________________
પ૨૦
શંકા-સમાધાન વિભાગને ચલિત કરે છે. આથી ધરતીકંપ થાય છે. (૨) મહોરગ જાતિનો મહેશ નામનો વ્યંતરદેવ (મારામાં કેટલી બધી તાકાત છે ઇત્યાદિ) અભિમાનથી આ રત્નપ્રભા પૃથ્વીની નીચે ઉત્પાત-નિપાત કરે (=ઊંચો-નીચો થાય) ત્યારે પૃથ્વીને ચલિત કરે. આથી ધરતીકંપ થાય. (૩) સુવર્ણકુમાર જાતિના ભવનપતિદેવોનું પરસ્પર યુદ્ધ થાય ત્યારે પૃથ્વી ચલિત થાય. આથી ધરતીકંપ થાય.
ત્રણ કારણોથી લગભગ આખી પૃથ્વી ચલિત થાય. તે આ પ્રમાણે- (૧) રત્નપ્રભા પૃથ્વીની નીચે જયારે ઘનવાયુ સુબ્ધ થાય છે ત્યારે તેનાથી ઘનોદધિ કંપિત થાય છે. તેનાથી આખી પૃથ્વી ચલિત થાય છે. આથી ધરતીકંપ થાય છે. (૨) મહા ઋદ્ધિસંપન્ન યાવત્ મહાશક્તિશાળી મહેશ નામનો દેવ પોતાની ઋદ્ધિ આદિ પરાક્રમને બતાવવા પૃથ્વીને વિચલિત કરી દે ત્યારે ધરતીકંપ થાય. (૩) દેવો અને અસુરોનું યુદ્ધ થાય ત્યારે આખી પૃથ્વી ચલિત થાય છે. ૨ાથી ધરતીકંપ થાય છે.
શંકા- ૧૧૧૫. દાન આપવું એ સારી વાત છે પણ આપેલા દાનનો જો સદુપયોગ ન થાય તો પાપના ભાગીદાર આપણે બનીએ કે નહિ ?
સમાધાન– પહેલા નંબરમાં દાતાએ પોતાના હાથે જ દાન કરવું જોઇએ. હવે જો સંસ્થા વગેરેમાં દાન આપવાનું હોય, તો દાન આપતાં પહેલાં રકમનો સદુપયોગ થશે, તેવી ખાતરી કરીને પછી દાન આપવું જોઈએ. જો આવી કોઈ ખાતરી કર્યા વિના દાન આપે અને એ રકમનો દુરુપયોગ થાય, તો દાન કરનાર પણ દોષનો ભાગીદાર બને. રકમનો સદુપયોગ થશે એવી ખાતરી કરીને દાન આપ્યું હોય, પણ પાછળથી રકમનો દુરુપયોગ થાય, તો દાન કરનાર દોષનો ભાગીદાર ન બને.
શંકા– ૧૧૧૬. એંઠા ભોજનમાં ૪૮ મિનિટ પછી જ જીવોત્પત્તિ થાય છે એવું કયા ગ્રંથના આધારે મનાય છે? યુક્તિ આપવા વિનંતી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org