વપક્ષ છે અને પુરુષ પરપક્ષ છે. સ્વપક્ષ Jain Educationa International For Personal and Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ શંકા-સમાધાન અવગ્રહ ૩ી હાથનો છે. પરપક્ષ અવગ્રહ ૧૩ હાથનો છે. આથી સાધુને અને શ્રાવકને આશ્રયીને ૩. હાથ અને સાધ્વી-શ્રાવિકાને આશ્રયીને ૧૩ હાથ ગુરુનો અવગ્રહ છે. ગુરુણીનો અવગ્રહ સાધુ-શ્રાવકને આશ્રયીને ૧૩ હાથ અને સાધ્વી-શ્રાવિકા આશ્રયીને ૩ી હાથ છે. ગુરુની ચારે બાજુ જેટલી ભૂમિમાં ગુરુની અનુજ્ઞા વિના ન જવાય તેટલી ભૂમિ ગુરુનો અવગ્રહ કહેવાય. આથી ગુરુની રજા વિના કોઇએ ગુરુના અવગ્રહમાં પ્રવેશ ન કરવો જોઈએ. અવગ્રહથી ગુરુનું સન્માન સચવાય છે. ગુરુની આશાતનાઓ ટળે છે, તેમજ શીલસદાચારનું પણ સારી રીતે પાલન થાય છે. આથી અવગ્રહનું પાલન કરવા ચતુર્વિધ સંઘે બહુ જ કાળજી રાખવી જોઈએ. તેમાં પણ પરપક્ષ સંબંધી અવગ્રહના પાલનમાં વિશેષ કાળજી રાખવી જોઈએ. આ અવગ્રહનું ધ્યાન ન રખાય તો પતન થવાનો સંભવ રહે. શંકા– ૭૪૩. કુગુરુ અને સુગુરુનો ભેદ શો છે? સુરંગોનો એવો પાઠ છે. તો તેનું સ્પષ્ટીકરણ કરશો. સમાધાન– જૈનશાસનમાં દેવ-ગુરુ-ધર્મ એ ત્રણ તત્ત્વોમાં અપેક્ષાએ ગુરુનું અધિક મહત્ત્વ છે. આથી જ અધ્યાત્મ કલ્પદ્રુમ ગ્રંથમાં કહ્યું છે કે- “સર્વ તત્ત્વોમાં ગુરુ મુખ્ય છે, આત્મહિત માટે જે જે ધર્મો કરવાના છે, તે તે તેમના કહેવાથી સાધી શકાય છે. માટે હે મૂઢ ! જો હું તેમની પરીક્ષા કર્યા વગર તેમનો આશ્રય કરીશ, તો તારી ધર્મ સંબંધી બધી મહેનત નકામી થશે.” આથી ધર્મનો અર્થી જીવ સુગુરુને ઓળખીને સુગુરુની ઉપાસના કરે. કલિકાલસર્વજ્ઞ પૂ. આચાર્યદેવ શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજે સુગુરુનું સ્વરૂપ આ પ્રમાણે જણાવ્યું છે– महाव्रतधरा धीरा भैक्षमात्रोपजीविनः । સામયિસ્થા ધશા ગુરવો મત: | (યોગશાસ્ત્ર ૨/૮) “પાંચ મહાવ્રતોને ધારણ કરનારા, કષ્ટોને સહન કરવામાં ધીર, માત્ર ભિક્ષાથી જીવનનિર્વાહ કરનારા, સદા સમભાવમાં રહેનારા અને શુદ્ધ ધર્મનો ઉપદેશ આપનારા સાધુઓ ગુરુ તરીકે સંમત છે.” Jain Educationa International For Personal and Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૩૨૩ પાંચ મહાવ્રતોમાં સૌથી પહેલું મહાવ્રત અહિંસાના પાલન સ્વરૂપ છે. અહિંસાના પાલન માટે સાધુથી વ્હીલચેર જેવા વાહનોનો ઉપયોગ ન કરી શકાય. ફોન, લાઇટ અને માઈકનો ઉપયોગ ન કરી શકાય. ચોથા અને પાંચમા મહાવ્રતના પાલન માટે સાધુઓએ સદા કંચન અને કામિનીના સંગથી અને સ્પર્શથી પણ દૂર રહેવું જોઇએ. સીધી રીતે કે આડકતરી રીતે પણ સાધુઓને પૈસા સાથે કોઇ પ્રકારનો સંબંધ ન હોવો જોઈએ. ચોથા મહાવ્રતના પાલન માટે શાસ્ત્રમાં સ્ત્રીઓને આશ્રયીને ગુરુનો અવગ્રહ ૧૩ હાથનો કહ્યો છે, અર્થાત્ સ્ત્રીઓએ ગુરુથી ૧૩ હાથ દૂર રહેવું જોઇએ. ૧૩ હાથથી નજીક જવું હોય, તો ગુરુની રજા લેવી જોઈએ. આનાથી એ સિદ્ધ થાય છે કે ખાસ કારણ વિના સ્ત્રીઓથી સાધુઓની બહુ નજીક ન અવાય. એટલે સ્ત્રીઓએ સાધુઓને દૂર રહીને વંદન કરવું જોઇએ. આ મર્યાદાનો ભંગ થાય તો નુકસાનની સંભાવના રહે. આ મર્યાદાના ભંગે તો એક ઉત્તમ આત્માની જીવનપર્યતની સાધનાને ખતમ કરી નાખી. બ્રહ્મદત્ત ચક્રવર્તીના પૂર્વભવનો એક પ્રસંગ છે. બ્રહ્મદત્ત ચક્રવર્તી પૂર્વભવમાં સંભૂતિ નામના મુનિ હતા. ચિત્ર અને સંભૂતિ નામના બે બંધુઓએ સાથે દીક્ષા લીધી. ઘણા કાળ સુધી સંયમનું પાલન કર્યા પછી બંનેએ અનશન કર્યું. એકવાર સનકુમાર ચક્રી પોતાના સ્ત્રીરત્ન સુનંદા આદિ પરિવાર સહિત આ તપસ્વી મુનિઓને વંદન કરવા આવ્યો. સુનંદાએ મુનિઓની નજીક જઈને વંદન કર્યું. વંદન કરતાં સંભૂતિ મુનિને સુનંદાના કેશના ચોટલાનો સ્પર્શ થયો. અત્યંત સુકોમળ કેશનો સ્પર્શ થતાં જ મુનિ રોમાંચિત બની ગયા. એ સ્પર્શે એમના અંતરને હલબલાવી નાખ્યું. મુનિ મોહના ઝપાટામાં આવી ગયા. આથી સનકુમાર ચક્રીના ગયા પછી તેમણે નિયાણું કર્યું કે “જો મારા આ દુષ્કર તપનું ફળ હોય તો હું ભાવિ જન્મમાં આવા સ્ત્રીરત્નનો પતિ થાઉં.” ચિત્ર મુનિએ આવું નિયાણું છોડી દેવા ઘણું સમજાવ્યું. પણ સંભૂતિ મુનિએ નિયાણું Jain Educationa International For Personal and Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ શંકા-સમાધાન છોડ્યું નહિ. આ નિયાણાથી સંભૂતિ મુનિએ બધી સાધનાનું લીલામ કરી નાખ્યું. નિયાણું એટલે સાધનાનું લીલામ. સુનંદાના કેશનો સ્પર્શ ન થયો હોત તો આમ ન બનત. જો રાણીએ મર્યાદાનું પાલન કરવા દૂરથી વંદન કર્યું હોત તો આ ન બનત. માટે સ્ત્રીઓએ સાધુને દૂરથી વંદન કરવું જોઇએ. સાધુઓ પાસે સ્ત્રીઓએ પાળવાની કેટલીક મર્યાદાઓસ્ત્રીઓએ સાધુ આગળ આ સિવાય બીજી પણ કેટલીક મર્યાદાઓનું પાલન કરવું જોઇએ. જેમકે– (૧) વ્યાખ્યાનના સમય સિવાય સ્ત્રીઓએ સાધુ પાસે ન જવું જોઇએ. આથી જ સુવિશુદ્ધસંયમી અને સિદ્ધાંતમહોદધિ પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજાએ પોતાના સમુદાયના સાધુઓ માટે વ્યાખ્યાનના સમય સિવાય સ્ત્રીઓ સાધુ પાસે ન આવે એ માટે પ્રયત્ન કર્યો હતો. કદાચ વ્યાખ્યાનના સમય સિવાય સાધુ આગળ જવું પડે તો પણ અકાળે તો ન જ જવું જોઈએ. સવારના સૂર્યોદય પહેલાં, બપોરે બારથી ચાર વાગ્યા સુધી, સાંજના સૂર્યાસ્ત બાદ, આ સમય સામાન્યથી અકાળ છે. (૨) સ્ત્રીઓએ સાધુઓ પાસે વધારે સમય ન બેસવું જોઇએ. કંઈ પૂછવું હોય કે કહેવું હોય તો જેમ બને તેમ જલદી પતાવવું જોઈએ. બિનજરૂરી વાતો સાધુ પાસે જરાય ન કરવી જોઈએ. સાધુ પાસે બિનજરૂરી વધારે સમય બેસી રહે અને વિવિધ વાતો કરે એવું આજે વધતું જણાય છે. એનાથી સાધુઓને ઘણું નુકસાન થઈ રહ્યું છે. ક્યારેક ગૃહસ્થો પણ આવું જોઇને સાધુ પ્રત્યે અરુચિવાળા બની જાય છે. (૩) સ્ત્રીઓએ રસ્તામાં સાધુ સાથે વાત ન કરવી જોઇએ, કંઈ પૂછવું ન જોઇએ, પચ્ચકખાણ પણ ન લેવું જોઈએ. સાધુઓએ પણ આ બાબતની પૂર્ણ કાળજી રાખવી જોઇએ. (૪) સાધુ પાસે એકલી સ્ત્રીએ જવું ન જોઈએ. Jain Educationa International For Personal and Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૩૨૫ (૫) સાધુઓએ સ્ત્રીનો પરિચય ન કરવો જોઇએ. સાધુઓ સ્ત્રીનો પરિચય કરે તો સ્ત્રી તેમની પાસે આવે, બેસે, વાતો કરે વગેરે થાય. પણ જો પરિચય જ ન કરે તો આ ન બને. શાસ્ત્રમાં સાધુઓને દિસંથવું ન ઝા એમ કહીને પુરુષનો પણ નકામો પરિચય કરવાનો નિષેધ કર્યો છે. તો પછી સ્ત્રીનો પરિચય કેવી રીતે કરી શકાય ? અર્થાત્ ન કરી શકાય. આ અંગે દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે કે જેમ કુકડાના બચ્ચાને નિત્ય બિલાડીથી ભય રહે છે તેમ બ્રહ્મચારીને નિશ્ચ સ્ત્રીના શરીરથી ભય રહે.” (સ્ત્રીના શરીરને જોવાથી રાગ થવાનો સંભવ હોવાથી આ કથન છે.) ૮/૫૪ “ચિત્રમાં ચિતરેલી અથવા અલંકારયુક્ત કે અલંકારરહિત સચેતન નારીને જોવી નહિ. કદાચ દૃષ્ટિ પડી જાય તો કેવી રીતે સૂર્યને જોઈને તુરત દષ્ટિ પાછી ખેંચવામાં આવે છે તેવી રીતે દષ્ટિને પાછી ખેંચી લેવી.” ૮/૫૫ અધિક શું કહેવું ? હાથ-પગથી છેદાયેલી, કાન-નાકથી કપાયેલી અને સો વર્ષની વૃદ્ધા પણ નારીને બ્રહ્મચારી વજે.” (અર્થાત્ તેના પરિચયથી દૂર રહે. જો આવી નારીનો પણ પરિચય કરવાનો ન હોય તો યુવાન નારીનો પરિચય તો અવશ્ય ન કરવો જોઈએ.) ૮/૫૬ જેમ તાલપુટ ઝેર શરીરને હાનિ કરે, તેમ આત્મહિતના ગવેષક પુરુષને વસ્ત્રાદિથી કરાતી શરીરશોભા, સ્ત્રીનો સંસર્ગ અને ઘી આદિ રસોવાળું ભોજન બ્રહ્મચર્યમાં હાનિ કરે.” ૮/૫૭ સુગુરુનાં લક્ષણોમાં “શુદ્ધ ધર્મનો ઉપદેશ આપનારા” એમ કહ્યું છે. આથી સુગુરુ ગૃહસ્થોને શુદ્ધ ધર્મનો ઉપદેશ આપે, આનાથી સમજી શકાય છે કે, સુગુરુઓ વેપાર-રોજગાર, ધન મેળવવાના ઉપાયો, સંસારસુખોને ભોગવવાના ઉપાયો, શરીરને સુધારવાના ઉપાયો.. આવી દુન્યવી વાતનો ઉપદેશ ન આપે. આથી જ સુગુરુઓ ગૃહસ્થોને મંત્ર-તંત્ર, દોરા-ધાગા, રક્ષાપોટલી, શંખ વગેરે Jain Educationa International For Personal and Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ શંકા-સમાધાન આપવાની પ્રવૃત્તિ ન કરે. આ વિશે દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે કે- સાધુ ગૃહસ્થોને શુભ-અશુભ નક્ષત્ર, સ્વપ્ર, વશીકરણ વગેરે યોગ, ભૂત-ભવિષ્ય સંબંધી નિમિત્તો, મંત્ર, ઔષધ તથા તે તે જીવોને ઉપદ્રવ કરનારા અધિકરણ સ્થાનને ન કહે. શંકા- ૭૪૪. ગુરુના ઘૂંટણ વગેરે દબાવવાથી અને ગુરુના ખોળામાં મસ્તક મૂકવાથી લાભ કે દોષ ? સમાધાન- શાસ્ત્રમાં દ્વાદશાવર્ત વંદન કરતી વખતે જ ગુરુના ચરણોને સ્પર્શ કરવાનો વિધિ છે, એ સિવાય નહિ. આથી તે સિવાય ગુરુનો સ્પર્શ પણ કરવાનો નથી, તો પછી ઘૂંટણ દબાવવાની કે ખોળામાં માથું મૂકવાની વાત જ ક્યાં રહી ? ખમાસમણાં આપીને કરાતું વંદન પણ ગુરુના અવગ્રહની બહાર (સાડા ત્રણ હાથ દૂર રહીને) કરવાનું છે. અનિવાર્ય કારણ સિવાય ગુરુના અવગ્રહમાં આવવાનો નિષેધ છે. અનિવાર્ય કારણે ગુરુના અવગ્રહમાં આવવું હોય તો પણ ગુરુની રજા લઈને ગુરુ રજા આપે તો જ આવી શકાય. આજે શ્રાવકો વંદન કરીને ગુરુના પગ દબાવે છે કે ગુરુને સ્પર્શે છે તે બરોબર નથી. વ્યાખ્યાન પૂર્ણ થયા પછી ગુરુના ચરણોને સ્પર્શવાની પ્રથા પણ શાસ્ત્રીય નથી. માટે ગુરુના ઘૂંટણ દબાવવાથી કે ખોળામાં મસ્તક મૂકવાથી અવિધિનો દોષ લાગે. હા, ગુરુ બીમાર હોય તો તેમના પગ દબાવવા વગેરે વેયાવચ્ચ કરવાથી લાભ છે. શંકા- ૭૪૫. સાધુ ભગવંતો સો ડગલાથી દૂર જાય તો દાંડો અને કામની સાથે રાખવી પડે તેનું શું કારણ ? સમાધાન– બહાર કૂતરા વગેરેનો ભય રહે. દાંડો સાથે હોય તો દાંડા દ્વારા કૂતરા વગેરેથી રક્ષણ કરી શકાય. ક્યારેક આપણને કલ્પનામાં પણ ન આવે તેવા કાળમાં વરસાદ આવી જાય. કામળી હોય તો ઓઢીને અપકાયના જીવોનું રક્ષણ કરી શકાય. માટે પૂર્વના મહાપુરુષોએ નિયમ બાંધ્યો કે સાધુ-સાધ્વીજીઓએ સો ડગલાથી દૂર જવું હોય તો દાંડો અને કામની સાથે રાખવા. જો આ નિયમ ના હોય તો ચોમાસામાં વરસાદ ન હોય, આકાશ તદ્દન સ્વચ્છ હોય, Jain Educationa International For Personal and Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૩૨૭ વરસાદ આવવાની સંભાવના પણ ન હોય, આથી કોઇ અત્યારે કામળીની જરૂર નથી એમ વિચારીને કામળી વિના બહાર જાય અને થોડા જ સમયમાં આકાશ વાદળોથી ઘેરાઇ જાય અને વરસાદ તૂટી પડે. આવા સમયે વિરાધનાથી બચવા માટે પૂર્વના મહાપુરુષોએ એ નિયમ બાંધ્યો કે સો ડગલાથી દૂર જવું હોય તો કામળી સાથે રાખવી. શંકા— ૭૪૬. સો ડગલા ઉપાશ્રયમાંથી નીકળતાં ગણવા કે કમ્પાઉન્ડમાંથી નીકળતા ગણવા ? સમાધાન– મુખ્યતયા સો ડગલા ઉપાશ્રયમાંથી નીકળતાં ગણવા જોઇએ. પણ કમ્પાઉન્ડ બહુ મોટુ હોય અને માત્રુ વગેરે પરઠવવા જતા દાંડો સાથે લઇ જવો ફાવે તેમ ન હોય વગેરે સંયોગોમાં અપવાદથી કમ્પાઉન્ડમાંથી નીકળતા સો ડગલા ગણવામાં બાધ જેવું નથી. સાધુઓએ સ્વાધ્યાય આદિ માટે સો ડગલામાં વસતિ જોવાની હોય ત્યારે તો ઉપાશ્રયમાંથી નીકળતાં સો ડગલા ગણવા જોઇએ. શંકા- ૭૪૭. ગુરુમંદિર બનાવવાની પ્રથા ક્યારથી શરૂ થઇ ? સમાધાન– ગુરુમંદિર બનાવવાની પ્રથા ભરત ચક્રવર્તીના સમયથી શરૂ થઇ છે. ભરત ચક્રવર્તીએ પોતાના ૯૯ બંધુઓની મૂર્તિઓ અષ્ટાપદ ઉપર બનાવીને જિનમંદિરમાં પ્રતિષ્ઠિત કરેલી છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિની મૂર્તિ ધંધુકામાં વિદ્યમાન છે. આચાર્ય શ્રી હીરસૂરિ મહારાજાની મૂર્તિ બનાવ્યાની વિગત જાણવા મળે છે. શત્રુંજય માહાત્મ્ય ગ્રંથના રચયિતા શ્રી ધનેશ્વરસૂરિ મહારાજની મૂર્તિ શત્રુંજય ઉપર જોવા મળે છે. શંકા- ૭૪૮. “ગુરુમંદિર બનાવવાની પ્રથા ક્યારથી શરૂ થઇ” એ પ્રશ્નના સમાધાનમાં “ગુરુમંદિર બનાવવાની પ્રથા ભરત ચક્રવર્તીના સમયથી શરૂ થઇ છે. ભરત ચક્રવર્તીએ પોતાના ૯૯ બંધુઓની મૂર્તિઓ બનાવીને અષ્ટાપદ ઉ૫૨ જિનમંદિરમાં પ્રતિષ્ઠિત કરેલી છે” એમ જણાવ્યું છે. અહીં એ પ્રશ્ન થાય કે એ મૂર્તિઓ સિદ્ધ અવસ્થાની હતી કે સાધુ અવસ્થાની હતી ? જો સિદ્ધ અવસ્થાની Jain Educationa International For Personal and Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ શંકા-સમાધાન હોય, તો ગુરુમૂર્તિ બનાવવાનો પ્રારંભ કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજના સમયથી થયો તેમ સમજવું ને ? સમાધાન- શાસ્ત્રમાં જિનમંદિરના શાશ્વત ચૈત્ય વગેરે ચાર પ્રકાર જણાવ્યા છે. તેમાં સાધર્મિક ચૈત્યમાં વારત્તક મુનિની પ્રતિમાનો ઉલ્લેખ છે. વારત્તક મુનિએ દીર્ઘકાળ સુધી સંયમ પાળીને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. આયુષ્ય પૂર્ણ થતાં સિદ્ધ થયા. પછી તેમના પુત્ર સ્નેહથી જિનમંદિર કરાવ્યું અને રજોહરણ-મુહપત્તિને ધારણ કરનારી પિતાની પ્રતિમા તેમાં સ્થાપિત કરી. આ વારત્તક મુનિ ક્યારે થયા તેનો ઉલ્લેખ નથી. પણ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું છે, એના આધારે ઘણા પ્રાચીન કાળમાં થયા છે, એ નિશ્ચિત છે. આનાથી એ પણ નિશ્ચિત થાય છે કે ગુરુમૂર્તિ બનાવવાની પ્રથા પ્રાચીનકાળથી છે. શંકા- ૭૪૯. ગુરુમૂર્તિ પરિકરવાની હોય ? સમાધાન– ન હોય. ગુરુમૂર્તિ પરિકરવાળી બનાવીને ગુરુમૂર્તિને અરિહંત જેવી બનાવવાથી અરિહંતની આશાતનાનો દોષ લાગે. શંકા- ૭૫૦. ગુરુમૂર્તિની વાસક્ષેપ પૂજા કરી શકાય કે અષ્ટપ્રકારી પૂજા કરી શકાય ? સમાધાન- ગુરુમૂર્તિની વાસક્ષેપ પૂજા દરરોજ કરવી જોઇએ. પણ અષ્ટપ્રકારી પૂજા દરરોજ કરવી એ યોગ્ય નથી. હા, ગુરુની સ્વર્ગારોહણ તિથિના દિવસે કે ગુરુમૂર્તિની પ્રતિષ્ઠાના દિવસે અષ્ટપ્રકારી પૂજા કરી શકાય. આમ છતાં અલંકારોથી અંગરચના ન કરી શકાય. જિનપ્રતિમાની અલંકારોથી અંગરચના કરી શકાય. કારણ કે જિનપ્રતિમાની સમક્ષ પિંડસ્થ ભાવના ભાવવાની હોય છે. ગુરુમૂર્તિ સમક્ષ પિંડસ્થ ભાવનાનું શાસ્ત્રીય વિધાન નથી. શંકા- ૭૫૧. ગુરુમૂર્તિને અને અધિષ્ઠાયક દેવ-દેવીને પંચામૃતથી પ્રક્ષાલ પૂજા થાય ? સમાધાન થાય. અધિષ્ઠાયક દેવ-દેવી શ્રાવકના સાધર્મિક ગણાય. સાધર્મિક ભક્તિના અને ગુરુભક્તિના અનેક પ્રકાર છે. તેમાં પંચામૃતથી પ્રક્ષાલ કરવો એ પણ ભક્તિનો એક પ્રકાર છે. છતાં Jain Educationa International For Personal and Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૩૨૯ કોઇ પંચામૃતથી પ્રક્ષાલ ન કરે અને કેવળ પાણીથી પ્રક્ષાલ કરે તો તેમાં પણ કોઇ દોષ નથી. શંકા– ૭૫૨. સાધુને માટે અકલ્પ્ય અને અભક્ષ્યમાં કાંઇ તફાવત છે ? સમાધાન– સાધુ માટે અકલ્પ્ય એટલે આધાકર્મ આદિ દોષથી અશુદ્ધ. સાધુ માટે અભક્ષ્ય એટલે સચિત્ત વસ્તુ. આનો અર્થ એ થયો કે સાધુથી અભક્ષ્ય(=સચિત્ત) આહાર વાપરી શકાય નહિ. ભક્ષ(=અચિત્ત આહાર) પણ જો આધાકર્મ આદિ દોષથી અશુદ્ધ હોય તો ન વાપરી શકાય. આ જ વિષયમાં શાસ્ત્રમાં પ્રાસુક અને એષણીય એવા બે શબ્દો પણ જોવામાં આવે છે. પ્રાસુક એટલે અચિત્ત. (પ્રયતા અસવો ચસ્માત્ તત્ પ્રાસુમ્) એષણીય એટલે આધાકર્મ વગેરે દોષોથી રહિત. સાધુને અપ્રાસુક અને અનેષણીય આહાર ન કલ્પે. ક્યારેક “ન વપરાય” વગેરે અર્થમાં પણ અકલ્પ્ય શબ્દનો પ્રયોગ થાય છે. જેમકે કોઇ ઘરમાં પોતાના ઘરના માણસો માટે બટાકાનું શાક તૈયાર કર્યું છે. આ શાક ઉપર જણાવ્યું તેમ ભક્ષ્ય અને કલ્પ્ય છે, અથવા પ્રાસુક અને એષણીય છે. આમ છતાં સાધુને બટાકાનું શાક ન કલ્પ, સાધુથી બટાકાનું નિર્દોષ પણ શાક ન વાપરી શકાય. સાધુઓને સ્ત્રીઓથી સંસક્ત વસતિ(=મકાન) ન કલ્પે, અર્થાત્ સાધુઓથી આવી વસતિમાં ન રહી શકાય. સાધુઓને એકાકી વિહાર કરવો ન કલ્પે, અર્થાત્ સાધુઓથી એકલા ન વિચરી શકાય. આમ શાસ્ત્રમાં ભિન્ન ભિન્ન અર્થમાં અકલ્પ્ય શબ્દનો પ્રયોગ થયેલો જોવામાં આવે છે. શંકા— ૭૫૩. હમણાં હમણાં ઘણા આચાર્યો માટે તેમના ભક્તોના ઘરે સ્પેશિયલ=આધાકર્મી ગોચરી થાય છે અને ભક્તો તેમના માટે વહોરાવે છે. આવી આધાકર્મદોષવાળી ગોચરી આચાર્યોથી વાપરી શકાય ? જો વાપરી શકાય તો શાસ્ત્રીય પાઠ જણાવશો. સમાધાન– આ પ્રશ્નના સમાધાનમાં શ્રાવકોએ ઉત્સર્ગ અને અપવાદને સમજવાની જરૂર છે. કોઇ બિમારી ન હોય, શરીર Jain Educationa International For Personal and Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ શંકા-સમાધાન સશક્ત હોય છતાં કેવળ વ્યક્તિરાગ આદિથી પ્રેરાઈને સાધુ માટે આહાર વગેરે બનાવે અને સાધુ તેવો આહાર વગેરે વાપરે તો લેનાર અને આપનાર એ બંનેનું અહિત થાય. કારણ કે લેનારને સંસારની વૃદ્ધિ થાય અને આપનારને અલ્પ આયુષ્યનો બંધ થાય, આ વિષે યતિદિનચર્યા ગ્રંથમાં કહ્યું છે કે “જે સાધુ આ આહાર શુદ્ધ છે કે અશુદ્ધ એવી તપાસ કરતો નથી તે ચારિત્રરહિત છે, એમાં સંશય નથી. ચારિત્ર ન હોય તો સંપૂર્ણ દીક્ષા નકામી છે.” નિષ્કારણ દોષિત આહાર વહોરાવનારને અલ્પ આયુષ્યનો બંધ થાય. આ વિષે ભગવતીજી સૂત્રમાં પાઠ આ પ્રમાણે છે- શ્રી ગૌતમસ્વામી પૂછે છે કે “હે ભગવંત ! જીવો કયા કારણે અલ્પ આયુષ્યવાળું કર્મ બાંધે છે ?” ઉત્તરમાં ભગવાન મહાવીર કહે છે કે “હે ગૌતમ ! જેઓ જીવહિંસા કરનારા હોય, જુઠું બોલનારા હોય, સાધુઓને દોષિત આહાર વહોરાવનારા હોય, એવા જીવો નિશ્ચયથી અલ્પ આયુષ્યવાળું કર્મ બાંધે છે.” આ ઉત્સર્ગની વાત કરી. હવે અપવાદને પણ વિચારીએ. આચાર્ય બીમાર હોય, અશક્ત હોય ઈત્યાદિ પુષ્ટ કારણથી અશુદ્ધ આહાર લેનાર અને આપનાર એ બંનેનું હિત થાય. તેવા પુષ્ટ કારણથી અશુદ્ધ આહાર લેનાર માટે વ્યવહારભાષ્ય સૂત્રમાં કહ્યું છે કે“અપવાદને સેવીને હું મોક્ષમાર્ગને અખંડ રાખીશ અથવા જ્ઞાનાદિનો અભ્યાસ કરીશ અથવા તપ-ઉપધાનમાં વિશેષ ઉદ્યમ કરીશ, અથવા ગચ્છની સાર-સંભાળ કરીશ. આવા શુદ્ધ આલંબનથી અપવાદને સેવવા છતાં (દોષિત આહાર વાપરવા છતાં) તે મોક્ષને પામે છે.” પુષ્ટ કારણથી અશુદ્ધ આહાર આપનાર અંગે પણ ભગવતીજી સૂત્રમાં કહ્યું છે કે- હે ભગવંત ! પુષ્ટ કારણે સાધુને દોષિત આહાર વહોરાવે તો તેને શું ફળ મળે ? હે ગૌતમ ! તેને ઘણી નિર્જરા થાય અને અલ્પ પાપ કર્મ બંધાય. અહીં નુકસાન કરતાં લાભ વધારે છે. ડાહ્યા માણસો થોડી હાનિ ભોગવીને પણ વધારે લાભ મેળવવાની ઇચ્છાવાળા હોય છે. આથી Jain Educationa International For Personal and Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૩૩૧ પુષ્ટ કારણ હોય ત્યારે પણ અશુદ્ધ દાન આપવાની બુદ્ધિ જે શ્રાવકને ન થાય તે શ્રાવક અપરિણત છે. શ્રાવકના પરિણત, અપરિણત અને અતિપરિણત એમ ત્રણ પ્રકાર છે. ઉત્સર્ગના સમયે ઉત્સર્ગમાં અને અપવાદના સમયે અપવાદમાં મતિવાળો હોય તે પરિણત શ્રાવક છે. અપવાદના સમયે પણ ઉત્સર્ગમાં જ મતિવાળો હોય તે અપરિણત છે. અપવાદની જરૂર ન હોવા છતાં અપવાદમાં જ મતિવાળો હોય (કારણ વિના પણ અશુદ્ધ આહાર વહોરાવવાની ભાવનાવાળો હોય) તે અતિપરિણત છે. આ ત્રણ પ્રકારમાં પરિણત શ્રાવક હિત સાધી શકે છે. માટે શ્રાવક ઉત્સર્ગ-અપવાદનું અને સાધુને ભિક્ષામાં લાગતા દોષોનું જ્ઞાન મેળવીને અવસર પ્રમાણે દાન કરનારા બનવું જોઈએ. શંકા- ૭૫૪. સાધુ-સાધ્વીએ પ્રાસુક(=અચિત્ત) અને એષણીય (ગોચરીના દોષોથી રહિત) આહાર વહોરવાનો છે. કોઈના ઘરે પોતાના કુટુંબ માટે બટાટા આદિનું શાક કે આદુ નાખેલું દૂધી આદિનું શાક બનેલું હોય તો આ શાક પ્રાસુક અને એષણીય હોવાથી સાધુથી વહોરાય કે નહિ ? સમાધાન– ન વહોરાય. ધર્મસંગ્રહ આદિમાં આનું કારણ જણાવતાં કહ્યું છે કે વહોરવાથી નિર્દયતા, લોલુપતાની વૃદ્ધિ વગેરે અનેક દોષોનો સંભવ છે. આવી રીતે વહોરીને વાપરનાર કોઈ સાધુ લોલુપતા વધવાથી પ્રાસુક ન મળે તો અપ્રાસુક(=સચિત્ત) પણ ગ્રહણ કરે. એષણીય(=નિદૉષ) ન મળે તો અનેષણીય પણ વહોરે. શંકા- ૭૫૫. કોઈ પણ શ્રાવક-શ્રાવિકા કે નોકર-નોકરાણી વૃદ્ધ અને અશક્ત સાધુ-સાધ્વી માટે, એમનાં પાતરા કે ઘડો લઈને એમના વતી, ગૃહસ્થને ઘેર, ભોજનશાળામાં કે સંઘના રસોડે ગોચરી-પાણી વહોરવા જતા હોય એવું ક્યાંક જોવામાં આવે છે. દોષ ટાળીને, અભક્ષ્ય વર્જીને, પ્રમાણસર ગોચરી વહોરવાની હોય છે. વહોરવા જનાર ગૃહસ્થ આ બધી મર્યાદાઓ કેવી રીતે જાળવી શકે ? વળી ગૃહસ્થ વહોરવા જાય તેથી વહોરાવનાર શ્રાવક-શ્રાવિકાની શ્રદ્ધા પણ Jain Educationa International For Personal and Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ શંકા-સમાધાન ઊઠી જાય કે નહિ? ગૃહસ્થ પોતાનાં વાસણોમાં આહાર-પાણી લઈ જઈને વૃદ્ધ-અશક્ત સાધુ-સાધ્વીને ઉપાશ્રયમાં જઈને એમનાં પાત્રમાં આહાર-પાણી વહોરાવે, અથવા ભક્ત શ્રાવક કે નોકર ગૃહસ્થના ઘેરથી વાસણોમાં આહાર-પાણી ઉપાશ્રયમાં લાવીને સાધુ-સાધ્વીને એમના પાત્રમાં એમની નજર સામે વહોરાવે તે યોગ્ય જણાય છે. આ વિષયમાં શ્રીસંઘને આપનું શાસ્ત્રીય માર્ગદર્શન જરૂરી છે. સમાધાન– શાસ્ત્રમાં વૃદ્ધ-અશક્ત-ગ્લાન સાધુ-સાધ્વીની વેયાવચ્ચે કરવાની જે વિધિ બતાવવામાં આવી છે તે વિધિનું પાલન બરોબર કરવામાં આવે, તો આવી રીતે ગૃહસ્થને ઘરે વહોરવા જવું પડે કે વહોરાવવા ઉપાશ્રયમાં આવવું પડે તેવી પરિસ્થિતિ ન સર્જાય. આમ છતાં કદાચ આવી પરિસ્થિતિ સર્જાય તો વૃદ્ધ-અશક્ત-ગ્લાન સાધુએ પોતાની પરિસ્થિતિ અને સંયોગો વગેરે પોતાના ગચ્છાધિપતિને કે વડીલને જણાવવા જોઇએ. પછી ગચ્છાધિપતિ કે વડીલ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ભાવ વગેરેને વિચારીને જે પ્રમાણે વહોરવાની અનુજ્ઞા આપે તે પ્રમાણે વહોરવું જોઈએ. આ વિષયમાં અમુક રીતે જ વહોરાય કે અમુક રીતે ન જ વહોરાય, એવો એકાંતે જવાબ આપી શકાય નહિ. આથી જ પ્રશમરતિ ગ્રંથમાં કહ્યું છે કે- “પિંડ, શવ્યા, વસ્ત્ર, પાત્ર, ઔષધ વગેરે જે કંઈ શુદ્ધ હોવાથી કષ્ય હોવા છતાં સંયમનો ઘાત કરનાર હોય તો અકથ્ય બને છે અને અકથ્ય પણ સંયમની રક્ષા-વૃદ્ધિમાં મદદગાર થાય તો કથ્ય બને છે. આમ, કોઈ વસ્તુ એકાંતે કથ્ય કે અકથ્ય નથી. અમુક વસ્તુ કથ્ય છે કે નહિ તેના નિર્ણય માટે દેશ, કાલ, પુરુષ, અવસ્થા, ઉપયોગ, શુદ્ધિ અને પરિણામનો વિચાર કરવો જોઇએ.” આ જ નિયમ પ્રસ્તુતમાં લાગુ પડે છે : વૃદ્ધ-ગ્લાન-અશક્ત સાધુ પોતે ગીતાર્થ હોય તો ઉપર કહ્યું તેમ જાતે દેશ-કાળાદિનો વિચાર કરીને જે યોગ્ય લાગે તે કરે. પોતે ગીતાર્થ ન હોય તો પોતાના ગીતાર્થ વડીલ વગેરેની સલાહ લઇને તે કહે તેમ કરે. પણ મૂળમાં Jain Educationa International For Personal and Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૩૩૩ અપવાદ સેવવો પડે તો દોષો ઓછા કેમ લાગે તેવી વૃત્તિ હોવી જોઇએ. આવી વૃત્તિ ન હોય તો આરાધક બની શકાય નહિ. અશક્ત આદિ સાધુ માટે ગૃહસ્થ ઘરેથી વહોરી લાવે અને ઉપાશ્રયમાં લાવીને વહોરાવે એ બે વિકલ્પમાં સામાન્યથી તો બીજો વિકલ્પ(=ઉપાશ્રયમાં લાવીને વહોરાવે એ વિકલ્પ) યોગ્ય છે. આમ છતાં પૂર્વે કહ્યું તેમ આમાં એકાંતે કોઇ નિયમ ન બાંધી શકાય. શંકા- ૭૫૬. સાધુ નાના ગામમાં સ્થિરવાસ કરે અને શ્રાવકો તેમને ઉપાશ્રયમાં આવીને આહાર-પાણી આપી જાય તે યોગ્ય છે ? સમાધાન– જો સાધુ વિહાર કરવા સમર્થ હોવા છતાં સ્થિરવાસ કરે તો યોગ્ય નથી તથા ઘરોમાં ગોચરી વહોરવા જવાની શક્તિ હોવા છતાં શ્રાવકો ઉપાશ્રયમાં આવીને આહાર-પાણી આપી જાય તે યોગ્ય નથી. શંકા— ૭૫૭. ભગવતીસૂત્રના જોગમાં ૭૫ કાલગ્રહણ પૂર્ણ થયા પછી લીલોતરી વાપરી શકાય છે. તેમજ ફળ વગેરેનો પણ ઉપયોગ કરી શકાય છે. તો સામાન્ય રીતે સાધુઓને ફળ વગેરેનો ત્યાગ હોવો જોઇએ. તેને આવા મહાન જોગમાં ફળ વગેરે વાપરવાની છૂટ કેમ આપવામાં આવી છે ? સમાધાન– ભગવતી સૂત્રના જોગમાં ૭૫ કાલગ્રહણ પૂર્ણ થયા પછી લીલોતરી અને ફળ વગેરે લઇ શકાય છે. આ એક આપવાદિક આચરણા છે. આ જોગ લાંબા કાળ સુધીના છે અને આગાઢ છે. એથી કોઇનું શરીર તેવું સશક્ત ન હોય તો આવી વસ્તુનો ઉપયોગ કરીને પણ જોગ પૂર્ણ કરે. આથી આનો તાત્પર્યાર્થ એ છે કે, જેનું શરીર નબળું હોય અને એથી આવી વસ્તુના ઉપયોગ વિના જોગ પૂર્ણ ન કરી શકે તેવા જ સાધુએ આનો ઉપયોગ કરવો જોઇએ. ગમે તે(=સમર્થ પણ) સાધુએ આનો ઉપયોગ ન કરવો જોઇએ. સમર્થ પણ સાધુ આનો ઉપયોગ કરે તો દોષનો ભાગીદાર બને. આપવાદિક આચરણાને ઔત્સર્ગિત ન બનાવવી જોઇએ. For Personal and Private Use Only Jain Educationa International Page #131 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ શંકા-સમાધાન શંકા-૭૫૮. સાધુ ગર્ભવતી સ્ત્રીના હાથે આહાર-પાણી વહોરી શકે? સમાધાન- આઠ માસનો ગર્ભ થાય ત્યાં સુધી ગર્ભવતી સ્ત્રીના હાથથી આહાર-પાણી વહોરવા વિકલ્પી સાધુને કહ્યું, નવમા માસે તે ગર્ભવતી સ્ત્રી બેઠેલી હોય અને બેઠેલી જ વહોરાવે તેમજ ઊભેલી હોય અને ઊભી ઊભી જ વહોરાવે, તો કલ્પ. જિનકલ્પી સાધુઓ તો સ્ત્રી જયારથી ગર્ભવતી બને ત્યારથી તેના હાથે આહારપાણી ન વહોરે. શંકા- ૭૫૯. સાધર્મિક વાત્સલ્યના રસોડામાં સાધુથી વહોરવા જવાય કે નહિ ? સમાધાન- શાસ્ત્રમાં સંખડીમાં(=૩૦થી અધિક માણસોના જમણમાં) સાધુને મુખ્યવૃત્તિથી વહોરવા જવાનો નિષેધ કર્યો છે પણ સાધર્મિક વાત્સલ્યના રસોડામાં વહોરવા જવાનો બાધ જણાતો નથી. જો કે સેનપ્રશ્ન આદિ ગ્રંથમાં સાધર્મિક વાત્સલ્યના જમણમાં સાધુઓને વહોરવા જવાનો નિષેધ કર્યો છે. આ નિષેધ સાધર્મિક વાત્સલ્ય સિવાય બીજા ઘરોમાંથી આહાર મળી જતો હોય તો સાધર્મિક વાત્સલ્યના રસોડામાં વહોરવા ન જાય એ દૃષ્ટિએ જણાય છે. એટલે આજે પણ સાધર્મિક વાત્સલ્યમાં જમવા જનાર ન હોય તેવા ઘરોમાંથી નિર્દોષ આહાર મળી જતો હોય, તો સાધર્મિક વાત્સલ્યના જમણમાં વહોરવા ન જવું જોઇએ. કારણ કે તેમાં રસનેન્દ્રિયનું પોષણ વગેરે દોષો થવાની ઘણી સંભાવના રહે છે. તે જ રીતે ઉપધાનની નીવિના રસોડામાં પણ “બહારથી નિર્દોષ આહાર મળતો હોય તો” ન જવું એ હિતાવહ જણાય છે. શંકા- ૭૬૦. સાધ્વીજી મહારાજના ચાતુર્માસ પરિવર્તન પ્રસંગમાં પુરુષો જોડાઈ શકે ? સાધ્વીજી મહારાજ પુરુષોને નિષેધ ન કરે તો દોષને ભાગીદાર બને કે નહિ ? સમાધાન- સાધ્વીજી મહારાજના ચાતુર્માસ પરિવર્તન પ્રસંગમાં પુરુષો જોડાઈ ન શકે. સાધ્વીજી મહારાજ પુરુષોને નિષેધ ન કરે તો દોષના ભાગીદાર બને. Jain Educationa International For Personal and Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૩૩૫ શંકા- ૭૬૧. સાધ્વીજીઓને કાલગ્રહણ લેવાનું, દીક્ષા આપવાનું, વતારોપણ કરાવવાનું અને પ્રાયશ્ચિત્તપ્રદાન વગેરેનો નિષેધ ક્યારથી થયો ? સમાધાન- શ્રી આર્યરક્ષિત સૂરિથી આ બધાનો નિષેધ થયો છે. શંકા- ૦૬૨. સાધ્વીજીઓ અનુયોગ દ્વાર સૂત્રનું વાંચન કરી શકે ? જો ન કરી શકે તો તેઓ અન્ય આગમમાં પ્રવેશ કરી શકે નહિ. તેથી તેનો નિષેધ કેમ કરાય ? સમાધાન- સાધ્વીજીઓ અનુયોગ દ્વાર સૂત્રનું વાંચન ન કરી શકે. તેમને આચારાંગથી આગળ અધિક સૂત્ર ભણવાની વર્તમાનમાં આચરણા ન હોવાથી તેમને અન્ય આગમમાં પ્રવેશ કરવાની આચરણા નથી. આવશ્યક-દશવૈકાલિક વગેરેની નિયુક્તિ વગેરેમાં અનુયોગ દ્વારના પ્રારંભના પદાર્થોનું વર્ણન આવે છે. તેથી તેટલા પૂરતું અનુયોગ દ્વારના પ્રારંભના પદાર્થોનું જ્ઞાન ગીતાર્થ અને સાધ્વીઓને વાચના આપવાની લાયકાત ધરાવનારા સાધુએ સાધ્વીઓને અનુયોગ દ્વાર મૂલસૂત્ર અને તેની ટીકા વંચાવ્યા વિના કરાવી દેવું જોઇએ. આજે સાધ્વીઓને જેટલા આગમો વાંચવાની-વંચાવવાની અનુજ્ઞા છે, તેટલા આગમો પણ જો સાધ્વીજીઓ ચિંતન-મનન આદિ પૂર્વક વાંચેવંચાવે તો પણ સાધ્વીજીઓને ઘણો બોધ થઈ જાય. દરેક ગચ્છાધિપતિ તરફથી પોતાની આજ્ઞામાં વિદ્યમાન શક્તિસંપન્ન સાધ્વીઓ આચારાંગ સુધીના આગમો ચિંતન-મનન પૂર્વક ભણે-ભણાવે એવી વ્યવસ્થા કરવામાં આવે અને એના ઉપર અધિક ભાર મૂકવામાં આવે, તો આજે સાધ્વીઓના બોધમાં ઘણી વૃદ્ધિ થાય. શંકા- ૭૬૩. સાધ્વી પુરુષોની સભામાં વ્યાખ્યાન કરી શકે ? સમાધાન ન કરી શકે. જો સાધ્વી પુરુષોની સન્મુખ વ્યાખ્યાન કરે, તો વારંવાર પુરુષોના મુખની સામે જોવું પડે. તેથી બ્રહ્મચર્યની વાડનો ભંગ થાય. સંબોધ પ્રકરણમાં કહ્યું છે કે જે ગચ્છમાં પુરુષોની સમક્ષ સાધ્વીઓ વ્યાખ્યાન કરે તેવી (શાસ્ત્રબાધિત) મર્યાદા છે, તે Jain Educationa International For Personal and Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ શંકા-સમાધાન ગચ્છના સાધુ-સાધ્વીઓને નટોની મંડળી સમાન તું જાણ. (સંબોધ પ્રકરણ કુગુરુ અધિકાર ગા.૭૨) શંકા- ૭૬૪. પૂજ્ય સાધ્વીજી ભગવંતોને પુરુષો સમક્ષ વ્યાખ્યાન ક૨વાનો નિષેધ છે. તો કલ્યાણ વગેરે સામાયિકોમાં હમણાં હમણાં પૂ. સાધ્વીજી ભગવંતોના લેખો પ્રગટ થાય છે, તો લખનાર સાધ્વીજી મ.ને અને વાંચનાર પુરુષને દોષ લાગે કે નહિ ? સમાધાન– સાધ્વીજી મ.ને પુરુષો સમક્ષ વ્યાખ્યાન વાંચવામાં જે દોષોનો સંભવ છે તે દોષોનો લેખો લખવામાં સંભવ નથી. માટે સાધ્વીજી મ. લેખો લખે અને પુરુષો વાંચે તો તેમાં કોઇ દોષ નથી. આપણે ભગવાનની કોઇ પણ આજ્ઞા અંગે માત્ર શબ્દાર્થ ન પકડવો જોઇએ, કિન્તુ ઐદંપર્યાર્થ વિચારવો જોઇએ. શંકા- ૭૬૫. સાધ્વીજી ભગવંતનું વ્યાખ્યાન ફક્ત સ્ત્રીઓ જ સાંભળી શકે, પુરુષો નહિ, એવું સ્પષ્ટ વિધાન આગમના કોઇ ગ્રંથમાં અથવા કોઇ શ્રુતજ્ઞાનીના ગ્રંથમાં જોવા મળે છે ? સાધુ ભગવંતના વ્યાખ્યાનો ફક્ત પુરુષો જ સાંભળી શકે, સ્ત્રીઓ નહિ, આવો નિયમ કેમ નહિ ? સમાધાન– પ.પૂ. આચાર્ય ભગવંત શ્રી હરિભદ્રસૂરિ મહારાજ રચિત ‘સંબોધ પ્રકરણ' નામના ગ્રંથમાં ગુરુઅધિકા૨માં ૭૨મી ગાથામાં જણાવ્યું છે કે ‘જે ગચ્છમાં સાધુઓ એકલી સ્ત્રીઓ આગળ વ્યાખ્યાન વાંચે છે અને સાધ્વીજીઓ પુરુષો આગળ વ્યાખ્યાન વાંચે છે તે ગચ્છમાં સાધુઓ અને સાધ્વીજીઓને મર્યાદા વિનાના નટનટડીઓના ટોળા સમાન જાણ.' આ પાઠના આધારે સાધ્વીજીઓને પુરુષોની સમક્ષ વ્યાખ્યાન વાંચવાનો સ્પષ્ટ નિષેધ થઇ જાય છે. હવે એ પ્રશ્ન થાય કે તો પછી સાધુઓનું વ્યાખ્યાન ફક્ત પુરુષો સાંભળી શકે, સ્ત્રીઓ નહિ, એવો નિયમ કેમ નહિ ? આનું સમાધાન આ પ્રમાણે છે– સાધુ-સાધ્વીજીઓને પાંચ મહાવ્રતોનું પાલન કરવાનું હોય છે તેમાં બ્રહ્મચર્ય વ્રતના શુદ્ધ પાલન માટે નવવાડોનું(=નવ બ્રહ્મચર્ય Jain Educationa International For Personal and Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૩૩૭ ગુપ્તિનું) પાલન કરવાનું અનિવાર્ય છે, તેમાં એવો નિયમ છે કે સાધુઓથી સતત સ્ત્રીની સમક્ષ જોઇ શકાય નહિ. સાધ્વીજીઓથી સતત પુરુષ સમક્ષ જોઇ શકાય નહિ. જો સાધ્વીજીઓનું વ્યાખ્યાન પુરુષો સાંભળી શકતા હોય તો સાધ્વીજીઓને સતત પુરુષોની સમક્ષ વ્યાખ્યાન વાંચવું પડે અને તેથી સતત પુરુષ સમક્ષ દૃષ્ટિ રાખવી પડે. સાધ્વીજીઓથી સતત પુરુષો સમક્ષ દૃષ્ટિ રાખી શકાય નહિ. જેવી રીતે તપતા સૂર્ય તરફ દૃષ્ટિ કરીને તરત દૃષ્ટિને સૂર્ય સામેથી હટાવી લેવી પડે છે, તેવી રીતે સાધ્વીજીઓએ પુરુષ તરફ સામાન્ય નજર ગયા પછી તુરત હટાવી લેવી જોઇએ. વ્યાખ્યાન સિવાય પણ ક્યારેક પુરુષોની સાથે વાત કરવાનો પ્રસંગ આવે ત્યારે પણ આ નિયમનું પાલન કરવાનું હોય છે. આ જ નિયમ સાધુઓને સ્ત્રીઓની સમક્ષ વાત કરવાના પ્રસંગે લાગુ પડે છે. સાધ્વીજીઓ પુરુષો સમક્ષ વ્યાખ્યાન વાંચે તો આ નિયમનું પાલન ન થાય. સાધુઓ પુરુષો સમક્ષ વ્યાખ્યાન વાંચે છે. સ્ત્રીઓ સાઇડમાં બેસીને સાંભળે છે. આથી તેમને ઉક્ત નિયમમાં બાધ આવતો નથી. બીજી વાત. જેણે પ્રકલ્પ(=નિશીથ) અધ્યયનનો અભ્યાસ કર્યો હોય તેને જ વ્યાખ્યાન વાંચવાનો અધિકાર શાસ્ત્રમાં આપવામાં આવ્યો છે. સાધ્વીજીઓને પ્રકલ્પ અધ્યયનના અભ્યાસનો નિષેધ છે. આથી સાધ્વીજીઓને વ્યાખ્યાન વાંચવાનો અધિકાર નથી. આમ છતાં જેમ આજે અપવાદથી પ્રકલ્પ અધ્યયનનો અભ્યાસ નહિ કરનારા સાધુઓ વ્યાખ્યાન વાંચે છે તેમ સાધ્વીજીઓ પણ અપવાદથી વ્યાખ્યાન વાંચી શકે છે, પણ સ્ત્રીઓ સમક્ષ જ વાંચી શકે છે. દીર્ઘદષ્ટિથી વિચારવામાં આવે તો સાધ્વીજીઓ કેવળ સ્ત્રીઓની જ સમક્ષ વ્યાખ્યાન વાંચે તેમાં વધારે લાભ છે. સાધ્વીજી કેવળ સ્ત્રીઓની સમક્ષ વ્યાખ્યાન વાંચે ત્યારે બહેનોને એમ થાય છે કે સાધ્વીજી ભગવંત અમને કહી રહ્યા છે તેથી બહેનો વ્યાખ્યાનને વધારે લક્ષ દઇને સાંભળે તથા ન સમજાયેલી વિગત સાધ્વીજીને છૂટથી પૂછીને ચર્ચા કરી શકે. આથી તેમને ધર્મનો બોધ સારો થાય. Jain Educationa International For Personal and Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ શંકા-સમાધાન બહેનોને ધર્મનો બોધ થાય એથી તેમના જીવનમાં ધર્મની વૃદ્ધિ થાય. બહેનોમાં ધર્મ વધે એટલે પુરુષોમાં ધર્મ વધે. કારણ કે શ્રદ્ધાસંપન્ન બનેલી બહેનો પોતાના સંતાનોને ઉછેર ધર્મની પ્રધાનતા રહે તે રીતે કરે. આથી સંતાનો પણ ધર્મશ્રદ્ધાળુ બને. આ પણ એક પ્રકારની શાસન પ્રભાવના છે. આ દષ્ટિએ વિચારવામાં આવે તો સાધ્વીજીઓ કેવળ સ્ત્રીઓની જ સમક્ષ વ્યાખ્યાન વાંચે એ જ વધુ હિતાવહ છે. શંકા- ૭૬૬. હયાત એવા પ્રવર્તિની સાધ્વી મહારાજનો દીક્ષા દિવસ વગેરે હોય તો સાધુથી તેમના ગુણાનુવાદનું વ્યાખ્યાન કરી શકાય ? સમાધાન– હયાત પણ સાધ્વીજી મહારાજના તેવા વિશિષ્ટ પ્રસંગે વિવેકપૂર્વક ગુણાનુવાદ કરી શકાય પણ જેના ગુણાનુવાદ હોય તેમણે વ્યાખ્યાનમાં આવવું ન જોઇએ. પોતાને ખબર હોય કે આજે મારા ગુણાનુવાદ છે અને છતાં આવે તો એનો એ અર્થ થયો કે પોતાના ગુણાનુવાદ સાંભળવા આવે છે. એથી તે દિવસે પોતે વ્યાખ્યાનમાં જવાની જરાય ઇચ્છા ન કરવી જોઇએ. શ્રાવકો વગેરે આગ્રહ કરે તો પણ ન જવું જોઈએ. વિ.સં. ૨૦૧૧માં પ.પૂ. આચાર્ય શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાને ખબર પડી કે આજે દીક્ષાદિનના નિમિત્તને પામીને મારા ગુણાનુવાદ થયા છે. “મારામાં શું છે કે જેથી તમે મારા ગુણાનુવાદ કરો છો” એમ બોલતાં તેઓશ્રીની આંખમાં અશ્રુઓ વહેવા માંડ્યાં. શંકા- ૭૬૭. પૂ. સાધ્વીજી ભગવંત ગામમાં હોય તો શ્રાવકે પણ રોજ દર્શન માટે કે સુખશાતા પૂછવા અથવા કામનું પૂછવા માટે દરરોજ જવું જોઇએ કે નહિ ? સમાધાન– ગામમાં પૂ. સાધ્વીજી ભગવંત હોય તો શ્રાવિકાઓએ તેમની પાસે રોજ જવું જોઇએ, રોજ વંદન કરવું જોઈએ અને ઔષધ વગેરે માટે પૂછવું જોઈએ. પણ શ્રાવકોએ(=પુરુષોએ) રોજ ન જવું જોઇએ. અવાર-નવાર શાતા પૂછવા અને કામ-કાજનું પૂછવા જવું જોઈએ. તેવી બીમારી વગેરે ગાઢ કારણ હોય તો રોજ પણ જવું જોઈએ. પણ તેવા વિશિષ્ટ કારણ વિના શ્રાવકોએ( પુરુષોએ) Jain Educationa International For Personal and Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૩૩૯ સાધ્વીજી ભગવંત પાસે રોજ ન જવું જોઇએ. કારણ કે શ્રાવકોએ સાધ્વીજી ભગવંતની પાસે રોજ જવું જોઈએ એવું વિધાન શાસ્ત્રમાં નથી. શંકા- ૭૬૮. સાધ્વીજીને મન:પર્યવજ્ઞાન થાય ? સમાધાન– અપ્રમતગુણસ્થાનકે વર્તતી મહાસતી સાધ્વીજીને મનઃપર્યવજ્ઞાન થાય. શ્રી પ્રવચનસારોદ્ધારના ૨૭૦મા દ્વારમાં કહેલ છે કે– अरिहंत १ चक्कि २ केशव ३ बल ४ संभिन्ने ५ य चारणे ६ पुव्वा ७ गणहर ८ पुलाय ९ आहारग १० च नहु भवियमहिलाणं ભાવાર્થ – ૧ આમષષધિ, ૨ વિમુડૌષધિ, ૩ ખેલૌષધિ, ૪ જલૌષધિ, ૫ સર્વોષધિ, ૬ અંભિન્નશ્રોતલબ્ધિ, ૭ અવધિજ્ઞાનલબ્ધિ, ૮ ઋજુમતિલબ્ધિ, ૯ વિપુલમતિલબ્ધિ, ૧૦ ચારણલબ્ધિ, ૧૧ આશીવિષલબ્ધિ, ૧૨ કેવલલબ્ધિ, ૧૩ ગણધરલબ્ધિ, ૧૪ પૂર્વધરલબ્ધિ, ૧૫ અરિહંતલબ્ધિ, ૧૬ ચક્રવર્તીલબ્ધિ, ૧૭ બલદેવલબ્ધિ, ૧૮ વાસુદેવલબ્ધિ, ૧૯ સીરમધુસર્પિઆશ્રવલબ્ધિ, ૨૦ કોષ્ટકબુદ્ધિલબ્ધિ, ૨૧ પદાનુસારિણીલબ્ધિ, ૨૨ બીજબુદ્ધિલબ્ધિ, ૨૩ તેજોલેશ્યાલબ્ધિ, ૨૪ આહારકલબ્ધિ, ૨૫ શીતલેશ્યાલબ્ધિ, ૨૬ વૈક્રિય શરીરલબ્ધિ, ૨૭ અક્ષણ મહાનલબ્ધિ અને ૨૮ પુલાકલબ્ધિઃ આ અઠાવીસ લબ્ધિઓ છે. તેમાંથી ૧ અરિહંત, ર ચક્રવર્તી, ૩ વાસુદેવ, ૪ બલદેવ, ૫ સંભિન્નશ્રોત, ૬ જંઘાચારણ વિદ્યાચારણ, ૭ પૂર્વધર, ૮ ગણધર૯ પુલાક અને ૧૦ આહારક શરીર - આ દશ લબ્ધિઓ ભવ્ય સ્ત્રીઓને ન હોય. બાકીની અઢાર લબ્ધિઓ સ્ત્રીઓને હોય. એ અઢારમાં ઋજુમતિ તથા વિપુલમતિ બંને મન:પર્યવજ્ઞાન લબ્ધિઓ છે. તેથી ઋજુમતિ તથા વિપુલમતિ મન:પર્યવજ્ઞાન, શ્રીમતી સાધ્વીઓને હોય. આ પાઠમાં સ્ત્રીવેદમાં મન:પર્યવજ્ઞાન સ્પષ્ટપણે કહેલ છે. સ્ત્રીવેદ કહેવાથી શ્રીમતી સાધ્વીઓ જ સમજવી. શ્રીષડશીતિ કર્મગ્રંથમાં શ્રીદેવેન્દ્રસૂરિજી મહારાજે પણ કહેલ છે - तस जोय वेय सुक्काहार नरपणिदि सन्नि भवि सव्वे । Jain Educationa International For Personal and Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ ३४० શંકા-સમાધાન ભાવાર્થ– ત્રસમાં મન, વચન અને કાયાના યોગમાં, સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદમાં, શુક્લલેશ્યા-આહારકમાં મનુષ્યગતિમાં, પંચેન્દ્રિયમાં અને સંજ્ઞી માર્ગણામાં ૧ ચક્ષુદર્શન, ૨ અચક્ષુદર્શન, ૩ અવધિદર્શન, ૪ કેવલદર્શન, ૫ મતિજ્ઞાન, ૬ શ્રુતજ્ઞાન, ૭ અવધિજ્ઞાન, ૮ મન:પર્યવજ્ઞાન, ૯ કેવલજ્ઞાન, ૧૦ મતિઅજ્ઞાન, ૧૧ શ્રુતજ્ઞાન અને ૧૨ વિર્ભાગજ્ઞાન, સર્વ એટલે બારે ઉપયોગ હોય. (શ્રી દાનસૂરિજી મહારાજ વિરચિત વિવિધ પ્રશ્નોત્તર વિભાગ પ્રથમ પ્રશ્ન ૧૯૮માંથી ઉદ્ભત). શંકા- ૭૬૯. સાધ્વીના લાવેલા આહાર-પાણી અને વસ્ત્ર-પાત્ર વગેરે સાધુને કહ્યું ? સમાધાન–તેવી ગંભીર માંદગી આદિ વિશિષ્ટ કારણ વિના ન કલ્પે. શંકા- ૭૭૦. ખાસ કોઈ પ્રસંગ કે કારણ વિના રોજે રોજ જયાં ત્યાં રસ્તામાં પણ) શ્રાવક-શ્રાવિકા, સાધુ-સાધ્વીજીને માંગલિક સંભળાવવાનું કહે તે યોગ્ય છે ? અને સાધુ-સાધ્વી સંભળાવે તે યોગ્ય છે ? સમાધાન– ખાસ પ્રસંગ કે કારણ વિના શ્રાવક-શ્રાવિકાએ સાધુસાધ્વીજીને માંગલિક સંભળાવવાનું ન કહેવું જોઇએ. ખાસ પ્રસંગ વિના અમુક શ્રાવક-શ્રાવિકા અમુક સાધુ-સાધ્વીજીને માંગલિક સંભળાવવાનું કહે અને તે સાધુ-સાધ્વીજી માંગલિક સંભળાવે તો તે શ્રાવક-શ્રાવિકા બીજા સાધુ-સાધ્વીજીને માંગલિક સંભળાવવાનું કહે અને એથી ખોટી પરંપરા ચાલે. આથી પહેલા નંબરમાં શ્રાવકશ્રાવિકાએ ખાસ પ્રસંગ કે કારણ વિના સાધુ-સાધ્વીજીને માંગલિક સંભળાવવાનું કહેવું જ ન જોઈએ. આમ છતાં શ્રાવક-શ્રાવિકા કહે તો સાધુ-સાધ્વીજીએ સમજાવીને ના પાડી દેવી જોઈએ, જેથી ખોટી પરંપરા ન ચાલે તથા અનિવાર્ય કારણ સિવાય (સાધુઓને વળાવવા જાય, મુસાફરી કરતાં રસ્તામાં સાધુ મહાત્માને વંદનાદિ કરવાનું થાય વગેરે) પ્રસંગ વિના રસ્તામાં માંગલિક સાંભળવું-સંભળાવવું Jain Educationa International For Personal and Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૩૪૧ જરા પણ યોગ્ય નથી. આ જ રીતે રસ્તામાં પચ્ચખાણ પણ લેવુંઆપવું એ જરાય યોગ્ય નથી. શંકા- ૭૭૧. ઘરમાં, આયંબિલખાતામાં, રસ્તામાં સાધુ મહારાજને ઉભા રાખીને વંદન આદિ કર્યા વિનાના પચ્ચક્ખાણો લેવાય છે, અપાય છે એ ઉભયપક્ષને માટે યોગ્ય છે? સમાધાન– આ રીતે પચ્ચકખાણો લેવા-આપવા એ ઉભયપક્ષને માટે યોગ્ય નથી. ગુરુ મહારાજ જ્યાં બિરાજમાન હોય ત્યાં જઈને વંદન આદિ કરી વિધિપૂર્વક પચ્ચકખાણ લેવું જોઇએ. આ રીતે ગુરુ મહારાજને ઉભા રાખીને વંદનપૂર્વક પણ પચ્ચકખાણ ન લેવાય તો પછી વંદન વિના તો કેમ જ લેવાય? આમાં અવિધિના પોષણ સાથે ગુરુ પ્રત્યે અનાદરભાવ વ્યક્ત થાય છે. આના કારણે ગુરુ મહારાજ પ્રત્યે જેવો બહુમાનભાવ જળવાવો જોઈએ તેવો બહુમાનભાવ જળવાતો નથી. આ રીતે પચ્ચકખાણ આપનાર પણ અવિધિનું પોષણ વગેરેમાં નિમિત્ત બને છે. અહીં કોઈ કોઈ શ્રાવક દલીલ કરે છે કે નોકરી હોય, ઉપાશ્રય દૂર હોય વગેરે કારણથી ગુરુ મહારાજની પાસે જવાનો સમય ન મળે, એથી આ રીતે પચ્ચખાણ લઈ લેવું, પણ આ રીતે ગુરુ મહારાજની પાસે પચ્ચખાણ લેવું હિતાવહ નથી. તેમાં પણ રસ્તામાં તો ખાસ પચ્ચકખાણ ન લેવું જોઈએ. આ રીતે રસ્તામાં પચ્ચકખાણ લેવાથી અને આપવાથી જિનાજ્ઞાનો ભંગ થાય છે. આમાં વિનય અને વિવેક એ બંનેની ખામી છે. શંકા- ૭૭૨. ઉપાશ્રયની બહાર રસ્તામાં કે ઘરમાં પ્રસંગ વિના ખાસ કોઈ કારણ વિના ગુરુ મહારાજને રોકીને-ઉભા રાખીને વંદન આદિ વિના ગૃહસ્થો તરફથી માંગલિક સંભળાવવાની માગણી કરાય અને સંભળાવાય તે યોગ્ય છે ? સમાધાન– આમાં સૌ પ્રથમ વાત એ છે કે વિશિષ્ટ કારણ વિના માંગલિક સાંભળવાનો વિધિ નથી. વિશિષ્ટ પ્રસંગ હોય ત્યારે પણ વંદન આદિ વિધિપૂર્વક માંગલિક સાંભળવું જોઈએ. વિશિષ્ટ કારણ વિના ઉપાશ્રયમાં પણ માંગલિક સાંભળવાનો વિધિ નથી, તો પછી રસ્તા Jain Educationa International For Personal and Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ શંકા-સમાધાન વગેરેમાં તો માંગલિક કેવી રીતે સંભળાય ? વિશિષ્ટ કારણ હોય તોય રસ્તા વગેરેમાં માંગલિક ન સંભળાય. વિશિષ્ટ કારણ વિના માંગલિક સાંભળનારા અને સંભળાવનારા તથા વિશિષ્ટ કારણ હોય ત્યારે પણ રસ્તા વગેરેમાં માંગલિક સાંભળનારા-સંભળાવનારા અવિધિના પોષણનાં અને માંગલિકનું મહત્ત્વ ઘટાડવામાં નિમિત્ત બને છે. શંકા— ૭૭૩. સાધુ-સાધ્વીઓ “મેડી ક્લેમ" કરાવી શકે ? સમાધાન– ન કરાવી શકે. કારણ કે મેડી ક્લેમની ૨કમ મેડી ક્લેમ કરાવનાર સાધુ-સાધ્વીના નામે જમા થતી હોય છે. એથી એમ સાબિત થાય કે જૈન સાધુ-સાધ્વીઓ પૈસા રાખી શકે છે. શંકા ૭૭૪. સાધુઓ શ્રાવકોને વાસક્ષેપની ડિકીઓ મોકલે તે યોગ્ય છે ? સમાધાન– કોઇ ગાઢ બીમાર હોય, તેની સમાધિ માટે વાસક્ષેપની પિંડકી મોકલે એ અપવાદરૂપ ગણાય. આવા વિશિષ્ટ કારણ સિવાય સાધુઓ શ્રાવકોને વાસક્ષેપની પડિકી મોકલે તે શિથિલાચાર જણાય છે. શંકા- ૭૭૫. સૂર્યાસ્ત પછી રાત્રે સાધુઓએ આરતી માટે શ્રાવકો સાથે જવું એ યોગ્ય છે ? સમાધાન– યોગ્ય જણાતું નથી. શંકા— ૭૭૬. સાધુ-સાધ્વીઓ ગૃહસ્થને ગહુંલી કરવાનું શિખવાડી શકે ? સમાધાન– ન શિખવાડી શકે. કારણ કે ગહુંલી દ્રવ્યપૂજા છે તેથી ગહુંલી કેવી રીતે કરાય એમ કહી શકાય, પણ જાતે કરીને શિખવાડી ન શકાય. શંકા— ૭૭૭. ધર્મશાળાના દ્વારોાટનમાં સાધુઓ નિશ્રા આપી શકે ? સમાધાન– ન આપી શકે. કારણ કે તેમાં યાત્રાળુઓ, ઉતરનારા, ગૃહસ્થો, પોતાના અંગત રસોઇ, સ્નાન, સ્થંડિલ-માત્રુ વગેરે આરંભ-સમારંભના કામો કરતા હોય છે. આથી સાધુઓ દ્વારોદ્ઘાટનમાં નિશ્રા આપે તો આવા આરંભ-સમારંભના કાર્યોની For Personal and Private Use Only Jain Educationa International Page #140 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૩૪૩ અનુમતિનો દોષ લાગે. કોઇ કોઇ સ્થળે ધર્મશાળામાં લગ્નાદિ કાય પણ થતા હોય છે. શંકા- ૭૭૮. કોઇક ધર્માત્મા શ્રાવકની શ્રદ્ધાંજલિ સભામાં સાધુ મહાત્મા નિશ્રા આપી શકે ? સમાધાન– કોઈ ધર્માત્મા શ્રાવક મૃત્યુ પામે તેની શ્રદ્ધાંજલિમાં સાધુઓ નિશ્રા ન આપી શકે પણ ગુણાનુવાદ સભા હોય તો તેમાં હજી નિશ્રા આપી શકે. કારણ કે પૂર્વના મહાપુરુષોએ શ્રાવકોના ને સતીઓના ચરિત્રો લખ્યા છે, એ ગુણાનુવાદ સ્વરૂપ છે. અવસરે ગુણી આત્માઓની પ્રશંસા ન કરવામાં “ગુણવંત તણી અનુપબૃહણા કીધી' એમ અતિચાર લાગે. અહીં એટલું સમજી રાખવું જોઇએ કે મૃત્યુ પામેલ શ્રાવકના ગુણાનુવાદમાં સ્વર્ગસ્થના કેવળ ધાર્મિક કાર્યોની જ પ્રશંસા થવી જોઈએ. તેમના વેપાર-ધંધાની કે સામાજિક કાય વગેરેની વાત ન જ આવવી જોઇએ. શંકા- ૭૭૯. સાધુથી માઈક વપરાય ? સમાધાન- સાધુથી માઈક ન વપરાય. કારણ કે ઇલેક્ટ્રીક વિના એનો ઉપયોગ નથી કરી શકાતો. ઈલેક્ટ્રીક એ તેઉકાયના જીવો છે. એટલે માઇકના ઉપયોગમાં તેઉકાયના જીવોની હિંસા થાય. તે સિવાય ગૃહસ્થો સાધુ માટે માઈક લાવે, પાછું આપવા જાય વગેરેમાં હિંસા થાય. સાધુએ સ્વયં તો સૂક્ષ્મ પણ હિંસા કરવાની નથી, કિંતુ પોતાના નિમિત્તે સૂક્ષ્મ પણ હિંસા બીજાઓ ન કરે તેની સાવધગીરી રાખવાની હોય છે. જેમ કે- કોઈ શ્રાવકે પોતાના નિમિત્તે જ આહાર બનાવ્યો હોય. આમ છતાં એ આહાર સાધુને વહોરાવવા ઉપાશ્રયમાં લઈ આવે તો સાધુથી ન વહોરાય. કેમકે તે ઘરેથી ઉપાશ્રયમાં આવે ત્યારે રસ્તામાં કીડી વગેરે જીવોની હિંસા કરે. આ હિંસા સાધુને વહોરાવવાના નિમિત્તથી થઈ છે. વરસાદની હેલી આદિના કારણે અપવાદથી લેવું પડે એ વાત અલગ છે. પણ સામાન્ય સંયોગોમાં ન લેવાય તથા સાધુએ પરોપકાર પણ એવો ન કરવો જોઇએ કે જેમાં સ્વોપકાર હણાય. જ્ઞાનીઓ સ્પષ્ટ કહે Jain Educationa International For Personal and Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ उ४४ શંકા-સમાધાન छ परोपकारो हि स एव सुधिया विधेयो य आत्मन उपकारको મવતિ=બુદ્ધિશાળીએ પરોપકાર તે જ કરવો જોઇએ કે જે પરોપકાર પોતાના આત્માનો ઉપકારક હોય. આથી એ પણ નક્કી થાય છે કે, સાચો પરમાર્થ તે જ કહેવાય છે, જેમાં સ્વાર્થ સિદ્ધ થાય. અહીં સ્વાર્થ એટલે આત્મહિત સમજવું. સ્વાર્થ(=સ્વોપકાર) અને પરમાર્થ(કપરોપકાર) એ એમાં સ્વાર્થની પ્રધાનતા છે. આથી જ સ્વહિત અને પરહિતમાં સ્વહિતની પ્રધાનતા છે એ જણાવતાં એક મહાપુરુષે કહ્યું છે કે अप्पहियं कायव्वं जइ सक्कं परहियं पि कायव्वं । अप्पहियपरहियाणं अप्पहियं चेव कायव्वं ॥ “સ્વહિત કરવું, શક્તિ હોય તો પરહિત પણ કરવું, સ્વહિત અને પરહિત એ બેમાંથી કોઈ એક જ હિત થઈ શકે તેમ હોય ત્યારે સ્વહિત જ કરવું.” માઈકના ઉપયોગમાં હિંસા હોવાથી સાધુના હિતનો ઉપઘાત થાય છે. આમ અનેક રીતે સાધુથી માઈકનો ઉપયોગ ન કરી શકાય. શંકા- ૭૮૦. સાધુઓ માઈકનો ઉપયોગ કરતા નથી તેનું શું કારણ છે ? માઇકનો ઉપયોગ કરે તો ઘણા શ્રોતાઓને સંભળાય એથી અધિક ઉપકાર થાય. સમાધાન- સાધુએ દીક્ષા લીધી ત્યારે પ્રતિજ્ઞા કરી છે કે, હવેથી મારે કોઈ જીવને મારવો નહિ, મરાવવો નહિ, બીજાઓ મારતા હોય તેમની અનુમોદના કરવી નહિ. જીવોના ભેદો જૈનશાસનમાં જેવી રીતે સૂક્ષ્મતાથી જણાવ્યા છે, તેવી રીતે બીજા કોઈ ધર્મદર્શનમાં જણાવ્યા નથી. કોઈપણ જીવને મારવો નહિ, ઇત્યાદિ પ્રતિજ્ઞાનું પાલન કરવા માટે જીવોના પ્રકારો જાણવા જોઇએ. આજે દુનિયામાં અહિંસાની વાતો ઘણી થાય છે પણ જીવોના પ્રકારોના યથાર્થજ્ઞાન નહિ હોવાના કારણે અહિંસાનું ( જીવદયાનું) જે રીતે પાલન થવું જોઇએ, તે રીતે પાલન થતું નથી. માત્ર મનુષ્યો જ જીવો નથી, પશુ-પક્ષીઓ પણ જીવો છે, કીડા-મકોડા વગેરે પણ Jain Educationa International For Personal and Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૩૪૫ જીવો છે અને આગળ વધતા વનસ્પતિ વગેરે પણ જીવો છે. એથી અહિંસાનું પાલન કરવા માટે જીવોના બધા જ ભેદોને સૂક્ષ્મતાથી જાણવા જોઇએ. જો આ જીવોને સૂક્ષ્મતાથી જાણવામાં આવે, તો ખ્યાલ આવ્યા વિના ન જ રહે કે, માઇકમાં બોલવામાં જીવોનો નાશ થાય છે(=અહિંસાનું પાલન થતું નથી) આથી જ સાધુઓ માઈકનો ઉપયોગ કરતા નથી. અહીં કોઈ એવી દલીલ કરે કે માઇકમાં બોલવાથી વ્યાખ્યાન અધિક જીવોને સંભળાય અને એથી વધારે જીવોનું હિત થાય, આ અંગે શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે "परोपकारो स एव हि सुधिया विधेयो य आत्मन उपकारको भवति" બુદ્ધિશાળીએ તે જ પરોપકાર કરવો જોઈએ, જે (ઉપકાર) પોતાના આત્માનું હિત કરનારો હોય, અર્થાત્ બીજાનું હિત કરવામાં પોતાનું અહિત ન થાય, તેવો પરોપકાર કરવો જોઇએ. માઇકમાં બોલવાથી પોતે કરેલી પ્રતિજ્ઞા ખંડિત થતી હોવાથી માઇકમાં વ્યાખ્યાન આપવામાં પોતાનું અહિત થાય. માટે સાધુઓ માઇકમાં વ્યાખ્યાન ન આપે. આ અંગે લૌકિક કહેવત છે કે ઘરના છોકરા ઘંટી ચાટે ને ઉપાધ્યાયને આટો. ઉપાધ્યાય એટલે શિક્ષક-માસ્તર. પૂર્વે શિક્ષકોને લોકો જીવન જરૂરિયાતની વસ્તુઓ આપતા, એમાં આટો પણ આપતા, એ લોકોમાં કોઇક પોતાના ઘરે છોકરાઓને ભૂખ્યા રાખીને ઉપાધ્યાયને આટો આપે, એ જેમ ઉચિત ગણાતું નથી, તેમ અહીં પોતાના આત્માનો અપકાર કરીને બીજાઓ ઉપર ઉપકાર કરવો એવી જિનાજ્ઞા નથી. શંકા- ૭૮૧. સાધુથી જાતે મોબાઇલનો ઉપયોગ કરી શકાય ? સમાધાન- સાધુથી જાતે મોબાઇલનો ઉપયોગ કરી શકાય નહિ. અનિવાર્ય સંયોગોમાં ફોન કરાવવો પડે, તો હજી શ્રાવકો દ્વારા કરાવી શકાય. સાધુઓએ એ પણ સમજવું જોઈએ કે વાત-વાતમાં ફોન ન કરાવાય. સાધુ માટે ફોન એટલે સંકટ સમયની સાંકળ છે. પાપભીરુ કેટલાક શ્રાવકો પણ વાત-વાતમાં ફોન કરતા નથી. વાત Jain Educationa International For Personal and Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ શંકા-સમાધાન વાતમાં ફોન કરાવનાર સાધુના સંયમના પરિણામમાં હાનિ થયા વિના ન રહે. શંકા- ૭૮૨. લાઉડ સ્પીકરમાં બોલવામાં અને પુસ્તકો છપાવવામાં આરંભ-સમારંભ સરખો થાય કે કેમ ? સમાધાન- સાધુઓથી લાઉડ સ્પીકરમાં બોલાય નહિ અને પુસ્તકો પણ છપાવાય નહિ તથા આરંભ-સમારંભ કેટલો થાય એના કરતાં પણ પરિણામ કેવા રહે એ મહત્ત્વની વાત છે. સાધુઓ જાતે લાઉડ સ્પીકરમાં બોલે એમાં જેટલા અશુભ પરિણામ થાય તેટલા અશુભ પરિણામ પુસ્તક છપાવવામાં ન થાય એમ સામાન્યથી કહી શકાય. કારણ કે લાઉડ સ્પીકરમાં બોલવામાં સાધુ જાતે પાપ કરે છે અને છપાવવામાં જાતે પાપ કરતો નથી. કરવું-કરાવવુંઅનુમોદવું એ ત્રણેથી સમાન ફળ મળે એ વાત સામાન્યથી છે. વિશેષથી વિચારવામાં આવે તો અમુક અમુક સંયોગોમાં જાતે પાપ કરવામાં જેટલો દોષ લાગે તેના કરતા કરાવવામાં ઓછો દોષ લાગે. જેમ કે સાધુ અંડિલ સંડાસમાં જાય અને વાડામાં જાય એ બંનેમાં પાપ હોવા છતાં પાપમાં ઘણો ભેદ પડે. સાધુ સ્પંડિલ સંડાસમાં જાય ત્યારે તેના પરિણામ ઘણા અશુભ બની જાય છે. કારણ કે જાતે જ પાપ કરે છે ત્યારે વાડામાં અંડિલ જવામાં તેટલા અશુભ પરિણામ થતા નથી. કારણ કે જાતે પાપ કરવામાં આવતું નથી. ક્યારેક કોઈ કાર્ય બીજા પાસે કરાવવા કરતાં સાધુ જાતે કરે તેમાં ઓછો દોષ લાગે. જેમ કે ચાતુર્માસમાં વરસાદ વરસી રહ્યો હોય, ત્યારે સાધુથી ભૂખ સહન ન કરી શકાય તેમ હોય, અસમાધિ થાય તેમ હોય તો સાધુ કામળી ઓઢીને જઈ શકાય તેવા વરસાદમાં કામળી ઓઢીને ગૃહસ્થના ઘરેથી વહોરી લાવે તેમાં ઓછો દોષ અને શ્રાવકો દ્વારા મંગાવે તેમાં વધારે દોષ. કારણ કે સાધુ જે યતનાજયણા સાચવી શકે તેટલી યતના ગૃહસ્થ ન સાચવી શકે. ક્યારેક કરવા-કરાવવા કરતાંય અનુમોદનામાં વધારે પાપ લાગે એવું ય બને. જેમ કે સાધુ જાણી જોઇને પોતાના માટે બનાવેલા Jain Educationa International For Personal and Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૩૪૭ આધાકર્મિક આહારને વહોરે બહુ જ ટેસથી વાપરે. અહીં તેમણે પાપ કર્યું નથી અને કરાવ્યું પણ નથી. છતાં પોતાના માટે બનાવેલા આહારને વહોરીને પાપની અનુમોદના કરી અને ટેસથી વાપરીને વિષને વઘારવા જેવું કર્યું. કોઈ સાધુને શારીરિક કારણે પોતાના માટે અમુક આહાર બનાવવાની સૂચના કરવી પડે છે. અહીં સાધુએ પાપ કરાવ્યું ગણાય. આમ છતાં કારણથી પાપ કરાવ્યું હોવાથી પૂર્વોક્ત સાધુ કરતાં બહુ જ ઓછું પાપ લાગે. કારણ કે તેના પરિણામ તેટલા અશુભ બનતાં નથી. આમ આરંભ-સમારંભ કેટલો થયો એના કરતાં પરિણામ કેવા રહ્યા એ મહત્ત્વની વાત છે. સાધુઓ માઈકમાં બોલે, જાતે લાઈટ કરે, જાતે ફોનમાં વાત કરે, ઈત્યાદિમાં સાધુના પરિણામ ઘણા અશુભ બને. આવા સાધુમાં ચારિત્રના પરિણામ ન ટકે. પેટી પેક અને માલ ગાયબ જેવી સ્થિતિ થાય. શંકા- ૭૮૩. એક શહેરમાં સાધુ મહારાજને માઈક, એ.સી., ફોન, પંખા વગેરે વાપરતા જોયા, તે પણ સંઘના જાહેર કાર્યક્રમોમાં. તો આ યોગ્ય કહેવાય ? સમાધાન– પ્રશ્નકારે ગીતાર્થ સાધુની પાસે જઈને જૈનસાધુ કેવા હોય તે વિસ્તારથી સમજી લેવું જોઈએ. અહીં સંક્ષેપમાં સમાધાન આ પ્રમાણે છે- જૈન સાધુ પાંચ મહાવ્રતોનું પાલન કરનારા હોય. એથી જ પાંચ મહાવ્રતોના પાલનમાં બાધક બને તેવી કોઈ પ્રવૃત્તિ જૈન સાધુથી ન જ કરાય. માઈક વગેરે હિંસાનાં સાધનોનો ઉપયોગ પાંચ મહાવ્રતોના પાલનમાં બાધક છે. એથી જૈન સાધુ આવા સાધનોનો ઉપયોગ ન કરે. આજે જૈન ગણાતા પણ અનેક શ્રાવકોને આ વિષે ઉંડાણથી જ્ઞાન હોતું નથી. અથવા કોઇને હોય તો પણ જમાનાવાદને આધીન બનીને આવું ચલાવી લેતા હોય છે. સાચો જૈન જમાનાવાદી ન હોય, કિંતુ જિનાજ્ઞાવાદી હોય. જિનાજ્ઞા પ્રમાણે થતો પરોપકાર સાચો પરોપકાર છે, જિનાજ્ઞાને મૂકીને થતો પરોપકાર પરોપકાર નથી, કિંતુ પરોપકારાભાસ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ ३४८ શંકા-સમાધાન શંકા- ૭૮૪. અમુક સાધુઓ ચાતુર્માસ નક્કી કરતાં પહેલાં પંખો વપરાશે, માઈક-મોબાઇલ વપરાશે તો જ અમે ચાતુર્માસ આવીએ એવી શરતો કરે તો એ વાજબી છે ? સમાધાન– આવી શરતો જરા ય વાજબી નથી. સંયમ વિરુદ્ધ અને સાધુના આચારવિરુદ્ધ શરતો નહિ કરનારા સાધુઓને જ ચાતુર્માસમાં લાવવા જોઈએ. પણ ક્યારેક ટ્રસ્ટીઓ ક્ષેત્ર ખાલી ન રહે એ માટે આવી શરતથી પણ સાધુઓને ચાતુર્માસમાં લાવતા હોય છે. આવા ટ્રસ્ટીઓ સાધુઓના શિથિલાચારને પોષવા દ્વારા જૈનશાસનનું અહિત કરે છે. જે જૈનશાસનનું અહિત કરે તેનું તો અહિત થયા વિના ન રહે. કેટલાક ટ્રસ્ટીઓ એમનું એ જાણે, આપણું ક્ષેત્ર સચવાય છે ને ? એવું વિચારતા હોય છે. આવા ટ્રસ્ટીઓના હૈયામાં પરમાર્થથી જૈનશાસન વસ્યું જ નથી. જેના હૈયામાં જૈનશાસન વસ્યું હોય તે આવું વિચારી શકે જ નહિ. આજે કેટલાક શ્રાવકો ટ્રસ્ટીઓ જાણતાંઅજાણતાં સાધુઓના શિથિલાચારને પોષણ આપતા હોય છે. માટે શ્રાવકોએ-ટ્રસ્ટીઓએ સાધુઓના આરારોને જાણીને પોતાનાથી શિથિલાચારને પોષણ ન મળે તેની કાળજી રાખવી જોઇએ. શંકા- ૩૮૫. સાધુ રાતે લાઈટની પ્રજામાં વાંચે-લખે તો તેને ઉજજેહીની હિંસાની અનુમોદનાનો દોષ લાગે ? સમાધાન- જો શ્રાવકે પોતાના જ માટે લાઇટ કરી હોય તો લાઈટની પ્રજામાં વાંચે-લખે તો ઉજેણીની હિંસાની અનુમોદનાનો દોષ ન લાગે. જેમ આહાર હિંસાથી જ તૈયાર થાય છે, આમ છતાં જો તે આહાર સાધુ માટે ન કર્યો હોય અને સાધુ એ આહાર વાપરે તો તેની હિંસાની અનુમોદનાનો દોષ લાગતો નથી. તેમ અહીં લાઈટ જો સાધુ માટે ન કરી હોય તો તેની પ્રજામાં વાંચનારલખનારને ઉજજેહીની હિંસાની અનુમોદનાનો દોષ ન લાગે. આમ છતાં સાધુએ પ્રભામાં વાંચવું-લખવું ન જોઈએ. પ્રભામાં વાંચવાલખવાની ટેવ પડી જવાથી સાધુને પ્રભા ન હોય તો લાઇટ કરાવીને પણ પ્રજામાં વાંચવા-લખવાનું મન થાય અને આવી પ્રવૃત્તિ પણ Jain Educationa International For Personal and Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૩૪૯ થવા પામે. સાંભળેલું સાચું હોય તો આજે અમુક આચાર્યો-શ્રમણો લાઈટ કરાવીને ય તેની પ્રજામાં વાંચે-લખે છે. માટે પ્રભાનો પણ ઉપયોગ ટાળવો જ જોઈએ. શંકા- ૭૮૬. બેટરીમાં (ચાજિંગ) પાવર-સેલ ભરેલો હોય, તો સાધુ-સાધ્વીથી અડાય કે નહિ ? સમાધાન– બેટરીમાં ચાર્જ કરેલો પાવર ભરેલો હોય તો અડવામાં બાધ જણાતો નથી, પણ બેટરી ચાલુ હોય ત્યારે સાધુ-સાધ્વીથી ન અડાય. આમ છતાં બેટરીને અડવાનું ટાળવું જોઈએ. જેથી કોઇ જાતની શંકાને અવકાશ જ ન રહે. શંકા- ૭૮૭. કોઈ કોઈ ગ્રુપમાં આચાર્ય આદિના કપડા વગેરેમાં સાધ્વીઓ વિવિધ રંગના દોરા નાખી આપે છે અને વિવિધ ડીઝાઈનો કરી આપે છે તે યોગ્ય છે ? સમાધાન- આ જરાય યોગ્ય જણાતું નથી. (૧) આમાં વિભૂષા થાય છે. સાધુઓ માટે વિભૂષા વજર્ય છે. (૨) આ રીતે સાધ્વીઓની સાથે વાર્તાલાપ આદિ દ્વારા સાધ્વીઓનો સંપર્ક થાય. સંપર્ક ભવિષ્યમાં અહિત કરનારો બને એ સંભવિત છે. (૩) સાધ્વીઓના સ્વાધ્યાયમાં પલિમંથન હાનિ) થાય. શંકા- ૭૮૮. સાધુઓને કોઇ પ્રોજેક્ટ(=યોજના) હોય? સમાધાન- જેમાં ધનની જરૂર પડે તેવા પ્રોજેક્ટો( યોજનાઓ) સાધુઓને ન હોય. ધનની જરૂર ન પડે તેવા પ્રોજેક્ટો સાધુને હોય. તેવા બે જ પ્રોજેક્ટો તીર્થકરોએ જણાવ્યા છે. તેમાં પહેલો પ્રોજેક્ટ સંસ્કૃત-પ્રાકૃત વગેરે ભાષાનો અભ્યાસ કરીને ગીતાર્થ બનવાનો બતાવ્યો છે. બીજો પ્રોજેક્ટ ગીતાર્થ બની ગયા પછી પોતાના શિષ્યાદિને ગીતાર્થ બનાવવાનો છે. આ બીજો પ્રોજેક્ટ માવજીવ સુધી ચાલે. શંકા- ૭૮૯. પ્રોજેક્ટમાં સાધુઓ ભાગ લે તે યોગ્ય છે ? સમાધાન- પ્રોજેક્ટમાં માર્ગદર્શન સિવાય બીજો કોઈ ભાગ સાધુઓથી ન લઈ શકાય. છતાં કોઈ સાધુ માર્ગદર્શન સિવાય પ્રોજેક્ટમાં ભાગ લે તો તેમના સંયમમાં હાનિ આવ્યા વિના ન રહે. Jain Educationa International For Personal and Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ ૩૫) શંકા-સમાધાન શંકા- ૭૯૦. સાધુથી છાપું વંચાય ? સમાધાન- ગીતાર્થ સાધુ સિવાય બીજા સાધુથી છાપું વંચાય નહિ. ગીતાર્થ સાધુએ પણ ધર્મને લગતી બાબતો જ વાંચવી જોઇએ. ગીતાર્થ સાધુ છાપું વાંચે તો કયા કાયદા ધર્મવિરુદ્ધ છે, કઈ સામાજિક પ્રવૃત્તિ ધર્મવિરુદ્ધ છે ઇત્યાદિ તેના ખ્યાલમાં આવે અને પછી તે અંગે જે કરવું ઉચિત જણાય તે કરે. પણ જો તે જાણે જ નહિ તો શું કરી શકે ? આજે સરકારનું અને સમાજનું પ્રતિબિંબ છાપામાં પડતું હોય છે. માટે ગીતાર્થ સાધુએ છાપું વાંચવું જોઈએ. હા, ધર્મને લગતી બાબતો સિવાય દુનિયામાં ક્યાં શું બન્યું વગેરે વાંચવાની કોઈ જરૂર નથી. આમ છતાં કોઇ કોઇ સાધુ છાપું જાણે ભણવાનું પુસ્તક હોય તેમ નિરાંતે ઘણાં સમય સુધી છાપું વાંચીને સમય વેડફે છે તે બરોબર નથી. ધર્મને લગતી બાબત સિવાય છાપામાં કશું જ વાંચવા જેવું નથી. જૈન શાસ્ત્રોમાં જાણવા જેવું બધું જ છે. સાધુએ સંયમની ક્રિયા સિવાય લગભગ આખો દિવસ સ્વાધ્યાયમાં જ ઓતપ્રોત રહેવાનું છે. આ રીતે સ્વાધ્યાયમાં ઓતપ્રોત રહેનારા સાધુઓ જ શાસ્ત્રોનું રહસ્ય પામીને ગીતાર્થ બનીને શાસનની સાચી રક્ષા-પ્રભાવના કરવા સમર્થ બને છે. ભગવાને કહેલાં શાસ્ત્રો વાંચવાથી જે જ્ઞાન મળે તે જ્ઞાન છાપાં વાંચવાથી ન જ મળે. છાપું એટલે ચાર વિકથાનો ચોતરો ! શંકા- ૭૯૧. સાધુ-સાધ્વીજીઓને અંડિલ જવા માટે વાડા કરવાનું શું કારણ ? સંડાસમાં ન જઈ શકે ? સમાધાન– આમાં મુખ્ય મુદ્દો એ સમજી લેવાની જરૂર છે કે પૌષધશાળામાં પૌષધ કરનારા માટે પારિષ્ઠાપનિકા માટે આવી વ્યવસ્થા હોવી જોઇએ. પોસાતી શ્રાવકો માટે આપેલી વ્યવસ્થાનો ન છૂટકે સાધુ ઉપયોગ કરે. સાધુ-સાધ્વીજીએ પાંચ મહાવ્રતો ઉચ્ચર્યા હોવાથી એના પાલન માટે બહાર સ્થડિલ જવું જોઈએ. આથી આજે પણ ઘણા મહાત્માઓ શહેરમાં પણ બહાર અંડિલ જાય છે. પૂજયપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા Jain Educationa International For Personal and Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૩૫૧ શહેરોમાં બે કિલોમીટર જેટલું દૂર જવું પડે તો પણ બહાર જ થંડિલ જતા હતા પણ બધા મહાત્માઓ આનું ચુસ્ત પાલન કરી શકે નહિ. બધાનું તેવું શરીર સ્વાથ્ય પણ ન હોય. આથી જે મહાત્માઓ બહાર અંડિલ ન જઈ શકે તેમના માટે વાડાની જરૂર પડે. કોઈને રાતે પણ અંડિલ જવું પડે. રાતે બહાર જઈ શકાય નહિ. આથી પણ વાડાની જરૂર પડે. માટે શ્રાવકો દરેક સ્થળે વાડાની વ્યવસ્થા રાખે છે. હજી એનો ઉપયોગ કરી શકાય, પરંતુ સાધુથી સંડાસમાં ન જવાય. આજે કેટલાક એવી દલીલ કરે છે કે વાડાની અશુચિ પણ સંડાસમાં જ જવાની છે. તો પછી વાડાની અલગ વ્યવસ્થા રાખવી એના કરતાં સાધુ સીધા સંડાસમાં જ જાય એ વધારે સારું છે. આમાં ઘણી અજ્ઞાનતા રહેલી છે. કર્મબંધનો આધાર માનસિક પરિણામ છે. સીધા સંડાસમાં જવાથી જીવદયાના પરિણામ નિર્ધ્વસ બની જાય છે. વાડામાં જવાથી પરિણામ તેવા નિર્ધ્વસ બનતા નથી. આ વિષે શાસ્ત્રમાં કહેલી વાતને સમજવાથી આ વિષય અત્યંત સ્પષ્ટ થઈ જશે. શાસ્ત્રમાં એવી વાત આવે છે કે સાધુને અનિવાર્ય સંયોગોમાં ફળ ખાવાની જરૂર પડી. સચિત્ત ફળ સાધુથી ખવાય નહિ. એથી ફળને અચિત્ત કરવા પડે. ગૃહસ્થ સાધુ માટે ફળને અચિત્ત કર્યા પછી છોતરા-છાલ અને બી વગેરે ગમે ત્યાં ફેંકી દે, તેના કરતાં સાધુ જ ફળને અચિત્ત કરી છોતરા-છાલ વગેરે જયણાપૂર્વક પરઠવે. આથી સાધુ જ ગૃહસ્થની પાસેથી ફળ લાવીને અચિત્ત કરીને વાપરે તો શો વાંધો ? અહીં શાસ્ત્રકારોએ જવાબ આપ્યો કે ગૃહસ્થ ફળને અચિત્ત કરીને સાધુને આપે તેમાં ઓછું પ્રાયશ્ચિત્ત આવે અને સાધુ જાતે ફળને અચિત્ત કરે તેમાં વધારે પ્રાયશ્ચિત્ત આવે. કારણ કે જાતે ફળને અચિત્ત કરવામાં સાધુના જીવદયાના પરિણામ નિર્ધ્વસ બની જાય. વાડામાં અંડિલ જવાની વાત પણ અનિવાર્ય સંયોગોમાં અપવાદ રૂપ સમજવી. કારણ કે વાડામાં અંડિલ જવાથી વિરાધનામાં નિમિત્ત બનવાના કારણે પ્રાયશ્ચિત્ત આવે છે. વિધિપૂર્વક બહાર અંડિલ જવામાં પ્રાયશ્ચિત્ત ન આવે. બહાર અંડિલ જવામાં પણ Jain Educationa International For Personal and Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ ૩૫૨ શંકા-સમાધાન ઘણો વિવેક રાખવો જોઇએ. ગમે ત્યાં બેસી જવાથી ક્યારેક શાસનની અપભ્રાજના થાય. આવી અપભ્રાજનામાં નિમિત્ત બનવું એ મોટામાં મોટું પાપ છે. સાધુથી સંડાસમાં ન જવાય. એ જ રીતે ઉપધાન વગેરેમાં પોષાતીથી સંડાસમાં ન જ જવાય. નછૂટકે ઉપયોગ કરવો જ પડે, તો વાડાનો કરી શકાય. શંકા- ૭૯૨. પ્રતિષ્ઠા આદિમાં અમુક જ બેન્ડ લાવો, અમુક જ ગવૈયાઓ બોલાવો એવો આગ્રહ સાધુ કરે તો દોષ લાગે કે નહિ ? સમાધાન સાધુથી આવો આગ્રહ રાખી શકાય નહિ. બેન્ડ લાવવાનું કે ગવૈયાને બોલાવવાનું કામ શ્રાવકોનું છે, સાધુઓનું નથી. સાધુનું કામ શ્રેષ્ઠ શાસનપ્રભાવના કરવી જોઇએ, ઉત્તમ પરમાત્મભક્તિ કરવી જોઇએ ઇત્યાદિ ઉપદેશ આપવાનું છે. બેન્ડ કયું લાવવું વગેરે કામ સાધુનું નથી. હા, શાસ્ત્રવિરુદ્ધ કંઇ થતું હોય તો સાધુ એ અંગે શ્રાવકોને કહી શકે છે. જે કામ શ્રાવકોને કરવાનાં હોય તે કામ સાધુઓ ક૨વા માંડે તો સંયમમાં હાનિ થયા વિના ન રહે. શંકા- ૯૯૩. ગીતાર્થ ગચ્છાધિપતિઓની આજ્ઞા મેળવીને પ્રાણઘાતક બિમારીમાં કોઇ સાધુ વાહનનો ઉપયોગ કરીને સારવાર કરાવે તે બાબતને કોઇ શ્રાવકથી જાહેરમાં-વર્તમાનપત્રોમાં ટીકાટીપ્પણ કરી શકાય ? સમાધાન– શ્રાવકથી જાતે તો આવું ન કરાય, કિંતુ કોઇ આવું કરે તો તેને રોકવાનો પ્રયત્ન કરવો જોઇએ. જાહેરમાં ટીકા-ટીપ્પણ કરવાથી અજૈનો પણ જૈનધર્મની નિંદા કરનારા બને એ સંભવિત છે. આના કારણે ટીકા-ટીપ્પણ કરનાર શ્રાવક બોધિદુર્લભ બને. જેથી તેને ભવિષ્યમાં જૈનધર્મની પ્રાપ્તિ ન થાય. માટે જૈનધર્મની નિંદા થાય તેવું શ્રાવકથી ન જ કરાય. કોઇ શ્રાવકથી આવું થઇ ગયું હોય તો તેણે ગુરુ ભગવંત પાસેથી આનું પ્રાયશ્ચિત્ત લઇને શુદ્ધિ કરી લેવી જોઇએ. શંકા- ૭૯૪. બસ-રેલ્વેથી નીકળતા યાત્રા-પ્રવાસોની આમંત્રણ પત્રિકાઓમાં આશીર્વાદદાતા કે પ્રેરણાદાતા તરીકે પૂજ્યશ્રીઓના નામ For Personal and Private Use Only Jain Educationa International Page #150 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૩૫૩ લખી-લખાવી શકાય કે નહિ? અને આવા યાત્રા સંઘોમાં છરી પાલક સંઘ જેવી જ સંઘમાળ પૂજયશ્રીઓની નિશ્રામાં યોજી શકાય કે નહિ? સમાધાન– પોતાના ધનવ્યયથી બીજાઓને યાત્રા કરાવવા માટે બસ-રેલવેથી નીકળતા યાત્રા પ્રવાસમાં ઓછામાં ઓછું નવકારશીનું પચ્ચખાણ, રાત્રિભોજનનો ત્યાગ, ભોજનમાં અભક્ષ્ય કોઈ વસ્તુનો વપરાશ ન થાય, દરેક સ્થળે જિન દર્શન-પૂજનની પ્રધાનતા હોય, પર્વ તિથિઓમાં લીલોતરીનો ઉપયોગ ન થાય, ઇત્યાદિ જૈન આચારોની પ્રધાનતા રહેતી હોય, યાત્રા પ્રવાસ કરનાર-કરાવનારના દિલમાં આ રીતે પણ યાત્રાથી આપણો આત્મા નિર્મળ બને એવી ભાવના હોય, તો બસ-રેલવેથી નીકળતા યાત્રા પ્રવાસોની આમંત્રણ પત્રિકાઓમાં આશીર્વાદદાતા કે પ્રેરણાદાતા તરીકે પૂજ્યશ્રીઓના નામ લખી-લખાવી શકાય. પણ સંઘમાળ પહેરવી કે પહેરાવવી એ યોગ્ય જણાતું નથી. કારણ કે છરી પાલક સંઘ કાઢનાર જ સંઘમાળ પહેરવાનો અધિકારી છે. બસ-રેલવેથી યાત્રા કરાવનારને સંઘમાળ પહેરાવવામાં છરી પાલક સંઘનો મહિમા ઘટી જાય. બસ-રેલવેથી યાત્રા કરાવનાર શ્રાવકને સંઘમાળ પહેરાવવા દ્વારા સાધુઓએ છરી પાલક સંઘનો મહિમા ઘટાડવામાં નિમિત્ત ન બનવું જોઈએ. બહુમાન રૂપે માળા પહેરાવી શકાય પણ નાણ સમક્ષ વિધિ કરાવવી ઉચિત જણાતી નથી. શંકા- ૭૯૫. કોઈ આચાર્ય ભગવંત અંગત પરિચિત હોય, રાત્રે લાઇટમાં વગર કામળીએ બેસે અને પંખા ચાલુ રાખે, તો એમને વંદન કરાય ખરું ? દોષ લાગે ખરો ? સમાધાન– તેમને બે હાથ જોડીને એકાંતમાં આમ ન કરવા વિનવવું. છતાં ન માને તો બીજાઓ દ્વારા આમ ન કરવા વિનંતિ કરાવવી. છતાં ન જ માને તો તેમને વંદન ન કરવું જોઇએ. વંદન કરવામાં દોષ લાગે. આ રીતે જ શિથિલાચારનું પોષણ થતું હોય છે. જૈનશાસનમાં કાચા પાણીનો ઉપયોગ, અગ્નિનો સમારંભ અને મૈથુન આ ત્રણનો એકાંતે નિષેધ છે. ગુરુવંદન ભાષ્યના આધારે પણ વિચાર કરવાથી આ બાબતમાં સ્પષ્ટ માર્ગદર્શન મળી શકે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ શંકા-સમાધાન શંકા- ૭૯૬. લોરી, કાર, મોટર કે ખટારો સાથે લઈને વિહાર કરનારાઓમાં મુનિપણું એટલે કે ૬-૭મું ગુણઠાણું માની શકાય ? મજૂરને સૂર્યાસ્ત પછી પણ જમાડવાનું કહેનારમાં સાધુપણું હોઈ શકે ? જે પોતે ગોચરી વહોરી મજૂરને આપે તેનામાં સાધુપણું હોઇ શકે ? સમાધાન– જેનામાં ચારિત્રના પરિણામ હોય તેનામાં સાધુપણું એટલે કે ૬-૭મું ગુણઠાણું હોય. ચારિત્રના પરિણામ આંતરિક છે. એથી છબસ્થ આપણે તેનો નિર્ણય કેવી રીતે કરી શકીએ ? છતાં એટલું તો ચોક્કસ છે કે આ બધો શિથિલાચાર છે, આવો શિથિલાચાર હોય ત્યાં ચારિત્રના પરિણામ ટકવા કઠિન છે. કદાચ આવા શિથિલાચારવાળા સાધુમાં પ્રારંભમાં ચારિત્રના પરિણામ હોય તો પણ સમય જતાં ચારિત્રના પરિણામ જતા રહે એ અત્યંત સુશક્ય છે. સાધુઓના આવા શિથિલાચાર પોષાય છે તેનું કારણ શ્રાવકોની અજ્ઞાનતા-જડતા-અંધશ્રદ્ધા વગેરે છે. જો શ્રાવકો સજાગ બને તો આવા શિથિલાચાર બંધ થઈ જાય. જ્યારે આવા શિથિલાચારની વાતો સાંભળવા મળે છે, ત્યારે મને મારા જેવા અનેક ભવ્ય જીવો ઉપર ઉપકાર કરનારા સિદ્ધાંત મહોદધિ પૂ.આ.શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજાની સ્મૃતિ થઈ આવે છે. એકવાર તેઓશ્રીનો ૬૦ મુનિઓની સાથે અમદાવાદથી પાલીતાણાનો વિહાર થયો. પ્રથમ મુકામ અમદાવાદ જૈન સોસાયટીમાં હતો. ત્યાં જ પૂજ્યશ્રીને સમાચાર મળ્યા કે, અમદાવાદથી પાલીતાણાના વિહારમાં અનેક સ્થળે જૈનોના ઘર નથી આવતાં, તેથી જીવતલાલ પ્રતાપશીએ વ્યવસ્થા કરવા માટે એક બળદગાડી સાથે રાખી છે. સંયમનિષ્ઠ સૂરિદેવે તરત જ રમણલાલ વજેચંદને બોલાવ્યા ને કહ્યું, “ભાઈ ! ગાડા વગેરેનું સાધન રાખીને મારે પાલીતાણા નથી આવવું. સંયમયાત્રાનો વિનાશ કરીને તીર્થયાત્રા માટે કરવી, કરાવવી નથી. શ્રાવકે કહ્યું સાહેબ ! વચ્ચેના ગામોમાં જૈનોનાં ઘર નથી આવતાં. પૂજ્યશ્રીએ કહ્યું: કંઈ વાંધો નહિ. ઇતરોના ઘર વચ્ચે આવે છે ને ? ત્યાંથી રોટલો-છાશ વગેરે જે મળશે તેનાથી ચલાવી લઈશું. Jain Educationa International For Personal and Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૩૫૫ પણ તીર્થયાત્રાના કારણે આધાકર્મી વાપરવાનું જરાય ચલાવી લેવાય નહિ. પૂજ્યશ્રીનો દઢ નિર્ધાર જોઇને ગાડા વગેરેનું સાધન બંધ રખાયું. ફક્ત બે શ્રાવકો સાથે રહ્યા. શંકા- ૭૯૭. સાધુઓ પુસ્તકો છપાવે તો સાધુઓને દોષ લાગે કે નહિ ? સમાધાન- સાધુઓથી પુસ્તકો છપાવાય નહિ. સાધુઓ પુસ્તકો છપાવે તો સંયમમાં હાનિ થાય. સાધુઓ પુસ્તકો છપાવે તો પુસ્તક છપાવવામાં જે આરંભ-સમારંભ થાય તેના ભાગીદાર સાધુ બને. પણ અહીં એ વાત ખાસ લક્ષમાં રાખવાની જરૂર છે કે શ્રાવકો પુસ્તકો છપાવે ત્યારે સાધુઓ મુફ સંશોધન આદિ કરી આપે અને માર્ગદર્શન આપે તો તેમાં દોષ ન લાગે. આજે સંયમના ખપી સાધુઓ જાતે પુસ્તકો છપાવતાં નથી. પણ ટ્રસ્ટ વગેરે તરફથી કોઈ પુસ્તક છપાય છે ત્યારે પ્રફુ સંશોધન આદિ કરી આપે છે. આથી જ પુસ્તકમાં પ્રકાશક તરીકે ટ્રસ્ટ આદિનું નામ છપાય છે. એ પણ સમજી લેવાની જરૂર છે કે પૂર્વ મહાપુરુષોએ રચેલા સાહિત્યનું સંરક્ષણ થાય અને આવું કરવા તરફ ટ્રસ્ટીઓનું કે સંઘના આગેવાનોનું લક્ષ દોરવું એ સાધુઓની ફરજ છે. તથા ટ્રસ્ટ આદિ તરફથી છપાતા પુસ્તક સંબંધી પૈસાની પંચાતમાં સાધુઓએ ન પડવું જોઈએ. સાધુઓ પૈસાની પંચાતમાં પડે તો સંયમની હાનિ થયા વિના ન રહે. શંકા- ૭૯૮. વૃદ્ધ સાધુ-સાધ્વીજી ભગવંતો માટે પગારદાર માણસો રાખવા કેટલા ઉચિત છે ? સમાધાન– વિહાર કરવા માટે અસમર્થ બનેલા સાધુ-સાધ્વીજીઓએ પહેલા નંબરમાં તે સાધુ-સાધ્વીજીઓ જે સમુદાયના હોય તે સમુદાયના સાધુ-સાધ્વીજીઓએ સંભાળી લેવા જોઇએ. જે સ્થાનમાં સાધુ કે સાધ્વીજી સ્થિર રહ્યાં હોય કે રાખ્યા હોય તે સ્થાને ગચ્છાધિપતિએ પોતાના સાધુઓને કે સાધ્વીજીઓને મોકલીને તેની સેવા કરાવવી જોઈએ, કોઈ અમુક જ સાધુને કે સાધ્વીજીને સેવા માટે વધારે સમય રાખી શકાય તેમ ન હોય તો વારાફરતી અન્ય Jain Educationa International For Personal and Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ શંકા-સમાધાન અન્ય સાધુને કે સાધ્વીજીને મોકલવા જોઇએ. જો આ રીતે દરેક ગચ્છાધિપતિ પોત-પોતાના સમુદાયના વૃદ્ધ વગેરે સાધુ-સાધ્વીજીઓ માટે વ્યવસ્થા કરે તો માણસ રાખવાનો પ્રશ્ન જ ન રહે. આજે અમુક સમુદાયમાં આ રીતે વૃદ્ધ વગેરે સાધુ-સાધ્વીજીની સેવા થાય છે. હવે જે સાધુ-સાધ્વીજી માટે ગચ્છાધિપતિ દ્વારા આવી વ્યવસ્થા થઈ શકે તેમ ન હોય તે સાધુ-સાધ્વીજીને તે તે ગામના કે નગરના સંઘે સંભાળી લેવા જોઈએ. જ્યાં ઘરો નજીકમાં હોય તેવા સ્થાને સંઘ આવા સાધુ-સાધ્વીજીની સ્થિરતા કરાવે અને સંઘના શ્રાવકોશ્રાવિકાઓ એમની કાળજી કરે તો પણ માણસ રાખવાની જરૂર જ ન રહે. વૃદ્ધ વગેરે સાધુ-સાધ્વીજીને અંતિમ અવસ્થામાં જરા પણ અસમાધિ ન થાય, તેની કાળજી રાખવી એ દરેક ગચ્છાધિપતિની અને સંઘની ફરજ છે. આપણે એ સમજી લેવાની જરૂર છે કે વિહાર કરવા અસમર્થ બનેલા કે તેવી બિમારીના કારણે પરાધીન બનેલા સાધુ-સાધ્વીજીની સેવા કરવાથી પુણ્યાનુબંધી પુણ્યનો બંધ થવા સાથે આ ભવમાં પણ સમાધિની પ્રાપ્તિ થાય છે. જો આવા સંજોગોમાં તેમની સેવા ન કરવામાં આવે તો સંભવ છે કે તેમને “મેં ક્યાં દીક્ષા લીધી જેથી મારી આવી સ્થિતિ થઈ વગેરે અશુભ વિચારો આવે. આવા અશુભ વિચારોથી તેમને અસમાધિ થાય તો તેમનું મૃત્યુ અસમાધિવાળું બને. આવું બને તે ચતુર્વિધ સંઘ માટે કલંકરૂપ ગણાય. હવે જો કોઈ સાધુ-સાધ્વીજી લકવા આદિના કારણે તદ્દન પરાધીન બની જાય, પોતાના હાથે પોતે કશું કરી શકે તેમ ન હોય તેવા સાધુ-સાધ્વીજી મહારાજ માટે પગારદાર માણસ રાખવો પડે તો તે માણસ નમ્ર, સરળ અને સારા સ્વભાવવાળો હોવો જોઈએ. જેથી સાધુ-સાધ્વીજીની સારી સેવા થાય, તીર્થક્ષેત્રોમાં કેવળ માણસના ભરોસે સાધુ-સાધ્વીજી રાખવા તે જરાય યોગ્ય જણાતું નથી. શંકા- ૭૯૯. વૃદ્ધ સાધુ-સાધ્વીજીઓને ડોળીમાં બેસાડીને યાત્રા કરાવવાથી શ્રાવકને લાભ થાય ? અથવા શો દોષ છે ? Jain Educationa International For Personal and Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૩પ૭ સમાધાન- સાધુ-સાધ્વીજીઓએ દીક્ષા લીધી ત્યારે મારે આજથી મન-વચન-કાયાથી હિંસા કરવી નહિ, કરાવવી નહિ અને હિંસાની અનુમોદના કરવી નહિ એવી પ્રતિજ્ઞા લીધી છે. હવે જો ડોળીમાં બેસીને યાત્રા કરે તો ડોળીવાળા ગૃહસ્થોની અપેક્ષા કરી. આથી ડોળીવાળા ગૃહસ્થો એ દરમિયાન જે કંઈ હિંસા આદિ પાપ કરે તેનું પાપ ડોળીમાં બેસનાર સાધુ-સાધ્વીજીને લાગે. ડોળીવાળાઓની અપેક્ષા રાખી હોવાથી ડોળીવાળા જે કંઈ પાપ કરે તેની અનુમોદના રૂપ પાપ લાગે. આ રીતે સંયમમાં વિરાધના કરાવીને ડોળીથી યાત્રા કરાવવી જરાય યોગ્ય નથી. સાધુઓ માટે સંયમ મુખ્ય છે. એથી યાત્રા પણ સંયમની વિરાધના ન થાય તે રીતે કરવાની છે. આથી સાધુઓએ પણ ડોળીમાં બેસીને યાત્રા કરવાનો મોહ ન રાખવો જોઇએ. આજે મોટા ભાગના શ્રાવકો અને અગીતાર્થ સાધુસાધ્વીજીઓ લાભ-હાનિનો વિચાર કરતા નથી એથી સંયમમાં બાધક પણ પ્રવૃત્તિઓ થાય છે. શ્રાવકોની એ ફરજ છે કે કોઈ પણ નવી પ્રવૃત્તિ કરતાં પહેલાં ગીતાર્થ સાધુઓની સલાહ લેવી જોઈએ. જેથી શાસ્ત્રબાધક પ્રવૃત્તિ ન થાય. મુગ્ધ જીવો ડોળીનો લાભ લેતા હોય તો તેમને લાભ થવાની શક્યતા છે. પણ સાધુ-સાધ્વીને તો એકાંતે નુકસાન જ છે. માટે સમજુ શ્રાવકોએ તેમ ન કરવું જોઇએ. શંકા- ૮૦૦. સાધુ-સાધ્વીજી માટે અલગ સ્મશાન ભૂમિની વ્યવસ્થા સંઘ રખાવી શકે ? સમાધાન– આમાં બાધ જેવું જણાતું નથી. કારણ કે સાધુસાધ્વીજીઓ સાધુ-સાધ્વીજીના મૃતકને વિધિપૂર્વક વોસિરાવી દે છે. એથી હવે મૃતકની માલિકી શ્રાવકોની છે. એ મૃતકના અગ્નિસંસ્કાર માટે અલગ સ્મશાન ભૂમિ રાખવી કે ન રાખવી એ શ્રાવકોનું કાર્ય છે. સાધુઓ અલગ સ્મશાન ભૂમિ રાખવાનો ઉપદેશ ન આપી શકે અને શ્રાવકો ભક્તિથી પ્રેરાઈને અલગ સ્મશાન ભૂમિ રાખે તો સાધુઓ નિષેધ પણ ન કરે. Jain Educationa International For Personal and Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ શંકા-સમાધાન શંકા- ૦૦૧. કોલનવોટર અને ફિનાઇલનો ઉપયોગ સાધુ-સાધ્વી કરી શકે ? ફિનાઇલને તીવ્ર ગંધના કારણે અચિત્ત મનાય ? સમાધાન– આવી વસ્તુઓનું શાસ્ત્રમાં વર્ણન આવતું નથી. એથી અચિત્ત હોય એવો નિર્ણય આપણે કરી શકીએ નહિ. ફિનાઇલ તીવ્ર ગંધના કારણે અચિત્ત હોઈ પણ શકે. આમ છતાં અચિત્ત જ છે તેમ નિર્ણયાત્મક આપણાથી માની શકાય નહિ. આથી આવી વસ્તુઓનો ઉપયોગ સાધુ-સાધ્વીઓ ટાળે, એ જ હિતાવહ છે અને કોલનવોટરનો ઉપયોગ સ્વાથ્ય માટે કર્યા પછી તેની આલોચના લઈ લે એ વધુ હિતાવહ જણાય છે. શંકા- ૮૦૨. સાધુઓ સાધુઓને કે શ્રાવકોને મહોત્સવાદિની પત્રિકાદિ મોકલે એ યોગ્ય છે ? સમાધાન- યોગ્ય નથી. આનાથી સાધુઓના સંયમમાં અને સ્વાધ્યાયમાં હાનિ થાય. સાધુઓ તો સદા સંયમ-સ્વાધ્યાયમાં રત હોય. શંકા- ૮૦૩. ક્ષમાપનાની પત્રિકા શ્રાવકોની આવે તો સાધુ એને પાછી મોકલી શકે ? સમાધાન– ક્ષમાપનાની પત્રિકા શ્રાવકોની આવે તો સાધુ પ્રતિ ક્ષમાપના લખવાપૂર્વક પત્રિકા પાછી મોકલાવી શકે છે પણ અહીં મહત્ત્વની વાત એ છે કે શ્રાવકો સાધુઓની સાથે આવા બિનજરૂરી વ્યવહારો વધારે તે યોગ્ય નથી. સાધુઓએ પ્રસંગે આ વિષે શ્રાવકોનું લક્ષ દોરવું જોઈએ. સાધુઓ પણ પૂ. ગચ્છાધિપતિ અને પોતાના ગુરુ સિવાય બીજા સાધુઓની સાથે ક્ષમાપનાપત્ર મોકલવાનો વ્યવહાર કરે તે ઉચિત નથી. આજે ચતુર્વિધ સંઘમાં ક્ષમાપના પત્ર મોકલવાનો એટલો બધો વ્યવહાર વધતો જાય છે કે જેથી એના જવાબો લખવામાં સાધુઓનો ઘણો સમય જાય છે, સ્વાધ્યાયમાં હાનિ થાય છે અને પત્રોને પરઠવવાનો પ્રશ્ન ઊભો થાય છે. શંકા- ૮૦૪. સાધુ-સાધ્વી ઠવણી વગેરે પ્લાસ્ટીકની વસ્તુઓ વાપરે તેમાં કોઈ શાસ્ત્રીય ખાધ ખરો ? Jain Educationa International For Personal and Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૩૫૯ સમાધાન– સાધુઓને કોઇ પણ વસ્તુ વહોરતા પહેલા મુખ્યત્વે એ જોવાનું હોય કે- આ વસ્તુ નિર્દોષ છે કે નહિ ? તથા સંયમમાં ઉપયોગી છે કે નહિ ? આવી વસ્તુઓ પણ નિર્દોષ હોય અને સંયમમાં ઉપયોગી હોય તો શાસ્ત્રીય કોઇ બાધ નથી. આમ છતાં ખાસ કરીને આરોગ્ય વગેરેની દષ્ટએ ઉત્તમોત્તમ ચીજનો વપરાશ કરવાની દૃષ્ટિએ વિચારવામાં આવે તો પ્લાસ્ટીકની વસ્તુઓ ન વાપરવી હિતાવહ છે. ઠવણી સ્થાપનાચાર્યજી બિરાજમાન કરવા માટે છે. પ્લાસ્ટીક ઉચ્ચ વસ્તુ નથી, હલકી વસ્તુ છે, કૃત્રિમ છે. આથી સુખડ વગેરેની ઠવણી ઉપર સ્થાપનાચાર્યજીને બિરાજમાન કરવામાં સ્થાપનાચાર્યનું અધિક ગૌરવ જળવાય છે. એ જ રીતે ટોકસા-ટોકસીઓ વગેરેમાં ઉષ્ણ વસ્તુઓ રાખવાથી-વાપરવાથી આરોગ્યને હાનિ થવાની સંભાવના છે. શંકા~ ૮૦૫. આંખની તકલીફ દૂર કરવા આંખને સારી રાખવા સાધુથી આંખમાં આંજવાના ઔષધરૂપે મધનો ઉપયોગ કરી શકાય કે નહિ ? સમાધાન– સાધુએ અને શ્રાવકે પણ આંખની તકલીફ દૂર કરવા કે આંખને સારી રાખવા મધનો અને જેમાં મધ આવતું હોય તેવી દવાનો પણ ઉપયોગ ન કરવો જોઇએ. આંખની તકલીફ દૂર કરવા કે આંખને સારી રાખવા મધ વિનાની ઘણી દવાઓ આજે ઉપલબ્ધ છે. આમ છતાં ગાઢ પરિસ્થિતિ સર્જાય ત્યારે ગીતાર્થ ગુરુભગવંતની સલાહ પ્રમાણે કરવું જોઇએ. શંકા- ૮૦૬. રાત્રે પ્રતિષ્ઠાની ઉછામણી હોય તો સાધુથી ત્યાં પાટ ઉપર બેસી ઉછામણી માટે પ્રેરણા કરાય ? સમાધાન– રાત્રે જ્યાં ઉજ્જૈહી લાગતી હોય ત્યાં સાધુથી બેસાય નહિ. કામળી ઓઢીને પણ ન બેસાય. સાધુને કામળી ઓઢીને ઉજ્જૈહીંમાં જવાનું કે બેસવાનું અનિવાર્ય સંયોગોમાં જ છે. સાધુને જરા પણ ઉજ્જુહી ન લાગે તેવી વ્યવસ્થા હોય તો એવા કોઇ અનિવાર્ય અપવાદ તરીકે સાધુ ત્યાં પાટ ઉપર બેસીને ઉછામણી માટે Jain Educationa International For Personal and Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ શંકા-સમાધાન ઉપદેશ આપી શકે. માત્ર પુરુષોની જ હાજરી હોય તો જ આવું અપવાદ સેવન હજી વાજબી ગણાય. આજે ક્યાંક ક્યાંક રાતે દીક્ષાર્થીના બહુમાનના મેળાવડા વગેરે પ્રસંગમાં સાધુઓ ઉજજોહીમાં કામળી ઓઢીને બેસે છે એવું સાંભળ્યું છે. જો આ વાત સાચી હોય તો આ બરોબર થતું નથી. સાધુઓએ પોતાની મર્યાદાઓનું-આચારોનું ઉલ્લંઘન ન કરવું જોઇએ. આ રીતે ઉજેડીમાં બેસવાથી સંયમના પરિણામની હાનિ થાય. શંકા- ૮૦૭. સાધુ પ્રતિષ્ઠા, દીક્ષા, તપશ્ચર્યા વગેરેનાં મુહૂર્તો આપી શકે ? સમાધાન- આપી શકે. સાધુઓ સાંસારિક કામોનાં મુહૂત તો ન જ આપી શકે. ધાર્મિક મુહૂર્તોમાં પણ જે કાર્યમાં સીધું આરંભનું કામ હોય તેવું મુહૂર્ત સાક્ષાત્ સાધુ ન આપે એ ઉચિત ગણાય. જેમકે ખનનવિધિ, બસ દ્વારા યાત્રા વગેરે મુહૂર્ત. આવા મુહૂર્તો શ્રાવકો જ્યોતિષી પાસે કઢાવે અને પછી તે મુહૂર્ત બરોબર છે કે નહિ તે સાધુ પાસે ચોક્કસ કરાવે. પ્રતિષ્ઠા વગેરેમાં સીધું આરંભનું કામ ન હોવાથી સાધુઓ મુહૂત આપે એમાં કોઈ શાસ્ત્રીય ખાધ જણાતો નથી. શંકા- ૮૦૮. વૃદ્ધ, અશક્ત, પગના દુઃખાવાવાળા સાધુ-સાધ્વી ગૃહસ્થના ઘરનાં બે-ચાર પગથિયાં કે દાદર ચડી શકે તેમ ન હોય ત્યારે તેઓ ઘરની બહાર, ઘરનાં પગથિયાં પાસે, રસ્તા ઉપર ગોચરી-પાણી વહોરવા માટે ઊભા રહે અને ગૃહસ્થ પણ તેમને રસ્તા ઉપર ગોચરી-પાણી વહોરાવે આ દશ્ય ખૂબ જ અનુચિત અને દુઃખદ લાગે છે. આ રીતે વહોરનારને અને વહોરાવનારને શાસનહીલનાનો દોષ લાગે કે નહિ ? આવી રીતે ગોચરી-પાણી વહોરવા કે વહોરાવવા કરતાં ઉપાશ્રયમાં કે આજુબાજુનાં પગથિયાં વિનાનાં નીચા ઘરોમાં વહોરવા-વહોરાવવામાં આવે તે યોગ્ય જણાય છે. આ વિષયમાં પણ શ્રી સંઘને આપનું શાસ્ત્રીય માર્ગદર્શન જરૂરી છે. સમાધાન : આવી પરિસ્થિતિમાં સામાન્યથી તો આજુબાજુનાં પગથિયાં વિનાનાં નીચાં ઘરોમાં ઘરની અંદર જઈને વહોરવા Jain Educationa International For Personal and Private Use Only WWW.jainelibrary.org Page #158 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૩૬૧ વહોરાવવામાં આવે તે જ યોગ્ય છે. વિશેષથી તો પૂર્વે કહ્યું તેમ જાણવું તથા આવી તકલીફવાળા સાધુ-સાધ્વીઓએ તેવા જ સ્થાનોમાં રહેવું જોઇએ કે જે સ્થાનોમાં રહેવાથી ઘરોની અંદર જઈને ગોચરી વહોરી શકાય. ઘરની બહાર ભિક્ષા ભિખારીઓને અપાય, પૂજયોને નહિ. આમ છતાં ન છૂટકે અપવાદથી આમ કરવું પડે એ વાત જુદી છે. શંકા- ૮૦૯. કુમારપાલ મહારાજાની પહેલા કોઈ ગુરુભક્ત પોતાના ગુરુનું નવાંગી ગુરુપૂજન કર્યું હોય તો જણાવશો. સમાધાન– કુમારપાલ મહારાજાની પહેલા કોઈ ગુરુભક્ત પોતાના ગુરુનું નવાંગી ગુરુપૂજન કર્યું હોય તે વાંચવામાં આવ્યું નથી. આમ છતાં આચારાંગ સૂત્રની ટીકામાં સુગંધી પદાર્થથી ગુરુપૂજા કરવાનો ઉલ્લેખ છે તથા કેટલીક પ્રવૃત્તિઓ શાસ્ત્રમાં ન હોવા છતાં તેવા કોઈ કારણથી આચાર્યની પરંપરાથી શરૂ થયેલી હોય છે. આચાર્યોની પરંપરાથી શરૂ થયેલી શાસ્ત્રથી અવિરુદ્ધ પ્રવૃત્તિ પ્રમાણરૂપ ગણાય. કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રી હેમચંદ્રસૂરિજી મહારાજા તથા જગદ્ગુરુશ્રી હીરસૂરીશ્વરજી મહારાજા વગેરે અનેક મહાપુરુષોએ નવાંગી ગુરુપૂજનનો નિષેધ કર્યો નથી, એનાથી જ સિદ્ધ થાય છે કે નવાંગી ગુરુપૂજન શાસ્ત્ર વિરુદ્ધ નથી. જો નવાંગી ગુરુપૂજન શાસ્ત્ર વિરુદ્ધ હોય તો આવા મહાપુરુષો તેનો નિષેધ કર્યા વિના ન રહે. તથા જિનમૂર્તિની પ્રતિષ્ઠા આદિની વિધિના પ્રતિપાદક અનેક ગ્રંથોમાં નવાંગ ગુરુપૂજનનો ઉલ્લેખ છે. સંવત્સરીના દિવસે બારસા સૂત્રના સ્થાને બોલાવવામાં આવતા ઢાળિયાઓમાં પણ નવાંગી ગુરુપૂજનનો ઉલ્લેખ છે. શંકા- ૮૧૦. પૂજ્ય આચાર્ય દેવોનો કે સાધુ-સાધ્વીજીનો જન્મદિવસ ઉજવાય ? સમાધાન-ન ઉજવાય. અરિહંત સિવાય કોઇનો પણ જન્મદિવસ ન ઉજવાય. અરિહંતો તીર્થકર નામકર્મના પ્રભાવથી જન્મથી જ પૂજય છે. તેથી જ દેવો તીર્થકરોના મેરુપર્વત ઉપર ઉલ્લાસથી Jain Educationa International For Personal and Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન જન્માભિષેક કરે છે. આચાર્ય વગેરે જન્મથી જ પૂજ્ય નથી. પણ દીક્ષા દિવસથી પૂજ્ય બને છે. ગણધરો પણ જન્મથી પૂજય ન હોવાથી ગણધરોનો પણ જન્મદિવસ ન ઉજવાય તો બીજા આચાર્ય વગેરેનો જન્મદિવસ કેવી રીતે ઉજવાય ? આજે ઘણી પ્રવૃત્તિઓ દેખાદેખીથી થાય છે. કોઇ આચાર્યનો જન્મદિવસ ઉજવાયો તો તેને જોઇને બીજાઓનો પણ જન્મદિવસ ઉજવવાની શરૂઆત થઇ જાય છે. યોગ્યાયોગ્યનો વિચાર કરનારા બહુ જ વિરલા હોય છે. દુ:ધ્વનિમિત્તમપીવું એ (તત્ત્વાર્થાધિગમ સૂત્રની સંબંધકારિકા ગા.૧) શાસ્ત્રપાઠના આધારે સાધુની પણ જન્મતિથિ ન ઉજવાય એમ મને જણાય છે. આઠ વર્ષની ઉંમરે દીક્ષા લેનાર પણ જ્યાં સુધી દીક્ષા નથી લીધી ત્યાં સુધી એ જીવ પોતે દુઃખ પામ્યો છે અને બીજા અનેક જીવોના દુ:ખોમાં નિમિત્ત બન્યો છે, માટે પરના અનેક દુઃખોમાં નિમિત્ત બનનાર એવી જન્મતિથિ કેવી રીતે ઉજવાય ? દુઃદ્ધનિમિત્તમપીવું એ શ્લોકમાં દુઃખનિમિત્તે એનું મહત્ત્વ નથી અને સુલબ્ધ મત્ત એનું પણ મહત્ત્વ નથી. એ બંનેનું સ્વરૂપ જણાવ્યું છે. મનુષ્ય જન્મ દુઃખનું કારણ છે અને જન્મ સફળ થાય છે એમ માત્ર સ્વરૂપ જણાવ્યું છે. મહત્ત્વ તો યો અને તેન એ બેનું છે, અર્થાત્ રત્નત્રયીનું મહત્ત્વ છે. દુઃખનું કારણ એવું પણ જન્મ જે આત્મા રત્નત્રયીને મેળવે છે તેને સફળ થાય છે. એટલે આ શ્લોકમાં રત્નત્રયીને મહત્ત્વ અપાયું છે. કોનો જન્મ સુલબ્ધ થાય એમ કહીને રત્નત્રયીનું મહત્ત્વ જણાવ્યું છે. દુઃખનું કારણ છે એ કોઇના કારણે નથી. હવે કદાચ કોઇ એમ કહે કે જેણે દીક્ષા લીધી તેનો જન્મ દીક્ષાના કારણે સફળ થયો એમ કહેવાય, માટે એનો જન્મદિવસ ઉજવાય. આ વિષે જણાવવાનું કે આમાં પણ જન્મની મહત્તા નથી કિંતુ જીવની યોગ્યતાની મહત્તા છે. આ જીવે પણ પૂર્વે અનેકવાર મનુષ્યભવ પ્રાપ્ત કર્યો છે, છતાં દીક્ષા લીધી નથી. કેમકે એ જન્મોમાં જીવની યોગ્યતા ન હતી. આ જન્મમાં એની યોગ્યતા થઇ માટે દીક્ષા લીધી તેથી જન્મનું મહત્ત્વ નથી કિંતુ જીવની યોગ્યતાનું મહત્ત્વ છે. For Personal and Private Use Only ૩૬૨ Jain Educationa International Page #160 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૩૬૩ શંકા ૮૧૧. સાધુ-સાધ્વીના ઉપયોગ માટે બનાવાતા ડેસ્કટેબલ-મેજ જ્ઞાનખાતામાંથી બનાવી શકાય ? પાટ-પાટલા વૈયાવચ્ચ ખાતામાંથી બનાવી શકાય ? એ ડેસ્ક-ટેબલ અને પાઢ-પાટલા શ્રાવકો વાપરી શકે ? સમાધાન સાધુ-સાધ્વીના ઉપયોગ માટે બનાવેલા ડેસ્ક-ટેબલ વગેરે જ્ઞાનખાતામાંથી ન બનાવી શકાય. કારણ કે અવસરે મુમુક્ષુઓ અને શ્રાવકો પણ એનો ઉપયોગ કરે. એથી એમને જ્ઞાનદ્રવ્યભક્ષણનો દોષ લાગે. પાટ-પાટલા વેયાવચ્ચ ખાતામાંથી ન બનાવી શકાય. કારણ કે અવસરે મુમુક્ષુઓ અને શ્રાવકો પણ એનો ઉપયોગ કરતા હોય છે. એથી એમને વૈયાવચ્ચ ખાતાની ૨કમના ભક્ષણનો દોષ લાગે. જ્ઞાનખાતામાંથી બનેલા ડેસ્ક-ટેબલ વગેરેનો અને વૈયાવચ્ચ ખાતામાંથી બનેલા પાટ-પાટલા વગેરેનો શ્રાવક ઉપયોગ ન કરી શકે. મૂળ મુદ્દો એ જ છે કે આવા દ્રવ્યમાંથી આ બધું ન જ બનાવવું જોઇએ. શંકા- ૮૧૨. વરઘોડામાં કોઇ નાની છોકરીને સાધ્વીનો વેશ પહેરાવીને અને એના હાથમાં ઓઘો-પાત્રાદિ આપવા સાથે એને વરઘોડામાં ફેરવે તો તે ઉચિત ગણાય ? સમાધાન– આવું કરવું તે જરાય ઉચિત નથી. આ તો એક જાતનું નાટક ગણાય. જેમ નાટકમાં પાત્ર પ્રમાણે વેશ પહેરવામાં આવે અને પછી ઉતારી દેવામાં આવે, તેમ અહીં પણ બને છે. આમાં સાધુપણાનું અવમૂલ્ય થાય છે, સાધુતાની આશાતના થાય છે. સાધુઓએ અને વિવેકી શ્રાવકોએ આવું ન થવા દેવું જોઇએ. શંકા- ૮૧૩. પહેરવેશ અને માથાના વાળ આદિને કારણે છોકરાનો દેખાવ છોકરી જેવો લાગતો હોય તો સાધુ એવા છોકરાને અડી શકે ? પહેરવેશ અને માથાના વાળ આદિને કારણે છોકરી છોકરા જેવી જ દેખાતી હોય તો એવી છોકરીને સાધ્વી અડી શકે ? સમાધાન— પહેરવેશ આદિના કારણે છોકરી જેવા લાગતા છોકરાને સાધુ અડી શકે, પણ તેણે તેવો વેશ ન પહેરવો જોઇએ, અગર માબાપે છોકરાને તેવો વેશ ન પહેરાવવો જોઇએ. છોકરા જેવી લાગતી For Personal and Private Use Only Jain Educationa International Page #161 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ શંકા-સમાધાન છોકરીને સાધ્વીજી અડી શકે છે પણ તેને તેવો વેશ પહેરાવવો યોગ્ય નથી. આમ છતાં લોકોમાં એવો ભ્રમ થાય એમ હોય કે સાધુ-સાધ્વી, બાળિકા-બાળકને અડ્યા, તો ન અડાય તો વધુ સારું. શંકા- ૮૧૪. ગૃહસ્થો સાધુ-સાધ્વીજીનું પાત્ર ભજવી શકે ? સમાધાન ન જ ભજવી શકે. કોઈ ભજવતા હોય તો તેનો સખત વિરોધ કરવો જોઇએ. જે સાધુ-સાધ્વીજીનું પાત્ર ભજવે તેને અને જોનાર બધાને મોટું પ્રાયશ્ચિત્ત આવે. વેશ પહેર્યા પછી પાછો ઉતારી ન શકાય. જીવનભર જેને પહેરી રાખીને વફાદારીપૂર્વક એ વેશ મુજબ વર્તવું જ જોઈએ. આવો જો કોઈ વેશ હોય, તો તે સાધુવેશ છે. માટે આવા વેશને નાટકિયાની જેમ ન જ પહેરી શકાય, એ સમજી શકાય એવું છે. શંકા- ૮૧૫. તપાગચ્છ સિવાયના અન્ય ગચ્છના સાધુઓ ચારિત્રસંપન્ન છે એમ મનાય કે નહિ ? સમાધાન– તપગચ્છના સાધુઓ સિવાયના અન્ય ગચ્છમાં રહેલા ચારિત્રસંપન્ન નથી એવું એકાંતે માની શકાય નહિ. વિશેષ નોંધ- આજે સિદ્ધાંત ભેદ, સામાચારી ભેદ ઇત્યાદિના બહાને સ્વમાન્ય સાધુઓ સિવાય તપગચ્છના પણ ચારિત્રસંપન્ન સાધુઓને વંદનાદિ ન કરે, તે ઉચિત્ત છે કે અનુચિત્ત છે, એ ગીતાર્થ મહાત્માઓએ વિચારવું જોઈએ. શંકા- ૮૧૬. કાપ આદિ માટે સાધુને પાણીની જરૂર હોય અને ગૃહસ્થની પાસે તાત્કાલિક ગરમ કરાવવું પડે તેવા સંયોગો હોય ત્યારે કાચા પાણીમાં ચૂનો નાખીને અચિત્ત કરી આપે તે સુયોગ્ય ગણાય કે ઉકાળી આપે તે સુયોગ્ય ગણાય ? સમાધાન– કાપ આદિ માટે ઉકાળેલું પાણી કે ઉકાળેલા પાણીમાં ચૂનો નાખેલું પાણી વાપરવાની આચરણા છે. એ આચરણાનો લોપ કરવો યોગ્ય નથી. એથી કાચા પાણીમાં ચૂનો નાખીને તે પાણીથી કાપ કાઢવો વગેરે યોગ્ય નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૩૬૫ શંકા— ૮૧૭. કોઇ ગુરુભગવંત દ્વારા કોઇ વ્યક્તિને સંસ્થાના કામ માટે મોકલવામાં આવે પણ તે વ્યક્તિમાં જૈનત્વના સંસ્કારો ન હોય અને એથી સંસ્થાના કામ માટે એનામાં લાયકાત ન હોય તો એ વાત ગુરુભગવંતને કહેવામાં દોષ ખરો ? નિંદારૂપ ગણાય ? સમાધાન– એ વાત ગુરુભગવંતને વિનયપૂર્વક કહેવામાં જરાય દોષ નથી અને એ વાત નિંદારૂપ ન ગણાય. એટલું જ નહિ આવી વાત જણાવવી જ જોઇએ. શંકા— ૮૧૮. પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતના તપના પારણાની બોલી, બોલી શકાય ? સમાધાન– ન બોલી શકાય. તસિઞજ્ઞાતતાાર્યા=સાધુસાધ્વીજીઓએ પોતાની તપની બીજાને(=ગૃહસ્થોને) જાણ ન થાય તેમ કરવું જોઇએ. તપના પારણાની બોલી બોલાવવામાં આ જિનાજ્ઞાનું પાલન ન થાય. ગૃહસ્થો સાધુ-સાધ્વીજી મહારાજ માટે જે આહાર બનાવે તે આહાર નિષ્કારણ લેવાથી સાધુ-સાધ્વીજીને દોષ લાગે. પારણાની બોલી દ્વારા ગૃહસ્થોને પારણાના દિવસની ખબર પડી જાય. એથી પોતાને લાભ મળે એ માટે ગૃહસ્થો સાધુસાધ્વીજી માટે આહાર બનાવે એવું બને. જેને પારણાનો લાભ મળ્યો હોય તે અને બીજાઓ પણ સાધુ-સાધ્વી માટે બનાવે. કદાચ પારણાના તપસ્વી તેવો આહાર ન વહોરે તો પણ ગૃહસ્થોએ સાધુને વહોરાવવા માટે જે આરંભ-સમારંભ કર્યો હોય તેમાં નિમિત્ત તપસ્વી બને એથી એ આરંભ-સમારંભના દોષના ભાગીદાર પારણાની બોલી બોલાવવાની રજા આપનારા તપસ્વી બને. પારણાની બોલી ન બોલાવી હોય છતાં કોઇ પણ રીતે કોઇ ગૃહસ્થને પારણાના દિવસની ખબર પડી જાય એથી પારણાનો લાભ મળે એ માટે આહાર બનાવવાનો આરંભ-સમારંભ કરે, તેમાં તપસ્વી ભાગીદાર ન બને. આ આહાર મારા માટે બનાવ્યો છે કે નહિ તે શાસ્ત્રોક્ત વિધિ મુજબ જાણવાનો પ્રયત્ન કરે. તેમાં આ આહાર મારા માટે બનાવ્યો નથી એમ ખાતરી કરીને આહાર વહોરે ત્યારે એ આહાર મુનિ માટે Jain Educationa International For Personal and Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ શંકા-સમાધાન બનાવ્યો હોય તો પણ વહોરનારને દોષ ન લાગે. કેમ કે તે મુનિએ શાસ્ત્રોક્ત વિધિનું પાલન કર્યું છે. પારણાની જાહેરાત કરવાથી પારણાનો લાભ પોતાને મળે એ હેતુથી ગૃહસ્થો જે આરંભ-સમારંભ કરે, તેમાં મુનિને દોષ લાગે એ વિષયને સવારના વહેલી સવારે સાધુઓને મોટા અવાજથી બોલવાનો જે નિષેધ કર્યો છે એને વિચારવાથી પણ સમજી શકાય છે. આથી તપસ્વીના પારણાની બોલી શાસ્ત્રીય નથી. અહીં ભાવાર્થ આ પ્રમાણે છે– સાધુએ આરંભ-સમારંભ થાય તેવો ઉપદેશ તો આપવાનો નથી, કિંતુ નિમિત્તભાવથી પણ ગૃહસ્થો આરંભ-સમારંભની પ્રવૃત્તિ ન કરે તેની કાળજી રાખવાની છે. જેમ કે, સવારે વહેલા ઊઠીને મોટા અવાજથી બોલવાનો સાધુને નિષેધ છે. કેમ કે મોટો અવાજ સાંભળીને આજુ-બાજુમાં રહેતા ગૃહસ્થો જાગી જાય અને ખેડૂત વગેરે પોતપોતાના આરંભ-સમારંભવાળા કાર્યો કરે. આમાં સાધુ નિમિત્ત બન્યા હોવાથી સાધુને દોષ લાગે. માટે ગૃહસ્થો આરંભ-સમારંભમાં ન પ્રવર્તે તેની કાળજી સાધુઓએ રાખવાની છે. પ્રસ્તુતમાં આની ઘટના આ પ્રમાણે છે- પારણાની જાહેરાત કરવાથી પારણાનો લાભ પોતાને મળે એ હેતુથી ગૃહસ્થો આરંભ-સમારંભ કરે એ સુસંભવિત છે. આ રીતે થતા આરંભસમારંભનો દોષ મુનિને લાગે. શંકા- ૮૧૯. લગ્ન પ્રસંગે દેરાસરમાં દંપતીને ગુરુ આશીર્વાદ આપી શકે ? સમાધાન– ગુરુ દેરાસરમાં દંપતીને આશીર્વાદ ન આપી શકે, ઉપાશ્રયમાં વાસક્ષેપ નાખી શકે અને તમારા જીવનમાં સદાચાર અને ધર્મની વૃદ્ધિ થાઓ, એવા આશીર્વાદ આપી શકે. શંકા— ૮૨૦. યુગપ્રધાન, ગીતાર્થ અને આચાર્ય ભગવંતની પાત્રતા શી ? એ પદો કેટલા જ્ઞાનધારકને અપાય ? એ પદ ગુરુ ભગવંતો જ આપે કે સંઘ પણ આપી શકે ? Jain Educationa International For Personal and Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૩૬૭ સમાધાન– તે તે કાળે વિધમાન શાસ્ત્રોના રહસ્યોના જ્ઞાતા હોય તથા વિશિષ્ટપણે મૂલગુણ ઉત્તરગુણના ધારક હોય તેવા આચાર્યો તે તે કાળની અપેક્ષાએ યુગપ્રધાન કહેવાય. યુગપ્રધાનની આ વ્યાખ્યા પ્રવચન સારોદ્વાર પ્રમાણે લખી છે. દુ:ષમા સ્તોત્રમાં આ પ્રમાણે કહ્યું છે- “શ્રી સુધર્મસ્વામીથી શ્રી દુપ્પહસૂરિ સુધીના સર્વ ઉદયના ૨૦૦૪ યુગપ્રધાનોને હું વંદન કરું છું. (૧૬) શ્રી સુધર્મસ્વામીજી અને શ્રી જંબુસ્વામીજી તે જ ભવમાં મોક્ષે ગયા છે. બીજા સર્વ યુગપ્રધાનો એકાવતારી છે. અઢી યોજન એટલે કે વીસ માઇલ (૩૨ કિ.મી.)માં દુકાળ, મારી, મરકી વગેરેને હ૨ના૨ા સર્વ યુગપ્રધાનો જયવંતા વર્તે છે. (૧૭) તેઓ પ્રાવચની, ધર્મકથી, વાદી, નિમિત્તક, તપસ્વી, વિદ્યા-માંત્રિક, અંજનાદિયોગના સિદ્ધપુરુષ અને કવિ આમ આઠ રીતે પ્રભાવવંત કહ્યા છે. (તપાખરતક ભેદ બોલ ૧૩૩) આવા યુગપ્રધાન આચાર્યે સ્વયં સ્વગુણોની અપેક્ષાએ યુગપ્રધાન તરીકે પ્રસિદ્ધ બનતા હોય છે. મહાવીર પ્રભુના શાસનમાં બધા મળીને બે હજારને ચાર યુગપ્રધાન આચાર્યો થશે. ગીતાર્થના જધન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ ભેદ છે. નિશીથ સૂત્રના સૂત્ર-અર્થ ઉભયથી જ્ઞાતા જઘન્ય ગીતાર્થ છે. બૃહત્કલ્પ અને વ્યવહારસૂત્રના જ્ઞાતા વગેરે મધ્યમ ગીતાર્થ છે. નવપૂર્વ કે તેથી વધારે જ્ઞાન ધરાવનારા ઉત્કૃષ્ટ ગીતાર્થ છે. ગુરુ પોતાના શિષ્યોની યોગ્યતા જોઇને શાસ્ત્રો ભણાવીને ગીતાર્થ બનાવે છે. જેવી રીતે આચાર્યપદ વિધિથી આપવામાં આવે છે, તેમ ગીતાર્થ પદ આપવાનું હોતું નથી. ઉપર કહ્યું તેટલું શ્રુત ભણેલા સાધુ ગીતાર્થ કહેવાય છે. ધીરતા-ગંભીરતા વગેરે ગુણોથી યુક્ત હોય, ગીતાર્થ હોય, મૂલગુણ-ઉત્તરગુણસંપન્ન હોય અને ગચ્છને સંભાળવાનું સામર્થ્ય ધરાવતા હોય તેવા સાધુને આચાર્યપદ ગુરુ આપે છે. એક ગચ્છમાં એક આચાર્ય હોય અને તે જ ગચ્છાધિપતિ હોય. આજે જેમ એક ગચ્છમાં એક ગચ્છાધિપતિ અને અન્ય અનેક આચાર્યો હોય છે તેમ પૂર્વે અનેક આચાર્યો ન હતા. કિંતુ એક જ આચાર્ય For Personal and Private Use Only Jain Educationa International Page #165 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ શંકા-સમાધાન રહેતા હતા અને તે જ ગચ્છાધિપતિ હતા. પણ ઘણા પ્રાચીનકાળથી એક ગચ્છમાં એક ગચ્છાધિપતિ હોય અને અન્ય અનેક આચાર્યો હોય તેવી આચરણા શરૂ થઈ. શંકા- ૮૨૧. વરઘોડા આદિ પ્રસંગે સ્ત્રીઓ ગીતો ગાય તે યોગ્ય છે, પણ “સોડા લેમન કોકાકોલા, ગુરુજીની બોલબાલા” આવા અને બીજા કોઈ પણ સૂત્રોચ્ચાર કરવા તે સ્ત્રીઓને માટે યોગ્ય છે? સમાધાન- યોગ્ય નથી. શંકા- ૮૨૨. સાધુઓની સાતમાંડલીઓ હોય છે. તેમાં માંડલી એટલે શું અને તે સાત માંડલીઓ કંઈ કંઈ છે ? સમાધાન– બધા સાધુઓ ભેગા થઈને અનુષ્ઠાન કરે તેને માંડલી કહેવાય, તેવી માંડલીઓ સાત છે. તે આ પ્રમાણે- સૂત્ર, અર્થ, ભોજન, કાળ, આવશ્યક, સ્વાધ્યાય અને સંથારો આ સાત માંડલી છે. એનું સ્વરૂપ નીચે મુજબ છે. સૂત્ર માંડલી– પહેલાં પ્રહરમાં સાધુઓ ભેગા બેસીને સૂત્રનો સ્વાધ્યાય કરે તે સૂત્ર માંડલી. અર્થ માંડલી– બધા સાધુઓ ભેગા થઈને સૂત્રના અર્થને વાંચે કે સાંભળે તે અર્થ માંડલી. ભોજન માંડલી–સાધુઓ ભેગા થઈને ભોજન કરે તે ભોજન માંડલી. કાળ માંડલી- સાધુઓ ભેગા થઈને કાળનું પdયણું કાળપ્રવેદન કરે તે કાળ માંડલી. આવશ્યક માંડલી- સાધુઓ ભેગા થઈને આવશ્યક(પ્રતિક્રમણ, પોરિસી=પાત્રાની પડિલેહણ વગેરે) કરે તે આવશ્યક માંડલી. સ્વાધ્યાય માંડલી- સાધુઓ ભેગા થઈને સજઝાય પઠવે (સ્વાધ્યાય કરે) તે સ્વાધ્યાય માંડલી. સંથારા માંડલી- સાધુઓ ભેગા થઈને સંથારા પોરિસી ભણાવે તે સંથારા માંડલી. શંકા- ૮૨૩. વર્તમાનમાં કેટલા ગચ્છો છે અને તે ગચ્છો તપાગચ્છથી કઈ રીતે જુદા પડે છે ? Jain Educationa International For Personal and Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૩૬૯ સમાધાન– વર્તમાનમાં મુખ્યતયા તપાગચ્છ, અચલગચ્છ, ખરતરગચ્છ અને પાર્જચંદ્રગચ્છ (પાયચલગચ્છ) એમ મુખ્ય ચાર ગચ્છો છે. તેમાં અચલગચ્છ નીચે મુજબ માન્યતા ધરાવે છે– (૧) સંવત્સરી ભાદરવા સુદ પાંચમના કરવી. (૨) ચોમાસી-પફખી પ્રતિક્રમણ પૂનમના કરવું. (૩) પર્વ દિવસે જ પૌષધ કરવો. (૪) સંવત્સરી અષાઢ સુદ પૂનમથી ૫૦મા દિવસે જ કરવી. આથી બે શ્રાવણ હોય તો બીજા શ્રાવણ સુદ પાંચમે સંવત્સરી કરવી. બે ભાદરવા હોય તો પહેલા ભાદરવા સુદ પાંચમના સંવત્સરી કરવી. (૫) સાધ્વીજીઓ પુરુષ સમક્ષ વ્યાખ્યાન વાંચી શકે. (૬) ઉપધાન કરાવવામાં આવતા નથી. આ મુખ્ય બાબતો જણાવી છે. એ સિવાય બીજી પણ ઘણી બાબતોમાં અચલગચ્છ તપાગચ્છથી ભિન્ન માન્યતાઓ ધરાવે છે. અચલગચ્છની ઉત્પત્તિ વિ.સં. ૧૨૧૪માં થઈ છે. ખરતરગચ્છ નીચે મુજબ તપાગચ્છથી ભિન્ન માન્યતા ધરાવે છે. (૧) વીરપ્રભુના છ કલ્યાણક માને છે. (૨) સ્ત્રીઓથી ભગવાનની પૂજા ન થાય. (૩) પર્વતિથિ સિવાય પૌષધ ન લેવાય. (૪) પંચાંગમાં અધિક માસ આવે ત્યારે તે માસની આરાધના ક્યારેક પ્રથમ માસમાં કરે તો ક્યારેક બીજા માસમાં કરે. (૫) સાધ્વીઓ પુરુષ સમક્ષ વ્યાખ્યાન વાંચી શકે. આ મુખ્ય બાબતો જણાવી છે. આ સિવાય બીજી પણ ઘણી બાબતોમાં ખરતરગચ્છ તપાગચ્છથી જુદો પડે છે. ખરતરગચ્છની ઉત્પત્તિ વિ.સં. ૧૨૦૪માં થઈ છે. પાર્જચંદ્રગચ્છ નીચે મુજબ તપાગચ્છથી ભિન્ન માન્યતા ધરાવે છે. (૧) સંવત્સરી ભાદરવા સુદ પાંચમના કરવી. (૨) ત્રણ ચોમાસી (પ્રતિક્રમણ) પૂનમના કરવી. (૩) સાધ્વીજીઓ પુરુષ સમક્ષ વ્યાખ્યાન વાંચી શકે. Jain Educationa International For Personal and Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ શંકા-સમાધાન આ સિવાય બીજી પણ અનેક બાબતોમાં પાર્થચંદ્રગચ્છ તપાગચ્છથી ભિન્ન મત ધરાવે છે. પાર્થચંદ્રગચ્છની ઉત્પત્તિ ૧૭મી સદીમાં થઈ છે. શંકા- ૮૨૪. ગ્લાન સાધુની વેયાવચ્ચના વર્ણનમાં સંઘને સોંપવાનું લખ્યું છે. તે સંઘ શ્રમણસંઘ કે શ્રાવકસંઘ લેવો ? સમાધાન- શ્રમણ સંઘ લેવો. શાસ્ત્રમાં સાધુઓને આશ્રયીને ગણ, કુલ અને સંઘ એમ ત્રણ પ્રકાર છે. એક આચાર્યનો સમુદાય તે ગણ. અનેક ગણોનો સમુદાય તે કુલ. અનેક કુલોનો સમુદાય તે સંઘ, જૈન શાસનમાં ગ્લાન સાધુની સારી સેવા થાય તે માટે આ ત્રણને આશ્રયીને સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. શંકા- ૮૨૫. જેમના શિષ્યો એકબીજાને વંદન કરતા ન હતા અને એથી નિદ્ભવ થયા તે અષાઢાચાર્ય શ્રી મહાવીર ભગવાનના નિવણ બાદ ક્યારે થયા ? સમાધાન- આ અષાઢાચાર્ય શ્રી મહાવીર ભગવાનના નિર્વાણ પછી ૨૧૪ વર્ષે થયા. શંકા- ૮૨૬. સાધુ-સાધ્વીઓએ ધર્મક્રિયાઓ કઈ દિશામાં કરવી જોઇએ ? સમાધાન- સાધુ-સાધ્વીઓએ પૂર્વ દિશા કે ઉત્તર દિશા તરફ મુખ રાખીને ધર્મક્રિયાઓ કરવી જોઇએ. (વિ.પ્ર. વિ.૧ પ્ર.૧૦૫) શંકા- ૮૨૭. અમે જયારે પણ ગુરુ મહારાજને વંદન કરવા જઇએ ત્યારે એ ગુરુ મહારાજ એ જ સવાલ પૂછે છે કે ક્યારે તમારી “જય બોલાવવાની છે ?' સમાધાન વ્યક્તિની યોગ્યતા જોયા વિના દરેક વખતે આવું કહેવું યોગ્ય નથી. આનાથી એવું પણ બને કે કોઈ જીવ ગુરુની પાસે આવતો બંધ થઈ જાય. કોઈ વ્યક્તિમાં દીક્ષાની યોગ્યતા દેખાતી હોય તો પણ અવાર-નવાર ઉચિત રીતે પ્રેરણા કરાય, એની પાછળ ન પડાય. સાધુ પરાણે દીક્ષાની બાધા આપે કે પોતાની પાસે ભણવા આવવાની બાધા આપે તે પણ જરાય ઉચિત નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૩૭૧ શંકા− ૮૨૮. અતિમુક્તકકુમારે (અઇમુત્તામુનિએ) કેટલા વર્ષની વયે દીક્ષા લીધી ? સમાધાન– અતિમુક્તકકુમારે છ વર્ષની ઉંમરે દીક્ષા લીધી છે. (વિવિધ પ્ર.વિ.૧ ૫.૫૪) શંકા— ૮૨૯. ગોશાળો સંયત હતો કે અસંયત ? તેરાપંથીઓ ગોશાળાને અસંયત માને છે. સકલાગમ રહસ્યવેદી પૂ.આ.શ્રી દાનસૂરિ મ. વિરચિત વિવિધ પ્રશ્નોત્તરમાં તેનું ખંડન કર્યું છે. તેમાં ભગવતીજી સૂત્રના ૧૫મા ઉદ્દેશાનો પાઠ મૂક્યો છે. તે આ પ્રમાણે गोशाला तुमं मए चेव पव्वाविए, मए चेव मुंडाविए, मए चेव સેહાવિદ્, મચ્છુ વેવ સિઘ્રાવિણ, મધ્ ચેવ બટ્ટુપુણ્ પ્... જો એ અસંયત હોત તો ભગવાન આ બધું કરે નહિ. બીજી બાજુ કલ્પસૂત્રમાં જે વર્ણન સાંભળવા મળે છે, તેથી એમ જ લાગે કે ગોશાળામાં સંયમ કેવી રીતે હોય ? સમાધાન– તેરાપંથીઓ અસંયત માને છે તે બરાબર છે અને પૂ. દાનસૂરિજી મહારાજે તેનું ખંડન કર્યું છે તે પણ બરોબર છે. ગોશાળાને ભગવાને દીક્ષા આપી વગેરે વચનો ઉપચાર વચનો છે, કારણ કે ગોશાળાએ સ્વયં વસ્ત્ર વગેરેનો ત્યાગ કરીને ભગવાનને કહ્યું કે- આપ મને આપના શિષ્ય તરીકે સ્વીકારો. ભગવાને પોતાના જ્ઞાનથી તેવા ભાવિભાવ જાણીને તેનું વચન સ્વીકાર્યું. ત્યાર પછી ગોશાળાએ ભગવાનને જે કંઇ પૂછ્યું તે બધાનો જવાબ પ્રભુના સાંનિધ્યમાં રહેનાર સિદ્ધાર્થ દેવ આપતો હતો. પછી ભગવાને તેને તેવા ભાવિભાવથી જ તેજોલેશ્યા પ્રાપ્ત કરવાનો વિધિ બતાવ્યો. પછી શ્રી પાર્શ્વનાથ પ્રભુના છ શિષ્યો કે જેમણે ચારિત્ર છોડી દીધું હતું, તેમણે ગોશાળાને અષ્ટાંગ નિમિત્તનું જ્ઞાન બતાવ્યું. આમ તેજોલેશ્યા અને અષ્ટાંગ નિમિત્તનું જ્ઞાન મળવાથી ગર્વ ધારણ કરતો ગોશાળો ભગવાનથી અલગ થઇને “હું જિન છું” એમ કહેતો વિહાર કરવા લાગ્યો. સમય જતાં તેના ઘણા શિષ્યો થયા. "" For Personal and Private Use Only Jain Educationa International Page #169 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ શંકા-સમાધાન અહીં ભગવાને આપ મને આપના શિષ્ય તરીકે સ્વીકારો એવા ગોશાળાના વચનનો સ્વીકાર કર્યો એટલે ભગવાને દીક્ષા આપી એમ ઉપચારથી કહેવાય તથા તેજોવેશ્યાને પ્રાપ્ત કરવાનો વિધિ બતાવ્યો અને પાર્શ્વનાથ પ્રભુના શિષ્યોએ અષ્ટાંગ નિમિત્તનું જ્ઞાન આપ્યું, એથી ઉપચારથી પ્રભુએ જ એને શિક્ષણ આપ્યું-અપાવ્યું કહેવાય. ગોશાળા દ્રવ્યસાધુ હતો એ અપેક્ષાએ સંયત હતો અને દ્રવ્યસાધુ વાસ્તવિક સાધુ જ નથી એ અપેક્ષાએ ગોશાળો અસંયત હતો. આમ બંને વાત બરાબર ઘટી શકે છે. શંકા- ૮૩૦. પર્યુષણ પર્વની આસપાસ અંતરાયમાં થવાવાળી બહેનો કે પૂ. સાધ્વીજી ભગવંતો ગોળીઓ લઈને અંતરાયના સમયને–પીરિયડને પાછળ ધકેલીને આરાધના કરી-કરાવી શકે ? સમાધાન- જો ગોળીઓ લેવાથી શરીરને હાનિ ન પહોંચતી હોય તો આમાં શાસ્ત્રીય કોઇ બાધ જેવું જણાતું નથી પણ આવું કરતાં પૂર્વે પાકી ખાતરી મેળવી લેવી જોઇએ. શંકા- ૮૩૧. ઇન્દ્રભૂતિ વગેરે બધાના શિષ્યો ગુરુસ્તુતિ કરતાં ભગવાન પાસે જતા હતા. પર્યુષણના વ્યાખ્યાનમાં સાંભળવા મળતું આ વાક્ય છે. ગુરુની સ્તુતિ ભક્ત કરવી જોઇએ. તો પૂર્વે થઇ ગયેલા પૂ.આ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ., પૂ. મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મ., પૂ.આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મ. વગેરે મહાપુરુષોની સ્તુતિ કેમ થતી નથી ? સમાધાન- ઇન્દ્રભૂતિ વગેરે બધાના શિષ્યો ગુરુસ્તુતિ કરતા કરતા નહિ, કિન્તુ બિરુદો બોલતા બોલતા જતા હતા. બિરુદો બોલવા અને સ્તુતિ કરવી એ બંને ભિન્ન છે. વળી ઇન્દ્રભૂતિ વગેરે જૈનેતર ગુરુ હતા. જૈન ગુરુ ન હતા. જૈન ગુરુની ભક્તિ જિનાજ્ઞા મુજબ કરવાની છે. ગુરુ જાય ત્યારે શિષ્યો ગુરુના બિરુદો બોલે એવી જિનાજ્ઞા નથી. સ્તુતિ કરવા અંગે પણ વિચારવામાં આવે તો સાક્ષાત્ ગુરુ વિદ્યમાન હોય ત્યારે તેમની સ્તુતિ બોલવી એવી જિનાજ્ઞા નથી. આથી જ વિ.સં. ૨૦૧૫માં સિદ્ધાંત મહોદધિ પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય Jain Educationa International For Personal and Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૩૭૩ પ્રેમસૂરીશ્વરજી મહારાજા સમક્ષ પ્રતિક્રમણ પછી સાધુઓએ ગુરુસ્તુતિ બોલવાનું શરૂ કર્યું. પણ પૂજ્યપાદશ્રીએ તેનો નિષેધ કર્યો. વર્તમાનમાં ગુરુની મૂર્તિ સમક્ષ સ્તુતિ બોલવામાં આવે છે. આમાં કોઈ શાસ્ત્રીય બાધ જણાતો નથી. આથી પૂ. હેમચંદ્રસૂરીશ્વરજી મ. વગેરેની વિધિપૂર્વક પ્રતિષ્ઠિત થયેલી મૂર્તિ સમક્ષ સ્તુતિ કરવામાં વાંધો નથી. શંકા- ૮૩૨. સાધુ બાળકનું નામકરણ કરી શકે ? સમાધાન– આત્મા તો અનામી છે, માત્ર વ્યવહાર ખાતર નામ રાખવામાં આવે છે. એથી જીવ મૃત્યુ પામે એટલે એના નામનો પણ વિનાશ થાય છે. આવું વિનાશી નામકરણ સાધુઓ કેવી રીતે કરે ? અર્થાતુ ન કરે. હા, કોઈ એમ કહે કે આજે પડતા અર્થહીન નામો અમારે રાખવા નથી, કોઈ ધાર્મિક અર્થવાળું નામ અમને બતાવો, તો સાધુ માત્ર ધાર્મિક અર્થવાળું નામ સૂચવી શકે. પણ જાતે તેનું નામકરણ ન કરે. (આ કેવો જોગાનુજોગ છે કે જયારે આ લખાઈ રહ્યું છે ત્યારે જ એક બહેને પોતાના બાળકનું ધાર્મિક અર્થવાળું નામ બતાવવા વિનંતી કરી.). શંકા- ૮૩૩. સાધુ-સાધ્વી સીદાતા શ્રાવકની આર્થિક-શૈક્ષણિક સહાયતા પૂરી પાડવા માટે અન્ય શક્તિસંપન્ન શ્રાવકને ભલામણ કરી શકે ? સંસાર પોષ્યાનું પાપ સાધુને લાગે ? સમાધાન- ઉપદેશરૂપે ભલામણ કરી શકે, આજ્ઞા રૂપે નહિ. સંસાર પોષ્યાનું પાપ સાધુને ન લાગે. કારણ કે ધ્યેય સાધર્મિક ભક્તિનું છે. શંકા- ૮૩૪. વરાહમિહિરના ગુરુભાઈ શ્રી ભદ્રબાહુ સ્વામી ક્યારે થઈ ગયા ? સમાધાન– વરાહમિહિરના ગુરુભાઈ શ્રી ભદ્રબાહુ સ્વામી શ્રી વીરનિર્વાણથી ૧૭૦ વર્ષે દેવલોક પામ્યા છે. ૪૫ વર્ષની ઉંમરે દીક્ષા લીધી છે. તેમનું આયુષ્ય ૭૬ વર્ષનું હતું. આથી શ્રી ભદ્રબાહુ સ્વામી વીરનિર્વાણની અપેક્ષાએ બીજી શતાબ્દીમાં થઈ ગયા. Jain Educationa International For Personal and Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ શંકા-સમાધાન શંકા- ૮૩૫. આનંદઘનજી મહારાજ કોના શિષ્ય હતા અને એમના શિષ્યો કેટલા હતા અને કોણ કોણ હતા ? સમાધાન- આનંદઘનજી મહારાજ કોના શિષ્ય હતા વગેરે બાબતોનો ઉલ્લેખ વર્તમાનમાં કોઈ ગ્રંથોમાં જોવામાં આવતો નથી. શ્રી આનંદઘનજી મહારાજનું વતન (અત્યારના મધ્યપ્રદેશમાં આવેલ) બુંદેલખંડમાં હતું એમ માનવામાં આવે છે, કેટલાક એમને મારવાડના કહે છે. તેમનું સાધુપણાનું નામ લાભાનંદ હતું, પણ આત્મામાં જ લીન રહેનારા હોવાથી જૈનસંઘમાં આનંદઘન તરીકે પ્રસિદ્ધ બન્યા. તેઓ મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજાના સમકાલીન હતા. શંકા- ૮૩૬. વર્તમાનમાં તે તે સમુદાયના અધિપતિનેનાયકને ગચ્છાધિપતિ તરીકે ઓળખવામાં આવે છે પણ મને લાગે છે કે ગચ્છ તો તપગચ્છ છે. એથી તપગચ્છના જે સૌથી મહાન મોટા આચાર્ય હોય તે એકને જ ગચ્છાધિપતિ તરીકે સંબોધવા જોઇએ, બીજા નાયક આચાર્યોને સમુદાયાધિપતિ કહેવા જોઇએ. સમાધાન- તમારી વાત બરોબર જણાય છે. વર્તમાનમાં તેવો વ્યવહાર થાય તે ઇચ્છનીય છે. શાસ્ત્રમાં નીચે મુજબની વ્યવસ્થા જણાવવામાં આવી છે. એક આચાર્યનો સમુદાય તે ગણ, એથી તે આચાર્ય ગણાધિપતિ કહેવાય. અનેક ગણોનો સમુદાય તે કુલ. કુલમાં સૌથી મહાન આચાર્યને કુળાધિપતિ કહેવાય. અનેક કુળોનો સમુદાય તે સંઘ કહેવાય. સંઘમાં સૌથી મહાન આચાર્યને સંઘાચાર્ય કહેવાય. આજે આ વ્યવસ્થા રહી નથી છતાં થાય એ ઇચ્છવા જેવું છે. શંકા– ૮૩૭. ગુરુ મહારાજથી “અમારી પાસે દીક્ષા લો” એમ કહેવાય ખરું ? સમાધાન- “અમારી પાસે દીક્ષા લો” એવું સાધુથી ન કહેવાય. સાધુ “સુગુરુની પાસે દીક્ષા લેવી જોઈએ” એમ કહે અને સુગુરુ કેવા હોય એ સમજાવે. “અમારી પાસે દીક્ષા લો” એમ કહેનારમાં સ્પૃહા ભરેલી છે એવું નિશ્ચિત થાય છે. સાધુ તો નિઃસ્પૃહ હોય. કોઈ Jain Educationa International For Personal and Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૩૭૫ જીવ અજ્ઞાનતાના કારણે જ્યાં દીક્ષા લેવાથી અહિત થાય, ત્યાં દીક્ષા લેતો હોય, તો સાધુ તેને સમજાવે કે અમુક સ્થળે દીક્ષા લેવાથી તમારું હિત નહિ થાય. પણ મારી પાસે દીક્ષા લો એમ ન કહે. પછી સામી વ્યક્તિ પોતાની પાસે દીક્ષા લેવા તૈયાર થાય અને પોતાનામાં તેને સંભાળવાનું સામર્થ્ય હોય તો દીક્ષા આપે એ જુદી વાત છે. પણ પહેલેથી મારી પાસે દીક્ષા લો એમ ન કહે. શંકા- ૮૩૮. રાજીમતી સાધ્વી અને રથનેમિ મુનિના પ્રસંગમાં રથનેમિ મુનિ માટે તો એકલાપણું ઘટે, પણ રાજીમતી સાધ્વી માટે એકલા જવું કેમ ઘટે ? સમાધાન– ઘણી સાધ્વીઓ સાથે વિહાર કરતી હોય તો પણ ગતિની મંદતા-તીવ્રતા આદિ અનેક કારણોથી કોઈ એક સાધ્વીજી થોડા આગળ-પાછળ થઈ જાય એવું બને એ સહજ છે. આ રીતે રાજીમતી સાધ્વીજી પણ બીજી સાધ્વીજીઓથી થોડા આગળ-પાછળ થઈ ગયા હશે અને એ દરમિયાન વરસાદ શરૂ થઈ ગયો હશે. જેથી અપ્લાયની વિરાધનાથી બચવા રાજીમતી ઝડપથી એકલા જ નજીકની ગુફામાં જતા રહ્યા હશે. આમ રાજીમતી સાધ્વીજીને એકલાપણું ઘટવામાં વાંધો નથી. શંકા– ૮૩૯. ચાતુર્માસ માટે આવેલ સાધુ-સાધ્વીજીઓ સંવત્સરી પછી સ્થાન-ઉપાશ્રય કે ગામ બદલે તે પ્રવૃત્તિ પ્રોત્સાહન આપવા જેવી ગણાય ? સમાધાન- વિશિષ્ટ કારણ વિના તે પ્રવૃત્તિને પ્રોત્સાહન ન આપવું જોઇએ. દીક્ષા સંબંધી શંકા-સમાધાન શંકા- ૮૪૦. સંસારમાં રહીને લોકસેવા કરવી જોઇએ કે દીક્ષા લેવી જોઈએ ? બેમાંથી વધારે સારું શું ? સેવા કરનારની કર્મનિર્જરા મોક્ષલક્ષી હોય? સેવાભાવી તેની પ્રવૃત્તિથી મોક્ષ નજીક આવતો જાય? Jain Educationa International For Personal and Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન સમાધાન– જૈનશાસનમાં સ્વઆત્મહિત અને પરઆત્મહિત એ બેમાં પોતાના આત્મહિતની પ્રધાનતા છે. આ વિષે કહ્યું છે— अप्पहियं कायव्वं जइ सक्कं परहियं पि कायव्वं । अप्पहियं परहियाणं अप्पहियं चैव कायव्वं ॥ ૩૭૬ “સ્વહિત (પોતાના આત્માનું હિત) કરવું, શક્તિ હોય તો પરહિત પણ કરવું. સ્વહિત અને પરહિત બેમાંથી એક જ હિત થઇ શકે તેમ હોય ત્યારે સ્વહિત જ કરવું. ચારિત્ર લેવાથી જેટલું સ્વહિત થઇ શકે તેટલું સ્વહિત સંસારમાં રહીને લોકસેવા કરવા છતાં ન થઇ શકે. માટે જેનામાં ચારિત્ર લેવાની યોગ્યતા અને સામર્થ્ય હોય તેને ચારિત્ર લેવું જોઇએ. ચારિત્ર લેનાર ચૌદ રાજલોકમાં રહેલા સર્વજીવોને પોતાના તરફથી અભયદાન આપે છે. બધા જ દાનોમાં અભયદાન સમાન અન્ય કોઇ દાન નથી. આથી ચારિત્ર લેનાર બધા જીવોની સેવા (દયા) કરે છે. જે ચારિત્ર ન લઇ શકે તેણે શ્રાવકના બાર વ્રતો ધારણ કરીને જિનાજ્ઞા મુજબ લોકસેવા કરવી જોઇએ. લોકસેવા કરવા માટે દ્રવ્યદયા અને ભાવદયાને બરાબર સમજવી જોઇએ. બીજાનાં રોગ, ગરીબાઇ, ભૂખ-તરસ વગે૨ે બાહ્ય દુઃખોને દૂર કરવાની ભાવના દ્રવ્યદયા છે. અજ્ઞાનતા, ચિંતા, ભય, શોક, ક્રોધ વગેરે આંતરિક દુઃખોને દૂર કરવાની ભાવના ભાવદયા છે. દ્રવ્યદયાની પ્રવૃત્તિથી બીજાનું કલ્યાણ કરી શકાય, પણ તે સ્થૂલ (કામચલાઉ-ટેમ્પરરી) કલ્યાણ છે. ભાવદયાની પ્રવૃત્તિથી બીજાનું સૂક્ષ્મ (સ્થાયી-૫૨મેનન્ટ) કલ્યાણ કરી શકાય છે. બીજાના બાહ્ય દુઃખોને દૂર કરવા એ સ્થૂલ કલ્યાણ છે. બીજાના દુઃખના કારણોને (અજ્ઞાનતા, રાગ, દ્વેષ વગેરેને) દૂર કરવા એ સૂક્ષ્મ કલ્યાણ છે. સાચો સાધુ જ સૂક્ષ્મ કલ્યાણ કરી શકે છે. ગરીબને આર્થિક સહાય કરવી, ભોજન આપવું, ઔષધ આપવું, વસ્ત્રો આપવા, આધાર વિનાના માણસોને આધાર આપવો, સંકટમાં For Personal and Private Use Only Jain Educationa International Page #174 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૩૭૭ સહાય કરવી, આ બધું સ્થૂલ કલ્યાણ છે. આધ્યાત્મિક શિક્ષણ આપવું, ધર્મનો ઉપદેશ આપવો, ધર્મની પ્રેરણા કરવી, આ બધું સૂક્ષ્મ કલ્યાણ છે. હોસ્પિટલો બનાવવી, વ્યાવહારિક શિક્ષણ માટે શાળા બનાવવી, લોકોની સગવડતા માટે વાવ-તળાવ બનાવવા વગેરે સ્થૂલ કલ્યાણનાં કામો ગણાય છે. આમાં પણ હોસ્પિટલ અને શિક્ષણની પ્રવૃત્તિ સીધી કે આડકતરી રીતે હિંસાને પોષનારી હોવાથી એને પૂલ કલ્યાણકારી પણ ગણી શકાય કે નહિ ? આ ખૂબ જ ગંભીરતાથી વિચારવા યોગ્ય છે. જિનમંદિરો બંધાવવા, ઉપાશ્રયોનું નિર્માણ કરવું, ધાર્મિક પાઠશાળાઓ શરૂ કરવી વગેરે સૂક્ષ્મ કલ્યાણનાં કામો છે. મોટા ભાગના જીવો અજ્ઞાન હોવાના કારણે લોકોનું સ્થૂલ કલ્યાણ કરવામાં જ રસ ધરાવે છે. જ્ઞાનીઓ જ સૂક્ષ્મ કલ્યાણ કરી શકે. કોની સેવા કરાય અને કોની દયા કરાય, એ પણ સમજવું જોઇએ. ધર્મી=ગુણી આત્માની સેવા કરાય અને ધર્મહીનની=ગુણરહિતની દયા કરાય. જેમ કે કોઈ ઉદાર માણસ આર્થિક સ્થિતિથી નબળા ધર્મીને ધનની મદદ કરે તો તેણે ધર્મીની સેવા કરી એમ કહેવાય. ધર્મરહિત ગરીબને મદદ કરનારે ગરીબની દયા કરી એમ કહેવાય. આમ સેવા અને દયામાં ભેદ છે. આમ છતાં અજ્ઞાની માણસો સેવા અને દયાના અર્થને સમજતા ન હોવાથી જયાં દયા શબ્દનો પ્રયોગ કરવો જોઈએ ત્યાં સેવા શબ્દનો પ્રયોગ કરે છે. સ્થૂલકલ્યાણ અને સૂક્ષ્મકલ્યાણનો ભેદ ન સમજવાના કારણે લોકોનું સ્થૂલ કલ્યાણ કરવામાં જ કલ્યાણ માને છે. આ રીતે સમજપૂર્વક સેવા કરનારને જે કર્મનિર્જરા થાય તે મોક્ષલક્ષી હોય તથા વિવેકપૂર્વક થતી સેવાની પ્રવૃત્તિથી અવશ્ય મોક્ષ નજીક આવતો જાય. શંકા- ૮૪૧. દીક્ષા લેવાની ભાવનાવાળા મુમુક્ષુએ ગુરુને શોધવા હોય ત્યારે શું કરવું જોઇએ ? Jain Educationa International For Personal and Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ શંકા-સમાધાન સમાધાન– દીક્ષા લેવાની ભાવનાવાળા મુમુક્ષુએ ગુરુને શોધવા સર્વપ્રથમ ગુરુનો ઉપદેશ શાસ્ત્રાનુસારી છે કે શાસ્ત્રવિરુદ્ધ છે તે જોવું જોઇએ. ત્યાર બાદ તેના આચારો કેવા છે તે જોવું જોઇએ. આચારોમાં ચોથા-પાંચમા મહાવ્રતનું પાલન કેવું કરે છે તે જોવું જોઈએ. પ્રતિક્રમણ, પડિલેહણ, વિહાર આદિમાં વિધિ કેટલી સાચવે છે વગેરે પણ જોવું જોઇએ. મૂલગુણ અને ઉત્તરગુણોનું પાલન કેવું કરે છે તે પણ જોવું જોઇએ. જોકે વર્તમાનકાળમાં સર્વ ગુણસંપન્ન ગુરુ મળવા દુર્લભ છે. આમ છતાં વર્તમાનકાળ પ્રમાણે જે સારું ચારિત્ર પાળતા હોય તેવા સાધુઓને ગુરુ તરીકે સ્વીકારવા જોઇએ. શંકા- ૮૪૨. મુમુક્ષુએ દીક્ષા લઈને જીવનનું સમર્પણ કરવા માટે ગુરુમાં કયા ગુણ જોવા જોઈએ ? સમાધાન– ગુરુમાં મૂલગુણ અને ઉત્તરગુણો જોવા જોઈએ. પાંચ મહાવ્રતોનું પાલન મૂલગુણ છે. પ્રતિક્રમણ, પડિલેહણ, નિર્દોષ ભિક્ષા વગેરે ઉત્તરગુણો છે. શંકા- ૮૪૩. જૈનો દીક્ષા લીધા પછી પણ લોકેષણા(=માન મેળવવાની વૃત્તિ) વગેરેને કેમ છોડી શકતા નથી ? સમાધાન મોટા ભાગના જૈન સાધુઓ લોકૈષણા વગેરેથી રહિત બનીને સ્વ-પરનું આત્મહિત થાય તેવી પ્રવૃત્તિ કરતા હોય છે. એટલે બધા જ જૈન સાધુઓ લોકેષણાવાળા છે એમ માનવામાં અજ્ઞાનતા સિવાય બીજું કોઈ કારણ નથી. હા, કોઈ કોઈ જૈન સાધુઓ પણ લોકૈષણાવાળા હોઈ શકે છે. આનું કારણ મોહ છે. સાધુઓ પણ તદ્દન મોહથી રહિત બની ગયા નથી. આથી જ જૈન સાધુઓ જીવનપર્યત મોહને જીતવાનો પુરુષાર્થ કરે છે. આથી એમ અવશ્ય કહી શકાય કે જૈન સાધુ એટલે મોહને જીતવા મોહની સામે ઝઝૂમનારો યોદ્ધો ! જેમ યુદ્ધ ચાલતું હોય ત્યારે એકબીજાની હારજીત થયા કરતી હોય છે, તેમ આ જૈન સાધુ અને મોહ એ બેના યુદ્ધમાં ક્યારેક મોહ જીતી જાય એવું પણ બને અને તેથી સાધુ Jain Educationa International For Personal and Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૩૭૯ લોકૈષણાવાળા બની જાય. આથી જે મોહને બરોબર સમજે છે, તેને કોઇ સાધુને લોકૈષણાવાળા જોઇને નવાઇ ન લાગે. શંકા- ૮૪૪. દીક્ષા વગેરે પ્રસંગે નાણ મંડાય ત્યારે વિધિ કરતી વખતે અવાર-નવાર પ્રભુજીની આડે પડદો કરવાનો હોય છે. હાલમાં સર્વત્ર પડદો કરવાને બદલે પ્રભુજી ઉપર અંગલુંછણું મૂકીને પ્રભુજીને ઢાંકી દેવાય છે અને તે અંગલુંછણું પણ સુંદર અને ઉજ્જવળ હોતું નથી. તો પડદો કરવાને બદલે આવા અંગલુંછણાં વડે પ્રભુજીને ઢાંકી દેવા, એ યોગ્ય ગણાય ખરું ? સમાધાન– અંગલુંછણા વડે પ્રભુજીને ઢાંકી દેવા તે યોગ્ય નથી. પ્રભુજીને પડદો કરવો જોઇએ. પ્રભુજીને પ્રક્ષાલ બાદ કોરા કરવા માટેનાં અંગલુંછણા સુંદર અને ઉજ્જવળ હોવા જોઇએ. શંકા— ૮૪૫. ભગવતી સૂત્ર શતક ૧૫ ઉદ્દેશ ૧ માં અયોગ્ય એવા ગોશાળાને ભગવાને દીક્ષા કેમ આપી, તેનાં ત્રણ કારણો જણાવ્યા છે. તે આ પ્રમાણે (૧) ભગવાનના રાગનો સંપૂર્ણ ક્ષય ન થયો હોવાથી ગોશાળા ઉપર પરિચયના કારણે કંઇક સ્નેહ હતો. આથી અલ્પ સ્નેહગર્ભિત દયા થવાથી ગોશાળાને દીક્ષા આપી. (૨) છદ્મસ્થ હોવાના કારણે ભવિષ્યમાં થનારા દોષને ન જાણવાથી ગોશાળાને દીક્ષા આપી. (૩) આવું અવશ્ય બનનારું હોવાથી ગોશાળાને દીક્ષા આપી. આથી એમ કહી શકાય ખરું કે, ભગવાને ગોશાળાને દીક્ષા આપવામાં ભૂલ કરી છે અથવા છદ્મસ્થતાના કારણે ભગવાનની ભૂલ થઇ ગઇ છે ? સમાધાન– ગોશાળાને દીક્ષા આપવામાં ભગવાને ભૂલ કરી છે અથવા ભગવાનથી ભૂલ થઇ ગઇ છે એમ ન જ કહેવાય. કિંતુ “અનુપયોગના કારણે દીક્ષા આપી' એમ હજી કહી શકાય. ભગવાન છદ્મસ્થ હોવાથી અનુપયોગ થઇ જાય એ સહજ છે. આમ છતાં ટીકાકારને આ હેતુ આપવામાં પણ સંતોષ થયો નથી. પહેલો હેતુ આપવામાં સંતોષ ન થયો એટલે બીજો હેતુ આપ્યો. બીજો હેતુ આપવામાં પણ સંતોષ ન થયો એથી ત્રીજો હેતુ આપ્યો. આથી ત્રીજો Jain Educationa International For Personal and Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ શંકા-સમાધાન હેતુ વધારે સુયોગ્ય છે. ત્રીજા હેતુ પ્રમાણે તીર્થકરોનું અંતિમ ભવનું જીવન જ્ઞાનપ્રધાન હોય છે, ઈત્યાદિ સર્વ બાબતોનું સમાધાન થઈ જાય છે. તીર્થકરોનું અંતિમ ભવનું જીવન જ્ઞાનપ્રધાન હોય છે એથી એમણે જ્ઞાનમાં જોયું કે, આ પ્રમાણે બનવાનું જ છે. આથી દીક્ષા આપી. શ્રી તીર્થકરનું અંતિમ ભવનું જીવન જ્ઞાનપ્રધાન હોય છે, એમ વાંચવા-સાંભળવામાં આવ્યું છે. જો એમ હોય તો ભૂલ કેવી રીતે સંભવે ? વળી ભૂલ હોય તો ચરિત્રમાં ક્યાંય તેવો ઉલ્લેખ અને તે ભૂલનું પ્રાયશ્ચિત્ત કે મિચ્છા મિ દુક્કડ આપ્યાનો કોઈ ઉલ્લેખ જાણવામાં આવ્યો નથી. શંકા- ૮૪૬. કારણવશાત્ પહેલાં ચારિત્ર ન લઈ શકાયું હોય, તો પણ મૃત્યુ સમયે શ્રાવક ચારિત્રના વેશમાં મૃત્યુ પામે એવું જાણવામાં આવ્યું છે તો તેની વિધિ જણાવવા કૃપા કરશો. સમાધાન- જ્યારે નિશ્ચિત થઈ જાય કે હવે જીવન વધારે નહિ ટકે, ત્યારે શ્રાવક ગુરુની અનુજ્ઞાપૂર્વક ગુરુના મુખે ચારિત્રનો સ્વીકાર કરીને સાધુની જેવું જીવન જીવે. એ રીતે મૃત્યુના સમયે ભાવથી ચારિત્ર લઈને ચારિત્રના વેશમાં મરે. ચારિત્રના સ્વીકારની વિધિ ગુરુની પાસે જ કરવાનો હોવાથી શ્રાવકને આ વિધિ જાણવાની જરૂર નથી. અંત સમયે જેને ચારિત્ર આપવાનું હોય, તેની પરિસ્થિતિ જોઈને ગુરુ કોઇને લાંબી વિધિથી ચારિત્ર આપે, તો કોઇને ટૂંકી વિધિથી પણ ચારિત્ર આપે. વિહાર સંબંધી શંકા-સમાધાન શંકા- ૮૪૭. પૂ. સાધુ-સાધ્વીજીઓ સાથે વિહાર કરી શકે ? સમાધાન વડી દીક્ષાનો યોગ ચાલતા હોય વગેરે અનિવાર્ય કારણ સિવાય સાધુ-સાધ્વીજીઓ સાથે વિહાર ન કરી શકે. શાસ્ત્રમાં અનિવાર્ય કારણ સિવાય સાધુ-સાધ્વીજીઓના સાથે વિહારનો સ્પષ્ટ નિષેધ છે. આવી પરમ હિતકર જિનાજ્ઞાનું ઉલ્લંઘન કરીને સાધુસાધ્વીજીઓના સાથે વિહાર થવાના કારણે નજીકના ભૂતકાળમાં Jain Educationa International For Personal and Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૩૮૧ અનર્થો બની ચૂક્યા છે. વિહાર સિવાય સ્થાનમાં પણ સાધુસાધ્વીઓની મર્યાદાઓનું શાસ્ત્રમાં વિસ્તારથી વર્ણન કર્યું છે. એ મર્યાદાઓના ભંગના કારણે નજીકના ભૂતકાળમાં અનર્થો બની ચૂક્યા છે. માટે સાધુ-સાધ્વીજીઓ અનિવાર્ય કારણ સિવાય સાથે વિહાર ન કરે એ અત્યંત જરૂરી છે. આ નિયમ ત્રણ કાળ માટે જરૂરી છે. આમ છતાં વર્તમાનમાં તો વિશેષરૂપે જરૂરી છે. શંકા- ૮૪૮. વિહાર કે પ્રવેશના પૂર્વના (પહેલાના) દિવસે સંયમોપકરણ જેમકે દાંડો પાત્ર-ઠવણી-ઘડો આદિ ખંડિત થાય, તો તે અપશુકન સૂચક ગણાય? ઉપકરણાદિ ખંડિત થયા પછીના બીજા જ) દિવસે વિહાર કે પ્રવેશ કરી શકાય કે નહિ ? પ્રવેશ કે વિહાર કરવા માટે ઉપધિ આદિ બાંધીને તૈયાર થયા હોઇએ અને નીકળતી વખતે જ ઉપકરણાદિ નંદવાય કે ખંડિત થાય તો તે દિવસે વિહાર પ્રવેશ થઈ શકે ? સમાધાન– પ્રવેશ કે વિહાર માટે ઉપધિ આદિ બાંધીને તૈયાર થયા હોઈએ અને નીકળતી વખતે કે પ્રવેશ કરતી વખતે જ ઉપકરણાદિ નંદવાય-ખંડિત થાય તો તે દિવસે વિહાર પ્રવેશ ન થઈ શકે. એ સિવાયના કોઈપણ સમયે એટલે કે એ દિવસે કે આગળના દિવસે ઉપકરણાદિ નંદવાય-ખંડિત થાય, તો પ્રવેશ-વિહાર કરી શકાય. આ અંગે કોઈ વહેમ પણ રાખવો નહિ. આમ છતાં વડીલને વહેમ રહે તો વિહાર કે પ્રવેશ ન કરવો સારો. શંકા- ૮૪૯ વિહારમાં મજૂર વગેરેને સાથે રાખવાથી સાધુને શો દોષ લાગે ? સમાધાન– વિહારમાં મજૂર વગેરેને સાથે રાખવાથી મજૂર વગેરે જે હિંસાદિ પાપ કરે તેની અનુમોદનાનો દોષ સાધુને લાગે. શંકા- ૮૫૦. વિહારમાં સાથે રાખેલા મજૂરો સાધુઓના શિથિલાચારને જોઈને છૂટા થયા પછી એમની નિંદા કરે, તો શિથિલાચારીને નિંદા કરાવવાનું પાપ લાગે કે નહિ ? Jain Educationa International For Personal and Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ શંકા-સમાધાન સમાધાન– લાગે. સાધુઓના શિથિલાચારોને જોયા તો એને નિંદા કરવાની તક મળી. એમાં શિથિલાચારી નિમિત્ત બન્યો. કોઈના પણ પાપમાં જે નિમિત્ત બને તેને પણ એ પાપ લાગે, એવો જૈનશાસનનો નિયમ છે. માટે તો વહેલી સવારે મોટેથી બોલવાની ના કહી. કારણ કે મોટા અવાજથી કોઈ જીવ જાગી જાય અને એ જે પાપ કરે તે પાપ મોટેથી બોલનારને પણ લાગે. માટે તો સાધુ વહોરે ત્યારે દાળ વગેરે સાવશેષત=ભાજનમાં કંઈક બાકી રહે તેટલું) વહોરે. જો સંપૂર્ણ વહોરી લે તો ગૃહસ્થ એ ભાજનને કાચા પાણીથી ધુએ તો એ પાપ સાધુને પણ લાગે. શંકા- ૮૫૧. યુવા સાધ્વીઓ સાથે યુવા મજૂરો કાયમ રહે અથવા બે-ચાર દિવસ રહે તો નુકસાનની સંભાવના ખરી કે નહિ? સમાધાન– નુકસાનની સંભાવના ખરી. જો સાધ્વીઓ માકલ્પ પ્રમાણે વિહાર કરે તો મજૂર રાખવાનો દોષ ન રહે અથવા અતિઅલ્પ રહે. જો કે સાધ્વીજીઓ માટે મિસકલ્પનું વિધાન છે, એટલે કે બે મહિના સુધી એક સ્થળે રહેવાનું છે. આમ છતાં કદાચ આજે સાધ્વીઓ દ્વિમાસકલ્પ ન કરે, તો પણ એક માસકલ્પ અવશ્ય કરવો જોઇએ. આજે ઘણા સાધ્વીજીઓ તીર્થયાત્રા આદિ નિમિત્તે ઘણો વિહાર કરીને નિરર્થક અનેક દોષોના ભાગીદાર બને છે. આજે યુવાન, કુલીન, શ્રીમંત કન્યાઓ વૈરાગ્ય પામીને દીક્ષા લે છે એ જૈનશાસનનું અહોભાગ્ય ગણાય. આમ છતાં એ સાધ્વીજીઓના જ્ઞાનનો લાભ શ્રાવિકાઓને જેટલો મળવો જોઇએ તેટલો મળતો નથી. એના અનેક કારણોમાં એક કારણ વધારે પડતો વિહાર છે. વધારે પડતા વિહારના કારણે સ્વાધ્યાય સ્થગિત બની જાય છે અને બીજા પણ ઘણા દોષો લાગતા હોય છે. જ્ઞાનીઓએ ચાહીને તીર્થયાત્રા કરવા માટે વિહાર કરવાની ના પાડી છે. સાધુઓ માટે સંયમયાત્રા જ મુખ્ય છે. આજે ગચ્છાધિપતિઓ સ્વાજ્ઞામાં રહેલી સાધ્વીજીઓને માસિકલ્પ પ્રમાણે વિહાર કરવા માટે પ્રેરણા Jain Educationa International For Personal and Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૩૮૩ વગેરે કરે એ ઇચ્છનીય છે. તેમજ સંઘો આ રીતે રોકાવાની વિનંતી કરે એ તો વધુ ઇચ્છનીય છે. શંકા- ૮૫ર. મજૂર રાખીને વિહાર ન કરવો હોય, અને પોતા પૂરતો પણ સામાન ન ઊપડતો હોય તો સ્થિરવાસ કરે તો એને દોષ લાગે કે નહિ ? સમાધાન- દોષ ન લાગે એટલું જ નહિ, બલકે જિનાજ્ઞાના પાલનનો મહાન લાભ થાય. જિનેશ્વરોની આજ્ઞા છે કે સાધુ વિહાર કરવા અસમર્થ થાય તો સ્થિરવાસ કરે. દોષો સેવીને પણ વિહાર કરવો એવી જિનાજ્ઞા નથી. અહીં શાસ્ત્રીય વિધિ એ છે કે જે સાધુ પોતાની ઉપાધિ ઉપાડી શકે તેમ ન હોય તેની ઉપધિ બીજા સમર્થ સાધુઓ ઉપાડે. આમ સમુદાયમાં રહેલા સાધુને ઉપધિ ન ઊપડે એટલા માત્રથી સ્થિરવાસ કરવાનો પ્રસંગ ન આવે. શંકા- ૮૫૩. સશક્ત સાધુ વ્હીલચેરમાં વિહાર કરે અથવા લાંબા વિહાર કરવા માટે વહીલચેરનો ઉપયોગ કરે એ પ્રથા યોગ્ય છે ? સમાધાન– જરાય યોગ્ય નથી. સશક્ત જ શું કામ ? અશક્ત સાધુથી પણ વ્હીલચેરમાં વિહાર ન કરાય. સાધુથી વાહનનો ઉપયોગ ન કરાય. વ્હીલચેર વાહન છે. વ્હીલચેરમાં હવા ભરવી પડે છે. હવા વાયુકાય છે. આથી વાયુકાયની સતત વિરાધના થાય. વહેલી સવારે કે મોડી સાંજે એક્સીડન્ટથી બચવા સાધુ હાથમાં કે ખોળામાં બેટરી વગેરે રાખે છે એવું જાણવા મળ્યું છે. આનાથી તેઉકાયની વિરાધના થાય. રસ્તામાં કીડી કે મંકોડા વગેરે જીવો વ્હીલચેર નીચે ચગદાઈને મરી જાય. આથી વિકસેંદ્રિય અને પંચેન્દ્રિય જીવોની પણ વિરાધના થાય. સુખશીલતા પોષાય. એક્સીડન્ટનો ભય ઘણો રહે. આજ્ઞાભંગ, અનવસ્થા, મિથ્યાત્વ અને વિરાધના એ ચાર દોષો લાગે. તે આ પ્રમાણે- જિનેશ્વર ભગવાને વાહનનો ઉપયોગ કરવાનો સાધુને નિષેધ કર્યો છે. આથી વ્હીલચેરના ઉપયોગથી આજ્ઞાભંગ દોષ લાગે. આજ્ઞાભંગ કરનારના સર્વ ધાર્મિક અનુષ્ઠાનો નિષ્ફળ Jain Educationa International For Personal and Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ શંકા-સમાધાન થાય એમ શાસ્ત્રમાં કહ્યું છે. અનવસ્થાદોષ આ પ્રમાણે થાય- એકને વ્હીલચેર વાપરતો જોઇને બીજો સાધુ વાપરે. બીજાને જોઈને ત્રીજો વાપરે. એમ પરંપરા ચાલે. કારણ કે જીવો અનુકૂળ આલંબનોને ઝટ પકડી લે છે. આ રીતે જ આજે વ્હીલચેરનો ઉપયોગ વધવા માંડ્યો છે. આમ અનવસ્થા ચાલવાથી અનવસ્થાદોષ લાગે. મિથ્યાત્વ દોષ આ પ્રમાણે થાય- મિથ્યાત્વથી વિરુદ્ધ સમ્યત્વ છે. અહીં સમ્યક્ત્વ એટલે દેશ-કાળ-સંઘયણને અનુરૂપ યથાશક્તિ શાસ્ત્ર પ્રમાણે આચરણ કરવું. આથી દેશ-કાળ-સંઘયણને અનુરૂપ શક્તિ પ્રમાણે શાસ્ત્રમાં કહેલું ન કરવું તે મિથ્યાત્વ તથા શાસ્ત્રમાં કહ્યા મુજબ ન કરનાર સાધુ બીજાને મિથ્યાત્વ પમાડવામાં કે મિથ્યાત્વની વૃદ્ધિ કરવામાં નિમિત્ત બને. કેમકે સાધુને ખોટું આચરણ કરતો જોઈને લોકો વિચારે કે એમના શાસ્ત્રોમાં કહેલું ખોટું છે. નહિ તો આ આવું ખોટું કેમ આચરે ? તેઉકાય વગેરે જીવોની વિરાધના થાય તે પૂર્વે જણાવી દીધું છે. આમ સાધુથી વ્હીલચેરનો ઉપયોગ ન કરી શકાય. (વ્હીલચેરના ઉપયોગથી થતા અનર્થોને વિસ્તારથી સમજવા માટે આચાર્ય શ્રી અશોકસાગર સૂરીશ્વરજી મહારાજે લખેલી “વ્હીલચેરની વીસ વ્યથા” પુસ્તિકા વાંચવી જરૂરી છે.) સ્થાપનાચાર્ય સંબંધી શંકા-સમાધાન શંકા- ૮૫૪. શાસ્ત્રમાં ચંદ્ર નામ આવે છે. એ શું છે? તેનો સ્થાપનાચાર્યજી તરીકે ઉપયોગ કરી શકાય ? સમાધાન– ચંદનગ એટલે અક્ષ. અનુયોગદ્વારની ટીકામાં અક્ષર વિન્દ્રન: એ પ્રમાણે અક્ષ શબ્દનો ચંદનક અર્થ કર્યો છે. આથી તેનો સ્થાપનાચાર્યજી તરીકે ઉપયોગ કરી શકાય. શંકા- ૮૫૫. શંખના સ્થાપનાચાર્યજી બનાવવામાં આવે છે. આ વિષે આગમમાં પાઠ છે ? Jain Educationa International For Personal and Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૩૮૫ સમાધાન– વર્તમાનમાં તપગચ્છમાં શંખના નહિ, કિન્તુ અક્ષના સ્થાપનાચાર્યજી બનાવવામાં આવે છે. ગુજરાતીમાં તેને આરિયા કહે છે. અક્ષનો આકાર શંખના જેવો હોય છે. તે સમુદ્રમાં શંખની જેમ ઉત્પન્ન થતા બેઇન્દ્રિય જીવોનું ક્લેવર=શરીર છે. અક્ષ પણ શંખ વગેરેની માફક શ્રેષ્ઠ પદાર્થ હોવાથી અનુયોગદ્વારમાં તેની સ્થાપના કરવાનું વિધાન છે. અનુયોગદ્વારમાં કોડામાં મોટી કોડિમાં) પણ સ્થાપના કરવાનું જણાવ્યું છે. પણ હાલ કોડા સ્થાપનાચાર્ય તરીકે રાખવામાં આવતા નથી. અનુયોગદ્વાર વગેરે ગ્રંથોમાં ગુરુસ્થાપનાના સદ્દભાવ અને અભાવ એમ બે પ્રકાર જણાવ્યા છે. ઉત્તમ કાષ્ઠ વગેરે ઘડીને ગુરુના જેવો આકાર બનાવીને તે મૂર્તિમાં વિધિપૂર્વક ગુરુના છત્રીસ ગુણોનું આરોપણ કરવામાં આવે તે સદ્ભાવ ગુરુ સ્થાપના છે. અક્ષ અને કોડા વગેરેમાં ગુરુના ગુણોનું આરોપણ કરવામાં આવે તે અસદ્ભાવ ગુરુસ્થાપના છે. આ બે પ્રકારની સ્થાપનાને અનુક્રમે સાકાર સ્થાપના અને અનાકાર સ્થાપના એમ પણ કહી શકાય. ગુરુસ્થાપનાના ઇવર અને યાવત્કથિક એવા બે ભેદ પણ છે. સામાયિક વગેરે ધર્મક્રિયા કરવાની હોય ત્યાં સુધી જ અલ્પકાળ માટે સ્થાપના સ્થાપવી, તે ઇવર સ્થાપના. પ્રતિષ્ઠા વગેરે વિધિપૂર્વક કરેલી સ્થાપના તે વસ્તુ જયાં સુધી રહે ત્યાં સુધી ગુરુ તરીકે મનાય છે, માટે તે યાવત્રુથિક સ્થાપના છે. અનુયોગદ્વાર આગમમાં અક્ષમાં ગુરુની સ્થાપના કરવાનું વિધાન હોવાથી વર્તમાનમાં તપગચ્છમાં રખાતા અક્ષના સ્થાપનાજી શાસ્ત્રીય છે તથા આચાર્ય શ્રી હરિભદ્રસૂરિ મહારાજ વિરચિત પંચવસ્તુક ગ્રંથમાં આચાર્યપદ પ્રદાનની વિધિમાં નૂતન આચાર્યને અક્ષ આપવાનું જણાવ્યું છે. આથી જણાય છે કે અક્ષની સ્થાપનાચાર્યજી તરીકે ઉપયોગ ઘણા પ્રાચીનકાળથી છે. શંકા- ૮પ૬. ખરતરગચ્છમાં ચંદનના પાંચ શિખર બનાવીને સ્થાપનાચાર્યજી તરીકે ઉપયોગમાં લે છે. અચલગચ્છમાં ચંદનની Jain Educationa International For Personal and Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ભગવાનની અને ગણધરની મૂર્તિ બનાવીને સ્થાપનાચાર્યજી તરીકે ઉપયોગમાં લે છે. આ શાસ્ત્રસંમત છે કે ગચ્છભેદના કારણે છે? સમાધાન– અનુયોગદ્વાર નિર્દિષ્ટ સ્થાપના પ્રકારોમાંથી કેટલાક પ્રકા૨ો નીચે મુજબ છે : (૧) ચંદન વગેરે ઉત્તમ કાષ્ઠને કોતરીને ગુરુની મૂર્તિ બનાવવી. (૨) (ભીંત વગેરેમાં) ચિત્ર બનાવીને ગુરુની સ્થાપના કરવી. (૩) વસ્ત્રનું ગુરુના આકારનું પૂતળું બનાવવું. (૪) પુંઠા વગેરેમાં ગુરુની આકૃતિ દોરવી. (૫) તાડપત્ર વગેરેને કાપીને ગુરુની મૂર્તિ બનાવવી. (૬) માટીની ગુરુની મૂર્તિ બનાવવી. (૭) પિત્તળ આદિ ધાતુની ગુરુમૂર્તિ બનાવવી. (૮) હાથીદાંત વગેરેની ગુરુમૂર્તિ બનાવવી. (૯) અક્ષમાં ગુરુની સ્થાપના કરવી. (૧૦)કોડામાં ગુરુની સ્થાપના કરવી. આમ અનેક રીતે ગુરુની સ્થાપના કરી શકાય છે. આવી કોઇ પણ ગુરુસ્થાપના શાસ્ત્રોક્ત વિધિથી પ્રતિષ્ઠિત હોય તો શાસ્ત્રીય છે. શંકા- ૮૫૭. રાઇમુહપત્તિ કરતી વખતે સ્થાપનાચાર્ય રાખવાની જરૂર ખરી ? ૩૮૬ સમાધાન– જો આચાર્યની સમક્ષ રાઇમુહપત્તિ કરવાની હોય તો સ્થાપનાચાર્યની જરૂર ન ગણાય. પણ આચાર્ય સિવાય બીજા સાધુ (પદસ્થ કે અપદસ્થ કોઇપણ સાધુ) પાસે રાઇમુહપત્તિ કરવાની હોય તો સ્થાપનાચાર્ય રાખવાની જરૂર છે. કારણ કે વાંદણા વગેરે આચાર્યની સમક્ષ કરવાનું છે. આચાર્યના અભાવમાં સ્થાપનાચાર્યની સમક્ષ કરવાનું છે. શંકા— ૮૫૮. સ્થાપનાચાર્યજી કેટલા દૂર હોય તો ક્રિયા થઇ શકે ? સમાધાન– સામાન્યથી તો સ્થાપનાચાર્યજી સાડા ત્રણ હાથ દૂર રાખીને ક્રિયા કરવી જોઇએ, આમ છતાં તેવા સંયોગોમાં વધારે દૂર હોય તો આપણી દૃષ્ટિમાં આવે તેટલા દૂર હોય તો ક્રિયા થઇ શકે. Jain Educationa International For Personal and Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૩૮૭ વિશેષ– ઉપરના ભાગમાં સ્થાપનાચાર્યજી આપણા મસ્તકથી વધારે ઊંચા ન હોવા જોઈએ, ક્યારેક મસ્તકથી વધારે ઉંચા હોય અને ક્રિયા કરવી પડે, તો તે કારણિક સમજવું. નીચેના ભાગમાં આપણા પગથી નીચેના ભાગમાં સ્થાપનાચાર્યજી ન હોવા જોઇએ. શંકા- ૮૫૯. સ્થાપનાચાર્યજી ઉપર, નીચે અને તિર્છા કેટલા દૂર રાખી શકાય ? સમાધાન- સ્થાપનાચાર્યજી ઉપર મસ્તક સુધી, નીચે પગના તળિયા સુધી અને તિચ્છ નજરમાં આવે તેટલા દૂર રાખી શકાય. ઉપર મસ્તકથી ઉપર, નીચે પગથી નીચે અને તિચ્છ દેખાય નહિ તેટલા દૂર ન રાખી શકાય. શંકા- ૮૬૦. કાઉસ્સગ્નમાં કે વાંદણામાં સ્થાપનાજી હલી જાય તો તે ક્રિયા શુદ્ધ ગણાય કે નહિ ? સમાધાન– કોઈપણ ક્રિયામાં સ્થાપનાચાર્ય હલી જાય તો ક્રિયા શુદ્ધ ના થાય એવો એકાંત માનવો જરૂરી નથી. વર્તમાનમાં કાયોત્સર્ગમાં સ્થાપનાચાર્યજી હલી જાય તો કાયોત્સર્ગ ફરીથી કરવાની આચરણા છે. શંકા- ૮૬૧. બહેનોએ પડિલેહણ કર્યું હોય તે સ્થાપનાચાર્યની સમક્ષ પુરુષો સામાયિક લેવા-પારવાની અને પ્રતિક્રમણાદિની ક્રિયા કરી શકે ? સમાધાન–ન કરી શકે. જો પુરુષો ફરી પડિલેહણ કરી લે તો કરી શકે. શંકા- ૮૬૨. શ્રાવકો વિધિ-વિધાન કરેલા સ્થાપનાચાર્યજી રાખે, એનો ઉપયોગ રોજ એમને પોતાને જ કરવાનો હોય એવા (સ્થાપનાચાર્યજી) ભગવાનનું પડિલેહણ શ્રાવકો ગુરુ મહારાજ પાસે કરાવી શકે ? દોષ ન લાગે ? સમાધાન- પોતાનો સમય બચાવવાના આશયથી કે પોતાને ન કરવું પડે એવા આશયથી શ્રાવક ગુરુની પાસે પોતાના સ્થાપનાચાર્યનું પડિલેહણ કરાવે તો દોષ લાગે પણ ગુરુની પાસે Jain Educationa International For Personal and Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ શંકા-સમાધાન પડિલેહણ કરાવવાથી વધારે શુદ્ધિથી પડિલેહણ થાય એવા આશયથી કરાવે તો દોષ ન લાગે. સૂત્ર સંબંધી શંકા-સમાધાન શંકા- ૮૬૩. સૂત્ર કોને કહેવાય ? સમાધાન- ગણધર પ્રણીત, પ્રત્યેક બુદ્ધ રચિત, ચૌદ પૂર્વધર રચિત અને સંપૂર્ણ દશ પૂર્વધરે રચેલું શાસ્ત્ર તે સૂત્ર કહેવાય છે. આજે તત્ત્વાર્થ સૂત્ર અને ઉપદેશમાળા વગેરે સૂત્રો પણ કાળવેળાએ ન ભણવાની આચરણા છે. શંકા-૮૬૪. અજિતશાંતિની રચના કયા નંદિષેણ મુનિએ કરી છે? સમાધાન- વિક્રમની ચૌદમી સદીના પૂર્વાર્ધમાં વિદ્યમાન શ્રીધર્મઘોષસૂરિએ રચેલા શત્રુજય કલ્પમાં કહ્યું છે કે- “શ્રીનેમિનાથ પ્રભુના વચનથી યાત્રાએ ગયેલા શ્રીનંદિષેણ ગણધરે જ્યાં અજિતશાંતિ સ્તવની રચના કરી, તે પુંડરીક તીર્થ જય પામો. શ્રીધર્મઘોષસૂરિજી પછી થોડા જ સમયમાં થયેલા અને વિક્રમની ચૌદમી સદીના ઉત્તરાર્ધમાં વિદ્યમાન શ્રી જિનપ્રભસૂરિજીએ અજિતશાંતિ સ્તવ ઉપર બોધદીપિકા નામની ટીકા રચી છે. તેમાં તેમણે જણાવ્યું છે કે “અહીં નંદિષેણ તે શ્રેણિકપુત્ર નંદિષેણ કે શ્રી નેમિનાથના ગણધર નંદિષેણ અથવા બીજા કોઈ નંદિષેણ મહર્ષિ તે બરાબર જાણી શકાતું નથી. કેટલાક તો કહે છે કે શ્રી શત્રુંજય પર્વતની ગુફામાં શ્રી અજિતનાથ અને શ્રી શાંતિનાથ ભગવાન ચોમાસુ રહ્યા હતા. ત્યાં તે બંનેના પૂર્વાભિમુખ ચૈત્યો થયા. તેમાં “અનુપમ સરોવરની નજીક શ્રી અજિતનાથનું ચૈત્ય હતું અને મરુદેવીમાતાના સ્થાનની નજીક શ્રી શાંતિનાથનું ચૈત્ય હતું. શ્રીનેમિનાથ ભગવાનના વચનથી તીર્થયાત્રાએ આવેલા શ્રી નંદિપેણ નામના ગણધરે ત્યાં અજિતશાંતિ સ્તવની રચના કરી.” જૈન સાહિત્ય વિકાસ મંડળ તરફથી પ્રકાશિત થયેલ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્રો ઉપર લખાયેલ પ્રબોધટીકાના આધારે તો શ્રી Jain Educationa International For Personal and Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૩૮૯ નંદિષેણ શ્રી મહાવીર પ્રભુના શાસનમાં થયેલા આગમધર મહર્ષિ જણાય છે. આમ કયા નંદિષેણ હતા એનો નિર્ણય થતો ન હોવાથી એ ક્યારે થઇ ગયા તેનો પણ નિર્ણય કરી શકાતો નથી. શંકા− ૮૬૫. મોટી શાંતિ (બૃહત્ક્રાંતિ)ના કર્તા કોણ છે ? પક્ષી વગેરે પ્રતિક્રમણમાં મોટી શાંતિ બોલવાનો પ્રારંભ ક્યારથી થયો? સમાધાન– મોટી શાંતિની રચના વાદિવેતાલ શ્રી શાંતિસૂરિજીએ કરી છે. તેઓ વિ.સં. પ્રમાણે ૧૧મી સદીમાં થઇ ગયા. કારણ કે તેઓ વિ.સં. ૧૦૯૬માં સ્વર્ગવાસ પામ્યા તેવો ઉલ્લેખ મળે છે. આ મોટી શાંતિ ક્યારે બોલવી તે અંગે શાંતિના પાઠમાં જ જણાવ્યું છે કે “આ શાંતિપાઠ પ્રતિષ્ઠા, રથયાત્રા તથા સ્નાત્ર વગેરે ધાર્મિક મહોત્સવો પછી બોલવાનો છે.” આથી આ સૂત્રની રચના થઇ ત્યારથી જ સ્નાત્ર વગેરેના અંતે બોલવાનું શરૂ થઇ ગયું હશે એમ કહી શકાય. પક્ષી આદિ પ્રતિક્રમણના અંતે આ સૂત્ર બોલવાનું ક્યારથી શરૂ થયું તે અંગે કોઇ ઉલ્લેખ મળતો નથી. આમ છતાં શાંતિપાઠ શાંતિ-તુષ્ટિ-પુષ્ટિ કરનારું હોવાથી પક્ષી આદિ પ્રતિક્રમણના અંતે પણ સૂત્રની રચના થઇ ત્યારથી બોલવાનું શરૂ થઇ ગયું હશે એમ અનુમાન કરી શકાય. શંકા- ૮૬૬. પાક્ષિક સૂત્રના કર્તા કોણ છે ? સમાધાન– પાક્ષિક સૂત્ર આવશ્યક સૂત્ર છે. આવશ્યક સૂત્રોના કર્તા ગણધર ભગવંતો છે. આથી પાક્ષિક સૂત્રના કર્તા ગણધર ભગવંતો સંભવે છે. શંકા- ૮૬૭. પાક્ષિકસૂત્ર કેવી રીતે સાંભળે ? સમાધાન નહાસત્તિ જાગુસ્સેનાઞિ સંમતંતિ । યથાશક્તિ કાઉસ્સગ્ગ આદિ મુદ્રામાં રહેલા સાંભળે. (પ્રાચિન સામાચારીસામાચારી પ્રકરણ) શંકા— ૮૬૮. ‘સંસારદાવા’ સ્તુતિના રચિયતા કોણ છે ? અને ક્યારે થઇ ગયા ? ઝંકારારાવ ઇત્યાદિ પાઠ બધા સાથે બોલે છે તેનું શું કારણ ? Jain Educationa International For Personal and Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ શંકા-સમાધાન સમાધાન– “સંસારદાવા સ્તુતિના રચયિતા આચાર્યશ્રી હરિભદ્રસૂરિ મહારાજા છે. તેઓશ્રી કયા કાળે થઈ ગયા એ વિષે બે મત છે. એક મત પ્રમાણે તેઓ વિ.સં. ૧૮પમાં સ્વર્ગવાસી બન્યા. બીજા મત પ્રમાણે તેઓ વિ.સં. ૭૮પમાં સ્વર્ગવાસી બન્યા. આમ તેઓ વિક્રમની છઠ્ઠી કે આઠમી સદીમાં થઈ ગયા. સંસારદાવા' સ્તુતિની રચના અંગે શ્રી પ્રતિક્રમણ સૂત્ર પ્રબોધટીકામાં આ પ્રમાણે જણાવ્યું છે. “સંભળાય છે કે તેમણે ૧૪૪૪ ગ્રંથોની રચના કરી હતી. તેમાં ૧૪૪૦ ગ્રંથો રચાઈ ગયા હતા, પણ ચાર ગ્રંથો બાકી રહ્યા હતા. તે વખતે તેમણે ચાર ગ્રંથના સ્થાને સંસારદાવાનલ” શબ્દથી શરૂ થતી ચાર સ્તુતિ બનાવી. તેમાં ચોથી શ્રુતદેવીની સ્તુતિનું પ્રથમ ચરણ રચાયું કે તેમની બોલવાની શક્તિ બંધ થઈ ગઈ. તેથી ત્રણ ચરણરૂપ બાકીની સ્તુતિ તેમનાં હૃદયના અભિપ્રાય મુજબ સંઘે પૂરી કરી. ત્યારથી “ઝંકારારાવ” શબ્દોથી માંડીને બાકીની સ્તુતિ સંઘ દ્વારા ઉચ્ચ સ્વરે બોલાય છે.” પંડિતપ્રવર શ્રી વીરવિજયજી મહારાજે સ્વકૃત પ્રશ્નોત્તર ચિંતામણિમાં નીચે પ્રમાણે જણાવ્યું છે ઝંકારારાવસારા ઈત્યાદિથી દેહિ મે દેવિ સાર” સુધીનો પાઠ પાક્ષિક, ચાતુર્માસિક અને સંવત્સરીના પ્રતિક્રમણોને વિષે સર્વ શિષ્યો વગેરેએ ઊંચે સ્વરે બોલવો જોઈએ એમ પરંપરાથી દેખાય છે અને સંભળાય છે. તેનું રહસ્ય એ છે કે સાધુ આદિને ઉપદ્રવ કરીશ એવી બુદ્ધિથી પ્રથમ વસતિમાં કદાચ કોઈ મિથ્યાદષ્ટિ વ્યંતરદેવ રહેલ હોય, આ અવસરે “ઝંકારારાવસારા' ઇત્યાદિ મહાપુરુષ પ્રણીત અક્ષરાનુયોગને ઊંચા સ્વરે શ્રાવકો બોલે તે સાંભળી અકસ્માત્ ભયબ્રાંત થઈને તે વ્યંતરદેવ તે સ્થાનથી જલદીથી નાસીને બીજે સ્થાને ચાલ્યો જાય, તે હેતુથી પૂર્વોક્ત રીતે ઊંચા સ્વરે બોલવું એમ વૃદ્ધ પુરુષો કહે છે. અમારા ગુરુમહારાજ પાસેથી આ પ્રમાણે જેમ મેં સાંભળ્યું છે તેમ કહું છું. “ઝંકારારાવસારા” આ સ્થળે Jain Educationa International For Personal and Private Use Only WWW.jainelibrary.org Page #188 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૩૯૧ ભ્રમર સમૂહના શબ્દનું જે વર્ણન છે તે ઉત્કર્ષનો હેતુ હોવાથી આટલા સુધી જ ગુરુએ બોલવું, પણ ચારે શ્લોકો ન બોલવા.” શંકા- ૮૬૯. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિ મહારાજાએ સકલાત્” સૂત્રના ૨૬મા શ્લોક સિવાય “કૃતાપરાધેડપિ જને.” શ્લોક પર્યત ૨૫ શ્લોક (? ૨૬ શ્લોક) રચેલા છે. ત્યાર પછીના ૩૩મા શ્લોક સુધીના શ્લોકો કોણે રચ્યા છે ? રચના માટે નિમિત્ત શું હતું ? એને પ્રતિક્રમણની વિધિમાં શા માટે ઉમેર્યું ? સમાધાન– આ અંગે કશું જાણવામાં આવ્યું નથી. આમ છતાં પૂર્વાચાર્યોની પરંપરાથી પફખી પ્રતિક્રમણમાં બોલાતું હોવાથી આપણે બોલવું જોઇએ. શંકા- ૮૭૦. ઉવસગ્ગહર સ્તોત્રની રચના કોણે કરી ? ક્યારે કરી ? કયા સ્થળે કરી ? અને શા માટે કરી ? સમાધાન- ઉવસગ્ગહર સ્તોત્રની રચના આચાર્યશ્રી ભદ્રબાહુ સ્વામીજીએ કરી છે. એમનો સ્વર્ગવાસ વીરનિર્વાણથી ૧૭૦મા વર્ષે થયો છે. આથી ઉવસગ્ગહર સ્તોત્રની રચના વીર નિર્વાણની બીજી સદીમાં સંભવિત છે. આ વિષયમાં પ્રસંગ નીચે પ્રમાણે બનવા પામ્યો હતો. - શ્રી યશોભદ્રસૂરિના વરાહમિહિર અને ભદ્રબાહુ નામના બે શિષ્યો હતા. શ્રી યશોભદ્રસૂરિજીએ શ્રીભદ્રબાહુને આચાર્ય પદવી આપી અને વરાહમિહિરને ન આપી. આથી વરાહમિહિરે દીક્ષા છોડી દીધી. પછી તેણે જ્યોતિષશાસ્ત્રનો અભ્યાસ કરીને તેનાથી આજીવિકા ચલાવવાનું શરૂ કર્યું. પ્રતિષ્ઠાનપુરના રાજાની રાણીએ પુત્રને જન્મ આપ્યો. વરાહમિહિરે રાજપુત્રની જન્મકુંડલી બનાવીને આ પુત્ર સો વર્ષનો થશે ઇત્યાદિ લખીને જન્મકુંડળી રાજાને આપી. જન્મકુંડળી વાંચીને રાજા અતિશય હર્ષ પામ્યો. વરાહમિહિર જૈન સાધુઓ ઉપર દ્વેષ રાખતો હતો. આથી આ પ્રસંગની તક ઝડપીને તેણે રાજાને કહ્યું: રાજન્ ! રાજપુત્રનો જન્મ થવા છતાં જૈનાચાર્ય ભદ્રબાહુ રાજપુત્રના દર્શન કરવા માટે આવ્યા નથી. આના કારણે આખા નગરમાં એવી વાત ફેલાઈ કે, જૈન સાધુઓ વ્યવહારને જાણતા નથી. આથી Jain Educationa International For Personal and Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ શંકા-સમાધાન આચાર્યશ્રી ભદ્રબાહુ સ્વામીએ રાજાને સંદેશો મોકલ્યો કે “બે વખત ન આવવું પડે એટલા માટે પોતે આવ્યા નથી. કારણ કે રાજપુત્રનું સાતમા દિવસે બિલાડાથી મૃત્યુ થશે.” આ જાણીને રાજાએ સઘળા બિલાડાઓને નગરમાંથી બહાર કઢાવી નાખ્યા. સાતમા દિવસે ધાવમાતા જયારે બારણાની પાસે બેસીને રાજપુત્રને સ્તનપાન કરાવી રહી હતી ત્યારે અકસ્માત્ દરવાજાનો લાકડાનો આગળિયો બાળક ઉપર પડ્યો અને બાળક મરી ગયું. આચાર્યે બિલાડાથી મૃત્યુ થશે એમ કહ્યું હતું અને મૃત્યુ લાકડાના આગળિયાથી થયું. આથી રાજાએ આચાર્યને પૂછાવ્યું કે આપે બિલાડાથી રાજપુત્રનું મૃત્યુ થશે એમ કહ્યું હતું અને મૃત્યુ તો આગળિયાથી થયું. આમ કેમ થયું ? આચાર્યે તે લાકડાનો આગળિયો મંગાવ્યો. જોયું તો આગળિયામાં બિલાડાનું મુખ કોતરેલું હતું. રાજાને આ બતાવ્યું. આ પ્રસંગથી વરાહમિહિરને જૈનો પ્રત્યે દ્વેષ અધિક વધ્યો. મરીને તે વ્યંતર થયો. દ્વેષના કારણે તેણે પ્રતિષ્ઠાનપુરમાં મહામારી જેવો ઉપદ્રવ કર્યો. તેથી જૈન સંઘના ઘણા માણસો મરવા લાગ્યા. આ ઉપદ્રવને દૂર કરવા માટે આચાર્યશ્રી ભદ્રબાહુ સ્વામીએ ઉવસગ્ગહર સ્તોત્રની રચના કરી. આ સ્તોત્રના પાઠથી ઉપદ્રવ દૂર થયો. ત્યારથી ઉવસગ્ગહર સ્તોત્ર જૈન સંઘમાં પ્રચલિત બન્યું. આચાર્યશ્રી ભદ્રબાહુ સ્વામીએ છ ગાથાના પ્રમાણરૂપ ઉવસગ્ગહર સ્તોત્રની રચના કરી હતી પણ લોકો વાત વાતમાં સ્તોત્રનો ઉપયોગ કરવા માંડ્યા. એથી ધરણેન્દ્ર આવીને શ્રી ભદ્રબાહુ સ્વામી મહારાજાને વિનંતી કરી કે, હે ભગવન્! આ ઉવસગ્ગહર સ્તોત્રની છઠ્ઠી ગાથાને ગોપવીને પાંચ જ ગાથાઓ રાખો. અમે એ સ્તોત્રના પ્રભાવથી પરોક્ષપણે શ્રીસંઘના ઉપદ્રવને દૂર કરીશું. આથી આચાર્યશ્રી ભદ્રબાહુ સ્વામીજીએ છઠ્ઠી ગાથા ગોપવી દીધી. ત્યારથી ઉવસગ્ગહર સ્તોત્ર પાંચ ગાથા પ્રમાણ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૩૯૩ શંકા- ૮૭૧. પંચસૂત્રના રચયિતા ચિરંતન આચાર્ય ક્યારે થયા? તેમણે બીજા કયા ગ્રંથો રચ્યા છે ? તેમના ગુરુ કોણ હતા ? સમાધાન- પંચસૂત્રના રચયિતા ચિરંતન આચાર્ય ક્યારે થયા, ઇત્યાદિ જાણવામાં આવ્યું નથી. શંકા- ૮૭૨. ગુજરાતી અતિચાર કોણે બનાવ્યા અને ક્યારથી બોલવાની શરૂઆત થઈ ? સમાધાન- સેનપ્રશ્ન ગ્રંથમાં પકુખી પ્રતિક્રમણમાં શ્રાવકો તપાચાર વગેરેના અતિચારો બોલે છે, તે સાધુઓ સાંભળે છે. તો કેવળ સાધુઓ પ્રતિક્રમણ કરે ત્યારે એ અતિચારો બોલે કે નહિ ? (પ્ર.૬૮૦) એવો પ્રશ્ન પૂછ્યો છે. આથી સેનસૂરિ મ.ની પહેલાં અતિચારો બોલવાની શરૂઆત થઈ ગઈ હતી. સેનસૂરિ મ. વિ.સં. પ્રમાણે ૧૭મી સદીમાં થઈ ગયા. આથી ગુજરાતી અતિચારની રચના ૧૭મી સદીથી પહેલાં થયેલી છે એ નક્કી થાય છે અતિચારની રચના કોણે કરી તેનો ઉલ્લેખ જોવામાં આવતો નથી. શંકા- ૮૭૩. ૩૫ લયં યાન્તિ, છિદ્યત્તે વિખવક્રય: આ સ્થળે ઉપસર્ગ અને વિપ્નમાં શો ભેદ છે ? સમાધાન– જીવોને જીવનમાં રોગ, ધનહાનિ, પરાભવ વગેરે ઉપદ્રવો-તકલીફો થાય એ ઉપસર્ગ છે. કોઈ પણ કામ શરૂ કર્યા પછી એ કામ પૂર્ણ થવામાં અંતરાય કે મુશ્કેલીઓ ઊભી થાય તે વિપ્ન છે. શંકા- ૮૭૪. ઉવસગ્ગહર સૂત્રમાં ઉવસગ્ગહરે એ પદમાં આવતા ઉપસર્ગ શબ્દથી શું સમજવું ? સમાધાન- અહીં ઉપસર્ગ એટલે જીવનમાં આવતી રોગ, ધનહાનિ, પરાભવ વગેરે તકલીફો. શ્રી પાર્શ્વનાથ ભગવાન આ તકલીફોને દૂર કરનારા છે. શંકા- ૮૭૫. અતિચારની આઠ ગાથામાં દર્શનાચારના આઠ અતિચારો બતાવેલ છે. જ્યારે સમકિતના અતિચારમાં પાંચ અતિચાર બતાવેલ છે. તો આ બંનેમાં શો ભેદ છે ? તથા સંખ્યામાં ફેર કેમ છે ? સ્પષ્ટતા કરવા વિનંતી છે. Jain Educationa International For Personal and Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ શંકા-સમાધાન સમાધાન આજે શ્રાવકો જેને અતિચારની આઠ ગાથાઓ કહે છે તે ખરેખર તો અતિચારની નથી, કિંતુ આચારની છે. એ આઠ ગાથાઓમાં જ્ઞાનાદિ પાંચના આચારોનું વર્ણન છે. એ આચારોનું પાલન ન કરવામાં આવે તો અતિચાર લાગે. આથી દર્શનાચારના આઠ આચારો છે તથા સમ્યક્ત્વના પાંચ અતિચારો છે. આ રીતે આચાર અને અતિચારમાં ભેદ છે. દર્શનાચારના આઠ અતિચારોનું પાલન ન કરવાથી આઠ અતિચાર લાગે. સમ્યક્ત્વના પાંચ અતિચારો સંક્ષેપથી છે અને આઠ અતિચારો વિસ્તારથી છે. શંકા- ૮૭૬. રત્નાકર પચીસીમાં એક લીટી છે– “નહીં ચિંતવ્ય મેં નરક-કારાગૃહ સમી છે નારીઓ.” આ અનુચિત ગણાય શું ? કારણ કે નારીમાત્રમાં દેવીઓ, સતીઓ, તીર્થકરોની માતાઓ પણ આવી જાય. તે નર્ક-કારાગૃહ સમાન હોતી નથી. સમાધાન “નહીં ચિંતનું મેં નરક-કારાગૃહ સમી છે નારીઓ” એ કથન સંભાવનાની અપેક્ષાએ સામાન્યથી છે. એથી બધી જ સ્ત્રીઓ માટે એ નથી લાગુ પડતું. શાસ્ત્રકારોએ ધનને શોકનું અને કલહનું કારણ કહ્યું છે. પણ બધાનું ધન શોકનું અને કલહનું કારણ બનતું નથી. આમ છતાં ધનમાં શોકનું અને કલહનું કારણ બનવાની સંભાવના હોવાથી ધનને શોકનું અને કલહનું કારણ કહ્યું છે. તે જ રીતે સ્ત્રી નરકમાં કે કારાગૃહમાં જવું પડે તેવા પાપનું કારણ બને તેવી સંભાવના હોવાથી “નહીં ચિંતવ્યું મેં નરક-કારાગૃહ સમી છે નારીઓ” એમ કહેવામાં અનુચિત જેવું જરા ય નથી. શંકા- ૮૭૭. અજાણતાં ઉસૂત્ર બોલાઈ ગયું હોય તો દોષ લાગે? સમાધાન– અજાણતાં પણ ઉત્સુત્ર બોલાઈ ગયું હોય તો પણ દોષ લાગે જ. શું અજાણતાં કોઈ ઝેર ખાઈ જાય તો તેની અસર ન થાય ? થાય જ. આથી જ “પડિસિદ્ધાણં કરણે” એ વંદિતુ સૂત્રની ૪૮મી ગાથામાં અજાણતાં પણ વિપરીત પ્રરૂપણા થઈ ગઈ હોય તો તેનું પ્રતિક્રમણ કરવામાં આવે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૩૯૫ શંકા- ૮૭૮. મોટી શાંતિમાં “ષોડશ વિદ્યાદેવ્યો” એમ ૧૬ વિદ્યાદેવીઓ જણાવી છે. જ્યારે ગણતરી કરતાં મોટી શાંતિના પાઠ મુજબ ૧૭ વિદ્યાદેવીઓ થાય છે. તો તેનો મેળ કેવી રીતે બેસાડવો? સમાધાન- મોટી શાંતિનો વિદ્યાદેવી સંબંધી પાઠ વર્તમાનમાં મુદ્રિત મોટાભાગના પુસ્તકોમાં અશુદ્ધ છપાયો છે. વર્તમાનમાં સવસ્ત્રા મહાજવાલા” એવો પાઠ છપાયો છે. એથી સવસ્ત્રો અને મહાજવાલા એ બે દેવીઓ અલગ ગણવાથી ૧૭ વિદ્યાદેવીઓ થાય છે. પણ અહીં “સર્જાસ્ત્રમહાજવાલા” એવો પાઠ શુદ્ધ છે. સર્વાત્રમહાજવાલા એક જ દેવીનું નામ છે. આથી ૧૬ વિદ્યાદેવીઓ થાય છે. સર્વોચ્ચમહાજવાલા શબ્દનો શબ્દાર્થ આ પ્રમાણે છે- જેના સર્વ અસ્ત્રોમાંથી મોટી જવાલાઓ નીકળે છે તે સર્વસ્ત્રમહાજવાલા. શંકા- ૮૭૯. સતીઓના છંદમાં ૧૬ સતીઓના નામો છે તથા ૧૬ સતીઓની સજઝાયમાં પણ ૧૬ નામો છે. પણ ગણતરી કરતાં ૧૭ થાય છે. તો આનો મેળ કેવી રીતે બેસાડવો ? સમાધાન- ૧૭ની ગણતરી કરનારાઓ ૧૭ની સંખ્યામાં શીલવતી સતી અલગ ગણે છે, પણ તેમ નથી. શીલવતી સતીનું નામ નથી, કિંતુ શીલવતી એટલે શીલવાળી એવો અર્થ છે. શંકા- ૮૮૦. હમણાં હમણાં ટ્રેનોમાં, બસોમાં, યાત્રા પ્રવાસમાં ભક્તામર સ્તોત્ર બોલાય છે તે કેટલું યોગ્ય છે ? સમાધાન- યાત્રિકો આદરપૂર્વક બેસીને સાંભળતા હોય તો ભક્તામર સ્તોત્ર બોલાય તે યોગ્ય છે. જો યાત્રિકો સૂતા-સૂતા સાંભળતાં હોય, ગમે તેમ અનાદરભાવથી બેઠા બેઠા સાંભળતા હોય, ઈત્યાદિ અવસ્થામાં ભક્તામર સ્તોત્ર બોલાય તે યોગ્ય નથી અને ઈહલૌકિક કોઈ આશંસાપૂર્વક બોલાય એ પણ યોગ્ય નથી. શંકા- ૮૮૧. વંદિતુ સૂત્ર આલોચના સૂત્ર છે. તો તેમાં “જાવંતિ ચેઇઆઇ” અને “જાવંત કેવિ સાહૂ’ એ બે વંદનની ગાથાઓ શા માટે છે ? Jain Educationa International For Personal and Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ શંકા-સમાધાન સમાધાન- આલોચના પૂર્ણ થઈ એના હર્ષમાં દેવ-ગુરુને વંદન કરવા માટે આ બે ગાથાઓ છે. શંકા- ૮૮૨. આચારાંગના ૧૮ હજાર પદ . તેના શ્લોકો કેટલા થાય ? સમાધાન– એક પદના ૧૬,૩૪,૮૩,૦૭, ૮૭૨ અક્ષર થાય, ૩૨ અક્ષરનો એક શ્લોક થાય. આ હિસાબથી એક પદના ૫૧,૦૮,૮૪,૬૨૧ શ્લોક થાય. આથી આચારાંગ ૧૮ હજાર પદના કુલ શ્લોક ૯૧,૯૫,૯૨,૩૧,૭૮,૦૦૦ થાય. (રત્નસંચય પ્રકરણ). શંકા- ૮૮૩. સજઝાય સંદિસાહું ? ઉપધિ સંદિસાહું ? અહીં સંદિસાહુ પદનો શો અર્થ છે ? સમાધાન- સંદિસાહુનો સંસ્કૃતમાં સયામિ=માયામિ એવો અર્થ છે, અર્થાત્ સજઝાય કરવાનો આદેશ માંગું ? ઉપધિની પડિલેહણા કરવાનો આદેશ માગું ? એમ પૂછવામાં આવે છે. આનાથી એ સમજી શકાય છે કે જૈનશાસનમાં કેવો અદ્ભુત વિનય બતાવવામાં આવ્યો છે કે જેથી સજઝાય કરવા વગેરેના આદેશ માગવા માટે પણ પૂછવાનું. ગુરુ, હા કહે તો આદેશ માગવાનો. સજઝાય સંદિસાહું ? એમ કહીને શિષ્ય ગુરુની પાસે સજઝાય( સ્વાધ્યાય) કરવાનો આદેશ માગવા માટે રજા માગે છે. પછી ગુરુ સંવિસાવેઢ કહીને સજઝાય કરવા માટે આદેશ માગવાની રજા આપે છે. આથી પછી શિષ્ય ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! સજઝાય કરું ? હે ભગવંત ! હું સજઝાય કરું ? એમ સજઝાય કરવાનો આદેશ આજ્ઞા) માગે છે. પછી ગુરુ રે એમ કહીને સઝાય કરવાનો આદેશ આપે છે. શંકા- ૮૮૪. જ્ઞાનપંચમીના દેવવંદનમાં સ્તવનમાં પરા, પશ્યતી, મધ્યમ અને વૈખરી વાણી જણાવી છે. તેનો શો અર્થ છે? સમાધાન- તેવો અભ્યાસ થઈ જવાથી નાભિમાંથી થતો જાપ તે પરા વાણી છે. હોઠને ફફડાવ્યા વિના મનમાં થતો જાપ તે પશ્યતી Jain Educationa International For Personal and Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૩૯૭ વાણી છે. હોઠથી જે બોલાય તે મધ્યમા વાણી છે. મોટેથી બોલાય તે વૈખરી વાણી છે. શંકા- ૮૮૫. શ્રાવકો કેટલા આગમ ભણી શકે ? સમાધાન– આ અંગે નિશીથસૂત્રના દશમા ઉદ્દેશાની ચૂર્ણિમાં અને આવશ્યક સૂત્રના છઠ્ઠા અધ્યાયની ચૂર્ણિમાં કહ્યું છે કે- દીક્ષા લેવાની ભાવનાવાળો શ્રાવક શ્રી દશવૈકાલિક સૂત્રના ચાર અધ્યયનો સૂત્ર અને અર્થથી તથા પાંચમું અધ્યયન કેવલ અર્થથી ભણી શકે. શંકા- ૮૮૬. ઉત્તરાધ્યયન-આચારાંગ આદિ સૂત્રો આખો દિવસ કેમ ન ભણાય ? સમાધાન– આચારાંગ અને ઉત્તરાધ્યયન સૂત્ર કાલિક હોવાથી પહેલા અને ચોથા પ્રહરમાં જ ભણાય. કાલિક એટલે જે સૂત્ર કાળે જ ભણાય. એટલે કે દિવસના કે રાત્રિના પહેલા અને ચોથા પ્રહરમાં જ ભણાય તે કાલિક. જે સૂત્ર અસરઝાય સિવાય ગમે ત્યારે ભણી શકાય તે ઉત્કાલિક. .. શંકા- ૮૮૭. નમુત્થણ સૂત્રમાં નમુત્થણે અરિહંતાણં ભગવંતાણે એ પદોનો અર્થ “અરિહંત ભગવાનને નમસ્કાર થાઓ એવો છે કે “હું અરિહંત ભગવાનને નમસ્કાર કરું છું' એવો છે ? તથા આ બે અર્થમાં શો ભેદ છે ? સમાધાન નમુત્યુ એ બે પદો છે. તેની સંસ્કૃતમાં છાયા નમોડસ્તુ એ પ્રમાણે થાય. મસ્તુ એટલે થાઓ. આથી અરિહંત ભગવાનને નમસ્કાર થાઓ એવો અર્થ છે. “હું અરિહંત ભગવાનને નમસ્કાર કરું છું એવો અર્થ નથી. ભાવથી કરેલો નમસ્કાર સાચો નમસ્કાર છે. આરાધક જીવો પ્રારંભમાં ભાવથી નમસ્કાર કરવા સમર્થ બનતા નથી. કિંતુ દ્રવ્ય નમસ્કાર કરે છે. આથી આરાધકો ભગવાનને એવી પ્રાર્થના કરે છે કે “અરિહંતના પ્રભાવથી મારો નમસ્કાર ભાવથી થાઓ અરિહંતના પ્રભાવથી મને ભાવથી નમસ્કાર કરવાનું મળો.' આ રીતે Jain Educationa International For Personal and Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ શંકા-સમાધાન ભાવનમસ્કારની પ્રાપ્તિ માટે દિલથી પ્રાર્થના કરવાપૂર્વક દ્રવ્યનમસ્કાર કરતા રહેવાથી સમય જતાં ભાવનમસ્કારની પ્રાપ્તિ થાય. અહીં એ પ્રશ્ન થઈ શકે કે ગણધર ભગવંતો વગેરે ઉચ્ચ સાધકો પણ આ સૂત્ર બોલે છે તો શું એમનો નમસ્કાર પણ દ્રવ્યનમસ્કાર છે? ના. એમનો નમસ્કાર દ્રવ્ય નથી. કિંતુ ભાવનમસ્કાર છે. પણ ભાવ નમસ્કારની ચઢતી-ઉતરતી અનેક કક્ષાઓ છે. એથી ભાવથી નમસ્કાર કરનારાઓ પણ નમસ્કાર થાઓ” એમ બોલીને ચઢતી કક્ષાના ભાવનમસ્કારની માંગણી કરે છે. ભાવનમસ્કારની પરાકાષ્ઠા (જેનાથી અધિક ચઢિયાતો ભાવનમસ્કાર ન હોય તેવી સર્વોચ્ચ અવસ્થા) વીતરાગ ભગવંતોમાં હોય છે. વીતરાગ ભગવંતો આ પ્રાર્થના કરતા નથી. આમ નમુત્થણે અરિહંતાણં ભગવંતાણે એ પદોનો અરિહંત ભગવાનને નમસ્કાર થાઓ એવો અર્થ જ યોગ્ય છે. નમસ્કાર મહામંત્રમાં પણ નમો અરિહંતાણું વગેરે પદોનો અરિહંતોને નમસ્કાર થાઓ ઈત્યાદિ અર્થ છે, નમસ્કાર કરું છું એવો અર્થ નથી. આ અર્થને બીજી રીતે પણ વિચારી શકાય તે આ પ્રમાણે- યોગના ગ્રંથોમાં ઇચ્છાયોગ, શાસ્ત્રયોગ અને સામર્થ્યયોગ એમ ત્રણ પ્રકારના યોગ( ધર્મસાધના) બતાવેલ છે. આ ત્રણનો સંક્ષેપમાં અર્થ આ પ્રમાણે છે ઇચ્છાયોગ– ઇચ્છાની પ્રધાનતાવાળો યોગ તે ઇચ્છાયોગ. શાની ઈચ્છા ? શાસ્ત્રયોગની ઇચ્છા, અથતુ શાસ્ત્રમાં કહેલ વિધિપૂર્વક યોગ(=ધર્મસાધના) કરવાની શક્તિ આવે એવી ઇચ્છા. ઇચ્છાયોગમાં શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે ધર્મસાધના થતી નથી, ખામીવાળી થાય છે. ખામીવાળી ધર્મસાધનામાં શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે કરવાની ઇચ્છા હોવાથી ખામીવાળી ધર્મસાધનાને(=યોગને) ઇચ્છાયોગ કહેવામાં આવે છે. ઇચ્છાયોગવાળા અનુષ્ઠાનો કરતાં કરતાં શાસ્ત્રયોગની( શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે ધર્મસાધનાની) પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રયોગ શાસ્ત્રની પ્રધાનતાવાળો યોગ(sધર્મસાધના) તે શાસ્ત્રયોગ. સાધક જ્યારે શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે જ ધર્મસાધના કરવા Jain Educationa International For Personal and Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૩૯૯ સમર્થ બને છે ત્યારે તેનામાં શાસ્ત્રયોગ આવે છે. અપ્રમત્ત મુનિને જ શાસ્ત્રયોગ હોય છે. સામર્થ્યયોગ- આંતરિક સામર્થ્યની પ્રધાનતાવાળો યોગ તે સામર્થ્યયોગ, વિશિષ્ટ અધ્યવસાયમાં ચઢવા માટે જે ઉપાયોના વિશેષરૂપે સ્પષ્ટ અને વિસ્તૃત વર્ણન શાસ્ત્ર ન કર્યું હોય એવા ઉપાયો આત્માના આંતરિક સામર્થ્યથી પ્રાપ્ત થાય તે સામર્થ્યયોગ. આવો સામર્થ્યયોગ ક્ષપકશ્રેણિમાં હોય છે. આથી સામર્થ્યયોગની પ્રાપ્તિ થતાં જીવ અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન પામે છે. જીવને પહેલાં ઇચ્છાયોગ હોય છે. પછી શાસ્ત્રયોગ આવે છે. પછી સામર્થ્યયોગ આવે છે. અહીં “અરિહંત ભગવાનને નમસ્કાર થાઓ' એમ કહીને ઇચ્છાયોગનો નમસ્કાર કર્યો છે. આટલા વિવેચનથી “હું અરિહંત ભગવાનને નમસ્કાર કરું છું અને “અરિહંત ભગવાનને નમસ્કાર થાઓ' આ બે અર્થમાં રહેલો ભેદ સ્પષ્ટ સમજી શકાય છે. શંકા- ૮૮૮. નમુત્થણે સૂત્રમાં છેલ્લી ગાથામાં બીજા શબ્દની સાથે નહિ જોડાએલા છુટા “અ” કેટલા આવે છે ? સમાધાન- “જે આ અઈઆસિદ્ધા” જે અ ભવિસંતિસાગએ કાલે અને “સંપ અ વટ્ટમાણા” એમ છૂટા આ ત્રણ આવે છે. કોઈ કોઈ શ્રાવકો કે સાધુઓ પણ એક અથવા બે છૂટા “અ” બોલતા હોય છે પણ ત્રણે છૂટા “અ” બોલનારા અલ્પ જોવામાં આવે છે, માટે અહીં ઉપયોગ રાખીને ત્રણે છૂટા “અ” બોલવાની કાળજી રાખવી જોઇએ. શંકા- ૮૮૯. અરિહંત ચેઈઆણે સૂત્રમાં “ધી એ” અને “ધિઇએ” એ બે પ્રકારના ઉચ્ચારમાં કયો ઉચ્ચાર સાચો છે ? સમાધાન– “ધિઈએ” એવો ઉચ્ચાર સાચો છે. પણ કોઈ કોઈ શ્રાવકો અને સાધુઓ પણ અહીં ધીએ એવો ઉચ્ચાર કરતા હોય છે. માટે ઉપયોગ રાખીને “ધિઈએ” એવો ઉચ્ચાર કરવો જોઇએ શંકા- ૮૯૦. જાવંત કેવિ સાહૂ સૂત્રમાં વિરિયાણ કે વિરયાણ એ બે ઉચ્ચારમાં કયો ઉચ્ચાર સાચો છે. Jain Educationa International For Personal and Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ શંકા-સમાધાન સમાધાન- “વિરયાણું” એ ઉચ્ચાર સાચો છે. શંકા– ૮૯૧. વંદિતુ સૂત્રમાં વિરઓમિ વિરાણાએ કે વિરિઓમિ વિરાણાએ એ બે ઉચ્ચારમાં કયો ઉચ્ચાર સાચો છે? સમાધાન – વિરઓમિ વિરાણાએ એ ઉચ્ચાર સાચો છે. શંકા- ૮૯૨. જે પાઠશાળામાં સૂત્રો અશુદ્ધ ભણાવતા હોય અને આપણને ખ્યાલ આવી જાય તો ત્યાં અભ્યાસ કરવા જવાય? જઇએ તો શું કર્મબંધ થાય ? કયું કર્મ બંધાય ? કાર્યકર્તાઓને આ વાતની જાણ કરી હોય છતાં તેમાં સુધારો ન થાય તો તેઓને કર્મબંધ થાય? ભણાવનારને કર્મબંધ થાય ? સમાધાન– જેટલા અંશે સૂત્ર અશુદ્ધ ભણાવે તેટલા અંશે શિક્ષકને અને ભણનાર વિદ્યાર્થીને જ્ઞાનાવરણીય કર્મનો બંધ થાય પણ બધાને એકસરખો જ્ઞાનાવરણીય-કર્મબંધ થાય તેવો નિયમ નથી. કારણ કે તત્ત્વાર્થસૂત્રમાં જ્ઞાતભાવ-અજ્ઞાતભાવ વગેરે કારણો બતાવ્યા છે, એ સૂત્ર પ્રમાણે એમાં કહ્યા મુજબ પરિણામ પ્રમાણે કર્મબંધ થાય. કાર્યકર્તાઓએ આ અંગે યોગ્ય કરવું જોઇએ, એ ઉપેક્ષા ભાવ કરે તો તેમને પણ તેટલા અંશે જ્ઞાનાવરણીય કર્મનો બંધ થાય. શંકા- ૮૯૩. પૂર્વકાળમાં શ્રાવકો ગાય-ભેંસ વગેરે પશુઓ રાખતા. વર્તમાનકાળમાં પશુઓનું સ્થાન યાંત્રિક વાહનો આદિએ લીધું છે. પૂર્વકાળની અપેક્ષાએ વર્તમાન કાલીન જીવન પદ્ધતિ સર્વ પ્રકારે બદલાઈ ગઈ છે. તો પૂર્વકાલીન ૧૨ વ્રતધારી શ્રાવકોની જીવનપદ્ધતિ અનુસાર રચાયેલા અતિચારને વર્તમાનકાલીન શ્રાવકોની જીવનપદ્ધતિ અનુસાર ફેરવીને એની નવી રચના કરવી યોગ્ય છે કે નહિ ? સમાધાન– જરાય યોગ્ય નથી. જગત પરિવર્તનશીલ છે એમ તીર્થકરોએ જ કહ્યું છે. જો અતિચારને બદલવામાં આવે તો “વંદિત્ત” સૂત્રને પણ બદલવાનો પ્રશ્ન આવીને ઉભો રહે. અતિચાર બદલવાના બદલે વર્તમાનમાં શ્રાવકો અનાર્ય સંસ્કૃતિનું જે જીવન જીવી રહ્યા છે તેને બદલીને આર્ય સંસ્કૃતિનું-જૈન સંસ્કૃતિનું જીવન જીવે તેવું કરવા જેવું છે. Jain Educationa International For Personal and Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૪૦૧ શંકા- ૮૯૪. પરમાત્માના સમવસરણમાં સાધ્વીજીઓ, વૈમાનિકદેવીઓ, મતાંતરે ચારે પ્રકારની દેવીઓ ઊભા ઊભા દેશના સાંભળે, પુરુષો-સ્ત્રીઓ બેઠા બેઠા સાંભળે એવો પાઠ લબ્ધિપ્રશ્નમાં લોકપ્રકાશના પાઠ સાથે આપેલ છે. તો પછી આપણે ત્યાં સ્ત્રીઓને ઊભા ઊભા સજઝાય કરવાનું શું કારણ ? સમાધાન– સાધ્વીજીઓ અને દેવીઓ ઊભા ઊભા દેશના સાંભળે એના અનુકરણરૂપે સ્ત્રીઓ ઊભા ઊભા સજઝાય કરે એવી આચરણા શરૂ થઈ હોય એમ સંભવે છે. શંકા- ૮૯૫. લોકો એમ કહે છે કે હમણાં પુસ્તકો ઘણાં છપાય છે. વાંચનારા ઓછા છે. તો એમાં સાચું શું? પુસ્તકો છપાવીને ફ્રીમાં આપીએ અને જોઇએ એવો ઉપયોગ ન થાય તો છપાવનારને દોષ લાગે ? સમાધાન– હમણાં પુસ્તકો ઘણાં છપાય છે અને વાંચનારા ઓછા છે એ વાત અપેક્ષાએ સાચી છે. આમ છતાં પૂર્વ મહાપુરુષોએ રચેલા પુસ્તકોનું અને ચતુર્વિધ સંઘને ઉપયોગી બને તેવા પુસ્તકોનું શ્રાવકોએ લાંબો કાળ ટકી શકે તેવા કાગળોમાં સૌ પ્રથમ તો હસ્તલેખન કરાવવું જોઇએ. પછી મુદ્રણ કરાવવું જોઈએ અને દરેક જ્ઞાનભંડારોમાં એ પુસ્તકો પહોંચે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. જેથી અભ્યાસ કરનારાઓને અને વાંચવાના રસવાળા જીવોને પુસ્તકો મળી શકે. પુસ્તકો ગમે તેને ન આપવા જોઇએ. કારણ કે જ્ઞાનરુચિ વિનાના જીવો મળેલા પુસ્તકોને રખડતાં મૂકી દે છે, અથવા દહેરાસરમાં કે ઉપાશ્રયમાં મૂકી જતા હોય છે. પુસ્તકો ફ્રી આપવામાં વાંધો નથી. પણ જેમને જ્ઞાનરુચિ હોય, વાંચવાનો રસ હોય તેવા જ જીવોને પુસ્તકો આપવા જોઇએ. જેવી રીતે ધર્મ યોગ્ય જીવને આપવો જોઈએ, તેમ પુસ્તક પણ યોગ્ય જીવને જ આપવું જોઇએ. જેવી રીતે અયોગ્યને ધર્મ આપવાથી ધર્મ આપનારને દોષ લાગે, તેમ અયોગ્યને પુસ્તક આપવાથી પણ આપનારને દોષ લાગે. Jain Educationa International For Personal and Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ શંકા-સમાધાન શંકા- ૮૯૬. જીર્ણ થયેલા ધાર્મિક પુસ્તકો કઈ જગ્યાએ પાઠવવા જોઇએ ? આ માટેની કોઈ વિધિ છે ? સમાધાન- જીર્ણ થયેલા, ફાટી ગયેલા પુસ્તકોના નાના નાના ટુકડા કરીને જ્યાં લોકોની અવરજવર ન થતી હોય, તેવા પર્વત કે ખીણ વગેરે સ્થાનમાં એ ટુકડા પરઠવી શકાય અથવા તો સૂકી નદીની રેતીમાં એ ટુકડા ખાડો કરીને પરઠવી શકાય. પછી એના ઉપર પાછી રેતી નાખી દેવી અથવા પાણી વગરના કોરા કૂવામાં પણ પરઠવી શકાય. શંકા- ૮૯૭. જીર્ણ ધાર્મિક પુસ્તકો, પત્રિકાઓ, જ્ઞાન-દર્શનચારિત્રના ઉપકરણો અને તૂટેલી જિનમૂર્તિઓની આશાતના ન થાય તે રીતે પરઠવવાનો વિધિ શો છે ? સમાધાન- ધાર્મિક પુસ્તકો, પત્રિકાઓ અને જ્ઞાન-દર્શનચારિત્રના ઉપકરણો વગેરેના નાના ટુકડા કરીને જ્યાં લોકોની અવરજવર ન થતી હોય ત્યાં પર્વતની બખોલ વગેરેમાં, પાણી વગરના ઊંડા કૂવા વગેરેમાં કે નદીની રેતી વગેરેમાં ખાડો ખોદીને તેમાં પરઠવી શકાય જેથી આશાતના ન લાગે. ખંડિત થયેલી દર્શનીય મૂર્તિ વગેરેને ઉપર પ્રમાણે પરઠવી શકાય પણ પૂર્વે અંજન થયેલી અને પાછળથી પૂજા ન થઈ શકે તેવી ખંડિત થયેલી મૂર્તિઓને વિધિકારની નિશ્રા લઈને તે કહે તેમ કરવું જોઈએ. શંકા- ૮૯૮. ધાર્મિક પુસ્તકો વિના મૂલ્ય જ મેળવવાની વધી રહેલી વૃત્તિ-પ્રવૃત્તિથી સમ્યજ્ઞાન પ્રત્યેનો આદરભાવ ઘટવાની સંભાવના ખરી કે નહિ ? સમાધાન- સંભાવના ખરી, પણ નિશ્ચયથી ન કહી શકાય. ધાર્મિક પુસ્તકો મેળવનારા ગૃહસ્થો આર્થિક દૃષ્ટિએ શ્રીમંત, મધ્યમ અને નબળા એમ ત્રણ પ્રકારના હોય. ત્રણ પ્રકારના ગૃહસ્થોની વૃત્તિ વિના મૂલ્ય પુસ્તકો મેળવવાની ન હોવી જોઇએ. પ્રભાવના વગેરે રીતે વિના મૂલ્ય પુસ્તક મળી જાય એ જુદી વાત છે, પણ વિના મૂલ્ય લેવાની વૃત્તિ ન હોવી જોઇએ. આર્થિક સ્થિતિએ નબળા Jain Educationa International For Personal and Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ४०३ ગૃહસ્થની પણ ધાર્મિક પુસ્તક વિના મૂલ્ય મેળવવાની વૃત્તિ ન હોવી જોઈએ. વિના મૂલ્ય ધાર્મિક પુસ્તક મેળવવાની વૃત્તિથી અંતરમાં રહેલા વધારે પડતા લોભની અભિવ્યક્તિ થાય છે. જેનામાં લોભ વધારે પડતો હોય તેની ધર્મભાવનામાં ખામી હોય. જેઓ આર્થિક સ્થિતિથી નબળા હોય અને વિના મૂલ્ય મેળવવાની વૃત્તિ ન હોય છતાં ધર્મજ્ઞાન મેળવવા માટે વિના મૂલ્ય પુસ્તકો મેળવવાની પ્રવૃત્તિ કરે તો સમજ્ઞાન પ્રત્યેનો આદર ઘટવાની સંભાવના નથી. શ્રીમંતો કે મધ્યમ સ્થિતિના ગૃહસ્થો વિના મૂલ્ય પુસ્તકો મેળવવાની પ્રવૃત્તિ કરે તો સમ્યજ્ઞાન પ્રત્યેનો આદર ભાવ ઘટવાની સંભાવના ખરી. જ્ઞાન સંબંધી શંકા-સમાધાન શંકા- ૮૯૯. જ્ઞાનખાતાની રકમ શામાં વાપરી શકાય ? સમાધાન– જ્ઞાનખાતાની રકમ શાસ્ત્રીય પુસ્તક લખાવવામાં, પુસ્તકના પ્રકાશનમાં, સાધુ-સાધ્વીજીને ભણાવતા જૈનેતર પંડિતને પગાર આપવા વગેરેમાં કરી શકાય. ટ્રસ્ટની અન્ય વ્યવસ્થા માટે કે મકાનના બાંધકામમાં જ્ઞાનખાતાની રકમ ન વાપરી શકાય. મુખ્યત્વે શાસ્ત્રોના હસ્તલેખનમાં પ્રાચીનગ્રંથોના કે અનુવાદોના પ્રકાશનમાં આ રકમ વાપરવી જોઇએ. શંકા- ૯૦૦. પૂજાથી પ્રાપ્ત થયેલા (બોલીના) જ્ઞાનદ્રવ્યમાંથી બનેલા જ્ઞાનમંદિરમાં શ્રાવક-શ્રાવિકાઓથી ભણી શકાય ? તેવા જ્ઞાનદ્રવ્યમાંથી છપાયેલા પુસ્તકોની શ્રાવકો માલિકી કરી શકે ? ભણવા માટે ઉપયોગ કરી શકે ? સમાધાન– જ્ઞાનદ્રવ્યનો મુખ્યતયા હસ્તગ્રંથલેખન, ગ્રંથમુદ્રણ, સાધુ-સાધ્વીઓના અધ્યયનમાં (જનેતર પંડિતને પગાર વગેરેમાં) કરવો જોઈએ. જ્ઞાનદ્રવ્યમાંથી જ્ઞાનમંદિર બનાવવું યોગ્ય નથી. તેવા જ્ઞાનદ્રવ્યમાંથી મુદ્રિત પુસ્તકોની જો શ્રાવકે માલિકી કરવી હોય તો Jain Educationa International For Personal and Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪ શંકા-સમાધાન પૂર્ણ કિંમત ચૂકવીને જ કરી શકાય. ભણવા ઉપયોગ કરવો હોય તો યોગ્ય નકરો ચૂકવીને જ કરવો જોઇએ. શંકા- ૯૦૧. જૈનેતર પંડિતને જ્ઞાનદ્રવ્યમાંથી પગાર આપી શકાય અને જૈન પંડિતને ન આપી શકાય તેનું શું કારણ ? સમાધાન– જ્ઞાનદ્રવ્ય પૂજાથી પ્રાપ્ત થયેલું અને સમર્પિત કરેલું એમ બે પ્રકારે છે. જ્ઞાનની બોલી, જ્ઞાન સમક્ષ મૂકેલ રકમ વગેરે જ્ઞાનદ્રવ્ય પૂજાથી પ્રાપ્ત થયેલું છે. કોઇ વ્યક્તિ જ્ઞાન માટે વા૫૨વા ધન આપે તે સમર્પિત કરેલું જ્ઞાનદ્રવ્ય છે. પૂજાથી પ્રાપ્ત થયેલું જ્ઞાનદ્રવ્ય શ્રાવકોથી ન વપરાય. સમર્પિત કરેલું જ્ઞાનદ્રવ્ય જૈનથી જ્ઞાન માટે વાપરી શકાય. માટે પૂજાથી પ્રાપ્ત થયેલું જ્ઞાનદ્રવ્ય જૈનપંડિતને પગાર તરીકે ન અપાય, પણ જૈનેતર પંડિતને અપાય. સમર્પિત કરેલું જ્ઞાનદ્રવ્ય જૈન પંડિતને પગાર તરીકે આપી શકાય. પૂજાથી પ્રાપ્ત થયેલા જ્ઞાનદ્રવ્યમાંથી છપાયેલા પુસ્તકોની માલિકી કિંમત ચૂકવ્યા વિના શ્રાવકોથી કરી શકાય નહિ. શંકા- ૯૦૨. શ્રાવક પંડિતે શાસ્ત્રીય ગ્રંથો ઉપર વિવેચન લખ્યું હોય તો તે વિવેચન જ્ઞાનખાતાની આર્થિક સહાયથી પ્રકાશિત થઇ શકે ખરું ? સમાધાન– થઇ શકે. પણ એ ગ્રંથમાં ગ્રંથના પહેલા કે બીજા પેજ ઉપર વાંચનારની દૃષ્ટિ પડે તે રીતે નીચે મુજબ છપાવવું જરૂરી છે. “આ પુસ્તક જ્ઞાનખાતાની રકમમાંથી પ્રકાશિત થયેલું હોવાથી પૂ. સાધુ-સાધ્વીજી કે જ્ઞાનભંડાર સિવાય કોઇ પણ ગૃહસ્થે આ પુસ્તક વસાવવું હોય તો છાપેલી કિંમત ચૂકવીને જ વસાવવું તથા જ્ઞાનભંડારમાંથી વાચન કરવા માટે ઉપયોગ કરવો હોય તો તેનો યોગ્ય નકરો જ્ઞાનખાતે આપવા ચૂકવું નહિ. જેથી કોઇ પણ પ્રકારના દોષના ભાગીદાર ન થવાય.” અહીં મૂળ મુદ્દો એ છે કે ગૃહસ્થથી જ્ઞાનખાતાની ૨કમનો ઉપયોગ કરી શકાય નહિ. એથી ઉપર મુજબ લખાણ હોય તો શ્રાવક મૂલ્ય ચૂકવીને જ એ પુસ્તકો પોતાના માટે લે. જેથી તેણે જ્ઞાનખાતાની Jain Educationa International For Personal and Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૪૦૫ રકમનો ઉપયોગ કર્યો ન ગણાય. આથી ખુદ વિવેચનકાર પંડિત શ્રાવકે પણ પોતાના માટે પુસ્તક રાખવું હોય તો તેણે પણ પુસ્તકની છાપેલી કિંમત ચૂકવવી જોઇએ. સાધુએ કરેલા વિવેચનવાળા શાસ્ત્રીય ગ્રંથો જ્ઞાનખાતામાંથી છપાય તો તેમાં પણ ઉપર મુજબ લખાણ છપાવવું જરૂરી ગણાય. શંકા- ૯૦૩. ગહુંલી પરના પૈસા ચોખા વગેરે જ્ઞાનખાતામાં લેવાય કે દેવદ્રવ્યમાં લેવાય ? સમાધાન– જ્ઞાનભક્તિ માટે જ્ઞાનસમક્ષ કરેલી ગહુંલી પરના પૈસા વગેરે જ્ઞાનખાતામાં લેવાય. દેવસમક્ષ અને ગુરુસમક્ષ કરેલી ગહુંલી પરના પૈસા વગેરે દેવદ્રવ્યમાં જાય. શંકા- ૯૦૪. સાધુભગવંતો દ્વારા સંપાદિત થયેલા પુસ્તકોનું વિમોચન કરવાનો ચઢાવો બોલાય ? સમાધાન– બોલાય. પણ તે રકમ જ્ઞાનખાતામાં જમા થવી જોઇએ. શંકા- ૯૦૫. આજીવિકા માટે વ્યવહારિક શિક્ષણ આપવું પડે તો શું કરવું ? સમાધાન– આજીવિકા માટે આધુનિક શિક્ષણ આપવું પડે તો આધુનિક શિક્ષણ લેનારમાં ધાર્મિક સંસ્કારો પડે અને ધાર્મિક સંસ્કારો જળવાઇ રહે એ માટે બાળક નાનું હોય ત્યારથી ધાર્મિક શિક્ષણ આપવું જરૂરી છે. શંકા- ૯૦૬. અજ્ઞાન શબ્દનો શો અર્થ છે ? સમાધાન– અજ્ઞાન શબ્દના વિપરીતજ્ઞાન, અલ્પજ્ઞાન, જ્ઞાનાભાવ, મિથ્યાત્વ વગેરે અનેક અર્થો છે. મિથ્યાર્દષ્ટિનું જ્ઞાન અજ્ઞાન છે. આ વાક્યમાં અજ્ઞાન શબ્દનો જ્ઞાનનો અભાવ એવો અર્થ નથી, કિન્તુ વિપરીતજ્ઞાન અર્થ છે. આધ્યાત્મિક દૃષ્ટિએ જેનાથી વસ્તુનો યથાર્થ બોધ થાય તેને જ જ્ઞાન કહેવાય. આથી જેનાથી વિપરીત બોધ થાય તે બાહ્ય દૃષ્ટિએ જ્ઞાન હોવા છતાં આધ્યાત્મિક દૃષ્ટિએ એ અજ્ઞાન જ છે. જ્ઞાનનું પ્રયોજન યથાર્થબોધ ક૨વો એ છે. વિપરીત જ્ઞાનથી એ પ્રયોજન સિદ્ધ થતું ન હોવાથી આધ્યાત્મિક દૃષ્ટિએ Jain Educationa International For Personal and Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ ૪૦૬ શંકા-સમાધાન વિપરીત જ્ઞાન અજ્ઞાન જ છે. જ્યારે મિથ્યાત્વનો ઉદય હોય છે ત્યારે વસ્તુનો યથાર્થ બોધ થતો જ નથી, વિપરીત જ બોધ થાય છે. આથી મિથ્યાદૃષ્ટિનું જ્ઞાન અજ્ઞાન છે. માતુષ મુનિ અજ્ઞાન હોવા છતાં ગુરુ પ્રત્યેના સમર્પણભાવથી સંસારસાગરને તરી ગયા. આ વાક્યમાં અજ્ઞાન શબ્દ અલ્પજ્ઞાન એવા અર્થમાં છે. જડ પદાર્થ અજ્ઞાન હોય. આ વાક્યમાં અજ્ઞાન એટલે જ્ઞાનનો અભાવ. મિથ્યાત્વ અજ્ઞાનનું કારણ હોવાથી કારણમાં કાર્યના ઉપચારથી મિથ્યાત્વને અજ્ઞાન પણ કહી શકાય. શાસ્ત્ર સંબંધી શંકા-સમાધાન શંકા- ૯૦૭. શાસ્ત્ર શબ્દની શાસ્ત્રીય વ્યાખ્યા શી છે ? અને તેનો ભાવાર્થ શો છે ? સમાધાન– શાસ્ત્ર શબ્દમાં શાસ્ અને ત્ર એમ બે વિભાગ છે. તેમાં શાસ્ એટલે અનુશાસન કરવું. અનુશાસન ક૨વું એટલે યથાર્થ પ્રતિપાદન કરવું. ત્ર એટલે રક્ષણ કરવું. રાગ-દ્વેષથી ઉદ્ધત ચિત્તવાળા બનેલા જીવોને સધર્મનું યથાર્થ પ્રતિપાદન કરે અને (પ્રતિપાદન મુજબ વર્તનારા) જીવોનું રક્ષણ કરે તે શાસ્ત્ર. શાસ્ર શબ્દનો આવો શાસ્ત્રીય અર્થ છે. આવું શાસ્ત્ર સર્વજ્ઞ વચન જ છે. આ અર્થ પ્રશમરતિ ગ્રંથમાં ૧૮૬મી વગેરે ગાથાઓમાં અને જ્ઞાનસાર ગ્રંથના ૨૪મા અષ્ટકની ત્રીજી ગાથામાં જણાવ્યો છે. શાસ્ત્ર શબ્દની શાસ્ત્રીય વ્યાખ્યાનો ભાવ એ છે કે સર્વજ્ઞ સિવાય બીજાઓએ રચેલા શાસ્ત્રો વાસ્તવિક શાસ્ત્રો નથી. એ શાસ્ત્રો જીવોને સદ્ધર્મનું યથાર્થ પ્રતિપાદન કરી શકે નહિ અને એથી જીવોનું રક્ષણ કરી શકે નહિ. આથી જ સૂયગડાંગ સૂત્ર દ્વ.શ્રુતસ્કંધના છઠ્ઠા અધ્યયનમાં કહ્યું છે કે, “જેઓ કેવળજ્ઞાન વડે લોકને જાણ્યા વિના જ ધર્મને કહે છે, અપારઘોર સંસાર સમુદ્રમાં ડૂબેલા તે પોતાને અને ૫૨ને ડૂબાડે છે.” Jain Educationa International For Personal and Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૪૦૭ શંકા- ૯૦૮. શાસ્ત્રાર્ ત્રીયસી રુઢી: શાસ્ત્ર કરતાં પણ રૂઢિ બલવાન છે એમ વ્યાકરણશાસ્ત્રનો નિયમ છે. વ્યાકરણશાસ્ત્રની જેમ ધર્મશાસ્ત્રમાં પણ આ નિયમ છે ? સમાધાન– ધર્મશાસ્ત્રમાં પણ આ નિયમ ઘટી શકે છે. અહીં રૂઢિ એટલે ગીતાર્થ મહાપુરુષોનું આચરણ. ગીતાર્થ મહાપુરુષોએ જે આચરણ કર્યું હોય તે શાસ્ત્રમાં ન લખ્યું હોય કે જુદી રીતે લખ્યું હોય, તો પણ માન્ય બને છે. જેમ કે શાસ્ત્રમાં સંવત્સરી પર્વ ભાદરવા સુદ પાંચમના દિવસે કરવાનું કહ્યું છે. પણ આજે ગીતાર્થ મહાપુરુષોની આચરણાથી ભાદરવા સુદ ચોથના દિવસે કરવામાં આવે છે. આ વિષે બીજા પણ ઘણાં દૃષ્ટાંતો આપી શકાય. ✩ કલ્પસૂત્ર-પર્યુષણ સંબંધી શંકા-સમાધાન શંકા— ૯૦૯. શ્રી ભદ્રબાહુ સ્વામીએ ચૌદ પૂર્વોમાંથી કયા પૂર્વમાંથી કલ્પસૂત્રની રચના કરી છે ? સમાધાન– શ્રી ભદ્રબાહુ સ્વામીએ ‘પ્રત્યાખ્યાન' નામના નવમા પૂર્વમાંથી ઉદ્ધાર કરીને કલ્પસૂત્રની રચના કરી છે. શંકા— ૯૧૦. કોઇ સંઘમાં ઉપાશ્રયમાં પર્યુષણના આઠે દિવસના કલ્પસૂત્રાદિ પ્રવચનો થતા હોય, પરંતુ જન્મ વાચનનો કાર્યક્રમ ન રાખવામાં આવે અને બીજા કોઇ સ્થાને ગોઠવાય, તો તે ચાલે ? સમાધાન અહીં સ્થાનનું મહત્ત્વ નથી. મહત્ત્વ છે શ્રાવકોના કલ્પસૂત્રના વ્યાખ્યાનશ્રવણનું. એટલે “આજે જન્મવાચન અમુક સ્થળે કરવામાં આવશે” એવી જાહેરાતપૂર્વક બીજા સ્થળે જન્મવાચન થાય, તો વાંધા જેવું નથી. જો શક્ય હોય તો સંઘમાં પર્યુષણનો કાર્યક્રમ અખંડ ઉજવાવો જોઇએ. આમ છતાં તેવા કોઇ કારણથી જન્મવાચન બીજા સ્થળે ગોઠવાય, તો તેમાં કોઇ મોટો દોષ લાગે એવું નથી. શંકા- ૯૧૧. કલ્પસૂત્ર વગેરે આગમગ્રંથો રાત્રે પોતાના ઘરે લઇ જાય ત્યારે રાત્રે ભાવનામાં આવનારા ભાવિકો આગમની વાસક્ષેપથી જ્ઞાનપૂજા કરી શકે ? Jain Educationa International For Personal and Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ ४०८ શંકા-સમાધાન સમાધાન- રાતે દ્રવ્યપૂજા કરવાનો નિષેધ છે. એ દષ્ટિએ રાતે આગમની વાસક્ષેપ પૂજા ન થાય. આમ છતાં વર્તમાનમાં ભાવિકો આગમની વાસક્ષેપથી જ્ઞાનપૂજા કરે તો નિષેધ કરવો યોગ્ય નથી. કારણ કે એ રીતે પણ એના હૃદયમાં જ્ઞાન પ્રત્યે બહુમાનભાવ પ્રગટે છે અને જ્ઞાનની આવક પણ થાય. શંકા- ૯૧૨. પર્યુષણમાં ચાલ્યા આવતા રિવાજ મુજબ સપના ઉતારવાનું અને જન્મવાંચનનું કાર્ય બપોરે થાય છે. હવે રાત્રિભોજન ન થાય એ માટે સપના ઉતારવાનું અને જન્મવાંચનનું કાર્ય ક્યાંક ક્યાંક સવારે જ થવા લાગ્યું છે. તે યોગ્ય છે ? પાંચ દિવસ નવ વિભાગથી કલ્પસૂત્ર વાંચવું એમ કલ્પસૂત્રની ટીકામાં જણાવ્યું છે. જન્મવાંચન સવારે જ રાખવાથી આઠ વિભાગે કલ્પસૂત્ર વંચાય તો તેમાં દોષની સંભાવના ખરી ? સમાધાન- સપના બપોરે ઉતારાય એ વધારે યોગ્ય છે. કારણ કે સવારે સપના ઉતારવામાં (૧) કલ્પસૂત્રનું વાંચન બહુ ઝડપથી કરવું પડે. (૨) વ્યાખ્યાનમાં સંખ્યા ઓછી રહે. (૩) સપના ઉતારવામાં પણ સંખ્યા ઓછી થવાનો સંભવ રહે. બપોરના સપના ઉતારવામાં સંભવિત રાત્રિભોજનના દોષને બોલીઓમાં ઝડપ રાખીને ટાળી શકાય છે. પ્રશ્નકારે “પાંચ દિવસ નવ વિભાગથી કલ્પસૂત્ર વાંચવું એમ કલ્પસૂત્રની ટીકામાં જણાવ્યું છે” એમ લખ્યું છે. આ અંગે જણાવવાનું કે નવ વિભાગોથી નહિ, કિંતુ નવ વ્યાખ્યાનોથી એમ સમજવું. ટીકાકાર મહોપાધ્યાય શ્રી વિનયવિજય મહારાજના વખતમાં કલ્પસૂત્ર નવ વ્યાખ્યાનોથી વાંચવામાં આવતું હતું. નવમું વ્યાખ્યાન ભા.સુ.૪ ના સવારે વંચાતું હતું. પણ પાછળથી બારસા સૂત્ર વાંચવાનું શરૂ થયું તેથી નવમું વ્યાખ્યાન વાંચવાનું બંધ થયું. આથી હમણાં કલ્પસૂત્ર આઠ વ્યાખ્યાનોથી વંચાય છે. જો સપના સવારે ઉતારવામાં આવે તો પણ વ્યાખ્યાન તો આઠ જ થાય છે, એમાં ફેર પડતો નથી. એટલે સપના સવારે ઉતારવામાં આવે તો Jain Educationa International For Personal and Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૪૦૯ પ્રશ્નકારે જણાવેલા દોષની સંભાવના નથી. આમ છતાં પૂર્વે કહેલાં કારણોથી સપના બપોરે ઉતારવામાં આવે એ જ વધારે યોગ્ય છે. એમાં રાત્રિભોજન ન થાય, એની પૂરી તકેદારી રાખવી જ જોઇએ. શંકા- ૯૧૩. પર્યુષણ પર્વ ત્યાગનું પર્વ છે. ત્યાગ માટેના પર્વ એવા પર્યુષણમાં મંડપ ડેકોરેશન પાછળ ખૂબ ખર્ચ કરવો તે યોગ્ય છે? સમાધાન– ધર્મ કરનારા શ્રાવકો ભાવિત (ધર્મમાં દઢ થઈ ગયેલા) અને અભાવિત (ધર્મમાં દઢ ન થયેલા) એમ બે પ્રકારના હોય છે. તેમાં ભાવિત શ્રાવકો પર્યુષણ પર્વ આવે ત્યારે સ્વયમેવ તપ-ત્યાગ કરતા રહે છે પણ અભાવિત શ્રાવકો સ્વયમેવ તપ-ત્યાગ કરતા નથી, પરંતુ કંઈક આલંબન મળે-પ્રેરણા મળે તો કરે છે. ઘણા અભાવિત શ્રાવકોને તો પર્યુષણ ક્યારથી શરૂ થાય છે તેની પણ ખબર હોતી નથી પણ જ્યારે ડેકોરેશન વગેરે જુએ છે, તો ખબર પડે છે કે પર્યુષણ આવ્યા છે. પછી પર્યુષણની આરાધના કરનારા બને છે. પર્યુષણ મહાન પર્વ હોવાથી તેની ઉજવણી કરવી જોઇએ. ડેકોરેશન વગેરે પણ પર્યુષણની ઉજવણીનો એક પ્રકાર છે. આનાથી પર્યુષણ પર્વ પ્રત્યે બહુમાનભાવ વ્યક્ત કરવામાં આવે છે. આથી ડેકોરેશનમાં થતો ખર્ચ અયોગ્ય ન કહી શકાય. આમ છતાં અહીં એટલું સમજી લેવાની જરૂર છે કે લાઇટોનું ડેકોરેશન ન કરાય તો તે સર્વશ્રેષ્ઠ ! પણ કરવું જ પડે તો લાઈટો અતિશય તેજવાળી ન હોવી જોઇએ. બલ્બ વગેરે અધિક પાવરના ન હોવા જોઇએ. અધિક પાવરવાળા બલ્બ હોય તો પતંગિયા વગેરે જીવો તેજથી આકર્ષાઇને બલ્બ ઉપર પડે છે અને બળી જવાથી મૃત્યુ પામે છે. પર્યુષણ પર્વ સિવાય પણ મંદિર-ઉપાશ્રયમાં અધિક પાવરવાળા બલ્બ ન હોવા જોઇએ. ઘણા સ્થળે આ અંગે બેદરકારી સેવાતી હોય છે અને એથી ઘણા જીવોની હિંસા થતી હોય છે. પહેલા નંબરમાં તો મંદિર-ઉપાશ્રયમાં લાઇટો જ ન હોવી જોઇએ. જે ધર્મસ્થાનો અહિંસાનો ઉપદેશ આપી રહ્યા છે તે ધર્મસ્થાનોમાં આવા હિંસક સાધનોનો ઉપયોગ કરવો એ જરાય ઉચિત નથી. For Personal and Private Use Only Jain Educationa International Page #207 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૪૧૦ રોશની વગેરે પણ દીવાઓથી જ થવી જોઇએ. આ શક્ય ન બને તો અધિક પાવરવાળા બલ્બનો ઉપયોગ તો ન જ થવો જોઇએ. બંધ-ઉઘાડ થતી લાઇટો ન હોવી જોઇએ. શંકા— ૯૧૪. જ્યારે કલ્પસૂત્ર શ્રાવકો સમક્ષ વંચાતુ ન હતું ત્યારે શ્રાવકો પર્યુષણપર્વની આરાધના કેવી રીતે કરતા હતા ? સમાધાન– ત્યારે શ્રાવકો પર્યુષણના પાંચ કર્તવ્યો વગે૨ે આરાધના કરવાપૂર્વક પર્યુષણ પર્વની આરાધના કરતા હતા. વ્યાખ્યાનમાં પર્યુષણમાં પાંચ કર્તવ્યો વગેરેનું વ્યાખ્યાન ગુરુના મુખે સાંભળતા હતા એમ સંભવ છે. શંકા ૯૧૫. સાધ્વીજી ભગવંતની નિશ્રામાં પર્યુષણપર્વમાં શ્રીકલ્પસૂત્રની પોથીનો(=પ્રતનો) વરઘોડો પર્યુષણના બીજા દિવસે કાઢીને ત્રીજા દિવસથી કલ્પસૂત્રનું વાંચન કરી શકાય ? શું સાધ્વીજી ભગવંતો બારસા સૂત્રનું વાંચન કરી શકે ? સમાધાન– સાધ્વીજીઓ કલ્પસૂત્રનું કે બારસાસૂત્રનું વાંચન ન કરી શકે. પર્યુષણાના ત્રીજા દિવસથી કલ્પસૂત્રનું વાંચન ન કરી શકાય, ચોથા દિવસથી જ કરી શકાય. શંકા- ૯૧૬. કલ્પસૂત્ર વાંચન માટે વસતિ શુદ્ધ જોઇએ. પરંતુ કોઇ સંઘના ઉપાશ્રયથી સો ડગલા આસપાસ માંસ-મટનની દુકાન હોય તો શુદ્ધિ કઇ રીતે ગણવી ? આવા ઉપાશ્રયમાં શાસ્ત્રનું વાંચન થઇ શકે ખરું ? અપવાદે પણ થઇ શકે ? જેમ ઉપાશ્રયની આસપાસ ઘરોમાં એમ.સી.વાળા બહેનો હોય તો ચલાવી લેવાય છે તે જ રીતે આમાં શું થઇ શકે ? સમાધાન– કલ્પસૂત્ર વાંચન નિયત અનુષ્ઠાન હોવાથી જેમ સૂર્યગ્રહણ હોય તો પણ કલ્પસૂત્ર વાંચી શકાય છે, તેમ જે સ્થાનમાં સો ડગલાની આસપાસ વસતિ અશુદ્ધ હોય અને તેને દૂર કરી શકાય તેમ ન હોય તો કલ્પસૂત્ર વાંચન કરી શકાય. કલ્પસૂત્ર સિવાય બીજા આગમસૂત્રના વાંચનમાં આવા સ્થાનમાં અશક્ય પરિહાર હોવાથી ચલાવી લેવું પડે. જેમ ઉપાશ્રયની આસપાસના સો ડગલાની Jain Educationa International For Personal and Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૪૧ ૧ અંદરના ઘરોમાં એમ.સી.વાળા બહેનો હોય, તો ચલાવી લેવામાં આવે છે, તેમ અહીં પણ ચલાવી લેવું પડે. શંકા- ૯૧૭. સુધર્મા સ્વામી આદિ પર્યુષણમાં શું વાંચતા હશે? સમાધાન- સુધર્મા સ્વામી નવમા પૂર્વમાં રહેલું આજ કલ્પસૂત્ર અધ્યયન વાંચતા હશે એવી સંભાવના જણાય છે. શંકા- ૯૧૮. પૂજય સાધ્વીજી ભગવંતો પર્યુષણ મહાપર્વમાં જન્મવાંચન શ્રાવક-શ્રાવિકા સમક્ષ કરી શકે ? સમાધાન ન કરી શકે. કેવળ શ્રાવિકા સમક્ષ કરી શકે. વ્યાખ્યાન સંબંધી શંકા-સમાધાન શંકા- ૯૧૯. ઈચ્છકારી ભગવત્ પસાય કરી વાયણા પસાર કરશોજી. આમાં કરશોજી ને બદલે ક્યાંક કરાવશોજી બોલાય છે તે યોગ્ય છે ? સમાધાન– “કરાવશોજી” એમ બોલાય છે તે યોગ્ય નથી. પસાય પ્રાકૃત શબ્દ છે. પ્રાકૃત પસાય શબ્દનો ગુજરાતીમાં પ્રસન્નતા કે મહેરબાની એવો અર્થ થાય. આથી ઈચ્છકારી ભગવત્ પસાય કરી વાયણા પસાય કરશોજીનો અર્થ આ પ્રમાણે છે- હે ભગવંત ! આપ પ્રસન્ન થઈને આપની ઈચ્છાથી મારા ઉપર વાચના પ્રદાનરૂપ કૃપા કરો. જો “કરશોજી”ના સ્થાને “કરાવશોજી” એમ બોલવામાં આવે તો “કૃપા કરાવો” એવો અર્થ થાય. આવો અર્થ અહીં ઘટતો નથી. શંકા– ૯૨૦. આપણી વ્યાખ્યાન સભામાં શ્રાવિકાઓ ઉઘાડા માથે બેસે છે, સામાયિક પણ ઉઘાડા માથે કરે છે, વરઘોડા, સામૈયા આદિમાં પણ ઉઘાડા માથે રસ્તા પર ફરે છે અને વાસક્ષેપ નખાવવા માટે ગુરુ મહારાજ સમક્ષ માથું ખોલે છે અને ઉઘાડા માથા પર વાસક્ષેપ નંખાવે છે. આ બધું યોગ્ય છે ? સમાધાન– આ બધું જરાય યોગ્ય નથી. આ વિષે અવસરે અવસરે સાધુ ભગવંતોએ વ્યાખ્યાનમાં ટકોર કરતા રહેવું જોઇએ. ટ્રસ્ટીઓએ પણ આ અંગે ઉચિત કરવું જોઇએ. Jain Educationa International For Personal and Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨ શંકા-સમાધાન શંકા- ૯૨૧. વ્યાખ્યાનમાં સામાયિક લેતી વખતે “જાવસુય” બોલ્યા હોઇએ અને વ્યાખ્યાનમાં બે-ત્રણ કલાક થાય તો બે-ત્રણ સામાયિક ગણાય ? સમાધાન- એક જ સામાયિક ગણાય. શંકા- ૯૨૨. વ્યાખ્યાનસભામાં બેઠેલી સ્ત્રીઓ તરફ પુરુષોની દૃષ્ટિ ન પડે એટલા માટે સ્ત્રીઓ આડે પાટિયા મુકાય છે. આવી આપણી શાસનમર્યાદા છે. તો પછી (કદાચ સ્ત્રીનું બહુમાન સ્ત્રી કરે તો પણ) પુરુષોવાળી વ્યાખ્યાન સભામાં બહુમાન કરવા માટે સ્ત્રીઓને ઊભી કરવી તે ઉચિત જણાય છે ? સમાધાન– આ જરાય ઉચિત જણાતું નથી. જેવી રીતે સાધ્વીજી મ. બેઠા હોય અને તેમનું પૂજન કરાય છે, તેમ સ્ત્રીઓ બેસી રહે અને તેમનું બહુમાન સ્ત્રી કરે તે જ ઉચિત છે. આવો પ્રશ્ન ઉઠાવવા બદલ પ્રશ્નકારને ધન્યવાદ. શંકા- ૯૨૩. વ્યાખ્યાન અને વાચનાનો ભેદ શો ? સમાધાન- સાધુઓને સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથો વંચાવવામાં આવે કે પ્રેરક હિતોપદેશ આપવામાં આવે તેને વાચના કહેવાય. ગૃહસ્થોને અપાતો હિતોપદેશ વ્યાખ્યાન છે. આજે શ્રાવકોને નિયત કરેલા અમુક દિવસો સુધી અપાતા વ્યાખ્યાન માટે પણ વાચના શબ્દનો પ્રયોગ શરૂ થયો છે. શબ્દો માટે તો એવું છે કે કોઈ શબ્દ અમુક અર્થમાં રૂઢ થઈ ગયા પછી શબ્દાર્થ ન ઘટતો હોય તો પણ તે શબ્દનો પ્રયોગ થાય. જેમ કે પ્રભુની રથયાત્રા માટે વરઘોડો શબ્દ પ્રચલિત છે. પ્રભુની રથયાત્રામાં ન તો વર હોય અને ન તો ઘોડો હોય, તો પણ વરઘોડો કહેવાય. પૂર્વે લગ્નના આગલા દિવસે વરને ઘોડા ઉપર બેસાડીને આખા ગામમાં ફેરવવામાં આવતો હતો. તેથી આ ક્રિયા માટે વરઘોડો શબ્દ પ્રચલિત બન્યો. વર્તમાનમાં પ્રભુની રથયાત્રા માટે પણ વરઘોડો શબ્દ પ્રચલિત બન્યો છે. Jain Educationa International For Personal and Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૪૧૩ શંકા- ૯૨૪. શિબિરો અને જાહેર વ્યાખ્યાનોની સંખ્યા વધી છે, તેટલા પ્રમાણમાં આરાધકોની સંખ્યા વધતી નથી. તો તેનું શું કારણ છે ? શું આ પ્રવૃત્તિ માત્ર પ્રતિષ્ઠા ખાતર કે જાહેરાત માટે જ છે? સમાધાન– શિબિરો અને જાહેર વ્યાખ્યાનોની સંખ્યા વધવા છતાં તેટલા પ્રમાણમાં આરાધકોની સંખ્યા ન થતી હોય, તો તેમાં વાચનાપ્રદાનની અને વ્યાખ્યાનની શૈલી, વાચનાદાતા અને વ્યાખ્યાનકારનો ભાવ, વાચનાદાતા અને વ્યાખ્યાનકારનું આચરણ, વાચનાદાતા અને વ્યાખ્યાનકારનું પુણ્ય, કાળનો પ્રભાવ વગેરે અનેક કારણો હોઈ શકે છે. આ બધા કારણોમાં વાચનાદાતા અને વ્યાખ્યાનકારના આચરણની અને ભાવની મુખ્યતા છે. શ્રોતાઓના અંતરમાં શુભભાવના ઉત્પન્ન કરવામાં વાચનાદાતાનો અને વ્યાખ્યાનકારનો શુભભાવ મુખ્ય કારણ છે. આથી જ પંચવસ્તુક નામના ગ્રંથમાં કહ્યું છે કે “આચાર્ય વગેરે ગુરુએ પણ શુદ્ધક્રિયારૂપ ચરણયોગમાં રહીને ઉપયોગપૂર્વક વિશુદ્ધ ભાવથી સૂત્ર આપવું, શાસ્ત્રો ભણાવવા. કારણ કે પ્રાય: શુભભાવથી શુભભાવ પેદા થાય છે. લોકમાં પણ શુભભાવથી ભાવિત વક્તાથી (શ્રોતામાં) શુભભાવ પેદા થાય એ સિદ્ધાંત સિદ્ધ છે.” અહીં “શુદ્ધ ક્રિયારૂપ ચરણયોગમાં રહીને” એમ કહીને ગુરુએ પોતે આચારોનું બરોબર પાલન કરવું જોઈએ એમ સૂચવ્યું છે. વિશુદ્ધ ભાવથી સૂત્ર આપવું એમ કહીને માન-સન્માન કે ખ્યાતિ મેળવવા માટે નહિ, કિન્તુ કરુણાબુદ્ધિથી સૂત્ર આપવું એમ સૂચન કર્યું છે. આમ વાચનાદાતાએ અને વ્યાખ્યાનકારે સ્વયં આચારોનું પાલન કરવું જોઇએ, તથા વાચના અને વ્યાખ્યાન આપવામાં કરુણાબુદ્ધિ હોવી જોઇએ. શું આ પ્રવૃત્તિ માત્ર પ્રતિષ્ઠા ખાતર કે જાહેરાત માટે છે ? આ પ્રશ્નના સમાધાનમાં જણાવવાનું કે આનો વિચાર વાચનાદાતા અને વ્યાખ્યાનકારે કરવો જોઇએ. જે વાચનાદાતા અને વ્યાખ્યાનકારનો વાચના આપવામાં અને વ્યાખ્યાન કરવામાં પોતાની પ્રતિષ્ઠા કે પ્રસિદ્ધિ મેળવવાનો આશય હોય તે વાચનાદાતા અને વ્યાખ્યાનકાર Jain Educationa International For Personal and Private Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ શંકા-સમાધાન શ્રોતાના અંતરમાં શુભભાવ પ્રાયઃ પેદા ન કરી શકે. વાચના અને વ્યાખ્યાન કરુણાબુદ્ધિથી કરી શકાય અને મહત્ત્વાકાંક્ષા બુદ્ધિથી પણ કરી શકાય. આનાથી લોકો ધર્મ પામે એવી બુદ્ધિ કરુણાબુદ્ધિ છે. આનાથી મને માન-સન્માન મળે, લોકમાં મારું મહત્ત્વ વધે, આવી બુદ્ધિ મહત્ત્વાકાંક્ષી બુદ્ધિ છે. આવી બુદ્ધિ રાખનાર પ્રાયઃ બીજાને ધર્મ ન પમાડી શકે. કદાચ તેવા પુણ્યોદયના કારણે બીજાને ધર્મ પમાડી દે, તો પણ પોતે દુર્ગતિમાં જાય એવું પણ બને. અધ્યાત્મ કલ્પદ્રુમ ગ્રંથમાં કહ્યું છે કે- “તપ, શાસ્ત્રાધ્યયન, ધમપદેશ વગેરે લોકરંજન માટે કરે, અથવા પોતાના સત્કાર-સન્માન થાય, લોકો મને વંદન કરે, પૂજે એવી ઇચ્છા રાખે, તે સાધુ સંસારને વધારે છે.” શંકા- ૯૨૫. રાત્રિ સમયમાં કેવળ પુરુષોની સમક્ષ સાધુઓ પ્રવચન આપી શકે કે નહિ ? સમાધાન– આપી શકે. જોકે મુખ્યતયા સાધુઓને અને શ્રાવકોને રાત્રિના સમયે ભણેલાનું પુનરાવર્તન વગેરે સ્વાધ્યાય કરવાનું વિધાન છે. આમ છતાં આજે ઘણા શ્રાવકો જિજ્ઞાસુ હોવા છતાં દિવસના પ્રવચન સાંભળવાનો સમય મેળવી શકતા નથી. આવા શ્રાવકો જિનવાણીથી બિલકુલ વંચિત ન રહે એ માટે અપવાદથી રાતે પણ કેવળ પુરુષોની સમક્ષ સાધુઓ પ્રવચન આપી શકે. શંકા– ૯૨૬. કોઈ સમુદાયના સાધુ ભગવંતના વ્યાખ્યાનમાં રસ ન પડતો હોય તો વ્યાખ્યાનમાં ન જતાં ઘરે જ ધાર્મિક વૈરાગ્ય પોષક પાક્ષિકો વગેરે પુસ્તકો વગેરે વાંચીએ તો ચાલે ? સમાધાન– વ્યાખ્યાનમાં સમુદાય કે સાધુ ગૌણ છે, જિનાજ્ઞાનુસારી પ્રરૂપણા મુખ્ય છે. આથી જેના વ્યાખ્યાનમાં જિનાજ્ઞાનુસારી પ્રરૂપણા થતી હોય તેના વ્યાખ્યાનમાં જવું જોઈએ. જિનાજ્ઞાનુસારી પ્રરૂપણા કરનાર જોશીલા વક્તા ન હોય તો પણ તેના વ્યાખ્યાનમાં જવું જોઇએ. ક્યારેક એવું પણ બને કે જે વાત જોશીલા વક્તાના વ્યાખ્યાનમાં જાણવા ન મળે તે સામાન્ય વક્તાના વ્યાખ્યાનમાં Jain Educationa International For Personal and Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૪૧૫ જાણવા મળે. જિનાજ્ઞાનુસારી પ્રરૂપણા કરનાર સામાન્ય વક્તાના વ્યાખ્યાનમાં રસ ન પડતો હોય તો તે શ્રોતાની ખામી ગણાય. આમ છતાં તદ્દન નિરસ વ્યાખ્યાન હોય તો ધાર્મિક વૈરાગ્ય પોષક પાક્ષિકો વગેરે કે પુસ્તકો વાંચી શકાય. શંકા— ૯૨૭. વ્યાખ્યાન-ધાર્મિક કાર્યક્રમ-પૂજા-ગુણાનુવાદ આદિ પ્રસંગે સમયની કોઇ મર્યાદા હોય કે નહિ ? અને તેમાં ય સભા તૂટી જશે તેવા ભયથી પ્રભાવના ચાલુ ન જ થવા દેવી અને તેથી બાલજીવો હેરાન-પરેશાન થતા હોય તેવા સમયે વધુ લાભ શાનાથી મળે ? સમાધાન– આવા પ્રસંગોમાં સમયની મર્યાદા હોવી જોઇએ અને સભાને પરાણે બેસાડી રાખવાનો કોઇ અર્થ નથી. સામાન્યથી આ જણાવ્યું છે. વિશેષથી તો ગીતાર્થ સાધુઓ અને અનુભવી શ્રાવકો પ્રસંગને અનુરૂપ દીર્ઘદષ્ટિથી વિચારીને જે યોગ્ય લાગે તે કરે. વિશિષ્ટ પુણ્યસંપન્ન મહાપુરુષના ગુણાનુવાદ હોય અને અચ્છા વક્તા હોય તો ઘણા સમય સુધી પણ સભા શાંતિથી સાંભળે છે. આથી આ વિષયમાં કોઇ એક જ નિયમ ન હોઇ શકે. શંકા- ૯૨૮. ભગવાન મહાવીરની સોળ પહોરની દેશના આસો વદ અમાસની રાતે પૂરી થઇ તો શું તેરસની રાતે દેશના શરૂ થઇ હતી ? સમાધાન શ્રી મહાવીર સ્વામી ભગવાન આસો વદ અમાસની રાતે છેલ્લા પ્રહરના અર્ધા ભાગમાં(=લગભગ દોઢ કલાક રાત બાકી હતી ત્યારે) નિર્વાણ પામ્યા. આથી ચૌદશની સવારથી દેશના શરૂ થઇ હતી એમ કહી શકાય. ચૌદશના દિવસ-રાતના આઠ પહોર અને અમાસના રાત-દિવસના આઠ પહોર એમ કુલ ૧૬ પ્રહર થાય. મહાવીર સ્વામી ભગવાન અમાસની મધ્યરાત્રિએ નિર્વાણ પામ્યા એવી પ્રસિદ્ધિ છે. પણ તે બરોબર જણાતી નથી. કારણ કે ‘દીપોત્સવ કલ્પ” નામના ગ્રંથમાં ચરમજામદ્ધ(=રાતના છેલ્લા પહોરના અર્ધા ભાગમાં) એવો પાઠ છે તથા સર્વાર્થસિદ્ધ મુહૂર્તમાં નિર્વાણ પામ્યા એવો પાઠ અનેક ગ્રંથોમાં છે. સર્વાર્થસિદ્ધ મુહૂર્ત રાત્રિ દોઢ કલાક જેટલી બાકી હોય ત્યારે શરૂ થાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ શંકા-સમાધાન શંકા- ૯૨૯. શ્રી ઉત્તરાધ્યયન મહાવીર પરમાત્માની અંતિમ દેશના સ્વરૂપ છે એ કથન સાચું છે ? સમાધાન- ભદ્રબાહુ સ્વામીએ ઉત્તરાધ્યયનની નિયુક્તિમાં કહ્યું છે કે ઉત્તરાધ્યયનનું બીજું પરીષહ અધ્યયન કર્મપ્રવાદ પૂર્વના સત્તરમાં પાહુડમાંથી ઉદ્ધત કરીને રચવામાં આવ્યું છે. આઠમું અધ્યયન કપિલ કેવળીએ રચ્યું છે. દશમું અધ્યયન જ્યારે ગૌતમસ્વામી અષ્ટાપદથી પાછા આવ્યા ત્યારે શ્રી મહાવીર સ્વામીએ ગૌતમસ્વામીને ધૈર્ય આપવા માટે ચંપાનગરીમાં કહ્યું હતું. કેટલાક અધ્યયનો જિનભાષિત છે. કેશી ગણધર અને ગૌતમ સ્વામીના પ્રશ્નોત્તર રૂપ ત્રેવીસમું અધ્યયન સ્થવિરોએ રચ્યું છે. આથી ઉત્તરાધ્યયન શ્રી મહાવીર પરમાત્માની અંતિમ દેશના સ્વરૂપ સિદ્ધ થતું નથી પણ સ્તવનો, દિવાળી કલ્પ આદિમાં ઉત્તરાધ્યયન સૂત્ર શ્રી મહાવીર પરમાત્માની અંતિમ દેશના રૂપ હોવાનો ઉલ્લેખ મળે છે. દેવવંદનમાં શ્રી જ્ઞાનવિમલ સૂરિજીએ કહ્યું છે કે “ઉત્તરાધ્યયન છત્રીસ જે કહે અર્થ ઉદાર, સોળ પ્રહર દેઈ દેશના કરે ભવિ ઉપકાર” આ રીતે પરસ્પર વિરુદ્ધ દેખાતા ઉલ્લેખનો સમન્વય આ રીતે કરી શકાય કે, સોળ પ્રહરની દશનામાં શ્રી મહાવીર પ્રભુએ જે પ્રકાશ્ય, એનાં ભાવો શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં ગુંથી લેવામાં આવ્યા હોવાથી આ સૂત્રને અંતિમ દેશનાના સાર રૂપ ગણી શકાય. દેવ સંબંધી શંકા-સમાધાન શંકા- ૯૩૦. જેબૂદ્વીપમાં બે સૂર્ય અને બે ચંદ્ર છે. તો બંનેના ઇન્દ્રો એક જ છે કે જુદા જુદા ? સમાધાન- દરેક ચંદ્ર વિમાનના અને દરેક સૂર્ય વિમાનના ઇન્દ્ર અલગ અલગ હોય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૪૧૭ શંકા- ૯૩૧. અસંખ્ય ચંદ્ર અને અસંખ્ય સૂર્ય છે. તો શું ઇન્દ્રો અસંખ્ય છે ? સમાધાન– અસંખ્ય ચંદ્ર સૂર્યના અસંખ્ય ઇન્દ્રો છે. શંકા- ૯૩૨. બે ચંદ્ર અને બે સૂર્યો અને તે દરેકના ઇન્દ્રો જુદા ગણાવ્યા છે, એટલે બે ઇન્દ્રો વધવાથી ઇન્દ્રોની સંખ્યા આ હિસાબે ૬૬ થાય. પણ ભગવાનના કલ્યાણકોમાં ૬૪ ઇન્દ્રો આવે છે, તો સમાધાન કરવા કૃપા કરશોજી. સમાધાન– ભગવાનના કલ્યાણકોમાં સામાન્યથી ૬૪ ઇન્દ્રો આવે છે, તેમાં સૂર્ય અને ચંદ્ર એ બંનેનો એક ઇન્દ્ર એમ સામાન્યથી ગણતરી હોવાથી કુલ ૬૪ ઇન્દ્ર થાય. એમ તો અઢીદ્વીપમાં ૧૩૨ સૂર્ય અને ૧૩૨ ચંદ્ર છે. શંકા- ૯૩૩. બધા ઇન્દ્રો શું એકાવતારી હોય છે ? સમાધાન– બધા ઇન્દ્રો એકાવતારી હોતા નથી. શંકા— ૯૩૪. સૌધર્મ દેવલોકના દેવો અમે મનુષ્યગતિમાં કે તિર્યંચગતિમાં અમુક સ્થળે ઉત્પન્ન થઇશું એમ જાણી શકે કે નહિ ? સમાધાન– જેમને તેવું અવધિજ્ઞાન ઉત્પન્ન થયું હોય, તે દેવો જ જાણી શકે. બધા દેવો જાણી ન શકે. શંકા- ૯૩૫. દંડક પ્રકરણમાં દેવોને ૩ શરીર બતાવ્યા છે. (વૈક્રિય-તૈજસ-કાર્મણ) પણ દેવો જ્યારે જ્યારે પરીક્ષા વગેરે કરવા માટે તિર્આ લોકમાં બ્રાહ્મણ આદિનું રૂપ કરીને આવે છે, તો એ વખતે ઔદારિક શરીર હોય ? સમાધાન– દેવો જ્યારે તિલોકમાં (મનુષ્યલોકમાં) આવે ત્યારે વૈક્રિય શરી૨થી આવે છે, અર્થાત્ બ્રાહ્મણ આદિના જે રૂપમાં આવે છે તે વૈક્રિય પુદ્ગલોનું બનેલું હોય છે. શાસ્ત્રોમાં દેવોના મૂળવૈક્રિય શરીર અને ઉત્તરવૈક્રિય શરીર એમ બે શરીર બતાવ્યા છે. મનુષ્યલોકમાં ઉત્તરવૈક્રિય શરીરથી આવે છે. શંકા— ૯૩૬. અનુત્તર વિમાનવાસી દેવો નારકી, તિર્યંચ અને ભવનપતિ દેવોમાં જાય કે નહિ ? For Personal and Private Use Only Jain Educationa International Page #215 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ શંકા-સમાધાન સમાધાન- અનુત્તર વિમાનવાસી દેવો અનંતર કે પરંપરપણે નારકી, તિર્યંચ, ભવનપતિ, વ્યંતર કે જયોતિષ્કમાં ઉત્પન્ન થતા નથી. (પ્રજ્ઞાપના પદ ૧૫) શંકા- ૯૩૭. સૂર્ય-ચંદ્ર મૂળ વિમાનથી આવેલા, તેથી સાધ્વી મૃગાવતીજીને રાત્રિની ખબર ન પડી. પણ ભગવાને ત્યારે રાત્રે શું દેશના ચાલુ રાખેલ ? સમાધાન– ભગવાને સૂર્યાસ્ત થતાં દેશના બંધ કરી દીધી હતી. રાત્રિએ દેશના ચાલુ રાખી ન હતી. પણ મૃગાવતીજીની વસતિ સમવસરણથી ઘણી દૂર હતી. તેથી સૂર્યાસ્ત પહેલાં કે અજવાળે અજવાળે વસતિમાં પહોંચી જવાય, તે રીતે સમવસરણમાંથી નીકળી જવું જોઈએ. મૃગાવતીજીને ચંદ્ર-સૂર્યના પ્રકાશના કારણે હવે વસતિમાં જવાનો સમય થઈ ગયો છે, એ ખ્યાલ રહ્યો નહિ. એથી દેશના પૂર્ણ થતાં જ ઊભા થઈને વસતિ તરફ ચાલવા લાગ્યા હતા. પણ વસતિ દૂર હોવાના કારણે અંધારું થઈ ગયા પછી વસતિમાં પહોંચ્યા હતા. આના ઉપરથી એ વાત પણ સમજી શકાય છે કે, સાધુએ સાંજે વિહાર તેવી રીતે કરવો જોઈએ કે જેથી અજવાળે અજવાળે જ્યાં જવાનું છે ત્યાં પહોંચી જવાય. સાંજે અંડિલભૂમિએ પણ એવી રીતે જવું જોઇએ, અને સાંજે દર્શન કરવા પણ એવી રીતે જવું જોઇએ કે જેથી અજવાળે અજવાળે વસતિમાં આવી જવાય. શંકા- ૯૩૮. સર્વાર્થસિદ્ધ વિમાનમાં મોતીનાં વલયો કેવી રીતે રહેલા છે ? સમાધાન- ઉપરના ભાગમાં નિર્મળ અને શ્વેત ૬૪ મણનું એક મોતી છે. તેની આસપાસ વલયાકારે ૩ર મણના પ્રમાણના ચાર મોતી શોભે છે. એમ યાવત્ છઠ્ઠા વલયમાં ૧ મણના ૧૨૮ મોતી શોભે છે. તે આ પ્રમાણે Jain Educationa International For Personal and Private Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન મોતી શોભે છે. મોતી શોભે છે. ૮ મોતી શોભે છે. મોતી શોભે છે. મોતી શોભે છે. સૌથી મધ્યમાં ૬૪ મણનો ૧ પહેલા વલયમાં ૩૨ મણનાં ૪ બીજા વલયમાં ૧૬ મણનાં ત્રીજા વલયમાં ૮ મણનાં ૧૬ ચોથા વલયમાં ૪ મણનાં ૩૨ પાંચમા વલયમાં ૨ મણનાં ૬૪ છઠ્ઠા વલયમાં ૧ મણનાં વાયુની લહેરીઓથી એ મોતીઓ પરસ્પર અથડાય છે ત્યારે તેમાંથી મધુ૨ શબ્દો પ્રગટે છે. શબ્દની આવી મધુરતા બીજા કોઇ સ્થળે હોતી નથી. મોતી શોભે છે. ૧૨૮ મોતી શોભે છે. શંકા- ૯૩૯. કયા દેવોને દોગુંદક કહેવાય છે ? સમાધાન— ત્રાયત્રિંશ દેવોને દોગુંદક કહેવાય છે. તે દેવો નિત્ય ભોગમાં તત્પર હોય છે. ૪૧૯ શંકા– ૯૪૦. જ્યારે સૂર્ય-ચંદ્ર મૂળ વિમાનથી શ્રીમહાવીરસ્વામીને વંદન કરવા આવ્યા ત્યારે જે જે સ્થાને સૂર્ય-ચંદ્રનો પ્રકાશ ફેલાતો ન હોય તે તે સ્થાનમાં કેવી પરિસ્થિતિ નિર્માણ થઇ હશે ? સમાધાન– તે તે સ્થાનમાં અંધકાર હોવાની સંભાવના કરી શકાય છે. શંકા- ૯૪૧. વ્યવહારી જીવો અને અવ્યવહારી જીવો કોને કહેવાય ? સમાધાન— પક્ષવણા ૧૮મા પદની ટીકામાં કહ્યું છે કે, જે જીવો અનાદિકાળથી નિગોદમાં જ રહેલા છે, ક્યારેય નિગોદમાંથી બહાર નીકળ્યા નથી, તે જીવો અવ્યવહા૨ી કહેવાય. જે જીવો એકવાર નિગોદમાંથી નીકળીને પૃથ્વી કાયાદિમાં આવ્યા હોય, તે જીવો વ્યવહારી કહેવાય. તે જીવો ફરી નિગોદમાં જાય તો પણ પૃથ્વીકાયાદિનો વ્યવહાર થઇ ગયેલો હોવાથી વ્યવહા૨ી કહેવાય. સમયસાર ગ્રંથ(અ.૧)માં પણ આ વાત જણાવી છે. Jain Educationa International For Personal and Private Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ ૪૨૦ પદાર્થ સંબંધી શંકા-સમાધાન શંકા– ૯૪૨. શાસ્ત્રોમાં માર્ગાનુસારી, માર્ગાભિમુખ, માર્ગપતિત આવા શબ્દો જોવામાં આવે છે. તેનો શો અર્થ છે ? સમાધાન– અહીં માર્ગ એટલે જેનાથી સમ્યગ્દર્શન આદિ ગુણસ્થાનની પ્રાપ્તિ થાય તેવો વિશિષ્ટ ક્ષયોપશમ. આવા માર્ગની દિશામાં હોય તે માર્ગાનુસારી કહેવાય. આવા માર્ગની સન્મુખ બનેલા(=માર્ગમાં પ્રવેશવા યોગ્ય બનેલા) હોય તે માભિમુખ કહેવાય. આવા માર્ગમાં પતિત થયા હોય=પ્રવેશ્યા હોય તે માર્ગપતિત. જેમ કે, માર્ગ ભૂલેલો મુસાફર પોતાના ઇષ્ટ સ્થાનમાં જવાનો માર્ગ કોઇને પૂછે ત્યારે તે કહે કે, તમે આ દિશામાં ચાલ્યા જાઓ. થોડું આગળ જતાં સાચો માર્ગ આવશે. અહીં મુસાફર સાચા માર્ગની દિશામાં ચાલ્યો એટલે માર્ગાનુસારી બન્યો, સાચા માર્ગની તદ્દન નજીકમાં આવ્યો એટલે માભિમુખ બન્યો અને માર્ગમાં પગ મૂક્યો એટલે માર્ગપતિત બન્યો. તેમ પ્રસ્તુતમાર્ગ વિષે પણ સમજવું. સૌ પ્રથમ જીવ માર્ગાનુસા૨ી બને, પછી માભિમુખ બને અને પછી માર્ગપતિત બને. આ ત્રણે અવસ્થા અપુનર્બંધકજીવની જ છે. અપુનર્બંધક કોઇ જીવ માર્ગાનુસારી હોય, કોઇ માર્ગાભિમુખ હોય, તો કોઇ જીવ માર્ગપતિત હોય. માર્ગપતિત અપુનર્બંધક જીવ આગળ વધતાં સમ્યગ્દષ્ટિ બને છે અને એથી પહેલા ગુણસ્થાનની ચોથા ગુણસ્થાને આવે છે. શંકા- ૯૪૩. માર્ગપતિત, માર્ગાભિમુખ - સમૃદ્બંધક અને બીજા બધા મિથ્યાદષ્ટિ જીવો વંદના માટે અયોગ્ય છે એમ ચૈત્યવંદન મહાભાષ્યમાં ૧૧મી ગાથાના વિશેષાર્થમાં જણાવ્યું છે, ત્યાં માર્ગપતિત-માર્ગાભિમુખનો શો અર્થ છે ? સમાધાન– જે માર્ગે પડી ગયો હોય, અર્થાત્ માર્ગમાં જેનો પ્રવેશ થઇ ગયો હોય તે માર્ગપતિત. જે માર્ગની અભિમુખ-સન્મુખ થયો હોય તે માભિમુખ. Jain Educationa International શંકા-સમાધાન For Personal and Private Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૪૨૧ [લલિતવિસ્તરામાં માર્ગનું લક્ષણ આ પ્રમાણે કહ્યું છે- “માર્ગ એટલે ચિત્તની સરળ ગતિ અને એ સર્પને પેસવાની નળીની લંબાઈ તુલ્ય, વિશિષ્ટ ગુણસ્થાનની પ્રાપ્તિ કરાવવામાં તત્પર અને સ્વરસથી (સ્વતઃ ઇચ્છાથી) પ્રવર્તતો ક્ષયોપશમવિશેષ છે.” અહીં માર્ગ એટલે આધ્યાત્મિક માર્ગ. સામાન્યથી આપણે આગળ જવા માટેના રસ્તાને માર્ગ કહીએ છીએ. પણ અહીં તો ગતિને જ માર્ગ કહ્યો છે. ચિત્તની સરળ ગતિ એ માર્ગ છે. કોઈ ઈષ્ટ સ્થાને જલદી પહોંચવું હોય તો સીધા ચાલવું જોઇએ. જેટલું આડું-અવળું ચલાય તેટલું મોડું પહોંચાય. બે માણસ એક જ ઈષ્ટ સ્થાને જતા હોય, તેમાં એક જ માર્ગ હોય તે માર્ગે સીધો ચાલે અને બીજો એ જ માર્ગે ઘડીકમાં આ તરફ ચાલે, ઘડીકમાં બીજી તરફ ચાલે એમ આડો-અવળો થયા કરે, તો આ બેમાં સીધો ચાલનાર જલદી ઈષ્ટ સ્થાને પહોંચે. તેમ અહીં અધ્યાત્મમાર્ગમાં સીધી ગતિએ ચાલનાર જલદી આગળ વધી શકે છે. માટે અહીં કહ્યું કે “માર્ગ એટલે ચિત્તની સરળગતિ. હવે આ ચિત્તની સરળગતિથી શું સમજવું? એના જવાબમાં કહ્યું કે ચિત્તની આ સરળગતિ ક્ષયોપશમવિશેષ છે. કોનો ક્ષયોપશમવિશેષ? મિથ્યાત્વમોહનીયનો ક્ષયોપશમવિશેષ. સરળગતિને દષ્ટાંતથી સમજાવવા કહ્યું કે આ ક્ષયોપશમ સર્પને પેસવાની નળીની લંબાઈ તુલ્ય છે, અર્થાત્ સર્પને પેસવાની નળીની લંબાઈ સરળ હોય છે, ક્યાંય વાંકી ચૂકી નથી હોતી, જેથી સર્પનો વક્રગતિ કરવાનો સ્વભાવ હોવા છતાં સર્પને સરળ જ ગતિ કરવી પડે છે. જે રીતે સર્પ સરળ ગતિથી બિલમાં પ્રવેશે છે તે રીતે પ્રસ્તુતમાં સરળ ગતિ કરનાર જીવ અનેક ગુણોને પામે છે. માટે કહ્યું કે- “આ ક્ષયોપશમ તત્ત્વજિજ્ઞાસા, તત્ત્વજ્ઞાન, સમ્યગ્દર્શન વગેરે વિશિષ્ટ ગુણોના સ્થાનની પ્રાપ્તિ કરાવવામાં તત્પર છે.” આ ગુણસ્થાનની પ્રાપ્તિ ત્યારે જ થાય કે જો એ ક્ષયોપશમ Jain Educationa International For Personal and Private Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ૨ શંકા-સમાધાન કોઈના દબાણથી કે દાક્ષિણ્ય આદિથી નહિ, કિંતુ જીવને પોતાને જ તેવો રસ હોય, તેના કારણે થયો હોય. માટે અહીં “સ્વરસથી (સ્વતઃ ઇચ્છાથી) પ્રવર્તતો” એમ કહ્યું.] આવા માર્ગમાં જેનો પ્રવેશ થઈ ગયો હોય છે, અર્થાત્ ઉક્ત પ્રકારનો ક્ષયોપશમ જેનો થઈ ગયો છે, તે માર્ગપતિત છે. જે આવા માર્ગમાં પ્રવેશવાને યોગ્ય (આવો ક્ષયોપશમ થવાને યોગ્ય) ભાવને પામેલો હોય તે માર્ગાભિમુખ છે, અર્થાત્ નજીકના કાળમાં જેનો આવો ક્ષયોપશમ થવાનો હોય તે માર્ગાભિમુખ છે. શંકા- ૯૪૪. માર્ગાનુસારી (જેના ૩૫ ગુણો વર્ણવવામાં આવે છે તે) જીવ ચરમાવર્તમાં આવેલો જ હોય એવો નિયમ ખરો ? સમાધાન– સાચો માર્ગાનુસારી ચરમાવર્તમાં આવેલો જ હોય. શંકા- ૯૪૫. જે અભવ્ય જીવમાં ન્યાયથી ધન મેળવવું વગેરે માર્ગાનુસારીપણાના ગુણો હોય તે અભવ્ય જીવને માર્ગાનુસારી કહેવાય કે નહિ ? સમાધાન- ન કહેવાય. કારણ કે તેનામાં જે સારું દેખાય તે સ્વાર્થમૂલક જ હોય, અર્થાત્ તેના દેખાતા ગુણોમાં પણ સ્વાર્થ જ હોય. શંકા- ૯૪૬. અપુનબંધક કોને કહેવાય ? સમાધાન- પુનબંધક એટલે ફરી બાંધનાર. અપુનબંધક એટલે ફરી ન બાંધનાર. ફરી શું ન બાંધનાર ? આયુષ્ય સિવાયની સાતકમની ઉત્કૃષ્ટ સ્થિતિને ફરી ક્યારે પણ ન બાંધે તે અપુનબંધક, અપુનબંધક શબ્દનો આ શબ્દાર્થ છે. અપુનબંધક જીવને ઓળખવા માટે શાસ્ત્રમાં ત્રણ લક્ષણો બતાવ્યા છે. તે આ પ્રમાણે- (૧) અપુનબંધકજીવ હિંસાદિ પાપ તીવ્રભાવથી( ગાઢ સંક્લિષ્ટ પરિણામથી) ન કરે. (૨) ભયંકર સંસાર ઉપર બહુમાન ન રાખે. (૩) દેશ, કાળ અને અવસ્થાની અપેક્ષાએ દેવ, અતિથિ, માતાપિતા આદિ બધા વિષે ઔચિત્યનું પાલન કરે દેવાદિને અનુરૂપ સેવા ભક્તિ કરે. અપુનબંધક જીવ આગળ જતાં સમ્યગ્દષ્ટિ બને Jain Educationa International For Personal and Private Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૪૨૩ છે. અપુનર્બંધક જીવ કોઇ પણ ધર્મમાં હોઇ શકે છે. જૈનધર્મમાં જ હોય એવો નિયમ નથી. શંકા-૯૪૭. હું ભવ્ય છું કે અભવ્ય છું ? તે કેવી રીતે જાણી શકાય ? સમાધાન– જેને હું ભવ્ય છું કે અભવ્ય છું, એવી શંકા થાય તે નિયમથી ભવ્ય હોય, કેમ કે અભવ્યને તેવી શંકા જ નથી થતી. આ વિગત આચારાંગ અવંત અધ્યયનના પાંચમા ઉદ્દેશાની ટીકામાં છે. શંકા- ૯૪૮. અભવ્યોને વધારેમાં વધારે કેટલું શ્રુત હોય ? સમાધાન– આ વિષે જુદા જુદા ગ્રંથોમાં જુદા જુદા મતો જોવામાં આવે છે. સમયસાર ગા. ૨૭૪ની ટીકામાં આચારાંગ વગેરે અગિયાર અંગો સુધીનું શ્રુત અભવ્યોને હોય એમ જણાવ્યું છે. વિશેષાવશ્યક ગા. ૧૨૧૯ની ટીકામાં પણ તેટલું જ જણાવ્યું છે. ધર્મસંગ્રહ ભાગ પહેલામાં અભવ્યોને કંઇક ન્યૂન દશ પૂર્વ સુધીનું શ્રુત હોય છે એમ જણાવ્યું છે. આત્મપ્રબોધ ગ્રંથમાં “અભવ્યોને નવમા પૂર્વ સુધીનું શ્રુત માત્ર સૂત્રપાઠથી હોય, પણ અર્થથી ન હોય, કેમકે અભવ્યોને પૂર્વધરલબ્ધિ ન હોય” એમ જણાવ્યું છે. સેનપ્રશ્ન સળંગ નંબર-૬૬૮મા પ્રશ્નના ઉત્તરમાં નીચે પ્રમાણે જણાવ્યું છે- પૂર્વલબ્ધિને આશ્રયીને पूर्वाणि धारयन्तीति શવતુવંશપૂર્વવિવ: આ પ્રકારનું આવશ્યક બૃહત્કૃત્તિનું વચન હોવાથી સંપૂર્ણ દશ પૂર્વધર વગેરે પૂર્વલબ્ધિવાળા હોય એમ નિશ્ચય કરી શકાય છે પણ બીજા નહિ. માટે અભવ્યોને અપૂર્ણ દશ પૂર્વેનું જ્ઞાન હોવા છતાં પણ અન્ય શાસ્ત્રોમાં પૂર્વધરલબ્ધિનો નિષેધ કર્યો છે. તે વ્યાજબી જ છે. શંકા- ૯૪૯. ગ્રંથિદેશે આવેલો જીવ ગ્રંથિદેશે ક્યાં સુધી રહે ? સમાધાન– ગ્રંથિદેશે આવેલો જીવ ગ્રંથિદેશે સંખ્યાતકાળ કે અસંખ્યાતકાળ સુધી રહે. (ધર્મસંગ્રહ ભા. ૧-બૃહત્કલ્પ ભાગ-૧ ગાથા-૧૦૪) શંકા ૯૫૦. મનોવર્ગણાના પુદ્ગલો કેવા હોય અને મન:પર્યવજ્ઞાની કેવી રીતે ગ્રહણ કરે ? For Personal and Private Use Only Jain Educationa International Page #221 -------------------------------------------------------------------------- ________________ ૪ ૨૪ શંકા-સમાધાન સમાધાન આપણે જેવી રીતે આપણા વિચારોને કાગળમાં લખીએ છીએ તેવી રીતે આપણા વિચારો પ્રમાણે આકાશમાં મનોવર્ગણાના પુદ્ગલો ગોઠવાઈ જાય. જેમ કે ગુજરાતીમાં “પાણી’ એમ લખાય. હિન્દીમાં પાન એમ લખાય. અંગ્રેજીમાં Water એમ લખાય. તેવી રીતે મન:પર્યવજ્ઞાનીઓ માટે તે તે મનોવર્ગણાના પુદ્ગલોના ચોક્કસ જુદા જુદા સંકેત હોય. તે સંકેતોને મન:પર્યવજ્ઞાનીઓ જ જાણી શકે. કોઈ અંગ્રેજીમાં બોલે તો અંગ્રેજીને ન જાણનાર ન સમજી શકે. પણ અંગ્રેજીને જાણનાર સમજી જાય. તેવી રીતે મનોવર્ગણાના પુદ્ગલોના નિશ્ચિત થયેલા સંકેતોને મન:પર્યવજ્ઞાનીઓ જ જાણી શકે. આથી કોઈ પણ ભાષામાં વિચારવામાં આવે તો તે પ્રમાણે આકાશમાં મનોવણાના પુદ્ગલો ગોઠવાઈ જાય. તે પુદ્ગલોને આપણે જે રીતે લખેલો કાગળ વાંચીએ તેમ મન:પર્યવજ્ઞાનીઓ જુએ અને એના આધારે શું ચિંતવ્યું તે જાણી લે. શંકા- ૯૫૧. શ્રાવકને લાગતાં પાપ અંગેની વિચારણામાં ત્રણ પ્રકારની અનુમતિનો શો અર્થ છે ? સમાધાન- દેશવિરતિધારી શ્રાવકના જઘન્ય વગેરે અનેક ભેદો છે. તેમાં પ્રતિસેવના અને પ્રતિશ્રવણા અનુમતિને વર્જનારો અને માત્ર સંવાસાનુમતિવાળો શ્રાવક ઉત્કૃષ્ટ દેશવિરતિધારી છે. શાસ્ત્રમાં અનુમતિના પ્રતિસેવના(=ઉપભોગ) અનુમતિ, પ્રતિશ્રવણ અનુમતિ અને સંવાસ અનુમતિ એમ ત્રણ ભેદ છે. તેમાં શ્રાવક જ્યારે પોતે કે બીજાઓએ કરેલા પાપને વખાણે તથા પોતાના માટે સાવદ્ય આરંભથી તૈયાર થયેલા અશન આદિનો ઉપયોગ કરે ત્યારે પ્રતિસેવનાનુમતિ કહેવાય. શ્રાવક જ્યારે પુત્રાદિએ કરેલા પાપને સાંભળે, સાંભળીને અનુમોદના કરે અને નિષેધ ન કરે ત્યારે પ્રતિશ્રવણાનુમતિ કહેવાય. શ્રાવક જ્યારે સાવદ્ય આરંભમાં પ્રવૃત્ત થયેલા પુત્રાદિ ઉપર માત્ર મમતા રાખે, તેમણે કરેલા પાપ વગેરે Jain Educationa International For Personal and Private Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન કંઇ પણ સાંભળે નહિ અને વખાણે પણ નહિ ત્યારે સંવાસાનુમતિ કહેવાય. અહીં પહેલી અનુમતિમાં પોતે કે બીજાઓએ કરેલા પાપની અનુમતિ છે. બીજી અનુમતિમાં માત્ર પુત્રાદિએ કરેલા પાપની અનુમતિ છે. ત્રીજી અનુમતિમાં તો તે પણ નથી. માત્ર સંસારમાં રહેલો હોવાથી અનુમતિ છે. શંકા- ૯૫૨. પ્રતિસેવનાનુમતિ કરતાં પ્રતિશ્રવણાનુમતિમાં શી વિશેષતા છે ? ૪૨૫ સમાધાન– (૧) પ્રતિસેવનાનુમતિમાં પોતે કે બીજાએ કરેલા પાપની પ્રશંસા(=અનુમોદના) કરે છે. જ્યારે પ્રતિશ્રવણાનુમતિમાં માત્ર પુત્રાદિએ જ કરેલા પાપની પ્રશંસા કરે છે, બધાના પાપની નહિ. (૨) પ્રતિસેવનાનુમતિમાં પોતાના માટે કરેલા આહાર આદિ વાપરે છે. પ્રતિશ્રવણાનુમતિમાં પોતાને માટે તૈયાર કરેલા આહાર આદિ વાપરતો નથી. જેમ કે મહાવીર પ્રભુ વડીલબંધ નંદિવર્ધનના આગ્રહથી બે વર્ષ સુધી સંસારમાં રહ્યા ત્યારે પોતાના માટે તૈયાર કરેલા આહાર આદિના ઉપયોગનો નિષેધ કર્યો હતો. શંકા- ૯૫૩. પ્રતિશ્રવણાનુમતિ કરતાં સંવાસાનુમતિમાં શી વિશેષતા છે ? સમાધાન– પ્રતિશ્રવણાનુમતિમાં પુત્રાદિએ કરેલા પાપને સાંભળે છે અને સાંભળીને અનુમોદના કરે છે. સંવાસાનુમતિમાં તે નથી, માત્ર મમત્વભાવ છે. પ્રતિસેવનાનુમતિ વગેરે શબ્દોના અર્થને વિચારવાથી આ ત્રણ અનુમતિનો અર્થ ઘણો સ્પષ્ટ થઇ જશે. પાપ કરવું-કરાવવું-અનુમોદવું એમ ત્રણ રીતે થાય છે. આ ત્રણ રીતે કરાતા પાપમાં ત્રીજા અનુમોદના રૂપ પાપમાં માત્ર અનુમતિ છે. એનો અર્થ એ થયો કે પોતે પાપ કરતો નથી, કરાવતો નથી, કિંતુ પાપની માત્ર અનુમોદના કરે છે. પ્રતિસેવનાનુમતિનો શબ્દાર્થ આ પ્રમાણે છે– પ્રતિસેવન એટલે પાપનું સેવન. પાપસેવનની અનુમતિ તે પ્રતિસેવનાનુમતિ. આ અનુમતિમાં (૧) પોતે ભૂતકાળમાં જે પાપો કર્યા હોય તેની Jain Educationa International For Personal and Private Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ ૪૨૬ શંકા-સમાધાન અનુમોદના કરે છે. (૨) બીજાઓએ પણ ભૂતકાળમાં જે પાપો કર્યા હોય અને વર્તમાનમાં જે પાપો કરતા હોય તેની અનુમોદના કરે છે. (૩) પોતાના માટે તૈયાર કરેલા આહાર આદિમાં થયેલા આરંભ-સમારંભની અનુમોદના રહેલી છે. પ્રતિશ્રવણાનુમતિનો શબ્દાર્થ આ પ્રમાણે છે– પ્રતિશ્રવણ એટલે સાંભળવું. સાંભળવા દ્વારા કરેલી અનુમતિ તે પ્રતિશ્રવણાનુમતિ. આ અનુમતિમાં માત્ર પુત્રાદિએ કરેલા પાપોને સાંભળે, સાંભળીને અનુમોદના કરે. નિષેધ ન કરે. આમાં (૧) પોતાના પાપની અનુમોદના કરતો નથી. (૨) બીજાએ કરેલા પાપોમાં માત્ર પુત્રાદિના પાપની અનુમોદના કરે છે. (૩) પોતાના માટે તૈયાર કરેલા આહાર આદિ વાપરતો નથી. તેથી એની અનુમોદના બંધ થાય છે. સંવાસાનુમતિનો શબ્દાર્થ આ પ્રમાણે છે- આમાં સંવાસ એટલે રહેવું. સંસારમાં રહેવાના કારણે અનુમતિ તે સંવાસાનુમતિ. આમાં સંસારમાં રહ્યો હોવાના કારણે પાપની અનુમતિ છે. પહેલી અનુમોદનામાં ત્રણ પ્રકારની અનુમોદના છે. બીજી અનુમોદનામાં માત્ર પુત્રાદિએ જ કરેલા પાપની અનુમોદના છે. ત્રીજી અનુમોદનામાં માત્ર સંસારમાં રહેવાના કારણે અનુમતિ છે. શંકા- ૯૫૪. કરણ-કરાવણ-અનુમોદનનાં ફળ સરખા કહ્યાં છે એ સાચું છે ? સમાધાન– આ વાત એકાંતે સાચી નથી. રથકાર, મૃગ અને બલભદ્ર મુનિની જેમ ક્યારેક આ વાત સાચી પણ બને. પણ દરેક વખતે અને દરેક માટે આ નિયમ ન બાંધી શકાય. આપણે એ વાત બરાબર સમજી લેવી જોઈએ કે કોઈ પણ ક્રિયાના ફળનો આધાર આત્માનો પરિણામ છે. એટલે ક્રિયા કરનાર, કરાવનાર અને અનુમોદનારના પરિણામ રથકાર આદિની જેમ એક સરખા રહે તો ફળ સરખું મળે. પણ આવું કવચિત્ બને. પરિણામના આધારે ફળ મળતું હોવાથી એવું પણ બને કે, ક્રિયા કરનાર કરતાં અનુમોદનારના પરિણામ વધી જાય તો કરનાર કરતાં અનુમોદનારને ફળ વધારે મળે. Jain Educationa International For Personal and Private Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૪૨૭ જેમ કે, એક માણસ મકાન બનાવે, પણ રસપૂર્વક મકાન ન બનાવે, બીજો માણસ બનેલા એ મકાનની ખૂબ પ્રશંસા-અનુમોદના કરે, તો મકાન બનાવનારને બંધાતા પાપથી એની અનુમોદના કરનારને પાપ વધારે બંધાય. આવું જ ધર્મક્રિયામાં પણ બને. શંકા- ૯૫૫. મોક્ષમાર્ગ સદા માટે ચાલુ છે. એથી સંસારમાં રહેલા જીવો મોક્ષમાં નિરંતર જાય છે. ક્યારેક અંતર પડે તો પણ છ માસથી વધારે અંતર ન પડે. છ મહિનામાં જીવો વધારે મોક્ષમાં ન જાય તો પણ એક તો અવશ્ય જાય. આથી ક્યારેક સંસાર ખાલી થઈ જાય અને બધા જીવો મોક્ષમાં જતા રહે એવું ન બને ? સમાધાન- એવું ન બને. નવતત્ત્વની છેલ્લી ગાથામાં કહ્યું છે કે- ગમે ત્યારે જિનેશ્વરને પૂછવામાં આવે કે અત્યાર સુધીમાં મોક્ષમાં કેટલા જીવી ગયા છે? તો એક જ જવાબ મળે કે અત્યાર સુધીમાં એક નિગોદના અનંતમાં ભાગ જેટલા જીવો મોક્ષમાં ગયા છે. લોકાકાશના જેટલા પ્રદેશો છે તેટલા અસંખ્યાત નિગોદના ગોળા છે. એક-એક ગોળામાં અસંખ્યાતી નિગોદો છે. એક-એક નિગોદમાં અનંતા જીવો છે. એક નિગોદમાં કેટલા અનંત જીવો છે એ સમજાવવા શાસ્ત્રમાં લખ્યું છે કે ભૂતકાળ-ભવિષ્યકાળના સર્વ સમયો અને વર્તમાનકાળનો એક સમય, આ બધા સમયોને ભેગા કરીને અનંતગુણા કરીએ. એટલા એક નિગોદમાં અનંતા જીવો છે. માત્ર નિગોદના જીવો આટલા છે. તે સિવાયના પૃથ્વીકાયથી આરંભી તિર્યંચ પંચેન્દ્રિય સુધીના જીવો તો અલગ. આટલા બધા જીવોમાંથી મોક્ષમાં ગયેલા જીવો માત્ર એક નિગોદના અનંતમાં ભાગ જેટલા જ છે. આથી સંસાર ક્યારેય ખાલી થવાનો નથી. આ વિષે વ્યવહારિક દૃષ્ટાંત આ પ્રમાણે છે- જેમ ભૂમિની માટી વરસાદના પાણીથી ઘસડાતી ઘસડાતી સમુદ્રમાં નિરંતર જાય છે, તો પણ સમુદ્ર એ માટીથી પૂરાઈ જતો નથી અને ભૂમિમાં ખાડો પડતો નથી. તેવી રીતે બધા જીવો મુક્તિમાં જતા નથી અને સંસાર ક્યારેય ખાલી થતો Jain Educationa International For Personal and Private Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ શંકા-સમાધાન નથી. આનો સાર એ છે કે દરેક જીવે બીજાની નિરર્થક ચિંતા છોડીને પોતાના આત્મહિત માટે મુક્તિને સાધવાનો પુરુષાર્થ કરવો જોઇએ. શંકા– ૯૫૬. અનનુષ્ઠાન કરનારને પાપાનુબંધી પુણ્ય બંધાય કે પુણ્યાનુબંધી પુણ્ય બંધાય ? સમાધાન અનનુષ્ઠાન કરનારને અનુબંધરહિત પુણ્ય બંધાય એમ જણાય છે. શંકા- ૯૫૭. પુણ્યાનુબંધી પુણ્ય ઉપાદેય છે કે હેય છે ? સમાધાન– આ અંગે બંધ અને ઉદય એમ બે રીતે વિચારી શકાય. તેમાં બંધની અપેક્ષાએ વિચારીએ. સમ્યગ્દષ્ટિ વગેરે જીવો પુણ્યબંધ માટે ધર્મ ન કરે, કિંતુ મોક્ષ માટે જ ધર્મ કરે. છતાં તેમને ધર્મમાં જેટલા અંશે શુભયોગ છે તેટલા અંશે પુણ્યાનુબંધી પુણ્યનો બંધ થાય. કારણ કે જૈનશાસનનો આ નિયમ છે કે જેટલા અંશે યોગ તેટલા અંશે આસ્રવ થાય. તેમાં શુભયોગ પુણ્યનો આસ્રવ છે અને અશુભ યોગ પાપનો આસ્રવ છે. આથી સમ્યગ્દષ્ટિ વગેરે જીવો મોક્ષ માટે જ (અથવા પાપકર્મોના નાશ માટે) ધર્મ કરતા હોવા છતાં તેમને પુણ્યાનુબંધી પુણ્યનો બંધ થાય છે. હવે ઉદયની દષ્ટિએ વિચારીએ; પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય ભોગોમાં તીવ્ર આસક્તિ કરાવતો નથી. આથી જ તે સંસારવર્ધક બનતો નથી અને મોક્ષપ્રાપ્તિનું કારણ બને છે. આથી જ અષ્ટક પ્રકરણમાં ચોવીસમાં અષ્ટકની પાંચમી ગાથામાં કહ્યું છે કે, “જેના પ્રભાવથી મનુષ્ય-દેવ-મોક્ષ સંબંધી સંપત્તિઓ અવિનશ્વર બને છે તે પુણ્યાનુબંધી પુણ્ય કરવું જોઈએ.” અહીં પુણ્યાનુબંધી પુણ્ય કરવું જોઈએ એવું વિધાન મોક્ષરૂપ સંપત્તિને આશ્રયીને છે, નહિ કે મનુષ્ય-દેવની સંપત્તિને આશ્રયીને. મનુષ્ય-દેવની સંપત્તિ તો આનુષંગિક રીતે પ્રાપ્ત થઈ જાય છે. આથી પુણ્યાનુબંધી પુણ્ય મોક્ષપ્રાપ્તિની અપેક્ષાએ ઉપાદેય છે. મનુષ્ય-દેવની સંપત્તિની પ્રાપ્તિની અપેક્ષાએ ઉપાદેય નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૪૨૯ પ્રશ્ન- મોક્ષપ્રાપ્તિનું કારણ કર્મસંબંધી સંવર-નિર્જરા દ્વારા ચારિત્ર છે. તો અહીં પુણ્યાનુબંધી પુણ્યને મોક્ષનું કારણ કેમ કહ્યું ? ઉત્તર– (સમ્યકત્વથી યુક્ત) ચારિત્ર જ મોક્ષનું કારણ હોવા છતાં ઉપચારથી પુણ્યાનુબંધી પુણ્યને મોક્ષનું કારણ કહ્યું. પુણ્યાનુબંધી પુણ્ય ચારિત્રની પ્રાપ્તિ માટે મનુષ્યભવ આદિ સામગ્રી મેળવી આપે છે. આથી ઉપચારથી પુણ્યાનુબંધી પુણ્ય પણ મોક્ષનું કારણ કહેવાય. જેમ કે શાસ્ત્રમાં( પંચસૂત્ર વગેરેમાં) મનુષ્યભવ ભવરૂપ સમુદ્રના પારને પમાડે છે એમ કહેવાયું છે. ચારિત્ર જ ભવરૂપ સમુદ્રના પારને પમાડતું હોવા છતાં મનુષ્યભવ વિના ચારિત્ર ન હોય એથી ઉપચારથી મનુષ્યભવ ભવરૂપ સમુદ્રના પારને પમાડે છે એમ કહેવાયું છે. શંકા- ૯૫૮. જીવને ચારિત્ર લેવાની તીવ્ર ઇચ્છા હોવા છતાં ચારિત્ર ન લઈ શકાય. તેનું કારણ ચારિત્રમોહનો(=અવિરતિનો) ઉદય છે કે પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય છે ? સમાધાન– ચારિત્ર ન લઈ શકવામાં મુખ્યતયા ચારિત્રમોહનો ઉદય કારણ છે અને ગૌણરૂપે પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય પણ કારણ છે. કારણ કે નિકાચિત પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય હોય ત્યાં સુધી ચારિત્રમોહનો ઉદય અવશ્ય હોય છે. તેથી જ જ્યાં સુધી નિકાચિત પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય હતો ત્યાં સુધી ભરત મહારાજા ચારિત્રનો સ્વીકાર ન કરી શક્યા. એ જ રીતે શ્રી ઋષભદેવ ભગવાનને પણ નિકાચિત પુણ્યાનુબંધી પુણ્યના ઉદયના કારણે (ચારિત્રમોહનો ક્ષયોપશમ ન થવાથી) ૮૩ લાખ પૂર્વ સુધી સંસારમાં રહેવું પડ્યું. ચારિત્રમોહ અને પુણ્યાનુબંધી પુણ્ય એ બંને ભિન્ન હોવા છતાં આ રીતે પરસ્પર સંકળાયેલા છે. અલબત્ત, પુણ્યાનુબંધી પુણ્યના ઉદય વખતે જેમ ચારિત્ર મોહનો ઉદય હોય, તેમ ચારિત્ર મોહનો ક્ષયોપશમ કે ક્ષય પણ હોઈ શકે છે. આનો અર્થ એ થયો કે જેમ ચારિત્રમોહના ઉદયમાં પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય હોય છે, તેમ ચારિત્રમોહના ક્ષયોપશમભાવમાં કે ક્ષયભાવમાં પણ પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય હોય છે. પણ Jain Educationa International For Personal and Private Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ શંકા-સમાધાન પુણ્યાનુબંધી પુણ્યના ભોગવટામાં ભેદ હોય છે. એથી જ ચારિત્રમોહના ક્ષયોપશમમાં કે ક્ષયભાવમાં પુણ્યાનુબંધી પુણ્યના ઉદયને ચારિત્રના અભાવનું કારણ ન મનાય. શંકા- ૯૫૯. પુણ્યાનુબંધી પાપ વિશે દષ્ટાંત સહિત વિસ્તારથી સમજાવવા વિનંતી. સમાધાન– યોગથી બંધ થાય અને ઉપયોગથી અનુબંધ થાય. મનવચન-કાયાની પ્રવૃત્તિ યોગ છે, અર્થાત્ માનસિક વિચારો કરવા, જીભથી બોલવું અને કાયાથી પ્રવૃત્તિ કરવી તે યોગ છે. ઉપયોગ એટલે યોગની પાછળનો ઉદ્દેશ-લક્ષ્ય. પાપસંબંધી યોગ અશુભયોગ છે. ધર્મસંબંધી યોગ શુભયોગ છે. ધર્મક્રિયાથી ભૌતિક સુખની પ્રાપ્તિ વગેરે આશય અશુદ્ધ ઉપયોગ છે. ધર્મક્રિયાથી મોક્ષપ્રાપ્તિનો આશય શુદ્ધ ઉપયોગ છે. મોક્ષપ્રાપ્તિનો આશય ન હોય તો પણ જો ભૌતિક સુખની આશંસા આદિ અશુભ આશય ન હોય અને કેવળ દયા, દાન, પરોપકાર આદિ શુભભાવ હોય તો પણ શુદ્ધ ઉપયોગ છે. જેમકે મેઘકુમારના જીવ હાથીમાં મુક્તિની ઇચ્છા ન હોવા છતાં સસલાના રક્ષણમાં દયાભાવ હોવાથી શુદ્ધ ઉપયોગ હતો. અહીં યોગ અને ઉપયોગને આશ્રયીને ચાર પ્રકાર થાય. તે આ પ્રમાણે (૧) શુભયોગ અને શુદ્ધ ઉપયોગ. (૨) શુભયોગ અને અશુદ્ધ ઉપયોગ. (૩) અશુભયોગ અને શુદ્ધ ઉપયોગ. (૪) અશુભયોગ અને અશુદ્ધ ઉપયોગ. આ ચાર ભાંગાના કારણે બંધાતા પુણ્ય-પાપમાં પણ ચાર પ્રકાર થાય. તે આ પ્રમાણે- (૧) પુણ્યાનુબંધી પુણ્ય. (૨) પાપાનુબંધી પુણ્ય. (૩) પુણ્યાનુબંધી પાપ. (૪) પાપાનુબંધી પાપ. (૧) જયારે શુભયોગ અને શુદ્ધ ઉપયોગ હોય ત્યારે પુણ્યાનુબંધી પુણ્યનો બંધ થાય. અહીં યોગ શુભ છે માટે પુણ્યનો બંધ થાય અને ઉપયોગ શુદ્ધ હોવાથી અનુબંધ પણ પુણ્યનો પડે. જેમકે ભરત મહારાજાએ પૂર્વભવમાં પુણ્યાનુબંધી પુણ્યનો બંધ કર્યો Jain Educationa International For Personal and Private Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૪૩૧ હતો. કેમકે ચારિત્રનું પાલન કર્યું હોવાથી યોગો શુભ હતા અને મોક્ષનું જ લક્ષ્ય હોવાથી ઉપયોગ પણ શુદ્ધ હતો. આથી ભરત ચક્રવર્તીના ભાવમાં પુણ્યોદયથી ભોગસુખની સામગ્રી પ્રાપ્ત થઈ. પણ અનુબંધ પુણ્યનો હોવાથી ભોગસુખોમાં અલિપ્ત રહ્યાં હતાં. પુણ્યાનુબંધી પુણ્યના ઉદયવાળો જીવ ભોગસુખોમાં લપાતો નથી. એ આત્મહિતના માર્ગમાં આગળ વધતો રહે છે. જયારે યોગ શુભ હોય, પણ ઉપયોગ અશુદ્ધ હોય ત્યારે પાપાનુબંધી પુણ્યનો બંધ થાય. યોગ શુભ હોવાથી પુણ્ય બંધાય. પણ ઉપયોગ અશુદ્ધ હોવાથી અનુબંધ પાપનો પડે. જે જીવો ભૌતિક સુખના આશયથી ધર્મ કરે તે જીવોને પાપાનુબંધી પુણ્યનો બંધ થાય. અભવ્ય કે દૂરભવ્ય જીવો ચારિત્ર લે ત્યારે તેમને યોગ શુભ હોવાથી પુણ્યબંધ થાય. પણ ઉપયોગ( લક્ષ્ય) ભૌતિક સુખનો હોવાથી અશુદ્ધ હોય. ઉપયોગ અશુદ્ધ હોવાથી અનુબંધ પાપનો પડે. આ જીવો ચારિત્ર પાળે ત્યારે શાતાવેદનીયનો બંધ થાય, પણ સાથે સાથે મોહનીય કર્મનો પણ બંધ થાય. આથી જયારે એ શાતાવેદનીયનો ઉદય થાય ત્યારે મોહનીય કર્મનો પણ ઉદય થાય. મોહનીય કર્મનો ઉદય તેની પાસે પાપ કરાવે. આથી તે જીવ પુણ્યોદય ખતમ થતાં દુર્ગતિમાં ચાલ્યો જાય. કોઈ જીવ મોક્ષના લક્ષથી ધર્મ કરે, પણ પાછળથી નિયાણું કરે તો તેને પણ પાપાનુબંધી પુણ્યનો બંધ થાય. જેમકે ત્રિપૃષ્ઠ વાસુદેવ. ભગવાન મહાવીરનો જીવ ત્રિપૃષ્ઠ વાસુદેવને પાપાનુબંધી પુણ્યનો ઉદય હતો. આનાથી એક વાત સિદ્ધ થાય છે કે, ધર્મક્રિયા અને ઉપયોગ એ બેમાં ઉપયોગનું (=લક્ષ્યનું) મહત્ત્વ વધારે છે. અશુદ્ધ ઉપયોગવાળી ઘણી પણ ધર્મક્રિયા આત્મહિત કરી શકતી નથી. શુદ્ધ ઉપયોગવાળી થોડી પણ ધર્મક્રિયા આત્મહિત કરનારી બને છે. Jain Educationa International For Personal and Private Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ ૪૩૨ શંકા-સમાધાન કોઈ જીવ શુભયોગ અને શુદ્ધ ઉપયોગથી પુણ્યાનુબંધી પુણ્યનો બંધ કરે. પણ પાછળથી કરેલા ધર્મનો પશ્ચાત્તાપ કરે તો પુણ્યાનુબંધી પુણ્ય પાપાનુબંધી પુણ્ય બની જાય એવું બને. જેમકે મમ્મણના જીવે મુનિને ભાવથી સિંહ કેશરિયો મોદક વહોરાવીને પુણ્યાનુબંધી પુણ્યનો બંધ કર્યો હતો. પણ પાછળથી તેનો પશ્ચાત્તાપ કરીને એ પુણ્યને પાપના અનુબંધવાળું બનાવી દીધું. (૩) સંસારમાં રહેલો જીવ પાપપ્રવૃત્તિ કરે, પણ ભાવ વિના કરે તો તેનો યોગ અશુભ હોવાથી પાપનો બંધ થાય, પણ ઉપયોગ શુદ્ધ હોવાથી અનુબંધ પુણ્યનો પડે. જેમકે સમ્યગ્દષ્ટિ જીવ પાપ કરે ત્યારે તેનો યોગ અશુભ હોય, પણ પાપ દુભાતા દિલે કરતો હોવાથી ઉપયોગ શુદ્ધ હોય, આથી પુણ્યાનુબંધી પાપનો બંધ થાય. આમ છતાં આ પાપમાં સ્થિતિ અને રસની તીવ્રતા હોતી નથી. આથી એ પાપોદય તેને નવાં પાપો કરાવવા કે દુઃખ આપવા સમર્થ બનતો નથી. અથવા કોઈ પાપાનુબંધી પાપનો બંધ કરે. પણ પાછળથી એ પાપનો પશ્ચાત્તાપ થાય તો એ પાપ પુણ્યના અનુબંધવાળું બની જાય. સંપ્રતિ મહારાજાના પૂર્વ ભવના ભિખારી જીવને પુણ્યાનુબંધી પાપનો ઉદય હતો. પાપના ઉદયથી ભિખારી બન્યો, પણ અનુબંધ પુણ્યનો હોવાથી તેને ચારિત્રની પ્રાપ્તિ થઈ અને એ જીવ આત્મહિતના માર્ગે વળી ગયો. એ જ રીતે રોહિણીયા ચોરને પણ પુણ્યાનુબંધી પાપનો ઉદય હતો. (૪) જે જીવનો યોગ અશુભ હોય અને ઉપયોગ પણ અશુદ્ધ હોય તે જીવને પાપાનુબંધી પાપનો બંધ થાય. જેમકે કાલશૌકરિક જીવને પાપાનુબંધી પાપનો ઉદય હતો. પાપાનુબંધી પાપના ઉદયથી જીવની સંસારમાં અનેક ભવો સુધી દુઃખની અને પાપની પરંપરા સર્જાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૪૩૩ શંકા ૯૬૦. મોહનીય કર્મના ક્ષય વિશે વિસ્તારથી જણાવવા વિનંતી. સમાધાન– મોહનીય કર્મ સર્વ કર્મોમાં મુખ્ય છે. સંસારનું બીજ મોહનીય કર્મ છે. આથી આપણે જે કંઇ ધર્મ કરવાનો છે તે આ મોહનીય કર્મને તોડવા માટે જ કરવાનો છે. એક મોહનીય કર્મ તૂટે એટલે બીજા કર્મોને તૂટતાં વાર લાગતી નથી. શાસ્ત્રમાં કહ્યું છે કે “જેમ ગર્ભસૂચિનો(=મધ્યમાં રહેલા તંતુનો) નાશ થતાં સંપૂર્ણ તાડવૃક્ષ નાશ પામે છે તેમ, મોહનીય કર્મનો ક્ષય થતાં શેષ સઘળાં કર્મોનો ક્ષય થાય છે. મોહનીય કર્મનો ક્ષય થયા પછી તરત જ (એક અંતર્મુહૂર્ત પછી) જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય એ ત્રણ કર્મો એકી સાથે સર્વથા નાશ પામે છે. પછી આયુષ્ય પૂર્ણ થતાં બાકીના ચાર અઘાતી કર્મો પણ નાશ પામે છે.” આમ જીવે મોહનીય કર્મનો નાશ કરવા માટે પુરુષાર્થ કરવાનો છે. મોહનીય કર્મના દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય એમ બે ભેદ છે. દર્શનમોહનું કાર્ય અશુદ્ધ માન્યતા છે. ચારિત્રમોહનું કાર્ય અશુદ્ધ(=હિંસાદિ પાપવાળી) પ્રવૃત્તિ છે. જિનેશ્વર ભગવાને જે કહ્યું છે તે જ સાચું છે. આવી માન્યતા શુદ્ધ માન્યતા છે. આનાથી વિપરીત માન્યતા અશુદ્ધ છે. જ્યારે દર્શનમોહનો ક્ષયોપશમ (અથવા ક્ષય કે ઉપશમ) થાય છે ત્યારે જીવ શુદ્ધ માન્યતાવાળો બને છે. જ્યારે ચારિત્ર મોહનીયનો ક્ષયોપશમ થાય છે ત્યારે જીવ શુદ્ધ પ્રવૃત્તિવાળો(=હિંસાદિ પાપોથી રહિત પ્રવૃત્તિવાળો) બને છે. આમાં જીવ પહેલાં શુદ્ધ માન્યતાવાળો બને છે. પછી શુદ્ધ પ્રવૃત્તિવાળો બને છે. જે જીવ શુદ્ધ માન્યતાવાળો અને શુદ્ધ પ્રવૃત્તિવાળો બને છે તે જ જીવ મોહનીયકર્મનો સર્વથા ક્ષય કરી શકે છે. દર્શનમોહનો ક્ષયોપશમ (કે ક્ષય-ઉપશમ) થયા પછી જ ચારિત્ર મોહનો ક્ષયોપશમ થઇ શકે છે. દર્શનમોહનો ક્ષયોપશમ(કે ક્ષયઉપશમ) થાય છે ત્યારે જીવ શુદ્ધ માન્યતાવાળો બને છે. “જિનેશ્વર ભગવાને જે કહ્યું છે તે જ સાચું છે” આવી માન્યતા શુદ્ધ માન્યતા છે. For Personal and Private Use Only Jain Educationa International Page #231 -------------------------------------------------------------------------- ________________ ४३४ શંકા-સમાધાન પ્રશ્ન- જિનેશ્વર ભગવાને શું કહ્યું છે ? ઉત્તર– (૧) પરલોક છે. દરેક જીવ પોતાના શુભાશુભ કર્મ પ્રમાણે સુખ-દુઃખ અનુભવે છે. (૨) સંસાર દુઃખરૂપ છે. સંસારનું સુખ પણ ક્ષણિક અને પરિણામે દુઃખ આપનારું છે. આથી સંસારમાં સાચું સુખ નથી. સાચું સુખ મોક્ષમાં જ છે. (૩) મોક્ષ મેળવવા શુદ્ધ પ્રવૃત્તિ કરવી જોઈએ, એટલે કે જિનોક્ત પાંચ મહાવ્રતોનો સ્વીકાર કરીને ત્યાગમય જીવન જીવવું જોઇએ, અર્થાત્ ચારિત્રનું પાલન કરવું જોઇએ. જિનેશ્વર ભગવાને મુખ્યતયા આ ત્રણ બાબતો કહી છે. બીજું જે કંઈ કહ્યું છે તે બધું આ ત્રણ બાબતોને અનુસરીને જ કહ્યું છે. મોટાભાગના જીવો આ ત્રણ બાબતોને માનતા નથી. કેટલાક જીવો પરલોક છે, જીવો પોતપોતાના શુભાશુભ કર્મ પ્રમાણે સુખદુઃખ અનુભવે છે, એ બાબતને માને છે, પણ બીજી બે બાબતોનો સ્વીકાર કરતા નથી. કેટલાક જીવો પહેલી બાબત ઉપરાંત સંસાર દુઃખરૂપ છે, મોક્ષમાં જ સાચું સુખ છે એ બીજી બાબતને પણ માને છે. પણ ત્રીજી બાબતને માનતા નથી. આ ત્રણેય બાબતોને જે માને તે જ “જિનેશ્વર ભગવાને જે કહ્યું છે તે જ સાચું છે” એવું માનનારો છે. આવી શુદ્ધ માન્યતાને ધરાવનાર જીવને સમ્યગ્દષ્ટિ કહેવામાં આવે છે. સમ્યગ્દષ્ટિ જીવ જ્યારે ચારિત્ર મોહનીય કર્મનો ક્ષયોપશમ થાય ત્યારે શુદ્ધ પ્રવૃત્તિ કરનારો બને છે. આ રીતે શુદ્ધ માન્યતાપૂર્વક શુદ્ધ પ્રવૃત્તિ કરનાર જીવ થોડા જ કાળમાં અવશ્ય મોહનીય કર્મનો સર્વથા ક્ષય કરે છે. આ રીતે સંક્ષેપમાં મોહનીય કર્મનું અહીં વર્ણન કર્યું છે. મોહનીય કર્મનું વિસ્તારથી વર્ણન કરવામાં આવે તો એક મોટું પુસ્તક થાય. શંકા- ૯૬૧. ગ્રંથિભેદ કરવા શું કરવું પડે ? સમાધાન- જિનપૂજા-જિનવાણીશ્રવણ-ચારશરણસ્વીકારદુષ્કૃતગર્તા-સુકૃતાનુમોદના-ગુરુવંદના-સુપાત્રદાન-વેયાવચ્ચ આદિ ધર્માનુષ્ઠાન કરવાથી અપુનબંધક અવસ્થા પ્રાપ્ત થાય છે. પછી ગ્રંથિભેદ થાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૪૩૫ શંકા- ૯૬૨. દંડક પ્રકરણમાં બધા યુગલિકોને સમચતુરગ્ન સંસ્થાન બતાવ્યું છે, તો એમને કયું સંઘયણ હોય ? સમાધાન- યુગલિકોને પહેલું સંઘયણ હોય. (દ્રવ્યલોક પ્રકાશ, સર્ગ-૭, ગાથા-૧૦૬). શંકા– ૯૬૩. પશુ-પંખીને કર્યું સંઘયણ હોય ? સમાધાન– બૃહસંઘયણી ૧૬૧મી ગાથામાં જણાવ્યા પ્રમાણે ગર્ભજ તિર્યંચોમાં છ સંઘયણ હોય છે. એથી પશુ-પક્ષીઓમાં યથાસંભવ છએ સંઘયણ હોઈ શકે છે. શંકા- ૯૬૪. ભાષાસમિતિ અને વચનગુમિમાં શો ફેર છે તે જણાવશો ? સમાધાન- સ્વ-પરને હિતકારી અને પ્રમાણોપેત આદિ ગુણોથી યુક્ત વચનો બોલવા તે ભાષાસમિતિ છે. મૌન રહેવું અથવા સ્વપરને હિતકારી અને પ્રમાણોપેત આદિ ગુણોથી યુક્ત વચનો બોલવા તે વચનગુપ્તિ છે. ભાષાસમિતિની અને વચનગુપ્તિની આ વ્યાખ્યાથી સમજી શકાશે કે ભાષાસમિતિ કેવળ પ્રવૃત્તિરૂપ છે અને વચનગુમિ પ્રવૃત્તિ અને નિવૃત્તિ એમ ઉભય સ્વરૂપ છે. આથી જે જે જીવ ભાષા સમિતિવાળો હોય તે નિયમા વચનગુપ્તિવાળો હોય, પણ વચનગુપ્તિવાળો ભાષાસમિતિવાળો હોય કે ન પણ હોય. જીવ જ્યારે મૌન હોય ત્યારે વચનગુપ્તિવાળો છે, પણ ભાષાસમિતિવાળો નથી. જીવ જ્યારે શાસ્ત્રોક્ત વિધિ મુજબ બોલતો હોય ત્યારે વચનગુપ્તિવાળો છે અને ભાષાસમિતિવાળો પણ છે. આમ વચનગુપ્તિમાં ભાષાસમિતિનો સમાવેશ થઈ જાય છે. આમ છતાં બાળ જીવોને વિશેષ બોધ થાય એ હેતુને લક્ષ્યમાં રાખીને ભાષાસમિતિને અલગ બતાવી છે. શંકા- ૯૬૫. ૩૨,૦૦૦ દેશો કેવી રીતે ગણાય ? ભારત એક દેશ ગણાય ? સમાધાન- ભરતક્ષેત્રના ૬ ખંડ છે, તેમાં ૩૨,૦૦૦ દેશો આવેલા છે. પૂર્વે ભરતક્ષેત્રમાં સર્વપ્રથમ ભરત ચક્રવર્તી થયા તેના Jain Educationa International For Personal and Private Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬ શંકા-સમાધાન પરથી ભારત દેશ નામ પડ્યું છે. એટલે ૩૨,૦૦૦ દેશો ભારતમાં ગણાય, એ દેશોના નામો વાંચવામાં આવતા નથી પણ સાડા પચ્ચીસ આર્ય દેશો વાંચવામાં આવે છે. દક્ષિણ તરફના ત્રણ ખંડના વચલા ખંડની મધ્યમાં તીર્થંકર આદિ મહાપુરુષોનો જન્મ થાય છે અને આ મધ્યખંડમાં સાડા પચ્ચીસ આર્યદેશો આવેલા છે અને ધર્મ પણ આ સાડા પચ્ચીસ દેશોમાં જ હોય છે. બાકીના પાંચે ખંડના બધા દેશો મળીને ૩૧૯૭૪ દેશો અનાર્ય છે, આમ એક ભરતક્ષેત્રના ૬ ખંડોમાં કુલ ૩૨,૦૦૦ દેશો હોય છે. શંકા- ૯૬૬. મનુષ્ય સમ્યક્ત્વની હાજરીમાં મનુષ્યનું આયુષ્ય બાંધી શકે ? કે માત્ર વૈમાનિક દેવલોકનું જ બાંધે ? કર્મગ્રંથ તથા સિદ્ધાંતના મતમાં કાંઇ ભેદ છે કે કેમ ? સમાધાન– મનુષ્ય સમ્યક્ત્વની હાજરીમાં મનુષ્યનું આયુષ્ય ન બાંધી શકે, વૈમાનિકનું બાંધે. આમ છતાં સમ્યક્ત્વ મલિન બન્યું હોય, એવી સ્થિતિમાં જ્યોતિષાદિનું આયુષ્ય બંધાઇ શકે એમ જાણવામાં આવ્યું છે. સમ્યક્ત્વની હાજરીમાં આયુષ્ય બાંધવા અંગે કાર્મગ્રંથિક અને સૈદ્ધાંતિક મતભેદ જાણવામાં આવ્યો નથી. શંકા- ૯૬૭. ચક્રવર્તીને દેશવિરતિ હોય કે નહિ ? સરસ્વતી દેવી બ્રહ્મચર્યને ધારણ કરનારી હોય કે નહિ ? સમાધાન– ચક્રવર્તીને અને તીર્થંકરોને દેશવિરતિ ન હોય. સરસ્વતી દેવી ક્ષેત્રસમાસ આદિ ગ્રંથના આધારે વ્યંતરેન્દ્ર ગીતરતિની અગ્ર મહિષી છે એમ જણાય છે તેથી તે બ્રહ્મચર્યને ધારણ કરનારી નથી. કર્મ સંબંધી શંકા-સમાધાન શંકા- ૯૬૮. આત્મમુક્તિ માટે નિર્જરાથી અશુભ કર્મ ખપાવી શકાય છે. તે જ રીતે શુભ કર્મ (ઉદયમાં ન આવ્યા હોય તે પહેલાં) કઇ રીતે ખપાવી શકાય ? For Personal and Private Use Only Jain Educationa International Page #234 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૪૩૭ સમાધાન– શાસ્ત્રોમાં આત્મમુક્તિ માટે પાપકર્મનો નાશ કરવાનું કહ્યું છે, પણ શુભકર્મનો નાશ કરવાનું કહ્યું નથી. ‘તસ્સ ઉત્તરી’ સૂત્રમાં ‘પાવાળું માળે નિખાયળટ્ટા' (પાપ કર્મોના નાશ માટે) એમ કહ્યું છે. ‘પુળાનું મ્માનં નિખાયળઠ્ઠા' (પુણ્ય કર્મોના નાશ માટે) એમ નથી કહ્યું. એટલે આત્મમુક્તિ માટે અશુભ કર્મોનો જ નાશ કરવાનો પ્રયત્ન કરવો જોઇએ. શુભ કર્મનો નાશ કરવા પ્રયત્ન કરવાની જરૂર નથી. સર્વ અશુભ કર્મોનો નાશ થાય, એટલે સર્વ પુણ્યનો નાશ થયા વિના ન રહે. પુણ્ય પેટમાં ગયેલા રેચક દિવેલ જેવું છે. પેટમાં ગયેલું દિવેલ પેટમાં રહેલ કચરાને કાઢીને પોતે પણ નીકળી જાય છે. તેમ પુણ્યકર્મ પાપકર્મને કાઢીને પોતે પણ નીકળી જાય છે. મોક્ષની પ્રાપ્તિ માટે મહેનત કરનાર સાધકને પુણ્યકર્મ મોક્ષ સાધનામાં સહાયક બને છે. મોક્ષની સાધના કરવા માટે ત્રસપણું, પંચેન્દ્રિયપણું, મનુષ્યભવ વગેરેની પ્રાપ્તિ થવી જોઇએ. એ બધી વસ્તુઓ પુણ્યથી જ મળે. આ વસ્તુઓ જેટલી ઓછી મળે, તેટલી મોક્ષ સાધના ઓછી થાય. ક્ષત્રિયમાં હજારો સામે લડી શકે તેટલી તાકાત હોય, શત્રુને જીતવાની ઇચ્છા હોય, પણ તેની પાસે તલવાર આદિ શસ્ત્ર ન હોય તો એ શું કરે ? સમ્યગ્દષ્ટિ દેવોને મોક્ષ મેળવવાની પ્રબળ ઇચ્છા હોય છે. મોક્ષ મેળવવાની ઇચ્છા એટલે પાપરૂપ શત્રુનો નાશ કરવાની ઇચ્છા. સમ્યગ્દષ્ટિ દેવોને પાપનો નાશ કરવાની ઇચ્છા હોવા છતાં મનુષ્યભવ આદિ સામગ્રી ન હોવાથી બિચારા લાચાર બની જાય છે. આમ પુણ્યકર્મનો નાશ કરવાનો પ્રયત્ન કરવાની જરૂર નથી. માટે નમસ્કાર મહામંત્રમાં ‘જ્ઞો પંત્ત નમુધારો સવ્વપાવપ્પાતળો' એમ કહ્યું છે, પણ સપુષ્પાસનો એમ નથી કહ્યું. શંકા- ૯૬૯. જીવ પરમાત્માનું નામ લે તેમાં શું કારણ છે ? જેવી રીતે માતા-પુત્ર, પતિ-પત્ની વગેરે સંબંધોમાં બંનેનાં કર્મો કા૨ણ છે, તેમ જીવનો ૫રમાત્માનું નામસ્મરણ વગે૨ે રીતે પરમાત્મા સાથે સંબંધ થાય તેમાં બંનેના કર્મો કારણ છે કે બીજું કાંઇ ? Jain Educationa International For Personal and Private Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ શંકા-સમાધાન સમાધાન- સિદ્ધ પરમાત્મા તો કર્મરહિત છે. અરિહંત પરમાત્મા ચાર અઘાતી કર્મોથી યુક્ત હોવા છતાં જીવના પરમાત્મા સાથેના સંબંધમાં પરમાત્માનું કર્મ કારણ નથી, કારણ કે સિદ્ધ પરમાત્મા સાથે થતા જીવના સંબંધમાં સિદ્ધ પરમાત્મા કર્મરહિત હોવાથી આ નિયમ રહેતો નથી. પરમાર્થથી જીવના પરમાત્માની સાથે થતા સંબંધમાં પરમાત્માની આજ્ઞા મુખ્ય કારણ છે. પરમાત્માની આજ્ઞાને માન્યા વિના જીવનો પરમાત્માની સાથે સાચો સંબંધ થતો જ નથી. પરમાત્માની આજ્ઞાની સાથે સંબંધ થાય ત્યારે જ જીવનો પરમાત્મા સાથે સાચો સંબંધ થાય છે. હવે એ પ્રશ્ન થાય કે પરમાત્માની આજ્ઞાની સાથે સંબંધ કયા કારણોથી થાય ? જીવને પરમાત્માની આજ્ઞાની સાથે સંબંધ થવામાં સ્વભાવ, નિયતિ(=ભવિતવ્યતા) કાલ, કર્મ અને પુરુષાર્થ એ પાંચ કારણો છે. સર્વ પ્રથમ જીવનો સ્વભાવ કારણ છે. અહીં સ્વભાવ એટલે સ્વરૂપ. જે જીવનો ભવ્યત્વ સ્વભાવ હોય, અર્થાત્ જે જીવ ભવ્ય હોય તે જ જીવનો પરમાત્માની આજ્ઞા સાથે સંબંધ થાય. અભવ્ય જીવનો પરમાત્માની આજ્ઞાન સાથે સંબંધ ન થાય. નિગોદ વગેરેમાં રહેલા ભવ્ય જીવનો પણ પરમાત્માની આજ્ઞાની સાથે સંબંધ ન થાય. નિયતિથી જીવ નિગોદ વગેરેમાંથી બહાર નીકળે છે. નિયતિથી નિગોદ વગેરેમાંથી બહાર નીકળ્યા પછી પણ જીવ જ્યાં સુધી ચરમાવર્તમાં ન આવે ત્યાં સુધી જીવનો પરમાત્માની આજ્ઞા સાથે સંબંધ ન થાય. ચરમાવર્તમાં આવ્યા પછી પણ જ્યાં સુધી કર્મલઘુતા અને પુણ્યોદય ન થાય ત્યાં સુધી જીવનો પરમાત્માની આજ્ઞા સાથે સંબંધ થતો નથી. કર્મલઘુતા અને પુણ્યોદય થયા પછી પણ જીવ ગ્રંથિભેદ કરવા(=સમ્યક્ત્વ પામવા) માટે પુરુષાર્થ ન કરે ત્યાં સુધી જીવનો પરમાત્માની આજ્ઞા સાથે સંબંધ ન થાય. આમ પરમાત્માની આજ્ઞા સાથે સંબંધ થવામાં સ્વભાવ, નિયતિ, કાળ, કર્મ અને પુરુષાર્થ એ પાંચ કારણો છે. આથી પરમાત્માની સાથે સંબંધ થવામાં પણ આ પાંચ કારણો છે. Jain Educationa International For Personal and Private Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૪૩૯ શંકા- ૯૭૦. આગલા ભવોમાં જે પાત્રો સાથે વિવિધ પ્રકારનાં કર્મો બાંધ્યા હોય તે જ પાત્રો બીજા ભવોમાં એટલે કે ત્યાર પછીના ભવોમાં ફરી કોઈ પણ એક જ સ્થળે એકઠા થાય છે કે એમાં કોઈ ભેદ છે ? સમાધાન– આગલા ભવોમાં જે પાત્રો સાથે વિવિધ પ્રકારનાં કર્મો બાંધ્યા હોય તે જ પાત્રો બીજા ભવોમાં એક જ સ્થળે એકઠા થાય જ એવો એકાંતે નિયમ નથી, એકઠા થાય પણ ખરા અને ન પણ થાય. સામાન્યથી એવો નિયમ છે કે જે વિશિષ્ટ પુણ્ય કે પાપ સામુદાયિક રૂપે કરેલાં હોય તે સમુદાયરૂપે ફળે છે. આથી જ આદિનાથ ભગવાન, ભરત, બાહુબલિ, બ્રાહ્મી અને સુંદરી એ પાંચ જીવોએ અનેક ભવો સુધી સમુદિત રૂપે આરાધના કરી તો તેમનો અનેકભવો સુધી સાથે મેળાપ થયો. તેમનાથ ભગવાન અને રાજુલનો પણ એ જ રીતે નવ ભવો સુધી મેળાપ થયો. આથી જ દીક્ષાની ભાવનાવાળો યુવાન માતા-પિતાને પણ દીક્ષાના ભાવનાવાળા કરે. તે મુમુક્ષુને માતા-પિતા એમ કહે કે તારો વિયોગ અમારાથી સહન ન થાય માટે અમે તને દીક્ષાની રજા નહિ આપીએ. ત્યારે મુમુક્ષુ કહે કે જો તમારાથી મારો વિયોગ સહન થતો નથી તો તમે પણ દીક્ષા લો. જેથી આ ભવમાં આપણે સાથે રહી શકીશું અને આવતા ભવમાં પણ સાથે રહી શકીશું. જો હું દીક્ષા ન લઉં તો બહુ બહુ તો આ ભવમાં જ સાથે રહી શકીએ. પણ જો આપણે બધા સાથે દીક્ષા લઈએ તો આવતા ભવોમાં પણ સાથે રહી શકીએ. કેમ કે સામુદાયિક રૂપે કરેલાં શુભ કાર્યો સમુદાયરૂપે ફળે છે. જો દીક્ષા ન લેવામાં આવે તો આપણા બધાનો ભવપરંપરાથી દીર્ધકાળનો વિયોગ થશે. માટે વિયોગ ન વેઠવા પણ તમારે દીક્ષા લેવી જોઇએ. મુમુક્ષુ આ રીતે પોતાના માતા-પિતા વગેરેને સમજાવે. પાપ માટે પણ આવું બની શકે. સગર ચક્રવર્તીના ૬૦ હજાર પુત્રોએ પૂર્વભવમાં એકી સાથે તેવું પાપ કર્યું કે જેથી બધા સગરચક્રીના પુત્ર થયા અને એકી સાથે મૃત્યુ પામ્યા. Jain Educationa International For Personal and Private Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ ४४० શંકા-સમાધાન શંકા- ૯૭૧. સહુ પાત્રોના આયુષ્ય, નામ, ગોત્ર કમોના બંધન વિવિધ પ્રકારના તીવ્ર કે મંદ હોય, એ રીતે જોતાં એ(=બીજા ભવમાં સાથે ભેગા થવું એ) કર્મની ફિલોસોફી સાથે કઈ રીતે બંધ બેસે? સમાધાન– જૈનદર્શન કોઈ પણ કાર્ય પુરુષાર્થ, કર્મ, કાળ, સ્વભાવ અને ભવિતવ્યતા એ પાંચ કારણોથી થાય એમ માને છે એટલે કેટલાક જીવોની ભવિતવ્યતા એવી હોય છે કે જેથી બધા ભેગા મળીને પુણ્ય અગર પાપ કરે અને બધાયનાં આયુષ્ય વગેરે કર્મો પણ એવાં જ બંધાય કે જેથી ભવાંતરમાં ભેગા થાય. અહીં કર્મો કરતાંય ભવિતવ્યતા મુખ્ય ભાગ ભજવે છે. અનેકાંતવાદી જૈન દર્શનને કોઈ પણ ઘટનાને કર્મની ફિલોસોફી સાથે બંધ બેસતી કરવામાં કોઈ મુંઝવણ અનુભવવી પડતી નથી. શંકા- ૯૭૨. મન, વચન તથા કાયાથી કર્મ કેવી રીતે બંધાય છે, તેમાં પણ ખાસ કરીને મનથી પાપ કેવી રીતે બંધાય છે, તે સવિસ્તારથી સમજાવવા વિનંતી. સમાધાન– કાયાથી દેવપૂજા, ગુરુસેવા, દાન વગેરે કરવા દ્વારા જે પુણ્યબંધ થાય તે કાયાથી કર્મબંધ થયો કહેવાય. કાયાથી વેપાર, રસોઈ, મુસાફરી વગેરે દ્વારા થતી હિંસા તથા ચોરી અને અબ્રહ્મસેવન વગેરે પાપથી જે પાપબંધ થાય તે કાયાથી કર્મબંધ થયો કહેવાય. (તું નવરો કેમ બેઠો છે ? સામાયિક-પૌષધ વગેરે કર ઇત્યાદિ બોલવાથી જે પુણ્યબંધ થયો તે વચનથી કર્મબંધ થયો કહેવાય. તું ચોરી કરીને માલ લઈ આવ, તારો માલ હું વેંચી આપીશ ઇત્યાદિ બોલવાથી જે પાપબંધ થાય તે વચનથી કર્મબંધ થયો કહેવાય.) શુભવિચારો કરવા, મૈત્રી વગેરે શુભ ભાવનાઓ ભાવવી ઇત્યાદિથી જે પુણ્યબંધ થાય તે મનથી કર્મબંધ થયો કહેવાય. અશુભ વિચારો કરવાથી જે પાપ બંધાય તે મનથી કર્મબંધ થયો કહેવાય. મન, વચન અને કાયા એ ત્રણમાં મનની મુખ્યતા છે. કાયાથી અને વચનથી પાપ ન કરવા છતાં કેવળ મનથી પાપ કરીને જીવ દુર્ગતિમાં જાય એવું બને. એ જ રીતે કાયાથી અને વચનથી ધર્મ Jain Educationa International For Personal and Private Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૪૪૧ ન કરવા છતાં મનથી ધર્મ કરીને જીવ સદ્ગતિમાં જાય એવું બને. રથકાર મુનિને વહોરાવે છે ત્યારે હરણ માત્ર મનથી રથકારના દાનધર્મની અનુમોદના કરીને પાંચમા દેવલોકે ગયો. અહીં હરણે કાયાથી અને વચનથી દાનધર્મ કર્યો નથી, પણ અનુમોદના દ્વારા મનથી દાનધર્મ કર્યો. એ જ રીતે કાયાથી અને વચનથી પાપ ન ક૨વા છતાં કેવળ મનથી પાપ કરીને જીવ દુર્ગતિમાં જાય એ વિષયને શાસ્ત્રમાં દૃષ્ટાંતપૂર્વક બહુ જ સુંદર રીતે સમજાવવામાં આવ્યો છે. સ્વયંભૂરમણ સમુદ્રમાં બહુ જ મોટી કાયાવાળા (અસંશી) માછલા ઉત્પન્ન થાય છે. તેમનું આયુષ્ય પૂર્વ ક્રોડવર્ષનું હોય છે. આવાં માછલાં પોતાની મોટી કાયાથી અનેક નાના જીવોનો સંહાર કરે છે. છતાં તે મરીને પહેલી જ નરકમાં ઉત્પન્ન થાય છે પણ એની જ આંખની પાંપણમાં ઉત્પન્ન થયેલાં નાનાં માછલાં માત્ર માનસિક હિંસા કરીને સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. મોટા માછલાની આંખની પાંપણમાં નાનાં (સંજ્ઞી) માછલાં ઉત્પન્ન થાય છે. તેમનું શરીર તંદુલ (ચોખાના દાણા) જેટલું હોવાથી તેમને તંદુલમત્સ્ય કહેવામાં આવે છે. તેમનું આયુષ્ય એક અંતર્મુહૂર્ત (૪૮ મિનિટથી પણ ઓછું) જેટલું હોય છે. મોટા માછલાના મુખમાં પાણી સાથે અનેક નાનાં માછલાં પણ પેસે છે. પછી પાણી સાથે જ મુખમાંથી એ બહાર નીકળી જાય છે. આ જોઇને તંદુલમત્સ્ય વિચારે છે કે આ (મોટું માછલું) મૂર્ખ છે, જેથી મળેલા શિકારને છોડી દે છે. એના સ્થાને જો હું હોઉં તો બધા માછલાઓને ખાઇ જાઉં. મોઢામાં આવેલા એક પણ માછલાને જવા ન દઉં. તંદુલમત્સ્ય એક પણ માછલાનું ભક્ષણ કરતું નથી. છતાં આવા વિચારોથી સાતમી નરકનું આયુષ્ય બાંધે છે. અહીં બંને મત્સ્યમાં થયેલા કર્મબંધનો તફાવત વિચારણીય છે. શરીર મોટું, આયુષ્ય લાંબુ, કાયાથી હિંસા ઘણી, છતાં અસંજ્ઞી મત્સ્ય પહેલી જ નરકમાં જાય છે. શરીર સાવ નાનું, આયુષ્ય પણ માત્ર અંતર્મુહૂર્ત જેટલું અતિ અલ્પ, કાયાથી હિંસા નહિ, વચનથી Jain Educationa International For Personal and Private Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ શંકા-સમાધાન પણ હિંસા નહિ, છતાં તંદુલમર્ચી મરીને સાતમી નરકમાં જાય છે. આ તફાવતનું કારણ માનસિક પરિણામ જ છે. પારધિ પક્ષીઓને ચણ નાંખે છે ત્યારે કાયાથી ધર્મનું કામ કરી રહ્યો છે, પણ મનથી તો હિંસા જ કરી રહ્યો છે. આથી તેને પુણ્યબંધ જરાય ન થાય, કેવળ પાપનો જ બંધ થાય. “વિનયરત્ન શિષ્ય કાયાથી અને વચનથી જીવદયા પાળી રહ્યો હતો, પણ માનસિક પરિણામ તો હિંસાના જ હતા. આથી જયારે તે કાયાથી અને વચનથી જીવદયા પાળી રહ્યો હતો ત્યારે પણ તેને પાપનો જ બંધ થતો હતો. અભવ્યો અને દુર્ભવ્યો સંયમ લઈને ઉત્કૃષ્ટપણે ચારિત્રનું પાલન કરે છે. તેથી તેમને પુણ્ય બંધાય છે. પણ એ પુણ્ય પાપના અનુબંધવાળું હોય છે. એમની અહિંસા પણ હિંસાના અનુબંધવાળી હોય છે. કારણ કે મનમાં અહિંસાના પરિણામ નથી. સમ્યગ્દષ્ટિ જીવ જિનપૂજા કરે તેમાં સ્વરૂપહિંસા થતી હોવા છતાં એને પાપકર્મ બહુ અલ્પ બંધાય અને પુણ્યબંધ વધારે થાય. કારણ કે મનમાં હિંસાનો ભાવ નથી. અહીં ધર્મ કરવા માટે થતી હિંસાની વાત કરી. પણ સમ્યગ્દષ્ટિ આત્મા સંસાર માટે પાપની પ્રવૃત્તિ કરે છતાં તેને પાપનો બંધ અલ્પ થાય. આમ પુણ્ય-પાપનું મુખ્ય કારણ મન હોવાથી ત્રણ યોગોમાં મનની જ મુખ્યતા છે. શંકા– ૯૭૩. આગળના ભાવોમાં બાંધેલા સંચિત કર્મો વધુમાં વધુ કેટલામાં ભવ સુધી ઉદયમાં આવે ? શું સંયોગો અનુસાર કર્મ ઉદયમાં આવે છે ? સમાધાન- કર્મનો બંધ થયા પછી એ કમનો ઉદય ક્યારે થાય એનો નિર્ણય સ્થિતિબંધના આધારે થાય. કર્મબંધના પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ અને પ્રદેશબંધ એમ ચાર પ્રકાર છે. તેમાં સ્થિતિબંધ એટલે બંધાયેલા કર્મો આત્માને કેટલા કાળ સુધી પોતાનું ફળ આપે તેનો નિર્ણય, આ સ્થિતિબંધ જેમ જેમ વધારે તેમ તેમ કર્મો મોડા ઉદયમાં આવે અને સ્થિતિબંધ જેમ જેમ ઓછો તેમ તેમ વહેલા ઉદયમાં આવે. કર્મો બંધાયા પછી અમુક વખત સુધી Jain Educationa International For Personal and Private Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ४४३ આત્મામાં પડ્યા રહે છે. કમ બંધાયા પછી જેટલો કાળ આત્મામાં પડ્યા રહે તેટલા કાળને શાસ્ત્રમાં અબાધાકાળ કહેવામાં આવે છે. અબાધા એટલે પીડાનો(ત્રફળનો) અભાવ. અબાધાનો કાળ તે અબાધાકાળ. હવે એ નિયમ છે કે એક કોડાકોડ સાગરોપમ જેટલો સ્થિતિબંધ થયો હોય તો ઉત્કૃષ્ટથી ૧૦૦ વર્ષ સુધી એ કર્મો ઉદયમાં ન આવે. સો વર્ષ પછી એ કમોં ઉદયમાં આવે. જેમ કે કોઈ જીવે અસાતા વેદનીય કર્મનો એક કોડાકોડ સાગરોપમ જેટલો સ્થિતિબંધ કર્યો. તો સો વર્ષ સુધી એ કર્મ ઉદયમાં ન આવે. સો વર્ષ પછી એ કમોં ઉદયમાં આવીને જીવને દુઃખ આપે. બે કોડાકોડિ સાગરોપમ જેટલો સ્થિતિ બંધ થયો હોય તો ૨૦૦ વર્ષ બાદ એ કર્મનો ઉદય થાય. આમ દર એક કોડાકોડિ સાગરોપમે સો વર્ષ વધારતાં જવું. શ્રી મહાવીર પ્રભુએ ૧૮મા ત્રિપૃષ્ઠવાસુદેવના ભવમાં બાંધેલું અસતાવેદનીય કર્મ મહાવીરના ભવમાં ઉદયમાં આવ્યું. બંધાયેલાં કમોંનો ઉદય દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ અને ભવ એ પાંચ નિમિત્તોને પામીને થાય છે. તે આ પ્રમાણે- કોઇએ અપથ્ય આહાર કર્યો. રોગ થયો. આ કારણે અસાતવેદનીય કર્મનો ઉદય થયો. આ ઉદય અપથ્ય આહાર રૂપ દ્રવ્યને આશ્રયીને થયો. દવા લીધી. રોગ દૂર થયો. સાતાવેદનીયનો ઉદય થયો. આ ઉદય ઔષધરૂપ દ્રવ્યને આશ્રયીને થયો. કોઈ દર્દી સારી હવાવાળા સ્થાનમાં જાય. ત્યાં થોડા દિવસ રહે તેથી તેને સારું થઈ જાય. આથી તેને સાતાવેદનીય કર્મનો ઉદય થયો. આ ઉદય ક્ષેત્રને આશ્રયીને થયો. દમના દર્દીને શિયાળો આવે એટલે દમનું જોર વધી જાય. આ અસાતાનો ઉદય કાળને આશ્રયીને થયો. કોઈ માણસ ખૂબ ચિંતાતુર રહે. આથી ખોરાકનું પાચન બરોબર ન થાય. તેમાંથી દર્દ થાય. અહીં અસાતાનો ઉદય ચિતારૂપ અશુભ ભાવથી થયો. દેવના ભવમાં શાતાનો જ ઉદય હોય. નરકના ભવમાં અસાતાનો જ ઉદય હોય. આ ઉદય ભવને આશ્રયીને છે. Jain Educationa International For Personal and Private Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ ४४४ શંકા-સમાધાન શંકા- ૯૭૪. કર્મસત્તા ખરેખર સક્રિય હોય, તો કોઈ જીવોને ખોટું કામ કરતાં પહેલાં જ કેમ એ રોકતી નહિ હોય ? સમાધાન– આ જાતનો પ્રશ્ન કર્મસિદ્ધાંતને બરોબર ન સમજવાના કારણે થયો છે. કર્મસિદ્ધાંત પ્રમાણે કમનું કામ જે જીવે જેવાં કર્મો બાંધ્યા હોય, તે જીવને તે પ્રમાણે ફળ આપવાનું છે. ખોટું કામ કરતાં અટકાવવાનું કામ કર્યો ન કરે, કિંતુ જીવે આત્માનું યથાર્થ જ્ઞાન મેળવીને જાતે ખોટા કામથી અટકવાનું છે. જીવ જો ખોટું કામ કરે જ નહિ, તો કર્મ તેને દુઃખી કરે જ નહિ. પ્રશ્નકારને મારી ભલામણ છે કે, સાધુ મહાત્મા પાસે જઈને કર્મસિદ્ધાંતને બરાબર સમજી લેશો તો આ પદાર્થ એકદમ સ્પષ્ટ સમજાઈ જશે. શંકા- ૯૭૫. વ્યાખ્યાનમાં એવું સાંભળ્યું છે કે કોઈ મનુષ્ય ગર્ભમાં જ મૃત્યુ પામીને નરકમાં કે દેવલોકમાં ઉત્પન્ન થાય. અહીં પ્રશ્ન થાય કે ગર્ભમાં રહેલો જીવ એવું કયું પાપ કે પુણ્ય કરે કે જેથી નરકમાં કે દેવલોકમાં ઉત્પન્ન થાય ? સમાધાન– શાસ્ત્રમાં દર્શાવ્યા મુજબ કોઈ જીવ ગર્ભજ મનુષ્ય થાય. ગર્ભમાં રહેલા તેને વિશિષ્ટ જ્ઞાન થાય તથા વૈક્રિયલબ્ધિની પ્રાપ્તિ થાય. વળી તે જીવ રાજ્ય આદિની આકાંક્ષાવાળો થાય. ગર્ભમાં જ રહેલો તે પરચક્રનું સૈન્ય ઉપદ્રવ કરી રહ્યું છે ઇત્યાદિ સાંભળીને વૈક્રિયલબ્ધિથી ચતુરંગી સૈન્ય વિકર્વીને એ સૈન્યને પરચક્રના સૈન્યની સાથે લડાઈ કરાવે. આ રીતે મહારૌદ્ર ધ્યાનમાં રહેલો તે નરકનું આયુષ્ય બાંધે, પછી ગર્ભમાં જ રહેલો તે મૃત્યુ પામીને નરકમાં ઉત્પન્ન થાય. ગર્ભમાં રહેલો વિશિષ્ટ જ્ઞાનયુક્ત કોઈ જીવ સાધુની કે શ્રાવકની પાસે ધર્મ સાંભળીને ધર્મધ્યાનવાળો થાય. ધર્મધ્યાનને પામેલો તે ગર્ભમાં જ મૃત્યુ પામીને દેવલોકમાં ઉત્પન્ન થાય. શાસ્ત્રીય આ વાત ઉપરથી ગર્ભવતી સ્ત્રીએ કેવા વાતાવરણમાં રહેવું જોઇએ અને તેનાં વિચાર-વાણી-વર્તન કેવાં હોવાં જોઈએ તે અંગે બોધપાઠ પણ મળી શકે એમ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૪૪૫ શંકા- ૯૭૬. કર્મસત્તા અશુભ કાર્યનું ફળ ઘણા સમય પછી આપે છે. તેના બદલે તે જ વખતે કેમ આપતી નથી ? જેમ કે એક માણસ બીજા માણસને મારી નાખે, તો તેનું ફળ ભવાંતરમાં મળે છે, તેના બદલે તે જ વખતે મળતું હોય તો જગતમાં કેટલા બધા ગુના અટકી જાય? સમાધાન– કમનો તેવો સ્વભાવ જ છે કે અમુક સમય પછી ફળ આપે. જે વખતે કર્મનો બંધ થાય તે જ વખતે કર્મસિદ્ધાંત પ્રમાણે આ કર્મ ક્યારે ફળ આપશે, તે નિશ્ચિત થઈ જતું હોય છે. જગતમાં પણ કેટલાક કાર્યોનું ફળ તે જ વખતે મળતું નથી, કિંતુ વિલંબથી મળે. એક માણસ બીજા માણસનું ખૂન કરે છે ત્યારે તેનો કોર્ટમાં કેસ થાય છે, પછી ન્યાયાધીશ કેસની પૂરેપૂરી તપાસ કરીને એ માણસ દોષિત સિદ્ધ થાય તો સજા કરે છે. તપાસ કરવામાં ઘણો સમય વીતી જાય છે. આંબાને વાવવાથી તેનું ફળ આજે જ મળતું નથી. જો કર્મસત્તા તરત જ ફળ આપતી હોય, તો પાપ ન કરવાનો ઉપદેશ આપવાની પણ જરૂર ન રહે, પણ મોટા ભાગે કર્મસિદ્ધાંત પ્રમાણે વિલંબથી ફળ મળે છે. ક્યારેક અતિ ઉગ્ર ભાવથી કરેલા પુણ્ય-પાપનું ફળ આ ભવમાં જ મળે છે. પણ આવું કવચિત્ જ બને. મોટા ભાગે તો તેનું ફળ ભવાંતરમાં મળે છે. શંકા- ૯૭૭. આપણા કર્મથી બીજાની બુદ્ધિ બગડે ખરી ? સમાધાન– હા. આપણા પાપકર્મોના ઉદયથી બીજાની બુદ્ધિ બગડે એવું બની શકે. રામચંદ્રજી ન્યાયી રાજા હતા. આમ છતાં સીતાજીના પાપકર્મોના ઉદયથી રામચંદ્રજી પણ ખોટા લોકવાદમાં તણાઈ ગયા. સીતાજી નિર્દોષ હોવા છતાં તેમને દોષિત માન્યા અને નિર્જન જંગલમાં એકલા મૂકી દેવાનો સારથિને હુકમ કર્યો. આ વખતે લક્ષ્મણજીએ આવું ન કરવા માટે રામચંદ્રજીને ઘણાં ઘણાં વિનવ્યાં, છતાં રામચંદ્રજી ન માન્યા. પૂર્વે ક્યારેય એવું બન્યું નહોતું કે, રામચંદ્રજીએ લક્ષ્મણની સલાહ ન માની હોય. પણ એ અવસરે આવું બન્યું. એમાં મુખ્ય કારણ તરીકે સીતાજીના પાપકર્મોનો ઉદય હતો. આના ઉપરથી આપણે એ બોધ લેવો જોઇએ કે, બીજાઓ આપણને Jain Educationa International For Personal and Private Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ ४४६ શંકા-સમાધાન દુઃખ આપે કે આપણા દુઃખમાં બીજાઓ નિમિત્ત બન્યા હોય, ત્યારે તેમના ઉપર આપણે ક્રોધ કે દ્વેષ ન કરવો જોઇએ. જો આપણા પાપકર્મનો ઉદય ન હોય, તો અન્ય માણસ આપણને દુઃખ આપવા માટે પ્રયત્ન કરે, તો પણ તેમાં તે સફળ ન બને. આપણા પાપકર્મનો ઉદય હોય, તો જ એ સફળ બને. જેમ કે શ્રીપાળ મહારાજાના ચરિત્રમાં આવે છે કે ધવલ શેઠની બુદ્ધિ બગડવાથી તેણે શ્રીપાળ મહારાજાને મારી નાખવા માટે દરિયામાં ફેંકી દીધા. આ વખતે શ્રીપાળ મહારાજાનો પુણ્યકર્મનો ઉદય તીવ્ર હતો, તેથી શ્રીપાળ મહારાજા દરિયાને તરીને સામે કિનારે પહોંચી ગયા, એટલું જ નહિ, કિંતુ તેઓ ત્યાં એક રાજકન્યાને પરણ્યા. અજ્ઞાન જીવો આવા સમયે કર્મનું તત્ત્વજ્ઞાન ભૂલી જતા હોય છે. એથી દુઃખમાં નિમિત્ત બનનાર ઉપર દ્વેષ અને ક્રોધ કરીને પોતે દુઃખી થાય છે અને બીજાને દુઃખી કરે છે, તેથી ભવાંતરમાં પણ તે નિમિત્તે ફરી દુઃખ આવે છે. તિથિ સંબંધી શંકા-સમાધાન શંકા- ૯૭૮. ઘણીવાર એકતિથિ-બેતિથિ બંનેની માન્યતા મુજબના પંચાંગમાં સુદ એકમ લખી હોય છતાં સાંજે બીજના જેવું ચંદ્રદર્શન થાય છે તેનું શું કારણ ? સમાધાન– સૂર્યોદય વખતે એકમ હોય પણ પછી બીજ શરૂ થઈ જતી હોય છે. આથી સાંજે બીજ જેવું ચંદ્રદર્શન થાય. શંકા- ૯૭૯. હમણાં હમણાં જૈન પંચાંગોમાં તીર્થકર પરમાત્માઓની કલ્યાણક તિથિઓ કે જે શાશ્વત તિથિઓ ગણાય છે, તે તિથિઓને બદલીને ગુજરાતી તિથિઓ આપવાનો રિવાજ ચાલુ કરેલ છે, તે શું યોગ્ય છે ? જેમ કે મૂળતિથિ અષાઢ વદ ૪ છે, તો અષાઢ વદ ૪ (ગુજ. જેઠ વદ ૪) આમ લખાય, ત્યાં સુધી તો હજી બરાબર ગણી શકાય. પણ જેઠ વદ ૪ જ લખાય, તો તેમાં ઉસૂત્રતાનો દોષ લાગે કે નહિ ? Jain Educationa International For Personal and Private Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ४४७ સમાધાન પૂર્વે જયારે જૈન ટીપ્પનક (પંચાંગ) વિદ્યમાન હતું ત્યારે તે ટીપ્પનકના આધારે તિથિઓનો નિર્ણય થતો હતો. જૈન ટીપ્પનકનો વિચ્છેદ થયો, ત્યારથી જૈનેતર ટીપ્પનકના આધારે તિથિઓના દિવસોનો નિર્ણય થાય છે. પૂર્વે “ચંડ શુગંડુ” પંચાંગના આધારે તિથિઓનો નિર્ણય થતો હતો. હવે જન્મભૂમિ પંચાંગના આધારે તિથિઓનો નિર્ણય થાય છે. આથી તે પંચાંગમાં જે તિથિ જે રીતે લખી હોય, તે રીતે લખવામાં કે બોલવામાં આવે છે. આ પંચાંગ પ્રમાણે કલ્યાણક તિથિઓ લખવામાં કે બોલવામાં માત્ર શબ્દનો ભેદ છે, અર્થનો ભેદ નથી. કારણ કે જે દિવસે કલ્યાણક હોય છે તે દિવસે જ તેની આરાધના કરવામાં આવે છે. આથી વર્તમાનમાં પંચાંગમાં જે રીતે કલ્યાણક તિથિઓ લખાય છે, તેમાં ઉસૂત્રતાનો દોષ ન લાગે. અષાઢ વદ ૪ (ગુજરાતી જેઠ વદ ૪) એમ લખવામાં બાળ જીવોને સમજવામાં મુશ્કેલી પડે. એના બદલે જેઠ વદ ૪ (શાસ્ત્ર પ્રમાણે અષાઢ વદ ૪) એમ લખી શકાય. સંઘમાં આ પ્રમાણે લખવાની પ્રવૃત્તિ શરૂ થાય એ ઇચ્છનીય ગણાય. પણ ગુજરાતી પ્રમાણે જ લખે, તો ઉસૂત્રતાનો દોષ ન લાગે. અર્થનો ભેદ થાય તેવું લખવામાં અને બોલવામાં ઉસૂત્રતાનો દોષ લાગે. જેમકે જન્મભૂમિ પંચાંગમાં પૂનમ-અમાસની ક્ષય-વૃદ્ધિ આવે, ત્યારે તેરસની ક્ષય-વૃદ્ધિ લખવામાં કે બોલવામાં ઉસૂત્રતાનો દોષ લાગે. કારણ કે તેમાં અર્થનો ભેદ છે. તેરસની ક્ષય-વૃદ્ધિ નથી છતાં બોલવામાં કે લખવામાં આવે છે. આ અર્થભેદ છે. શંકા- ૯૮૦. સંવત્સરી પર્વની આરાધના પહેલાં પાંચમના દિવસે થતી હતી. પછી આચાર્ય શ્રી કાલિકસૂરિજી મહારાજે ચોથના આરાધના શરૂ કરાવી. પહેલા પાંચમના આરાધના થતી હતી તે શાસ્ત્રાનુસારી હતી કે પાછળથી ચોથની આરાધના શરૂ કરાઈ એ શાસ્ત્રાનુસારી છે? જો બંને શાસ્ત્રાનુસારી હોય તો ભવિષ્યમાં કોઈ ગીતાર્થ ગુરુભગવંત સુદ ત્રીજની આરાધના કોઈ કારણસર શરૂ કરાવે તો તે પણ શાસ્ત્રાનુસારી ગણાશે ? Jain Educationa International For Personal and Private Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ ४४८ શંકા-સમાધાન સમાધાન– ભાદરવા સુદ ૫ ની સંવત્સરી ફેરવીને ભાદરવા સુદ ૪ ની કરનારા આચાર્ય શ્રી કાલિકસૂરિજી મહારાજ મહાન શાસન પ્રભાવક હતા અને યુગપ્રધાન હતા. તેઓ કેવા જ્ઞાની હતા તે આપણે તેમના એક પ્રસંગથી જાણીએ. એકવાર ભગવાન શ્રી સીમંધરસ્વામી નિગોદની વ્યાખ્યા કરતા હતા. તે સાંભળી સૌધર્મેન્દ્ર ભગવાનને પ્રશ્ન કર્યો કે, ભગવન્! આજે ભરતક્ષેત્રમાં નિગોદનું આવું વર્ણન કરી શકે તેવા કોઈ શ્રુતજ્ઞાની વિદ્યમાન છે? ભગવાને ઉત્તર આપ્યો કે હા. આચાર્ય શ્રી કાલિકસૂરિ ભરતક્ષેત્રના આચાર્ય છે, જેઓ શ્રુતના બળે નિગોદનું યથાર્થ સ્વરૂપ બતાવી શકે છે. આ સાંભળી સૌધર્મેન્દ્ર આચાર્ય શ્રી કાલિકસૂરિ પાસે આવ્યા. તેમને નિગોદનું સ્વરૂપ પૂછી તેમના શ્રીમુખથી હૂબહૂ વર્ણન સાંભળી ખૂબ ખુશી થયા. પછી પોતાના આગમનની બીજાને ખબર પડે એ માટે ઉપાશ્રયનો દરવાજો બદલી દેવલોકમાં ગયા. આમ તીર્થંકર ભગવાન પણ જેમનું સૂચન કરે અને સૌધર્મેન્દ્ર પણ જેમના જ્ઞાનની પ્રશંસા કરે એવા પ્રખરજ્ઞાની તેઓ હતા. આવા જ્ઞાનીએ જેવું કર્યું હોય તેવું કરવાનો અલ્પ શક્તિવાળા કોઈ આચાર્ય વગેરેને અધિકાર નથી. અલ્પશક્તિવાળા બીજાઓ એ મહાપુરુષનું અનુકરણ કરે તો “લાંબા પાછળ ટૂંકો જાય, મરે નહિ તો માંદો થાય.” એ કહેવત ચરિતાર્થ થાય. બીજી વાત. ભગવાનશ્રી મહાવીરના નિર્વાણ બાદ કેટલાક વર્ષે “મારા નિર્વાણ પછી ૯૯૩ વર્ષે સાતવાહન રાજાની વિનંતીથી શ્રીકાલિકાચાર્ય પંચમીની સંવત્સરી સુદ ચોથમાં પ્રવર્તાવશે અને સકલ શ્રીસંઘ તેને માન્ય કરશે” એવા ભગવાનના વચનને યાદ કરીને રાજાની વિનંતીથી, શ્રી કલ્પસૂત્રના “ સે પૂછું તે રા ૩વાયાવિત્તા એ આગમવચન સુદ છઠ્ઠ પ્રવર્તાવવામાં બાધક બનતું હોવાથી સુદ છઠ્ઠ ન કરતાં “અંતરા વિ . ? પૂછું એ વચનના આધારે શ્રી કાલિકાચાર્યે ભાદરવા સુદ ચોથે સંવત્સરી પ્રવર્તાવી. Jain Educationa International For Personal and Private Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૪૪૯ આનાથી નિશ્ચિત થાય છે કે આપણા જેવાથી હવે ન તો ત્રીજ થાય અને ન તો પાંચમ થાય. ભગવાનના ઉપરોક્ત વચન મુજબ ચોથની સંવત્સરીને જ વળગી રહેવું જોઇએ. શંકા- ૯૮૧. પૂર્ણિમા અને અમાસની વૃદ્ધિ હોય ત્યારે પહેલા ઔદિયકી એટલે બીજી પૂનમ અને બીજી અમાસ આરાધવા યોગ્ય આવતી નથી, હવે કોઇ એમ કહે છે કે, આપ પૂજ્ય એટલે શ્રીહીરસૂરિજી મ. પહેલી પૂનમ અને પહેલી અમાસને આરાધવા યોગ્ય જણાવો છો તો આ સંબંધમાં શું છે ? સમાધાન પૂનમ અમાસની વૃદ્ધિ થાય ત્યારે બીજી પૂનમ અમાસ જ આરાધવા યોગ્ય જાણવી. (હીરપ્રશ્ન ત્રીજો પ્રકાશ પ્ર.પ માંથી અક્ષરશઃ ઉદ્ધૃત) વિશેષનોંધ– આ પ્રશ્નોત્તર પર્વતિથિની પણ ક્ષયવૃદ્ધિ થઇ શકે એમ સ્પષ્ટ બતાવે છે. શંકા ૯૮૨. પૂનમનો ક્ષય હોય ત્યારે તેરસનો ક્ષય ન કરતાં પૂનમનો ક્ષય કરવામાં એક દિવસની લીલોતરીનો ત્યાગ વગેરે આરાધના ઓછી થઇ જાય, તેથી તેરસનો ક્ષય કરવામાં આ દોષ ન રહે. , સમાધાન– જેમ ચોમાસી પ્રતિક્રમણની આરાધના પૂનમના બદલે ચૌદશે કરવામાં એક પ્રતિક્રમણ ઘટવા છતાં આચરણાને પ્રમાણ ગણીને ચોમાસી પ્રતિક્રમણની આરાધના ચૌદશે કરવામાં આવે છે, તેમ ‘ક્ષયે પૂર્વી તિથિ...' આ શાસ્ત્રના આધારે પૂનમનો ક્ષય હોય ત્યારે તેની આરાધના ચૌદશના દિવસે કરાય છે. આરાધના ઓછી થાય કે વધારે થાય એ મહત્ત્વનું નથી. કિંતુ આરાધના જિનાજ્ઞા પ્રમાણે થાય છે કે નહિ તે મહત્ત્વનું છે. પૂનમના ક્ષયમાં પૂનમની આરાધના ચૌદશે કરવામાં જિનાજ્ઞાનું પાલન થાય છે. તેથી આરાધના ઓછી થાય તે દોષરૂપ નથી. તેરસનો ક્ષય કરવામાં તો મિથ્યાત્વ વગેરે અનેક મોટા દોષો લાગે છે. શંકા— ૯૮૩. ચોમાસીની અઠ્ઠાઇ ચૌદસ સુધી ગણવી કે પૂનમ સુધી ? Jain Educationa International For Personal and Private Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ ૪૫૦ શંકા-સમાધાન સમાધાન– ચોમાસીની અઠ્ઠાઈ તો ચૌદસ સુધી જ ગણાય, પણ પૂનમ આરાધ્ય પર્વતિથિ હોવાથી હમણાં ચોમાસીની અઠ્ઠાઈ પૂનમ સુધી ગણાય છે. (એનપ્રશ્ન ઉ.૩ પ્ર.૨૬૮) કાળધર્મ સંબંધી શંકા-સમાધાન શંકા- ૯૮૪. સાધુ-સાધ્વી અને શ્રાવક-શ્રાવિકા કાળધર્મ પામે, ત્યારની તિથિ સ્વર્ગતિથિ ગણાય કે જે દિવસે અગ્નિસંસ્કાર કરે તે તિથિ ગણાય ? સમાધાન- સાધુ-સાધ્વી અને શ્રાવક-શ્રાવિકા જયારે કાળધર્મ પામે ત્યારે જે તિથિ હોય તે તિથિ સ્વર્ગારોહણની ગણાય. શંકા- ૯૮૫. જ્યાં દેરાસર હોય, પ્રતિષ્ઠા થઈ ગઈ હોય, એની અડોઅડ સાધુ મહારાજને અગ્નિદાહ આપી શકાય? દેરાસરથી કેટલે દૂર આપી શકાય ? સમાધાન- સાધુ મહારાજને અગ્નિદાહ આપવાનું સ્થાન દહેરાસરથી ઓછામાં ઓછું સો ડગલા દૂર હોવું જોઈએ. કારણ કે જયાં હાડકાં વગેરે હોય ત્યાંથી સો ડગલા સુધીમાં શાસ્ત્રમાં સ્વાધ્યાય કરવાનો નિષેધ કર્યો છે. આનો અર્થ એ થયો કે સો ડગલા સુધીની ભૂમિ અપવિત્ર થાય. આથી સો ડગલાની અંદર જયાં સુધી હાડકાં વગેરે પડ્યું હોય, ત્યાં સુધી મંદિરની ભૂમિ પણ અપવિત્ર થઈ. આથી મંદિરથી સો ડગલાની અંદર અગ્નિદાહ આપવાથી મંદિરની ભૂમિને અશુદ્ધ કરી ગણાય. આ એક પ્રકારની જિનાશાતના છે. શંકા- ૯૮૬. જ્યાં સાધુ મહારાજના અસ્થિ, હાડકાં, રાખ વગેરે હોય, તેની ઉપર દેરાસર-ગુરુમંદિર બંધાવી શકાય? કે આ બધાની સફાઈ કર્યા પછી બંધાવાય ? સમાધાન- હાડકા વગેરે સાફ કર્યા પછી જ બંધાવાય. કારણ કે શાસ્ત્રમાં જિનમંદિરને શુદ્ધ ભૂમિમાં બાંધવાનું કહ્યું છે. હાડકાં વગેરે પદાર્થોથી રહિત ભૂમિ શુદ્ધ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ ૪૫૧ શંકા-સમાધાન શંકા- ૯૮૭. જે સ્થળે અગ્નિસંસ્કાર થયા હોય, ત્યાં કેટલા વર્ષ સુધી જિનમંદિરાદિ ન બંધાવી શકાય ? સમાધાન પંચાશક ગ્રંથમાં જિનભવન વિધિ પંચાશકમાં ભૂમિ દ્વારમાં નીચે મુજબ જણાવ્યું છે– દ્રવ્યથી શુદ્ધ અને ભાવથી શુદ્ધ એમ બે પ્રકારે શુદ્ધભૂમિ છે. સદાચારી લોકોને વસવાલાયક પ્રદેશમાં ખીલો, હાડકાં વગેરે અશુભ પદાર્થોથી રહિત ભૂમિ દ્રવ્યથી શુદ્ધ છે. જ્યાં જિનમંદિર બંધાવવાથી અન્ય લોકોને અપ્રીતિ ન થાય તે ભૂમિ ભાવથી શુદ્ધ છે. જિનમંદિરની ભૂમિમાં ખીલો, કોલસા, હાડકાં વગેરે અશુભ વસ્તુરૂપ શલ્ય રહેવાથી અશાંતિ, ધનહાનિ, કાર્યમાં અસફળતા વગેરે દોષો થાય છે. માટે તે દોષો દૂર કરવા શાસ્ત્રોક્ત વિધિથી ભૂમિશુદ્ધ કરવા પ્રયત્ન કરવો જોઈએ.” આ પાઠમાં જે સ્થળે અગ્નિસંસ્કાર થયા હોય, ત્યાં અમુક વર્ષ સુધી જિનમંદિર ન બંધાવી શકાય એવી કોઈ વાત નથી. શંકા- ૯૮૮. સાધુ ભગવંતના કાળધર્મ પ્રસંગે બોલાતી ઉછામણીની રકમનો ઉપયોગ શેમાં કરી શકાય ? સમાધાન- આ રકમનો ઉપયોગ કાળધર્મ પામેલા પૂ. આચાર્યદિવાદિનું સ્મારક બનાવવામાં કે તેમના સમાધિમૃત્યુ નિમિત્તે યોજાતા મહોત્સવમાં કરી શકાય. પરંતુ પ્રભાવના કે સાધર્મિક વાત્સલ્યમાં એનો ઉપયોગ ન કરી શકાય. મહોત્સવમાં સંગીતકાર જૈન હોય તો એને આમાંથી ન આપી શકાય. તાત્પર્ય એ છે કે આ રકમ શ્રાવક-શ્રાવિકા વગેરેના ઉપયોગમાં ન આવવી જોઇએ. સ્મારક કે મહોત્સવમાં આવશ્યકતા ન હોય તો આ રકમ દેવદ્રવ્યમાં લઈ જવી જોઈએ. શંકા- ૯૮૯. આચાર્ય ભગવંત દેવલોક પામે ત્યારે બોલાતી વિવિધ ઉછામણીની જે રકમ થાય, તે રકમમાંથી ખાસ જરૂર હોય ત્યાં હોસ્પિટલ બનાવવામાં આવે અને તે હોસ્પિટલમાં પ્રભુજીની Jain Educationa International For Personal and Private Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ ૪૫૨ શંકા-સમાધાન અને દેવલોક પામેલા આચાર્ય ભગવંતની મૂર્તિ પધરાવવામાં આવે તો જિનાજ્ઞાનું ઉલ્લંઘન થાય ? સમાધાન– આમ કરવામાં જિનાજ્ઞાનું ઉલ્લંઘન થાય. કારણ કે જિનશાસનમાં જિનમંદિર, જિનમૂર્તિ, જિનાગમ, સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ સાત ક્ષેત્રો છે. એમાં એવો નિયમ છે કે નીચેના ક્ષેત્રની ૨કમ ઉપરના ક્ષેત્રમાં વાપરી શકાય, પણ ઉપરના ક્ષેત્રની ૨કમ નીચેના ક્ષેત્રમાં ન વાપરી શકાય. જેમ કે સાધુ-સાધ્વી ક્ષેત્રની રકમ જિનાગમ વગેરે ક્ષેત્રમાં વાપરી શકાય. પણ શ્રાવકશ્રાવિકા ક્ષેત્રમાં ન વાપરી શકાય તથા અનુકંપામાં પણ ન વાપરી શકાય. આ નિયમ મુજબ આચાર્ય ભગવંત દેવલોક પામે ત્યારે પાલખી, અગ્નિસંસ્કાર વગેરેની બોલીની રકમ હોસ્પિટલ બનાવવામાં ન વાપરી શકાય. એ રકમ તેમના સ્વર્ગવાસ નિમિત્તે યોજાતા જિનભક્તિ સ્વરૂપ મહોત્સવમાં (પ્રભાવના અને સાધર્મિકવાત્સલ્ય સિવાય) વાપરી શકાય તથા એ આચાર્ય ભગવંતની મૂર્તિ કે મંદિર બનાવવામાં, જિનમંદિર નિર્માણ-જીર્ણોદ્ધાર વગેરેમાં વાપરી શકાય. ટૂંકમાં આવું બોલીનું દ્રવ્ય ગુરુમંદિ૨ ખાતાનું હોવાથી ગુરુની મૂર્તિ કે મંદિર ખાતે વાપરી શકાય. એ વાત પણ ગંભીરતાથી વિચારવા જેવી છે કે, અનેક પંચેન્દ્રિય જીવોની હિંસા કર્યા પછી ડૉકટર બની શકાતું હોય, હજારો-લાખો પંચેન્દ્રિય જીવોની હિંસા જેમાં થઇ રહી હોય, તેવી દવાઓ જેમાં વપરાતી હોય, તેવી હોસ્પિટલો બંધાવવામાં કેટલો ધર્મ થાય, તે પણ વિચારણીય છે. શંકા-૯૯૦. સાધુભગવંતનું મૃતક કેટલા વખત સુધી રાખી શકાય ? સમાધાન– જેમ બને તેમ જલદી અગ્નિસંસ્કાર થાય તેમ કરવું જોઇએ ? શંકા- ૯૯૧. સાધુના મૃતકની સાથે ચરવળી-પાત્ર મૂકે છે, અને તે અગ્નિમાં બળે છે. તો આમાં ચારિત્રના ઉપકરણને બાળવાનો દોષ ન લાગે ? તથા પ્રભુના નિર્વાણ સમયે ઇન્દ્ર મહારાજ પ્રભુને For Personal and Private Use Only Jain Educationa International Page #250 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૪૫૩ હંસલક્ષણ વસ્ત્ર પહેરાવે છે. તે વસ્ત્ર ચિતામાં બળે છે. તો આમાં હિંસાનો દોષ ન લાગે ? સમાધાન- સાધુના મૃતકની સાથે ચરવળી-પાત્ર મૂકવાનો શાસ્ત્રીયવિધિ છે. શાસ્ત્રીયવિધિ કરવામાં ચારિત્રના ઉપકરણને બાળવાનો દોષ ન લાગે. વૈષબુદ્ધિથી કે પ્રમાદ આદિથી ચારિત્રના ઉપકરણને બાળવામાં દોષ લાગે. સાધુ મુખ આગળ મુહપત્તિ રાખ્યા વિના બોલે તો દોષ લાગે. પણ વાંદણા આપતી વખતે અહો કાર્ય વગેરે બોલતી વખતે મુખ આગળ મુહપત્તિ ન હોવા છતાં દોષ ન લાગે. કેમકે તેવી શાસ્ત્રીય વિધિ છે. તેમ મૃતકની સાથે ચરવળી-પાત્ર મૂકવાનો વિધિ હોવાથી ચારિત્રના ઉપકરણને બાળવાનો દોષ ન લાગે. પ્રભુના નિર્વાણ સમયે ઈન્દ્ર મહારાજા પ્રભુને હંસલક્ષણ વસ્ત્ર પહેરાવે છે. ઇત્યાદિ પ્રશ્ન અંગે જણાવવાનું કે આ વિષે શાસ્ત્રમાં હંસલક્ષણ” એવો શબ્દ છે. હંસલક્ષણ શબ્દના જ્ઞાતાધર્મ કથા સૂત્રની ટીકામાં (મેઘકુમારની દીક્ષાના વર્ણનમાં) બે અથ કર્યા છે. (૧) હંસના જેવું અત્યંત સફેદ વસ્ત્ર. (૨) હંસના ચિત્રવાળું વસ્ત્ર. અહીં પહેલા અર્થ પ્રમાણે હિંસાનો પ્રશ્ન જ રહેતો નથી. આથી પહેલો અર્થ સ્વીકારવો એ જ વધુ ઉચિત જણાય છે. શંકા- ૯૯૨. ઘસાઇને નાના થઈ ગયેલા સુખડના ટુકડા સાધુ આદિના અગ્નિસંસ્કારમાં આપે તો ચાલે ? સમાધાન– તેની જેટલી કિંમત થાય તેટલી કિંમત જિનમંદિર સાધારણ ખાતામાં જમા કરાવીને સાધુ આદિના અગ્નિસંસ્કારમાં આપી શકાય. તે ટુકડાઓનો વાસક્ષેપ બનાવીને વાસક્ષેપ પૂજામાં પણ ઉપયોગ કરી શકાય. શંકા- ૯૯૩. કાળધર્મ પામેલા સાધુ મહારાજની પાલખીને ભગવાનની દૃષ્ટિ પડતી હોય તે રીતે દેરાસરના કમ્પાઉન્ડમાં લાવી શકાય ? પડદો ન કરવો પડે ? સમાધાન– પડદો કરવો જોઈએ. Jain Educationa International For Personal and Private Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન શંકા- ૯૯૪. પૂ. સાધુ-સાધ્વીજી ભગવંત કાળધર્મ પામે ત્યારે તેની વાસક્ષેપ પૂજા શ્રાવકોથી થઇ શકે ? સમાધાન– જેમ પુરુષો સાધ્વીજી ભ.ને વંદન ન કરી શકે તેમ વાસક્ષેપથી તેમની પૂજા પણ ન કરી શકે ? પણ સ્ત્રીઓ-શ્રાવિકાઓ વાસક્ષેપથી પૂજા કરી શકે. પુરુષો-શ્રાવકો દર્શન કરી શકે. શંકા- ૯૯૫. પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતો કાળધર્મ પામે ત્યારે તેમના દેહની વાસક્ષેપ પૂજા પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતથી થાય ? સમાધાન– ન થાય. કારણ કે પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતોને દ્રવ્યપૂજાનો નિષેધ છે. શંકા- ૯૯૬. કાળધર્મ પામેલ સાધુ-સાધ્વીજીની નવ અંગે પૂજા થઇ શકે કે માત્ર અંગુઠે જ કરવી જોઇએ ? સમાધાન– નવ અંગે પૂજા થઇ શકે. શંકા- ૯૯૭. કાળધર્મ પામેલા સાધ્વીજીના સંયમદેહની પૂજા પુરુષો કરી શકે ? ૪૫૪ સમાધાન– ન કરી શકે. શંકા— ૯૯૮. સાધુ-સાધ્વીજી ભગવંતનો કાળધર્મ થયા પછી તેમના શરીરને અંતિમ સંસ્કાર માટે વાહન (મોટરગાડીમાં) બીજા ગામ-શહે૨માં લઇ જઇ શકાય ? સમાધાન– આ તે શરીર છે કે જેનાથી સાધુએ વર્ષો સુધી છ જીવનિકાયની રક્ષા કરી છે. આવા મુનિના શરીરને જેમાં છ જીવનિકાયની હિંસા થાય તેવા વાહનથી બીજા ગામ-શહેરમાં લઇ જવા એ જરાય યોગ્ય જણાતું નથી. શંકા- ૯૯૯. સાધ્વીજી મહારાજ કાળ કરી જાય તેના ગુણાનુવાદ સાધુ મહારાજ કરી શકે ? સમાધાન– વિવેકપૂર્વક કરી શકે. Jain Educationa International For Personal and Private Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૪૫૫ મૃતક સંબંધી શંકા-સમાધાન શંકા– ૧000. હમણાં હમણાં મોટા શહેરોમાં ક્યાંક ક્યાંક જૈન પરિવારોમાં મૃતકને રાત્રે બાળવા લઈ જવાની પ્રવૃત્તિ દેખાય છે તે ઉચિત છે ? સમાધાન- જયણાની અપેક્ષાએ આ પ્રવૃત્તિ ઉચિત નથી. હિંસાના કારણે જેમ રાત્રે ભોજન ન કરાય તેમ મૃતકને પણ રાત્રે અગ્નિદાહ ન અપાય. શંકા- ૧૦૦૧. મૃતકને લઈ જતી વખતે જૈનેતરોના આંધળા અનુકરણ રૂપે જૈનોમાં “જય જિનેન્દ્ર” કે “અરિહંત નામ સત્ય છે વગેરે જેને જે ઠીક લાગે તે બોલવાનું શરૂ થયું છે તે ઉચિત છે? “જય જિનેન્દ્ર વગેરે બોલવાના સમર્થનમાં સાધુ-સાધ્વીના મૃતક લઈ જતી વખતે “જય જય નંદા !” “જય જય ભદ્દા !' બોલાય જ છે ને ? એવી દલીલ કરવામાં આવે છે, તે યોગ્ય છે? વસતિમાં સાધુસાધ્વીના મૃતકની હાજરીમાં પ્રતિક્રમણ મનમાં જ કરાય છે. અપવિત્ર સ્થાનમાં મા-બાપનું નામ પણ ઉચ્ચારાય નહિ એવું પણ સંભળાય છે. સમાધાન મૃતકને લઈ જતી વખતે “જય જિનેન્દ્ર” કે “અરિહંત નામ સત્ય છે વગેરે ન બોલાય. કારણ કે યોગબિંદુ ગ્રંથમાં લખ્યું છે કે રામપ્રદ નાસ્થાને જ્યાં લોકો મળ-મૂત્રનું વિસર્જન કરતાં હોય તેવા કે બીજા પણ અપવિત્ર સ્થાનમાં માતા-પિતા વગેરે પૂજ્યોનું નામ ન બોલાય. મૃતક હોવાના કારણે ત્યાં અપવિત્રતા હોય છે. આથી “જિનેન્દ્ર કે “અરિહંત' વગેરે નામ ન બોલાય. જિનેન્દ્ર કે “અરિહંત' વગેરે તીર્થંકરદેવના પર્યાયવાચી નામો છે. જય જય નંદા ! જય જય ભદ્દા ! એમ બોલવામાં કોઈ પૂજયનું નામ નથી. નંદા એટલે સમૃદ્ધિવાન. ભદ્રા એટલે કલ્યાણવાન. હે સમૃદ્ધિવાન ! તમે જય પામો. તે કલ્યાણવાન ! તમે જય પામો. એવો અર્થ છે. લોકાંતિક દેવો તીર્થંકરને દીક્ષા સ્વીકારવાની વિનંતિ કરવા આવે છે ત્યારે તીર્થકરને ઉદ્દેશીને ભક્તિથી આ વાક્યો બોલે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬ શંકા-સમાધાન પાછળથી સાધુ-સાધ્વીના મૃતકને લઈ જતી વખતે જય જય નંદા ! જય જય ભદા! એમ બોલવાનું શરૂ થયું છે. પૂર્વે સાધુ-સાધ્વીજીના મૃતકને સાધુ-સાધ્વીજીઓ જ જંગલમાં પરઠવી આવતા હતા. પાછળથી ગૃહસ્થોને સોંપવાની પ્રથા શરૂ થઈ. એટલે સાધુનું મૃતક લઈ જતી વખતે પણ જય જય નંદા ! જય જય ભદ્દા ! એમ બોલવાનું શરૂ થયું. જ્યાં મૃતક પડ્યું હોય ત્યાં ચારે બાજુ સો ડગલાં સુધી વસતિ અશુદ્ધ હોય છે. ગણધરપ્રણીત પ્રતિક્રમણનાં સૂત્રો અતિશય પવિત્ર છે. આવા પવિત્ર સૂત્રોનું અશુદ્ધ વસતિમાં ઉચ્ચારણ ન કરાય. આથી વસતિમાં મૃતકની હાજરીમાં પ્રતિક્રમણ મનમાં કરાય છે. આજે જૈનો જગતનું અનુકરણ કરતા થઈ ગયા છે એથી આ પ્રવૃત્તિ જિન ધર્મ પ્રમાણે છે કે જિનધર્મથી વિરુદ્ધ છે એવો વિચાર પણ કરતા નથી. એના અનેક દૃષ્ટાંતોમાં એક દષ્ટાંત આ છે- કોઈનું મૃત્યુ થાય ત્યારે ઘણા “અરિહંતશરણ પામ્યા” એમ બોલે છે અને લખે છે. જગતમાં “શ્રીજીચરણ પામ્યા” એવું લખાતું વાંચીને જૈનો પણ “અરિહંતશરણ પામ્યા” એમ લખવા લાગે છે, પણ આ ખોટું છે. આપણે ત્યાં સ્વર્ગવાસ પામ્યા કે કાળધર્મ પામ્યા એમ બોલાય છે અને લખાય છે. તેમાં પણ “કાળધર્મ પામ્યા' એ પ્રયોગમાં તાત્ત્વિક અર્થ રહેલો છે. કાળનો ધર્મ તે કાળધર્મ અહીં ધર્મ શબ્દ આત્મકલ્યાણ માટે કરાતા ધર્મના અર્થમાં નથી, કિન્તુ સ્વભાવ અર્થમાં છે. (વઘુસદીવો થો) કાળનો એ સ્વભાવ છે કે જન્મેલા જીવનું મૃત્યુ કરે. એટલે મૃત્યુ એ કાળનો સ્વભાવ જ છે, અર્થાત્ મૃત્યુ એ સ્વાભાવિક છે. આમ વિચારવાથી મૃત્યુનો ભય ન રહે. જે વસ્તુ સ્વાભાવિક છે તેનો ભય શા માટે ? આમ કોઈ મૃત્યુ પામે ત્યારે કાળધર્મ પામ્યા એવો પ્રયોગ તાત્ત્વિક અર્થવાળો છે. ત્યારે સ્વર્ગવાસ પામ્યા એવો પ્રયોગ વ્યવહારભાષા છે. કારણ કે મૃત્યુ પામેલા બધાય સ્વર્ગે જ ગયા હોય એવો નિયમ નથી. કાળધર્મને પામ્યા એ અર્થ તો કોઈ પણ ગતિમાં ગયેલા જીવ માટે ઘટે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન છતાં ય સ્વર્ગવાસને પામ્યા એમ હજી બોલાય. પણ અરિહંતશરણ પામ્યા એમ ન બોલાય-ન લખાય. શંકા— ૧૦૦૨. મા-બાપ વગેરેના મૃત્યુ નિમિત્તે જૈનોમાં રડવાની પ્રથા બંધ થતી જાય છે, તેના લાભ-નુકસાન હોય તો તે પણ જણાવવા વિનંતી છે. પૂર્વે મા-બાપ વગેરે સ્વજનોના મૃત્યુ બાદ જૈન પરિવારોમાં લાંબા કાળ સુધી જે દુ:ખ-દર્દ જોવા મળતાં હતાં, તે આજે ખાસ જોવા મળતાં નથી. એમાં કારણ શું હોઇ શકે ? ૪૫૭ સમાધાન– અહીં માનસશાસ્ત્ર અને અધ્યાત્મશાસ્ત્રની દૃષ્ટિએ વિચારણા કરવી જરૂરી છે. માનસશાસ્ત્રનો આ નિયમ છે કે માણસને અન્ય વ્યક્તિ પ્રત્યે આત્મીયભાવ-મમતાભાવ જેટલા અંશે વધારે તેટલા અંશે માણસને મૃત્યુથી અન્ય વ્યક્તિનો વિયોગ થાય ત્યારે દુઃખ વધારે. વ્યક્તિના વિયોગમાં દુ:ખનું કારણ મમતા-આત્મીયભાવ છે. માટે અધ્યાત્મશાસ્ત્ર કહે છે કે અન્યનો વિયોગ દુઃખનું કારણ નથી, કિન્તુ અન્ય વ્યક્તિ પ્રત્યે રહેલી મમતા દુ:ખનું કારણ છે. અધ્યાત્મશાસ્ત્ર કહે છે કે મમતા-અન્ય માણસો પ્રત્યે મારાપણાની બુદ્ધિ દુઃખનું કારણ છે. મમતા દુઃખનું કારણ છે એનાં અનેક કારણો છે. તેમાં એક કારણ છે વિયોગમાં દુઃખ. જેના પ્રત્યે જેટલા અંશે મમતા વધારે તેટલા અંશે તેના વિયોગમાં દુઃખ વધારે. અધ્યાત્મદૃષ્ટિએ આ દુઃખ એક પ્રકારનું આર્તધ્યાન છે. આર્તધ્યાન અશુભ કર્મબંધનું કારણ છે. અશુભ કર્મબંધથી ભવિષ્યમાં દુ:ખ આવે છે, માટે અધ્યાત્મશાસ્ત્ર કહે છે કે અન્ય વ્યક્તિના વિયોગમાં દુઃખ ન થાય એ માટે અન્યત્વભાવના વગેરેના ચિંતનથી શરીર વગેરે સર્વ વસ્તુ ઉ૫૨થી મમતાભાવને હટાવી લો. આ રીતે વિવેકપૂર્વક જેને સ્વજનો પ્રત્યે મમતા રહેતી નથી તેને સ્વજનના વિયોગમાં જરાય દુ:ખ થતું નથી. સ્વજનનો વિયોગ થાય ત્યારે શોક કરવો, રડવું વગેરે રીતે દુઃખની અભિવ્યક્તિ કરવી એ આર્તધ્યાન છે. જેનો સ્વજનો ઉ૫૨થી મમતાભાવ હટી જાય છે તેને સ્વજનનો વિયોગ થાય ત્યારે દુઃખ થતું નથી. આથી તે શોક કરવો, રડવું વગેરે રીતે For Personal and Private Use Only Jain Educationa International Page #255 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૪૫૮ દુઃખની અભિવ્યક્તિ ન કરે એ સહજ છે. આધ્યાત્મિક દૃષ્ટિએ સ્વજનના વિયોગમાં શોક આદિ દ્વારા દુઃખની અભિવ્યક્તિ આર્તધ્યાનરૂપ હોવાથી દોષરૂપ છે. અન્યત્વ ભાવનાના ચિંતનથી પ્રગટેલા વિવેકના કારણે મમત્વભાવ ન રહેવાથી શોક આદિ દ્વારા દુઃખની અભિવ્યક્તિ ન કરવી એ આધ્યાત્મિક દૃષ્ટિએ ગુણરૂપ છે. સ્વજનો પ્રત્યે મમતાનો અભાવ બે રીતે થાય. ઉપર કહ્યું તેમ વિવેકના કારણે મમતાનો અભાવ થાય. તથા સ્વાર્થના કારણે સ્વજનો પ્રત્યે મમતાભાવ ન થાય. કેટલાક માણસો એટલા બધા સ્વાર્થી હોય છે કે જેથી તેને પોતાનો જ વિચાર આવે છે, બીજાનો વિચાર આવતો નથી. આવા સ્વાર્થી માણસોને પણ માતા-પિતા વગેરે સ્વજનો પ્રત્યે મમતાભાવ ન હોય અને એથી માતા-પિતાના વગેરેના વિયોગમાં એમને જરાય દુઃખ ન થાય. પણ આ દુઃખનો અભાવ ગુણરૂપ નથી. આજે વિવેકના કારણે મમતાનો અભાવ થવાથી વિયોગમાં દુઃખ-દર્દ ન થાય તેવા તો કોક વિરલા જ મળે. મોટા ભાગના માણસોને અતિસ્વાર્થના કારણે માતા-પિતાદિ સ્વજનો ઉપર મમતાભાવ ન હોવાથી વિયોગમાં દુઃખ-દર્દ થતું નથી. આનો અર્થ એ થયો કે આજે સ્વાર્થવૃત્તિ વધી છે. આજે જૈન ગણાતા પરિવારોમાં પણ સ્વાર્થવૃત્તિ વધી છે અને એથી સ્વજનના વિયોગમાં દુઃખ-દર્દ ખાસ જોવા મળતાં નથી. શંકા- ૧૦૦૩. મૃત્યુ પ્રસંગે મૃતકને અડનાર જિનપૂજા કરી શકે ? સમાધાન– મૃતકને અડનાર સ્નાન કરીને જિનપૂજા કરી શકે છે. કારણ કે મૃતકને સ્પર્શ કરવાથી થયેલી અશુદ્ધિ સ્નાન કરવાથી દૂર થઇ જાય છે. હવે જો મૃતકને સ્પર્શ કરનાર પણ જો સ્નાન કરીને પૂજા કરી શકે તો પછી મૃતકને સ્પર્શ નહિ કરનારાઓ સ્નાન કરીને પૂજા કરી શકે તેમાં કોઇ પ્રશ્ન જ ન હોય તથા સ્નાન કર્યા પછી સામાયિક-પ્રતિક્રમણ વગેરે ધર્મક્રિયાઓ પણ કરી શકે. જે ઘરે મૃત્યુ થયું હોય તે ઘરના માણસો પણ સ્નાન કરીને તે જ દિવસથી જિનપૂજા વગેરે સર્વ ધર્મક્રિયા કરી શકે છે. જેઓ મૃતકને સ્પર્થા Jain Educationa International For Personal and Private Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૪૫૯ નથી તેમને એના માટે શુદ્ધિરૂપે સ્નાન પણ જરૂરી નથી તો પછી સ્નાન બાદ તો અશુદ્ધિનો સવાલ જ રહેતો નથી. શંકા- ૧૦૦૪. ગામમાં મરણ થતાં (ઘરમાં નહિ) સ્મશાનમાં ગયા પછી મડદાને અડ્યા ન હોય તો સ્નાન કરવું જરૂરી ગણાય? દેરાસરમાં દર્શને જવાય કે નહિ ? સમાધાન–સ્નાન કર્યા વિના પણ પ્રભુ દર્શન કરવામાં વાંધો નથી. એમ.સી. સંબંધી શંકા-સમાધાન શંકા- ૧૦૦૫. સ્ત્રીઓનાં વસ્ત્રો ખરીદતાં પહેલાં અનેક અપવિત્ર સ્ત્રીઓ વગેરેથી સ્પર્ધાયેલા હોય એ સંભવિત છે. તો આવાં વસ્ત્રોથી પૂજા કરવામાં શુદ્ધિ કેવી રીતે રહે ? સમાધાન– ખરીદતાં પહેલાં અપવિત્ર સ્ત્રી વગેરેથી સ્પર્શ ટાળવાનું અશક્ય છે તેથી તે ચલાવી લેવું પડે પણ પોતાની પાસે આવ્યા પછી વસ્ત્રોની શુદ્ધિ રહેવી જોઈએ. શંકા- ૧૦૦૬. અપવિત્ર સ્ત્રીનો સંઘટ્ટો કરનાર વ્યક્તિ દેરાસરમાં આવી હોય અને તેનો સંઘટ્ટો પૂજાના શુદ્ધ વસ્ત્રોવાળાને થઈ જાય તો આવા સંયોગોમાં વસ્ત્રની શુદ્ધિ કેવી રીતે રાખી શકાય? સમાધાન– પૂજાના શુદ્ધ વસ્ત્રોવાળાએ પૂજાના શુદ્ધ વસ્ત્રોવાળી વ્યક્તિ સિવાય બીજી કોઇપણ વ્યક્તિનો સંપર્શ ન થઈ જાય તેની અત્યંત કાળજી રાખવી જોઇએ. આમ છતાં અન્ય કોઈ વ્યક્તિનો પૂજાના કપડાની સાથે સંઘટ્ટો થઈ જાય તો તે કપડા પાણીથી ધોઇ નાખવાથી અશુદ્ધિ દૂર થઈ જાય. પછી તે વસ્ત્રો પૂજામાં વાપરી શકાય. શંકા- ૧૦૦૭. ટ્રેન વગેરેમાં તીર્થયાત્રા માટે જવાનું થાય, સાથે પૂજાના કપડાં હોય, આ વખતે અપવિત્ર સ્ત્રી વગેરેનો સંઘટ્ટો થવાની સંભાવના છે. આવા સંયોગોમાં વસ્ત્રની શુદ્ધિ કેવી રીતે રાખવી ? સમાધાન- ટ્રેન વગેરેમાં તીર્થયાત્રા માટે જવાનું થાય, પૂજાનાં વસ્ત્રો થેલીમાં કે પેટીમાં હોય. આથી અપવિત્ર સ્ત્રી વગેરેનો સ્પર્શ Jain Educationa International For Personal and Private Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ ૪૬૦. શંકા-સમાધાન અનંતરપણે પૂજાનાં વસ્ત્રોને થતો નથી, કિંતુ પરંપરાએ થાય છે. આથી તેવાં વસ્ત્રોને પાણીથી ધોવાથી શુદ્ધ બની જાય. શંકા- ૧૦૦૮. પૂજા આદિના વસ્ત્રો અંતરાયવાળી બહેનોના અડવાથી અશુદ્ધ બની ગયા હોય, તો એને શુદ્ધ કરવાના ઉપાયો કયા? સમાધાન– અંતરાયવાળી બહેનથી સ્પર્શાવેલાં પૂજાનાં વસ્ત્રો ધોવાથી શુદ્ધ થઈ શકે નહિ. અહીં કોઈ એવી દલીલ કરે કે મૃતકને અડનાર પુરુષનું શરીર સ્નાન કરવાથી શુદ્ધ થઈ શકતું હોય તો પૂજાનાં વસ્ત્રો ધોવાથી શુદ્ધ કેમ ન થઈ શકે ? આ દલીલ બરાબર નથી. મૃતકને અડનાર પુરુષનું શરીર સ્નાન કરવાથી શુદ્ધ થઈ શકે છે. કારણ કે શરીર અપરિહાર્ય(Sત્યાગ ન કરી શકાય તેવું) છે, જ્યારે પૂજાનાં વસ્ત્રો પરિહાર્ય( ત્યાગ કરી શકાય તેવાં, અર્થાત્ નવાં લઈ શકાય તેવા) છે. આથી અંતરાયવાળી બહેનથી સ્પર્ધાયેલાં પૂજાનાં વસ્ત્રો ધોવાથી શુદ્ધ થઈ શકે નહિ. એથી ધોયેલાં પણ વસ્ત્રોથી પૂજા થઈ શકે નહિ. શંકા- ૧૦૦૯. રોજ વાપરવાનાં શુદ્ધ વસ્ત્રો પહેરીને બહાર જવાનું થાય ત્યારે કોઈક અપવિત્ર સ્ત્રી વગેરેનો સ્પર્શ થઈ જવાનો સંભવ રહે છે. બહારથી આવ્યા પછી એ જ વસ્ત્રોથી સામાયિક કરી શકાય કે શુદ્ધ કરવા પડે ? સમાધાન- વસ્ત્રોને અપવિત્ર સ્ત્રી વગેરેનો સીધો સ્પર્શ થયો હોય તો શુદ્ધ કરવા જોઈએ. શંકા- ૧૦૧૦. ઋતુવતી સ્ત્રીએ બનાવેલી રસોઈ વાપરનાર પૂજા કરી શકે ? સમાધાન- ઋતુવંતી સ્ત્રીથી રસોઈ કરી શકાય નહિ. તેથી તેણે બનાવેલી રસોઈ વાપરવાની વાત જ રહેતી નથી. ઋતુવંતી સ્ત્રીથી ઋતુકાળ દરમિયાન ઘરનાં કોઈ કામ ન કરી શકાય અને ઘરની કોઈ વસ્તુને અડકી ન શકાય. આમ છતાં કોઈ કારણસર ઋતુવંતી સ્ત્રીએ બનાવેલી રસોઈ ખાવી પડી હોય તો પણ સ્નાન કર્યા પછી પૂજા થઈ શકે છે તથા સામાયિક વગેરે સર્વ ધર્મક્રિયાઓ થઈ શકે Jain Educationa International For Personal and Private Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ ૪૬૧ શંકા-સમાધાન છે. જો ઋતુવંતી બહેનને સાક્ષાત્ સ્પર્શ થયો હોય તો પણ સ્નાન કરીને ધર્મક્રિયા કરી શકાય. શંકા- ૧૦૧૧. એમ.સી.માં સ્નાન કર્યા બાદ પૂજા કેટલા દિવસે થાય ? ગોચરી ક્યારે વહોરાવી શકાય ? પ્રતિક્રમણ વગેરે ક્યારે કરી શકાય ? સમાધાન- એમ.સી.માં સ્નાન કર્યા બાદ દર્શન-પૂજન અંગે ઋતુવંતીની સજઝાયમાં કહ્યું છે કે“ચોથે દિવસે દરિસણ સૂઝ, સાતમે પૂજા ભણીએ.” આ કથન સામાન્યથી છે. વિશેષથી તો પોતાને હવે જરા ય અશુદ્ધિ રહી નથી તેવી ખાતરી થયા પછી ઋતુવતી સ્ત્રી પૂજા કરી શકે છે. એમ.સી.ના ૭૨ કલાક પૂર્ણ થયા પછી ગોચરી વહોરાવી શકાય અને પ્રતિક્રમણ વગેરે ધર્મક્રિયા પણ કરી શકાય. શંકા- ૧૦૧૨. જે ઘરમાં એમ.સી.નું પાલન પૂર્ણ રીતે ન થતું હોય, તે ઘરમાં રહેનાર શ્રાવકને પૂજા-પ્રતિક્રમણ વગેરે કરવાની ભાવના હોય તો કઈ રીતે કરી શકે ? સમાધાન- એમ.સી.વાળા બહેનથી ઘરનું કોઈ પણ કામ ન થાય. એને ઘરની વસ્તુઓ સ્પર્શવાનો પણ નિષેધ શાસ્ત્રમાં જણાવ્યો છે. શાસ્ત્રની આ વાતને સામાન્ય શ્રાવક-શ્રાવિકાઓ પણ સમજી શકે એ માટે એક મહાપુરુષે સ્તુતિમાં આ પ્રમાણે વણવી છે. ઋતુવંતી અડકે નહિ એ, ન કરે ઘરનાં કામ તો, તેહના વાંછિત પૂરશે એ દેવી સિદ્ધાયિકા નામ તો. આમ જૈનોના ઘરમાં આ નિયમનું બરાબર પાલન થવું જોઈએ તથા એમ.સી.વાળી બહેને બનાવેલ ભોજન ન વાપરવું જોઈએ. આમ છતાં સંયોગ કે લાચારી આદિના કારણે એમસી.વાળી બહેને બનાવેલ ભોજન વાપરવું જ પડે તો પણ પૂજા, સામાયિક અને પ્રતિક્રમણ વગેરે ધર્મક્રિયાઓ તો ન જ મૂકવી જોઈએ. જે ઘરમાં એમ.સી.નું પાલન ન થતું હોય, છોકરાઓમાં અડીઅડ થતી હોય, યાવત્ એમ.સી. વાળી બહેનની બનાવેલી રસોઈ જમવી પડતી હોય Jain Educationa International For Personal and Private Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ ૪૬ ૨ શંકા-સમાધાન તે ઘરમાં રહેનાર શ્રાવક સ્નાન કર્યા પછી પૂજા-પ્રતિક્રમણ વગેરે કરી શકે છે. અહીં પૂજા-પ્રતિક્રમણના વસ્ત્રોને ઘરની અન્ય કોઈ વ્યક્તિ સ્પર્શે નહિ તેની પૂરતી કાળજી રાખવી જોઈએ તથા તે વસ્ત્રો થેલી વગેરેમાં એવી રીતે રાખવા જોઈએ કે જેથી પોતાનો સીધો સ્પર્શ પણ એ વસ્ત્રોને સ્નાન કર્યા પછી જ થાય. સ્નાન કર્યા પછી શરીર શુદ્ધ થઈ જાય છે. શંકા- ૧૦૧૩. એમ.સી.માં આવેલ બહેન ૭૨ કલાક પૂર્ણ થયા પછી સ્નાન કરે તો સ્નાન કર્યા બાદ તુરત પ્રતિક્રમણ ભણાવી શકે ? સમાધાન-પોતાને જરા ય અશુચિ ન જણાતી હોય તો ભણાવી શકે. શંકા- ૧૦૧૪. ઉપધાનમાં એમ.સી. વાળી બહેનોને ક્રિયા પડદામાં રાખીને કરાવાય છે તે કઈ રીતે યોગ્ય છે? પવેયણાની ક્રિયા ન કરાવાય તો ન ચાલે ? સમાધાન– ઉપધાનમાં દરરોજની જે ક્રિયા વિહિત છે તે અવશ્ય કરવી જોઇએ. એમ.સી. વાળી બહેનો દેવ-ગુરુનાં દર્શન ન કરી શકે. માટે એમ.સી. વાળી બહેનોને ક્રિયા પડદામાં રાખીને કરાવાય છે. ઉપધાનમાં એમ.સી. વાળી બહેનોને સવાર-સાંજની ક્રિયા ન કરાવવામાં આવે તો જિનાજ્ઞાભંગ રૂપ દોષ લાગે. શંકા- ૧૦૧૫. ઉપધાનમાં બહેનો એમ.સી.માં આવે, તો પૌષધ ચાલુ રાખે છે તેમ કોઈ બહેનને ચોસઠપ્રહરી પૌષધ અખંડ રાખવાની ભાવના હોય અને બીજા-ત્રીજા દિવસે એમ.સી.માં આવે તો શું કરવું ? પૌષધ ચાલુ રાખવો કે પરાવી દેવો ? સમાધાન– પૌષધ ચાલુ રાખી શકાય, એમ જણાય છે. આમ છતાં વર્તમાનમાં પારી લેવાની આચરણા જોવામાં આવે છે. શંકા- ૧૦૧૬. અંતરાય (એમ.સી.) વાળી બહેનો સાધુસાધ્વીજી પાસે પચ્ચખાણ માગી શકે ? સાધુ-સાધ્વીજી અંતરાયવાળી બહેનોને પચ્ચકખાણ કરાવી શકે ? સમાધાન અંતરાયવાળી બહેનોને સાધુના ઉપાશ્રયે જવાનું જ નથી. સાધુઓ ઘરે વહોરવા ગયા હોય અને અંતરાયવાળી બહેન Jain Educationa International For Personal and Private Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૪૬૩ આડમાં (સામે નહિ) ઊભા રહીને પચ્ચક્ખાણ માગે તો હજી આપી શકાય. અંતરાયવાળી બહેનો સાધ્વીજી મ. પાસે પચ્ચક્ખાણ માગી શકે અને સાધ્વીજી મ. પચ્ચક્ખાણ આપી શકે. શંકા- ૧૦૧૭. અંતરાયવાળા હોય તો એકાસણા આદિનો કરેલો તપ ભવ આલોચનામાં ગણાય ? સમાધાન– ન ગણાય. શંકા ૧૦૧૮. વીશસ્થાનક આયંબિલથી કરતા હોય, ત્યારે છઠ્ઠની ઓળી આવે, તેમાં બે આયંબિલ કરતા હોઇએ, ત્યારે બંને દિવસ દેરાસરમાં પચ્ચક્ખાણ લેવા જોઇએ ? બીજે દિવસે દેરાસરમાં પચ્ચક્ખાણ લીધા વગર અંતરાયવાળા થાય, તો એ બે આયંબિલ ગણાય? સમાધાન– વીશસ્થાનક તપમાં છઠ્ઠની ઓળી કરતા હોય, ત્યારે બીજા આયંબિલમાં સવારમાં પ્રતિક્રમણ વખતે આયંબિલનું પચ્ચક્ખાણ ધારી લીધું હોય કે લઇ લીધા પછી અંતરાયવાળા થાય, તો એ આયંબિલનો તપ ગણાય. દેરાસર ન ગયા હોય, તોપણ એ આયંબિલ વીશસ્થાનકમાં ગણાય. શંકા- ૧૦૧૯. અંતરાય લંબાવવાની ગોળી ઉપવાસમાં કે રાત્રે લેવાય ? સમાધાન– જો ગોળી કડવી કે કોઇપણ જાતના સ્વાદ વગરની હોય, તો પાણી વગર લઇ શકાય. આ ગોળી વાપર્યા પછી ૪૮ મિનિટ સુધી પાણી ન વપરાય. આમ છતાં એટલું સમજવું જરૂરી છે કે આવી ગોળી નછૂટકે જ લેવાની હોય. આવી ગોળીઓ લેવાથી વ્યવસ્થિત ચાલતા શરીરના તંત્રમાં અવ્યવસ્થા થાય છે. વધારે લેવાથી ભવિષ્યમાં મોટું નુકસાન થવાની સંભાવના પણ રહે છે. શંકા- ૧૦૨૦. જેના ઘરમાં પ્રસૂતિ થઇ હોય તે ઘરના માણસો કેટલા દિવસ સુધી પૂજા ન કરી શકે ? સમાધાન– જેના ઘરમાં પ્રસૂતિ થઇ હોય તે ઘરના બધા માણસો તે જ દિવસથી સ્નાન કરીને પૂજા કરી શકે. સંઘટ્ટો થયો હોય તો Jain Educationa International For Personal and Private Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ ૪૬૪ શંકા-સમાધાન પણ સ્નાન કરીને પૂજા કરી શકાય. કારણ કે સંઘટ્ટા દ્વારા થયેલી અશુદ્ધિ સ્નાન કરવાથી દૂર થઈ જાય છે. આથી જ ભૂતકાળમાં જેમના ઘરે જિનમંદિર હોય તેવા કુટુંબો જન્મ-મરણના પ્રસંગે પણ પોતાના ગૃહમંદિરમાં પૂજા કરતા હતા. ચક્રવર્તી વગેરેને અનેક રાણીઓ હોય છે. આથી તેમના અંતઃપુરમાં લગભગ કાયમ પ્રસૂતિનો પ્રસંગ હોય. હવે જો જે ઘરે પ્રસૂતિ થાય તે ઘરના માણસો અમુક દિવસ સુધી પૂજા ન કરી શકે તેવો નિયમ હોય તો ચક્રવર્તી અને તેનો પરિવાર ક્યારેક ક્યારેક જ પૂજા કરી શકે. પણ તેવું છે નહિ. હા, કોઈ દેશાચાર આદિના કારણે જૈનધર્મની નિંદા થાય તેમ હોય તો પૂજા ન પણ કરાય. આમ છતાં જલ, ચંદન, પુષ્પ આ ત્રણ સિવાયની ધૂપપૂજા વગેરે પૂજા તથા સામાયિક આદિ ધર્મક્રિયા કરવામાં કશો બાધ નથી. આનો અર્થ એ થયો કે જન્મ-મરણના પ્રસંગમાં પૂજા તથા અન્ય ધર્મક્રિયાઓ વિધિપૂર્વક કરવામાં કશો બાધ નથી. શંકા- ૧૦૨૧. જન્મ-મરણનાં પ્રસંગે પૂજા તથા અન્ય ધર્મ ક્રિયાઓ કરી શકાય એ વાત કોઈ પ્રામાણિક ગ્રંથમાં છે ? સમાધાન- આ વિષે સેનપ્રશ્ન ગ્રંથમાં પ્રશ્ન અને ઉત્તર નીચે મુજબ છે– પ્રશ્ન- જન્મસૂતકમાં અને મરણસૂતકમાં પ્રભુપ્રતિમાની પૂજા થાય કે નહિ ? ઉત્તર– જન્મ-મરણ સૂતકમાં પણ સ્નાન કર્યા પછી પ્રતિમાની પૂજાનો નિષેધ જાણ્યો નથી, અર્થાત્ પૂજા ન થાય તેમ જાણ્યું નથી. શંકા- ૧૦૨૨. પ્રસૂતા બહેન કેટલા દિવસે દર્શન-પૂજન કરી શકે? સમાધાન- આ વિષે શાસ્ત્રપાઠ મારા જાણવામાં આવ્યો નથી. આભડછેડ દૂર થાય અને પ્રસૂતા બહેનના શરીરમાં અશુદ્ધિ ન રહે ત્યારે પ્રસૂતા બહેન દર્શન-પૂજન કરી શકે તેમ જણાય છે. શંકા- ૧૦૨૩. પ્રસૂતિવાળા ઘરમાં સાધુથી કેટલા દિવસે વહોરી શકાય ? Jain Educationa International For Personal and Private Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૪૬૫ સમાધાન– જે ઘરમાં આભડછેટ(=પ્રસૂતા બહેનનો સ્પર્શ થવો વગેરે) ન થતી હોય તે ઘરમાં પ્રસૂતિના દિવસથી જ સાધુથી વહોરી શકાય. આજે તો પ્રસૂતિ હોસ્પિટલમાં થતી હોય છે, એથી આભડછેટનો પ્રશ્ન જ રહેતો નથી. કદાચ કોઈ હોસ્પિટલમાં ગયા હોય અને આભડછેટ થઈ હોય તો પણ સ્નાન કરવાથી શુદ્ધિ થઈ જાય છે. શંકા- ૧૦૨૪. જૈનોના ઘરે માસિક ધર્મવાળી બહેનોથી ગોચરી વહોરાવી શકાતી નથી, ત્યારે શુદ્ધ-નિર્દોષ ગોચરી મેળવવા અજૈન પરિવારોને ત્યાંથી ગોચરી લાવી શકાય ? ત્યાં તો લગભગ બહેનો માસિક ધર્મનું પાલન જ કરતી નથી હોતી, તો તે ચાલે ખરું ? સમાધાન- ગોચરી જવા માટે લાયક ગીતાર્થ સાધુ હોય અને ગીતાર્થ સાધુને જે વખતે જે યોગ્ય લાગે તે કરે. પૂર્વે પણ સાધુઓ જૈનેતરોને ત્યાં ગોચરી જતા હતા, એટલે વર્તમાનમાં પણ જૈનેતરોને ત્યાં ગોચરી જઈ શકાય. વહોરાવનાર અને રસોઈ બનાવનાર અંતરાયવાળા છે, એવી ખબર પડે તો ત્યાંથી ગોચરી ન વહોરવી. અંતરાય અંગે ઘરે ઘરે પ્રશ્ન પૂછવો યોગ્ય જણાતો નથી. શંકા- ૧૦૨૫. પ્રસૂતિવાળા ઘરમાં સાધુથી દશ દિવસ સુધી વહોરવા ન જવાય એમ શાસ્ત્રમાં આવે છે તેનું શું ? સમાધાન– એ નિષેધ લૌકિક વ્યવહારના પાલન માટે છે. લોકમાં સૂતક સંબંધી મર્યાદાના પાલન માટે છે. આથી જ કોઇ દેશમાં દશ દિવસનું સૂતક હોય તો કોઈ દેશમાં દશ દિવસથી વધારે-ઓછું પણ હોય. આ વિષે સેનપ્રશ્ન ગ્રંથમાં ૬૩૮મા પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું છે કે “શ્રી વ્યવહાર સૂત્રની ટીકામાં જે દશ દિવસનું વર્જન છે તે દેશવિશેષને આશ્રયીને છે. તેથી જે દેશમાં સૂતક સંબંધી જે મર્યાદા હોય તેટલા દિવસ વર્જવા.” પૂર્વે સાધુઓ જૈનોના જ ઘરોમાં ગોચરી જતા હતા એવું ન હતું. જૈનેતરોના ઘરોમાં પણ ગોચરી જતા હતા. તેમાં પણ જૈનોના ઘરો કરતાં જૈનેતરીના અધિક ઘરોમાં ગોચરી જવાનું થતું હતું. જૈનેતરો સ્મૃતિશાસ્ત્રના આધારે સૂતકના દિવસોમાં દાન ન કરાય એવું માનતા Jain Educationa International For Personal and Private Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ ૪૬૬ શંકા-સમાધાન હતા અને બ્રાહ્મણો વગેરે સૂતકવાળા ઘરે ભિક્ષા માટે જતા ન હતા. આવી સ્થિતિમાં સાધુઓ જો સૂતકવાળા ઘરોમાં ગોચરી જાય તો શાસનની લઘુતા થાય. જૈનેતરો ટીકા-નિંદા કરે કે જૈનસાધુઓ લોકવ્યવહારને પણ જાણતા નથી. આથી વ્યવહાર સૂત્રમાં જણાવેલ દશ દિવસનો નિષેધ લૌકિક વ્યવહારના પાલન માટે છે એમ વ્યવહારસૂત્ર વગેરેની ટીકામાં સ્પષ્ટ કર્યું છે. આથી લોકોત્તર(=જૈનો માટે) તેવો નિષેધ નથી. આમ છતાંય, જો અજ્ઞાનતા આદિના કારણે જૈનો એમ કહે કે સાહેબ ! અમારા ઘરે સૂતક છે તેથી આપને નહિ કહ્યું, તો પ્રજ્ઞાપનીય હોય તો સાચી સમજ આપવી જોઇએ. અપ્રજ્ઞાપનીય હોય તો તેવા જૈનઘરોમાં પણ સાધુથી ન વહોરાય. શંકા- ૧૦૨૬. બાળક કે બાળક જન્મે ત્યારે બાળકના પિતાથી, એક જ રસોડે જમનારથી અથવા માતાની સેવામાં રહેનારથી દર્શનપૂજન-પ્રતિક્રમણ-સાધુને વહોરાવવું થઈ શકે ? આ અંગે શાસ્ત્રવિધાન શું છે ? સમાધાન– સૂતક લૌકિક વ્યવહાર છે, જિનસિદ્ધાંત નથી. જો જિનસિદ્ધાંત હોત, તો શ્રાદ્ધવિધિ, ધર્મસંગ્રહ વગેરેમાં શ્રાવકથી સૂતકમાં આટલા દિવસ પૂજા ન થાય, આટલા દિવસ સાધુઓને ન વહોરાવાય ઇત્યાદિ લખ્યું હોત. પણ શ્રાવકોના આચારોને જણાવનારા કોઈ ગ્રંથમાં આવી વાત જણાતી નથી. આનો અર્થ એ થયો કે, પ્રસૂતા બહેનના શરીરમાં જ્યાં સુધી અશુચિ હોય, ત્યાં સુધી પ્રસૂતા બહેન જિનપૂજા વગેરે ન કરી શકે. ઘરના બીજા બધા શ્રાવકશ્રાવિકાઓ સ્નાન કરીને પૂજા કરી શકે છે. સ્નાન કર્યા પછી પ્રસૂતા બહેનનો સ્પર્શ ન થાય તેની કાળજી રાખવી જોઇએ તથા પ્રસૂતા બહેન પૂજાનાં વસ્ત્રોને ન સ્પર્શે, તેનું પણ ધ્યાન રાખવું જોઈએ. પ્રસૂતા બહેનની સેવામાં રહેનાર બહેન પણ સ્નાન કરીને પૂજા કરી શકે. આ અંગે સેનપ્રશ્ન ગ્રંથમાં પ્રશ્નોત્તર આ પ્રમાણે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૪૬૭ પ્રશ્ન- જન્મસૂતકમાં અને મરણ સૂતકમાં પ્રભુ પ્રતિમાની પૂજા થાય કે નહિ ? ઉત્તર– જન્મ-મરણ સૂતકમાં પણ સ્નાન કર્યા પછી પ્રતિમાની પૂજાનો નિષેધ જાણ્યો નથી, એટલે પૂજા ન થાય એમ જાણ્યું નથી. (૪-૯૨૪) આથી સ્પષ્ટ થાય છે કે બાળકના પિતા, એક જ રસોડે જમનારા, માતાની સેવામાં રહેનારા પણ સ્નાન કર્યા પછી દર્શન-પૂજનપ્રતિક્રમણ વગેરે બધી જ ધર્મક્રિયાઓ કરી શકે. પ્રસૂતાનો સ્પર્શ થયો હોય, તો પણ સ્નાનથી શુદ્ધિ થાય છે એમ લૌકિક શાસ્ત્રો પણ માને છે. મનુસ્મૃતિ ગ્રંથ અ.૫ શ્લોક ૮૬ માં લખ્યું છે કે “પ્રસૂતા સ્ત્રીને અડનાર, મૃતકને અડનાર અને મૃતકને અડેલા હોય તેવા માણસને અડનાર સ્નાન માત્રથી જ શુદ્ધ થઈ જાય છે.” જૈનશાસ્ત્રોમાં પિતાથી આટલા દિવસ પૂજા ન થાય, એક રસોડે જમનારથી આટલા દિવસ, પુત્ર જન્મે તો આટલા દિવસ, પુત્રી જન્મે તો આટલા દિવસ, સ્વદેશમાં આટલા દિવસ, પરદેશમાં આટલા દિવસ પૂજા ન થાય આવી કોઈ વાત નથી. હવે સાધુઓને વહોરાવવા અંગે વિચારીએ. પૂર્વે સાધુઓ જૈનેતરોના ઘરોમાં વહોરવા જતા હતા. એટલે જૈનેતરો જૈનધર્મની નિંદા ન કરે, એ માટે જે દેશમાં અને જે કુળોમાં સૂતક અંગે જે વ્યવહાર (મર્યાદા) હોય તે વ્યવહાર સાધુઓએ પણ પાળવો જોઈએ. માટે જૈનશાસ્ત્રમાં વહોરવા જવા માટે જે કંઈ જણાવ્યું છે, તે લૌકિક વ્યવહારનું પાલન કરવા માટે છે. આ અંગે હીરપ્રશ્ન ગ્રંથમાં પ્રશ્નોત્તર આ પ્રમાણે છે પ્રશ્ન- ખરતરગચ્છમાં જેઓના ઘરે પુત્ર અથવા પુત્રીનો જન્મ થયો હોય તે ઘરમાં મનુષ્યો પોતાના ઘરના પાણીથી પૂજા કરતા નથી અને ખરતર ગચ્છના સાધુઓ પણ તેના ઘરે દશ દિવસ સુધી ગોચરી-પાણી માટે જતા નથી. આવા અક્ષરો ક્યાં છે ? તથા આપણા ગચ્છમાં પુત્ર-પુત્રીના જન્મને અવલંબીને કયો વિધિ છે ? Jain Educationa International For Personal and Private Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ ૪૬૮ શંકા-સમાધાન ઉત્તર– જેના ઘરે પુત્ર-પુત્રીનો જન્મ થયો હોય તે ઘરના પાણીથી દેવપૂજા સુઝે નહિ(=શુદ્ધ ન થાય) એવા અક્ષરો શાસ્ત્રમાં હોય એવું જાયું નથી. તેમ જ તેના ઘરના) ગોચરી-પાણી વગેરેને આશ્રયીને જે દેશમાં જે લોકવ્યવહાર હોય તેને અનુસરી સાધુઓએ તે પ્રમાણે કરવું જોઇએ. પરંતુ દશ દિવસનો આગ્રહ શાસ્ત્રોમાં જાણ્યો નથી. (૪-૧૮-૨૪૮) હરિપ્રશ્નોત્તરના આ પાઠ ઉપરથી સ્પષ્ટ થાય છે કે સૂતક એ લોકવ્યવહાર છે. આ પાઠમાં સ્પષ્ટ લખ્યું છે કે “જે દેશમાં જે લોકવ્યવહાર હોય તેને અનુસરીને સાધુઓએ કરવું જોઈએ.' આજે સાધુઓ મોટા ભાગે જૈનકુળોમાં ગોચરી વહોરવા જતા હોય છે. શ્રાવકો માટે સૂતકમાં વહોરાવવાનો નિષેધ શાસ્ત્રોમાં નથી. એટલે શ્રાવકો લૌકિકદષ્ટિએ સૂતકના ગણાતા દિવસોમાં પણ વહોરાવી શકે અને સાધુઓ વહોરી શકે. હા, આજે પણ સાધુઓ જૈનેતરોના ઘરમાં વહોરવા જાય, તો તેમનો જે વ્યવહાર હોય તે પ્રમાણે વહોરવા જવું જોઇએ. પૂર્વે બ્રાહ્મણો વગેરે ભિક્ષા માટે જતા હતા. તે લોકો સૂતકવાળા ઘરોમાં સામાન્યથી દશ દિવસ સુધી ભિક્ષા માટે જતા ન હતા. તેમાં પણ તે તે દેશમાં અલગ-અલગ નિયમ હોઈ શકે છે. માટે ઉક્ત હીરપ્રશ્ન ગ્રંથના પાઠમાં “જે દેશમાં જે લોકવ્યવહાર હોય તેના અનુસાર સાધુઓએ કરવું જોઇએ. દશ દિવસનો આગ્રહ શાસ્ત્રમાં જાણ્યો નથી.' એમ કહ્યું છે. આ વિષે સેનપ્રશ્ન ગ્રંથનો પણ પાઠ જોઈએ. પ્રશ્ન– સૂતકવાળા ઘરે સાધુથી આહાર વહોરવા જવાય કે નહિ? ઉત્તર- જે દેશમાં સૂતકવાળા ઘરે જેટલા દિવસ સુધી બ્રાહ્મણ વગેરે ભિક્ષા માટે ન જાય તે દેશમાં સાધુઓએ તેટલા દિવસો સુધી આહાર માટે ન જવું એમ વૃદ્ધવ્યવહાર છે. (૩-૫૪૯) આ પાઠમાં વૃદ્ધવ્યવહાર છે એમ લખ્યું છે. શાસ્ત્રપાઠ આપ્યો નથી. આજે શ્રાવકોના ઘરોમાં સૂતકના ગણાતા દિવસોમાં પણ Jain Educationa International For Personal and Private Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૪૬૯ વહોરવા જવામાં સાધુઓને કોઈ બાધ નથી. હા, અશુચિવાળી પ્રસૂતાએ બનાવેલી રસોઈ કે તેણે સ્પર્શેલી રસોઈ સાધુથી ન વહોરાય. શંકા- ૧૦૨૭. પ્રસૂતિ થાય ત્યારે માતા દર્શન-પૂજન વગેરે ક્યાં સુધી ન કરી શકે ? સમાધાન- શરીરમાં પ્રસૂતિના કારણે થયેલી અશુચિ જણાય ત્યાં સુધી પ્રસૂતાવાળી બહેન દર્શન-પૂજન વગેરે ન કરી શકે. શરીરમાંથી અશુચિ દૂર થયા પછી દર્શન-પૂજન વગેરે સર્વ ધર્મક્રિયા કરી શકે. આ વિષે સેનપ્રશ્ન ગ્રંથનો બીજો પાઠ આ પ્રમાણે છે પ્રશ્ન- સુવાવડવાળી કડવા મતવાળા ગૃહસ્થની સ્ત્રી એક માસ સુધી કોઈ પણ ચીજને અડકતી નથી, રાંધવાની ક્રિયા કરતી નથી અને આપણા સમૂહમાં તો દશ દિવસ જ સાચવે છે તેવું કેમ ? ઉત્તર– દશ દિવસ સુધી સુવાવડી સ્ત્રી સંઘટ્ટા વગેરે ન કરે તેમ લોકરીતિ છે. તેમાં પણ દેશવિશેષે કાંઈક ફેરફાર પણ છે. (૨-૫૪.) અહીં ઉત્તરમાં “લોકરીતિ છે, તેમાં પણ દેશવિશેષે ફેરફાર પણ હોય.” એ પાઠ ધ્યાનમાં રાખવા જેવો છે. કેમ કે આજે મોટા ભાગે હોસ્પિટલમાં પ્રસૂતિ થતી હોય છે. તેથી અશુચિ જલદી દૂર થાય એવું બની શકે. માટે સામાન્યથી એમ માની શકાય કે શરીરમાંથી અશુચિ દૂર થયા પછી દર્શન-પૂજન વગેરે ધર્મક્રિયા કરવામાં કોઈ બાધ નથી. શંકા- ૧૦૨૮. ડૉકટરનું પોતાનું જ નર્સિંગ હોમ હોય તો પૂજા વગેરે કરી શકે ? સમાધાન– જેનું પોતાનું જ નર્સિંગ હોમ હોય તે ડૉકટર પણ સ્નાન કર્યા પછી પૂજા વગેરે કરી શકે છે. જો સ્નાન કર્યા પછી પણ પૂજા વગેરે ન થઈ શકતું હોય તો ચક્રવર્તીને ઘણી રાણીઓ હોય છે. એથી પ્રસૂતિના પ્રસંગો લગભગ ચાલુ જ હોય. એથી ચક્રવર્તીને તો લગભગ પૂજા કરવાનું બંધ જ થઈ જાય. પણ તેવું નથી. શંકા- ૧૦૨૯. આપણા શાસ્ત્રમાં માસિક ધર્મવાળી બહેને સ્પલ ભોજન વગેરેનો ઉપયોગ કરવાનો નિષેધ છે પણ ઘણા તીથોમાં યુવાન સ્ત્રીઓ પુષ્પો વેચતી નજરે પડે છે. સમૂહમાં થતા ધાર્મિક Jain Educationa International For Personal and Private Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન અનુષ્ઠાનોમાં પણ બહારની યુવાન સ્ત્રીઓ રસોઇ વગેરે કરતી હોય છે. તેથી દોષ ન લાગે ? સમાધાન– આ વિગત ધર્મશાળાના મુનીમને અને ટ્રસ્ટીઓ વગેરેને કહીને યુવાન સ્ત્રીઓને આવા કાર્યમાં ન લાવવા માટે ઘટતું કરવું જરૂરી ગણાય. આમાં ગૃહસ્થોને દોષ લાગે અને સાધુ મહાત્મા વહોરી જાય તો તેમને પણ દોષ લાગે. આમ છતાં જો પુષ્પો વેચનારી કે રસોઇ કરનારી બહેનો વર્તમાનમાં માસિક ધર્મમાં વર્તતી નથી એવી ખાતરીપૂર્વક લાવવામાં આવે તો દોષ નથી. ૪૭૦ અસ્વાધ્યાય સંબંધી શંકા-સમાધાન શંકા- ૧૦૩૦. જે કાળમાં સૂત્રો ભણવાનો નિષેધ છે, તે કાળ કયો કર્યો છે ? સમાધાન– (૧) સૂર્યોદય પહેલાની બે ઘડી, (૨) બરોબર મધ્યાહ્નની બે ઘડી–દિવસના પૂર્વાર્ધની એક ઘડી ને પછીના ઉત્તરાર્ધની એક ઘડી, (૩) સૂર્યાસ્ત પછીની બે ઘડી, (૪) દિવસની જેમ રાત્રિમાં મધ્ય રાત્રિની બે ઘડી, એમ એ ચાર કાળ સૂત્રોનો સ્વાધ્યાય કરવા માટે અકાળ છે. શંકા- ૧૦૩૧. ચોમાસા પછી વરસાદ આવે, તો અસઝાય ક્યારે ગણાય ? સમાધાન– વરસાદની અસાયનો સંબંધ ચોમાસા સાથે નથી, કિંતુ નક્ષત્રની સાથે છે. આદ્રા નક્ષત્રથી પ્રારંભીને સૂર્ય વિશાખા નક્ષત્રમાં પ્રવેશ કરે ત્યાં સુધી વરસાદની અસઝાય ન લાગે, પણ સૂર્ય વિશાખા નક્ષત્રમાં પ્રવેશ કરે પછીથી જ વરસાદની અસાય ગણાય. શંકા— ૧૦૩૨. શાશ્વતી ઓળીમાં કયા સૂત્રો ભણાય અને કયા સૂત્રો ન ભણાય ? સમાધાન— ચૈત્ર અને આસો માસની ઓળીમાં આગમ સૂત્રો અને પૂર્વધર રચિત સૂત્રો ન ભણાય. બાકીના સૂત્રો ભણવામાં વાંધો For Personal and Private Use Only Jain Educationa International Page #268 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૪૭૧ જણાતો નથી. આમ છતાં આ વિષયમાં પોતાના સમુદાયની સામાચારી પ્રમાણે વર્તવું. શંકા- ૧૦૩૩. શ્રાવકો રાતના લાઈટમાં સ્વાધ્યાય કરી શકે ? સમાધાન- સ્વાધ્યાય કરી શકાય પણ આલોચનામાં ન વળાય. શંકા- ૧૦૩૪. આવશ્યક સૂત્ર નિર્યુક્તિની ૧૩૩૩મી ગાથાની ટીકામાં અચિત્તરજના કાઉસ્સગ્ન અંગેની વિગત આવે છે. એ ટીકાનો શબ્દાર્થ આ પ્રમાણે થાય છે જો કાયોત્સર્ગ કર્યો હોય અને સ્વાભાવિક અચિત્તરજ પડતી હોય તો પણ એક વર્ષ સુધી સ્વાધ્યાય કરે, જો કાયોત્સર્ગ ન કર્યો હોય તો સ્વાભાવિક રજ પડતી હોય તો એક વર્ષ સુધી સ્વાધ્યાય ન કરે. પડંતે એવો વર્તમાનકાળનો પ્રયોગ હોવાથી “સ્વાભાવિક રજ પડતી હોય ત્યારે સ્વાધ્યાય ન કરે' એવો અર્થ થાય, આનો ભાવાર્થ એ થયો કે કાયોત્સર્ગ ન કર્યો હોય તો પણ અચિત્તરજ ન પડતી હોય ત્યારે સ્વાધ્યાય કરે. સમાધાન– આ અર્થ બરોબર છે. આમ છતાં સેનપ્રશ્નનો વિચાર કરતાં તેઓશ્રીના સમયે કાયોત્સર્ગ ન કર્યો હોય તો કોઈ પણ સૂત્ર વાંચી-વંચાવી શકાય નહિ એવી આચરણા શરૂ થયેલી હોવી જોઇએ. આવી આચરણા શરૂ થવાનું કારણ “સાધુઓ કાયોત્સર્ગ કરવામાં બેદરકાર ન બને તે હોવું જોઇએ.' જો અચિત્તરજ પડે ત્યારે જ સ્વાધ્યાયનો નિષેધ હોય તો સાધુને એમ થાય કે “એટલો સમય આગમનો અભ્યાસ નહિ કરીએ, બીજો સ્વાધ્યાય કરીશું. આમ સાધુ વિચારે એટલે કાયોત્સર્ગ કરવાનો માથા ઉપર ભાર ન રહે. આથી “કાયોત્સર્ગ કરવામાં સાધુઓ પ્રમાદ ન કરે એ હેતુથી આવી આચરણા શરૂ થઈ હોય એમ જણાય છે. વિશેષ તો જ્ઞાની જાણે, આવી આચરણા આપણે માનવી જોઇએ. કારણ કે આવી આચરણ જો આપણે કાયોત્સર્ગ નહિ કરીએ તો આપણાથી આગમનો અભ્યાસ કરી-કરાવી શકાશે નહિ, માટે કાયોત્સર્ગ ન ભૂલાય તેની કાળજી રાખવી જોઈએ' આવા અપ્રમાદ Jain Educationa International For Personal and Private Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ ૪૭૨ શંકા-સમાધાન ભાવને પોષનારી છે. તદ્દા અનાયમૂલા હિંસારદિયા... એ ગાથાના આધારે આ આચરણા સૂત્રની જેમ પ્રમાણ ક૨વી જોઇએ. શંકા— ૧૦૩૫. બરફનો શેક કરતા હોય, તો સ્વાધ્યાય થાય ? એ આલોચનામાં ગણાય ? સમાધાન સ્વાધ્યાય કરી શકાય. પણ એ સ્વાધ્યાય આલોચના વાળવામાં ન ગણાય. આલોચનામાં એ જ સ્વાધ્યાયની ગણતરી થતી હોય છે કે જે ઇરિયાવહી કરીને કરવામાં આવતો હોય. જીવ સંબંધી શંકા-સમાધાન શંકા- ૧૦૩૬. ફળમાં કેટલા જીવ હોય ? સમાધાન— ત ત ઇષ્ઠિ ટ્ઠા એ જીવ વિચારની ગાથાના આધારે છાલ અને ગર્ભ એ બેનો સંયુક્ત એક જીવ હોય. કારણ કે ફળમાં એક જીવ હોય એમ કહ્યું છે. ગર્ભ અને છાલ ફળ સ્વરૂપ છે. ગોટલો-ગોટલી-ઠળિયામાં એક જીવ હોય. કારણ કે બીજમાં ફળથી અલગ જીવ કહ્યો છે. મોસંબી વગેરેમાં અંદર પણ અત્યંત પાતળી છાલ હોય છે. આ છાલમાં અલગ જીવ ન હોય, કિંતુ ફળનો જ જીવ હોય. આથી કેરી વગેરેમાં ગર્ભસહિત છાલનો એક જીવ અને ગોટલીનો એક જીવ એમ બે જીવ હોય એમ જણાય છે. જે ફળમાં એકથી વધારે બીજ હોય તે ફળમાં જેટલા બીજ વધારે હોય તેટલા જીવ વધારે. શંકા— ૧૦૩૭. એક વા૨ મૈથુન સેવનમાં કેટલા જીવો નાશ પામે ? સમાધાન– એકવારના મૈથુન સેવનમાં ૯ લાખ ગર્ભજ પંચેન્દ્રિય જીવો, અસંખ્યાતા બેઇન્દ્રિય જીવો તથા અસંખ્યાતા સંમૂચ્છિમ મનુષ્યો નાશ પામે છે. આ વિશે સંબોધ પ્રક૨ણ ગુરુ અધિકાર ગા. ૭૩, ૭૪માં કહ્યું છે કે સ્ત્રીની યોનિમાં ગર્ભજ મનુષ્યો બે થી નવ લાખ ઉત્પન્ન થાય, તેમાંથી એક, બે અથવા ત્રણ જીવો યાવત્ ૨ થી ૯ જીવો જન્મ લે છે. બાકીના સર્વનો નાશ થાય છે. સ્ત્રીની Jain Educationa International For Personal and Private Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૪૭૩ યોનિમાં અસંખ્યાતા વિકસેન્દ્રિય જીવો તેમજ અસંખ્યાતા સંમૂર્છાિમ મનુષ્યો ઉત્પન્ન થઈને નાશ પામે છે. શંકા- ૧૦૩૮. વાસી અન્ન અને દ્વિદળમાં કયા જીવો ઉત્પન્ન થાય અને તેનો પાઠ ક્યાં છે ? સમાધાન– વાસી અન્ન અને દ્વિદળમાં બે ઇન્દ્રિય જીવો ઉત્પન્ન થાય એવો વૃદ્ધવાદ છે, એથી વાસી અન્ન વગેરે વાપરવાથી સંયમની વિરાધના થાય, એવા ભાવનો ઉલ્લેખ બૃહત્કલ્પના પાંચમા ઉદ્દેશાની ટીકામાં જોવા મળે છે. શંકા- ૧૦૩૯. મધ-માખણ-માંસ અને મદિરા એ ચાર મહાવિગઈ છે, તેમાં કઈ વિગઈમાં કયા જીવો ઉત્પન્ન થાય છે ? સમાધાન– મધમાં જીવોત્પત્તિ થતી નથી પણ મધ મહાહિંસાથી ઉત્પન્ન થાય છે માટે જ યોગશાસ્ત્રમાં ત્રીજા પ્રકાશની ૩૭મી ગાથાની ટીકામાં કહ્યું છે કે “મધ ખાનાર માણસ ગણતરીના પશુઓને હણનારા ખાટકીઓ (કસાઈઓ)થી પણ વધી જાય છે. છાશમાંથી છૂટું પડ્યા બાદ તરત જ અતિ સૂક્ષ્મ (બે ઇન્દ્રિય ?) જીવોનો સમૂહ માખણમાં ઉત્પન્ન થાય છે. પ્રાણીનું મૃત્યુ થતાં જ તેના માંસની અંદર નિગોદ રૂપ અનંતા સંમૂચ્છિમ જીવો ઉત્પન્ન થાય છે એમ યોગશાસ્ત્રના ત્રીજા પ્રકાશની ૩૩મી ગાથાની ટીકામાં કહ્યું છે. જયારે ઉપદેશમાલાટીકા વગેરેમાં સંમૂચ્છિમ પંચેન્દ્રિય જીવો પણ ઉત્પન્ન થાય, એમ જણાવ્યું છે. મદિરામાં તેના રસથી ઉત્પન્ન થનારા અનેક જંતુઓ હોય છે એમ યોગશાસ્ત્ર ત્રીજા પ્રકાશની છઠ્ઠી ગાથાની ટીકામાં લખ્યું છે. શંકા- ૧૦૪૦. પાણીમાં જીવ છે તે પાણીરૂપી પ્રવાહીમાં રહેનારા જીવ તરીકે છે કે એક શરીરમાં એક જીવરૂપે છે ? આ અંગે કોઈ શાસ્ત્રપાઠ મળે ? સમાધાન પાણીમાં જીવ છે તે પાણીરૂપી પ્રવાહીમાં રહેનારા જીવ તરીકે નથી, કિંતુ જીવવિચાર અનુસાર અંગુલના અસંખ્યાતમાં ભાગના એક શરીરમાં એક જીવરૂપે છે. પાણી એ જીવનું શરીર છે. Jain Educationa International For Personal and Private Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૪૭૪ આથી જ તત્ત્વાર્થાધિગમ શાસ્ત્રમાં બીજા અધ્યાયના તેરમા સૂત્રમાં ભાષ્યની ટીકામાં અકાય શબ્દના અર્ એ જ જેની કાયા છે તે અકાય એવો સમાસવિગ્રહ કર્યો છે. આનાથી એ સ્પષ્ટ થાય છે કે પાણી એ જીવનું શરીર છે. એ શરીર અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલું છે. એ શરીર એટલું સૂક્ષ્મ હોય છે કે જેથી એક શરીરને આપણે જોઇ ન શકીએ. અસંખ્ય શરીરો ભેગા થાય તો જ આપણે જોઇ શકીએ. એક શરીરમાં એક જીવ. એ રીતે પાણીના એક જ બિંદુમાં એટલા બધા શરીરો છે કે જેથી એ દરેક શરીરને સરસવ જેટલું બનાવવામાં આવે, તો એક લાખ યોજન પ્રમાણ જંબુદ્વીપમાં ન સમાય. શંકા- ૧૦૪૧. તમસ્કાયના જીવો કયા ભેદમાં આવે ? સમાધાન– અપ્લાયના ભેદમાં આવે. શંકા- ૧૦૪૨. વિકલેન્દ્રિય જીવો જળપાન કરતા દેખાતા નથી. એમને જળપાન હોય કે નહિ ? ન હોય તો કેવી રીતે ? સમાધાન– આ વિષે કોઇ વિગત શાસ્ત્રમાં મારા વાંચવામાં આવી નથી. કેટલાંક વિકલેન્દ્રિય જીવો જળમાં જ ઉત્પન્ન થતા હોય છે. એથી એમને જળની જરૂર ન રહે. તે સિવાયના વિકલેન્દ્રિય જીવોનો આહાર અને શરીર બંધારણ એવું છે કે જેથી તેમને જળની જરૂર જ ન રહે. આથી વિકલેન્દ્રિય જીવોને જળપાન ન હોય એમ સંભવે છે. આ વિષે પરમાર્થ તો જ્ઞાની જાણે. શંકા- ૧૦૪૩. કેળના ઝાડમાં જે પડ છે તેમાં પ્રાયઃ દરેક પડ અલગ-અલગ છે. તો દરેક પડમાં અલગ અલગ જીવ હોય કે બધા પડમાં એક જીવ હોય ? સમાધાન– દરેક પડમાં અલગ અલગ જીવ હોય એમ સંભવે છે. શંકા- ૧૦૪૪. શાશ્વતી પ્રતિમામાં રત્નરૂપ પૃથ્વીકાય જીવો શું અત્યારે પણ પ્રતિમામાં હોય જ છે ? સમાધાન– શાશ્વતી રત્નપ્રતિમા અચિત્ત છે, તેથી તેમાં પૃથ્વીકાય રૂપ જીવો ન હોય. કારણ કે લોકપ્રકાશ (દ્રવ્ય) સર્ગ-૫ શ્લોક ૧૭૦ Jain Educationa International For Personal and Private Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૪૭૫ થી ૧૭૩માં પૃથ્વીકાયના ઉત્પત્તિ સ્થાનો જણાવ્યા છે. તેમાં રત્નની પ્રતિમાનો ઉલ્લેખ નથી. જીવદયા સંબંધી શંકા-સમાધાન શંકા- ૧૦૪૫. જીવદયાના રૂપિયા કેટલા સમયમાં વાપરવા જોઇએ ? સમાધાન– જેમ બને તેમ જલદી વાપરી નાખવા જોઇએ. અનિવાર્ય સંયોગો સિવાય જીવદયાની રકમ રાખી મૂકવાથી ટ્રસ્ટીઓ-કાર્યકર્તાઓ દોષના ભાગીદાર બને. શંકા- ૧૦૪૬. જીવદયાની રકમ ક્યાં વાપરી શકાય ? સમાધાન- જીવદયાની રકમ પાંજરાપોળમાં અને કતલખાને જતા પશુઓને બચાવવામાં વાપરી શકાય. પશુઓને બચાવવાની પ્રવૃત્તિ કરતી સંસ્થામાં આપી શકાય. ગૌશાળા જો કેવળ કમાવાના ધ્યેયથી જ ચાલતી હોય તો તેમાં ન વાપરી શકાય. હિંસા સંબંધી શંકા-સમાધાન શંકા- ૧૦૪૭. જિનપૂજા-જિનમંદિર નિર્માણ-ઉપાશ્રય નિર્માણ આદિ શ્રાવક માટે વિહિત કાર્યો કરતાં સ્વરૂપ-હેતુ-અનુબંધ એ ત્રણમાંથી કઈ હિંસા લાગે ? સમાધાન– સમ્યગ્દષ્ટિ શ્રાવક આવા કાર્યો જો યતનાપૂર્વક કરે તો સ્વરૂપહિંસા લાગે, યતના વિના કરે તો હેતુ અને સ્વરૂપ એ બે હિંસા લાગે. આજે આવા કાર્યોમાં યતના જાળવવાની બહુ જરૂર છે. શંકા-૧૦૪૮. અનિવાર્ય સંયોગોમાં હેયબુદ્ધિપૂર્વક સંસારના પાપકાયો કરનારને હેતુ-સ્વરૂપ અનુબંધ એ ત્રણમાંથી કઈ હિંસા લાગે? સમાધાન- પ્રાયઃ સ્વરૂપ અને હેતુ એ બે હિંસા લાગે. કારણ કે હેતુહિંસાનું કારણ પ્રમાદ છે. ગૃહસ્થ સર્વથા પ્રમાદથી રહિત ન હોય. અહીં પ્રાયઃ એટલા માટે કહ્યું કે કોઈ ગૃહસ્થ દીક્ષાની ઉત્કટ ભાવનાવાળો હોય પણ તેવા સંયોગોના કારણે દીક્ષા લઈ શકે તેમ Jain Educationa International For Personal and Private Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ ४७६ શંકા-સમાધાન ન હોય. આથી તે અત્યંત ત્યાગમય સાધુ જેવું જીવન જીવે અને નિરર્થક હિંસા ન થઈ જાય તેની અતિશય સાવધાની રાખે તો તેને હતુહિંસા ન પણ લાગે. શંકા- ૧૦૪૯. દેરાસરમાં-ગભારામાં ઘીના દિવા ગ્લાસમાં થાય છે. સાંજના ખાસ તેમાં હિંસા થાય છે. તેના બદલે કવરવાળી ફક્ત એક જ ટ્યુબલાઈટ મૂકવામાં આવે તો બિલકુલ હિંસા ન થાય. સમાધાન– ઘીના ગ્લાસના દિવા ખુલ્લા રહે છે તેથી હિંસા થાય છે. આથી દિવા ખુલ્લા ન રહે તેવું કરવું જોઈએ. ઘીના દિવા ખુલ્લા ન રહે અને પ્રકાશ પણ આવે તેમ કરવું એ અશક્ય નથી. જિનપૂજા યતનાપૂર્વક કરવાની છે. પ્રકાશ માટે રાખેલા ઘીના દિવા ખુલ્લા રહે એ અયતના છે. જ્યાં અયતના હોય ત્યાં હિંસાનો દોષ લાગે. માટે આ અંગે ટ્રસ્ટીઓ સાથે વિચારણા કરીને હિંસા ન થાય તેમ કરવું જોઇએ. પણ કવરવાળી પણ ટ્યુબ લાઇટ તો ન જ વપરાય. કારણ કે ટ્યુબ લાઇટમાં વિદ્યુત હોય છે. એ વિદ્યુત પંચેન્દ્રિય જીવોની હિંસાથી થાય છે. વિદ્યુત ઉત્પન્ન કરવાની પ્રક્રિયામાં પંચેન્દ્રિય જીવો પણ હણાય છે. આવી હિંસક વિદ્યુત અભયદાતા અને અભયદાનનો ઉપદેશ આપનાર અરિહંત ભગવાનના મંદિરમાં કેવી રીતે વાપરી શકાય ? ખુલ્લા દિવા રાખવામાં જે હિંસા સંભવે છે એથી સીધી કે પરંપરાએ અનેક ગણી હિંસા વિદ્યુતમાં થાય છે. શંકા- ૧૦૫૦. વ્યાખ્યાન સમયે કરવામાં આવતી ગહુલીમાં ઘીના દીવા થાય, ફૂલ મૂકાય, તો હિંસા થઈ તેમ ગણાય કે આવો ઉપયોગ અનુચિત છે એમ કહેવાય ? સમાધાન- ગહ્લીમાં જણાપૂર્વક થતા ઘીના દીવા વગેરેમાં હિંસા થઈ તેમ ન ગણાય તથા આવો ઉપયોગ અનુચિત છે એમ પણ ન કહેવાય. શંકા- ૧૦૫૧. ગોવધ કરવાનો કાયદેસર પ્રતિબંધ હોવા છતાં ગેરકાયદેસર ચાલતા કતલખાનામાં બહુ હિંસા થાય છે. આથી Jain Educationa International For Personal and Private Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૪૭૭ હિંદુઓએ અને જૈનોએ એક થઈ ખૂબ પ્રયત્ન કરીને બંધ કરાવવાની જરૂર ખરી કે નહિ ? સમાધાન- તમારી વાત તદ્દન સાચી છે પણ આ કાર્ય કરવું સરળ નથી. કેમકે સરકારને અહિંસામાં આસ્થા નથી. એ માત્ર પૈસાની જ ભૂખી છે. છતાં આવું કાર્ય સમર્થ અને પ્રભાવશાળી સાધુ-સંતો ભેગા થઇને આગળ આવે તો થઈ શકે. આથી પહેલાં બુદ્ધિશાળી અને સમર્થ ગૃહસ્થો ભેગા થઇને સમર્થ અને પ્રભાવશાળી સાધુ-સંતોને ભેગા કરે. એ સાધુ-સંતો પ્રવચન આદિ દ્વારા પ્રજાને જાગ્રત કરે. પછી ઉગ્ર વિરોધ થાય તો આ કાર્ય થઈ શકે. આવું કાર્ય કરવા માટે બળ અને કળ એ બંનેનો ઉપયોગ કરવો પડે. આથી બુદ્ધિશાળી અને સમર્થ ગૃહસ્થો અને સાધુ-સંતો ભેગા થાય તો જ આ કાર્ય થઈ શકે. નિગોદ સંબંધી શંકા-સમાધાન શંકા- ૧૦૫૨. અવ્યવહાર નિગોદના જીવો ક્યાં રહે છે ? સમાધાન– અવ્યવહાર નિગોદના જીવો સંપૂર્ણ લોકમાં રહે છે. ચૌદ રાજપ્રમાણ લોકનો એક સોયના અગ્રભાગ જેટલો ભાગ પણ એવો નથી કે, જ્યાં અવ્યવહાર નિગોદના જીવો ન હોય. એ જીવોનું શરીર એટલું બધું સૂક્ષ્મ હોય છે કે, કેવલજ્ઞાની સિવાય બીજા કોઈ તેને જોઈ શકે નહિ. ચૌદ રાજલોકમાં અવ્યવહારી જીવોથી ભરેલા અસંખ્ય ગોળા છે. એકે એક ગોળામાં અસંખ્ય નિગોદો છે. એક એક નિગોદમાં અનંત જીવો છે. શંકા- ૧૦૫૩. અવ્યવહાર રાશિની નિગોદમાંથી નીકળેલો આત્મા પાછો આવ્યવહાર રાશિમાં જાય ? સમાધાન- ન જાય. કારણ કે જે જીવો એકવાર સૂક્ષ્મ નિગોદમાંથી નીકળ્યા પછી શેષ જીવોમાં ઉત્પન્ન થઈને ફરી સૂક્ષ્મ નિગોદમાં આવે, તો પણ એ વ્યવહાર રાશિમાં ગણાય, અર્થાત્ તે અવ્યવહાર રાશિમાં ન જાય, એમ શ્વેતાંબર આમ્નાયાનુસારી Jain Educationa International For Personal and Private Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ ४७८ શંકા-સમાધાન સમયસાર ગ્રંથના ૧લા અધ્યાયમાં જણાવ્યું છે. આ સિવાય બીજા પણ અનેક ગ્રંથોમાં આ વાત આવે છે. શંકા- ૧૦૫૪. સંસારમાં સૌથી વધારે દુઃખ નિગોદના જીવોને હોય કે નરકના જીવોને હોય ? સમાધાન- સૂક્ષ્મદષ્ટિથી વિચારવામાં આવે તો નિગોદના જીવોને સર્વાધિક દુઃખ હોય છે. કોઈ દેવ સાડા ત્રણ ક્રોડ લોઢાની સોયોને અગ્નિથી તપાવીને એકી સાથે શરીરમાં જોકે ત્યારે જે વેદના થાય તેનાથી અનંતગણી વેદના નિગોદના જીવને થાય. નિગોદના જીવનો એક ભવ ૨૫૬ આવલિકાનો છે. નિગોદનો જીવ મનુષ્યના એક શ્વાસોશ્વાસમાં ૧૭ (સાડા સત્તર) ભવ કરે. (૧૮ વાર જન્મ, પણ ૧૮મી વાર મરે નહિ.) એક મુહૂર્તમાં ૩૭૭૩ શ્વાસોશ્વાસ થાય. આથી એક મુહૂર્તમાં ૬૫૫૩૬ ભવ કરે. આમ નિગોદના જીવોને જન્મ-મરણ વગેરેનું દુઃખ ઘણું હોય. આમ છતાં એ દુઃખ મૂછિત (ક્લોરોફોર્મ સુંઘાડેલા મનુષ્યના જેવી) અવસ્થામાં થતું હોવાથી અત્યંત દુઃસહ નથી. સ્થૂલદષ્ટિથી વિચારવામાં આવે તો નિગોદ કરતાં નારકીઓને વધારે દુ:ખ હોય છે. કારણ કે તેમનું દુ:ખ વ્યક્ત હોય છે. નિગોદના જીવોનું દુઃખ અવ્યક્ત હોય છે. શંકા- ૧૦૫૫. માંસમાં નિગોદ જીવો ઉપજે છે એમ શાસ્ત્રમાં આવે છે. અહીં નિગોદ શબ્દનો શો અર્થ છે ? સમાધાન- અહીં નિગોદ શબ્દનો સૂક્ષ્મ જીવો અર્થ પરંપરા પ્રમાણે પ્રચલિત છે. પરંતુ અનંતજીવોના આશ્રયભૂત એક શરીર તે નિગોદ, એવો અર્થ પ્રચલિત નથી. કેમકે શ્રાવકના પ્રતિક્રમણ સૂત્રની ટીકામાં માંસની અંદર તેવા જ વર્ણવાળા અનેક જીવો ઉપજવાનું કહ્યું છે, પરંતુ અનંતા કે અસંખ્યાતા કહ્યા નથી. તેથી જયાં અનંતા કે અસંખ્યાતા કહ્યા હોય ત્યાં અનંત અને અસંખ્યાત શબ્દનો અર્થ બહુ' એવો જાણવો, એવી પરંપરા છે. (એનપ્રશ્ન ૪-૮૯૦) Jain Educationa International For Personal and Private Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૪૭૯ શંકા- ૧૦૫૬. માંસમાં કયા જીવોની ઉત્પત્તિ કહી છે ? સમાધાન– કાચા કે રાંધેલા માંસમાં નિગોદના સંમૂચ્છિમ અનંત જીવોની સતત ઉત્પત્તિ જણાવેલી છે અને તે જીવો એકેન્દ્રિય હોય છે. (યોગશાસ્ત્ર તૃતીય પ્રકાશ શ્લોક-૩૩) ચાતુર્માસ સંબંધી શંકા-સમાધાન શંકા- ૧૦૫૭. આજે સાધુભગવંતોના ચાતુર્માસ માટેની વ્યવસ્થા વાડીઓ/હોલ ભાડે રાખીને કરાઇ રહી છે. જે માટે લાખો રૂપિયાનો વ્યય થઇ રહ્યો છે. આ વાડીઓ/હોલ અપવિત્ર-અશુદ્ધ જગ્યા હોય છે. જ્યાં અભક્ષ્ય વાનગીઓનો વપરાશ થયો છે. જ્યાં ઘણા યુગલોએ પ્રભુતા(!)માં પગલા માંડેલ છે. માટે સાધુ ભગવંતોએ તો ઉપાશ્રયમાં જ ચાતુર્માસ કરવું જોઇએ. નહીંતર ઉપાશ્રયો પાછળ લાખો રૂા.નો ખર્ચ શું કામ કરવો જોઇએ. આવી વાડીઓમાં આચારોનું પાલન થતું હોય, તે શંકા બની રહે છે. આવા સ્થાનોના પરમાણુની તાકાતથી વિચારોમાં પરિવર્તન આવી શકે છે. આ માટે એવી દલીલ કરાય છે કે લાભાનુલાભની દૃષ્ટિએ આ બરોબર છે. શું આ તદ્દન અયોગ્ય-અશાસ્ત્રીય દલીલ નથી ? આ બાબત આપનો શો અભિપ્રાય છે ? સમાધાન– કોઇ વિશેષ લાભની દૃષ્ટિથી કોઇએ ક્યારેક જ શ્રાવકો દ્વારા ભાડાથી રખાયેલ વાડીમાં ચાતુર્માસ કર્યું હોય, એ માટે “આજે સાધુભગવંતોના ચાતુર્માસ માટેની વ્યવસ્થા વાડીઓ-હોલ ભાડે રાખીને કરાઇ રહી છે.” એમ બોલવું-લખવું યોગ્ય નથી. જુદા જુદા સાધુઓએ અનેકવાર આ રીતે ચાતુર્માસ કર્યું હોય, તો આવું લખવું-બોલવું હજી વાજબી ગણાય. પણ કોઇએ કોઇકવાર આવું કર્યું હોય, એ માટે આમ બોલવું-લખવું વ્યાજબી નથી, આ વાડીઓહોલ અપવિત્ર-અશુદ્ધ જગ્યા છે એમ જે લખ્યું છે, એ અંગે જણાવવાનું કે સાધુઓની .ઉત્તમ સાધનાથી અપવિત્ર સ્થાન પણ પવિત્ર બની જાય. જે સાધુઓ શિથિલ હોય, માનસિક રીતે For Personal and Private Use Only Jain Educationa International Page #277 -------------------------------------------------------------------------- ________________ ૪૮૦ શંકા-સમાધાન ચારિત્રમાં નબળા હોય, તેવા સાધુઓના વિચારમાં અશુભ પરમાણુની તાકાતથી વિચારોમાં પરિવર્તન આવવાનો સંભવ રહે છે. પણ ઉત્તમ ચારિત્રસંપન્ન સાધુઓને એ પરમાણુઓની અસર ન થાય, બલકે એમની સાધનાથી એ સ્થાન પવિત્ર બની જાય. જેથી જ્યાં સુધી એની અસર રહે, ત્યાં સુધી એ સ્થાનમાં પ્રભુતા(!)માં પગલા માંડનારાઓને પણ વિચારો શુભ આવે. આવા સ્થાનોમાં વિવિધ પૂજનો ભણાવવાથી પણ એ સ્થાનો વધારે શુદ્ધ બને. પૂજનોમાં પ્રારંભમાં ભૂમિશુદ્ધિની વિધિ કરવામાં આવે છે. પૂર્વે એવા પણ પ્રસંગો બન્યા છે કે, જ્યાં સદા માંસાહાર થતો હોય, દારૂ પીવાતો હોય, જુગાર રમાતો હોય, તેવી પલ્લીમાં સાધુઓએ ચોમાસું કર્યું છે. જોકે આવા પ્રસંગો તેવા વિપરીત સંયોગો ઉપસ્થિત થવાના કારણે થયા છે. પણ અહીં એ જોવાનું છે કે આવા સ્થાનોમાં રહેવા છતાં ચારિત્રમાં કે અનુષ્ઠાનોમાં હાનિ થવા પામી ન હતી. કોઇ એમ કહે કે આવા પ્રસંગો તો બહુ જુના કાળના છે, તો વર્તમાનકાલીન પ્રસંગને વિચારીએ– સિદ્ધાંત મહોદધિ, બ્રહ્મનિષ્ઠ, ચારિત્ર ચૂડામણિ પૂજ્યપાદ સ્વર્ગસ્થ આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાએ વિ.સં. ૨૦૧૦માં અહમદનગરમાં અને વિ.સં. ૨૦૧૧માં પૂનામાં જ્યાં લગ્ન વગેરે સાંસારિક કામો થતાં હોય અને અભક્ષ્યભક્ષણ થતું હોય તેવી વાડીમાં ચાતુર્માસ કર્યા છે. જો પ્રશ્નકારની દૃષ્ટિએ વાડીમાં ચાતુર્માસ કરવું અશાસ્ત્રીય હોય, તો તેમની દૃષ્ટિએ પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાએ પણ અશાસ્ત્રીય ચાતુર્માસ કર્યું ગણાય. પણ તેમ નથી. કારણવશાત્ અપવિત્ર સ્થાનમાં ધર્મ થાય, પણ ધર્મસ્થાનમાં અપવિત્ર કામ ન થાય. કોઇ કોઇ સ્થળે ધર્મસ્થાનોમાં સાંસારિક લગ્નાદિ કાર્યો થતા હોય છે. આ શું યોગ્ય છે ? દોષની દૃષ્ટિએ વિચારવામાં આવે, તો ઉપાશ્રયો મોટા ભાગે આધાકર્મ કે મિશ્રદોષથી યુક્ત હોય છે. જ્યારે ભાડે રાખેલી વાડી Jain Educationa International For Personal and Private Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૪૮૧ ક્રીત દોષથી યુક્ત હોય. આધાકર્મ અને મિશ્રદોષની અપેક્ષાએ ક્રિીત દોષ નાનો દોષ છે. જે શ્રાવકોને સાધુઓના સંયમની ચિંતા થતી હોય, તેમણે ખરેખર તો વ્હીલચેરનો ઉપયોગ વગેરે દોષો ઉપર ધ્યાન આપીને એ દોષો દૂર થાય તેવા પ્રયત્નો કરવા જોઇએ. વ્હીલચેરના ઉપયોગથી સંયમમાં કેવી હાનિ થાય છે, એ જાણવા માટે આચાર્ય શ્રી અશોકસાગરસૂરિજી મહારાજે લખેલી “સંયમની જ્યોત” પુસ્તિકા વાંચવા જેવી છે. આ પુસ્તિકા શ્રી જંબૂદ્વીપ પેઢી પાલિતાણાથી પ્રકાશિત થઈ છે. આ સિવાય બીજી પણ અનેક પ્રકારની શિથિલતા અમુક સાધુઓમાં પેશી ગઈ છે. તેને દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. શંકા- ૧૦૫૮. હવે સાધુભગવંતોના ચાતુર્માસ મુંબઈ જેવા પુષ્કળ વરસાદવાળા પ્રદેશોમાં થઈ રહ્યા છે. મુંબઈમાં વરસાદનો પ્રારંભ ૧૦મી જુન સુધીમાં પ્રાયઃ થઈ જ જાય છે. તેને અનુલક્ષીને ચાતુર્માસ પણ ૧લી જુનથી અથવા જેઠ સુદ ૧૪ થી શરૂ થઈ જવા જોઇએ, જેથી જીવોની વધુ જયણા થઈ શકે. જીવોની ઉત્પત્તિ અને જયણાના કારણસર ચાતુર્માસનો સમય ૧લી જુનથી દિવાળી પર્વતનો રાખવો ઉચિત નથી લાગતો શું ? સમાધાન- ચાતુર્માસની વ્યવસ્થા તીર્થકર ભગવંતોએ જ કરી છે. તેથી એના સમયમાં આપણાથી ફેરફાર ન કરી શકાય. જો સૌ પોતપોતાની મતિકલ્પના પ્રમાણે ફેરફાર કરતા રહે, તો પ્રભુની સાચી આજ્ઞા શી છે તે જાણવાનું મુશ્કેલ બની જાય. હા, જીવવિરાધનાથી બચવાનો પ્રયત્ન અવશ્ય કરવો જોઇએ. જાણવા મળ્યું છે કે સંઘસ્થવિર પૂ. સિદ્ધિસૂરીશ્વરજી (બાપજી) મહારાજાના સમુદાયમાં આદ્રનક્ષત્ર પહેલાં ચાતુર્માસ પ્રવેશ કરવાની મર્યાદા છે. વિરાધનાથી બચવા માટે આ મર્યાદા સારી કહેવાય. કદાચ આટલું ન બની શકે તો પણ જો પૂ. સાધુ-સાધ્વીજીઓ જ્યાં ચાતુર્માસ કરવાનું હોય, તેનાથી ૮-૧૦ કિ.મી.ના અંતરાવાળા સ્થાનમાં વરસાદ શરૂ થાય એ પહેલાં આવી જાય, તો જીવવિરાધનાથી બચી Jain Educationa International For Personal and Private Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ ૪૮૨ શંકા-સમાધાન જવાય. શાસ્ત્રીય મર્યાદા પ્રમાણે ચાતુર્માસ સિવાય શેષ કાળમાં આઠ માસકલ્પ કરવાના છે. એથી જો છેલ્લો માસકલ્પ જ્યાં ચાતુર્માસ કરવાનું હોય, તેનાથી ૮-૧૦ કિ.મી.ના આંતરાવાળા સ્થાનમાં કરે, તો શાસ્ત્રીય વિધિ સચવાય અને વિરાધનાથી પણ બચી જવાય. શંકા- ૧૦૫૯. ચોમાસામાં સાધુઓ સક્રોશ યોજન (પાંચ ગાઉ) જઇ શકે એવો પાઠ કયા શાસ્ત્રમાં છે ? સમાધાન– આવો પાઠ નિશીથ (ગા. ૩૧૬૨) વગેરે અનેક ગ્રંથોમાં છે. આ પાંચ ગાઉ જવા-આવવાના મળીને સમજવા. કેવળ જવામાં તો અઢી ગાઉની જ અનુજ્ઞા છે. શંકા- ૧૦૬૦. ચોમાસામાં મુહપત્તિ પડિલેહણ કરી હોય, તો કેટલા કિ.મી. સુધી રાતના રોકાઇ શકાય ? સમાધાન– જ્યાં ચોમાસી પ્રતિક્રમણ કર્યું હોય, ત્યાંથી ચારેબાજુ આઠ કિ.મી. જઇ શકાય અને જ્યાં મુહપત્તિનું પડિલેહણ કર્યું હોય ત્યાં રાત રહી શકાય. જ્યાં ચોમાસી મુહપત્તિનું પડિલેહણ ન કર્યું હોય, ત્યાં એ ક્ષેત્ર ૧ કિ.મી.ની અંદર હોય તો પણ ત્યાં રાત ન રહી શકાય. પણ જ્યાં ચોમાસી મુહપત્તિનું પડિલેહણ કર્યું હોય, ત્યાંથી જેટલા પણ કિ.મી. આગળ જાય, તો પણ રાત્રે મુહપત્તિ પડિલેહણ કરેલા સ્થાનમાં આવી જવું પડે. ઉપાશ્રય સંબંધી શંકા-સમાધાન શંકા- ૧૦૬૧. પુરુષોનો અને બહેનોનો ઉપાશ્રય સામસામે હોય, એટલે કે બારણાં-બારીઓ વગેરે બધું સામ-સામું હોય, અને તેનો મુખ્ય ઉપાશ્રય તરીકે ઉપયોગ થતો હોય, સાધુ-સાધ્વીઓ અને મુમુક્ષુઓ વગેરે આરાધના કરતા હોય તે યોગ્ય ગણાય ? આવું સ્થાન રાગનું કારણ બને તેવી શક્યતા રહે ? જો તેમ હોય તો શું કરવું ? જો કે રાગના કારણે આજ પર્યંત કંઇ પણ અઘટિત બનવા પામેલ નથી. પરંતુ સાવધાનીરૂપે શું કરવું ? Jain Educationa International For Personal and Private Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૪૮૩ સમાધાન- આવા ઉપાશ્રયોમાં સાધુઓથી કે સાધ્વીજીઓથી રહી શકાય નહિ. આ વિષે પંચવટુક ગ્રંથમાં કહ્યું છે કે, “જયાં સ્ત્રીઓનાં સ્થાન અને રૂપ ન દેખાય, શબ્દો ન સંભળાય તથા સ્ત્રીઓ પણ પુરુષોનાં સ્થાન અને રૂપ ન જોઈ શકે અને શબ્દો ન સાંભળી શકે તેવી વસતિમાં સાધુ રહે. સ્ત્રીઓ જ્યાં બેસીને વાતો કરે તથા સૂવું-બેસવું વગેરે શરીરકાર્યો કરે તે તેઓનું સ્થાન છે. જ્યાં સ્થાન હોય ત્યાં નિયમ રૂપ દેખાય. સ્થાન દૂર હોય તો કદાચ શબ્દ ન પણ સંભળાય, પણ રૂપ અવશ્ય દેખાય. આથી સ્થાન દેખાય તેવી વસતિનો ત્યાગ કરવો જોઈએ.” આવા સ્થાનો રાગાદિનું કારણ બને તેવી ઘણી શક્યતા રહે છે. પ્રશ્નકાર લખે છે કે “જોકે રાગના કારણે આજ પર્યત કંઈ અઘટિત બનવા પામેલ નથી.” આ વિષે જણાવવાનું કે કંઈ અઘટિત બને કે ન બને, તો પણ જેનો જ્ઞાનીઓએ નિષેધ કર્યો હોય તેનો ત્યાગ કરવો જોઈએ. જેમ કે કોઈ સ્ત્રી ઘરમાં સામાયિક લઇને બેસે ત્યારે તેનો બાર મહિનાનો નાનો બાબલો તેને અડે તો તે સ્ત્રીને કોઈ રાગ થવાનો નથી. છતાં જો બાળક અડે તો તે સ્ત્રીને પ્રાયશ્ચિત્ત આવે. કેમ કે ભગવાનની આજ્ઞાનો ભંગ કર્યો છે. આનાથી એ નિશ્ચિત થાય છે કે દોષ લાગે કે ન લાગે, પણ જેનાથી દોષ લાગવાની શક્યતા હોય-સંભાવના હોય તેનો ત્યાગ કરવો જોઇએ એવી જિનાજ્ઞા છે. ઉક્ત સ્થાનમાં ભલે આજ સુધી કંઈ અઘટિત ન બન્યું હોય, પણ એ સમજી લેવાની જરૂર છે કે જો ભવિષ્યમાં બનશે તો સંઘને નીચું જોવાનો પ્રસંગ આવશે અને શાસનની અપભ્રાજના થશે. શંકા- ૧૦૬૨. નીચે વાડી હોય અને ઉપર ઉપાશ્રય બનાવ્યો હોય તો કોઈ વાંધો ખરો ? ઉપાશ્રયની બાજુમાં વાડી હોય અને એક બીજા (ઉપાશ્રય-વાડી)માં જઈ શકાય તેવા બારણા હોય તો કંઈ વાંધો ખરો ? Jain Educationa International For Personal and Private Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ ४८४ શંકા-સમાધાન સમાધાન- સાધુ-સાધ્વીજીઓથી કેવા સ્થાનમાં રહેવાય અને કેવા સ્થાનમાં ન રહેવાય તેનું વિસ્તારથી વર્ણન બૃહકલ્પસૂત્ર વગેરે શાસ્ત્રોમાં કરવામાં આવ્યું છે. આ વર્ણન પ્રમાણે ઉપાશ્રય-વાડી ઉપર-નીચે હોય કે તદ્દન બાજુમાં હોય તો ત્યાં સાધુ-સાધ્વીઓ રહી શકે નહિ. તેવા સ્થાનમાં બ્રહ્મચર્ય વિરાધના વગેરે દોષોની સંભાવના છે. જ્યાં દોષોની સંભાવના હોય તેવા સ્થાનમાં સાધુ-સાધ્વીજીથી રહી ન શકાય. તેવી રીતે સાધુ-સાધ્વીજીના ઉપાશ્રયો તદ્દન નજીકમાં હોય કે ઉપર-નીચે હોય તે પણ ઉચિત નથી. શંકા- ૧૦૬૩. નવો ઉપાશ્રય બનાવવો હોય, નીચે દુકાન હોય અને ઉપર ઉપાશ્રય હોય તો કંઈ વાંધો ખરો ? ભવિષ્યમાં આવક થશે એવું સૂચન ઉપાશ્રય નિભાવવા માટે સાધુ કરી શકે ? સમાધાન- ઉપાશ્રયમાં જવા-આવવાનો રસ્તો કેવો છે, આજુબાજુનું સ્થાન કેવું છે ઇત્યાદિ જોયા-જાણ્યા વિના આ પ્રશ્નનો જવાબ આપી શકાય નહિ. સંયમમાં બાધા પહોંચે તેવું ન હોય તો વાંધો ન ગણાય. ઉપાશ્રયને નિભાવવા ભવિષ્યમાં આવક થશે, માટે ઉપાશ્રયની નીચે દુકાન રાખો એમ સાધુથી સૂચન કરી શકાય નહિ. શંકા- ૧૦૬૪. ઉપાશ્રયમાં જ ઓરડી બનાવીને પૂજારી વગેરેને રાખી શકાય ? સમાધાન ન રાખી શકાય. કેમકે ઉપાશ્રય ધર્મ કાર્યો માટે છે, સાંસારિક કાર્યો માટે નથી. શંકા- ૧૦૬૫. સાધુ ભગવંતોના ઉપાશ્રયમાં સાધ્વીજીઓ અને શ્રાવિકાઓ માટે શી મર્યાદા છે ? સમાધાન- આવો પ્રશ્ન કરવા બદલ આનંદ ! આજે આવું જાણવાની ઇચ્છાવાળા શ્રાવકો બહુ અલ્પ હોય છે. સાધ્વીજીઓએ સાધુના ઉપાશ્રયમાં મુખ્યપણે મહિનાની પાંચ મોટી (પર્વ) તિથિએ અને વાંચના હોય, તો વાચનાના સમયે આવવાનું શાસ્ત્રમાં વિધાન છે. આ સિવાય સાધ્વીજીઓને સાધુ ભગવંતના ઉપાશ્રયમાં આવવાનું વિધાન નથી. આમ છતાં આજે સાધ્વીજી ભગવંતો સવારે Jain Educationa International For Personal and Private Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૪૮૫ અગર તો વ્યાખ્યાન સમયે વંદન પચ્ચકખાણ માટે આવે એવી આચરણા છે. પણ હમણાં હમણાં કોઇક સ્થળે સાંજે પણ સાધ્વીજીઓ વંદન-પચ્ચકખાણ માટે આવતા હોય છે, એવું જોવામાં આવે છે. આ યોગ્ય નથી. સવારના કે વ્યાખ્યાનના સમયે વંદન પચ્ચખાણ માટે આવવાનું પૂર્વના મહાપુરુષોથી આચરાયેલું હોવાથી હજી આચરણારૂપ ગણી શકાય. ગીતાર્થ પુરુષોની આચરણા પણ જિનાજ્ઞારૂપ છે, પણ સાંજના વંદન પચ્ચકખાણ માટે આવવું એ જિનાજ્ઞારૂપ નથી. સાંજના સાધ્વીજીઓ વંદન-પચ્ચક્ખાણ માટે આવે, એ મેં આજ સુધી કોઈ વડીલોની નિશ્રામાં જોયું નથી, એટલે કોઈ પોતાને મનફાવતી આચરણા શરૂ કરે, તો તે જિનાજ્ઞારૂપ ન ગણાય. સાંજે વંદન પચ્ચકખાણ કરવા આવનારા કોઈ કોઈ સાધ્વીજીઓ તો અંધારું થવા આવે ત્યાં સુધી સાધુના ઉપાશ્રયમાં જ વંદનાદિ કરતા હોય તેવું પણ જોવા મળે છે. પહેલા નંબરમાં તો સાંજે વંદન-પચ્ચકખાણ માટે આવવું એ જ ખોટું છે, બીજા નંબરમાં અંધારું થવા આવે ત્યાં સુધી સાધુઓના ઉપાશ્રયમાં રહેવું એ તો વધુ ખોટું છે. આનાથી ક્યારેક અનર્થ થવાનો સંભવ છે. કેટલાક સાધુ ભગવંતોના અને સાધ્વીજીઓના ગ્રુપો બહુ મર્યાદા પાળનારા હોવાથી સાંજે પણ સાધ્વીજીઓ વંદન-પચ્ચખાણ માટે આવે તોય અનર્થ થવાનો કોઈ સંભવ પણ ન હોવા છતાં સાંજે વંદન-પચ્ચક્ખાણ માટે આવવામાં જિનાજ્ઞા ભંગરૂપ દોષ તો અવશ્ય લાગે. અનર્થ થાય કે ન થાય, એ મહત્ત્વનું નથી, કિંતુ જિનાજ્ઞાની આરાધના અને વિરાધના મહત્ત્વની છે. શાસ્ત્રકારોએ સ્પષ્ટ કહ્યું છે કે, આરાધેલી જિનાજ્ઞા મોક્ષ માટે અને વિરાધેલી જિનાજ્ઞા સંસાર માટે થાય. માટે સાધુ-સાધ્વીજીઓમાં જિનાજ્ઞાની આરાધના થાય અને વિરાધના ન થાય, એ માટે જ પ્રયત્ન કરવો જોઇએ. શ્રાવિકાઓએ પણ મુખ્યતયા વંદન-પચ્ચખાણ માટે વ્યાખ્યાનના સમયે સાધુ ભગવંતોના ઉપાશ્રયે જવું જોઈએ અથવા તો સવારે શ્રાવકોનું ઉપાશ્રયમાં ગમનાગમન થતું હોય ત્યારે જ જવું જોઈએ તથા Jain Educationa International For Personal and Private Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ ૪૮૬ શંકા-સમાધાન એકલી શ્રાવિકાએ સાધુ ભગવંતો પાસે ક્યારે પણ ન જવું જોઈએ. સાધુ ભગવંતોની પાસે નિષ્કારણ વધારે વાતો પણ ન કરવી જોઇએ અને બેસવું પણ ન જોઈએ. પણ આજે કોઈ કોઈ વખત શ્રાવિકાઓ એકલી આવે અને સાધુની સાથે ઘણીવાર વાતો કરતી હોય, એવું જોવા મળે છે. આ જરાય બરાબર નથી. કોઈ કોઈ વખત તો ક્યાંક ક્યાંક વડીલો પોતે એકલી સ્ત્રીની સાથે ઘણા સમય સુધી વાતો કરતા હોય, એવું પણ જોવા મળે છે. આવા વડીલો પણ પોતાના શિષ્યોને એકલી સ્ત્રીઓની સાથે વાતો ન કરાય, એવી હિતશિક્ષા કેવી રીતે આપી શકે ? અને આપે તો પણ પરોપશે પણ્ડિત્ય જેવું જ ના ગણાય? મારી દષ્ટિએ તો દરેક ઉપાશ્રયમાં એકલી સ્ત્રીએ સાધુ ભગવંતોના ઉપાશ્રયમાં ન આવવું, એવું બોર્ડ મૂકવું જોઇએ. જો કે કોઈ કોઈ શ્રાવિકા આવા બોર્ડની ઐસી તૈસી કરીને સાધુ ભગવંતોના ઉપાશ્રયમાં જતી હોય, એવું જોવા મળે છે. આમ છતાં બોર્ડ મૂકવાથી લાભ અવશ્ય થાય. એકલી સ્ત્રી સાધુ ભગવંતોના ઉપાશ્રયમાં જાય, એમાં બાહ્ય રીતે કોઈ નુકસાન ન થાય, તો ય જિનાજ્ઞા ભંગ રૂપ દોષ અવશ્ય લાગે. ઉપર કહ્યું તેમ જિનાજ્ઞાની આરાધનાથી મોક્ષ છે અને જિનાજ્ઞાની વિરાધનાથી સંસાર છે, એ ઉપદેશને આપણે કોઈએ ન જ ભૂલવો જોઈએ. શંકા- ૧૦૬૬. અત્યારે શ્રાવક ઉપાશ્રયમાં પણ મોબાઈલ ચાલુ રાખીને આવે અને એના દ્વારા સાંસારિક વાતો કરે છે. આ અંગે શું કરી શકાય ? સમાધાન– ઉપાશ્રયના મુખ્ય દ્વાર પાસે નીચે પ્રમાણે ટ્રસ્ટીઓ બોર્ડ મૂકી શકે. “મોબાઇલ ઓફ (બંધ) કરીને ઉપાશ્રયમાં પ્રવેશ કરવા વિનંતી.” કદાચ ધાર્મિક કામ માટે ઉપાશ્રયમાં મોબાઇલનો ઉપયોગ કરવો પડે તો પણ સાંસારિક વાતો તો ન જ કરવી. ઉપાશ્રયમાં સાંસારિક વાતો કરવાથી પાપકર્મ બંધાય. તદુપરાંત સાધુ ભગવંતો વ્યાખ્યાનમાં કે વ્યક્તિગત રીતે સમજાવતા રહે તો યોગ્ય આત્માઓ આ પાપથી જરૂર બચી જાય. Jain Educationa International For Personal and Private Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ४८७ ઉજ્જઈ સંબંધી શંકા-સમાધાન શંકા- ૧૦૬૭. ઉજ્જઈ ક્યારે ગણાય ? સમાધાન– લાઇટનો સીધો પ્રકાશ આપણા શરીર ઉપર પડતો હોય તો ઉજજઈ ગણાય. પ્રભા પડતી હોય તો ન ગણાય. દૂર છે કે નજીક છે એ મહત્ત્વનું નથી. આપણા શરીર ઉપર પ્રકાશ પડે છે કે નહિ તે મહત્ત્વનું છે. નજીક હોય તો પણ જો લાઇટ અત્યંત ઝાંખી હોય તો આપણા શરીર ઉપર પ્રકાશ ન પડે. દૂર હોય તો પણ જો લાઇટ અત્યંત તેજવાળી હોય તો આપણા શરીર ઉપર પ્રકાશ પડે. પારદર્શક એકદમ જાડો કાચ હોય તો તેમાંથી આવતા પ્રકાશની ઉજ્જઈ ન ગણાય. જીરો નંબરનો બલ્બ હોય કે જીરો નંબરની ટ્યુબ હોય તો પણ જો પ્રકાશ તેજવાળો હોય તો ઉજ્જઈ ગણાય. પ્રકાશ ઝાંખો હોય તો ઉજ્જઈ ન ગણાય. ડેકોરેશન લાઇટમાં પણ આપણા શરીર ઉપર સીધો પ્રકાશ પડે તો ઉજ્જઈ ગણાય. પણ દૂર હોય અને એથી આપણા શરીર ઉપર પ્રકાશ ન પડતો હોય તો ઉજ્જઈ ન ગણાય. શંકા- ૧૦૬૮. રાતે શરીર ઉપર ઉજ્જઈ ન પડે એ માટે બારીઓ બંધ કરવામાં આવે છે કે પડદા કરવામાં આવે છે. બારીઓ કે પડદા આપણા શરીર કરતા વધારે કડક હોય છે. આથી તેમ કરવામાં તેઉકાયના જીવોને વધુ કિલામણા ન થાય ? સમાધાન- જેમ વરસાદ પડતો હોય ત્યાં સાધુ ઊભા રહે તો વરસાદના છાંટા સાધુના શરીર ઉપર પડે અને સાધુ મકાનમાં આવી જાય તો જમીન ઉપર પડે. શરીર કરતાં જમીન વધારે કડક હોય છે. છતાં સાધુથી વરસાદમાં ઊભા ન રહેવાય. તે પ્રમાણે સાધુથી ઉજ્જહિમાં ઊભા ન રહેવાય. કારણ કે ઉજ્જહિમાં ઊભા રહેવાથી સાધુનું શરીર તેઉકાયની વિરાધનામાં નિમિત્ત બને છે. બારી બંધ કરવાથી કે પડદો કરવાથી તેઉકાયની વિરાધનામાં સાધુનું શરીર નિમિત્ત બનતું નથી. જગતના સર્વ જીવો એક યા બીજી રીતે દુઃખ Jain Educationa International For Personal and Private Use Only Page #285 -------------------------------------------------------------------------- ________________ ४८८ શંકા-સમાધાન પામી જ રહ્યા છે. પણ તેમાં સાધુએ નિમિત્ત ન બનવું જોઈએ. આ જ વિગત પ્રતિક્રમણ કરનાર શ્રાવકોને પણ લાગુ પડે છે. શંકા– ૧૦૬૯દીવાદિનું પ્રતિબિંબ દર્પણ વગેરે કાચમાં પડતું હોય તો એ દર્પણ વગેરે કાચ દ્વારા આવતા પ્રકાશની ઉજહી ગણાય? સમાધાન– ન ગણાય. શંકા- ૧૦૭૦. ચંદ્રના પ્રકાશમાં દીવા વગેરેની ઉજેહી પડે કે નહિ? સમાધાન– શરીર ઉપર ચંદ્રમાનો પ્રકાશ પડતો હોય, તો દીવા વગેરેની ઉજેડી લાગતી નથી પણ ચંદ્રનો પ્રકાશ શરીર પર ન પડતો હોય, તો ઉજેડી લાગે એમ સેનપ્રશ્નમાં જણાવ્યું છે. વેશ સંબંધી શંકા-સમાધાન શંકા- ૧૦૭૧. ક્યારેક કોઈ બાળાને સાધ્વીજીનો વેશ પહેરાવી હાથમાં પાત્રા આપીને શાસનના-સંઘના વરઘોડામાં ફેરવાય છે, તે યોગ્ય છે ? સમાધાન– તદ્દન અયોગ્ય છે. આમાં સાધ્વીજીના વેશની આશાતના છે. સાધ્વીજીના વેશની આશાતના દ્વારા સાધ્વીજીની આશાતના છે. પરંપરાએ ભગવાનની પણ આશાતના છે. શંકા- ૧૦૭૨. હમણાં હમણાં જૈનોમાં પણ મોહધેલા મા-બાપો પોતાની દીકરીઓને જન્મથી માંડીને જ છોકરાઓનો વેશ પહેરાવે છે. આવી છોકરીઓ પછી મોટી ઉંમરે પણ છોકરીનો વેશ પહેરવા ઈચ્છતી નથી. તો છોકરી છોકરાનો વેશ પહેરે તે શું યોગ્ય છે ? સમાધાન- જે મનુષ્ય જૈન નથી બન્યો, કિન્તુ માગનુસારી છે તે જીવ પણ વિરુદ્ધ વેશ ન પહેરે, તો જૈનથી આવો વિરુદ્ધ વેશ કેમ પહેરી શકાય ? સ્ત્રી પુરુષનો વેશ પહેરે એ વિરુદ્ધવેશ છે. આવા વિરુદ્ધવેશથી અનેક અનર્થો થવાનો સંભવ છે. જેમકે લજ્જાગુણ સ્ત્રીનું આભૂષણ છે. પુરુષવેશ પહેરનારી સ્ત્રીમાં ધીમે ધીમે લજ્જાનુણ નાશ પામતો જાય છે. છોકરાનો વેશ પહેરનારી Jain Educationa International For Personal and Private Use Only Page #286 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૪૮૯ છોકરીને પોતાને ભલે ખ્યાલમાં આવતું ન હોય, પણ અદશ્યપણે એના મનમાં પુરુષત્વનો ભાવ પ્રગટતો હોય છે. આ ભાવ ધીમે ધીમે તેના લજ્જાગુણનો નાશ કરે છે. છોકરાનો વેશ પહેરતી મોટી ઉંમરની છોકરી અનેકના માનસિક વિકારોનું કારણ બનતી હોય છે. છોકરાનો વેશ પહેરતી મોટી ઉંમરની છોકરી અનેકના માનસિક વિકારોનું કારણ કેમ બને છે એ અંગે જાહેરમાં વિવેચન કરવું એ યોગ્ય ન હોવાથી અહીં એ વિશે વિશેષ કશું લખવું ઉચિત નથી. આજે ખરી હકીકત એ છે કે મોટા ભાગના જૈનો જૈન કુળમાં જન્મ થવા આદિથી જૈન છે, જૈનત્વના સંસ્કારોથી જૈન નથી. જૈનત્વના સંસ્કારોથી સંસ્કારિત જૈન કુટુંબોમાં આવો વેશ પ્રવેશી શકે નહિ. સાચો જૈન દુનિયા જીવે તેમ ન જીવે, કિન્તુ જિનાજ્ઞા મુજબ જીવે. સાચા જૈનોમાં રહેણી-કરણી, ખાન-પાન, પહેરવેશ વગેરેમાં જિનાજ્ઞાની છાંટ દેખાતી હોય. સાચો જૈન જગત શું કરે છે તે ન જુએ, કિન્તુ જિનાજ્ઞા શું છે તે જુએ. આજે જયારે જૈનોમાં પણ મર્યાદાહીન વેશ પરિધાન વધી રહ્યું છે ત્યારે વ્યાખ્યાન વગેરેમાં મર્યાદામાં રહીને આ વિષે ટકોર કરવાનું સાધુઓ માટે અનિવાર્ય બની જાય છે તથા ધર્મસ્થાનોના ટ્રસ્ટીઓએ આગેવાનોએ સ્ત્રીઓ-યુવતીઓ મર્યાદારહિત વેશ પરિધાન કરીને ધર્મસ્થાનોમાં ન આવે એ માટે પૂ. ગીતાર્થ ગુરુભગવંતોની સલાહ લઈને ઉચિત કરવું જરૂરી ગણાય. આવી ગંભીર બાબતમાં સમર્થ ગીતાર્થ ગુરુભગવંતો અને શ્રદ્ધાસંપન્ન શ્રાવકો ચુપકીદી સેવે તે જૈનશાસન માટે અહિતકર છે. શંકા- ૧૦૭૩. સ્ત્રીથી પુરુષવેશ પહેરી શકાય? પુરુષવેશમાં સ્ત્રી દર્શન, પૂજન, ગુરુવંદન, સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ કરી શકે ? દેરાસર-ઉપાશ્રયમાં જઈ શકે ? સમાધાન- સ્ત્રીથી પુરુષનો વેશ પહેરી શકાય નહિ. તો પછી પુરુષવેશમાં સ્ત્રી દર્શન, પૂજન, ગુરુવંદન, સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ કેવી રીતે કરી શકે ? દેરાસર-ઉપાશ્રયમાં કેવી રીતે જઈ શકે ? Jain Educationa International For Personal and Private Use Only Page #287 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન શંકા- ૧૦૭૪. સ્ત્રીઓ પુરુષ જેવો વેશ પહેરીને દેરાસરઉપાશ્રયમાં પ્રવેશ કરી શકે ? ૪૯૦ સમાધાન– ન કરી શકે. આ અંગે તા. ૧૪-૦૩-૨૦૦૩ના રોજ આણંદજી કલ્યાણજી પેઢી તરફથી જે લખાણ પ્રકાશિત થયું છે, તે અક્ષરશઃ આપવામાં આવ્યું છે. સકલ શ્રી જૈન સંઘ જોગ આપણી સમસ્ત આર્ય પ્રજાનો અને સમસ્ત જૈન સંઘવર્તી શ્રાવકશ્રાવિકાઓનો પહેરવેશ માર્ગાનુસારિતાના ગુણ મુજબ આર્ય સંસ્કૃતિ અને જૈન સંસ્કૃતિને શોભે એવો હોવો જોઇએ. તદનુસાર ભાઇઓ માટે મુખ્યપણે ધોતી, ખેસ, પાઘડી, અંગરખું આદિ અને બહેનો માટે સાડી, ચણિયો, ચોળી આદિનો પહેરવેશ શાસ્ત્ર અને પરંપરાને અનુસારે બતાવાયેલો છે. પરંતુ પશ્ચિમના વિલાસી વાતાવરણને પ્રસરાવનારા સાધનો સિનેમા, ટી.વી., વીડિયો, ઇન્ટરનેટ, છાપાં, મેગેઝીનો, ક્લબો, જીમખાના, સ્કુલ-કોલેજો વગેરેને કારણે જોનારને પણ શરમ આવે એવા કપડાં ઉચ્ચ ખાનદાન કુટુંબના ગણાતા લોકો પહેરતા થઇ ગયા છે. એવાં કપડાં કોઇપણ જગ્યાએ ન પહેરવાં જોઇએ. ધર્મસ્થાનોમાં તો ખાસ ન પહેરવાં જોઇએ. ધર્મસ્થાનોમાં કે ધર્મતીર્થોમાં આવનારનું લક્ષ્ય મન:શાંતિ અને મનઃશુદ્ધિનું હોવાનું શાસ્ત્રોએ બતાવ્યું છે. એવા સ્થાનમાં મનની શાંતિ અને મનની શુદ્ધિને ડહોળી નાંખનારો અને મનની ખરાબ વૃત્તિઓને ઉશ્કેરનારો પહેરવેશ પહેરનારાં સ્ત્રી-પુરુષો ઘણું મોટું પાપ કરી રહ્યાં છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે अन्यस्थाने कृतं पापं, तीर्थस्थाने विनश्यति । तीर्थस्थाने कृतं पापं, वज्रलेपो भविष्यति ॥ અર્થ– બીજા સ્થાનમાં કરાયેલું પાપ તીર્થસ્થાનમાં નાશ પામે છે, પણ તીર્થસ્થાનમાં કરાયેલું પાપ તો વજ્ર જેવું ગાઢ બની જાય છે. બીજાના દુર્ભાવોને ઉશ્કેરનારાં સ્ત્રી-પુરુષો આવતા ભવમાં નરક કાં તો તિર્યંચમાં જવાના કારણે મનુષ્યનું શરીર જ ન પામે અથવા For Personal and Private Use Only Jain Educationa International Page #288 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૪૯૧ પામે તો કદરૂપું શરીર પામે. જેથી એ શરીર બીજાને બતાવતાં પણ શરમ આવે અને ઢાંકીને રાખવું પડે. એવું સ્પષ્ટ રીતે શાસ્ત્રકાર ભગવંતો ફરમાવે છે. કોઇપણ ભાઇઓ તથા બહેનોએ પોતાની તરફ જોનારને વિકાર ન જાગે, ખરાબ ભાવના-ખરાબ વૃત્તિ ન જાગે એવાં કપડાં પહેરવાં જોઈએ. ઉચિત પહેરવેશ પહેરવાથી આપણને જોનારી વ્યક્તિને પવિત્ર અને સારો ભાવ જાગે છે. ઉપરોક્ત બાબતને ધ્યાનમાં રાખીને ચૌદ રાજલોકમાં જે તીર્થનો જોટો નથી એવા શ્રી શત્રુંજય તીર્થમાં જે ભાઈઓ બર્મુડા, માત્ર ગંજી, લુંગી તેમજ બહેનો પેન્ટ-શર્ટ, મિની સ્કર્ટ, મીડી, મેક્સી, બડા, સ્લીવલેસ ડ્રેસ વગેરે કઢંગા, અંગોપાંગ દેખાય એવા અવિવેકી અને ઉત્તેજક વસ્ત્રો પહેરીને આવે છે, તેઓ બીજા ઉચિત કપડાં પહેરીને આવે તો જ ગિરિરાજ ઉપર જવા દેવામાં આવશે એવું નક્કી કર્યું છે. આજે પણ શીખોના ગુરુદ્વારામાં, પારસીઓની અગિયારીમાં, મુસ્લિમોની મજીદમાં, ખ્રિસ્તીઓના વેટિકનસિટીમાં, વૈદિકોના દક્ષિણના ઘણા મંદિરોમાં, બૌદ્ધોના તિબેટના મંદિરોમાં, પ્રાયઃ યહુદીઓના સિનાગોગમાં પણ પહેરવેશની મર્યાદાનું ચુસ્તપણે પાલન કરાવાય છે, તો આપણા લોકત્તર ધર્મની તો શી વાત ! બધા સુધી આ વાત પહોંચી શકે, બરાબર અમલ થઈ શકે અને અવ્યવસ્થા ન સર્જાય એ હેતુથી થોડા વખત પછી તેનો કડક અમલ કરવાની યોગ્ય વિચારણા ચાલી રહેલ છે. આ બાબતની સૌએ નોંધ લેવી. - શેઠ આણંદજી કલ્યાણજી, તા. ૧૪-૦૩-૨૦૦૩. જનરલ શંકા-સમાધાન શંકા- ૧૦૭૫. સાધુ-સાધ્વી અને શ્રાવક-શ્રાવિકાને સાચા માર્ગે ચલાવવાની જવાબદારી કોની ? સમાધાન- સાધુ-સાધ્વી અને શ્રાવક-શ્રાવિકાને સાચા માર્ગે ચલાવવાની જવાબદારી મુખ્યત્વે ગીતાર્થ ગુરુ ભગવંતોની છે. Jain Educationa International For Personal and Private Use Only Page #289 -------------------------------------------------------------------------- ________________ ૪૯૨ શંકા-સમાધાન શંકા- ૧૦૭૬. ઝાડ ઉપર નાળિયેર લટકાવવાની પ્રથા અજૈનોમાં તો દેખાય છે, પણ જૈનોમાં આ પ્રથા કેવી રીતે દાખલ થઈ હશે? સમાધાન– જૈનશાસ્ત્રોમાં શ્રીફળને ઝાડ ઉપર લટકાવવાનું વિધાન જોવા મળતું નથી. વર્તમાનકાળમાં સુખની લાલસાવાળાઓએ આ પ્રથા શરૂ કરી હોય એમ લાગે છે. આથી આ પ્રથાનું અનુકરણ કરવું જરાય યોગ્ય નથી. શંકા- ૧૦૭૭. એક આંખવાળા નાળિયેર વગેરેની સાંસારિક ફળની ઈચ્છાથી પૂજા કરવામાં મિથ્યાત્વ લાગે કે નહિ ? સમાધાન- મિથ્યાત્વ ન લાગે, આ અંગે સેન પ્રશ્ન ઉલ્લાસ૧. પ્ર.૧૬ માં જણાવ્યું છે કે “આ લોકના લાભ માટે” દક્ષિણાવર્ત શંખ વગેરેની પેઠે એકાક્ષિ નાળિયેર વગેરેની પૂજા કરવામાં મિથ્યાત્વ લાગે એવું મારા (શ્રી સેનસૂરિજી મ.ના) જાણવામાં નથી. શંકા- ૧૦૭૮. દર્દથી પીડાતો માણસ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે કેટલાક શ્રાવકો એવું બોલતા હોય છે કે “એ જીવ છૂટ્યો.” આમાં એમનો આશય તો “એ જીવ દુઃખથી છૂટ્યો' એમ જ કહેવાનો હોય છે. એમ બોલવામાં એ જીવના મરણની અનુમોદનાનો દોષ ઊભો થાય કે નહિ ? “છૂટ્યો” એમ બોલવું એ ગુણ છે કે દોષ છે ? સમાધાન– “એ જીવ છૂટ્યો” એમ બોલવામાં “એ જીવ દુઃખથી છૂટ્યો” એવો આશય હોવા છતાં એ જીવના મરણની અનુમોદનાનો દોષ લાગે. કારણ કે આમાં ગર્ભિત રીતે મરણની ઇચ્છા આવી જાય છે. દુઃખથી ક્યારે છૂટે? જીવનથી છૂટે તો. મરણ થાય તો જીવનથી છૂટે. આમ ગર્ભિત રીતે મરણની ઇચ્છા આવી જાય છે. માટે જ આચાર્ય ભગવંત શ્રી હરિભદ્રસૂરિ મહારાજે અષ્ટક પ્રકરણમાં કહ્યું છે કે- ધર્મના અર્થી મનુષ્યોએ સદા ધર્મને સૂક્ષ્મબુદ્ધિથી સમજવો જોઈએ. અન્યથા ધર્મબુદ્ધિથી ધર્મનો નાશ થાય. આ વિષે સંક્ષેપમાં દૃષ્ટાંત આ પ્રમાણે છે- એક ભાગ્યશાળીએ “આ ચાતુર્માસમાં ગ્લાન સાધુઓને ઔષધની જે કંઈ જરૂર પડે, તેનો લાભ મારે લેવો” એવો અભિગ્રહ લીધો. ભાગ્યયોગે સંપૂર્ણ ચાતુર્માસ દરમિયાન કોઈ સાધુ Jain Educationa International For Personal and Private Use Only Page #290 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૪૯૩ બીમાર ન પડ્યા. આથી તે ભાગ્યશાળી શોક કરવા લાગ્યો કે “મેં શ્રેષ્ઠ અભિગ્રહ તો ગ્રહણ કર્યો, પણ કોઇ સાધુ ક્યારે પણ ગ્લાન થયા નહિ. અરેરે ! હું અધન્ય છું ! અફસોસ છે કે, મારું ઇષ્ટ સિદ્ધ થયું નહિ.” આ શોકમાં તેનો આશય તો પોતાને લાભ ન મળ્યો એવો છે. પણ શાસ્ત્રકારોએ આવા શોકને કર્મબંધનો હેતુ કહ્યો છે. કારણ કે તેમાં ગર્ભિત રીતે “જો કોઇ સાધુ ગ્લાન થાય તો સારું' એવો ભાવ રહેલો છે. કોઇ સાધુ બીમાર પડે તો જ તેનો અભિગ્રહ સફળ થાય. આમ અભિગ્રહ સફળ ન થયાનો શોક એટલે કોઇ સાધુ બીમાર ન પડ્યા તે શોક. તે પ્રમાણે પ્રસ્તુતમાં ‘છૂટ્યો' એમ બોલવું એ ગુણ નથી, કિંતુ દોષ છે. બીજી રીતે વિચારીએ તો એ સમજી શકાય છે કે, કોઇ પણ જીવ મરવાથી દુઃખથી છૂટી જતો નથી. જો મરવા છતાં તેનાં કર્મો ભોગવવાના બાકી રહી ગયા હોય, તો ભવાંતરમાં બીજી કોઇ પણ રીતે ભોગવશે માટે મૃત્યુ એ દુઃખથી છૂટવાનો ઉપાય નથી, કિન્તુ કર્મથી સર્વથા મુક્ત બનવું, એ જ દુઃખથી સર્વથા છૂટવાનો ઉપાય છે. શંકા- ૧૦૭૯. ‘કરણ-કરાવણ ને અનુમોદન સરીખાફળ નીપજાવે' આ પંક્તિ સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા એમ ચારેને લાગુ પડે ? પાપની ક્રિયા કરે, કરાવે અથવા તેની અનુમોદના કરે તે દરેકને શું એક સરખો કર્મબંધ થાય ? સમાધાન– આ પંક્તિ સામાન્યથી જણાય છે. એકાંતે નિયમ નથી. ધર્મ કે પાપ કરનાર, કરાવનાર અને અનુમોદના ક૨ના૨ એ ત્રણેનો પરિણામ એક સરખો હોય તો એ પંક્તિ લાગુ પડે. પરિણામમાં ફેરફાર હોય તો કર્મબંધમાં કે કર્મનિર્જરામાં ફેરફાર થાય. ક્યારેક એવું બની શકે કે પાપક્રિયા કરનાર કરતા અનુમોદના કરનારને અધિક કર્મબંધ થાય એવું પણ બને. જેમકે શાસ્ત્રમાં આવે છે કે કોઇ પોતાના રહેવા માટે બંગલો બંધાવે પણ એમાં થયેલી પાપક્રિયાને રસ વિના કરે અને કોઇક વાહ ! કેવો સુંદર બંગલો બનાવ્યો છે. એમ રસપૂર્વક અનુમોદના કરે તો બંગલો બંધાવનાર Jain Educationa International For Personal and Private Use Only Page #291 -------------------------------------------------------------------------- ________________ ૪૯૪ શંકા-સમાધાન કરતાં બંગલાની અનુમોદના કરનારને વધારે કર્મબંધ થાય. એવી રીતે કોઈ જિનપૂજા કરે અને કોઈ પોતે જિનપૂજા ન કરી શકતો હોય એથી બીજાને જિનપૂજા કરવાની પ્રેરણા કરે અથવા તો જિનપૂજા કરનારની અધિકભાવથી અનુમોદના કરે તો જિનપૂજા કરનાર કરતા અન્યને જિનપૂજા કરવાની પ્રેરણા કરનાર કે જિનપૂજા કરનારની અનુમોદના કરનારને અધિક લાભ થાય તેવું બને. શંકા- ૧૦૮૦. જૈનશાસનમાં સ્ત્રીઓને નીચી ગણવામાં આવે છે. તેનું શું કારણ ? સમાધાન– આ અજ્ઞાન લોકોથી પ્રચારાયેલી તદ્દન ખોટી માન્યતા છે. જૈનશાસનમાં સ્ત્રીઓનું એમની કક્ષા પ્રમાણે ઊંચું સ્થાન છે. જૈનશાસન ગુણનો અનુરાગી છે. આથી જેનામાં જે ગુણ હોય તેના તે ગુણની પ્રશંસા-અનુમોદન કરે જ છે. આથી જ મહાન આચાર્ય ભગવંતો પણ દરરોજ પ્રાતઃ કાળે સતી સ્ત્રીઓનાં નામો બોલીને સતી સ્ત્રીઓનું સ્મરણ કરે છે. જૈન શાસ્ત્રોમાં સ્ત્રી નરકનું દ્વાર છે, સ્ત્રીઓમાં માયા, વક્રતા, ચંચળતા વગેરે દોષો હોય છે ઇત્યાદિ રીતે સ્ત્રીઓની કરવામાં આવેલી નિંદા સ્ત્રીઓને ઉતારી પાડવા માટે નથી, કિંતુ પુરુષને સ્ત્રી પ્રત્યે વૈરાગ્ય ઉત્પન્ન થાય એ માટે છે. માણસને ધન પ્રત્યે રહેલો રાગ ઘટે એ માટે ધન અનિત્ય છે, આર્તધ્યાનનું કારણ છે, દુઃખનું કારણ છે ઇત્યાદિ રીતે જેમ ધનની નિંદા કરવામાં આવી છે, તે જ રીતે સ્ત્રી પ્રત્યે રાગ ઘટે એ માટે સ્ત્રીની નિંદા કરવામાં આવી છે. ખરી રીતે આને નિંદા નહિ, વાસ્તવિક સ્વરૂપ દર્શન જ કહેવાય. બાકી સ્ત્રી તરીકે એનું જે સ્થાન છે, એ સ્થાનમાં તે રહે એ જ પુરુષ અને સ્ત્રી એ બંને માટે હિતાવહ છે. ઝાંઝરનું સ્થાન પગ જ હોય, મસ્તક વગેરે નહિ. ઝાંઝરને પગમાં પહેરવાથી ઝાંઝરનું મહત્ત્વ ઘટી જતું નથી. આજે થઈ રહેલ સ્ત્રી સ્વાતંત્ર્ય આદિની વાતો જૈનશાસનને માન્ય નથી. કેમ કે એમાં જગતનું અહિત છે. જૈનશાસનમાં સ્ત્રીઓને અમુક અધિકારો આપવામાં આવ્યા નથી, એનું કારણ સ્ત્રીમાં તેની યોગ્યતાનો અભાવ Jain Educationa International For Personal and Private Use Only Page #292 -------------------------------------------------------------------------- ________________ ૪૯૫ શંકા-સમાધાન છે. કોઈ પણ અધિકાર યોગ્યતા મુજબ અપાય. વ્યવહારમાં પણ બાપને પાંચ પુત્રો હોય, તો બાપ દરેક પુત્રને એકસરખો અધિકાર ન આપે. જે પુત્રની જેવી યોગ્યતા હોય, તે પુત્રને તે પ્રમાણે અધિકાર આપે. વ્યવહારમાં પણ જો અધિકાર યોગ્યતા પ્રમાણે અપાય, તો ધર્મમાં તો ચોક્કસ યોગ્યતા પ્રમાણે જ અધિકાર અપાવો જોઈએ. શંકા- ૧૦૮૧. અહીં સંસારમાં દુઃખી થતા જીવોને મૂકીને પોતે મોક્ષમાં જાય તેવા ઈશ્વરને કરુણાસાગર કેમ કહેવાય ? સમાધાન- જૈનદર્શનમાં માન્ય ઈશ્વર જગતના કર્તા નથી, કિંતુ જ્ઞાતા (જાણનારા) છે. ઈશ્વરનું કામ જીવોને સુખ-દુઃખનો માર્ગ ધર્મદિશના દ્વારા બતાવવાનું છે. આ કામ ઇશ્વર સંસારમાં હોય ત્યાં સુધી દરરોજ કરે છે. બાકી, ઇશ્વર જીવોને હાથ પકડીને મોક્ષમાં લઈ જઈ શકે નહિ. જો ઈશ્વર જીવોને હાથ પકડીને મોક્ષમાં લઈ જઈ શકતા હોત, તો આ વિશ્વ ક્યારનું ય જીવોથી રહિત બની ગયું હોત. આ દુઃખમય વિશ્વ ક્યારેય ખાલી થવાનું નથી. જે જીવ ઇશ્વરના ચીંધેલા સુખના માર્ગે ચાલે છે, તે સર્વ દુઃખોથી મુક્ત બની જાય છે. આ પ્રશ્ન પણ ઈશ્વરના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન ન હોવાના કારણે થયો છે. માટે પ્રશ્નકારે ગુરુ ભગવંત પાસે જઈને ઈશ્વરનું યથાર્થ સ્વરૂપ સમજી લેવું જોઇએ. શંકા- ૧૦૮૨. જૈનો શેર બજારમાં પોતાની મિલકત રોકે તે યોગ્ય છે ? સમાધાન– શેરબજારનો ધંધો કર્યાદાનનો ધંધો છે. જે ધંધામાં ઘણી હિંસા થતી હોય તેવા ધંધાને શાસ્ત્રકારોએ કર્માદાનનો ધંધો કહ્યો છે. શ્રાવક માટે કર્માદાનનો ધંધો નિષિદ્ધ છે. કોઈ પણ કંપની લગભગ પ્રતિદિન ઘણી હિંસા થાય તેવી પ્રવૃત્તિ કરતી હોય છે. કંપનીઓની પ્રવૃત્તિ દિવસ અને રાત સતત ચાલુ હોય છે. તેમાં પાણી, વીજળી, કોલસા કે ડીઝલ વગેરેનો વપરાશ ખૂબ થાય છે. તેથી મહાઆરંભ-સમારંભ સતત ચાલુ રહે છે. શેર ખરીદનાર કંપનીનો ભાગીદાર બને છે. તેથી કંપની જે પાપ કરે તે પાપ શેર Jain Educationa International For Personal and Private Use Only Page #293 -------------------------------------------------------------------------- ________________ ૪૯૬ શંકા-સમાધાન હોલ્ડરને પણ લાગે. એકાદ શે૨ લે તો પણ આખી કંપનીનું પાપ શેર હોલ્ડરને લાગે. જાણવા મુજબ જો સત્ય હોય તો કંપનીઓ નીચે મુજબના પાપો પણ કરે છે. (૧) પ્રાયઃ બધી કંપનીઓમાં દારૂ પીવાય છે. (૨) પ્રાયઃ બધી કંપનીઓમાં માંસાહાર વગેરે અભક્ષ્ય ભક્ષણ થાય છે. (૩) વેશ્યાઓ રખાતી હોય તોપણ નવાઇ નથી. (૪) ટેક્સચોરી, જૂઠ વગેરે ઘણા પાપોની પણ સંભાવના છે. શેર ખરીદનારને આ બધા પાપો લાગે. આટલા બધા પાપોની સામે નફાનો ભાગ અતિશય નજીવો ગણાય. માટે સમજુ જૈને શેરબજારમાં ન પડવું એ જ હિતાવહ છે. શાસ્ત્રકારોએ શ્રાવકને ધંધો ન જ કરવો, એમ નિષેધ કર્યો નથી. પણ આવા પાપવાળા ધંધાનો નિષેધ કર્યો છે. ઉત્તમ જૈનશાસનને પામીને શ્રાવક આવા પાપવાળા ધંધા કરે એ ઘણી જ કમનસીબી ગણાય. શંકા ૧૦૮૩. પ્રવેશ-પ્રતિષ્ઠા-મહોત્સવ આદિના પ્રચાર માટે વર્તમાનમાં બનાવાતા પ્લાસ્ટિકનાં બોર્ડે (ફ્લેક્સો) ગરીબોને ઝૂંપડા ઉપર ઢાંકવા આપી શકાય ? સમાધાન– પહેલા નંબરમાં તો આવા બોર્ડ બનાવવા ન જોઇએ. આજે કેટલાક કાર્યો દેખાદેખીથી થઇ રહ્યાં હોવાથી આવા બોર્ડો બનાવવા પડ્યા હોય, તો કાર્ય પતી ગયા પછી વિધિપૂર્વક પરઠવી દેવા જોઇએ. પણ ગરીબોને ઝૂંપડા ઉપર ઢાંકવા ન આપી શકાય. કારણ કે તેમાં અક્ષરો હોય છે, અક્ષરો એ જ્ઞાન છે, આથી ગરીબોને ઝૂંપડા ઢાંકવા આપવાથી જ્ઞાનની આશાતના થાય. શંકા- ૧૦૮૪. મહાવિદેહક્ષેત્રમાં જન્મ લેનારા તમામ માણસો પ્રથમ સંઘયણવાળા જ હોય ? સમાધાન– મહાવિદેહક્ષેત્રમાં જન્મ લેનારા તમામ માણસો પ્રથમ સંઘયણવાળા જ હોય એવો નિયમ નથી. છ એ સંઘયણવાળા મનુષ્યો હોય. શંકા- ૧૦૮૫. સાત ક્ષેત્ર પૈકી શ્રાવક-શ્રાવિકા માટે થયેલ ભંડોળમાંથીપાઠશાળાના સંચાલન કેપ્રભાવના માટે રકમ વાપરી શકાય ? Jain Educationa International For Personal and Private Use Only Page #294 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૪૯૭ સમાધાન– સાત ક્ષેત્ર પૈકી શ્રાવક-શ્રાવિકા માટે થયેલ ભંડોળનો આર્થિક સ્થિતિથી નબળા શ્રાવક-શ્રાવિકા માટે ઉપયોગ કરવો જોઇએ. પાઠશાળાના સંચાલન અને પ્રભાવના માટે નવું ભંડોળ ભેગું કરવું જોઇએ. શંકા- ૧૦૮૬. રાજેશ્વરી શા માટે નરકેશ્વરી ગણાય છે ? તે તો પોતાની ફરજ બજાવે છે. કો'કે તો રાજ કરવું જ પડે. સમાધાન રાજા બનનારા જીવો સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ એમ બે પ્રકારના હોય છે. સમ્યગ્દષ્ટિ જીવ રાજા બને તો તે રાજ્યને ઉપાદેય ન માને કિંતુ હેય માને, કારણ કે રાજ્ય ચલાવવામાં હિંસાદિ પાપો કરવા પડતા હોય છે. રાજ્યને હેય માનનાર સમ્યગ્દષ્ટિ રાજા ક્યારે હું આ રાજ્યનો ત્યાગ કરીને ચારિત્ર ગ્રહણ કરું એવી ભાવનાવાળો હોય છે. આવા જીવને રાજા બનવાની અંતરથી ઇચ્છા હોતી નથી. આમ છતાં તેવા સંયોગોના કે તેવા કર્મના કા૨ણે રાજા બનવું પડ્યું હોય છે. આથી આવો રાજા કોઇ પણ પાપ નિષ્વસપણે(=નિષ્ઠુર બનીને) ન કરે આથી રાજા બનવા છતાં નરકમાં ન જાય. મિથ્યાદષ્ટિ રાજા પણ મંદ મિથ્યાત્વવાળા અને તીવ્ર મિથ્યાત્વવાળા એમ બે પ્રકારના હોય છે. મંદ મિથ્યાત્વવાળો રાજા પણ નિર્બંસપણે પાપ ન કરે. આથી આવો રાજા પણ નરકમાં ન જાય. તીવ્ર મિથ્યાત્વવાળો રાજા રાજ્યને ઉપાદેય માને અને નિર્ધ્વસપણે પાપ કરે. એથી આવો રાજા રૌદ્રધ્યાન દ્વારા નરકનું આયુષ્ય બાંધીને નરકમાં જાય. સમ્યગ્દષ્ટિ અને મંદ મિથ્યાત્વવાળા રાજાઓ બહુ જ ઓછા હોય. મોટા ભાગના રાજાઓ તીવ્ર મિથ્યાત્વવાળા હોય. આથી આવા રાજાને આશ્રયીને જે રાજેશ્વરી તે નરકેશ્વરી એમ કહેવાય છે. રાજા બનવું પડે એથી રાજા બને અને સત્તા મેળવવાની તીવ્ર લાલસાથી રાજા બને એ બેમાં ઘણો ભેદ છે. રાજા બનવું પડે માટે રાજા બને એવા જીવો બહુ જ વિરલા હોય. મોટા ભાગના જીવો સત્તા મેળવવાની તીવ્ર લાલસાથી રાજા બને છે. Jain Educationa International For Personal and Private Use Only Page #295 -------------------------------------------------------------------------- ________________ ૪૯૮ શંકા-સમાધાન આ વિષયને બરાબર સમજવા માટે સમ્યગ્દર્શનના અને મિથ્યાત્વના સ્વરૂપને બરાબર સમજવાની જરૂર છે. રાજ્ય ચલાવવામાં મહાઆરંભ અને મહાપરિગ્રહ કરવા પડે. મહાઆરંભ અને મહાપરિગ્રહ નરકનું કારણ છે. આથી મિથ્યાદષ્ટિ રાજા મહાઆરંભ-મહાપરિગ્રહ નિમિત્તે નરકમાં જાય એવું બને. પણ સમ્યગ્દષ્ટિ રાજા એ નિમિત્તે નરકમાં ન જાય. આનું કારણ તે જીવની વિશેષતા છે. જેમ કે, વિષ મરણનું જ કારણ હોવા છતાં જન્મથી થોડું થોડું વિષ ખાવાના અભ્યાસથી વિષ પ્રકૃતિને અનુકૂળ બનાવી દેનારને મારનારું ન થાય. આથી વિષ મરણનું કારણ નથી એમ ન કહેવાય. વિષ તો મરણનું જ કારણ કહેવાય. કોઈ જીવ વિષથી ન મરે તો તેની વિશેષતા કહેવાય. તેમ પ્રસ્તુતમાં મહાઆરંભ અને મહાપરિગ્રહ નરકનું કારણ છે. છતાં સમ્યગ્દષ્ટિ જીવ નરકમાં ન જાય તેનું કારણ તેનામાં રહેલું સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શનની હાજરીમાં નરકગતિનું આયષ્ય ન બંધાય. શંકા– ૧૦૮૭. કેટલાક સ્થાનોમાં સમૂહમાં કે છૂટા છવાયા વંદનાર્થે આવનારા શ્રાવક-શ્રાવિકાઓ ગુરુ મહારાજને દરરોજ માંગલિક સંભળાવવાનું કહે તે યોગ્ય છે ? સાધુ-સાધ્વી આવી રીતે બધાને માંગલિક સંભળાવ્યા કરે તો તે પ્રવૃત્તિ સ્વાધ્યાયવિઘાતક બને કે નહિ? સમાધાન- દરરોજ માંગલિક સાંભળવાનો વિધિ નથી. માટે શ્રાવક-શ્રાવિકાઓએ દરરોજ માંગલિક સંભળાવવા માટે ગુરુ મહારાજને કહેવું ન જોઇએ અને સાધુએ પણ દરરોજ માંગલિક ના સંભળાવવું જોઇએ. આ રીતે દરરોજ માંગલિક સંભળાવવાથી સમય જતાં વિધિરૂપ બની જાય. પછી કોઈ સાધુ માંગલિક સંભળાવવાની ના કહે તો શ્રાવકો અમારો આવો રિવાજ છે ઇત્યાદિ કહીને અનિચ્છાએ પણ સાધુને માંગલિક સંભળાવવાની ફરજ પાડે. એમ થાય તો સાધુ-સાધ્વીના સ્વાધ્યાયમાં વ્યાઘાત થાય. સંયમજીવનમાં સ્વાધ્યાય મુખ્ય છે. આથી દરરોજ માંગલિક સંભળાવવું યોગ્ય નથી. તદુપરાંત કોઈ કોઈ વાર તપસ્વીના પારણા પ્રસંગે કે ઉપધાનમાં Jain Educationa International For Personal and Private Use Only Page #296 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૪૯૯ નીવિ કરવાના પ્રસંગે વાપરતાં પહેલાં સાધુના મુખે માંગલિક સાંભળવાનો આગ્રહ થાય છે તે પણ જરાય યોગ્ય નથી. આવી નવી નવી પ્રવૃત્તિઓ શરૂ કરવામાં પરિણામે નુકસાન છે. શંકા- ૧૦૮૮. ગુરુ મહારાજ પાસે વાસક્ષેપ નખાવવા માટે આવતી સ્ત્રીઓ વાસક્ષેપ સાડી ઉપર નહિ, માથા ઉપર જ પડે તે માટે માથા પરથી સાડી ખસેડીને માથું ઉઘાડું કરીને વાસક્ષેપ નખાવે તે યોગ્ય છે ? સમાધાન- જરાય યોગ્ય નથી. આમાં મર્યાદાનો ભંગ થાય. શંકા– ૧૦૮૯. રૂપ, રસ, વર્ણ, ગંધ, સ્પર્શ આ પાંચે ઇન્દ્રિયોના વિષયોમાં જ જીવને કેમ સુખની ભ્રમણા થાય છે? આ પાંચે વિષયો વિષે વિશેષ જાણકારી આપવા વિનંતી. સમાધાન– કમોના આઠ પ્રકાર છે. તેમાં મુખ્ય કર્મ મોહનીય કર્મ છે. મોહનીય કર્મના દર્શન( મિથ્યાત્વ)મોહનીય અને ચારિત્ર મોહનીય એવા બે ભેદ છે. તેમાં દર્શનમોહનીય કર્મના ઉદયથી જીવને પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં જ સુખની ભ્રમણા થાય છે. સત્યને જોવામાં જાણવામાં જે મુંઝવે તે દર્શનમોહનીય. આથી જ્યાં સુધી આ દર્શનમોહનીય દૂર ન થાય-મંદ પડે નહિ ત્યાં સુધી ઇન્દ્રિયોના વિષયોમાં થતી સુખની ભ્રમણા દૂર ન થાય. આથી સર્વ પ્રથમ જિનવાણી શ્રવણ આદિથી દર્શન(=મિથ્યાત્વ)મોહનીયને નબળું પાડવું જોઈએ. સર્વ જીવોના સંસારભ્રમણનું મૂળ આ દર્શન (=મિથ્યાત્વ)મોહનીય છે. જે જીવનું દર્શનમોહનીય કર્મ નબળું પડે છે તેની પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં અનાદિકાળથી રહેલી સુખની ભ્રમણા દૂર થાય છે. ઇન્દ્રિયોના વિષયોમાં રહેલી સુખની ભ્રમણા દૂર થયા પછી તુરત જ જીવ ઇન્દ્રિયોના વિષયોને છોડી શકતો નથી. જેનું ચારિત્રમોહનીય કર્મ નબળું પડ્યું હોય તે જ જીવ ઇન્દ્રિયોના વિષયને છોડી શકે છે. આથી દર્શનમોહનીય નબળું થયા પછી ચારિત્રમોહનીયને નબળું પાડવાનો પુરુષાર્થ કરવો જોઇએ. દર્શનમોહનીય નબળું Jain Educationa International For Personal and Private Use Only Page #297 -------------------------------------------------------------------------- ________________ ૫૦૦ શંકા-સમાધાન પડવાના કારણે વિષયોમાં સુખબુદ્ધિ ન હોય, એથી વિષયો દુઃખનું કારણ લાગે. છતાં ચારિત્રમોહનીયના ઉદયથી જીવ વિષયસુખો ભોગવવામાં પ્રવૃત્ત બને અને (સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય એ પહેલાં આયુષ્ય બંધાઈ ગયું હોય, અથવા આયુષ્યનો બંધ થાય ત્યારે સમ્યકત્વ ચાલ્યું ગયું હોય, તો) દુર્ગતિમાં જાય એવું બને. આ વિષયમાં શાસ્ત્રકારોએ સત્યકી વિદ્યાધરનું દૃષ્ટાંત જણાવ્યું છે. માટે દર્શનમોહનીયને નબળું બનાવ્યા પછી ચારિત્રમોહનીયને નબળું બનાવવાનો પુરુષાર્થ કરવો જોઇએ. પરમાત્મપૂજા, સાધુસેવા અને સાધર્મિકભક્તિ વગેરેથી ચારિત્રમોહનીય કર્મ નબળું પડે છે. વિષયોનું સ્વરૂપ- મૈથુનસેવન, અનુકૂળ સ્પર્શવાળા વસ્ત્રો, મુલાયમ બુટ-ચંપલ, પંખાની હવા, સ્નાન વગેરે સ્પર્શનેન્દ્રિયના સ્પર્શરૂપ વિષયો છે. બાવીસ અભક્ષ્યમાંથી કોઇ પણ પ્રકારના અભક્ષ્યનું સેવન કરવું, મિષ્ટાન્ન અને ફરસાણ વગેરે સ્વાદિષ્ટ વસ્તુઓનું સેવન કરવું એ રસના ઇન્દ્રિયના રસરૂપ વિષયો છે. શોખ માટે અત્તર વગેરેનો ઉપયોગ કરવો, એ ઘાણ (નાક) ઇન્દ્રિયનો ગંધરૂપ વિષય છે. પરસ્ત્રી પ્રત્યે વિકારદષ્ટિથી જોવું, સિનેમા, નાટક, ટી.વી. વગેરે ચક્ષુ ઇન્દ્રિયનો રૂપસ્વરૂપ વિષય છે. મધુરગીત આદિનું શ્રવણ કરવું, ફટાકડા ફોડવા વગેરે કર્ણ( કાન) ઇન્દ્રિયનો શબ્દરૂપ વિષય છે. આ વિષયોની ભયંકરતાનું વર્ણન કરતાં જ્ઞાનીઓ કહે છે કે- હાથી સ્પર્શ ઈન્દ્રિયથી, માછલું રસના ઇન્દ્રિયથી, ભ્રમર ઘાણ ઇન્દ્રિયથી, પતંગિયું ચક્ષુ ઇન્દ્રિયથી અને હરણ કર્ણ ઇન્દ્રિયથી મરણાદિ દુર્દશાને પામે છે. આ જીવો એક એક ઇન્દ્રિયની આધીનતાથી મરણાદિ દુર્દશાને પામે છે. તો પાંચે ઇન્દ્રિયોને આધીન બનેલા મનુષ્યો કેવી દુર્દશાને પામે તે સ્પષ્ટ સમજી શકાય તેવું છે. માટે વિવેકી બનીને ઇન્દ્રિયો ઉપર વિજય મેળવવાનો પુરુષાર્થ કરવો જોઇએ. શંકા- ૧૦૯૦. શ્રી સંઘોના વહીવટમાં વરસોથી ચાલી આવતી પરંપરાને મુખ્ય ગણવી કે શાસ્ત્રપાઠથી જાણવા મળેલ વાત મુખ્ય ગણવી? Jain Educationa International For Personal and Private Use Only Page #298 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૫૦૧ સમાધાન- આમાં એકાંતે કોઈ જવાબ ન આપી શકાય, સંઘની તે તે વિગત જાણ્યા પછી આનો નિર્ણય કરી શકાય. શંકા- ૧૦૯૧. કોઈ કોઈ ગ્રંથકારો ગ્રંથના પ્રારંભમાં શ્રુતદેવતાને (શ્રુતદેવીને) નમસ્કાર કરે છે તે યોગ્ય છે ? કેમકે ગ્રંથકાર છઠ્ઠા ગુણસ્થાને છે અને શ્રુતદેવતા ચોથા ગુણસ્થાને છે. છઠ્ઠા ગુણસ્થાનકે રહેલ જીવ ચોથા ગુણસ્થાને રહેલ અવિરતિધર જીવને નમસ્કાર કેવી રીતે કરી શકે ? સમાધાન- શ્રુતજ્ઞાન મોક્ષનું કારણ છે અને શ્રુતની અધિષ્ઠાત્રી શ્રુતદેવી તેના સ્મરણ આદિ દ્વારા શ્રુતજ્ઞાનના ક્ષયોપશમમાં નિમિત્ત રૂપ બને છે. શ્રુતદેવીના આ ગુણને લક્ષમાં રાખીને પૂર્વાચાર્યોએ અનેક સ્થળે શ્રુતદેવીને નમસ્કાર કર્યો છે. આ નમસ્કાર શ્રુતદેવીરૂપ વ્યક્તિને નહિ, પણ એના ગુણને કરવામાં આવ્યો છે. (એનપ્રશ્ન ઉ.૧ ૮.૪૪) શંકા- ૧૦૯૨. પૂર્વાદિ દિશામાં માથું રાખી સૂવાથી શું લાભહાની થાય ? સમાધાન- પ્રશિર :શયને વિદ્યા, ધનસામગ્ન લિ | पश्चिमे प्रबला चिन्ता, मृत्युहानिस्तथोत्तरे ॥१॥ અર્થ– પૂર્વ દિશામાં માથું રાખી સૂવાથી વિદ્યાની પ્રાપ્તિ થાય, દક્ષિણ દિશામાં માથું રાખી સૂવાથી ધનનો લાભ થાય, પશ્ચિમ દિશામાં માથું રાખી સૂવાથી અતિશય ચિંતા થાય અને ઉત્તર દિશામાં માથું રાખી સૂવાથી મૃત્યુ થાય. શંકા- ૧૦૯૩. તામલી તાપસ સમકિત ક્યારે પામ્યો ? સમાધાન– ભગવતી સૂત્રના આધારે ઈશાનેન્દ્ર થયા પછી સમકિત પામ્યો, અન્ય ગ્રંથના આધારે તો તામલી તાપસના તે જ ભવમાં અંતિમ સમયે ઈર્યાસમિતિનું પાલન કરતા કરતા જતા સાધુને જોઇને સમકિત પામ્યો. શંકા- ૧૦૯૪. અન્ય દર્શનીઓના ધર્માનુષ્ઠાન અનુમોદવા યોગ્ય છે કે નહિ ? Jain Educationa International For Personal and Private Use Only Page #299 -------------------------------------------------------------------------- ________________ ૫૦૨ શંકા-સમાધાન સમાધાન– અન્ય દર્શનીઓના જે અનુષ્ઠાનો મોક્ષમાર્ગને અનુસારનારા હોય, તેની અનુમોદના કરી શકાય પણ પ્રશંસા તો ગીતાર્થ પુરુષ કરી શકે, બધા નહિ. અનુમોદના માનસિક છે. જ્યારે પ્રશંસા વાચિક છેઃબીજાની પાસે કરવાની હોય છે. એથી ગીતાર્થ પુરુષ પ્રશંસા વિવેકથી કરે કે જેથી સાંભળનારને બીજા ધર્મ પણ સારા છે, એવું ન લાગે. કારણ કે અન્ય બધા ધર્મો મિથ્યાધર્મ છે. શંકા- ૧૦૯૫. આત્મમુક્તિ માટે નિર્જરાથી અશુભકર્મ ખપાવવાના હેતુથી ઉગ્ર તપસ્વી જંગલમાં સાધના કરે છે. ઘાયલ હરણ સાધક પાસે આવે છે. તટસ્થ-મધ્યસ્થ અને અનુકંપાભાવે હરણને સાધક શાતા પમાડે છે, તો સાધકને મુક્તિનો અવરોધક એવો શુભ કર્મનો બંધ પડે ? જો હા તો આવા પ્રસંગે શો વિકલ્પ પસંદ કરવો ? ઘાયલ હરણ પ્રત્યે ઉપેક્ષા કરવી ? સમાધાન પંચમહાવ્રતધારી સાધક સંસારી જીવોને સાતા પમાડવા માટે બાહ્ય ઉપચારો કરી શકે નહિ. દુઃખને સમતાથી સહન કરવાથી અશુભ કર્મોની ઘણી નિર્જરા થાય ઈત્યાદિ ઉપદેશરૂપ આંતરિક ઉપચારોથી સંસારી જીવને શાતા પમાડી શકે. જે જીવને ઉપદેશ આપી શકાય તેમ ન હોય, તે જીવ પ્રત્યે ઉપેક્ષાભાવ રાખે. શ્રાવકે દ્રવ્ય અનુકંપા અને ભાવ અનુકંપા એ બંને પ્રકારની અનુકંપા કરવી જોઈએ. પંચ મહાવ્રતધારી સાધક મુખ્યતયા ભાવ અનુકંપા કરે. તેવા વિશિષ્ટ સંયોગમાં દ્રવ્ય અનુકંપા કરે, તો તેને પુણ્યાનુબંધી પુણ્યનો બંધ થાય. આ શુભકર્મનો બંધ મુક્તિનો અવરોધક ન બને, કિન્તુ સહાયક બને. શંકા- ૧૦૯૬. દિકુમારિકાઓ ભગવાનનું સૂતિકર્મ કરે છે ત્યારે ભગવાનને અને ભગવાનની માતાને રક્ષાપોટલી બાંધે છે. આપણે તો રક્ષાપોટલી બાંધવાની જરૂર નથી એમ માનીએ છીએ, તો એનું કારણ શું ? સમાધાન- ભગવાનનો જન્મ થાય ત્યારે સૂતિકર્મ કરવું અને તેમાં રક્ષાપોટલી બાંધવી એ દિફકુમારિકાઓનો શાશ્વત આચાર છે, માટે દિકકુમારિકાઓ ભગવાનને અને ભગવાનની માતાને રક્ષાપોટલી Jain Educationa International For Personal and Private Use Only Page #300 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૫૦૩ બાંધે છે. રક્ષાપોટલી બાંધવાનો જે નિષેધ કરવામાં આવે છે, તે ભૌતિક સુખની પ્રાપ્તિ આદિના આશયથી બાંધવામાં આવતી રક્ષાપોટલી માટે સમજવો. સિદ્ધચક્રપૂજન વગેરેમાં રક્ષાપોટલી બાંધવાની વિધિ હોય ત્યારે રક્ષાપોટલી બાંધવી એ અલગ વાત છે અને ભૌતિક સુખ મેળવવા આદિના આશયથી રક્ષાપોટલી બાંધવી એ અલગ વાત છે. આજે ધંધાદારી માણસો રક્ષાપોટલી વેચે છે અને સુખના અનુરાગી અજ્ઞાન જીવો તે રક્ષાપોટલીઓ વેચાતી લઈને બાંધે છે. કેટલાક સાધુઓ પણ રક્ષાપોટલી રાખે છે અને ગૃહસ્થોને આપે છે. સાધુઓ રક્ષાપોટલી રાખે અને ગૃહસ્થોને આપે, એ સંયમજીવનમાં એક પ્રકારની શિથિલતા છે. સાધુઓ પાસેથી રક્ષાપોટલી લેનારાઓ શિથિલતાને પોષે છે. સિદ્ધચક્ર પૂજનમાંય આજે તો પૂજનમાં આવનારાઓને પણ રક્ષાપોટલી આપવાની પ્રથા શરૂ થઈ છે તે પણ બરોબર જણાતી નથી. હા, પૂજન કરવા માટે બેસનારાઓ રક્ષાપોટલી બાંધે. કારણ કે તેવો વિધિ છે. પૂજન કરવા માટે બેસનારાઓએ “આ પૂજનવિધિ નિર્વિઘ્ન પૂર્ણ થાય” એવા આશયથી રક્ષાપોટલી બાંધવી જોઇએ, ભૌતિક સુખની પ્રાપ્તિ થાય વગેરે આશયથી નહિ. શંકા- ૧૦૯૭. સાધુને રાજપિંડ ન કલ્પે તો આદિનાથ ભગવાને ઇશુરસથી પારણું શ્રેયાંસકુમારને ત્યાં કેમ કર્યું? ઈક્ષરસના ઘડા તો શ્રેયાંસકુમારની માલિકીના થઈ ગયા હતા. રાજપિંડ એટલે શું ? સમાધાન– રાજપિંડ તીર્થકરને ન કહ્યું એવો નિયમ નથી. રાજપિંડ સાધુઓને ન કહ્યું. સાધુઓમાં પણ પહેલા અને છેલ્લા તીર્થંકરના સાધુઓને રાજપિંડ ન કહ્યું, એ નિયત આચાર છે. પહેલા અને છેલ્લા તીર્થંકર સિવાયના બાવીશ જિનેશ્વરોના સાધુઓને રાજપિંડ ન કલ્પ એમ નિયત આચાર નથી. કારણ કે તે સાધુઓ ઋજુ (સરળ) અને પ્રાજ્ઞ છે. એટલે રાજપિંડ લેવામાં જે દોષો બતાવ્યા છે તે દોષો લાગવાની સંભાવના જણાય તો રાજપિંડ ન લે, અને સંભાવના ન Jain Educationa International For Personal and Private Use Only Page #301 -------------------------------------------------------------------------- ________________ ૫૦૪ શંકા-સમાધાન જણાય તો લે પણ ખરા. આમ તેમના માટે રાજપિંડ ન જ કલ્પે એમ નિયત આચાર નથી. જ્યારે પહેલા અને છેલ્લા તીર્થંકરના સાધુઓ માટે રાજપિંડ ન કલ્પે એમ નિયત આચાર છે. જેના મસ્તકે રાજ્યાભિષેક થયો હોય અને સેનાપતિ, પુરોહિત, શ્રેષ્ઠી, પ્રધાન, સાર્થવાહ એ પાંચની સાથે રાજ્યનું પાલન કરે તે રાજા કહેવાય. તેનો પિંડ તે રાજપિંડ. અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, વસ્ત્ર, પાત્ર, કંબલ અને રજોહરણ એમ આઠ પ્રકારનો રાજપિંડ છે. રાજાની આ આઠ વસ્તુઓ પહેલા અને છેલ્લા જિનેશ્વરોના સાધુઓને ન કલ્પે. આમ આદિનાથ ભગવાને ઇક્ષુરસથી પારણું શ્રેયાંસકુમારને ત્યાં કર્યું તેમાં કોઈ દોષ નથી. આમાં બીજી પણ એક વાત છે કે તીર્થંકરોનું જીવન જ્ઞાનપ્રધાન હોય છે, અર્થાત્ તીર્થંકરો પોતાને જ્ઞાનમાં જે યોગ્ય જણાય તે પ્રવૃત્તિ કરે. એટલે તેમના માટે “તેમણે આમ કેમ કર્યું” એ પ્રશ્નને અવકાશ રહેતો નથી. સાધુઓનું જીવન જિનાજ્ઞાપ્રધાન હોય છે અને તીર્થંકરોનું જીવન જ્ઞાનપ્રધાન હોય છે. શંકા- ૧૦૯૮. કોઇ વ્યક્તિ ધર્મકાર્ય કરતી હોય ત્યારે બીજા એને નિષ્ફળ બનાવવા અથવા વિઘ્ન કરવા ધર્મના મંત્ર-તંત્ર કરે તો એકના ધર્મકાર્ય પર બીજાના ધર્મના મંત્રની અસર થાય ? સમાધાન– જેના ઉપર મંત્ર-તંત્રનો પ્રયોગ કરવામાં આવે તેનામાં જો પ્રતિકારશક્તિ ન હોય તો અસર થાય. શંકા— ૧૦૯૯. આવતો જન્મ મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્યનો મળે અને તીર્થંકર કુળ મળે એમ માગી શકાય ? સમાધાન— આવતો જન્મ મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્યનો મળે એમ માગણી ન કરી શકાય. કારણ કે મનુષ્યોને મનુષ્યગતિનું આયુષ્ય સમ્યગ્દર્શનના અભાવમાં જ બંધાય. સમ્યગ્દર્શનની વિદ્યમાનતામાં મનુષ્યગતિનું આયુષ્ય બંધાય જ નહિ. સમ્યગ્દર્શનની વિદ્યમાનતામાં દેવલોકનું જ આયુષ્ય બંધાય. એટલે મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય જન્મ મળે, એમ માગણી કરવી, એનો અર્થ એ થયો કે, આયુષ્યના બંધ For Personal and Private Use Only Jain Educationa International Page #302 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૫૦૫ સમયે સમ્યગ્દર્શનના અભાવની માગણી કરવી, આ રીતે પણ એક વાર સમ્યગ્દર્શન ગુમાવ્યું, એટલે ફરી ક્યારે મળે તે કહી શકાય નહિ. બીજી વાત– મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્યજન્મ મળે, એટલા માત્રથી મોક્ષ મળી જ જાય, એવો નિયમ નથી. જેમ મહાવિદેહ ક્ષેત્રમાંથી સદા મોલમાં જઈ શકાય છે, તેમ સદા નરક વગેરે દુર્ગતિમાં પણ જઈ શકાય છે. ધર્મ પામેલા આત્માઓ પણ સાવધ ન રહે, તો મહાવિદેહ ક્ષેત્રમાંથી પણ નરક વગેરે દુર્ગતિમાં જાય. કંડરીક મુનિ મહાવિદેહ ક્ષેત્રમાંથી જ ચારિત્ર લેવા છતાં સાવધ ન રહેવાથી રસલોલુપતાથી રૌદ્રધ્યાન કરીને સાતમી નરકમાં ગયા. આથી સદા સાવધ રહેવું એ મહત્ત્વનું છે. (૧) અંતરમાં “મને જલદી મોક્ષ મળે” એવી દઢભાવના સતત રાખવી જોઇએ. (૨) તથા મોક્ષની જે સામગ્રી મળી હોય, તેનો અધિક અધિક ઉપયોગ કરતા રહેવું જોઇએ. આ બેના પ્રભાવથી જલદી મોક્ષની પ્રાપ્તિ થાય. સાવધ રહેનાર આત્મા દેવલોકમાં પણ મોક્ષગતિને નિકટ બનાવી શકે છે. ત્રીજી વાત– જો મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્યજન્મ મળવા માત્રથી નક્કી મોક્ષ મળી જતો હોય, તો “જયવીયરાય” સૂત્રમાં બીજી માગણીઓની જેમ “મહાવિદેહક્ષેત્રમાં મનુષ્યજન્મની પ્રાપ્તિ થાઓ” એવી માગણી પણ મૂકી હોત. ચોથી વાત- અનેક મહાપુરુષોએ આત્મહિત માટે અનેક માગણી કરી છે. તેમાંથી કોઈ મહાપુરુષે મને આવતા ભવે મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્યનો ભવ મળે એવી માગણી કરી નથી. વળી મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થકરકુળ મળે, એટલા માત્રથી પણ મોક્ષ મળી જ જાય એવો નિયમ નથી. મરીચિને તીર્થકરકુળ મળ્યું હતું. આમ છતાં તેમને મુક્તિ મળી? ન મળી, ઉપરથી સંસારવૃદ્ધિ થઈ. શંકા- ૧૧૦૦. યુગપ્રધાન અને શ્રુત કેવલી બધાય એકાવનારી હોય ? Jain Educationa International For Personal and Private Use Only Page #303 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન સમાધાન– મહાવીર પરમાત્માના શાસનમાં બે હજાર ને ચાર યુગપ્રધાન થયા છે તેમાંથી સુધર્માસ્વામી અને જંબુસ્વામી એ બે મોક્ષમાં ગયા છે. બાકીના બધા યુગપ્રધાન એકાવતારી છે. શ્રુતકેવલી બધાય એકાવતારી હોય તેવો નિયમ નથી. શ્રુતકેવલી પણ જો પ્રમાદમાં પડી જાય, તો અનંતકાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરનારા બની જાય એવું પણ બને. આ વિશે જ્ઞાનસારના કર્મવિપાક અષ્ટકમાં કહ્યું છે કે, ‘ઉપશમ શ્રેણીમાં અગિયારમા ગુણસ્થાનક સુધી પહોંચેલાઓને અને ચૌદ પૂર્વધરોને પણ દુષ્ટકર્મ અનંતકાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરાવે છે.” આ હકીકત આપણને સદા ય અપ્રમત્ત બનવાનો બોધ આપે છે. ૫૦૬ શંકા- ૧૧૦૧. શ્રીયકના પિતા જૈન હતા, તો રાજાને ભેટ આપવા માટે હથિયાર જેવી હિંસા કરનારી વસ્તુ કેમ પસંદ કરી ? એ ભેટની પાછળ ઉદ્દેશ શું હોઇ શકે ? સમાધાન– શ્રીયકના પિતા જૈન હતા તેથી રાજાને ભેટ આપવા માટે હથિયાર જેવી હિંસા કરનારી વસ્તુ પસંદ ન કરી હોત તો સારું હતું. પણ તેમણે એવી પસંદગી કરી તો તેની પાછળ રાજાને ભેટ આપવાની વસ્તુ રાજાને યોગ્ય હોવી જોઇએ અને હથિયારો જ રાજાને ભેટ આપવાની શ્રેષ્ઠ વસ્તુ છે.” એવો ઉદ્દેશ હોવો જોઇએ. શંકા- ૧૧૦૨, જેમ સ્થાનકવાસી અને દિગંબર વગેરે પંથ પાછળથી સ્થપાયા એમ તપગચ્છ શબ્દ પણ પાછળથી આવ્યો નથી શું ? તો આપણો જ પંથ સાચો એમ કેવી રીતે મનાય ? સમાધાન કોઇ પણ પંથની સત્યતાનો આધાર પંથનું નામ નથી, પણ પંથમાં રહેલા સિદ્ધાંતો છે. નામ ગમે તે હોય પણ જે પંથમાં સિદ્ધાંતો સાચા હોય તે પંથ સાચો છે. હવે એ પ્રશ્ન થાય કે કયા સિદ્ધાંતો સાચા છે ? આનો જવાબ એ છે કે સર્વજ્ઞે કહેલા સિદ્ધાંતો સાચા છે. માણસ અજ્ઞાનતા, રાગ અને દ્વેષ એ ત્રણ કારણોથી અસત્ય બોલે. સર્વજ્ઞમાં આ ત્રણ દોષો ન હોય. આથી સર્વજ્ઞ જે કંઇ કહે તે સત્ય જ હોય. આથી સર્વજ્ઞે કહેલા સિદ્ધાંતો સત્ય છે. For Personal and Private Use Only Jain Educationa International Page #304 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૫૦૭ સ્થાનકવાસી અને દિગંબર વગેરે પંથોએ સર્વજ્ઞના અનેક સિદ્ધાંતોનો અપલાપ કર્યો છે, માટે સાચા નથી. તપગચ્છ સર્વજ્ઞના સિદ્ધાંતોનો અપલાપ કર્યો નથી માટે સાચો છે. વળી પ્રભુથી ચાલી આવતી પરંપરાનું તપગચ્છ એવું નામ પાછળથી પડ્યું હોવા છતાં શ્રી મહાવીર ભગવાનથી પ્રારંભાયેલી પરંપરાનો અણીશુદ્ધ વધુમાં વધુ વારસો તપગચ્છમાં સચવાયો છે. આ વિષે મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે સ્વરચિત સાડાત્રણસો ગાથાના સ્તવનની સોળમી ઢાળમાં નીચે મુજબ ઉલ્લેખ કર્યો છે– શુદ્ધ વ્યવહાર છે ગચ્છિિરયા થિતિ, દુષ્પસહ જાવ તીરથ કહ્યું છે નીતિ | તેહ સંવિગ્ન ગીતાર્થથી સંભવે, અવર એરંડ સમ કોણ જગ લેખવે ના શાસ્ત્ર અનુસાર જે નવિ હઠે તાણિયે, નીતિ તપગચ્છની તે ભલી જાણીયે | જીત દાખે જિહાં સમય સારૂ બુધા, નામ ને ઠામ મુમતે નહીં જસ મુધા / ૧૮. નામ નિગ્રંથ છે પ્રથમ એહનું કહ્યું, પ્રથમ અડ પાટ લગે ગુરુગુણે સંગ્રહ્યું ! મંત્ર કોટી જપી નવમ પાટે યદા, તેહ કારણ થયું નામ કોટિક તદા (૧૯ પનરમે પાટે શ્રી ચંદ્રસૂરે કર્યું, ચંદ્રગચ્છ નામ નિર્મલપણે વિસ્તર્યું ! સોલમે પાટ વનવાસ નિર્મમમતિ, નામ વનવાસી સામંતભદ્રો યતિ | ૨૦ગા. પાટ છત્રીસમેં સર્વદિવાભિધા, સૂરિવડગચ્છ તિહાં નામ શ્રવણે સુધા | વડતલ સૂરિપદ આપીઉં તે વતી, વલીય તસ બહુગુણે તેહ વાધ્યા યતિ /૨૧૫. Jain Educationa International For Personal and Private Use Only Page #305 -------------------------------------------------------------------------- ________________ ૫૦૮ શંકા-સમાધાન સૂરિ જગચંદ જગ સમરસે ચંદ્રમા, જેહ ગુરુ પાટે ચઉ અધિક ચાલીસમા તેહ પામ્યું તપા નામ બહુ તપ કરી, પ્રગટ આઘાટ પુરિ વિજયકમલા વરી //રા એહ ષટ નામ ગુણઠામ તપગણ તણા, શુદ્ધ સદ્દહણ ગુણરયણ એહમાં ઘણા | એહ અનુગત પરંપર ભણી સેવતા, જ્ઞાનયોગી વિબુધ પ્રગટ જગદેવતા //ર૩ી. શંકા- ૧૧૦૩. “શુકરાજાથી વિસ્તયો એ, શત્રુંજય ગુણખાણ.” આ શુકરાજા કઈ ચોવીસમાં અને કયા ભગવાનના સમયે થયા ? સમાધાન- શત્રુંજયને માહાભ્ય વધારનાર શુકરાજા કઈ ચોવીસમાં અને ક્યા ભગવાનના વારે થયા તે તેની કથામાં ઉલ્લેખ નથી. પણ વર્તમાન ચોવીસીમાં આદિનાથના તીર્થમાં થયા હશે એમ અનુમાન થઈ શકે છે. કારણ કે તેની કથામાં ગોમેધયક્ષ અને ચક્રેશ્વરી દેવીનો પ્રસંગ આવે છે. શંકા- ૧૧૦૪. સાત વ્યસનો તો જાણીતા છે. હા પણ એક વ્યસન જ છે. જેવી રીતે રાત્રિભોજન વગેરેના અને સાત વ્યસનના ત્યાગનો ઉપદેશ આપવામાં આવે છે તેવી રીતે આના ત્યાગનો ઉપદેશ અપાય છે ? સમાધાન- સાધુઓ અવસરે અવસરે હાના ત્યાગનો પણ ઉપદેશ * આપે છે અને જે સાધુઓ ના ત્યાગનો ઉપદેશ ન આપતા હોય તેમણે અવસરે ઉપદેશ આપવો જોઇએ. શંકા- ૧૧૦૫. ઉપધાનાદિ ક્રિયા સિવાય શ્રાવિકાઓ પર વાસક્ષેપ ન કરે તો દોષ લાગે ? સમાધાન- ઉપધાનાદિ ક્રિયા સિવાય પણ વિશિષ્ટ તપ આદિ પ્રસંગે વાસક્ષેપ નાખવાનો નિષેધ કરવો એ ઉચિત જણાતું નથી. પણ વિશિષ્ટ કારણ વિના રોજ વાસક્ષેપ નાખવાની પ્રથા બરોબર જણાતી નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #306 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૫૦૯ શંકા- ૧૧૦૬. કુમારપાળની આરતીના ચઢાવા બોલીને રાત્રિભોજન કરનારા અને કંદમૂળ ખાનારા કુમારપાળ બને, આરતી ઉતાર્યા પછી ધર્મના નાટકો સિનેમા બનવા લાગે, આ બધું કઈ રીતે ધર્મના ખાતામાં ખતવવું એ સમજાવવા વિનંતી. સમાધાન- શાસ્ત્રવિરુદ્ધ કોઈ પણ પ્રવૃત્તિ ધર્મના ખાતામાં ખતવી શકાય નહિ. ક્યારેક કેટલીક ધર્મપ્રવૃત્તિઓ મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજાના નીચેના શબ્દોની સ્મૃતિ કરાવે છે– વિષયરસમાં ગૃહી માચિયા, નાચિયા કુગુરુ મદપૂર રે, ધૂમધામે ધમાધમ ચલી, જ્ઞાન મારગ રહ્યો દૂર રે. “ગૃહસ્થ વિષયરસમાં આસક્ત હોય, અર્થાત ગૃહસ્થને ધર્મથી કેવળ ભૌતિક સુખો જ જોઈતા હોય, સાધુઓ કુગુરુઓ મદથી ભરેલા હોય, તો એ બંને મળીને જે ધર્મ કરે તેમાં બહારથી ધૂમધામ હોય, પણ જ્ઞાનમાર્ગ(=જિનાજ્ઞા) દૂર રહી જાય, અર્થાત્ અશુદ્ધ ધર્મક્રિયા ફાલે-ફૂલે અને શુદ્ધ ધર્મક્રિયા દૂર થાય. વિષયરસમાં આસક્ત ગૃહસ્થ ધર્મ કરે તો વિષયસુખ માટે કરે, પરલોકમાં સ્વર્ગનાં સુખો મળે અને વર્તમાનમાં લોકમાં વાહવાહ થાય વગેરે આશયથી કરે. માન-પાનના ભૂખ્યા ગુરુ ગૃહસ્થના આત્માની ચિંતા કરવાના બદલે પોતાની વાહવાહ કેમ થાય એની ચિંતા કરે. એથી ગૃહસ્થોની પાસે ધર્મપ્રભાવનાના બહાને પોતાની નામના-વાહવાહ થાય તેવું કરાવે. પરિણામે બંનેનું આત્મશુદ્ધિનું લક્ષ્ય ક્યાંય અટવાઈ જાય. આનો અર્થ એ થયો કે “ધૂમધામે ધમાધમ ચલી, જ્ઞાનમારગ રહ્યો દૂર રે.” ધૂમ એટલે માન ભૂખ્યા સાધુઓ. ધામ એટલે વિષયરસમાં આસક્ત ગૃહસ્થો. એ બંનેથી ધમાધમ એટલે આડંબરવાળી અશુદ્ધ ધર્મક્રિયાઓ. દરેક ગૃહસ્થ કે સાધુએ પોતે જે કોઈ ધર્મપ્રવૃત્તિ કરે છે તે કયા આશયથી કરે છે તે તપાસવું જોઈએ. આમાં પોતે જ પોતાનો નિર્ણય કરી શકે, બીજાઓ ન કરી શકે. કારણ કે અંતરમાં મલિન આશય હોય, પણ બહારથી શાસન પ્રભાવના માટે આ કરીએ છીએ એમ કહે એટલે બીજાઓ તો આનો આશય સારો છે એમ જ કહે. Jain Educationa International For Personal and Private Use Only Page #307 -------------------------------------------------------------------------- ________________ ૫૧૦. શંકા-સમાધાન બહારથી આ ધર્મપ્રવૃત્તિ અને શાસન પ્રભાવના માટે કરીએ છીએ એમ કહે. પણ અંતરમાં મલિન આશય હોય એવું પણ બને. હવે આપણે મૂળ પ્રશ્ન અંગે વિચારીએ- આ રીતે કુમારપાળ બનીને આરતી ઉતારવાની પ્રવૃત્તિ યોગ્ય જણાતી નથી. કારણ કે ક્યાં જીવદયા, મહાન શાસનપ્રભાવના અને ચુસ્ત આચારપાલન વગેરે ગુણોના ભંડાર કુમારપાળ મહારાજા અને ક્યાં આજના શ્રાવકો? એવું પણ જોવા-જાણવા મળ્યું છે કે આવા પ્રસંગે ચતુર્વિધ સંઘ કુમારપાળ બનનાર શ્રાવકને લેવા માટે તેના ઘરે જાય છે. જો આ સાચું હોય તો આ કેટલું ઉચિત છે તે વિચારવા જેવું છે. તેમાં પણ સાધુઓ કુમારપાળ બનનારને લેવા માટે જાય એ તો તદ્દન અનુચિત ગણાય. વળી અંધારું થયા પછી આરતી ઉતારે અને તેમાં સાધુઓની હાજરી હોય તો જરાય ઉચિત ન ગણાય. અંધારું થઈ ગયા પછી મંદિરમાં સાધુઓની ઉપસ્થિતિ જરાય યોગ્ય નથી. મહાપૂજા વગેરે પ્રસંગે પણ અંધારું થયા પછી મંદિરમાં સાધુઓની ઉપસ્થિતિ જરા પણ ઉચિત નથી. અહીં પ્રશ્ન થાય કે તો પછી સ્નાત્ર પૂજામાં ઈન્દ્ર બને છે, અંજનશલાકા વિધિમાં માતા-પિતા વગેરે બને છે તેનું શું? આ વિષે જણાવવાનું કે સ્નાત્રપૂજા અને અંજનશલાકા વગેરે શાસ્ત્રવિહિત છે. કુમારપાળની આરતી(કુમારપાળ બનીને ઉતારાતી આરતી) શાસ્ત્રવિહિત નથી, નવી શરૂ કરવામાં આવી છે. પડતા કાળમાં આવી નવી પ્રવૃત્તિ વધારવી એ પરિણામની દષ્ટિએ હિતકર જણાતું નથી. જેઓ સ્નાત્રપૂજામાં ઇન્દ્ર બને કે અંજનશલાકામાં માતા-પિતા બને તેમણે પોતાની જવાબદારીને સમજીને રાત્રિભોજન અને અભક્ષ્યભક્ષણ વગેરેનો ત્યાગ કરવો જોઈએ. એક આદર્શ જૈનને છાજે તેવું જીવન જીવવું જોઇએ. માતા-પિતા વગેરેની બોલી બોલાય ત્યારે સાધુઓએ પણ તેમને વિસ્તારથી પોતાની જવાબદારીનું ભાન કરાવવું જોઈએ. Jain Educationa International For Personal and Private Use Only Page #308 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૫૧૧ શંકા- ૧૧૦૭. સર્વથા કર્મરહિત બનવાનું, અર્થાત્ મોક્ષના અનંત સુખને પ્રાપ્ત કરવું, એ આત્માનું લક્ષણ છે. તો પછી આ લક્ષણ અભવ્ય આત્માને કેવી રીતે ઘટે? અને ન ઘટે તો એને “જડ' કહેવાય કે નહિ? સમાધાન– મોક્ષના અનંત સુખને પ્રાપ્ત કરવું, એ આત્માનું લક્ષણ નથી, કિન્તુ ધ્યેય છે. ધ્યેય અને લક્ષણમાં ભેદ છે. આત્માનું લક્ષણ ઉપયોગ છે. તત્ત્વાર્થાધિગમ સૂત્રમાં કહ્યું છે કે, ૩૫યોનો તક્ષાઋઉપયોગ એ આત્માનું લક્ષણ છે. અભવ્ય જીવમાં પણ આ લક્ષણ ઘટે છે. ઉપયોગ એટલે બોધરૂપ વ્યાપાર. અભવ્ય જીવમાં પણ બોધરૂપ વ્યાપાર હોય છે. ઉપયોગશબ્દનો વિસ્તારથી અર્થ તત્ત્વાર્થાધિગમ સૂત્ર વગેરે ગ્રંથોથી જાણી લેવો. શંકા- ૧૧૦૮. હાલમાં શહેરોના પરા વિસ્તારમાં બંધાતા ઉપાશ્રયનો શ્રાવક-શ્રાવિકાઓ જ વિરોધ કરી રહ્યા હોવાનું સંભળાય છે. ગંદકી થાય, ઘોંઘાટ થાય વગેરે બહાને વિરોધ કરાય છે. આ કેટલું યોગ્ય છે ? સમાધાન– આ જરાય યોગ્ય નથી. ધર્મસ્થાનોનો વિરોધ કરનારા પરમાર્થથી શ્રાવક-શ્રાવિકા જ નથી. ધર્મસ્થાનોનો વિરોધ કરનારાઓને બોધિ દુર્લભ બને છે. એથી અનેક ભવો સુધી તેમને જિનધર્મની પ્રાપ્તિ ન થાય તથા અંતરાય કર્મનો બંધ થાય. આચારાંગ સૂત્ર અ.૨ ઉ.૧ ની ટીકામાં જણાવ્યું છે કે “હિંસા વગેરેમાં તત્પર બનેલો તેમજ જિનપૂજા અને મોક્ષમાર્ગમાં વિન કરનાર જીવ અંતરાય કર્મ બાંધે છે અને એ કર્મના ઉદયથી એને ઇચ્છિતનો લાભ થતો નથી.” ધર્મસ્થાનોનો વિરોધ કરવો એટલે મોક્ષમાર્ગમાં વિજ્ઞ કરવું. ધર્મસ્થાનોનો વિરોધ કરનારાઓએ નીચેનો દુહો વિચારવો જરૂરી છે. જબ લગ તેરે પુણ્યકા, પહોંચ્યા નહિ કરાર, તબલગ તુઝકો માફ હૈ, અવગુણ કરો હજાર. હમણાં પુણ્યના ઉન્માદમાં ધર્મસ્થાનોનો વિરોધ કરનારાઓને ભવિષ્યમાં (ભવાંતરમાં કે આ ભવમાં પણ) એવાં દુઃખો આવે કે તે વખતે તેની રડતી આંખોના આંસુ લૂછનાર પણ કોઈ ન હોય. Jain Educationa International For Personal and Private Use Only Page #309 -------------------------------------------------------------------------- ________________ પ૧ ૨ શંકા-સમાધાન શંકા- ૧૧૦૯. હાલમાં દેહદાન અને ચક્ષુદાનનો પ્રચાર થઈ રહ્યો છે. કેટલાક શ્રાવક-શ્રાવિકાઓ પણ દેહદાન-ચક્ષુદાન કરવા લાગ્યા છે. ધાર્મિક દૃષ્ટિએ આમાં લાભ છે કે અલાભ છે? માતાપિતા આદિએ પોતાનાં મરણ પહેલાં દેહદાન કે ચક્ષુદાનની પોતાની ઈચ્છા જણાવી ન હોય તો એમના મરણ પછી એમનો પરિવાર એમના દેહનું કે ચક્ષુનું દાન કરી શકે ? આ વિષયમાં પણ સંઘને શાસ્ત્રીય માર્ગદર્શન મળે તે ખૂબ જરૂરી છે ? સમાધાન- જૈન ધર્મમાં મરતી વખતે શરીરને વોસિરાવી દેવાનો વિધિ છે. આથી મરનાર માટે દેહદાન-ચક્ષુદાનનો પ્રશ્ન જ રહેતો નથી. હવે અહીં પ્રશ્ન એ થાય કે મૃતકની માલિકી એના પરિવારની હોય છે. તો મરણ પછી એનો પરિવાર દેહદાન-ચક્ષુદાન કરી શકે કે નહિ ? આ વિષે જણાવવાનું કે જિનેશ્વરોએ અનુકંપાદાનનો નિષેધ ક્યો નથી. આથી જૈનથી દેહદાન-ચક્ષુદાન ન જ થાય એમ એકાંતે નિષેધ ન કરી શકાય. આમ છતાં કોઈ પણ ધર્મમાં વિવેક જરૂરી છે તથા કોઈ પણ પ્રવૃત્તિના અનુબંધને (પરિણામે મળતા ફળને) વિચારવો જોઈએ. દેખીતી રીતે સારી દેખાતી પણ પ્રવૃત્તિનો અનુબંધ અશુભ હોય તો એ પ્રવૃત્તિ હેય છે-કરવા યોગ્ય નથી. દેખીતી રીતે સારી ન દેખાતી પણ પ્રવૃત્તિનો અનુબંધ શુભ હોય તો એ પ્રવૃત્તિ ઉપાદેય છે-કરવા યોગ્ય છે. આ વિષયને આપણે પહેલાં લૌકિક દૃષ્ટાંતોથી વિચારીને પછી આધ્યાત્મિક દૃષ્ટાંતોથી વિચારીએ. શરદીથી પરેશાન થતું બાળક જેનાથી શરદી વધે તેવી ખાવાની વસ્તુ માગે છે. આ વખતે તે વસ્તુ તેને ન આપવાથી તે રડે છે અને આપવાથી ખુશ થાય છે. આમ શરદી વધે તેવી ખાવાની વસ્તુ બાળકને આપવાની પ્રવૃત્તિ દેખીતી રીતે સારી દેખાય છે, પણ તેનો અનુબંધ અશુભ છે. આથી આ પ્રવૃત્તિ હેય છે-કરવા યોગ્ય નથી. બીમાર બાળક કડવી દવા લેવા તૈયાર થતું નથી. કડવી દવા આપતી વખતે તે રડવા માંડે છે. આથી દેખીતી રીતે બાળકને કડવી Jain Educationa International For Personal and Private Use Only Page #310 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૫૧૩ દવા આપવાની પ્રવૃત્તિ સારી નથી. આમ છતાં તેનો અનુબંધ શુભ હોવાથી આ પ્રવૃત્તિ સંસારમાં ઉપાદેય-કરવા યોગ્ય મનાય છે. હવે આ વિષયને આધ્યાત્મિક દષ્ટાંતોથી વિચારીએ. એક મનુષ્ય અસાધ્ય કેન્સરના રોગથી પીડાઈ રહ્યો છે. હવે જો તેને ઝેર આપવું વગેરે ઉપાયથી ખતમ કરી નાખવામાં આવે તો તે પીડાથી મુક્ત થઈ જાય. આમ દેખીતી રીતે આ પ્રવૃત્તિ સારી જણાય છે, પણ અધ્યાત્મશાસ્ત્ર આ રીતે તેને મારી નાંખવાની ના કહે છે. કારણ કે તે જીવ મરી જાય એટલે એનું દુઃખ સમાપ્ત થઈ જતું નથી. બાકી રહેલાં અશાતાવેદનીય કમને એ જીવ જ્યાં જશે ત્યાં એક યા બીજી રીતે દુઃખ ભોગવીને એણે પૂરા કરવા જ પડશે. સાચો માર્ગ એ છે કે તે જીવને ઉપદેશ આપીને અશાતાને સમભાવે સહન કરવા માટે સમજાવવો. આમ પીડાતી વ્યક્તિને પીડાથી મુક્ત કરવા મારી નાખવાની પ્રવૃત્તિ બહારથી સારી દેખાતી હોવા છતાં હેય છે-કરવા યોગ્ય નથી. શ્રાવક માટે જિનપૂજા સાવદ્ય હોવાથી દેખીતી રીતે સારી નથી, પણ તેનો અનુબંધ અહિંસા હોવાથી ઉપાદેય છે. હવે પ્રસ્તુત વિષયને વિચારીએ, દેહદાન અને ચક્ષુદાન વગેરે પ્રકારનું દાન દેખીતી રીતે સારું દેખાતું હોવા છતાં તેનો અનુબંધ અશુભ છે. કેમ કે તેનાથી ભ્રષ્ટાચાર વગેરે અનેક અનથો થાય છે. તે આ પ્રમાણે (૧) સર્વોચ્ચ અદાલતના આદેશના પગલે રચવામાં આવેલી એક સમિતિ તેના અહેવાલમાં જણાવે છે કે આ દેશમાંની કુલ ૧૧૦૦ જેટલી બ્લડ બેન્કોમાંથી ૫૦૦ જેટલી ગેરકાનૂની છે. મીડ-ડે ગુજરાતીમાં આવેલ એક રિપોર્ટ મુજબ મુંબઈમાં જેટલી લોહીની બોટલો વપરાય છે તેમાંથી ૬૫ ટકા લોહી ધંધાદારી લોકોએ પોતાની ભૂખ ભાંગવા માટે ૨૦૦ થી ૩૦૦ રૂ. માં ૧-૧ બોટલ લોહી વેચવા લાઈન લગાડીને આપેલ લોહી હોય છે. આવા દાતાઓ, સમાજવિરોધી તત્ત્વો, ડ્રગ-એડીક્ટો, અનેક પ્રકારના વ્યસનીઓ, એઈસથી માંડીને અનેક Jain Educationa International For Personal and Private Use Only Page #311 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન બિમારીઓથી પીડાતા લોકો પણ હોઇ શકે. જે પોતાનું લોહી આપી જાય છે અને એફ.ડી.એ.ના લાઇસન્સ વગર ચાલતી ગેરકાયદેસર બ્લડ બેન્કો આ બધુ ચલાવી લેતી હોય છે. (૨) મુંબઇમાં એઇડ્સના પરીક્ષણના સાધનો બધી જ બ્લડ બેન્કોમાં ઉપલબ્ધ નહીં હોવાને કારણે ઘણી બધી બ્લડ બેન્કો ઉપર હમણાં જ તવાઇ આવી હતી અને પરીક્ષણ વગર અપાતા લોહીથી અત્યાર સુધીમાં હજારો જીવો એઇડ્સ આદિ રોગોના જોખમો લઇ હરતાં-ફરતાં મોતની જેમ મુંબઇમાં ફરી રહ્યા છે. (૩) થોડા સમય પહેલા ટાઇમ્સમાં આવેલા એક રિપોર્ટ મુજબ લોહીની હજારો બોટલો જાળવણીના સાધનની અછતને કારણે દરિયામાં પધરાવી દેવી પડી હતી. ૫૧૪ (૪) રક્તદાનથી મળેલ રક્તની ગુણવત્તા હલકી હોવાની જ વાત અટકતી નથી. હોસ્પિટલોમાં ઓપરેશન વખતે ડૉકટરો કે તેમનો સ્ટાફ ૫/૬ બોટલ લોહી મંગાવે-ઓપરેશન વખતે ૨/૩ બોટલ જ વપરાઇ હોય છતાં બધી બોટલો વપરાઇ ગઇ છે તેવો સંદેશો આપે અને વધેલી બોટલો વેચાઇ જતી હોય. આમ આ વેપલો પછી વેગમાં ચાલ્યા કરે. ઘણી વાર જુદા જુદા બ્લડ ડોનેશન કેમ્પોમાં પણ અલભ્ય ગ્રુપોના જે રક્ત મળે તે ઊંચા ભાવે બારોબાર વેચી દેવામાં આવતા હોય છે. (૫) બ્લડ ડોનેશનથી વાત અટકતી નથી. કીડનીના કૌભાંડો તો રોજબરોજ છાપામાં આવે જ છે. થોડા વર્ષ પહેલા સીટી બેન્કે લોનની વસૂલી માટે નીમેલ એજન્સીએ ગ્રાહકની કીડની કાઢી લેવા સુધીની દમદાટી આપી હતી. આવી કીડનીઓ કેટલીક વાર શ૨ી૨ સ્વીકારતું નથી તેથી દાન લેનારો કાચની બોટલમાં જીવતો હોય તેમ જીવ્યા કરે છે. બહુ થોડા સમયમાં એ યમરાજને ઘેર પહોંચી જાય અને ઉપર પહોંચી જેની કીડની લીધી હોય એની રાહ જોવાની શરૂ કરે છે. આમ ‘બાવાના બેય બગડે' એવો ઘાટ થાય છે. For Personal and Private Use Only Jain Educationa International Page #312 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૫૧૫ થોડા સમય પૂર્વે એક જ ગામના ૧૨ બાળકો એક સાથે ગુમ થઇ ગયા. તે બધાનું શું થયું તે જાણવા મળ્યું નથી. હવે તો એક-એક અંગનો વેપાર થાય છે. ૧ બાળકના બધા અંગોની કુલ કિંમત ૧,૨૧,૦૦૦ રૂા. થાય છે એવું ગુજરાત સમાચારે હમણાં જ એક લેખમાં પ્રતિપાદન કરેલું. બિહારમાં એક જીવીબાઇ ૧ આંખ આપી ૩૦,૦૦૦ રૂા. લઇ આવી. તે પછી એ જ ગામની ૩૦ બાઇઓ આ ૩૦,૦૦૦ રૂ।. કમાવા પોતાની ૧/૧ આંખ મર્યા પહેલાં જ દાનમાં આપી આવી. ‘પાયોનિયર’ના રિપોર્ટર જણાવે છે કે જેટલા ચક્ષુઓનું દાન થાય છે તેમાંથી ૮૫ ટકા ફેંકી દેવા પડતા હોય છે અને બાકી ૧૫ ટકામાં પણ અનેક ગેરરીતિઓ ચાલતી હોય છે. (૬) આયુર્વેદના અચ્છા જાણકાર વિંછીયાના એક વૈદ્યરાજે તો ચોંકાવનારી વાત કહેલી કે, એક માણસના શરી૨માંના વાત, પિત્ત અને કફ બીજા માણસના શરીર સાથે ક્યારેય ‘મેચ’ થતાં નથી. એથી એકનું લોહી બીજાને દેવાથી શરી૨માં અસમતુલા (ઇમ્બેલેન્સ) ઊભી થતી હોય છે. ભવિષ્યમાં અનેક રોગો આનાથી વકરતા હોય છે. (૭) એક વૈદ્યરાજે મજેની વાત કરેલી કે કુદરતની ગોઠવણી એવી હોય છે કે જ્યારે શરીરમાંથી લોહી નીકળે ત્યારે હંમેશા પહેલા અશુદ્ધ લોહી જ બહાર નીકળતું હોય છે. શુદ્ધ લોહી તો થોડું ઘણું પણ બહાર પડે તો માણસ તત્કાળ બેભાન બની જતો હોય છે. એટલે આવા બધા અનુદાનોના બાટલાઓ બગડેલા લોહીથી જ ભરેલા હોવાની ખૂબ જ શક્યતા છે. (૮) રક્તદાનની તરફેણવાળા બીજું એક ‘તિકડમ્’ ચલાવતા હોય છે કે હમણાં લોહી આપો અને ૨૪ કલાકમાં તમારા શરીરમાં એટલું નવું લોહી બની જશે. આ એક ગોબેલ્સ (જુઠાણું) છે. આજ ખાધેલા ખોરાકમાંથી ૭ ધાતુ ક્રમશઃ દર અઠવાડિયે બને છે એટલે ખોરાકના રસ અને ૨ક્ત બનતાં ૧૪ દિવસ થાય છે. For Personal and Private Use Only Jain Educationa International Page #313 -------------------------------------------------------------------------- ________________ ૫૧૬ શંકા-સમાધાન (૯) વાત આટલેથી અટકતી નથી. હવે રક્તદાન, ચક્ષુદાન પછી વીર્યદાન ઉપર વાત આવી છે. સમગ્ર સંસ્કૃતિના મૂળિયા એક સાથે ઉડાવી દેવા આવા ગતકડાઓ બહાર પડતા હોય છે. જે બાળક જન્મે એને ખબર જ ન હોય કે એનો પિતા કોણ છે ? આથી વધુ ભયંકર બીજું શું હોઇ શકે ? ચાર પુરુષાર્થની અપ્રતિમ સુંદર વ્યવસ્થાનો આમાં ખાત્મો બોલાવવામાં આવે છે. (૧૦)રક્તદાનના ક્ષેત્રે ભ્રષ્ટાચારના ‘સ્ટોપ પ્રેસ' રિપોર્ટો તો ચોંકાવી દે તેવા છે. મધ્યપ્રદેશમાં ભોપાલમાં એક આખી ટોળકી રક્તદાનના દલાલોની ફરે છે. તેઓ આવા ધંધાદારી રક્ત દેનારાઓને આકર્ષે છે અને જેમ ડ્રગ એડીક્ટ થઇ જાય તેમ તેઓ એક ઇન્જેકશન આપીને બ્લડ ડોનેશન એડીક્ટ ઊભા કરે છે. આ દાનવીર વારંવાર જ્યાં સુધી ૧ બોટલ લોહી ન આપે ત્યાં સુધી તેને ચેન નથી પડતું. છેલ્લાં ૩/૪ વર્ષમાં ૪૦૦ વખત લોહી આપેલા ૨૭ વર્ષીય ગિરીશ અને ૨૬ વર્ષનો સલીન (સમાંતર ૦૪-૦૭-૧૯૯૬, પેજ નંબર૧૫) શખ્સ આજે ચાલી નથી શકતો. છતાં લોહી આપ્યા વગર એને ચેન નથી પડતું. વૈવાહિક જીવન ખલાસ થઇ ગયું છે. મોટી મલાઇ તો વચ્ચેના ડૉકટરો અને દલાલો ખાઇ ગયા પછી માત્ર ૧૦૦ રૂા. ૧ બોટલના એને મળે છે, જેમાં એનું દળદર તો ફીટ્યું નથી, પણ પોતાનો અંત નજીકમાં નિશ્ચિત છે એ એને સમજાઇ ગયું છે. (“જૈનં જયતિ શાસનં” શ્રેણિ ક્રમાંક-૧૨માંથી સાભાર ઉદ્ધૃત) આમ દેહદાન કે ચક્ષુદાન કરવું એટલે ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપવું. હવે બીજી વાત. જૈનધર્મમાં અનુકંપાદાનનો નિષેધ નથી. પણ ચક્ષુદાનનો અનુકંપાદાનમાં સમાવેશ ન થાય. કારણ કે જે વસ્તુ સાક્ષાત્ પાપનું કારણ બને તેવી વસ્તુનું દાન કરવાનો જૈનધર્મમાં નિષેધ છે. દાન કરવા યોગ્ય વસ્તુ બે પ્રકારની છે. અમુક વસ્તુઓ For Personal and Private Use Only Jain Educationa International Page #314 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૫૧૭ એવી છે કે જે સાક્ષાત્ પાપનું કારણ બનતી નથી. જેમ કે વસ્ત્ર, ભોજન વગેરે. અમુક વસ્તુઓ સાક્ષાત્ પાપનું કારણ બને છે, જેમ કે ભૂમિદાન. ભૂમિ સાક્ષાત્ પાપનું કારણ છે. ભૂમિ ખેતી કરવા માટે છે. ખેતી હિંસા વિના ન થાય. જે વસ્તુ સાક્ષાત્ પાપનું કારણ ન બને તે વસ્તુનું અનુકંપાદાન કરી શકાય. આથી જ જૈનધર્મમાં ગરીબ વગેરેને ભોજન, વસ્ત્ર વગેરેનું દાન કરવાનો નિષેધ નથી. બલ્ક દાન કરવાનું વિધાન છે. ગરીબોને દયાભાવથી કરાતા ભોજનવસ્ત્ર વગેરેના દાનને શાસ્ત્રમાં શાસનપ્રભાવનાનું કારણ કહ્યું છે, પણ જૈન શાસ્ત્રમાં ભૂમિદાન, ગાયદાન, કન્યાદાન વગેરેનો નિષેધ છે. કેમકે સાક્ષાત્ પાપનું કારણ છે. તેવી રીતે ચક્ષુદાન સાક્ષાત્ પાપનું કારણ છે. કારણ કે ચક્ષુ મળવાથી તે જીવ આંખ દ્વારા ટી.વી. દર્શન વગેરે અનેક પાપો કરનારો બને છે. માટે ચક્ષુદાન અનુકંપાદાન ન ગણાય. એથી જૈનોએ સામે જઈને ચક્ષુદાન ન કરવું જોઇએ. આમ છતાં કોઇ તેવા વિશિષ્ટ પ્રસંગે દેહદાન-ચક્ષુદાન કરી પણ શકાય. જેમ કે કોઈ સાધુ મહાત્માને કીડનીની જરૂર છે અથવા કોઈ ધર્માત્મા શ્રાવકને કીડની વગેરેની જરૂર છે અથવા કોઈ માણસ યોગ્ય હોવાથી ચક્ષુ આદિના દાનથી જૈનધર્મ પામે તેવો હોય તો તેવાને ચક્ષુ આદિનું દાન કરી શકાય. આ પ્રમાણે આ પ્રશ્નનો ઉત્તર મને જે યોગ્ય જણાયો તે આપ્યો છે. આમ છતાં આ વિષે ગીતાર્થ ગુરુભગવંતો વિચાર-વિનિમય કરીને શાસ્ત્ર સાપેક્ષ જે નિર્ણય કરે તે આપણે માન્ય કરવો જોઈએ. શંકા- ૧૧૧૦. શ્રાવકો ચક્ષુદાન કરી શકે ? સમાધાન- આ અંગે પૂર્વે વિસ્તારથી લખાયું છે. એનો સાર એ છે કે આજે રક્તદાન અને ચક્ષુદાનમાં ભ્રષ્ટાચાર વગેરે પાપનું પોષણ થઈ રહ્યું છે, આથી પણ ચક્ષુદાન કરવું યોગ્ય નથી. હવે પ્રશ્ન એ થાય છે કે ભ્રષ્ટાચાર વગેરે પાપનું પોષણ ન થાય તે રીતે શ્રાવક ચક્ષુદાન કરી શકે કે નહિ ? આ વિષે જણાવવાનું કે શાસ્ત્રોક્ત Jain Educationa International For Personal and Private Use Only Page #315 -------------------------------------------------------------------------- ________________ ૫૧૮ શંકા-સમાધાન વિધિ મુજબ તો મૃત્યુ પામનારે પોતાનું સંપૂર્ણ શ૨ી૨ વોસિરાવી દેવાનું છે, એટલે ચક્ષુદાન કરવાનો પ્રશ્ન જ રહેતો નથી. આમ છતાં જૈનોથી ચક્ષુદાન ન થાય એમ પ્રચારવામાં આવે તો સંભવ છે કે શિષ્ટ ગણાતા લોકો પણ જૈન ધર્મની નિંદા કરે અને એથી જૈનશાસનની લોકમાં અપભ્રાજના થાય. શાસ્ત્રો કહે છે કે જૈનધર્મની અપભ્રાજના એ મોટામાં મોટું પાપ છે અને જૈનધર્મની પ્રશંસા મોટામાં મોટો ધર્મ છે. જૈનધર્મની અપભ્રાજનાને અટકાવવા તો મુનિએ રજોહરણને પણ બાળી નાખ્યું, એથી જૈનધર્મમાં ચક્ષુદાનનો નિષેધ નથી, કિંતુ વિવેકરહિત ચક્ષુદાનનો નિષેધ છે, એમ કહી શકાય. વળી શાસ્ત્રોક્ત નીચેની વાતને પણ આપણે ભૂલવી ન જોઇએ. શાસ્ત્રમાં સાધુઓએ અને શ્રાવકોએ શું શું કરવું જોઇએ અને શું શું ન કરવું જોઇએ એ જણાવ્યું છે. આ જણાવ્યા પછી મહત્ત્વની એક વાત જણાવી છે. તે આ પ્રમાણે- સાધુઓ-શ્રાવકો માટે જે જે ક૨વાનું જણાવ્યું છે અને જે જે ન કરવાનું જણાવ્યું છે તે એકાંતે ન સમજવું. કેમ કે ક૨વા યોગ્ય પણ કાર્ય તે તે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવના અનુસારે ન કરવા યોગ્ય બની જાય અને ન કરવા યોગ્ય પણ કાર્ય તે તે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવના અનુસારે કરવા યોગ્ય બની જાય. દ્રવ્યક્ષેત્ર-કાળ-ભાવને ગીતાર્થો જ જાણી શકે. આથી ગીતાર્થા તે તે દ્રવ્યક્ષેત્ર-કાળ-ભાવના આધારે કર્તવ્ય-અકર્તવ્યનો નિર્ણય કરી શકે. શંકા- ૧૧૧૧. ‘જિનશાસનદેવકી જય' આમાં દેવ શબ્દ દેવતા અર્થમાં છે કે ભગવાન અર્થમાં છે ? સમાધાન– દેવતા અર્થમાં સંભવે છે. જિનશાસનના દેવ એવો અર્થ કરીએ, તો ભગવાનનો અર્થ પણ ઘટી શકે. શંકા- ૧૧૧૨. અપ્લાય જીવોની ઉત્પત્તિ કયા કયા સ્થાનમાં થાય છે ? સમાધાન આ વિષે લોકપ્રકાશ ગ્રંથના દ્રવ્યલોક પ્રકાશના પાંચમા સર્ગમાં આ મુજબ જણાવ્યું છે- ઘનોધિ વલયોના સાત ઘનોદધિમાં, નીચે પાતાળ કળશોમાં, અસુરોના ભવનોમાં, ઉપર For Personal and Private Use Only Jain Educationa International Page #316 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૫૧૯ વિમાનોમાં, સ્વર્ગની પુષ્કરણીઓમાં (વાવડીઓમાં), તિચ્છ લોકમાં કૂવાઓમાં અને નદી વગેરેમાં, શાશ્વત-અશાશ્વત સર્વ જળાશયોમાં તથા દીપ-સમુદ્રોમાં બાદર અપ્લાયનો સંભવ છે. શંકા- ૧૧૧૩. અંગુઠે અમૃત વસે, લબ્ધિતણા ભંડાર, શ્રી ગુરુગૌતમ સમરીએ, વાંછિત ફળ દાતાર. આ દુહાનો વ્યવહાર અને નિશ્ચયનયથી શો અર્થ થાય ? સમાધાન- નિશ્ચયનયથી અર્થ આ પ્રમાણે થાય. શ્રી ગૌતમસ્વામીના આત્મામાં ક્ષાયિક જ્ઞાનરૂપ અમૃત વસે છે અને ક્ષાયિક દાનાદિ લબ્ધિઓ રહેલી છે. વાંછિત ફળને આપનારા શ્રી ગૌતમસ્વામીનું ક્ષાયિકજ્ઞાન રૂપ અમૃતને અને ક્ષાયિક દાનાદિ લબ્ધિઓને પ્રાપ્ત કરવા માટે આપણે સ્મરણ કરીએ. વ્યવહારનયથી અર્થ આ પ્રમાણે છે- શ્રી ગૌતમસ્વામીના હાથના અંગુઠામાં લબ્ધિરૂપ અમૃત હતું કે જેથી એ અંગુઠો જે પાત્ર ઉપર મૂકે તે પાત્રમાં રહેલી વસ્તુ ખૂટે નહિ તથા શ્રી ગૌતમસ્વામી આકાશમાં ગમન વગેરે લબ્ધિઓના ભંડાર હતા, તેથી વાંછિત ફળને આપનારા શ્રી ગૌતમસ્વામીનું આપણે સ્મરણ કરીએ. શંકા- ૧૧૧૪. ધરતીકંપનું કારણ શાસ્ત્રદષ્ટિએ શું હોઈ શકે ? પાતાળ કળશાઓમાં વાયુના પ્રકોપને કારણે કે લવણ સમુદ્રમાં ભરતી આવે છે તેમ પૃથ્વીના પોલાણમાં ક્યાંક વાયુના પ્રકોપને કારણે ભૂકંપ સર્જાવાનો સંભવ ખરો ? સમાધાન- સ્થાનાંગ સૂત્ર ત્રિસ્થાનક અધ્યયનના ચોથા ઉદ્દેશા (સૂ.૧૯૮)માં ધરતીકંપનાં કારણો નીચે મુજબ જણાવ્યા છે- ત્રણ કારણોથી પૃથ્વી કોઈ અમુક વિભાગમાં ચલિત થાય છે તે આ પ્રમાણે- (૧) આ રત્નપ્રભા પૃથ્વીના બાદર પુદ્ગલો (યંત્રથી ફેંકેલા પથ્થરની જેમ) વિગ્નસા પરિણામથી (વિશેષ કારણ વિના કુદરતી રીતે) પડે, એટલે કે રત્નપ્રભા પૃથ્વીમાંથી કેટલાક પુગલો છૂટા થાય, અથવા કેટલાક પુદ્ગલો બીજા સ્થળેથી આવીને રત્નપ્રભા પૃથ્વીમાં લાગી જાય-ચોંટી જાય, પડતા આ યુગલો પૃથ્વીના અમુક Jain Educationa International For Personal and Private Use Only Page #317 -------------------------------------------------------------------------- ________________ પ૨૦ શંકા-સમાધાન વિભાગને ચલિત કરે છે. આથી ધરતીકંપ થાય છે. (૨) મહોરગ જાતિનો મહેશ નામનો વ્યંતરદેવ (મારામાં કેટલી બધી તાકાત છે ઇત્યાદિ) અભિમાનથી આ રત્નપ્રભા પૃથ્વીની નીચે ઉત્પાત-નિપાત કરે (=ઊંચો-નીચો થાય) ત્યારે પૃથ્વીને ચલિત કરે. આથી ધરતીકંપ થાય. (૩) સુવર્ણકુમાર જાતિના ભવનપતિદેવોનું પરસ્પર યુદ્ધ થાય ત્યારે પૃથ્વી ચલિત થાય. આથી ધરતીકંપ થાય. ત્રણ કારણોથી લગભગ આખી પૃથ્વી ચલિત થાય. તે આ પ્રમાણે- (૧) રત્નપ્રભા પૃથ્વીની નીચે જયારે ઘનવાયુ સુબ્ધ થાય છે ત્યારે તેનાથી ઘનોદધિ કંપિત થાય છે. તેનાથી આખી પૃથ્વી ચલિત થાય છે. આથી ધરતીકંપ થાય છે. (૨) મહા ઋદ્ધિસંપન્ન યાવત્ મહાશક્તિશાળી મહેશ નામનો દેવ પોતાની ઋદ્ધિ આદિ પરાક્રમને બતાવવા પૃથ્વીને વિચલિત કરી દે ત્યારે ધરતીકંપ થાય. (૩) દેવો અને અસુરોનું યુદ્ધ થાય ત્યારે આખી પૃથ્વી ચલિત થાય છે. ૨ાથી ધરતીકંપ થાય છે. શંકા- ૧૧૧૫. દાન આપવું એ સારી વાત છે પણ આપેલા દાનનો જો સદુપયોગ ન થાય તો પાપના ભાગીદાર આપણે બનીએ કે નહિ ? સમાધાન– પહેલા નંબરમાં દાતાએ પોતાના હાથે જ દાન કરવું જોઇએ. હવે જો સંસ્થા વગેરેમાં દાન આપવાનું હોય, તો દાન આપતાં પહેલાં રકમનો સદુપયોગ થશે, તેવી ખાતરી કરીને પછી દાન આપવું જોઈએ. જો આવી કોઈ ખાતરી કર્યા વિના દાન આપે અને એ રકમનો દુરુપયોગ થાય, તો દાન કરનાર પણ દોષનો ભાગીદાર બને. રકમનો સદુપયોગ થશે એવી ખાતરી કરીને દાન આપ્યું હોય, પણ પાછળથી રકમનો દુરુપયોગ થાય, તો દાન કરનાર દોષનો ભાગીદાર ન બને. શંકા– ૧૧૧૬. એંઠા ભોજનમાં ૪૮ મિનિટ પછી જ જીવોત્પત્તિ થાય છે એવું કયા ગ્રંથના આધારે મનાય છે? યુક્તિ આપવા વિનંતી. Jain Educationa International For Personal and Private Use Only Page #318 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૫૨૧ સમાધાન– પત્રવણાસૂત્રના પ્રથમપદમાં સંમૂર્ણિમ મનુષ્યોની ઉત્પત્તિના ૧૪ સ્થાનો જણાવ્યા છે. તેના આધારે એંઠા ભોજનમાં, મળમાં, મૂત્રમાં અને કાપના મલિન પાણી વગેરેમાં સંમૂર્ણિમ જીવોની ઉત્પત્તિ માનવામાં આવે છે. પક્ષવણાસૂત્રમાં તથા તેની પૂ. આચાર્ય શ્રીમલયગિરિ સૂરિ મહારાજ કૃત ટીકામાં કેટલા સમય બાદ સંમૂર્ણિમ જીવોની ઉત્પત્તિ થાય એમ જણાવવામાં આવ્યું નથી. પણ બે ઘડી પછી સંમૂર્ણિમ જીવોની ઉત્પત્તિ થાય તેવી માન્યતા વર્તમાનમાં પ્રસિદ્ધ છે. પ્રશ્નકારે યુક્તિ આપો' એમ લખ્યું છે. આ અંગે જણાવવાનું કે, જૈનશાસનમાં શ્રદ્ધાગમ્ય અને યુક્તિગમ્ય એમ બે પ્રકારના પદાર્થો છે. તેમાં સંમૂર્ણિમ જીવોની ઉત્પત્તિ અને બે ઘડી બાદ સંમૂર્છિમ જીવોની ઉત્પત્તિ એ પદાર્થ શ્રદ્ધાગમ્ય (આગમગમ્ય) છે. શંકા-૧૧૧૭. અષ્ટમંગલની પાટલી દરવાજા ઉપર લગાડી શકાય ? સમાધાન– લગાડી શકાય. શાસ્ત્રમાં પ્રતિમાના ભક્તિ પ્રતિમા, મંગલ પ્રતિમા અને શાશ્વત પ્રતિમા એમ પ્રકાર જણાવ્યા છે. તેમાં ઘરના બારણા (બારસાખ)માં મંગલ માટે કરાવાતી પ્રતિમા મંગલ પ્રતિમા છે. જો આ રીતે દરવાજા ઉપર પ્રતિમા કોતરાવી શકાય છે, તો અષ્ટમંગલની પાટલી લગાડવામાં શો બાધ હોય ? ખરેખર તો શ્રાવકો બારશાખમાં જિનમૂર્તિ કરાવે એ વધારે શ્રેષ્ઠ છે. કારણ કે તેનાથી નવા આવનાર શ્રાવકને કે સાધુ-સાધ્વીજીને ખ્યાલ આવી જાય કે આ જૈનનું ઘર છે. શંકા- ૧૧૧૮. સાધર્મિક સામે મળે તો અરસ-પરસ બે હાથ જોડી જય જિનેન્દ્ર કહેવું જોઇએ કે પ્રણામ કહેવું જોઇએ ? સમાધાન– સાધર્મિક સામે મળે તો પરસ્પર બે હાથ જોડી ‘પ્રણામ’ એમ કહેવું જોઇએ. અન્યધર્મી સામે મળે ત્યારે ઔચિત્ય ખાતર બોલવું પડે તો જય જિનેન્દ્ર કહેવું યોગ્ય છે. પ્રણામ એટલે નમસ્કાર. સમ્યગ્દષ્ટિએ(=સર્વજ્ઞ ભગવાને જે કહ્યું છે તે જ સાચું છે. એવી શ્રદ્ધા ધરાવનારને) નમસ્કાર કરી શકાય, મિથ્યાદષ્ટિને નહિ. Jain Educationa International For Personal and Private Use Only Page #319 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૫૨૨ અન્યધર્મી મિથ્યાદષ્ટિ હોવાથી તેને પ્રણામ ન કરાય. આથી ઔચિત્ય ખાતર ‘જય જિનેન્દ્ર' એમ કહી શકાય. જય જિનેન્દ્ર એટલે હે જિનેન્દ્ર ! આપ જય પામો. આમાં નમસ્કાર કરવાનું ન હોવાથી અન્યધર્મીને ‘જય જિનેન્દ્ર' એમ કહી શકાય. તે પણ હાથ જોડ્યા વિના બોલવું જોઇએ. શંકા— ૧૧૧૯. એક સાધુ પોતાનાથી દીક્ષાપર્યાયથી મોટા બીજા સાધુને સંગાથ સાથે વંદના કહેવડાવે છે અને પોતાનાથી દીક્ષાપર્યાયથી નાના બીજા સાધુને અનુવંદના કહેવડાવે છે. તે જ રીતે પત્રમાં પણ ઉપર પ્રમાણે વંદના અને અનુવંદના લખવામાં આવે છે. જેમ સાધુઓમાં આ રીતે પરસ્પર વંદના-અનુવંદનાનો વ્યવહાર થાય છે, તેવી રીતે શ્રાવકોમાં પરસ્પર નાના-મોટાનો વ્યવહાર પ્રણામ કહેવા-કરવાની બાબતમાં સાચવવા યોગ્ય ખરો કે નહિ ? સમાધાન– સાધુઓમાં તો દીક્ષાપર્યાયના કા૨ણે નાના-મોટાનો વ્યવહાર ઘટી શકે અને શાસ્ત્રમાં તેવો ઉલ્લેખ પણ છે. જ્યારે શ્રાવકો માટે શાસ્ત્રમાં નાના-મોટા ગણવાનો કોઇ ઉલ્લેખ નથી. સાધુઓમાં નાના-મોટાનો નિયામક દીક્ષાપર્યાય છે. શ્રાવકોમાં તેવો કોઇ ગુણ નિયામક નથી. આથી શ્રાવકોમાં સાધુની જેમ “પ્રણામ-અનુપ્રણામ’ એવો વ્યવહાર નથી. શ્રાવકોમાં એક શ્રાવક બીજા શ્રાવકને “પ્રણામ' જ કહે. અહીં એટલું સમજી લેવાની જરૂર છે કે, સાધુઓમાં પણ વંદનાઅનુવંદનાનો વ્યવહાર માત્ર બીજા દ્વારા કહેવડાવવામાં કે પત્રમાં લખવામાં જ છે. પ્રત્યક્ષમાં સાધુઓ ભેગા થાય ત્યારે તો “મત્થએણ વંદામિ’’ એમ જ કહેવાનો વ્યવહાર છે. પહેલાં નાનો સાધુ મોટા સાધુને “મત્થએણ વંદામિ” કહે એટલે મોટા સાધુ પણ સામેથી “મર્ત્યએણ વંદામિ’ કહે એવો વ્યવહાર છે. આનો ઉલ્લેખ ગુરુવંદન ભાષ્યમાં છે. શંકા- ૧૧૨૦. મા-બાપ, ભગવાન, ગુરુમહારાજ આ ત્રણને પગે લાગવામાં વંદન નમન કરવામાં શો ક્રમ છે ? For Personal and Private Use Only Jain Educationa International Page #320 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૫૨૩ સમાધાન– શ્રાવકની દિનચર્યામાં સવારના પહેલા જિનપૂજા કરવા જવાનું વિધાન છે. પછી ગુરુ મહારાજની પાસે આવવાનું વિધાન છે. આથી પહેલાં જિનમંદિરમાં જાય, પછી ઉપાશ્રયમાં જાય. મા-બાપને પગે લાગવામાં શ્રાવક અનુકૂળતા મુજબ કરી શકે છે. જો દહેરાસરમાં જતા પહેલા મા-બાપને પગે લાગવાની અનુકૂળતા હોય તો માબાપને પગે લાગીને દેરાસર જઈ શકે છે અથવા દેરાસરથી આવીને પણ પગે લાગી શકે છે. આ વિષે શાસ્ત્રમાં ક્રમ જણાવ્યો નથી. શંકા- ૧૧૨૧. જો પૃથ્વી ગોળ દડા આકારની નથી તો વિમાનમાંથી જે દેખાય છે તે તથા અત્યારના વૈજ્ઞાનિક સંશોધનો જે બતાવે છે તે શું છે ? સમાધાન- આના સમાધાન માટે ઓછામાં ઓછા આઠ-દશ પેજ લખવા પડે. તેટલા પેજ અહીં ફાળવી શકાય નહિ. માટે પ્રશ્નકાર પૃથ્વી ખરેખર ગોળ નથી” એ પુસ્તિકા વાંચી લે તે યોગ્ય છે. આ પુસ્તિકાના લેખક છે પૂ. પંન્યાસશ્રી અભયસાગરજી ગણિવર. આ પુસ્તિકા ઉપરાંત પાલિતાણા જંબૂદ્વીપની પેઢીમાંથી ભૂગોળ સંબંધી બીજું પણ ઘણું સાહિત્ય મળવાની સંભાવના છે. શંકા- ૧૧૨૨. પર્યુષણના અષ્ટાદ્ધિક વ્યાખ્યાનમાં વાર્ષિક કર્તવ્યોના વર્ણનમાં પેથડ શાહ પ૬ ધડી સોનું બોલીમાં બોલ્યા હતા, એમ આવે છે. તો પ૬ ધડી એટલે કેટલું સોનું થાય ? સમાધાન- પ૬ ધડી એટલે જૂના માપ પ્રમાણે ૧૩ મણ અને પાચ શેર થાય. શંકા- ૧૧૨૩. ૫૬ દિકકુમારીઓ કુમારી કેમ કહેવાય છે ? સમાધાન– જેમ સર્વે ભવનપતિ દેવો ક્રિીડાપ્રિય હોય છે, તેથી તેઓ કુમાર કહેવાય છે. તેમ દિફકુમારીઓ પણ ભવનપતિની દેવી હોવાથી કુમારી કહેવાય છે. (એનપ્રશ્ન ઉલ્લાસ-૩) શંકા- ૧૧૨૪. બાળકનું નામકરણ ક્યારે થઈ શકે ? સમાધાન- લોક વ્યવહાર પ્રમાણે થઈ શકે. Jain Educationa International For Personal and Private Use Only Page #321 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન શંકા- ૧૧૨૫. શ્રી ગૌતમસ્વામીજીને ભગવાનના નિર્વાણની ખબર ક્યારે પડી ? ૫૨૪ સમાધાન– શ્રી ગૌતમસ્વામીજી દેવશર્મા બ્રાહ્મણને પ્રતિબોધ પમાડીને ભગવાન શ્રી મહાવીરસ્વામીની પાસે આવી રહ્યા હતા, ત્યારે આકાશમાં દેવોને જોઇને અને ભગવાન નિર્વાણ પામ્યા એવા દેવોના સંલાપને સાંભળીને શ્રી મહાવીર સ્વામી નિર્વાણ પામ્યા એમ જાણ્યું. તેમણે સૂર્યોદય પહેલાં અજવાળું થતાં વિહાર કર્યો અને વિહાર કર્યા પછી તુરત જ સૂર્યોદય પહેલાં તેમને શ્રીમહાવીર સ્વામીના નિર્વાણની ખબર પડી. આ ખબર પડતા જ શુભધ્યાનથી કેવળજ્ઞાન પામ્યા અને દેવોએ તેમના કેવળજ્ઞાનનો મહિમા કર્યો. આમ શ્રી ગૌતમસ્વામીને કાર્તિક સુદ ૧ ના રોજ સૂર્યોદય પહેલાં કેવળજ્ઞાન થયું એમ કહી શકાય. (ઉપદેશપ્રાસાદ ગ્રંથના ૨૧૧માં વ્યાખ્યાનમાં ગૌતમસ્વામીને અમાવાસ્યાની રાત્રિના પ્રાંતભાગે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું એવો પાઠ છે.) શંકા- ૧૧૨૬. શ્રી મહાવીર સ્વામી ભગવાને શ્રી ગૌતમસ્વામીજીને દેવશર્મા બ્રાહ્મણને પ્રતિબોધ ક૨વા માટે ક્યારે મોકલ્યા ? સમાધાન– ભવિષ્યકાળમાં થનારા ભાવો કહ્યા પછી ભગવાન મહાવીર સ્વામી સમવસરણમાંથી નીકળીને હસ્તિપાલ રાજાની શુલ્ક શાળામાં પધાર્યા છે. પછી રાતે પોતાના મોક્ષને જાણીને શ્રી ગૌતમસ્વામીજીને દેવશર્મા બ્રાહ્મણને પ્રતિબોધ કરવા માટે મોકલ્યા છે. આથી દેવશર્મા બ્રાહ્મણને પ્રતિબોધ કરવા માટે શ્રી મહાવીર સ્વામીએ અમાસના દિવસના છેલ્લા પ્રહરમાં શ્રી ગૌતમસ્વામીજીને મોકલ્યા હોય એમ સંભવે છે શંકા- ૧૧૨૭. દુકાન, પેઢી કે ઇન્ડસ્ટ્રીઝ વગેરેની સાથે અરિહંત, મહાવીર, પાર્શ્વનાથ વગેરે નામો જોડી શકાય ? જેમ કે મહાવીર ઇન્ડસ્ટ્રીઝ, પાર્શ્વનાથ ફાર્મ. સમાધાન– દુકાન, પેઢી કે ઇન્ડસ્ટ્રીઝ વગેરે ધન મેળવવા માટે ધંધાના સ્થાનો છે. ધંધાના સ્થાનોના કર્માદાન અને અકર્માદાન એવા Jain Educationa International For Personal and Private Use Only Page #322 -------------------------------------------------------------------------- ________________ ૫૨૫ શંકા-સમાધાન બે ભેદ છે. જેમાં દરરોજ જીવોની બહુ હિંસા થતી હોય તેવા સ્થાનો કર્માદાન ગણાય અને જેમાં અલ્પ હિંસા થતી હોય તેવા સ્થાનો અકર્માદાન છે. તેમાં શ્રાવકોને કર્માદાનના ધંધા કરવાનો ભગવાને નિષેધ કર્યો છે. એથી ભગવાને જે ધંધાનો નિષેધ કર્યો હોય તેવા ધંધાના સ્થાનો સાથે અરિહંતનું નામ જોડવું એ યોગ્ય જણાતું નથી. કારણ કે જેનો ભગવાને નિષેધ કર્યો છે તેની સાથે ભગવાનનું નામ જોડવું એ તેમની આશાતના રૂપ ગણાય. બાકીનાં સ્થાનોમાં કે ઘર વગેરેની સાથે “ભગવાનની સ્મૃતિ રહે” ઇત્યાદિ આશયથી ભગવાનનું નામ જોડવામાં બાધ જણાતો નથી. છતાં તેમાં પણ ભગવાને જે વસ્તુ ત્યાજ્ય કહી હોય તેનો વેપાર ન કરવો જોઇએ. દા.ત. કોઈ “મહાવીર જનરલ પ્રોવિઝન સ્ટોર્સ” એવું દુકાનનું નામ રાખે. તો તેણે કાંદા-બટાકા વગેરેનો તથા જીવ-જંતુને મારવાની દવા વગેરેનો વેપાર ન કરવો જોઈએ તથા ઘર વગેરેની સાથે અરિહંતનું નામ જોડે તો ઘરમાં અભક્ષ્ય ભક્ષણ વગેરેનો ત્યાગ કરવો જોઈએ. જેમ કે અરિહંત પરમાત્માની સ્મૃતિ રહે, ધર્મની વૃદ્ધિ થાય અને પાપ ઘટે એવા આશયથી પોતાના બંગલાનું “અરિહંત છાયા” એવું નામ રાખે, તો એ બંગલામાં અભક્ષ્યભક્ષણ વગેરે ન થવું જોઇએ. શંકા- ૧૧૨૮. આવતી ચોવીસીમાં રોહિણીનો જીવ સોળમા ચિત્રગુપ્ત નામે તીર્થકર થશે. આ જીવ શ્રીવાસુપૂજ્ય સ્વામીજીની આરાધના કરીને વર્તમાનમાં બીજા દેવલોકમાં વિદ્યમાન છે તે જ છે કે બીજો કોઈ ? સમાધાન- આ જીવ શ્રીકૃષ્ણ મહારાજાના ભાઇ બલભદ્રની માતા રોહિણીનો જીવ સમજવો. શંકા- ૧૧૨૯. તીર્થકર સિવાય બીજા જીવો અવધિજ્ઞાન લઇને મનુષ્ય ભવમાં ઉત્પન્ન થઈ શકે ? સમાધાન થઈ શકે. (વિ.પ્ર.વિ. પહેલો પ્ર.૧૩૨) શંકા-૧૧૩૦. સામાયિક આદિ વિરતિ વિનાનો શ્રાવક ઉપાશ્રયમાં પ્રવેશતા નિસાહિ કહે,પણ નીકળતા આવસ્યહિ કહે કે નહિ ? Jain Educationa International For Personal and Private Use Only Page #323 -------------------------------------------------------------------------- ________________ ૫૨૬ શંકા-સમાધાન સમાધાન- સામાયિક આદિ વિરતિ વિનાનો શ્રાવક ઉપાશ્રયમાંથી નીકળતા આવસતિ ન કહે. શંકા- ૧૧૩૧. “પત્થ નન્ન તત્વ વન” જ્યાં જળ છે ત્યાં વનસ્પતિ છે, આ નિયમ અવધારણ વાળો છે ? કે બીજા પ્રકારે પણ છે? તે વનસ્પતિમાં પણ પ્રત્યેક હોય કે સાધારણ હોય ? કે ઉભય હોય. તેમજ નસ્થાનં વગેરે વચનથી શ્રાવકને ઘડા અગર ગોરા વગેરેમાંથી પાણી વાપરતા વિરાધના લાગે કે નહિ ? સમાધાન- આ નિયમ ચોક્કસ છે, એમ જણાય છે. કેમકે દશવૈકાલિક પિડેષણ અધ્યયનમાં સહટ્ટ નિવિજ્ઞાઈ ઈત્યાદિ ગાથાની ટીકામાં તે નિયમ અવધારણ સહિત બતાવેલ છે. તેમજ તે વનસ્પતિ બાદર અનંતકાય અને પ્રત્યેકરૂપ જણાય છે. ઘડા વગેરેનું પાણી વાપરવાથી વનસ્પતિની વિરાધના થાય છે. પરંતુ તેમાં પચ્ચકખાણનો ભંગ થતો નથી. કેમકે પચ્ચકખાણ વ્યવહારી વનસ્પતિને આશ્રયીને હોય છે. (એનપ્રશ્ન ઉ.૩ પ્ર.૩૩૫). શંકા- ૧૧૩૨. તપગચ્છના શ્રાવકો પોતાના ગચ્છના અને અન્ય ગચ્છના જિનમંદિરોમાં સુખડ વગેરે આપે, તો પોતાના ગચ્છના મંદિરમાં આપેલું પુણ્ય માટે થાય અને અન્ય ગચ્છના મંદિરમાં આપેલું પાપને માટે થાય કે બંનેમાં આપેલું સમાન લાભવાળું થાય ? સમાધાન- તપગચ્છના શ્રાવકોએ પોતાના ગચ્છના અને અન્ય ગચ્છના જિનમંદિરોમાં આપેલ કેસર, સુખડ વગેરેમાં પોતાના ગચ્છના મંદિરમાં આપેલા કેસર સુખડના લાભ જેવો જ લાભ પરગચ્છીય જિનમંદિરમાં આપવાથી થાય છે એમ વ્યવહારથી માનવું જોઇએ. નિશ્ચયથી તો પોતાના પરિણામ પ્રમાણે લાભ થાય. શંકા- ૧૧૩૩. સામાન્ય દિગંબર ગૃહસ્થોના ઘરે રત્નત્રયાદિ મહોત્સવ પ્રમાણે આપણા શ્વેતાંબરીય શેઠ વગેરે શ્રાવકોને ભોજન વગેરે માટે જવું ઉચિત છે કે અનુચિત ? સમાધાન– આવા અવસરે વિરોધની વૃદ્ધિ જેમ ન થાય તેમ કરવું એ જ તત્ત્વ છે. એકાંતવાદ નથી. (હીરપ્રશ્ન બીજો પ્રકાશ પ્ર.૭) Jain Educationa International For Personal and Private Use Only Page #324 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૫૨૭ શંકા- ૧૧૩૪. ચૌદ સ્વપ્રમાં જે ચોથુ સ્વપ્ર લક્ષ્મીજી કે શ્રીદેવી છે તે શ્રી દેવી કે લક્ષ્મીદેવી એ બંને એક જ છે કે જુદી જુદી છે? સમાધાન- ચૌદ સ્વપ્રોમાં આવતી શ્રીદેવી કે લક્ષ્મીદેવી એ બંને એક જ નથી, ભિન્ન છે. આ અંગે વધુ વિગત જાણવા માટે મુનિરાજ શ્રી હિતવિજયજી લિખિત “ચૌદસ્વપ્રોનું વર્ણન-ગુજરાતી અનુવાદ” આ નામે પ્રકાશિત પ્રતનાં પાંચ અને છ પેજ પર પ્રકાશિત લખાણ જોઈ લેવા ખાસ ભલામણ. શંકા- ૧૧૩૫. હમણાં હમણાં ધાર્મિક પ્રસંગોમાં પત્રિકાઓ પાછળ ઘણો ખર્ચ થઈ રહ્યો છે તે યોગ્ય છે ? સમાધાન– આમાં સર્વપ્રથમ વાત તો એ છે કે બિનજરૂરી અથવા મોંઘીદાટ ખર્ચાળ પત્રિકાઓ છાપવી ન જોઈએ. જેમકે કોઈ સ્થળે સંઘ તરફથી અાલિકા વગેરે મહોત્સવ છે. એ મહોત્સવમાં પત્રિકા મોકલવાથી બહારથી કોઈ આવે એવી જરાય સંભાવના ન હોય તો પત્રિકા છાપવાનો કોઈ અર્થ નથી. બિનજરૂરી પત્રિકા છાપવાથી સમય અને સંપત્તિનો વ્યય અને જ્ઞાનની આશાતના વગેરે દોષો ઉદ્દભવે છે. આજે મોટા ભાગે પત્રિકાનો ડ્રાફટ સાધુઓ તૈયાર કરી આપતા હોય છે અને એ પત્રિકાના પૂફોનું સંશોધન પણ મોટા ભાગે સાધુઓ કરતા હોય છે અને મોકલવા માટે સરનામા પણ મોટા ભાગે સાધુઓ કરતા હોય છે. આથી આ બધાની પાછળ સાધુઓનો ઘણો સમય વ્યર્થ જતો હોય છે. મોંઘવારીના કારણે શ્રાવકોની સંપત્તિનો પણ ઘણો વ્યય થતો હોય છે. સાધુઓના સમયનો અને શ્રાવકોની સંપત્તિનો જેટલા પ્રમાણમાં વ્યય થાય છે તેટલા પ્રમાણમાં લાભ થતો નથી. જેમાં નુકસાન વધારે અને લાભ ઓછો તેવી પ્રવૃત્તિ ઉપાદેય ન ગણાય. હવે તો ચાતુર્માસ પ્રવેશની પણ પત્રિકાઓ છપાવા લાગી છે. આજે બિનજરૂરી પણ પત્રિકાઓ છાપવાનું વધવાના કારણે મંદિરોમાં એટલી બધી પત્રિકાઓ ભેગી થાય છે કે જેથી આ પત્રિકાઓ ક્યાં નાંખવી એ પ્રશ્ન ઊભો થાય છે. મારા જાણવા મુજબ ઘણા સ્થળોમાં Jain Educationa International For Personal and Private Use Only Page #325 -------------------------------------------------------------------------- ________________ ૫૨૮ માધાન પત્રિકાઓ દરિયા વગેરેના પાણીમાં પધરાવી દેવામાં આવે છે. આમ કરવાથી જ્ઞાનની ઘણી આશાતના થાય છે. આવા કારણોથી કેટલાક મહાત્માઓ મહોત્સવમાં સંઘપત્રિકા છાપવાનું કહે તો પણ ના પાડી દેતા હોય છે. આનો અર્થ એ તો નથી જ થતો કે પત્રિકાઓ ન છપાવવી. કોઈ વિશિષ્ટ પ્રસંગોમાં પત્રિકાઓ છપાવવી એ પણ શ્રાવકોનું કર્તવ્ય બની જાય છે. જેમકે ઉપધાન વગેરે પ્રસંગે પત્રિકા જરૂરી ગણાય. હવે પત્રિકાઓ કેવી હોવી જોઇએ એ અંગે વિચારીએ. સંઘ કે કોઈ વ્યક્તિ અન્ય સાધર્મિકોને અને સંઘોને પત્રિકા દ્વારા આમંત્રણ પાઠવે છે. સાધર્મિકો અને સંઘો પૂજનીય છે, બહુમાન કરવાને યોગ્ય છે. એટલે તેમને આમંત્રણ પત્રિકા સુશોભિત મોકલવી જોઇએ. પણ તેમાં વિવેક હોવો જોઇએ. પત્રિકા વધારે કલરમાં હોય તો જ સુશોભિત બને એવો કોઈ નિયમ નથી. જેટલા કલર વધારે તેટલો ખર્ચ વધારે થવાનો તથા લખાણ વધે તેટલા પ્રમાણમાં પૂર્વે કહ્યું તેમ જ્ઞાનની આશાતના પણ વધે. ચોરસ કાર્ડ પત્રિકા રૂપે છપાવાય તોય ચાલે અને ઘણો ખોટો ખર્ચ બચી જાય. હવે તો પત્રિકાઓમાં ફોટાઓ પણ આવવા માંડ્યા છે. પત્રિકામાં રહેલા ફોટાના નાશથી જીવહિંસાનું પાપ લાગે એમ બહુ ઓછા જાણતા હશે. પત્રિકામાં છપાયેલા ફોટાઓનો ટૂંક સમયમાં જ અવશ્ય નાશ થાય છે. પત્રિકાઓમાં ઉપકારી માતા-પિતાના ફોટા છપાવવામાં માતા-પિતાની ભક્તિ નથી, કિંતુ આશાતના છે. દીક્ષાની પત્રિકાઓમાં મુમુક્ષુઓના ફોટા છપાવવા એ પણ જરા ય ઉચિત નથી. હવે તો પત્રિકાઓમાં ગુરુઓના પણ ફોટાઓ છપાવવાનું શરૂ થયું છે. આજે બિનજરૂરી પત્રિકા વગેરેનો પ્રવાહ એટલો બધો વહેતો થઇ ગયો છે કે જેથી મારા આ લખાણની અસર કેટલી થશે એ પણ પ્રશ્ન છે. કોઈને અસર થાય કે ન થાય, પણ સત્ય કહેવું એ જરૂરી Jain Educationa International For Personal and Private Use Only Page #326 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૫૨૯ છે. શાસ્ત્રમાં કહ્યું છે કે- “શ્રોતાને લાભ થાય કે ન પણ થાય, પણ અનુગ્રહ બુદ્ધિથી સત્ય કહેનાર વક્તાને અવશ્ય લાભ થાય છે.” શંકા- ૧૧૩૬. અન્યના પુસ્તકમાંથી કોઈ સાધુ કે ગૃહસ્થ ચિત્રો કે લખાણ વગેરે લેખકની અનુમતિ વિના લે અને પોતાના પુસ્તકમાં પોતાના નામે મૂકે તો એને કેવા દોષો લાગે અને પ્રાયશ્ચિત્ત શું આવે એ જણાવવા કૃપા કરશો. સમાધાન- પુસ્તકમાં લેખકની સંમતિ લીધા વિના આ પુસ્તકમાંથી કશું લેવું નહિ' એવા ભાવનું છપાવ્યું ન હોય, તો પણ લેખકની રજા વિના તે પુસ્તકમાંથી કંઈ પણ લેવાથી ચોરીનો દોષ લાગે અને ચોરીનું જે પ્રાયશ્ચિત્ત આવતું હોય તે પ્રાયશ્ચિત્ત આવે. આવું ન છપાવ્યું હોય તો લેખકની રજા લેવાની જરૂર નથી, એમ ન માનતા ચિત્રો કે લખાણ વગેરે જે પુસ્તકમાંથી લીધું હોય તે પુસ્તકનું નામ તો અવશ્ય લખવું જોઇએ. “અમુક પુસ્તકમાંથી સાભાર ઉદ્ધત” એમ ઉલ્લેખ કરવો જ જોઈએ. તેમ ન લખે તો ચોરીનો દોષ લાગે. લેખક-પ્રકાશક આવું ન છપાવે એ એની ઉદારતા છે. પરંતુ “સાભાર સ્વીકૃત” આટલો પણ ઉલ્લેખ ન કરવો, એ સજજન માટે તો શોભાસ્પદ ન જ ગણાય. શંકા- ૧૧૩૭. કલ્યાણના ૨૦૦૧-નવેમ્બરના અંકમાં આવેલી ગૌતમ લબ્ધિ પેટ સંબંધી જાહેરાત વાંચી હતી. આ ગૌતમલબ્ધિ પેટી વસાવવી કેટલી હિતાવહ છે ? શું કોઈ દોષ તો નહિ લાગે ને? આમ તો વધારે સમજણ નથી. પરંતુ સામાન્યથી એટલી વાત તો ધ્યાનમાં છે કે, કોઈ પણ પ્રકારનો ધર્મ સંસારના સુખ માટે તો ન જ કરાય. તો આ બાબતમાં માર્ગદર્શન આપવા વિનંતી. સમાધાન– કોઈ પણ પ્રકારનો ધર્મ સંસારના સુખ માટે તો ન જ કરાય, આવી તમારી સમજણ તદ્દન સાચી છે. જે જમાનામાં સંસારના સુખ માટે પણ ધર્મ કરવામાં વાંધો નથી, એવું પ્રતિપાદન થઈ રહ્યું છે, તે જમાનામાં કોઈ પણ પ્રકારનો ધર્મ સંસારના સુખ માટે તો ન જ કરાય એવી સમજ ધરાવનારા શ્રાવકો ધન્યવાદને Jain Educationa International For Personal and Private Use Only Page #327 -------------------------------------------------------------------------- ________________ ૫૩૦ શંકા-સમાધાન પાત્ર ગણાય. હવે “ગૌતમ લબ્ધિ પેટી'ની જાહેરાત અંગે જણાવવાનું કે આનો ખુલાસો કલ્યાણ વર્ષ-૫૮, અંક-૯, ડિસે.૨૦૦૧ (પૃ.૬૫૫ માં) આવી ગયો છે. શંકા- ૧૧૩૮. વિધિમાં ૧૨-૫૧ વગેરે સાથિયા કરવાના હોય, તો દરેક સાથિયા ઉપર ત્રણ ઢગલી અને સિદ્ધશિલા કરવાનો વિધિ છે? સમાધાન- દરેક સાથિયા ઉપર ત્રણ ઢગલીને સિદ્ધશિલા કરવાની જરૂર નથી મુખ્ય એક સાથિયા ઉપર જ ત્રણ ઢગલી ને સિદ્ધશિલા કરવાની હોય છે. શંકા- ૧૧૩૯. સંઘની માલિકીનું બિલ્ડીંગ કે ઓફિસ (જેની સારી ઉપજ થાય તેવી) પોતાના સ્નેહીઓને ૨૦% જેટલી રકમમાં ઠરાવ કરીને ટ્રસ્ટીઓ આપી દે, આમાં જે રકમનું નુકસાન થયું તે નિમિત્તે ટ્રસ્ટીઓને પ્રાયશ્ચિત્ત આવે કે નહિ ? સમાધાન- સંઘને જેમ વધારે આવક થાય તેમ ટ્રસ્ટીઓએ કરવું જોઈએ. તેમ ન કરે તો ટ્રસ્ટીઓ દોષના ભાગીદાર બને. જેટલા અંશે દોષના ભાગીદાર બને તેટલા અંશે પ્રાયશ્ચિત્ત આવે. શંકા- ૧૧૪૦. પ્રભુએ અંગોપાંગ પરથી ઉતારેલાં અલંકારો હંસલક્ષણ વસ્ત્રમાં ગ્રહણ કરાય છે અને નિર્વાણ સમયે પ્રભુને હંસલક્ષણ વસ્ત્ર પહેરાવાય છે. તો આમાં હંસના ચિત્રનું મહત્ત્વ શું છે તે જણાવવા કૃપા કરશો. સમાધાન- અહીં હંસલક્ષણ શબ્દનો “હંસના ચિત્રવાળું વસ્ત્ર' એવો અર્થ ન કરતાં “હંસના જેવું અત્યંત શ્વેત વસ્ત્ર' એવો અર્થ કરવો જોઈએ. જ્ઞાતાધર્મ કથા સૂત્રમાં મેઘકુમારના ચરિત્રમાં એવો ઉલ્લેખ છે કે, “લોચ કર્યા પછી તેના વાળ હંસલક્ષણ વસ્ત્રમાં લીધા”. આના આધારે અનુમાન કરી શકાય છે કે પૂર્વે આ વસ્ત્ર અત્યંત શ્રેષ્ઠ અને મૂલ્યવાન ગણાતું હતું અને મોટા ગણાતા લોકો જ આનો ઉપયોગ કરતા હતા. આથી પ્રભુજીના અલંકારો હંસલક્ષણ વસ્ત્રમાં ગ્રહણ કરાય અને નિર્વાણ સમયે પ્રભુજીને હંસલક્ષણ વસ્ત્ર પહેરાવાય એ સ્વાભાવિક છે. Jain Educationa International For Personal and Private Use Only Page #328 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૫૩૧ શંકા- ૧૧૪૧. શંખેશ્વરની પાસેના સમી જેવા અનેક ગામોમાં ચતુર્વિધ સંઘભક્તિ તરીકે ફંડ થાય છે. એ ફંડમાંથી સાધુ-સાધ્વીજીના ટીફીન વિહારોમાં જાય છે. એ રીતે બીજા બધા સંઘો ફંડ કરે તો બધાને ચાલી શકે. ફંડનું નામ વેયાવચ્ચ ફંડ ન રાખતાં ભક્તિ ફંડ રાખવું જોઇએ શું ? સમાધાન– આવા ફંડની રકમમાંથી થયેલ ભોજન સાધુસાધ્વીજીની સાથે રહેલ મુમુક્ષુ ભાઇ-બહેનોને અને વંદનાર્થે આવનાર શ્રાવક-શ્રાવિકાને પણ ખપી શકે. ચતુર્વિધ સંઘભક્તિ ફંડ નામ રખાય તો સારું. શંકા- ૧૧૪૨. શ્રાવકને સાધર્મિક સામે મળે ત્યારે અને અન્ય ધર્મવાળા સામે મળે ત્યારે ઔચિત્ય માટે શું બોલવું જોઇએ ? સમાધાન- શ્રાવકને સાધર્મિક સામે મળે ત્યારે બે હાથ જોડી પ્રણામ એમ બોલવું જોઇએ અને અન્ય ધર્મવાળા સામે મળે ત્યારે “જય જિનેન્દ્ર” બોલી શકાય. અન્ય ધર્મવાળા સામે મળે ત્યારે ‘પ્રણામ' એમ ન બોલાય. કારણ કે પ્રણામ સમ્યગ્દષ્ટિને કરાય, મિથ્યાદષ્ટિને નહિ. “જય જિનેન્દ્ર” બોલવામાં પ્રણામ થતો નથી. જય જિનેન્દ્ર એટલે હે જિનેન્દ્ર ! આપ જય પામો. અન્ય ધર્મવાળાઓ સામે મળનાર વ્યક્તિને પરસ્પર “જયશ્રી કૃષ્ણ” એમ બોલતા જોઇને કેટલાક અજ્ઞાન જૈનો પણ અજ્ઞાનતાના કારણે જૈન સામે મળે તો “જય જિનેન્દ્ર” એમ બોલવા લાગ્યા છે. આ બરોબર નથી. શંકા- ૧૧૪૩. ધાર્મિક માસિકમાં સંસારને પોષનારી જાહેરાત લેવાય ખરી? એવા સામાયિક સામાયિક-પૌષધમાં વાંચી શકાય ખરા ? સમાધાન– ધાર્મિક માસિકમાં સંસારને પોષનારી જાહેરાતો ન લેવી જોઇએ. આમ છતાં વર્તમાનમાં અસહ્ય મોંઘવારીના કારણે તેવી જાહેરાતો લીધા વિના માસિકના ખર્ચને પહોંચી વળાતું ન હોય અને એથી ન છૂટકે તેવી જાહેરાતો લેવી પડતી હોય, તો પણ કોઇ પણ ધાર્મિક માસિકે મિથ્યાત્વપોષક જાહેરાતો તો કોઇપણ સંયોગોમાં For Personal and Private Use Only Jain Educationa International Page #329 -------------------------------------------------------------------------- ________________ ૫૩૨ શંકા-સમાધાન ન લેવી જોઇએ. આવા સામાયિકો સામાયિક-પૌષધમાં વાંચી શકાય પણ સંસારને પોષનારી જાહેરાતો ન વાંચવી જોઇએ. કેવળ ધાર્મિક જ લખાણ વાંચવું જોઈએ. શંકા- ૧૧૪૪. ભગવાનને ચડાવેલી ચાંદી કે સોનાની કોઈ વસ્તુ ચડાવનાર વ્યક્તિ બીજા ગામમાં દેરાસરમાં દરરોજ ઉપયોગ કરવા માટે ભેટ આપે તો દોષ લાગે ? સમાધાન– ભગવાનને ચડાવતાં પહેલાં સંઘ-ટ્રસ્ટીઓને જાણ કરવી જોઈએ કે આ વસ્તુ હું ભગવાનને ચડાવું છું, પછી હું એ વસ્તુ બીજા ગામના દેરાસરમાં દરરોજ ઉપયોગ કરવા માટે ભેટ આપીશ. જો સંઘ-ટ્રસ્ટીઓ આવી શરતે ચડાવવાની હા પાડે તો બીજા ગામમાં દેરાસરમાં દરરોજ ઉપયોગ કરવા માટે ભેટ આપવામાં દોષ ન લાગે. શંકા- ૧૧૪૫. બુફેને (ઊભાં ઊભાં ખાવું તેને) સાધર્મિકવાત્સલ્ય કહેવાય ? સમાધાન- બુફેને સાધર્મિકવાત્સલ્ય કઈ રીતે કહેવાય ? બુફે ભોજન અનાદરવાળું છે. આથી જૈનથી આવું સાધર્મિકવાત્સલ્ય ન કરાય. બુફે ભોજન અનાદરના કારણે સાધર્મિકવાત્સલ્યને દૂષિત બનાવે છે. આ અંગે એક મહાપુરુષે કહ્યું છે કે અનાદર, વિલંબ, વિમુખતા, અપ્રિયવચન અને પશ્ચાત્તાપ આ પાંચ સદ્દાનને દૂષિત બનાવે છે.” માત્ર માનવતાની દૃષ્ટિએ પણ વિચારવામાં આવે તો ઊભાં ઊભાં ભોજન કરવું, એ અત્યંત અશિષ્ટતા છે. નીતિશાસ્ત્રમાં પણ ઊભાં ઊભાં ખાવાનો નિષેધ કર્યો છે. ઊભાં ઊભાં ભોજન કરનારા બુટચંપલ પહેરીને ભોજન કરે છે. આ પણ અશિષ્ટતા છે. બુફે ભોજનમાં સામે જઈને માગવું પડતું હોવાથી સાધર્મિકની લઘુતા થાય છે. માંગવું એ કેટલું ખરાબ છે એ વિષે ગોરખ સંતે કહ્યું છે કે- . સહજ મિલા સો દૂધ બરાબર, માંગ લિયા સો પાની ખિચ લિયા સો ખૂન બરાબર, યહ ગોરખની વાની બીજા એક કવિએ કહ્યું છે કે Jain Educationa International For Personal and Private Use Only Page #330 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૫૩૩ રહિમન વો નર મર ચૂકે, જો કહીં માગને જાય ઉસકે પહલે વો મરે, જિસ કે મુખસે નિકલે નાય. આમ અનેક દૃષ્ટિએ બુફે ભોજનમાં સાધર્મિકોની લઘુતા થાય છે. જૈન જગત તરફ ન જુએ, કિંતુ જિનાજ્ઞા તરફ જુએ. ઉત્કૃષ્ટ જિનાજ્ઞા તો એ છે કે સાધર્મિકના ચરણોને દૂધથી પખાળે, કપાળે કંકુનું તિલક કરે, બેસાડીને સ્નેહથી ભોજન પીરસે અને વસ્ત્ર આદિની પહેરામણી આપે. કદાચ આ બધું ન થઈ શકે, તો પણ કમમાં કમ બેસાડીને ભોજન કરાવે તો પણ જિનાજ્ઞાનું પાલન થાય. પણ આજે ઘણા જૈનો પણ જિનાજ્ઞા તરફ જોવાના બદલે જગત તરફ જુએ છે. એથી એમની રહેણી-કરણી, પહેરવેશ, ભાષા-ભોજન વગેરેમાં જિનાજ્ઞા અદશ્ય થતી જાય છે. જ્યાં જિનાજ્ઞા ન હોય ત્યાં જૈનત્વ કેવી રીતે હોય ? આજે દુર્લભ જૈનધર્મની થયેલી પ્રાપ્તિને સફળ બનાવવા જૈનોએ જિનાજ્ઞા તરફ દષ્ટિ રાખીને જીવન જીવવું જોઇએ. પૂર્વકાળ જેવા જૈનો આજે હયાત હોત, તો તેઓ આજ જેવા બુફેમાં જમવા પણ જાત કે કેમ ? એ વિચારણીય છે. જૈનત્વની ખુમારીવાળા આવા બુફેમાં જમવા જવાનું ટાળી દે, તોય વહેલા મોડા સાચા સાધર્મિક-વાત્સલ્ય થવા માંડે. શંકા- ૧૧૪૬. હાલમાં શહેરોમાં ઘણા સ્થળોમાં જગ્યાની સંકડાશને કારણે સાધર્મિક વાત્સલ્યમાં “બુફે” રાખવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં બુફે દ્વારા સાધર્મિકવાત્સલ્ય કરવું યોગ્ય છે કે સંઘમાં ઘર દીઠ ભારત=મીઠાઇ-સેવ વગેરેના પેકેટ) આપીને સાધર્મિક વાત્સલ્યનું કર્તવ્ય બજાવવું યોગ્ય છે. સમાધાન- સંઘમાં બહુમાનપૂર્વક સાધર્મિક વાત્સલ્ય ન થઈ શકે. આવા સંયોગોમાં ઘર દીઠ ભાર આપીને સાધર્મિક વાત્સલ્યનું કર્તવ્ય બજાવવું યોગ્ય છે. જૈનસંઘોમાં કોઈ પણ સંયોગોમાં “બુફે ભોજન તો ન જ હોવું જોઈએ. શંકા- ૧૧૪૭. બાળકોની સાપ-સીડી જેવી રમતોને પ્રોત્સાહન અપાય? બાળકો માટે કોમ્યુટર ગેમ પણ આવે છે. આ કોમ્યુટર ગેમને પણ પ્રોત્સાહન અપાય ? Jain Educationa International For Personal and Private Use Only Page #331 -------------------------------------------------------------------------- ________________ પ૩૪ શંકા-સમાધાન સમાધાન– સાપ-સીડી જેવી રમતોને અને ખાસ કરીને કોમ્યુટર ગેમને પ્રોત્સાહન ન આપી શકાય. કારણ કે આમાં બાળકોને થોડા સમય માટે માનસિક વિનોદ મળવા સિવાય વિશેષ લાભ થતો નથી. અહીં કોઈ દલીલ કરે કે આ રીતે બાળકોને ધાર્મિક બોધ મળે છે. આ દલીલ અંગે જણાવવાનું કે ધાર્મિક બોધ વિનયપૂર્વક લેવામાં આવે તો ફળે. વિનય વિના થતો ધાર્મિક બોધ યથાર્થ ફળતો નથી. ધાર્મિક જ્ઞાન ગુરુમહારાજ પાસે કે ધાર્મિક શિક્ષક આગળ વંદન વગેરે વિધિપૂર્વક મેળવવું જોઇએ. આમાં આવો વિધિ કે વિનય જળવાતો નથી. જેમ સાધ્ય સારું હોવું જોઈએ તેમ સાધ્યને સિદ્ધ કરવાનું સાધન પણ યોગ્ય હોવું) જોઇએ. ધાર્મિક જ્ઞાન સાધ્ય છે, એ સાધ્યને સિદ્ધ કરવાનું (=જ્ઞાન મેળવવાનું) સાધન બાળકોની સાપ-સીડી કે કોમ્યુટર ગેમ નથી, કિંતુ અરિહંત પરમાત્માએ બતાવેલો વિધિ છે. બાળકોની સાપ-સીડી કે કોમ્યુટર ગેમ જેવી પદ્ધતિથી કદાચ બાળકોને જ્ઞાન મળી જાય તો પણ એ જ્ઞાન યથાર્થ ફળે નહિ. વિનય વગેરે વિધિ વિના મેળવેલું જ્ઞાન યથાર્થ ફળે નહિ એ વિષે આજનું શિક્ષણ દષ્ટાંતરૂપ છે. ઉદારતા વગેરે વધે અને સ્વાર્થ વગેરે દોષો ઘટે એ શિક્ષણનું ફળ છે. આજના શિક્ષણથી શિક્ષિત થયેલાઓમાં મોટા ભાગે આ ફળ દેખાતું નથી. આજના શિક્ષણથી શિક્ષિત થયેલાઓ ઉદાર બનવાને બદલે સ્વાર્થી બને છે, નમ્ર બનવાને બદલે અભિમાની બને છે. આથી જ આજે એક તરફ શિક્ષણ વધ્યું છે તો બીજી તરફ હિંસા, જૂઠ, ચોરી, લાંચ-રૂશ્વત, ભ્રષ્ટાચાર વગેરે વધતું જાય છે. આનો અર્થ એ થયો કે શિક્ષણનું ફળ મળતું નથી. શિક્ષણનું ફળ મળતું નથી એનું કારણ અવિનયથી શિક્ષણ લેવાય છે. જેમ કે વિદ્યાર્થીઓ બેન્ચ ઉપર મજેથી બેસી રહે અને શિક્ષક ઊભા ઊભા લેકચર આપે એ અવિનય છે. આમ અનેક રીતે અવિનય થાય છે. આજ રીતે ધાર્મિક શિક્ષણ પણ જો વિનય વગેરે વિધિ વિના જ લેવામાં આવે તો યથાર્થ ફળે નહિ. આથી સાપ-સીડી જેવી રમતોને અને કોમ્યુટર, ગેમ વગેરેને જરાય પ્રોત્સાહન ન આપવું જોઈએ. Jain Educationa International For Personal and Private Use Only Page #332 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૫૩૫ જૈન જગત તરફ ન જુએ, કિંતુ જિનાજ્ઞા તરફ જુએ, જે પ્રવૃત્તિ તત્કાળ સારી દેખાતી હોય પણ પરિણામે લાભકારી ન હોય તે પ્રવૃત્તિ કરવા યોગ્ય નથી એવી જિનાજ્ઞા છે. સાપ-સીડી જેવી રમતોથી પરિણામે કોઇ લાભ થવાની શક્યતા નથી. આવી રમતોથી કોઇક વ્યક્તિને લાભ થઇ જાય તો પણ તેને કરણીય તરીકે તો ન જ સ્થાપી શકાય. શંકા- ૧૧૪૮. ગામ-ગામમાં ઝઘડા ચાલતા હોય, એક બીજી જ્ઞાતિ સાથે વહેવાર બંધ હોય. આવી સ્થિતિમાં ધાર્મિક પ્રસંગની પત્રિકા આવે તો વડીલો સ્વીકારતા નથી. તો આના માટે શું કરવું જોઇએ ? વડીલોને કયો દોષ લાગે ? સમાધાન ગામ-ગામના ઝઘડા ચાલતા હોય એનો અર્થ એ થયો કે એ ગામમાં રહેનારા શ્રાવકોને ધર્મનું ફળ મળ્યું નથી. જ્ઞાનીઓ સ્પષ્ટ ફરમાવે છે કે રાગ-દ્વેષ વગેરે દોષોની હાનિ થાય=ઘટે એ ધર્મનું તત્કાળ (આ ભવમાં જ) મળતું ફળ છે. જ્યાં રાગ-દ્વેષ વગેરેની હાનિ થાય ત્યાં ઝઘડા ન થાય, કિંતુ શાંતિ હોય. આજે એક તરફ દેખાવનો ધર્મ વધતો જાય છે તો બીજી તરફ એનું ફળ (રાગાદિ દોષોની હાનિ) મળતું નથી. એથી જ ધર્મી ગણાતાઓ પણ ઝઘડે છે. આવી સ્થિતિમાં જે વડીલ ધાર્મિક પત્રિકા ન સ્વીકારે તે સાધર્મિકની આશાતના કરે છે. સાધર્મિકની આશાતના એટલે ધર્મની આશાતના. ધર્મની આશાતના એટલે ધર્મ બતાવનારા અરિહંત દેવની આશાતના. આમ ધાર્મિક પત્રિકાનો અસ્વીકાર એ પરંપરાએ તીર્થંકરની આશાતના જેવું પાપ કરાવનારો બને છે તથા પરસ્પર દ્વેષની કે વૈરની વૃદ્ધિ પણ થાય. ધાર્મિક પત્રિકા ન સ્વીકારનાર વડીલને, આ પ્રમાણે સમજાવવું જોઇએ. આમ છતાં ન સમજે તો પછી ‘જેવું તેમનું ભાગ્ય’ એમ વિચારીને મધ્યસ્થભાવ ધારણ કરવો જોઇએ. શંકા- ૧૧૪૯. પંખો-લાઇટ ચાલુ કરવાથી છઠ્ઠનું અને બંધ કરવાથી અક્રમનું પાપ લાગે એવું ઘણી વખત વ્યાખ્યાનમાં સાંભળ્યું Jain Educationa International For Personal and Private Use Only Page #333 -------------------------------------------------------------------------- ________________ ૫૩૬ શંકા-સમાધાન છે, તો તે કેવી રીતે ઘટે ? તેમ જ કોઈ વ્યક્તિથી સ્વીચ ચાલુ રહેલ હોય, તે બીજાના ધ્યાનમાં આવે તો બંધ કરવી જોઈએ કે નહિ ? બંધ કરવાથી પાપ લાગે ? સમાધાન– પંખો-લાઈટ ચાલુ કરવાથી છઠ્ઠનું અને બંધ કરવાથી અઠ્ઠમનું પાપ લાગે એવું મારા જાણવામાં આવ્યું નથી. આ અંગે નીચે મુજબ મારા વાંચવામાં આવ્યું છે પોતાનું કાર્ય પતી જાય એટલે અગ્નિ બુઝાવી નાખવો. અહીં પ્રશ્ન થાય કે આગ બુઝવવામાં પણ પાપ થાય. તે કેમ કરાય ? ઉત્તર આપતાં કહે છે કે વાત સાચી છે, પણ અગ્નિ દશ મોઢાવાળું શસ્ત્ર છે. તેનાથી બીજા ત્રસ જીવોનો વિનાશ થતો અટકે માટે તેમ કહ્યું. અગ્નિ સળગાવવા કરતાં તેના બુઝવવામાં ઓછો દોષ છે.” આ વાંચનના આધારે “કોઈ વ્યક્તિથી સ્વીચ ચાલુ રહેલ હોય, તે બીજાના ધ્યાનમાં આવે તો બંધ કરવી જોઈએ કે નહિ? ઇત્યાદિ પ્રશ્નનો જવાબ આવી જાય છે. શંકા- ૧૧૫૦. બીજના દિવસે સાંજે ચંદ્રદર્શન કરવા પાછળ શો હેતુ છે ? સમાધાન– ચંદ્ર દેવોનું વિમાન છે. તેમાં જિનમંદિર છે. અનેક દિવસો સુધી ચંદ્રની ગેરહાજરી પછી બીજના દિવસે પહેલીવાર ચંદ્રના દર્શન થવાના કારણે તેમાં રહેલી જિનપ્રતિમાઓને ભાવથી વંદન કરવા માટે બીજના દિવસે સાંજે ચંદ્રદર્શન કરવામાં આવે છે અથવા પરિભ્રમણ કરતો ચંદ્ર મહાવિદેહક્ષેત્રમાં જાય છે. આથી “હે ચંદ્ર ! શ્રી સીમંધરસ્વામીને મારી વંદના કહેજો” એમ બોલીને શ્રી સીમંધરસ્વામી પ્રત્યે ભક્તિ પ્રદર્શિત કરવા માટે બીજના દિવસે ચંદ્રના દર્શન કરવામાં આવે છે. આથી જ બીજની સ્તુતિમાં કહ્યું છે કે “અજુવાળી તે બીજ સોહાવે રે, ચંદા રૂપ અનુપમ ભાવે રે. ચંદા ! વિનતડી ચિત્ત ધરજો રે, શ્રી સીમંધરને વંદણા કહેજો રે.” શંકા- ૧૧૫૧. પુરુષોના ચરવળાની ડાંડી ગોળ અને સ્ત્રીઓના ચરવાળાની ડાંડી ચોરસ આ ભેદનું શું કારણ ? Jain Educationa International For Personal and Private Use Only Page #334 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન પ૩૭ સમાધાન– આ ભેદમાં બે કારણ છે. એક કારણ માત્ર ગીતાર્થને જણાવવા યોગ્ય છે. બીજું કારણ યુનિફોર્મ છે. જેમ પોલીસ અને વિદ્યાર્થી વગેરેના યુનિફોર્મ અલગ અલગ હોય છે, તેમ સ્ત્રી માટે અને પુરુષ માટે ચરવળાની ડાંડી અલગ અલગ રાખવાનો વ્યવહાર છે. શંકા- ૧૧૫૨. શોક દર્શાવવા માટે લોકમાં પૂર્વે કાળાં વસ્ત્રો પહેરવાનો રિવાજ હતો. હાલમાં એ રિવાજ બદલાયો છે. હવે શોક દર્શાવવા સફેદ વસ્ત્રો પહેરવાનો રિવાજ પ્રવર્તે છે. તો માંગલિક પ્રસંગે ધર્મસ્થાનોમાં કાળાં કપડાં પહેરીને પ્રવેશ કરવાનો નિષેધ કરવાની જરૂર ખરી ? સમાધાન- લોકમાં કાળો કલર અશુભ ગણાય છે. તેથી જ વ્યવહારમાં “અમુકે આવા કાળા કામો કર્યા” એમ ખોટા કામોને કાળાં કામો તરીકે ઓળખવામાં આવે છે. તેથી માંગલિક પ્રસંગે કાળાં વસ્ત્રો પહેરીને પ્રવેશ કરવાના નિષેધની આજે પણ જરૂર છે. શંકા- ૧૧૫૩. માણસોને ચારે બાજુ તકલીફો છે તે દૂર કરવી જોઈએ કે પોતાના આત્માનું જ કલ્યાણ કરવું જોઇએ ? સમાધાન પોતાના આત્માનું કલ્યાણ કરવું જોઈએ અને પોતાના આત્મકલ્યાણમાં બાધા ન આવે તે રીતે બીજાની તકલીફોને પણ દૂર કરવી જોઇએ. અહીં બાહ્ય તકલીફો અને આંતરિક તકલીફોને બરાબર સમજવી જોઈએ. રોગ, ગરીબાઈ વગેરે બાહ્ય તકલીફો છે. અજ્ઞાનતા, રાગ, દ્વેષ વગેરે આંતરિક તકલીફો છે. બાહ્ય તકલીફોનું કારણ આંતરિક તકલીફો છે. જીવ અજ્ઞાનતા, રાગ, દ્વેષ વગેરેને આધીન બનીને હિંસા આદિ પાપો કરે છે. એ પાપનો ઉદય થાય ત્યારે રોગ વગેરે તકલીફો આવે છે. આથી બીજાની તકલીફોને દૂર કરવાની ભાવનાવાળા જીવે તકલીફોનું કારણ અજ્ઞાનતા અને રાગદ્વેષ વગેરે દોષો કેમ ટળે એવો પ્રયત્ન કરવો જોઇએ. બાહ્ય તકલીફો " દૂર કરી કરીને કેટલી કરી શકાય ? આજે કોઇની એક તકલીફ દૂર કરી, તો થોડા સમય પછી બીજી તકલીફ આવીને ઊભી રહે છે. કદાચ કોઇની બધી તકલીફો દૂર કરી દેવામાં આવે તો પણ Jain Educationa International For Personal and Private Use Only Page #335 -------------------------------------------------------------------------- ________________ ૫૩૮ શંકા-સમાધાન ક્યાં સુધી ? વધારેમાં વધારે આ ભવ સુધી જ તકલીફો દૂર કરી શકાય. જ્યારે આંતરિક તકલીફો દૂર કરવાથી કાયમ માટે તકલીફો દૂર થાય. જે પોતાનું આત્માનું કલ્યાણ કરનારો બને છે તે જ બીજાની આંતરિક તકલીફો દૂર કરવા સમર્થ બને છે. પોતાનું આત્મકલ્યાણ કરવું એટલે પોતાની આંતરિક તકલીફોને દૂર કરવી. જે પોતાની આંતરિક તકલીફોને દૂર ન કરી શકે તે બીજાની આંતરિક તકલીફોને કેવી રીતે દૂર કરી શકે ? શંકા- ૧૧૫૪. પ્રભુજીનો ૨થ બળદો વડે વહન કરવા યોગ્ય છે. પાલખી માનવો વડે વહન કરવા યોગ્ય છે. આમ પશુઓ વડે અને માનવો વડે વહન કરવા યોગ્ય વાહનો જુદા જુદા છે. માનવ વડે વહન કરવા યોગ્ય પાલખી વગેરે માનવો વડે વહન કરાય તે ઉચિત છે. પશુઓ વડે વહન કરવા યોગ્ય વાહનો માનવો વડે વહન કરાય તે ઉચિત છે ? સમાધાન– આમાં ભક્તિની મુખ્યતા છે. ભક્તિ કરવા માટે શ્રાવકો રથ ખેંચે એમાં જરાય અનુચિત નથી. પ્રભુ આગળ પોતે પશુ સમાન છે એમ માનીને ઇન્દ્ર ચાર બળદોનું રૂપ ધરીને આઠ શિંગડાઓથી પ્રભુનો જન્માભિષેક કરે છે. તેથી શ્રાવકો પણ પ્રભુની આગળ અમે પશુ સમાન છીએ એમ માનીને રથને વહન કરે તેમાં હૃદયમાં રહેલી પ્રભુ પ્રત્યેની ભક્તિ પ્રગટ થાય છે. માટે શ્રાવકો રથને વહન કરે તે ઉચિત જ છે. શંકા- ૧૧૫૫. પૂર્વકાળમાં લોકો ‘મહાવીર જન્મકલ્યાણ દિન' વગેરે ધાર્મિક તહેવારોના દિવસે ધર્મસ્થાનમાં રહીને ધર્મધ્યાન કરતા. હાલના સમયમાં રજાના દિવસે નવરા પડેલા લોકો ધર્મધ્યાન કરવાને બદલે ટી.વી. જોવું, છાપા વાંચવા, રમતગમત કરવી વગેરે પાપપ્રવૃત્તિઓ કરતા જોવામાં આવે છે. તો સરકારમાં આપણા ધાર્મિક તહેવારોની રજા રખાવવાથી શો લાભ ? આમ સમાધાન– આ વિગત મોટા ભાગના લોકો માટે સાચી છે. છતાં થોડી સંખ્યામાં પણ એવા લોકો હોય છે કે રજાના દિવસે For Personal and Private Use Only Jain Educationa International Page #336 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૫૩૯ ધર્મધ્યાન રોજ ફરતાં વિશેષ કરે છે. થોડા પણ એવા લોકો હોય છે કે જેમને વિશેષ ધર્મ કરવાની ભાવના હોય છે, પણ નોકરીના કે ધંધાના કારણે વિશેષ ધર્મ કરી શકતા નથી. આવા લોકો રજાના દિવસે વિશેષ ધર્મ કરી શકે એ માટે રજા રખાવવાથી લાભ જ છે. આમે ય સર્વ સાધારણ રીતે વિચારવામાં આવે તો ધર્મસ્થાનોથી પણ બધાને લાભ થતો નથી. ધર્મસ્થાનોમાં આવનારા લોકોમાંથી બહુ જ થોડા લોકો ધર્મસ્થાનોથી સાચો લાભ મેળવી શકતા હોય છે. ઉપધાન વગેરે ધાર્મિક અનુષ્ઠાનોથી પણ બધા સાચો લાભ ઉઠાવી શકતા નથી. આમ છતાં થોડા પણ જીવો યોગ્ય હોય છે કે જેઓ ધર્મસ્થાનોથી અને અનુષ્ઠાનોથી સાચો લાભ મેળવી લેતા હોય છે. આવા લોકોની અપેક્ષાએ જ ધર્મસ્થાનોનું નિર્માણ કરાવનારા અને અનુષ્ઠાનો કરાવનારા લાભ મેળવી લેતા હોય છે. ધાર્મિક ભાવનાથી રહિત લોકો માટે તો રજા હોય કે ન હોય એમ બંને રીતે સમાન છે. કારણ કે રજા ન હોય ત્યારે અને રજા હોય ત્યારે પણ એક યા બીજી રીતે પાપ કરવાના છે. પણ ધર્મની સાચી ભાવનાવાળા લોકોને રજાથી વિશેષ ધર્મ કરવાના કારણે લાભ થાય. આમ સરકારમાં આપણા ધાર્મિક તહેવારોની રજા રખાવવાથી લાભ છે. શંકા- ૧૧૫૬. ક્રિયા અને ભાવ એ બેમાં કોનું મહત્ત્વ વધારે છે ? એવું સાંભળ્યું છે કે ભાવશૂન્ય ક્રિયાનું કોઇ મહત્ત્વ નથી. આ દૃષ્ટિએ તો ક્રિયાનું મહત્ત્વ નથી, કિંતુ ભાવનું મહત્ત્વ છે. સમાધાન– ક્રિયા અને ભાવ એ બંનેનું મહત્ત્વ છે. ભાવશૂન્ય ક્રિયાનું મહત્ત્વ નથી એ જેમ સાચું છે, તેમ ક્રિયાથી ભાવ આવે એ પણ સાચું છે. અહીં ભાવ એટલે શું ? એ સમજવાની જરૂર છે. સમ્યગ્દર્શન એ ભાવ છે. આમ તો મોક્ષના આશયથી જિનાજ્ઞાપૂર્વક ક્રિયા કરવાની ઇચ્છા એ ભાવ છે. આવો ભાવ સમ્યગ્દર્શન વિના ન આવે. આથી સમ્યગ્દર્શન એ ભાવ છે. જે જીવો સમ્યગ્દર્શન રહિત છે. તેમની ક્રિયા ભાવથી શૂન્ય છે. જે જીવો સમ્યગ્દર્શનથી રહિત છે તેમની ક્રિયા જિનાજ્ઞાપૂર્વક થાય તો Jain Educationa International For Personal and Private Use Only Page #337 -------------------------------------------------------------------------- ________________ ૫૪) શંકા-સમાધાન પણ ભાવથી રહિત છે. આમ છતાં સમ્યગ્દર્શન રહિત જીવો મારામાં ભાવ પ્રગટે એવા આશયથી ક્રિયા કરે તો સમય જતાં તેમનામાં અવશ્ય ભાવ પ્રગટે. કેટલાક જીવો તો એટલા બધા ભદ્રિક હોય છે કે જેથી આ ધર્મક્રિયા કરતાં કરતાં મારામાં ભાવ આવે એવી પણ ભાવના તેમનામાં હોતી નથી. આમ છતાં તેમના હૃદયમાં આ ક્રિયા જિને કહી છે માટે મારે કરવી જોઇએ. આ ક્રિયા જિને કહી છે, એવા ભાવથી ધર્મક્રિયા કરતાં કરતાં તેમનામાં સમ્યગ્દર્શનરૂપ ભાવ આવી જાય છે. પ્રારંભમાં ભાવરહિત ધર્મક્રિયા કરે. ભાવરહિત ધર્મક્રિયા કરતાં કરતાં પાછળથી ભાવવાળા બનીને મોક્ષમાં ગયા હોય તેવા અનંત સિદ્ધો મોક્ષમાં વિદ્યમાન છે. શાસ્ત્રમાં ધર્મક્રિયાને વ્યવહાર શબ્દથી સંબોધવામાં આવે છે. સમ્યગ્દર્શનાદિ ભાવને નિશ્ચય શબ્દથી સંબોધવામાં આવે છે. આ બંને મોક્ષનું કારણ છે. મોક્ષપ્રાપ્તિ માટે આ બંને જરૂરી છે. જે જીવો નિશ્ચયથી રહિત છે તે ભવ્ય જીવો વ્યવહારનું પાલન કરતાં કરતાં નિશ્ચયને પામે છે. એટલે કે તેમનામાં નિશ્ચય અને વ્યવહાર એ બેનો સુમેળ થાય છે. આ બેનો સુમેળ થતાં આત્મા મોક્ષગતિને પામે છે. આ વિષે મહોપાધ્યાય શ્રી યશોવિજય મહારાજે કહ્યું છે કેનિશ્ચયદૃષ્ટિ હૃદય ધરીજી, પાળે જે વ્યવહાર પુણ્યવંત તે પામશેજી, ભવસમુદ્રનો પાર. શંકા- ૧૧૫૭. શ્રીમદ્ રાજચંદ્રને મનાય ? તેમના પુસ્તકો વંચાય? જૈનધર્મમાં બધા ધર્મોનો અભ્યાસ કરવાનું કહ્યું છે. સમાધાન– રાજચંદ્રને ન મનાય. કારણ કે ભગવાને ચતુર્વિધ સંઘની સ્થાપના કરી છે. રાજચંદ્રના મતમાં પંથમાં ચતુર્વિધ સંઘ નથી. સાધુ-સાધ્વી નથી. સંયમ વિના મોક્ષ નથી. તેમના પંથમાં સાધુ-સાધ્વી નથી એનો અર્થ એ થયો કે સંયમ નથી. એમના પંથમાં માત્ર સ્વાધ્યાયનું મહત્ત્વ છે. પ્રતિક્રમણ વગેરે ક્રિયાઓનું મહત્ત્વ નથી. કદાચ સ્વાધ્યાયથી જ્ઞાનની પ્રાપ્તિ થાય. પણ તેટલા માત્રથી આત્માનો મોક્ષ ન થાય. જ્ઞાનીઓ કહે છે કે- જ્ઞાન-ક્રિયાપ્યાં મોક્ષ Jain Educationa International For Personal and Private Use Only Page #338 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૫૪૧ જ્ઞાન અને ક્રિયા(=સંયમની ક્રિયા) એ બે ભેગા થાય તો મોક્ષની પ્રાપ્તિ થાય. આ દષ્ટિએ પણ એમનો પંથ અપૂર્ણ છે. રાજચંદ્ર શ્રાવક-ગૃહસ્થ હતા. ગુરુ બન્યા ન હતા, અર્થાત્ દીક્ષા લઈને કોઈના શિષ્ય બન્યા ન હતા. આમ છતાં તેમના અનુયાયીઓ તેમને ગુરુ તરીકે માનીને તેમની પૂજા કરે છે. આ તદ્દન ખોટું છે. જોકે તેમનાં પુસ્તકોમાં આત્માની અને વૈરાગ્યની વાતો હોય છે. આમ છતાં તેમનાં પુસ્તકો ન વંચાય. કારણ કે એમનો પંથ પૂર્વે લખ્યું તેમ અપૂર્ણ છે. અપૂર્ણ હોવાથી જ પરમાત્માની આજ્ઞા મુજબનો નથી. જ્યાં પરમાત્માની આજ્ઞા ન હોય, ત્યાં સાચો ધર્મ કેવી રીતે હોય ? એમના પુસ્તકોમાં જેમ આત્માની અને વૈરાગ્યની વાતો હોય તેમ છે. મૂ. તપગચ્છના સાધુઓના પુસ્તકોમાં પણ તેમનાથી પણ અધિક સુંદર રીતે આત્માની અને વૈરાગ્યની વાતો હોય છે. જેમ કે પ્રશમરતિ, શાંતસુધારસ, ભવભાવના વગેરે અનેક ગ્રંથો ઉપર લખાયેલા વિવેચનોમાં અત્યંત વૈરાગ્યપોષક વર્ણન હોય છે. અધ્યાત્મકલ્પદ્રુમ પણ વૈરાગ્યવાહી ગ્રંથ છે. તદુપરાંત વર્તમાનકાલીન સાધુઓએ લખેલા ભાવના ભવનાશિની જીવન જીતવાની જડીબુટ્ટીઓ(ત્રમૈત્રી આદિ ચાર ભાવનાનું વિસ્તૃત વર્ણન) વગેરે અનેક ગ્રંથો આત્મહિત તરફ આગળ વધારે તેવા છે. બધા ધર્મોનો અભ્યાસ કરવો એવું ધર્મમાં કહ્યું છે. પણ તે કોના માટે કહ્યું છે તે સમજવાની જરૂર છે. જેણે જૈનધર્મનો સંપૂર્ણ અભ્યાસ કરી લીધો હોય અને એથી તે કોઈ પણ રીતે જૈનધર્મની શ્રદ્ધાથી ચલિત ન જ થાય, તેવાને જ બધા ધર્મનો અભ્યાસ કરવાનો કહ્યો છે. તે સિવાયનાને તો શુભગુરુ સિવાય કોઇનું પણ વ્યાખ્યાન સાંભળવાની ના કહી છે. બૌદ્ધધર્મનો અભ્યાસ કરવા ગયેલા વિદ્વાન સિદ્ધર્ષિ પણ બૌદ્ધ ધર્મથી આકર્ષાઈ ગયા હતા તો પછી બીજા સામાન્ય માનવોની શી વાત કરવી ? વળી રાજચંદ્રના પુસ્તકોમાં કેટલીય વાતો જૈન સિદ્ધાંતથી વિપરીત લખાયેલી છે. એ જો સાચી લાગી જાય તો કેટલું બધું નુકસાન થાય ? Jain Educationa International For Personal and Private Use Only Page #339 -------------------------------------------------------------------------- ________________ પ૪૨ શંકા-સમાધાન શંકા- ૧૧૫૮. પોતાના મિત્ર-સ્વજન આદિ ભૂખે મરતા હોય તો એમને માટે કમાણી કરીને એમને આપે તો બાધ ખરો ? સમાધાન- સંસારમાં રહેલા ગૃહસ્થને માટે પોતાના સ્વજનાદિનું પાલન-પોષણ કરવું એ ફરજ છે. આથી ભૂખે મરતા સ્વજનો માટે કમાણી કરીને એમને આપવામાં દોષ નથી. ઊલટું કમાણી કરીને ન આપે તો દોષ ગણાય. કારણ કે જે સ્વજનોને પણ ઉપયોગી ન બને તે બીજાને કોને ઉપયોગી બને ? જે કોઈને પણ ઉપયોગી ન બને તે માણસ ધર્મને લાયક પણ નથી. સ્વજનો ભૂખે મરતા હોય છે અને એમને કમાણી કરીને ન આપે તો તેમાં ઔચિત્યગુણ પણ નથી એ નિશ્ચિત થાય છે. આવો માણસ પોતાના દેવ-ગુરુધર્મની નિંદા કરાવનારો બને. હા, કમાણી કરવામાં તેણે અનીતિ કે કર્માદાનના ધંધા વગેરે ન કરવું જોઇએ. શંકા- ૧૧પ૯. આશય એટલે શું ? સમાધાન- સામાન્યથી આશય, પરિણામ, ભાવ, અધ્યવસાય આ બધા શબ્દો એકાર્થક છે. આમ છતાં જૈનધર્મમાં પ્રણિધાન વગેરે પાંચ માટે આશય શબ્દ વિશેષથી પ્રસિદ્ધ છે. પ્રણિધાન વગેરે પાંચ આશયો છે. આ આશયોનું ષોડશક ગ્રંથમાં ત્રીજા ષોડશકના છઠ્ઠા શ્લોકમાં વર્ણન કરવામાં આવ્યું છે. શંકા- ૧૧૬૦. એક તરફ ધર્મમાં ધનનો સદુપયોગ કરવા માટે ધન કમાવાની ના પાડી છે. બીજી તરફ દેરાસરમાં પૂજા માટે અને સાધુની વૈયાવચ્ચ માટે જરૂર હોય અને બીજો આપનાર ન હોય તો કમાઈને પણ પૂજા-વેયાવચ્ચ કરવી એવું સાંભળવા મળે છે. આ વિરોધ કેવી રીતે ટાળવો ? સમાધાન– આમાં વિરોધ છે જ નહિ. ધર્મમાં ધનવ્યય કરવા માટે ધન કમાવાની ના સાધુ માટે છે, શ્રાવક માટે નહિ. ઇમર્થ વચ્ચે વિત્તેદા એ શ્લોક સાધુને આશ્રયીને છે. શ્રાવકને અંગે પ્રતિમાશતકમાં પ૭મા શ્લોકની ટીકામાં નીચેના ભાવનું જણાવ્યું છેજે જીવો સંયમ લેવાની ભાવના હોવા છતાં સંયમ લઈ શકતા નથી Jain Educationa International For Personal and Private Use Only Page #340 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૫૪૩ અને સામાયિક-પૌષધ વગેરે નિરવઘ પ્રવૃત્તિ કરીને ધર્મમાં ઉદ્યમ કરવા પણ સમર્થ બનતા નથી, પરંતુ જિનપૂજા વગેરેથી જ ચિત્તવિશુદ્ધિ કરી શકે તેવી ભૂમિકાવાળા છે અને પોતાની પાસે સારી રીતે જિનપૂજા વગેરે થઇ શકે તેટલું ધન નથી, તેવા જીવો ધન કમાઇને પણ જિનપૂજા કે અન્ય તેવાં આત્મહિતકર કાર્યો કરે. અહીં ધન કમાવાની સાવઘ પ્રવૃત્તિ પૂજા આદિ માટે હોવાથી તે સાવઘ પ્રવૃત્તિનો વિષય ધનસંચય દ્વારા જિનભક્તિ છે. પરંતુ ભોગ વગેરે નથી. એવી ભૂમિકાવાળા શ્રાવકને જિનપૂજા આદિ માટે કરાતી સાવઘ પ્રવૃત્તિ પાપક્ષય દ્વારા ગુણપ્રાપ્તિના બીજનું સાધન બને છે. તેથી તેવી ભૂમિકાવાળા શ્રાવકની જિનપૂજા માટે ધન કમાવાની સાવઘ પ્રવૃત્તિ પણ ઇષ્ટ છે. હા, જે શ્રાવક સંયમમાં ઉત્સુક હોવા છતાં સંયમ લઇ શકતો નથી અને એથી સાવઘ પ્રવૃત્તિનો અત્યંત સંક્ષેપ કરે છે અને અપ્લાય આદિની વિરાધનાથી અત્યંત ભીરુ છે, જવું-આવવું, લેવું-મૂકવું વગેરે ક્રિયા અત્યંત યતનાપૂર્વક કરે છે, સામાયિક-પૌષધ વગેરેમાં અધિક સમય પસાર કરે છે, તેવો શ્રાવક જિનપૂજા માટે ધન કમાવાની પ્રવૃત્તિ ન કરે. તેના માટે જિનપૂજા આદિ માટે ધન કમાવાનો નિષેધ છે. ધર્માર્થ યસ્ય વિત્તેહા॰ એ શ્લોક આવા શ્રાવકને પણ લાગુ પડે. આટલા વિવેચનથી એ સ્પષ્ટ થઇ જાય છે કે અનિવાર્ય જિનપૂજા અને અનિવાર્ય સાધુવેયાવચ્ચ માટે તેવી ભૂમિકાવાળો શ્રાવક ધન કમાવાની પ્રવૃત્તિ કરે તેનો નિષેધ નથી. ધન વગરનો શ્રાવક સામાયિક લઇને જિનમંદિર જાય ઇત્યાદિ જે વિધિ બતાવ્યો છે તે સામાયિકાદિ નિરવઘ પ્રવૃત્તિથી ધર્મ કરવા માટે સમર્થ છે તેવા જીવ માટે છે, પણ સામાયિકાદિ નિરવઘ પ્રવૃત્તિથી ધર્મમાં ઉદ્યમ કરવા સમર્થ નથી, કિંતુ જિનપૂજા વગેરેથી જ ચિત્તશુદ્ધિ કરી શકે તેવી ભૂમિકાવાળા છે, તેવા જીવ માટે નથી. માટે ધન વગરનો શ્રાવક સામાયિક લઇને જિનમંદિરે જાય એવું For Personal and Private Use Only Jain Educationa International Page #341 -------------------------------------------------------------------------- ________________ ૫૪૪ શંકા-સમાધાન વિધાન અને જિનપૂજા માટે ધન કમાવાની પ્રવૃત્તિ કરે તેનો નિષેધ નથી એવું વિધાન એ બંને બરોબર છે. શંકા- ૧૧૬૧. કોઈ શ્રાવક ધર્મમાં જોડવાની ભાવનાથી સાધર્મિકને કે જૈનેતરને ધંધામાં જોડે તો તેને દોષ લાગે ? સમાધાન– આ જીવને હું ધંધામાં જોડીશ તો આ જીવ મારી પ્રેરણાથી અને તેવા નિમિત્તોથી ધર્મ પામશે એવી યોગ્યતા જે સાધર્મિકમાં કે જૈનેતરમાં દેખાતી હોય, તે સાધર્મિકને કે જૈનેતરને ધર્મ પમાડવાના આશયથી ધંધામાં જોડનારને લાભ છે. અલબત્ત, ધંધામાં જોડવાથી દોષ તો ખરો જ, પણ દોષથી લાભ વધારે છે. એક જીવ ધર્મ પામે તો તે જીવ બીજાઓને પમાડે છે અને એથી પરંપરા ચાલે એવો સંભવ છે. જે પ્રવૃત્તિમાં દોષ ઓછો અને લાભ વધારે તેવી પ્રવૃત્તિ ઈષ્ટ છે. કદાચ સામી વ્યક્તિ ધર્મ ન પામે તો પણ ધર્મ પમાડવાની ભાવનાથી ધંધામાં જોડનારને લાભ છે. શંકા- ૧૧૬૨. હાલમાં વેપારી પેઢીઓમાં જુવાન છોકરીઓને નોકરીમાં રાખવાનું ચાલ્યું છે. જૈન વેપારીઓ પણ આમાંથી મુક્ત નથી. જૈન વેપારીઓ માટે આ યોગ્ય ગણાય ખરું ? સમાધાન– જૈનેતર વેપારીઓ માટે પણ આ યોગ્ય નથી અને જૈન વેપારીઓ માટે તો વિશેષથી યોગ્ય નથી. આ આર્ય દેશ ધીમે ધીમે આચાર-વિચારથી અનાર્ય બનતો જાય છે. આ અંગે ઘણું લખવા જેવું છે પણ કલ્યાણ માસિકના આ વિભાગમાં વિવેચનરૂપે વિશેષ લખવું ઉચિત નથી, ઈત્યાદિ કારણોથી વિશેષ લખતો નથી. શંકા- ૧૧૬૩. સન્માન-સમારોહ અને બહુમાન આદિ પ્રસંગે દીક્ષાર્થી મુમુક્ષુ બહેનો દ્વારા પુરુષોની પ્રધાનતાવાળી સભામાં મંચ ઉપર આવી પુરુષોની સામે નજર રાખીને વક્તવ્ય આપવાનું ચાલ્યું છે, તે હિતાવહ છે ? સમાધાન– જરા પણ હિતાવહ નથી. આમાં સૌથી પહેલો મુદ્દો તો એ છે કે પુરુષોની પ્રધાનતાવાળી સભામાં દીક્ષાર્થી–મુમુક્ષુ બહેનો વક્તવ્ય કરે એ જ ઉચિત નથી. આમ છતાં તેના વિશેષ કારણથી Jain Educationa International For Personal and Private Use Only Page #342 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૫૪૫ આવી સભામાં વક્તવ્ય કરવાનું બને તો મુખ્યત્વે બહેનોની સામે જ દૃષ્ટિ પડે એવા સ્થળે ઊભા રહીને વક્તવ્ય કરવું જોઇએ. શંકા- ૧૧૬૪. કેટલાક ધાર્મિક પ્રસંગે પુરુષ દ્વારા સ્ત્રીને હાર પહેરાવાય છે અને સ્ત્રીના કપાળે તિલક પણ કરાય છે તે યોગ્ય છે. સમાધાન– યોગ્ય નથી. શ્રાવકે પરસ્ત્રીના સ્પર્શથી જ દૂર રહેવું જોઇએ. હનુમાનજી લંકાના દેવરમણ ઉદ્યાનમાં રહેલા સીતાજીની પાસે પહોંચ્યા. ત્યાં સીતાજી અને હનુમાનનો વાર્તાલાપ. તેમાં હનુમાનજીએ કહ્યું: ‘હે સ્વામિની ! તમે કહો તો સૈન્ય સહિત રાવણનો પરાભવ કરીને તમને મારી ખાંધ ઉપર બેસાડી હું મારા સ્વામી રામચંદ્રજીની પાસે લઇ જાઉં.’ સીતાજી બોલ્યા- ‘તમારામાં આવી શક્તિ સંભવે છે, પણ મારે પરપુરુષનો સ્પર્શ કરવો જરા પણ યોગ્ય નથી.' સીતાજીના આ વચનથી સમજાય છે કે પૂર્વે આર્યનારીઓ પરપુરુષનો સ્પર્શ પણ કરતી ન હતી. શંકા- ૧૧૬૫. આપણા ધાર્મિક પ્રસંગોમાં સ્ત્રીવર્ગની પુરુષવર્ગ સાથેની છૂટછાટો નિમર્યાદ બનતી જાય છે. જૈન સંઘ માટે આવી છૂટછાટો હિતાવહ ખરી ? સમાધાન—જરા ય હિતાવહ નથી. બીજી પણ અહિતકર પ્રવૃત્તિઓ ક્યાંક ક્યાંક જોવામાં આવે છે. જેમકે- ઉપધાનમાં સ્ત્રીને મળવા માટે પુરુષો રાતે જાય. સાધુના ઉપાશ્રયમાં એકલી સ્ત્રી કે એકલા સાધ્વીજી સાધુ મહારાજને વંદનાદિ માટે જાય. પુરુષ રાતે સાધ્વીજીને મળવા સાધ્વીજીના ઉપાશ્રયમાં જાય. સ્ત્રી કે સાધ્વીજી અકાળે સાધુઓની પાસે જાય. આવી ક્ષતિઓ તરફ આંખ આડા કાન ક૨વાના કારણે શાસનની અપભ્રાજના થાય તેવું બનવાની ઘણી સંભાવના રહે છે. માટે આવી ક્ષતિઓ ન થાય, એ માટે ચતુર્વિધ સંઘે સદા સાવધ રહેવું જોઇએ. શંકા- ૧૧૬૬. પ્રશસ્ત ક્રોધાદિ કષાયના કારણે થતી પ્રવૃત્તિ પ્રશંસનીય ખરી કે નહિ ? જેમ ઇન્દ્રે લુહારને મારી નાખ્યો, એવી For Personal and Private Use Only Jain Educationa International Page #343 -------------------------------------------------------------------------- ________________ ૫૪૬ શંકા-સમાધાન ઘટના ભગવાન મહાવીરના જીવન પ્રસંગમાં આવે છે. જો આ પ્રવૃત્તિ પ્રશંસનીય હોય તો પ્રવૃત્તિની પ્રશંસાથી હિંસાની પણ અનુમોદના ન થઈ જાય ? સમાધાન– પ્રશસ્તિ ક્રોધાદિ કષાયના કારણે થતી પ્રવૃત્તિ પ્રશંસનીય જ છે. પ્રશસ્ત પ્રવૃત્તિની પ્રશંસાથી તેના દ્વારા થતી હિંસાની અનુમોદના થતી નથી. શંકા– ૧૧૬૭. પરમાત્માની ભક્તિ કરનારા રાવણ અને શ્રેણિક વગેરે દુર્ગતિમાં ગયા. તો તેમનું તે ભવનું પુણ્ય પાપાનુબંધી ગણાય કે પુણ્યાનુબંધી ગણાય ? સમાધાન- આવા ઉત્તમ જીવોના પુણ્યને પાપાનુબંધી કહી શકાય નહિ. કોઈ વિશિષ્ટ કોટિના પાપના ઉદયકાળમાં તેવા પ્રકારનું પાપ થઈ જાય અને એથી નરકાદિ દુર્ગતિમાં જનારા થાય, એમ બની શકે. શંકા– ૧૧૬૮. ચાર શરણસ્વીકાર, દુષ્કૃતગર્તા, સુકૃત અનુમોદના કરવાથી શો લાભ થાય ? સમાધાન- ચાર શરણ સ્વીકાર આદિ કરવાથી તથાભવ્યત્વનો પરિપાક થાય છે. તથાભવ્યત્વના પરિપાકથી પાપકર્મોનો નાશ થાય. પાપકર્મોનો નાશ થવાથી શુદ્ધધર્મની પ્રાપ્તિ થાય છે. શુદ્ધધર્મની પ્રાપ્તિથી સંસારનો વિચ્છેદ થાય. શંકા- ૧૧૬૯. દશ પ્રકારના પ્રાયશ્ચિત્તમાં “મિશ્ર' પછી વિવેક પ્રાયશ્ચિત્ત કહ્યું છે. તીવ્રતાની દૃષ્ટિએ ઉત્તરોત્તર ચઢતા ક્રમે દેખાય છે. વિવેકને મિશ્ર કરતાં તીવ્ર કેવી રીતે ઘટાવવું ? સમાધાન- મિશ્ર પ્રાયશ્ચિત્તમાં ગુરુને આલોચના કહીને મિચ્છા મિ દુક્કડ આપવાનું હોય છે. એથી એમાં શરીરને કોઈ તકલીફ પડતી નથી. જ્યારે વિવેક પ્રાયશ્ચિત્તમાં અશુદ્ધ આહારને પરઠવવા બહાર જવું પડે છે. તેમાં પણ શહેરોમાં ઘણા દૂર સુધી જવું પડે છે. આ દૃષ્ટિએ મિશ્ર પ્રાયશ્ચિત્તથી વિવેક પ્રાયશ્ચિત્ત તીવ્ર છે. બીજી રીતે વિચારીએ તો અશુદ્ધ આહાર-પાણીને પરઠવ્યા પછી વ્યુત્સર્ગ પ્રાયશ્ચિત્ત કરવાનું છે. એથી વિવેક પ્રાયશ્ચિત્તની સાથે વ્યુત્સર્ગ Jain Educationa International For Personal and Private Use Only Page #344 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૫૪૭ પ્રાયશ્ચિત્ત સંલગ્ન છે. આથી પણ મિશ્ર પ્રાયશ્ચિત્તથી વિવેક પ્રાયશ્ચિત્ત તીવ્ર છે એ ઘટી શકે છે. શંકા- ૧૧૭૦. દીક્ષા ન લઈ શકાતી હોય અથવા અમુક ધર્મક્રિયા ન થઈ શકતી હોય એનું દુઃખ થાય તેમાં અને આર્તધ્યાનમાં શું તફાવત ? સમાધાન– ભૌતિક ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ ન થાય કે ભૌતિક અનિષ્ટ વસ્તુ પ્રાપ્ત થાય તેમાં થતુ દુઃખ આર્તધ્યાન છે. આત્મહિત ન સાધી શકાય એવું દુઃખ પ્રશસ્ત ધ્યાન છે. દીક્ષા ન લઈ શકાતી હોય અથવા અમુક ધર્મક્રિયા ન થાય એવું દુઃખ આત્મહિત નથી સાધી શકાતું એનું દુઃખ છે. આથી તે દુઃખ આર્તધ્યાન નથી, કિંતુ પ્રશસ્ત ધ્યાન છે. અહીં જણાવેલી આર્તધ્યાનની અને પ્રશસ્ત ધ્યાનની વ્યાખ્યાથી આર્તધ્યાન અને પ્રશસ્ત ધ્યાનમાં શો ભેદ છે તે સ્પષ્ટ સમજી શકાય છે. શંકા- ૧૧૭૧. વિદેશમાં પંચકલ્યાણકની ઉજવણીના અવસરે શાલિભદ્ર અને તેમ-રાજુલ જેવા નાટકો રાખવામાં આવ્યા છે એવું જાણવામાં આવ્યું છે. તો આ યોગ્ય છે ? સમાધાન– મહાપુરુષોના નાટકો રાખવા એ જરાય યોગ્ય નથી. ધાર્મિક મહાપુરુષોનું નાટક ભજવવામાં તેમનું ગૌરવ હણાય છે. ક્યાં એ ઉદાત્ત ઉત્તમ પુરુષો અને ક્યાં નાટક ભજવનારા તુચ્છ નાટકિયા માનવો ? તેમાં પણ શ્રમણ-શ્રમણીઓના પાત્ર ભજવાયા એ તો શ્રમણ-શ્રમણીઓનું ઘોર અપમાન છે. શાસ્ત્રોમાં મહાપુરુષોના અને મહાસતીઓના જીવનનું સ્મરણ કરીને તેમના ગુણો મેળવવાનું કહ્યું છે પણ તેમના જીવન પ્રસંગોનું નાટક ભજવવાનું કહ્યું નથી. વળી આજના પડતા કાળમાં ધાર્મિક નાટકો જોઈને પણ કામઆસક્તિ વગેરે દુર્ભાવો પેદા થવાની પૂરી શક્યતા છે. જેમને મહાપુરુષોના જીવન ચરિત્રો વાંચવાની જરાય જિજ્ઞાસા નથી તેવાઓ આવા નાટકો જોઇને ધર્મભાવનાવાળા બને એવી કોઈ શક્યતા જ નથી. આવા નાટકોથી ધર્મના બહાને કુતૂહલવૃત્તિને પોષવાનું જ થાય છે. આવા નાટકો જોઇને લોકો વગર પૈસે Jain Educationa International For Personal and Private Use Only Page #345 -------------------------------------------------------------------------- ________________ ૫૪૮ શંકા-સમાધાન મનોરંજન કરી લે છે. માટે સમજુ શ્રાવક-શ્રાવિકાઓએ આવા નાટકો જોવા ન જવું જોઈએ. એટલું જ નહિ પણ પોતાની બધી શક્તિઓનો ઉપયોગ કરીને આવા નાટકો બંધ કરાવવા જોઈએ. વળી મહત્ત્વની વાત એ છે કે આજે જૈનો આવા નાટકો રાખે, આવતી કાલે તેને જોઈને જૈનેતરો પણ આવા નાટકો રાખે. જૈનેતરો આવા નાટકો રાખે ત્યારે જૈનો તેમને રોકી શકે નહિ. કારણ કે જૈનેતરો તરત કહી શકે કે તમે જો આવા નાટકો રાખો છો તો અમને અટકાવવાનો તમારો કોઈ અધિકાર નથી. પહેલાં કમાવવાના ધ્યેય વિના આવા નાટકો રખાય અને પછી કમાવવાના ધ્યેયથી આવા નાટકો રાખવાનું શરૂ થાય. આમ અનવસ્થા થાય. માટે જૈનોએ આવા નાટકો ન જ રાખવા જોઈએ. આજે ઘણા કહેવાતા જૈનો ગુરુની સલાહ લીધા વિના પોતાના મનમાં આવે તેમ ધર્મપ્રવૃત્તિ કરનારા થયા છે. એના કારણે આવા અનિષ્ટો ઉત્પન્ન થાય છે. કહેવાતા જૈનોને શાસનના નિયમોનું મર્યાદાઓનું કોઈ ભાન હોતું નથી. અધર્મના નામે અધર્મ આચરાય એના કરતાં ધર્મના નામે અધર્મ આચરાય એ અધિક ખતરનાક બને. શંકા- ૧૧૭૨. કોઈકને માનવધર્મમાં વધારે લાભ મળે, વધારે પુણ્ય બંધાય તેવું લાગે છે. તેથી જિનના દર્શન-પૂજન પણ ન કરે, તો તેમને જિનદર્શન કરવા માટે કેવી રીતે સમજાવવા ? સમાધાન– એક કંપની દરરોજ કરોડ રૂપિયાનો નફો કરતી હોય, બીજી કંપની દરરોજ પાંચ કરોડ રૂપિયાનો નફો કરતી હોય, ત્રીજી કંપની દરરોજ દશ કરોડનો નફો કરતી હોય, તો કઈ કંપનીના શેરો ખરીદનારને વધારે લાભ થાય તે સમજી શકાય તેવી વાત છે. તે જ રીતે માનવધર્મ કરતાં સાધર્મિક ભક્તિમાં વધારે લાભ છે. સાધર્મિકભક્તિ કરતાં ગુરુસેવામાં વધારે લાભ છે અને ગુરુસેવાથી પણ જિનપૂજન આદિમાં વધારે લાભ થાય છે. દાનની અપેક્ષાએ અરિહંત રત્નપાત્ર સમાન છે. સુસાધુઓ સુવર્ણપાત્ર સમાન છે. વ્રતધારી શ્રાવકો ચાંદીના પાત્ર સમાન છે સમ્યગ્દષ્ટિ શ્રાવકો Jain Educationa International For Personal and Private Use Only Page #346 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૫૪૯ તામ્રપાત્ર સમાન છે. માનવધર્મમાં જેમને આપવાનું છે તે માટીના પાત્ર સમાન છે. અરિહંત પરમાત્મા સર્વથી અધિક ઉપકારી છે. કારણ કે સર્વપ્રથમ ધર્મ અરિહંત જ બતાવે છે. તેમનાં દર્શન-પૂજનથી કૃતજ્ઞતાધર્મ વ્યક્ત થાય છે તથા તેમનાં દર્શન-પૂજનથી વિશિષ્ટ કર્મનો ક્ષય થતાં જીવ સંયમ પામીને મોક્ષમાં જાય છે. મોક્ષમાં જનાર જીવ કોઈને ય દુઃખ આપતો નથી. માનવધર્મથી થોડાક જીવોને થોડુંક સુખ આપી શકાય, પણ માનવધર્મ અનુસાર સુખ આપનાર જીવ બીજા ઘણાને દુઃખ આપતો રહે છે. જયારે મોક્ષપ્રાપ્તિથી કોઇને ય દુઃખ આપવાનું ન રહે. આથી માનવધર્મ કરવાની સાથે સાથે અરિહંતપૂજા, સાધુસેવા, સાધર્મિક ભક્તિ વગેરે પણ કરવું અત્યંત જરૂરી ગણાય. સંક્ષેપથી આટલું લખ્યું છે. બાકી વિસ્તારથી તો આનાથી પણ ઘણું વધુ સમજવા જેવું છે. શંકા- ૧૧૭૩. કામરાગ-સ્નેહરાગ-દૃષ્ટિરાગનો અર્થ સમજાવવા વિનંતી છે. સમાધાન– ઈન્દ્રિયોના શબ્દ વગેરે વિષયો ઉપર અને વિષયોનાં સાધનો વાજિંત્રો-સ્ત્રી-મિષ્ટાન્ન વગેરે ઉપરના રાગને કામરાગ, પિતા તથા પુત્ર વગેરે ઉપરના પ્રેમને સ્નેહરાગ, રાગાદિ દોષોથી યુક્ત દેવો-ગુરુઓ વગેરે ઉપરના રાગને દૃષ્ટિરાગ કહેવાય. દષ્ટિરાગ શબ્દમાં દષ્ટિ એટલે દર્શન. દર્શન એટલે ધર્મ. મિથ્યાધર્મ ઉપર, મિથ્યાધર્મ બતાવનારા દેવો ઉપર અને મિથ્યાધર્મનો ઉપદેશ આપનારા ગુરુઓ ઉપર રાગ તે દૃષ્ટિરાગ છે. આ ત્રણ રાગમાં કામરાગ અને સ્નેહરાગ સહેલાઇથી દૂર કરી શકાય છે પણ દષ્ટિ તો બહુ કષ્ટથી દૂર કરી શકાય છે, આથી જ જગતમાં જૈનધર્મ પ્રત્યે રાગવાળા થોડા હોય છે અને મિથ્યાધર્મ ઉપર રાગવાળા ઘણા હોય છે. શંકા- ૧૧૭૪. પૂર્વે જૈનોની વસતિ ઘણી હતી પણ હમણાં બહુ ઘટી ગઈ છે. તેથી જૈનોની વસતિ વધે તે માટે ઉપાયો કરવા જોઇએ. જે નવાં નવાં ધર્મતીર્થો હાઇવે વગેરે પર બનાવવામાં જે પુષ્કળ Jain Educationa International For Personal and Private Use Only Page #347 -------------------------------------------------------------------------- ________________ પપ૦ શંકા-સમાધાન ધનનો ખર્ચ થઇ રહ્યો છે તે ધન જૈનોની વસતિ વધારવામાં તથા ગરીબ જૈનોને મદદ કરવામાં વપરાય તો જૈનો વધે કે નહિ ? સમાધાન– શ્રદ્ધાસંપન્ન જૈનો વધે, એ દરેક જૈનનું કર્તવ્ય છે. દર્શનાચારના આઠ આચારોમાં છેલ્લા ચાર આચારો આ કાર્ય માટે જ જણાવ્યાં છે. ઉપબૃહણા આચારથી જેની ઉપબૃહણા કરવામાં આવે તે જૈન ધર્મમાં સ્થિર થાય અને આગળ વધે. સ્થિરીકરણ વાત્સલ્ય આચારથી જૈનો ધર્મમાં સ્થિર થાય અને આગળ વધે. પ્રભાવના આચારથી નવા નવા જૈનો વધે. કેવળ ધનના વ્યયથી જ નવા જૈનો બને એવું નથી. ચુસ્તપણે આચારના પાલનથી પણ નવા જૈનો વધે. આથી જૈનોને વધારવા માટે ચતુર્વિધ સંઘ પોતાના આચારોમાં ચુસ્ત રહે એ પણ બહુ જરૂરી છે. આજે સંઘમાં આચારોની ચુસ્તતા ઘટતી જાય છે. શાસ્ત્રોમાં એવા અનેક દૃષ્ટાંતો છે કે સાધુઓના આચારો જોઈને જૈનેતરો જૈન બની ગયા. માત્ર જૈનોની-નામધારી જૈનોની સંખ્યા વધે એનું મહત્ત્વ નથી. શ્રદ્ધાસંપન્ન અને શક્ય આચારસંપન્ન જૈનો વધે એ મહત્ત્વનું છે. એ માટે આચારપાલન અને ઉપદેશનું પ્રદાન જરૂરી છે. ધનવ્યય નવા જૈનો બનાવવા માટે એટલું ઉપયોગી નથી કે જેટલું બની ગયેલા જૈનોને સ્થિર કરવા અને આગળ વધારવા માટે ઉપયોગી છે. આથી જ દર્શનાચારમાં વાત્સલ્ય આચાર છે. સાધર્મિક વાત્સલ્યનો માત્ર જૈનોને ભોજન કરાવવું એટલો જ અર્થ નથી, કિંતુ ગરીબ સાધર્મિકોને સહાય કરવી એ પણ સાધર્મિક વાત્સલ્ય છે. આથી શક્તિસંપન્ન જૈનોએ સીદાતા સાધર્મિકોને અવશ્ય સહાય કરવી જોઇએ. શક્તિસંપન્ન જૈનો સીદાતા સાધર્મિકોને સહાય ન કરે તો તેમને અતિચાર લાગે. બિનજરૂરી ધર્મતીર્થો ઊભા કરવામાં ધનવ્યયથી થતા લાભ કરતાં સાધર્મિક વાત્સલ્યમાં (સીદાતા સાધર્મિકોને સહાય કરવામાં) થતા ધનવ્યયમાં વધારે લાભ થાય એમ લાગે છે. પણ જયાં નામનાનો-પ્રસિદ્ધિનો મોહ હોય ત્યાં આવો વિચાર ન આવે એ સહજ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #348 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૫૫૧ શંકા- ૧૧૭૫. સાધર્મિકને મદદ કરવી હોય તો સાધર્મિક કેવા હોવા જોઈએ ? સાધર્મિકના લક્ષણ ન દેખાય તો અનુકંપાદાન થયું કહેવાય ? લક્ષણરહિત સાધર્મિકને મદદ કરવાથી શો લાભ થાય? અને ન કરવાથી શો દોષ થાય ? સમાધાન– કોઈ માણસમાં જૈનત્વના વિશેષ લક્ષણો ન દેખાતા હોય તો પણ જો તે જૈનકુળમાં જન્મ્યો હોય તો સાધર્મિક ગણાય. માત્ર જૈન કુળમાં જન્મેલા સાધર્મિકને જો મદદની સાચી જરૂરિયાત હોય તો “તમે દરરોજ દેવદર્શન-પૂજન કરો અને કંદમૂળનું ભક્ષણ ન કરો એવી અમે આશા રાખીએ છીએ.” તેમ કહેવાપૂર્વક ઉદાર દિલથી તેનું સન્માન જળવાય તે રીતે મદદ કરવાથી તેનામાં જૈનત્વનાં સંસ્કારો આવવાની ઘણી સંભાવના છે. પૂર્વે ઉદાર શ્રાવકોએ ઉદારતાના કારણે ચોરોને પણ શાહુકાર બનાવી દીધા છે. જૈનશાસન કહે છે કે ભાવથી ભાવની ઉત્પત્તિ થાય. એટલે કે આનો અર્થ એ છે કે સામી વ્યક્તિ પ્રત્યે તમે શુભ કે અશુભ જેવો ભાવ રાખશો તેવો જ ભાવ સામી વ્યક્તિને તમારા પ્રત્યે થશે. આથી તમે આ આત્મા ધાર્મિક ભાવનાવાળો બને એવી ભાવનાથી દાન કરો તો તમારા પ્રત્યે સદ્ભાવવાળો બનીને ધાર્મિક વૃત્તિવાળો બની જાય એવી ઘણી શક્યતા છે. કદાચ કોઈ અતિશય અયોગ્ય હોવાથી ધાર્મિક વૃત્તિવાળો ન બને તો પણ શુભભાવના કારણે મદદ કરનારને તો લાભ જ છે. ચંડપ્રદ્યોત રાજાએ પર્યુષણના દિવસે દ્રવ્યથી ઉપવાસ કર્યો હોવા છતાં ઉદાયન રાજાએ આ મારો સાધર્મિક થયો એમ સમજીને તેને કેદમાંથી મુક્ત કર્યો અને તેનું રાજ્ય તેને પાછું આપી દીધું. એક જૈનેતર કરેલા ગુનાના દંડથી બચવા માટે તિલક વગેરે કરીને દેખાવથી શ્રાવક બન્યો અને અધિકારીએ આ બનાવટી શ્રાવક છે એમ કહ્યું, તો પણ કુમારપાળ મહારાજાએ તેનો તિલક વગેરે શ્રાવકવેશ જોઇને તેને દંડ ન કર્યો. માટે કેવળ જૈનકુળમાં જન્મ્યો હોય તો પણ તેને સદ્ભાવનાથી મદદ કરવામાં નુકસાન નથી, લાભ Jain Educationa International For Personal and Private Use Only Page #349 -------------------------------------------------------------------------- ________________ ૫૫૨ શંકા-સમાધાન જ છે. હા, એક બે વાર મદદ કર્યા પછી એમ જણાય કે આ મારી ઉદારતાનો ગેરલાભ ઉઠાવે છે, તો પછી વિચારવું, મદિરાપાન વગેરે વ્યસન હોય તો પણ વિચારવું. જૈનકુળમાં જન્મેલાને મદદ કરવી તે અનુકંપાદાન ન કહેવાય, કિંતુ સાધર્મિક ભક્તિ કહેવાય. શંકા- ૧૧૭૬. મટકા સીલ્કની કામળીનો ઉપયોગ કેટલો વાજબી ગણાય ? તમસ્કાયના જીવોની તેનાથી જયણા થઇ શકે ? સમાધાન– મટકા સીલ્કની કામળીનો ઉપયોગ જરા ય યોગ્ય નથી. તેનાથી તમસ્કાયના જીવોની જયણા-રક્ષા થઇ શકે નહિ. શાસ્ત્રોમાં પ્યોર ઊનની કામળી વાપરવાનો ઉલ્લેખ છે. તે જ પ્રમાણે ઓઘારિયું, આસન, સંથારો અને ઓધાની દશીઓ વગેરે ઊનની જ વાપરવી જોઇએ. હમણાં હમણાં સાધુ-સાધ્વીઓમાં આ અંગે ઉપેક્ષા થતી જોવામાં આવે છે. આ ઉપેક્ષા સંયમની હાનિ કરે છે. શંકા- ૧૧૭૭. જન્માક્ષરમાં કાલસર્પ યોગ હોય તો લૌકિક બ્રાહ્મણો તેની શાંતિ માટે વિધિ કરાવે છે. પરંતુ સમ્યક્ત્વનો સ્વીકાર કર્યા પછી શ્રાવકથી આ કાર્ય થાય કે નહિ ? અને ન થાય તો સંતાનની આધ્યાત્મિક ઉન્નતિમાં અવરોધ થતો હોય તો જૈનધર્મને યોગ્ય વિધિ બતાવશો. સમાધાન– જન્માક્ષરમાં રહેલા કાલસર્પયોગની શાંતિ માટે બ્રાહ્મણોએ બતાવેલી લૌકિક વિધિ કરવાથી સમ્યક્ત્વ મલિન બને છે. માટે જૈનથી તે ન કરાય. કાલસર્પયોગના કારણે સંતાનની આધ્યાત્મિક ઉન્નતિમાં અવરોધ થતો હોય તો એ અવરોધને દૂર કરવા અરિહંત પરમાત્માની ભક્તિ શ્રેષ્ઠ ઉપાય છે. શ્રદ્ધાપૂર્વક કરેલી અરિહંતભક્તિથી સર્વ પ્રકારના અનિષ્ટો દૂર થાય છે અને ઇષ્ટની પ્રાપ્તિ થાય છે. અરિહંત પરમાત્મા અચિંત્ય શક્તિસંપન્ન છે. એથી અરિહંત પરમાત્માની ભક્તિથી ચિંતવેલું તો મળે જ છે, પણ નહિ ચિંતવેલું પણ મળે છે. પણ ભક્તિ કરનારમાં આવી શ્રદ્ધા અનિવાર્ય છે. અરિહંત પ્રત્યે ભક્તને કેવી શ્રદ્ધા હોવી જોઇએ તે અંગે મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા કહે છે– For Personal and Private Use Only Jain Educationa International Page #350 -------------------------------------------------------------------------- ________________ પપ૩ શંકા-સમાધાન દેશો તો તુમ હી ભલા, બીજા તો નવિ જાચું રે વાચક જણ કહે સાઈશું, ફળશે એ મુજ સાચું રે. કાલસર્પનો યોગ પોતાના કેવા કર્મના કારણે હોય છે. અરિહંતની ભક્તિથી કર્મક્ષય થાય છે. મહાપુરુષોએ કહ્યું છે કે- મત્તરૂ નિવરી વિનંતિ પુષ્યસંવિયા સ્ના=શ્રદ્ધાપૂર્વક કરેલી અરિહંતોની ભક્તિથી અનેક ભવોમાં ઉપાર્જન કરેલાં કમો ક્ષય પામે છે. કારણ કે અરિહંતભક્તિનો આવો સ્વભાવ જ છે. જેમ સૂર્યનો અંધકારને દૂર કરવાનો સ્વભાવ છે તેમ અરિહંતભક્તિનો અશુભ કર્મોને દૂર કરવાનો સ્વભાવ છે. શંકા- ૧૧૭૮. પત્રિકાઓમાં દેવ-ગુરુ-મુમુક્ષુના ફોટા છપાય છે તે યોગ્ય છે? સમાધાન- જરાય યોગ્ય નથી. પત્રિકાઓમાં હાથી વગેરે જીવના ચિત્રો છપાય તે પણ યોગ્ય નથી. કારણ કે હાથી વગેરે જીવના ચિત્રો સ્થાપના રૂપ જીવ છે. તેથી તેના નાશમાં જીવહિંસાનું પાપ લાગે. યશોધરના જીવે માત્ર લોટનો કુકડો બનાવીને તેનો વધ કર્યો તેના કારણે તેને અનેક ભવો સુધી દુઃખો સહન કરવા પડ્યા. પત્રિકાઓમાં છાપેલા દેવ-ગુરુ આદિના ફોટાનો અવશ્ય નાશ થવાનો. એ નાશ થવામાં પત્રિકાઓમાં દેવ-ગુરુ આદિના ફોટા છપાવનાર નિમિત્ત બને છે. તેથી તેને પાપ લાગે. માટે પત્રિકાઓમાં દેવ-ગુરુ આદિના ફોટા છપાવવા ન જોઇએ. શંકા- ૧૧૭૯. અરિહંતની ભક્તિ માટે સ્થાપિત મહિલા મંડળને મળતી ભેટ રકમનો ઉપયોગ શામાં કરી શકાય ? સમાધાન– (૧) મંડળ માટે જરૂરી વાજિંત્ર વગેરે સાધનો લાવવામાં કરી શકાય. (૨) સાત ક્ષેત્રમાં અને જીવદયા-અનુકંપામાં વાપરી શકાય. (૩) તીર્થયાત્રા કરવા-કરાવવામાં વાપરી શકાય. (૪) સાધુ-સાધ્વીજીઓની વેયાવચ્ચમાં વાપરી શકાય. (૫) પાઠશાળાના બાળકોને પ્રભાવના કરવી વગેરેમાં વાપરી શકાય. (૬) ટૂંકમાં મંડળને સામૂહિક રૂપે મળેલ રકમનો ઉપયોગ મંડળના Jain Educationa International For Personal and Private Use Only Page #351 -------------------------------------------------------------------------- ________________ ૫૫૪ શંકા-સમાધાન સામૂહિક કોઇ પણ ધાર્મિક કાર્યમાં કરી શકાય પણ વ્યક્તિગત ધાર્મિક કાર્યમાં ન કરી શકાય. એટલે કે મંડળની કોઇ પણ મહિલા (કે પુરુષ) પોતાના અંગત ધાર્મિક કાર્યમાં પણ ન વાપરી શકે. આનો અર્થ એ થયો કે મહિલા મંડળને સામૂહિક રૂપે ભેટ રૂપે મળેલી રકમ મહિલાઓ અંદરોઅંદર જુદી ન લઇ શકે. એ ન ભૂલવું જોઇએ કે આ ભક્તિ મંડળ છે, પ્રોફેશનલ મંડળ નહીં. શંકા- ૧૧૮૦. સારું રૂપ ઇચ્છવા જેવું નથી, શા માટે ? સમાધાન– જેને સારું રૂપ મળ્યું હોય તે અને બીજાઓ પણ રૂપના કારણે અનેક અનર્થોને પામે છે. રૂપના કારણે જ રાણકદેવીનો પતિ રા'ખેંગાર કમોતે મર્યો. રાણકદેવીને પોતાને પણ ચિતામાં પડી બળીને મરી જવાનો પ્રસંગ આવ્યો. આ તો માત્ર નજીકના કાળમાં બનેલો એક જ પ્રસંગ છે. બાકી ભૂતકાળમાં રૂપના કારણે અનેક લડાઇઓ થઇ છે. અનેક જીવો ભયંકર યાતનાઓને પામ્યા છે. સતી સ્ત્રીઓને પણ રૂપના કારણે વિવિધ તકલીફો થઇ છે. રૂપ એ ચક્ષુ ઇન્દ્રિયનો વિષય છે. જ્ઞાનીઓએ પાંચે ઇન્દ્રિયોના વિષયોને આ ભવ અને પરભવનાં દુ:ખોનું કારણ હોવાથી ભયંકર કહ્યા છે. પણ અજ્ઞાની જીવો વિષયોને ભદ્રંકર માનીને વિષયોને મેળવવા અનેક પ્રકારનાં પાપો કરીને આ ભવમાં અને ભવાંતરમાં અસહ્ય વિવિધ દુઃખોને અનુભવે છે. શંકા- ૧૧૮૧. કેવાં કાર્યો કરવાથી સારું રૂપ, મધુર સ્વર અને તંદુરસ્તી વગેરે રીતે શરીર સારું મળે ? સમાધાન– કોઇ પણ સત્કાર્યો કરવાથી શરીર સારું મળે, આમ છતાં અહિંસાનું પાલન કરવાથી વિશેષ રીતે શરીર સારું મળે. કલિકાલસર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ યોગશાસ્ત્રમાં કહ્યું છે કે “દીર્ઘ આયુષ્ય, શ્રેષ્ઠરૂપ, આરોગ્ય, પ્રશંસા આ બધું અહિંસાનું ફળ છે. સાધુઓ સંપૂર્ણપણે અહિંસાનું પાલન કરે છે. ગૃહસ્થો સંપૂર્ણ અહિંસાનું પાલન ન કરી શકે તો પણ શ્રાવકનાં બાર વ્રતો વગેરેના સ્વીકારથી ઘણી હિંસાથી બચી શકે છે. તદુપરાંત Jain Educationa International For Personal and Private Use Only Page #352 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૫૫૫ મરતા પશુઓને બચાવવાથી, પશુઓને ઘાસચારો આપવાથી, પક્ષીઓને ચણ આપવાથી અને આર્થિક સ્થિતિએ નબળા મનુષ્યોને સહાય કરવી વગેરે સત્કાર્યો કરવાથી પરલોકમાં શરીર સારું મળે. શંકા- ૧૧૮૨. શ્રાવક કર્માદાનના ધંધાનો ત્યાગ કરે અને કર્માદાનના ધંધાથી ઉત્પન્ન થયેલી વસ્તુ પણ ન વાપરે તો તેને કર્માદાનના ધંધાનો દોષ લાગે ? સમાધાન– લાગે. કેમ કે શ્રાવકને કોઈ પણ પાપના ત્યાગનું પચ્ચકખાણ દુવિહં તિવિહેણ હોય છે, તિવિહં તિવિહેણ ન હોય. શ્રાવકને કોઈ પણ પાપના ત્યાગનું પચ્ચખાણ મન-વચન-કાયાથી ન કરવું અને ન કરાવવું એમ છ ભાંગાથી હોય. એથી અનુમોદનાનું પચ્ચખાણ થતું નથી. જ્ઞાનીઓ કહે છે કે જેટલા અંશે નિયમ નથી એટલા અંશે દોષ લાગે. માટે જ જૈનશાસનમાં નિયમનું મહત્ત્વ છે. શ્રાવક કોઈ પણ પાપના ત્યાગનો નિયમ મારે મન-વચન-કાયાથી પાપ કરવું નહિ અને કરાવવું નહિ એ રીતે લઈ શકે છે, પણ મનવચન-કાયાથી પાપ અનુમોદવું નહિ એમ નિયમ ન લઈ શકે (શ્રાવકધર્મવિધિ પ્રકરણ ગાથા ૩૯ વગેરે). એથી અનુમોદના ખુલ્લી હોવાથી શ્રાવક કર્માદાનના ધંધાનો ત્યાગ કરે અને કર્માદાનના ધંધાથી ઉત્પન્ન થયેલી વસ્તુ ન વાપરે તો પણ અનુમોદનારૂપે કર્માદાનના ધંધાનો દોષ લાગે. શ્રાવક આ વાતને બરોબર સમજે અને વિચારે તો એની સંયમ લેવાની ભાવના વધારે દઢ બને. સંયમમાં પાપનો ત્યાગ “તિવિહં તિવિહેણ” થી થાય છે. એથી સાધુ કર્માદાનથી ઉત્પન્ન થયેલી વસ્તુ વાપરે તો પણ તેને કર્માદાનનો દોષ ન લાગે. હા, સાધુ જો કર્માદાનથી ઉત્પન્ન થયેલી વસ્તુની પ્રશંસા કરે, વખાણે તો એને પણ કર્માદાનની અનુમોદનાનો દોષ લાગે. શંકા- ૧૧૮૩. ગ્રહણમાં જાપ કરવાથી વધુ ફળ મળે એ નિયમ આપણું જૈનદર્શન માન્ય રાખે છે ? સમાધાન- આવો નિયમ જૈનશાસ્ત્રમાં નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #353 -------------------------------------------------------------------------- ________________ પપ૬ શંકા-સમાધાન શંકા– ૧૧૮૪. સંઘની કોઈ મિલકત ઉપર તક્તી લગાડવાની શરતે દાતા પરિવાર તરફથી ટ્રસ્ટીઓને રૂપિયા આપવાની ઓફર (આદેશ) અપાય છે અને ટ્રસ્ટીઓ તેને પાસ કરે છે. તેના બદલે પ્રવચનમાં, જાહેરમાં બોલી બોલાવીને રજા અપાય, તો ડબલ રકમ આવી શકે એમ હોય, છતાં દાતા અને ટ્રસ્ટીઓ એક થઈને ઓફરનો સ્વીકાર કરી લે તો તેમાં દોષનો ભાગીદાર કોણ બને ? સમાધાન– આવું કરવું યોગ્ય નથી. આવી બાબત વ્યાખ્યાનમાં જાહેર થવી જોઇએ. જો એકથી વધારે દાતા હોય, તો બોલી બોલાવીને આદેશ આપવો જોઈએ. અન્યથા દાતા અને ટ્રસ્ટીઓ બંને દોષના ભાગીદાર બને. અન્ય કોઈ દાતા ન હોય, તો એકને આદેશ આપવામાં દોષ નથી. શંકા- ૧૧૮૫. કલ્પવૃક્ષ અને ચિંતામણિ રત્નાદિ ઉત્તમ વસ્તુઓ અર્થીજનોના મનોરથોને પોતાની શક્તિથી પૂર્ણ કરે છે કે દેવોની સહાયથી ? સમાધાન કલ્પવૃક્ષ આદિના અધિષ્ઠાયક દેવતાઓ અર્થિઓના મનોરથોને પૂર્ણ કરે છે, એમાં પોતાનો પ્રભાવ અને સામાનું ભાગ્ય કારણભૂત ગણી શકાય. શંકા- ૧૧૮૬. બ્રહ્મચારી પુરુષ સ્ત્રીના આસન પર તથા શીલવતી સ્ત્રીએ પુરુષના આસન પર કેટલા કાળ સુધી બેસવાનું છોડવું જોઇએ ? સમાધાન– બ્રહ્મચારી પુરુષ સ્ત્રી જે આસન ઉપર બેઠેલી હોય તે આસન ઉપર સ્ત્રીના ઉઠ્યા પછી અંતર્મુહૂર્ત(બે ઘડી) સુધી બેસવું નહિ તથા શીલવતી સ્ત્રીએ જે આસન ઉપર પુરુષ બેઠેલો હોય તે આસનનો ૩ પ્રહર સુધી ત્યાગ કરવો જોઇએ. (સંબોધ પ્રકરણ ગુરુ અધિકાર ગા.૮૦) શંકા- ૧૧૮૭. મેરુતેરસમાં મેરુ બનાવવાનું શું મહત્ત્વ છે ? આ શાસ્ત્રોક્ત વિધિ છે કે રૂઢિ પ્રમાણે ચાલ્યો આવતો વ્યવહાર Jain Educationa International For Personal and Private Use Only Page #354 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન પપ૭ છે ? મેરુતેરસ શા માટે કહેવાય છે ? તથા તે દિન અને મેરુને શું સંબંધ છે ? સમાધાન– મેરુ ત્રયોદશી તપની વિધિમાં મેરુ બનાવવાનો વિધિ છે, માટે મેરુ બનાવાય છે. પો.વ.૧૩ (ગુજરાતી પ્રમાણે) રાજસ્થાની પ્રમાણે મહા વ.૧૩ ના રોજ શ્રી ઋષભદેવ અષ્ટાપદ પર્વત ઉપર નિર્વાણ પામ્યા છે, તેને અનુલક્ષીને મેરુ તેરસ કહેવાય છે. જો કે ઋષભદેવ અષ્ટાપદ પર્વત પર નિર્વાણ પામ્યા હોવાથી મેરુ તેરસ સાથે કોઈ સંબંધ ન ગણાય. આમ છતાં એ તપની વિધિમાં મેરુ બનાવવાનું લખ્યું હોવાથી વિધિની અપેક્ષાએ લોકમાં મેરુ તેરસ કહેવાય છે. અષ્ટાપદ પર્વત ઉપર નિર્વાણ પામ્યા હોવા છતાં મેરુ બનાવવાનું વિધિમાં કેમ લખ્યું તે તો જ્ઞાની જાણે. શંકા- ૧૧૮૮. બકરી ઈદના દિવસે ઘણા સંઘોમાં બોર્ડ ઉપર લખાય છે કે આજે શક્તિ હોય તેણે આયંબિલ કરવું. જે લોકો આયંબિલ ન કરી શકે તેઓ સફેદ આહાર ન વાપરે. તો શું આ પ્રમાણે બોર્ડ ઉપર લખવું એ યોગ્ય છે ? અને ખરેખર આ પ્રમાણે સફેદ વસ્તુવાળા આહારના નિષેધનો કોઈ પાઠ મળે છે ? કૃપા કરી કલ્યાણના માધ્યમે માર્ગદર્શન આપવા વિનંતી. સમાધાન– બકરી ઈદના દિવસે ઘણા પશુઓની હિંસા થતી હોવાથી ધર્મીના હૃદયમાં ભારે દુઃખ થયા વિના ન રહે. એ દુઃખની અભિવ્યક્તિ રૂપે આયંબિલ તપ થતો હોય છે અને જેનાથી આયંબિલ ન થાય તેઓ સફેદ આહાર ન વાપરે, આવી પરંપરા વર્ષોથી ચાલી આવે છે, ગીતાર્થ-પુરુષોની પરંપરા પણ શાસ્ત્રરૂપ ગણાય. એટલે તમે લખ્યું તે મુજબ બોર્ડ ઉપર લખવામાં વાંધો જણાતો નથી. ઉલ્યું વધારે સારું ગણાય, જેથી જે લોકોને ખબર ન હોય તેને પણ ખબર પડે અને યથાશક્તિ ત્યાગ-તપ કરે. પશુનો વધ કર્યા પછી તેની ચામડી ઉતાર્યા પછી એનું માંસ સફેદ દેખાતું હોવાથી સફેદ વસ્તુનો ત્યાગ કરવામાં આવે છે તેવું જાણવામાં આવ્યું છે. Jain Educationa International For Personal and Private Use Only Page #355 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન શંકા- ૧૧૮૯. લગ્ન વગેરે પ્રસંગોમાં જમવાની ડીશમાં પેપર નેપકીનનો ઉપયોગ કરવામાં આવે છે, તે યોગ્ય છે ? તેનાથી જ્ઞાનની આશાતના થાય ખરી ? સમાધાન આ યોગ્ય નથી અને એથી જ્ઞાનની આશાતના થાય. કારણ કે પેપર એ જ્ઞાનનું સાધન છે. અક્ષરથી અંકિત ન હોય, તોય કાગળનો આવો ઉપયોગ કરવાથી આશાતના લાગે. આજે જૈનો જિનોક્ત આચારોને સમજ્યા વિના લોકવ્યવહાર પ્રમાણે ઘણું ઘણું કરતા થયા છે, તેથી જૈનોના પ્રસંગોમાં પણ આવું બને છે. સાચો જૈન તે છે કે જે જિનાજ્ઞાને સમજીને તે મુજબ વ્યવહાર કરે. શંકા- ૧૧૯૦. શય્યાતરના વિષયમાં ધંધો બધાનો ભેગો હોય, રસોડા જુદા જુદા હોય, તો બધાનું શય્યાતર ગણાય ? સમાધાન– એક જ મકાનમાં દાતા ઘણા હોય, તો પહેલા નંબરે તે બધાનું ઘર શય્યાતર તરીકે ગણવું જોઇએ, તે શક્ય ન હોય તો કોઇ પણ એકનું શય્યાતર કરે તો પણ ચાલે. શંકા- ૧૧૯૧. ક્યારેક શય્યાતરને ભાડુ અપાવવાનું થાય તો તેની સાથે ધંધામાં જે ભેગા હોય તેના દ્વારા ભાડુ અપાવીએ તો ચાલે ? સમાધાન– જે મકાનમાં સાધુ-સાધ્વીઓ રહ્યા હોય, એ મકાનના માલિકનું શય્યાતર જો ન કરી શકાય એમ હોય, તો ભેગા ધંધાવાળામાંથી પણ કોઇ એક અથવા અન્ય પણ કોઇ એ મકાનના માલિકને યોગ્ય ભાડુ આપી દે તો ચાલે. એટલે ભાડુ આપનારનું શય્યાતર થઇ શકે. શંકા— ૧૧૯૨. ‘કલ્યાણ' માં આવતા શંકા-સમાધાનને પુસ્તકાકારે પ્રગટ કરવા વારંવાર પત્રો આવતા હતા. તેમાંનો એક પત્ર... ૫૫૮ ‘કલ્યાણ'માં આવતાં શંકા-સમાધાન વિભાગનું પુસ્તક બહાર પડ્યું છે ? જો પડ્યું હોય, તો પ્રકાશક, કિંમત વગેરે જણાવવા કૃપા કરશોજી. જો બહાર ન પડ્યું હોય, તો બહાર પાડવા વિનંતી. આ પુસ્તક જિજ્ઞાસુઓ માટે પાઠ્ય પુસ્તક જેવું સાબિત થશે. આવું પુસ્તક જો બહાર પાડવાનું હોય તો હું યથાશક્તિ આર્થિક લાભ લેવાની ભાવના રાખું છું. For Personal and Private Use Only Jain Educationa International Page #356 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન પપ૯ સમાધાન– “કલ્યાણ'માં આવતા શંકા-સમાધાનના લખાણને પુસ્તકરૂપે પ્રકાશિત કરવાની અનેકની માંગણી હોવા છતાં અને એ માટે આર્થિક લાભ લેવાની ભાવના અનેક ભાવિકો દર્શાવતા હોવા છતાં તેવા સંયોગોના કારણે હજી સુધી આવું પુસ્તક પ્રકાશિત થયું નથી. તમારી આર્થિક લાભ લેવાની ભાવનાની અનુમોદના. નોંધ– હવે તમારા હાથમાં રહેલું આ શંકા-સમાધાનનું પુસ્તક પ્રકાશિત થઈ ગયું છે. વષોથી “શંકા-સમાધાન'ના માધ્યમે વાચકોની જિજ્ઞાસાને સંતોષતો કલ્યાણ'નો પ્રસ્તુત વિભાગ આ અંકે પૂર્ણવિરામ પામી રહ્યો છે. કારણ કે કાળના ધમે થોડા સમય પૂર્વે જ શંકા-સમાધાનદાતા પૂ.આ. શ્રીમદ્ વિજય રાજશેખર સૂરીશ્વરજી મહારાજાના જીવન પર પૂર્ણવિરામનો પડદો પાડ્યો. પૂજયશ્રીની કૃપાથી “કલ્યાણવર્ષો સુધી અવિરત આ વિભાગ પ્રકાશિત કરી શક્યું. “કલ્યાણ' - સંપાદકશ્રી Jain Educationa International For Personal and Private Use Only Page #357 -------------------------------------------------------------------------- ________________ ૫૬૦ સમાધાન (સંસ્મરણાંજલી વર્ષો સુધી કલ્યાણના વાચકવર્ગની જિજ્ઞાસાને સંતોષ પમાડે તેવું આપનું આ શંકા-સમાધાન વિભાગ અમે પામી શક્યા એ અમારું અહોભાગ્ય છે. આપે કરેલા આ ઉપકારને અમે ક્યારે પણ વિસરી શકશું નહીં. આવું શાસ્ત્રીય સમાધાન આપનારા પરમવિદ્વાન પરમ પૂજ્ય આચાર્યદિવ શ્રીમદ્ વિજય રાજશેખરસૂરીશ્વરજી મહારાજાના ચરણકમળોમાં સંસ્મરણાંજલી લિ. વાચકવર્ગ Jain Educationa International For Personal and Private Use Only Page #358 -------------------------------------------------------------------------- ________________ વિદ્વર્ય પરમ પૂજ્ય આ રાજશેખરસૂરીશ્વરજી મહારાજા | હીરાકી. વથી સોહામણું ની 11 (11/ચમ) , શા રાજા , ti Dict સ01ીપ્રી ) બાલાર્ક કરી શરીગટ થયા હતા Ganessard ni વિધર્થરિટિideos જીવન જીતવાની ડીબુટ્ટીઓ શ્રી વીતરાગ. સ્તૉત્રા પ્રેમ-ગુણ-ગંગામાં સ્નાન કરીએ, પૂ. આ. શ્રી રાજશેખરસૂરીશ્વરજી મ.સા. is g સT) , B. GREાહિet al. યિકા છીબુટ્ટી પાડવા માતા-પિતાની સેTL ની મા બાવાવ રાજગોધરા મલકાઈ |ી રાક છે સાચી - માયામમનકાકા કાકા માટેનું Page #359 -------------------------------------------------------------------------- ________________ Tચાર્યદેવ શ્રીમદ્ વિજય આદિએ કરેલું સાહિત્ય સર્જના સંક્રા શબ્દ રૂપાવલી (૯૭યાપીઠ કાવ્યાત્મિક વિકાસના બાણ પગથિયા સાધના સંગ્રહ પૂયાબFIીય શ્રી રાજશોબસૂરીશ્વરજી મહારાજ મલિવરી ધર્મવીખર વિજયજી પ્રમાણપોરાડોરીયાજી મહારાજ આધ્યાત્મિક પ્રગતિના પાંચ પગથિયાં વકલ્પ લાયક s[HEItadi શ્રી હેમયo@સુરિ વિરચિત શ્રી ઘીલગતો) o y and of course એક શબ્દ ઔષધ રે, એક શબ્દ રે ઘાવ આહારશુદ્ધિથી આત્મશુદ્ધિ anી લો time of an શ્રી કષ્ટપકરણી ની જીથર થી જ કથા માઈક જાયાd lી સામેબસુરીજાના મહાસા જેમાં જમરીયા મwાજ Jain Educationa International For Personal and Private Use Only tary org Page #360 -------------------------------------------------------------------------- ________________ For Personal and Private Use Only Jain Educationa International Tejas Printers AHMEDABAD M. 98253 47620