________________
૩૧૨
શંકા-સમાધાન શંકા– ૭૨૫. ચાર વિકથાના વર્ણન સ્વરૂપ છાપું સાધુ વાંચતા હોય ત્યારે તેમને વંદન થાય ?
સમાધાન- સાધુ છાપું વાંચતા હોય ત્યારે તેમને વંદન થાય પણ અહીં એટલું સમજવાની જરૂર છે કે છાપું દરેક સાધુથી ન વંચાય. અગીતાર્થ સાધુથી છાપું ન વંચાય. ગીતાર્થ સાધુ પણ ધર્મ માટે ઉપયોગી બને તેવી વિગત જ વાંચે. સીધી રીતે કે પરંપરાએ ધર્મમાં સ્વ-પરને ઉપયોગી હોય તેવી જ વિગતો ગીતાર્થ સાધુ વાંચે. તેમાં પણ સાધુએ સ્પેશિયલ પોતાના માટે છાપાં ન મંગાવવા જોઈએ. ગૃહસ્થો પોતાના માટે મંગાવતા હોય તે છાપાં તેમની પાસેથી મેળવી લેવાની વ્યવસ્થા ગોઠવવી જોઇએ. સાધુ સ્પેશિયલ પોતાના માટે છાપાં મંગાવે તો જ્ઞાનની ઘણી વિરાધના થાય. કારણ કે એ છાપાં રદીમાં જાય. છાપાં રદીમાં જાય એ જ્ઞાનની વિરાધના છે.
શંકા- ૭૨૬. સાંભળવા મુજબ શ્રાવિકાઓ સાધ્વીજીના ચરણ ઉપર હાથ મૂકીને ખામણા-વંદન કરે છે. આ યોગ્ય છે ?
સમાધાન- આ યોગ્ય નથી. બીમારી આદિ વિશેષ કારણ સિવાય શ્રાવિકાઓથી સાધ્વીજીના શરીરે સ્પર્શ પણ ન કરાય.
શંકા- ૦૨૭. વર્તમાનમાં જેવી રીતે નિશીથસૂત્રધારી(=સૂત્ર-અર્થ એમ ઉભયથી નિશીથ સૂત્રના જ્ઞાતા) ગીતાર્થ ગણાય, તેવી રીતે સાધ્વીજી કેટલું સૂત્ર ભણે તો ગીતાર્થ ગણાય ?
સમાધાન– વર્તમાનમાં સાધ્વીજીઓને આચારાંગ સૂત્ર સુધી ભણવાની અનુજ્ઞા છે. આથી તેટલું શ્રુત સૂત્ર અને અર્થથી બરાબર ભણે તથા જેમાં સાધુના આચારોની પ્રધાનતા છે તેવા ઓઘનિર્યુક્તિ વગેરે ગ્રંથોને બરાબર ભણે. તદુપરાંત બૃહત્કલ્પ વગેરે સૂત્રોમાં આવતા સાધુ-સાધ્વીજીઓના આચારોને ગીતાર્થ ગુરુભગવંત પાસેથી સાંભળીને તેનું અવધારણ કરે ત્યારે સાધ્વીજી ભગવંત ગીતાર્થ બની શકે.
શંકા- ૦૨૮. આજે કેટલાક શ્રાવકો ગુરુવંદન કરતી વખતે સાધુની જેમ ગુરુને સ્પર્શીને અભુઢિઓ સૂત્ર બોલતા હોય છે તે યોગ્ય છે ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org