________________
૩૬૬
શંકા-સમાધાન
બનાવ્યો હોય તો પણ વહોરનારને દોષ ન લાગે. કેમ કે તે મુનિએ શાસ્ત્રોક્ત વિધિનું પાલન કર્યું છે.
પારણાની જાહેરાત કરવાથી પારણાનો લાભ પોતાને મળે એ હેતુથી ગૃહસ્થો જે આરંભ-સમારંભ કરે, તેમાં મુનિને દોષ લાગે એ વિષયને સવારના વહેલી સવારે સાધુઓને મોટા અવાજથી બોલવાનો જે નિષેધ કર્યો છે એને વિચારવાથી પણ સમજી શકાય છે. આથી તપસ્વીના પારણાની બોલી શાસ્ત્રીય નથી.
અહીં ભાવાર્થ આ પ્રમાણે છે– સાધુએ આરંભ-સમારંભ થાય તેવો ઉપદેશ તો આપવાનો નથી, કિંતુ નિમિત્તભાવથી પણ ગૃહસ્થો આરંભ-સમારંભની પ્રવૃત્તિ ન કરે તેની કાળજી રાખવાની છે. જેમ કે, સવારે વહેલા ઊઠીને મોટા અવાજથી બોલવાનો સાધુને નિષેધ છે. કેમ કે મોટો અવાજ સાંભળીને આજુ-બાજુમાં રહેતા ગૃહસ્થો જાગી જાય અને ખેડૂત વગેરે પોતપોતાના આરંભ-સમારંભવાળા કાર્યો કરે. આમાં સાધુ નિમિત્ત બન્યા હોવાથી સાધુને દોષ લાગે. માટે ગૃહસ્થો આરંભ-સમારંભમાં ન પ્રવર્તે તેની કાળજી સાધુઓએ રાખવાની છે. પ્રસ્તુતમાં આની ઘટના આ પ્રમાણે છે- પારણાની જાહેરાત કરવાથી પારણાનો લાભ પોતાને મળે એ હેતુથી ગૃહસ્થો આરંભ-સમારંભ કરે એ સુસંભવિત છે. આ રીતે થતા આરંભસમારંભનો દોષ મુનિને લાગે.
શંકા- ૮૧૯. લગ્ન પ્રસંગે દેરાસરમાં દંપતીને ગુરુ આશીર્વાદ આપી શકે ?
સમાધાન– ગુરુ દેરાસરમાં દંપતીને આશીર્વાદ ન આપી શકે, ઉપાશ્રયમાં વાસક્ષેપ નાખી શકે અને તમારા જીવનમાં સદાચાર અને ધર્મની વૃદ્ધિ થાઓ, એવા આશીર્વાદ આપી શકે.
શંકા— ૮૨૦. યુગપ્રધાન, ગીતાર્થ અને આચાર્ય ભગવંતની પાત્રતા શી ? એ પદો કેટલા જ્ઞાનધારકને અપાય ? એ પદ ગુરુ ભગવંતો જ આપે કે સંઘ પણ આપી શકે ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org