________________
શંકા-સમાધાન
૫૨૩
સમાધાન– શ્રાવકની દિનચર્યામાં સવારના પહેલા જિનપૂજા કરવા જવાનું વિધાન છે. પછી ગુરુ મહારાજની પાસે આવવાનું વિધાન છે. આથી પહેલાં જિનમંદિરમાં જાય, પછી ઉપાશ્રયમાં જાય. મા-બાપને પગે લાગવામાં શ્રાવક અનુકૂળતા મુજબ કરી શકે છે. જો દહેરાસરમાં જતા પહેલા મા-બાપને પગે લાગવાની અનુકૂળતા હોય તો માબાપને પગે લાગીને દેરાસર જઈ શકે છે અથવા દેરાસરથી આવીને પણ પગે લાગી શકે છે. આ વિષે શાસ્ત્રમાં ક્રમ જણાવ્યો નથી.
શંકા- ૧૧૨૧. જો પૃથ્વી ગોળ દડા આકારની નથી તો વિમાનમાંથી જે દેખાય છે તે તથા અત્યારના વૈજ્ઞાનિક સંશોધનો જે બતાવે છે તે શું છે ?
સમાધાન- આના સમાધાન માટે ઓછામાં ઓછા આઠ-દશ પેજ લખવા પડે. તેટલા પેજ અહીં ફાળવી શકાય નહિ. માટે પ્રશ્નકાર પૃથ્વી ખરેખર ગોળ નથી” એ પુસ્તિકા વાંચી લે તે યોગ્ય છે. આ પુસ્તિકાના લેખક છે પૂ. પંન્યાસશ્રી અભયસાગરજી ગણિવર. આ પુસ્તિકા ઉપરાંત પાલિતાણા જંબૂદ્વીપની પેઢીમાંથી ભૂગોળ સંબંધી બીજું પણ ઘણું સાહિત્ય મળવાની સંભાવના છે.
શંકા- ૧૧૨૨. પર્યુષણના અષ્ટાદ્ધિક વ્યાખ્યાનમાં વાર્ષિક કર્તવ્યોના વર્ણનમાં પેથડ શાહ પ૬ ધડી સોનું બોલીમાં બોલ્યા હતા, એમ આવે છે. તો પ૬ ધડી એટલે કેટલું સોનું થાય ?
સમાધાન- પ૬ ધડી એટલે જૂના માપ પ્રમાણે ૧૩ મણ અને પાચ શેર થાય. શંકા- ૧૧૨૩. ૫૬ દિકકુમારીઓ કુમારી કેમ કહેવાય છે ?
સમાધાન– જેમ સર્વે ભવનપતિ દેવો ક્રિીડાપ્રિય હોય છે, તેથી તેઓ કુમાર કહેવાય છે. તેમ દિફકુમારીઓ પણ ભવનપતિની દેવી હોવાથી કુમારી કહેવાય છે. (એનપ્રશ્ન ઉલ્લાસ-૩) શંકા- ૧૧૨૪. બાળકનું નામકરણ ક્યારે થઈ શકે ? સમાધાન- લોક વ્યવહાર પ્રમાણે થઈ શકે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org