________________
૪૦૬
શંકા-સમાધાન
વિપરીત જ્ઞાન અજ્ઞાન જ છે. જ્યારે મિથ્યાત્વનો ઉદય હોય છે ત્યારે વસ્તુનો યથાર્થ બોધ થતો જ નથી, વિપરીત જ બોધ થાય છે. આથી મિથ્યાદૃષ્ટિનું જ્ઞાન અજ્ઞાન છે. માતુષ મુનિ અજ્ઞાન હોવા છતાં ગુરુ પ્રત્યેના સમર્પણભાવથી સંસારસાગરને તરી ગયા. આ વાક્યમાં અજ્ઞાન શબ્દ અલ્પજ્ઞાન એવા અર્થમાં છે. જડ પદાર્થ અજ્ઞાન હોય. આ વાક્યમાં અજ્ઞાન એટલે જ્ઞાનનો અભાવ. મિથ્યાત્વ અજ્ઞાનનું કારણ હોવાથી કારણમાં કાર્યના ઉપચારથી મિથ્યાત્વને અજ્ઞાન પણ કહી શકાય.
શાસ્ત્ર સંબંધી શંકા-સમાધાન
શંકા- ૯૦૭. શાસ્ત્ર શબ્દની શાસ્ત્રીય વ્યાખ્યા શી છે ? અને તેનો ભાવાર્થ શો છે ?
સમાધાન– શાસ્ત્ર શબ્દમાં શાસ્ અને ત્ર એમ બે વિભાગ છે. તેમાં શાસ્ એટલે અનુશાસન કરવું. અનુશાસન ક૨વું એટલે યથાર્થ પ્રતિપાદન કરવું. ત્ર એટલે રક્ષણ કરવું. રાગ-દ્વેષથી ઉદ્ધત ચિત્તવાળા બનેલા જીવોને સધર્મનું યથાર્થ પ્રતિપાદન કરે અને (પ્રતિપાદન મુજબ વર્તનારા) જીવોનું રક્ષણ કરે તે શાસ્ત્ર. શાસ્ર શબ્દનો આવો શાસ્ત્રીય અર્થ છે. આવું શાસ્ત્ર સર્વજ્ઞ વચન જ છે. આ અર્થ પ્રશમરતિ ગ્રંથમાં ૧૮૬મી વગેરે ગાથાઓમાં અને જ્ઞાનસાર ગ્રંથના ૨૪મા અષ્ટકની ત્રીજી ગાથામાં જણાવ્યો છે.
શાસ્ત્ર શબ્દની શાસ્ત્રીય વ્યાખ્યાનો ભાવ એ છે કે સર્વજ્ઞ સિવાય બીજાઓએ રચેલા શાસ્ત્રો વાસ્તવિક શાસ્ત્રો નથી. એ શાસ્ત્રો જીવોને સદ્ધર્મનું યથાર્થ પ્રતિપાદન કરી શકે નહિ અને એથી જીવોનું રક્ષણ કરી શકે નહિ. આથી જ સૂયગડાંગ સૂત્ર દ્વ.શ્રુતસ્કંધના છઠ્ઠા અધ્યયનમાં કહ્યું છે કે, “જેઓ કેવળજ્ઞાન વડે લોકને જાણ્યા વિના જ ધર્મને કહે છે, અપારઘોર સંસાર સમુદ્રમાં ડૂબેલા તે પોતાને અને ૫૨ને ડૂબાડે છે.”
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org