________________
શંકા-સમાધાન
૩૬૭
સમાધાન– તે તે કાળે વિધમાન શાસ્ત્રોના રહસ્યોના જ્ઞાતા હોય તથા વિશિષ્ટપણે મૂલગુણ ઉત્તરગુણના ધારક હોય તેવા આચાર્યો તે તે કાળની અપેક્ષાએ યુગપ્રધાન કહેવાય. યુગપ્રધાનની આ વ્યાખ્યા પ્રવચન સારોદ્વાર પ્રમાણે લખી છે. દુ:ષમા સ્તોત્રમાં આ પ્રમાણે કહ્યું છે- “શ્રી સુધર્મસ્વામીથી શ્રી દુપ્પહસૂરિ સુધીના સર્વ ઉદયના ૨૦૦૪ યુગપ્રધાનોને હું વંદન કરું છું. (૧૬) શ્રી સુધર્મસ્વામીજી અને શ્રી જંબુસ્વામીજી તે જ ભવમાં મોક્ષે ગયા છે. બીજા સર્વ યુગપ્રધાનો એકાવતારી છે. અઢી યોજન એટલે કે વીસ માઇલ (૩૨ કિ.મી.)માં દુકાળ, મારી, મરકી વગેરેને હ૨ના૨ા સર્વ યુગપ્રધાનો જયવંતા વર્તે છે. (૧૭) તેઓ પ્રાવચની, ધર્મકથી, વાદી, નિમિત્તક, તપસ્વી, વિદ્યા-માંત્રિક, અંજનાદિયોગના સિદ્ધપુરુષ અને કવિ આમ આઠ રીતે પ્રભાવવંત કહ્યા છે. (તપાખરતક ભેદ બોલ ૧૩૩) આવા યુગપ્રધાન આચાર્યે સ્વયં સ્વગુણોની અપેક્ષાએ યુગપ્રધાન તરીકે પ્રસિદ્ધ બનતા હોય છે. મહાવીર પ્રભુના શાસનમાં બધા મળીને બે હજારને ચાર યુગપ્રધાન આચાર્યો થશે. ગીતાર્થના જધન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ ભેદ છે. નિશીથ સૂત્રના સૂત્ર-અર્થ ઉભયથી જ્ઞાતા જઘન્ય ગીતાર્થ છે. બૃહત્કલ્પ અને વ્યવહારસૂત્રના જ્ઞાતા વગેરે મધ્યમ ગીતાર્થ છે. નવપૂર્વ કે તેથી વધારે જ્ઞાન ધરાવનારા ઉત્કૃષ્ટ ગીતાર્થ છે. ગુરુ પોતાના શિષ્યોની યોગ્યતા જોઇને શાસ્ત્રો ભણાવીને ગીતાર્થ બનાવે છે. જેવી રીતે આચાર્યપદ વિધિથી આપવામાં આવે છે, તેમ ગીતાર્થ પદ આપવાનું હોતું નથી. ઉપર કહ્યું તેટલું શ્રુત ભણેલા સાધુ ગીતાર્થ કહેવાય છે. ધીરતા-ગંભીરતા વગેરે ગુણોથી યુક્ત હોય, ગીતાર્થ હોય, મૂલગુણ-ઉત્તરગુણસંપન્ન હોય અને ગચ્છને સંભાળવાનું સામર્થ્ય ધરાવતા હોય તેવા સાધુને આચાર્યપદ ગુરુ આપે છે. એક ગચ્છમાં એક આચાર્ય હોય અને તે જ ગચ્છાધિપતિ હોય. આજે જેમ એક ગચ્છમાં એક ગચ્છાધિપતિ અને અન્ય અનેક આચાર્યો હોય છે તેમ પૂર્વે અનેક આચાર્યો ન હતા. કિંતુ એક જ આચાર્ય
For Personal and Private Use Only
www.jainelibrary.org
Jain Educationa International