________________
શંકા-સમાધાન
૪૯૯ નીવિ કરવાના પ્રસંગે વાપરતાં પહેલાં સાધુના મુખે માંગલિક સાંભળવાનો આગ્રહ થાય છે તે પણ જરાય યોગ્ય નથી. આવી નવી નવી પ્રવૃત્તિઓ શરૂ કરવામાં પરિણામે નુકસાન છે.
શંકા- ૧૦૮૮. ગુરુ મહારાજ પાસે વાસક્ષેપ નખાવવા માટે આવતી સ્ત્રીઓ વાસક્ષેપ સાડી ઉપર નહિ, માથા ઉપર જ પડે તે માટે માથા પરથી સાડી ખસેડીને માથું ઉઘાડું કરીને વાસક્ષેપ નખાવે તે યોગ્ય છે ? સમાધાન- જરાય યોગ્ય નથી. આમાં મર્યાદાનો ભંગ થાય.
શંકા– ૧૦૮૯. રૂપ, રસ, વર્ણ, ગંધ, સ્પર્શ આ પાંચે ઇન્દ્રિયોના વિષયોમાં જ જીવને કેમ સુખની ભ્રમણા થાય છે? આ પાંચે વિષયો વિષે વિશેષ જાણકારી આપવા વિનંતી.
સમાધાન– કમોના આઠ પ્રકાર છે. તેમાં મુખ્ય કર્મ મોહનીય કર્મ છે. મોહનીય કર્મના દર્શન( મિથ્યાત્વ)મોહનીય અને ચારિત્ર મોહનીય એવા બે ભેદ છે. તેમાં દર્શનમોહનીય કર્મના ઉદયથી જીવને પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં જ સુખની ભ્રમણા થાય છે. સત્યને જોવામાં જાણવામાં જે મુંઝવે તે દર્શનમોહનીય. આથી જ્યાં સુધી આ દર્શનમોહનીય દૂર ન થાય-મંદ પડે નહિ ત્યાં સુધી ઇન્દ્રિયોના વિષયોમાં થતી સુખની ભ્રમણા દૂર ન થાય. આથી સર્વ પ્રથમ જિનવાણી શ્રવણ આદિથી દર્શન(=મિથ્યાત્વ)મોહનીયને નબળું પાડવું જોઈએ. સર્વ જીવોના સંસારભ્રમણનું મૂળ આ દર્શન (=મિથ્યાત્વ)મોહનીય છે. જે જીવનું દર્શનમોહનીય કર્મ નબળું પડે છે તેની પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં અનાદિકાળથી રહેલી સુખની ભ્રમણા દૂર થાય છે.
ઇન્દ્રિયોના વિષયોમાં રહેલી સુખની ભ્રમણા દૂર થયા પછી તુરત જ જીવ ઇન્દ્રિયોના વિષયોને છોડી શકતો નથી. જેનું ચારિત્રમોહનીય કર્મ નબળું પડ્યું હોય તે જ જીવ ઇન્દ્રિયોના વિષયને છોડી શકે છે. આથી દર્શનમોહનીય નબળું થયા પછી ચારિત્રમોહનીયને નબળું પાડવાનો પુરુષાર્થ કરવો જોઇએ. દર્શનમોહનીય નબળું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org