________________
શંકા-સમાધાન
પપ૭
છે ? મેરુતેરસ શા માટે કહેવાય છે ? તથા તે દિન અને મેરુને શું સંબંધ છે ?
સમાધાન– મેરુ ત્રયોદશી તપની વિધિમાં મેરુ બનાવવાનો વિધિ છે, માટે મેરુ બનાવાય છે. પો.વ.૧૩ (ગુજરાતી પ્રમાણે) રાજસ્થાની પ્રમાણે મહા વ.૧૩ ના રોજ શ્રી ઋષભદેવ અષ્ટાપદ પર્વત ઉપર નિર્વાણ પામ્યા છે, તેને અનુલક્ષીને મેરુ તેરસ કહેવાય છે. જો કે ઋષભદેવ અષ્ટાપદ પર્વત પર નિર્વાણ પામ્યા હોવાથી મેરુ તેરસ સાથે કોઈ સંબંધ ન ગણાય. આમ છતાં એ તપની વિધિમાં મેરુ બનાવવાનું લખ્યું હોવાથી વિધિની અપેક્ષાએ લોકમાં મેરુ તેરસ કહેવાય છે. અષ્ટાપદ પર્વત ઉપર નિર્વાણ પામ્યા હોવા છતાં મેરુ બનાવવાનું વિધિમાં કેમ લખ્યું તે તો જ્ઞાની જાણે.
શંકા- ૧૧૮૮. બકરી ઈદના દિવસે ઘણા સંઘોમાં બોર્ડ ઉપર લખાય છે કે આજે શક્તિ હોય તેણે આયંબિલ કરવું. જે લોકો આયંબિલ ન કરી શકે તેઓ સફેદ આહાર ન વાપરે. તો શું આ પ્રમાણે બોર્ડ ઉપર લખવું એ યોગ્ય છે ? અને ખરેખર આ પ્રમાણે સફેદ વસ્તુવાળા આહારના નિષેધનો કોઈ પાઠ મળે છે ? કૃપા કરી કલ્યાણના માધ્યમે માર્ગદર્શન આપવા વિનંતી.
સમાધાન– બકરી ઈદના દિવસે ઘણા પશુઓની હિંસા થતી હોવાથી ધર્મીના હૃદયમાં ભારે દુઃખ થયા વિના ન રહે. એ દુઃખની અભિવ્યક્તિ રૂપે આયંબિલ તપ થતો હોય છે અને જેનાથી આયંબિલ ન થાય તેઓ સફેદ આહાર ન વાપરે, આવી પરંપરા વર્ષોથી ચાલી આવે છે, ગીતાર્થ-પુરુષોની પરંપરા પણ શાસ્ત્રરૂપ ગણાય. એટલે તમે લખ્યું તે મુજબ બોર્ડ ઉપર લખવામાં વાંધો જણાતો નથી. ઉલ્યું વધારે સારું ગણાય, જેથી જે લોકોને ખબર ન હોય તેને પણ ખબર પડે અને યથાશક્તિ ત્યાગ-તપ કરે. પશુનો વધ કર્યા પછી તેની ચામડી ઉતાર્યા પછી એનું માંસ સફેદ દેખાતું હોવાથી સફેદ વસ્તુનો ત્યાગ કરવામાં આવે છે તેવું જાણવામાં આવ્યું છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org