________________
४०८
શંકા-સમાધાન
સમાધાન- રાતે દ્રવ્યપૂજા કરવાનો નિષેધ છે. એ દષ્ટિએ રાતે આગમની વાસક્ષેપ પૂજા ન થાય. આમ છતાં વર્તમાનમાં ભાવિકો આગમની વાસક્ષેપથી જ્ઞાનપૂજા કરે તો નિષેધ કરવો યોગ્ય નથી. કારણ કે એ રીતે પણ એના હૃદયમાં જ્ઞાન પ્રત્યે બહુમાનભાવ પ્રગટે છે અને જ્ઞાનની આવક પણ થાય.
શંકા- ૯૧૨. પર્યુષણમાં ચાલ્યા આવતા રિવાજ મુજબ સપના ઉતારવાનું અને જન્મવાંચનનું કાર્ય બપોરે થાય છે. હવે રાત્રિભોજન ન થાય એ માટે સપના ઉતારવાનું અને જન્મવાંચનનું કાર્ય ક્યાંક
ક્યાંક સવારે જ થવા લાગ્યું છે. તે યોગ્ય છે ? પાંચ દિવસ નવ વિભાગથી કલ્પસૂત્ર વાંચવું એમ કલ્પસૂત્રની ટીકામાં જણાવ્યું છે. જન્મવાંચન સવારે જ રાખવાથી આઠ વિભાગે કલ્પસૂત્ર વંચાય તો તેમાં દોષની સંભાવના ખરી ?
સમાધાન- સપના બપોરે ઉતારાય એ વધારે યોગ્ય છે. કારણ કે સવારે સપના ઉતારવામાં (૧) કલ્પસૂત્રનું વાંચન બહુ ઝડપથી કરવું પડે. (૨) વ્યાખ્યાનમાં સંખ્યા ઓછી રહે. (૩) સપના ઉતારવામાં પણ સંખ્યા ઓછી થવાનો સંભવ રહે. બપોરના સપના ઉતારવામાં સંભવિત રાત્રિભોજનના દોષને બોલીઓમાં ઝડપ રાખીને ટાળી શકાય છે.
પ્રશ્નકારે “પાંચ દિવસ નવ વિભાગથી કલ્પસૂત્ર વાંચવું એમ કલ્પસૂત્રની ટીકામાં જણાવ્યું છે” એમ લખ્યું છે. આ અંગે જણાવવાનું કે નવ વિભાગોથી નહિ, કિંતુ નવ વ્યાખ્યાનોથી એમ સમજવું. ટીકાકાર મહોપાધ્યાય શ્રી વિનયવિજય મહારાજના વખતમાં કલ્પસૂત્ર નવ વ્યાખ્યાનોથી વાંચવામાં આવતું હતું. નવમું વ્યાખ્યાન ભા.સુ.૪ ના સવારે વંચાતું હતું. પણ પાછળથી બારસા સૂત્ર વાંચવાનું શરૂ થયું તેથી નવમું વ્યાખ્યાન વાંચવાનું બંધ થયું. આથી હમણાં કલ્પસૂત્ર આઠ વ્યાખ્યાનોથી વંચાય છે. જો સપના સવારે ઉતારવામાં આવે તો પણ વ્યાખ્યાન તો આઠ જ થાય છે, એમાં ફેર પડતો નથી. એટલે સપના સવારે ઉતારવામાં આવે તો
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org