________________
૪૯૮
શંકા-સમાધાન આ વિષયને બરાબર સમજવા માટે સમ્યગ્દર્શનના અને મિથ્યાત્વના સ્વરૂપને બરાબર સમજવાની જરૂર છે. રાજ્ય ચલાવવામાં મહાઆરંભ અને મહાપરિગ્રહ કરવા પડે. મહાઆરંભ અને મહાપરિગ્રહ નરકનું કારણ છે. આથી મિથ્યાદષ્ટિ રાજા મહાઆરંભ-મહાપરિગ્રહ નિમિત્તે નરકમાં જાય એવું બને. પણ સમ્યગ્દષ્ટિ રાજા એ નિમિત્તે નરકમાં ન જાય. આનું કારણ તે જીવની વિશેષતા છે. જેમ કે, વિષ મરણનું જ કારણ હોવા છતાં જન્મથી થોડું થોડું વિષ ખાવાના અભ્યાસથી વિષ પ્રકૃતિને અનુકૂળ બનાવી દેનારને મારનારું ન થાય. આથી વિષ મરણનું કારણ નથી એમ ન કહેવાય. વિષ તો મરણનું જ કારણ કહેવાય. કોઈ જીવ વિષથી ન મરે તો તેની વિશેષતા કહેવાય. તેમ પ્રસ્તુતમાં મહાઆરંભ અને મહાપરિગ્રહ નરકનું કારણ છે. છતાં સમ્યગ્દષ્ટિ જીવ નરકમાં ન જાય તેનું કારણ તેનામાં રહેલું સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શનની હાજરીમાં નરકગતિનું આયષ્ય ન બંધાય.
શંકા– ૧૦૮૭. કેટલાક સ્થાનોમાં સમૂહમાં કે છૂટા છવાયા વંદનાર્થે આવનારા શ્રાવક-શ્રાવિકાઓ ગુરુ મહારાજને દરરોજ માંગલિક સંભળાવવાનું કહે તે યોગ્ય છે ? સાધુ-સાધ્વી આવી રીતે બધાને માંગલિક સંભળાવ્યા કરે તો તે પ્રવૃત્તિ સ્વાધ્યાયવિઘાતક બને કે નહિ?
સમાધાન- દરરોજ માંગલિક સાંભળવાનો વિધિ નથી. માટે શ્રાવક-શ્રાવિકાઓએ દરરોજ માંગલિક સંભળાવવા માટે ગુરુ મહારાજને કહેવું ન જોઇએ અને સાધુએ પણ દરરોજ માંગલિક ના સંભળાવવું જોઇએ. આ રીતે દરરોજ માંગલિક સંભળાવવાથી સમય જતાં વિધિરૂપ બની જાય. પછી કોઈ સાધુ માંગલિક સંભળાવવાની ના કહે તો શ્રાવકો અમારો આવો રિવાજ છે ઇત્યાદિ કહીને અનિચ્છાએ પણ સાધુને માંગલિક સંભળાવવાની ફરજ પાડે. એમ થાય તો સાધુ-સાધ્વીના સ્વાધ્યાયમાં વ્યાઘાત થાય. સંયમજીવનમાં સ્વાધ્યાય મુખ્ય છે. આથી દરરોજ માંગલિક સંભળાવવું યોગ્ય નથી. તદુપરાંત કોઈ કોઈ વાર તપસ્વીના પારણા પ્રસંગે કે ઉપધાનમાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org