________________
શંકા-સમાધાન
૪૦૭
શંકા- ૯૦૮. શાસ્ત્રાર્ ત્રીયસી રુઢી: શાસ્ત્ર કરતાં પણ રૂઢિ બલવાન છે એમ વ્યાકરણશાસ્ત્રનો નિયમ છે. વ્યાકરણશાસ્ત્રની જેમ ધર્મશાસ્ત્રમાં પણ આ નિયમ છે ?
સમાધાન– ધર્મશાસ્ત્રમાં પણ આ નિયમ ઘટી શકે છે. અહીં રૂઢિ એટલે ગીતાર્થ મહાપુરુષોનું આચરણ. ગીતાર્થ મહાપુરુષોએ જે આચરણ કર્યું હોય તે શાસ્ત્રમાં ન લખ્યું હોય કે જુદી રીતે લખ્યું હોય, તો પણ માન્ય બને છે. જેમ કે શાસ્ત્રમાં સંવત્સરી પર્વ ભાદરવા સુદ પાંચમના દિવસે કરવાનું કહ્યું છે. પણ આજે ગીતાર્થ મહાપુરુષોની આચરણાથી ભાદરવા સુદ ચોથના દિવસે કરવામાં આવે છે. આ વિષે બીજા પણ ઘણાં દૃષ્ટાંતો આપી શકાય.
✩
કલ્પસૂત્ર-પર્યુષણ સંબંધી શંકા-સમાધાન
શંકા— ૯૦૯. શ્રી ભદ્રબાહુ સ્વામીએ ચૌદ પૂર્વોમાંથી કયા પૂર્વમાંથી કલ્પસૂત્રની રચના કરી છે ?
સમાધાન– શ્રી ભદ્રબાહુ સ્વામીએ ‘પ્રત્યાખ્યાન' નામના નવમા પૂર્વમાંથી ઉદ્ધાર કરીને કલ્પસૂત્રની રચના કરી છે.
શંકા— ૯૧૦. કોઇ સંઘમાં ઉપાશ્રયમાં પર્યુષણના આઠે દિવસના કલ્પસૂત્રાદિ પ્રવચનો થતા હોય, પરંતુ જન્મ વાચનનો કાર્યક્રમ ન રાખવામાં આવે અને બીજા કોઇ સ્થાને ગોઠવાય, તો તે ચાલે ?
સમાધાન અહીં સ્થાનનું મહત્ત્વ નથી. મહત્ત્વ છે શ્રાવકોના કલ્પસૂત્રના વ્યાખ્યાનશ્રવણનું. એટલે “આજે જન્મવાચન અમુક સ્થળે કરવામાં આવશે” એવી જાહેરાતપૂર્વક બીજા સ્થળે જન્મવાચન થાય, તો વાંધા જેવું નથી. જો શક્ય હોય તો સંઘમાં પર્યુષણનો કાર્યક્રમ અખંડ ઉજવાવો જોઇએ. આમ છતાં તેવા કોઇ કારણથી જન્મવાચન બીજા સ્થળે ગોઠવાય, તો તેમાં કોઇ મોટો દોષ લાગે એવું નથી.
શંકા- ૯૧૧. કલ્પસૂત્ર વગેરે આગમગ્રંથો રાત્રે પોતાના ઘરે લઇ જાય ત્યારે રાત્રે ભાવનામાં આવનારા ભાવિકો આગમની વાસક્ષેપથી જ્ઞાનપૂજા કરી શકે ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org