________________
શંકા-સમાધાન
શંકા- ૧૧૮૯. લગ્ન વગેરે પ્રસંગોમાં જમવાની ડીશમાં પેપર નેપકીનનો ઉપયોગ કરવામાં આવે છે, તે યોગ્ય છે ? તેનાથી જ્ઞાનની આશાતના થાય ખરી ?
સમાધાન આ યોગ્ય નથી અને એથી જ્ઞાનની આશાતના થાય. કારણ કે પેપર એ જ્ઞાનનું સાધન છે. અક્ષરથી અંકિત ન હોય, તોય કાગળનો આવો ઉપયોગ કરવાથી આશાતના લાગે. આજે જૈનો જિનોક્ત આચારોને સમજ્યા વિના લોકવ્યવહાર પ્રમાણે ઘણું ઘણું કરતા થયા છે, તેથી જૈનોના પ્રસંગોમાં પણ આવું બને છે. સાચો જૈન તે છે કે જે જિનાજ્ઞાને સમજીને તે મુજબ વ્યવહાર કરે.
શંકા- ૧૧૯૦. શય્યાતરના વિષયમાં ધંધો બધાનો ભેગો હોય, રસોડા જુદા જુદા હોય, તો બધાનું શય્યાતર ગણાય ?
સમાધાન– એક જ મકાનમાં દાતા ઘણા હોય, તો પહેલા નંબરે તે બધાનું ઘર શય્યાતર તરીકે ગણવું જોઇએ, તે શક્ય ન હોય તો કોઇ પણ એકનું શય્યાતર કરે તો પણ ચાલે.
શંકા- ૧૧૯૧. ક્યારેક શય્યાતરને ભાડુ અપાવવાનું થાય તો તેની સાથે ધંધામાં જે ભેગા હોય તેના દ્વારા ભાડુ અપાવીએ તો ચાલે ? સમાધાન– જે મકાનમાં સાધુ-સાધ્વીઓ રહ્યા હોય, એ મકાનના માલિકનું શય્યાતર જો ન કરી શકાય એમ હોય, તો ભેગા ધંધાવાળામાંથી પણ કોઇ એક અથવા અન્ય પણ કોઇ એ મકાનના માલિકને યોગ્ય ભાડુ આપી દે તો ચાલે. એટલે ભાડુ આપનારનું શય્યાતર થઇ શકે.
શંકા— ૧૧૯૨. ‘કલ્યાણ' માં આવતા શંકા-સમાધાનને પુસ્તકાકારે પ્રગટ કરવા વારંવાર પત્રો આવતા હતા. તેમાંનો એક પત્ર...
૫૫૮
‘કલ્યાણ'માં આવતાં શંકા-સમાધાન વિભાગનું પુસ્તક બહાર પડ્યું છે ? જો પડ્યું હોય, તો પ્રકાશક, કિંમત વગેરે જણાવવા કૃપા કરશોજી. જો બહાર ન પડ્યું હોય, તો બહાર પાડવા વિનંતી. આ પુસ્તક જિજ્ઞાસુઓ માટે પાઠ્ય પુસ્તક જેવું સાબિત થશે. આવું પુસ્તક જો બહાર પાડવાનું હોય તો હું યથાશક્તિ આર્થિક લાભ લેવાની ભાવના રાખું છું.
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org