________________
શંકા-સમાધાન
૪૯૭
સમાધાન– સાત ક્ષેત્ર પૈકી શ્રાવક-શ્રાવિકા માટે થયેલ ભંડોળનો આર્થિક સ્થિતિથી નબળા શ્રાવક-શ્રાવિકા માટે ઉપયોગ કરવો જોઇએ. પાઠશાળાના સંચાલન અને પ્રભાવના માટે નવું ભંડોળ ભેગું કરવું જોઇએ.
શંકા- ૧૦૮૬. રાજેશ્વરી શા માટે નરકેશ્વરી ગણાય છે ? તે તો પોતાની ફરજ બજાવે છે. કો'કે તો રાજ કરવું જ પડે.
સમાધાન રાજા બનનારા જીવો સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ એમ બે પ્રકારના હોય છે. સમ્યગ્દષ્ટિ જીવ રાજા બને તો તે રાજ્યને ઉપાદેય ન માને કિંતુ હેય માને, કારણ કે રાજ્ય ચલાવવામાં હિંસાદિ પાપો કરવા પડતા હોય છે. રાજ્યને હેય માનનાર સમ્યગ્દષ્ટિ રાજા ક્યારે હું આ રાજ્યનો ત્યાગ કરીને ચારિત્ર ગ્રહણ કરું એવી ભાવનાવાળો હોય છે. આવા જીવને રાજા બનવાની અંતરથી ઇચ્છા હોતી નથી. આમ છતાં તેવા સંયોગોના કે તેવા કર્મના કા૨ણે રાજા બનવું પડ્યું હોય છે. આથી આવો રાજા કોઇ પણ પાપ નિષ્વસપણે(=નિષ્ઠુર બનીને) ન કરે આથી રાજા બનવા છતાં નરકમાં ન જાય.
મિથ્યાદષ્ટિ રાજા પણ મંદ મિથ્યાત્વવાળા અને તીવ્ર મિથ્યાત્વવાળા એમ બે પ્રકારના હોય છે. મંદ મિથ્યાત્વવાળો રાજા પણ નિર્બંસપણે પાપ ન કરે. આથી આવો રાજા પણ નરકમાં ન જાય. તીવ્ર મિથ્યાત્વવાળો રાજા રાજ્યને ઉપાદેય માને અને નિર્ધ્વસપણે પાપ કરે. એથી આવો રાજા રૌદ્રધ્યાન દ્વારા નરકનું આયુષ્ય બાંધીને નરકમાં જાય.
સમ્યગ્દષ્ટિ અને મંદ મિથ્યાત્વવાળા રાજાઓ બહુ જ ઓછા હોય. મોટા ભાગના રાજાઓ તીવ્ર મિથ્યાત્વવાળા હોય. આથી આવા રાજાને આશ્રયીને જે રાજેશ્વરી તે નરકેશ્વરી એમ કહેવાય છે.
રાજા બનવું પડે એથી રાજા બને અને સત્તા મેળવવાની તીવ્ર લાલસાથી રાજા બને એ બેમાં ઘણો ભેદ છે. રાજા બનવું પડે માટે રાજા બને એવા જીવો બહુ જ વિરલા હોય. મોટા ભાગના જીવો સત્તા મેળવવાની તીવ્ર લાલસાથી રાજા બને છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org