________________
૩૪૬
શંકા-સમાધાન
વાતમાં ફોન કરાવનાર સાધુના સંયમના પરિણામમાં હાનિ થયા વિના ન રહે.
શંકા- ૭૮૨. લાઉડ સ્પીકરમાં બોલવામાં અને પુસ્તકો છપાવવામાં આરંભ-સમારંભ સરખો થાય કે કેમ ?
સમાધાન- સાધુઓથી લાઉડ સ્પીકરમાં બોલાય નહિ અને પુસ્તકો પણ છપાવાય નહિ તથા આરંભ-સમારંભ કેટલો થાય એના કરતાં પણ પરિણામ કેવા રહે એ મહત્ત્વની વાત છે. સાધુઓ જાતે લાઉડ સ્પીકરમાં બોલે એમાં જેટલા અશુભ પરિણામ થાય તેટલા અશુભ પરિણામ પુસ્તક છપાવવામાં ન થાય એમ સામાન્યથી કહી શકાય. કારણ કે લાઉડ સ્પીકરમાં બોલવામાં સાધુ જાતે પાપ કરે છે અને છપાવવામાં જાતે પાપ કરતો નથી. કરવું-કરાવવુંઅનુમોદવું એ ત્રણેથી સમાન ફળ મળે એ વાત સામાન્યથી છે. વિશેષથી વિચારવામાં આવે તો અમુક અમુક સંયોગોમાં જાતે પાપ કરવામાં જેટલો દોષ લાગે તેના કરતા કરાવવામાં ઓછો દોષ લાગે. જેમ કે સાધુ અંડિલ સંડાસમાં જાય અને વાડામાં જાય એ બંનેમાં પાપ હોવા છતાં પાપમાં ઘણો ભેદ પડે. સાધુ સ્પંડિલ સંડાસમાં જાય ત્યારે તેના પરિણામ ઘણા અશુભ બની જાય છે. કારણ કે જાતે જ પાપ કરે છે ત્યારે વાડામાં અંડિલ જવામાં તેટલા અશુભ પરિણામ થતા નથી. કારણ કે જાતે પાપ કરવામાં આવતું નથી.
ક્યારેક કોઈ કાર્ય બીજા પાસે કરાવવા કરતાં સાધુ જાતે કરે તેમાં ઓછો દોષ લાગે. જેમ કે ચાતુર્માસમાં વરસાદ વરસી રહ્યો હોય, ત્યારે સાધુથી ભૂખ સહન ન કરી શકાય તેમ હોય, અસમાધિ થાય તેમ હોય તો સાધુ કામળી ઓઢીને જઈ શકાય તેવા વરસાદમાં કામળી ઓઢીને ગૃહસ્થના ઘરેથી વહોરી લાવે તેમાં ઓછો દોષ અને શ્રાવકો દ્વારા મંગાવે તેમાં વધારે દોષ. કારણ કે સાધુ જે યતનાજયણા સાચવી શકે તેટલી યતના ગૃહસ્થ ન સાચવી શકે.
ક્યારેક કરવા-કરાવવા કરતાંય અનુમોદનામાં વધારે પાપ લાગે એવું ય બને. જેમ કે સાધુ જાણી જોઇને પોતાના માટે બનાવેલા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org