________________
શંકા-સમાધાન
૪૭૩ યોનિમાં અસંખ્યાતા વિકસેન્દ્રિય જીવો તેમજ અસંખ્યાતા સંમૂર્છાિમ મનુષ્યો ઉત્પન્ન થઈને નાશ પામે છે.
શંકા- ૧૦૩૮. વાસી અન્ન અને દ્વિદળમાં કયા જીવો ઉત્પન્ન થાય અને તેનો પાઠ ક્યાં છે ?
સમાધાન– વાસી અન્ન અને દ્વિદળમાં બે ઇન્દ્રિય જીવો ઉત્પન્ન થાય એવો વૃદ્ધવાદ છે, એથી વાસી અન્ન વગેરે વાપરવાથી સંયમની વિરાધના થાય, એવા ભાવનો ઉલ્લેખ બૃહત્કલ્પના પાંચમા ઉદ્દેશાની ટીકામાં જોવા મળે છે.
શંકા- ૧૦૩૯. મધ-માખણ-માંસ અને મદિરા એ ચાર મહાવિગઈ છે, તેમાં કઈ વિગઈમાં કયા જીવો ઉત્પન્ન થાય છે ?
સમાધાન– મધમાં જીવોત્પત્તિ થતી નથી પણ મધ મહાહિંસાથી ઉત્પન્ન થાય છે માટે જ યોગશાસ્ત્રમાં ત્રીજા પ્રકાશની ૩૭મી ગાથાની ટીકામાં કહ્યું છે કે “મધ ખાનાર માણસ ગણતરીના પશુઓને હણનારા ખાટકીઓ (કસાઈઓ)થી પણ વધી જાય છે. છાશમાંથી છૂટું પડ્યા બાદ તરત જ અતિ સૂક્ષ્મ (બે ઇન્દ્રિય ?) જીવોનો સમૂહ માખણમાં ઉત્પન્ન થાય છે. પ્રાણીનું મૃત્યુ થતાં જ તેના માંસની અંદર નિગોદ રૂપ અનંતા સંમૂચ્છિમ જીવો ઉત્પન્ન થાય છે એમ યોગશાસ્ત્રના ત્રીજા પ્રકાશની ૩૩મી ગાથાની ટીકામાં કહ્યું છે. જયારે ઉપદેશમાલાટીકા વગેરેમાં સંમૂચ્છિમ પંચેન્દ્રિય જીવો પણ ઉત્પન્ન થાય, એમ જણાવ્યું છે. મદિરામાં તેના રસથી ઉત્પન્ન થનારા અનેક જંતુઓ હોય છે એમ યોગશાસ્ત્ર ત્રીજા પ્રકાશની છઠ્ઠી ગાથાની ટીકામાં લખ્યું છે.
શંકા- ૧૦૪૦. પાણીમાં જીવ છે તે પાણીરૂપી પ્રવાહીમાં રહેનારા જીવ તરીકે છે કે એક શરીરમાં એક જીવરૂપે છે ? આ અંગે કોઈ શાસ્ત્રપાઠ મળે ?
સમાધાન પાણીમાં જીવ છે તે પાણીરૂપી પ્રવાહીમાં રહેનારા જીવ તરીકે નથી, કિંતુ જીવવિચાર અનુસાર અંગુલના અસંખ્યાતમાં ભાગના એક શરીરમાં એક જીવરૂપે છે. પાણી એ જીવનું શરીર છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org