________________
૫૦૦
શંકા-સમાધાન પડવાના કારણે વિષયોમાં સુખબુદ્ધિ ન હોય, એથી વિષયો દુઃખનું કારણ લાગે. છતાં ચારિત્રમોહનીયના ઉદયથી જીવ વિષયસુખો ભોગવવામાં પ્રવૃત્ત બને અને (સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય એ પહેલાં આયુષ્ય બંધાઈ ગયું હોય, અથવા આયુષ્યનો બંધ થાય ત્યારે સમ્યકત્વ ચાલ્યું ગયું હોય, તો) દુર્ગતિમાં જાય એવું બને. આ વિષયમાં શાસ્ત્રકારોએ સત્યકી વિદ્યાધરનું દૃષ્ટાંત જણાવ્યું છે. માટે દર્શનમોહનીયને નબળું બનાવ્યા પછી ચારિત્રમોહનીયને નબળું બનાવવાનો પુરુષાર્થ કરવો જોઇએ. પરમાત્મપૂજા, સાધુસેવા અને સાધર્મિકભક્તિ વગેરેથી ચારિત્રમોહનીય કર્મ નબળું પડે છે.
વિષયોનું સ્વરૂપ- મૈથુનસેવન, અનુકૂળ સ્પર્શવાળા વસ્ત્રો, મુલાયમ બુટ-ચંપલ, પંખાની હવા, સ્નાન વગેરે સ્પર્શનેન્દ્રિયના સ્પર્શરૂપ વિષયો છે. બાવીસ અભક્ષ્યમાંથી કોઇ પણ પ્રકારના અભક્ષ્યનું સેવન કરવું, મિષ્ટાન્ન અને ફરસાણ વગેરે સ્વાદિષ્ટ વસ્તુઓનું સેવન કરવું એ રસના ઇન્દ્રિયના રસરૂપ વિષયો છે. શોખ માટે અત્તર વગેરેનો ઉપયોગ કરવો, એ ઘાણ (નાક) ઇન્દ્રિયનો ગંધરૂપ વિષય છે. પરસ્ત્રી પ્રત્યે વિકારદષ્ટિથી જોવું, સિનેમા, નાટક, ટી.વી. વગેરે ચક્ષુ ઇન્દ્રિયનો રૂપસ્વરૂપ વિષય છે. મધુરગીત આદિનું શ્રવણ કરવું, ફટાકડા ફોડવા વગેરે કર્ણ( કાન) ઇન્દ્રિયનો શબ્દરૂપ વિષય છે. આ વિષયોની ભયંકરતાનું વર્ણન કરતાં જ્ઞાનીઓ કહે છે કે- હાથી સ્પર્શ ઈન્દ્રિયથી, માછલું રસના ઇન્દ્રિયથી, ભ્રમર ઘાણ ઇન્દ્રિયથી, પતંગિયું ચક્ષુ ઇન્દ્રિયથી અને હરણ કર્ણ ઇન્દ્રિયથી મરણાદિ દુર્દશાને પામે છે. આ જીવો એક એક ઇન્દ્રિયની આધીનતાથી મરણાદિ દુર્દશાને પામે છે. તો પાંચે ઇન્દ્રિયોને આધીન બનેલા મનુષ્યો કેવી દુર્દશાને પામે તે સ્પષ્ટ સમજી શકાય તેવું છે. માટે વિવેકી બનીને ઇન્દ્રિયો ઉપર વિજય મેળવવાનો પુરુષાર્થ કરવો જોઇએ.
શંકા- ૧૦૯૦. શ્રી સંઘોના વહીવટમાં વરસોથી ચાલી આવતી પરંપરાને મુખ્ય ગણવી કે શાસ્ત્રપાઠથી જાણવા મળેલ વાત મુખ્ય ગણવી?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org