________________
શંકા-સમાધાન
૫૫૧
શંકા- ૧૧૭૫. સાધર્મિકને મદદ કરવી હોય તો સાધર્મિક કેવા હોવા જોઈએ ? સાધર્મિકના લક્ષણ ન દેખાય તો અનુકંપાદાન થયું કહેવાય ? લક્ષણરહિત સાધર્મિકને મદદ કરવાથી શો લાભ થાય? અને ન કરવાથી શો દોષ થાય ?
સમાધાન– કોઈ માણસમાં જૈનત્વના વિશેષ લક્ષણો ન દેખાતા હોય તો પણ જો તે જૈનકુળમાં જન્મ્યો હોય તો સાધર્મિક ગણાય. માત્ર જૈન કુળમાં જન્મેલા સાધર્મિકને જો મદદની સાચી જરૂરિયાત હોય તો “તમે દરરોજ દેવદર્શન-પૂજન કરો અને કંદમૂળનું ભક્ષણ ન કરો એવી અમે આશા રાખીએ છીએ.” તેમ કહેવાપૂર્વક ઉદાર દિલથી તેનું સન્માન જળવાય તે રીતે મદદ કરવાથી તેનામાં જૈનત્વનાં સંસ્કારો આવવાની ઘણી સંભાવના છે. પૂર્વે ઉદાર શ્રાવકોએ ઉદારતાના કારણે ચોરોને પણ શાહુકાર બનાવી દીધા છે. જૈનશાસન કહે છે કે ભાવથી ભાવની ઉત્પત્તિ થાય. એટલે કે આનો અર્થ એ છે કે સામી વ્યક્તિ પ્રત્યે તમે શુભ કે અશુભ જેવો ભાવ રાખશો તેવો જ ભાવ સામી વ્યક્તિને તમારા પ્રત્યે થશે. આથી તમે આ આત્મા ધાર્મિક ભાવનાવાળો બને એવી ભાવનાથી દાન કરો તો તમારા પ્રત્યે સદ્ભાવવાળો બનીને ધાર્મિક વૃત્તિવાળો બની જાય એવી ઘણી શક્યતા છે. કદાચ કોઈ અતિશય અયોગ્ય હોવાથી ધાર્મિક વૃત્તિવાળો ન બને તો પણ શુભભાવના કારણે મદદ કરનારને તો લાભ જ છે.
ચંડપ્રદ્યોત રાજાએ પર્યુષણના દિવસે દ્રવ્યથી ઉપવાસ કર્યો હોવા છતાં ઉદાયન રાજાએ આ મારો સાધર્મિક થયો એમ સમજીને તેને કેદમાંથી મુક્ત કર્યો અને તેનું રાજ્ય તેને પાછું આપી દીધું. એક જૈનેતર કરેલા ગુનાના દંડથી બચવા માટે તિલક વગેરે કરીને દેખાવથી શ્રાવક બન્યો અને અધિકારીએ આ બનાવટી શ્રાવક છે એમ કહ્યું, તો પણ કુમારપાળ મહારાજાએ તેનો તિલક વગેરે શ્રાવકવેશ જોઇને તેને દંડ ન કર્યો. માટે કેવળ જૈનકુળમાં જન્મ્યો હોય તો પણ તેને સદ્ભાવનાથી મદદ કરવામાં નુકસાન નથી, લાભ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org