________________
શંકા-સમાધાન
૪૪૧
ન કરવા છતાં મનથી ધર્મ કરીને જીવ સદ્ગતિમાં જાય એવું બને. રથકાર મુનિને વહોરાવે છે ત્યારે હરણ માત્ર મનથી રથકારના દાનધર્મની અનુમોદના કરીને પાંચમા દેવલોકે ગયો. અહીં હરણે કાયાથી અને વચનથી દાનધર્મ કર્યો નથી, પણ અનુમોદના દ્વારા મનથી દાનધર્મ કર્યો. એ જ રીતે કાયાથી અને વચનથી પાપ ન ક૨વા છતાં કેવળ મનથી પાપ કરીને જીવ દુર્ગતિમાં જાય એ વિષયને શાસ્ત્રમાં દૃષ્ટાંતપૂર્વક બહુ જ સુંદર રીતે સમજાવવામાં આવ્યો છે.
સ્વયંભૂરમણ સમુદ્રમાં બહુ જ મોટી કાયાવાળા (અસંશી) માછલા ઉત્પન્ન થાય છે. તેમનું આયુષ્ય પૂર્વ ક્રોડવર્ષનું હોય છે. આવાં માછલાં પોતાની મોટી કાયાથી અનેક નાના જીવોનો સંહાર કરે છે. છતાં તે મરીને પહેલી જ નરકમાં ઉત્પન્ન થાય છે પણ એની જ આંખની પાંપણમાં ઉત્પન્ન થયેલાં નાનાં માછલાં માત્ર માનસિક હિંસા કરીને સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. મોટા માછલાની આંખની પાંપણમાં નાનાં (સંજ્ઞી) માછલાં ઉત્પન્ન થાય છે. તેમનું શરીર તંદુલ (ચોખાના દાણા) જેટલું હોવાથી તેમને તંદુલમત્સ્ય કહેવામાં આવે છે. તેમનું આયુષ્ય એક અંતર્મુહૂર્ત (૪૮ મિનિટથી પણ ઓછું) જેટલું હોય છે.
મોટા માછલાના મુખમાં પાણી સાથે અનેક નાનાં માછલાં પણ પેસે છે. પછી પાણી સાથે જ મુખમાંથી એ બહાર નીકળી જાય છે. આ જોઇને તંદુલમત્સ્ય વિચારે છે કે આ (મોટું માછલું) મૂર્ખ છે, જેથી મળેલા શિકારને છોડી દે છે. એના સ્થાને જો હું હોઉં તો બધા માછલાઓને ખાઇ જાઉં. મોઢામાં આવેલા એક પણ માછલાને જવા ન દઉં. તંદુલમત્સ્ય એક પણ માછલાનું ભક્ષણ કરતું નથી. છતાં આવા વિચારોથી સાતમી નરકનું આયુષ્ય બાંધે છે.
અહીં બંને મત્સ્યમાં થયેલા કર્મબંધનો તફાવત વિચારણીય છે. શરીર મોટું, આયુષ્ય લાંબુ, કાયાથી હિંસા ઘણી, છતાં અસંજ્ઞી મત્સ્ય પહેલી જ નરકમાં જાય છે. શરીર સાવ નાનું, આયુષ્ય પણ માત્ર અંતર્મુહૂર્ત જેટલું અતિ અલ્પ, કાયાથી હિંસા નહિ, વચનથી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org