________________
૩૧૮
શંકા-સમાધાન સાધુઓની સાથે પરિચય કરે. ગૃહસ્થના પરિચયથી સ્નેહ વગેરે દોષો થવાનો સંભવ છે. ગૃહસ્થની સાથે પરિચય થાય એટલે ગૃહસ્થો વારંવાર સાધુ પાસે આવે અને નિરર્થક વાતો વગેરેથી સમય બગાડે. આજે ભોળા શ્રાવકો જેની પાસે શ્રાવક-શ્રાવિકાઓનું આગમન વધારે થતું હોય, તે સાધુને મહાન માને છે, પ્રભાવશાળી માને છે. જેટલા અંશે ગૃહસ્થો સાધુઓની પાસે આવીને અહીં આમ થયું અને ત્યાં તેમ થયું એવી નિરર્થક વાતો કરે, તેટલા અંશે સાધુઓના સ્વાધ્યાયમાં અને સંયમમાં વ્યાઘાત થાય. આજે ઘણી જગાએ સ્ત્રીઓનું પણ સાધુના ઉપાશ્રયમાં આગમન અને સાધુઓની સાથે વધારે સમય બેસવાનું વધવા માંડ્યું છે, આનાથી સાધુઓને ઘણું નુકસાન થઈ રહ્યું છે.
તમે કલ્પના કરો કે સાધુઓની પાસે દશ-બાર વ્યક્તિઓ આવે અને દરેક વ્યક્તિ માત્ર પાંચ મિનિટ સાધુની સાથે ઇધર-ઉધરની વાતો કરે, તો કેટલો સમય જાય ? ખાસો એક કલાક થાય. સાધુઓને એક કલાક વેડફાય એ મોટું નુકસાન ગણાય. સાધુઓના એક કલાકની કિંમત એક લાખ રૂપિયાથી પણ અધિક છે.
જે સાધુઓની બુદ્ધિ-મગજશક્તિ તીવ્ર છે તેમણે તો આ વિષે બહુ જ સાવધ રહેવું જોઇએ, નહિ તો તેમની એ શક્તિ નિરર્થક વેડફાઈ જાય. કલિકાલ સર્વજ્ઞ પૂ. આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજા સાડા ત્રણ ક્રોડ બ્લોક પ્રમાણ સાહિત્યનું સર્જન કેવી રીતે કરી શક્યા ? માત્ર બુદ્ધિ-મગજશક્તિ હતી તેથી? નહિ. એમણે સમય જરા પણ ન વેડફાય તેની સાવધગિરિ રાખી એ પણ મહત્ત્વનું કારણ હતું. જો તેઓ ગમે તેની સાથે ગપ્પા મારવામાં, માત્ર વાસક્ષેપ જ નાખવામાં, ભક્તોને વાસક્ષેપ મોકલવામાં, ટપાલો લખવામાં પડી ગયા હોત, તો તીવ્ર બુદ્ધિ હોવા છતાં આટલા સાહિત્યનું સર્જન ન કરી શકત.
આ વિવરણ કરીને હું કહેવા માગું છું કે શ્રાવકોને દરરોજ વાસક્ષેપ નાખવો વગેરે પ્રવૃત્તિ સાધુઓ માટે ઉચિત જણાતી નથી. શ્રાવકની શાસ્ત્રોક્ત દિનચર્યામાં પણ દરરોજ વાસક્ષેપ નખાવવાનો
Jain Educationa International
For Personal and Private Use Only
WWW.jainelibrary.org