________________
૫૫૨
શંકા-સમાધાન
જ છે. હા, એક બે વાર મદદ કર્યા પછી એમ જણાય કે આ મારી ઉદારતાનો ગેરલાભ ઉઠાવે છે, તો પછી વિચારવું, મદિરાપાન વગેરે વ્યસન હોય તો પણ વિચારવું. જૈનકુળમાં જન્મેલાને મદદ કરવી તે અનુકંપાદાન ન કહેવાય, કિંતુ સાધર્મિક ભક્તિ કહેવાય.
શંકા- ૧૧૭૬. મટકા સીલ્કની કામળીનો ઉપયોગ કેટલો વાજબી ગણાય ? તમસ્કાયના જીવોની તેનાથી જયણા થઇ શકે ?
સમાધાન– મટકા સીલ્કની કામળીનો ઉપયોગ જરા ય યોગ્ય નથી. તેનાથી તમસ્કાયના જીવોની જયણા-રક્ષા થઇ શકે નહિ. શાસ્ત્રોમાં પ્યોર ઊનની કામળી વાપરવાનો ઉલ્લેખ છે. તે જ પ્રમાણે ઓઘારિયું, આસન, સંથારો અને ઓધાની દશીઓ વગેરે ઊનની જ વાપરવી જોઇએ. હમણાં હમણાં સાધુ-સાધ્વીઓમાં આ અંગે ઉપેક્ષા થતી જોવામાં આવે છે. આ ઉપેક્ષા સંયમની હાનિ કરે છે.
શંકા- ૧૧૭૭. જન્માક્ષરમાં કાલસર્પ યોગ હોય તો લૌકિક બ્રાહ્મણો તેની શાંતિ માટે વિધિ કરાવે છે. પરંતુ સમ્યક્ત્વનો સ્વીકાર કર્યા પછી શ્રાવકથી આ કાર્ય થાય કે નહિ ? અને ન થાય તો સંતાનની આધ્યાત્મિક ઉન્નતિમાં અવરોધ થતો હોય તો જૈનધર્મને યોગ્ય વિધિ બતાવશો.
સમાધાન– જન્માક્ષરમાં રહેલા કાલસર્પયોગની શાંતિ માટે બ્રાહ્મણોએ બતાવેલી લૌકિક વિધિ કરવાથી સમ્યક્ત્વ મલિન બને છે. માટે જૈનથી તે ન કરાય. કાલસર્પયોગના કારણે સંતાનની આધ્યાત્મિક ઉન્નતિમાં અવરોધ થતો હોય તો એ અવરોધને દૂર કરવા અરિહંત પરમાત્માની ભક્તિ શ્રેષ્ઠ ઉપાય છે. શ્રદ્ધાપૂર્વક કરેલી અરિહંતભક્તિથી સર્વ પ્રકારના અનિષ્ટો દૂર થાય છે અને ઇષ્ટની પ્રાપ્તિ થાય છે. અરિહંત પરમાત્મા અચિંત્ય શક્તિસંપન્ન છે. એથી અરિહંત પરમાત્માની ભક્તિથી ચિંતવેલું તો મળે જ છે, પણ નહિ ચિંતવેલું પણ મળે છે. પણ ભક્તિ કરનારમાં આવી શ્રદ્ધા અનિવાર્ય છે. અરિહંત પ્રત્યે ભક્તને કેવી શ્રદ્ધા હોવી જોઇએ તે અંગે મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા કહે છે–
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org