________________
શંકા-સમાધાન
૩૮૯
નંદિષેણ શ્રી મહાવીર પ્રભુના શાસનમાં થયેલા આગમધર મહર્ષિ જણાય છે. આમ કયા નંદિષેણ હતા એનો નિર્ણય થતો ન હોવાથી એ ક્યારે થઇ ગયા તેનો પણ નિર્ણય કરી શકાતો નથી.
શંકા− ૮૬૫. મોટી શાંતિ (બૃહત્ક્રાંતિ)ના કર્તા કોણ છે ? પક્ષી વગેરે પ્રતિક્રમણમાં મોટી શાંતિ બોલવાનો પ્રારંભ ક્યારથી થયો? સમાધાન– મોટી શાંતિની રચના વાદિવેતાલ શ્રી શાંતિસૂરિજીએ કરી છે. તેઓ વિ.સં. પ્રમાણે ૧૧મી સદીમાં થઇ ગયા. કારણ કે તેઓ વિ.સં. ૧૦૯૬માં સ્વર્ગવાસ પામ્યા તેવો ઉલ્લેખ મળે છે. આ મોટી શાંતિ ક્યારે બોલવી તે અંગે શાંતિના પાઠમાં જ જણાવ્યું છે કે “આ શાંતિપાઠ પ્રતિષ્ઠા, રથયાત્રા તથા સ્નાત્ર વગેરે ધાર્મિક મહોત્સવો પછી બોલવાનો છે.” આથી આ સૂત્રની રચના થઇ ત્યારથી જ સ્નાત્ર વગેરેના અંતે બોલવાનું શરૂ થઇ ગયું હશે એમ કહી શકાય. પક્ષી આદિ પ્રતિક્રમણના અંતે આ સૂત્ર બોલવાનું ક્યારથી શરૂ થયું તે અંગે કોઇ ઉલ્લેખ મળતો નથી. આમ છતાં શાંતિપાઠ શાંતિ-તુષ્ટિ-પુષ્ટિ કરનારું હોવાથી પક્ષી આદિ પ્રતિક્રમણના અંતે પણ સૂત્રની રચના થઇ ત્યારથી બોલવાનું શરૂ થઇ ગયું હશે એમ અનુમાન કરી શકાય.
શંકા- ૮૬૬. પાક્ષિક સૂત્રના કર્તા કોણ છે ?
સમાધાન– પાક્ષિક સૂત્ર આવશ્યક સૂત્ર છે. આવશ્યક સૂત્રોના કર્તા ગણધર ભગવંતો છે. આથી પાક્ષિક સૂત્રના કર્તા ગણધર ભગવંતો સંભવે છે.
શંકા- ૮૬૭. પાક્ષિકસૂત્ર કેવી રીતે સાંભળે ?
સમાધાન નહાસત્તિ જાગુસ્સેનાઞિ સંમતંતિ । યથાશક્તિ કાઉસ્સગ્ગ આદિ મુદ્રામાં રહેલા સાંભળે. (પ્રાચિન સામાચારીસામાચારી પ્રકરણ)
શંકા— ૮૬૮. ‘સંસારદાવા’ સ્તુતિના રચિયતા કોણ છે ? અને ક્યારે થઇ ગયા ? ઝંકારારાવ ઇત્યાદિ પાઠ બધા સાથે બોલે છે તેનું શું કારણ ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org