________________
શંકા-સમાધાન
૫૨૨
અન્યધર્મી મિથ્યાદષ્ટિ હોવાથી તેને પ્રણામ ન કરાય. આથી ઔચિત્ય ખાતર ‘જય જિનેન્દ્ર' એમ કહી શકાય. જય જિનેન્દ્ર એટલે હે જિનેન્દ્ર ! આપ જય પામો. આમાં નમસ્કાર કરવાનું ન હોવાથી અન્યધર્મીને ‘જય જિનેન્દ્ર' એમ કહી શકાય. તે પણ હાથ જોડ્યા વિના બોલવું જોઇએ.
શંકા— ૧૧૧૯. એક સાધુ પોતાનાથી દીક્ષાપર્યાયથી મોટા બીજા સાધુને સંગાથ સાથે વંદના કહેવડાવે છે અને પોતાનાથી દીક્ષાપર્યાયથી નાના બીજા સાધુને અનુવંદના કહેવડાવે છે. તે જ રીતે પત્રમાં પણ ઉપર પ્રમાણે વંદના અને અનુવંદના લખવામાં આવે છે. જેમ સાધુઓમાં આ રીતે પરસ્પર વંદના-અનુવંદનાનો વ્યવહાર થાય છે, તેવી રીતે શ્રાવકોમાં પરસ્પર નાના-મોટાનો વ્યવહાર પ્રણામ કહેવા-કરવાની બાબતમાં સાચવવા યોગ્ય ખરો કે નહિ ?
સમાધાન– સાધુઓમાં તો દીક્ષાપર્યાયના કા૨ણે નાના-મોટાનો વ્યવહાર ઘટી શકે અને શાસ્ત્રમાં તેવો ઉલ્લેખ પણ છે. જ્યારે શ્રાવકો માટે શાસ્ત્રમાં નાના-મોટા ગણવાનો કોઇ ઉલ્લેખ નથી. સાધુઓમાં નાના-મોટાનો નિયામક દીક્ષાપર્યાય છે. શ્રાવકોમાં તેવો કોઇ ગુણ નિયામક નથી. આથી શ્રાવકોમાં સાધુની જેમ “પ્રણામ-અનુપ્રણામ’ એવો વ્યવહાર નથી. શ્રાવકોમાં એક શ્રાવક બીજા શ્રાવકને “પ્રણામ' જ કહે.
અહીં એટલું સમજી લેવાની જરૂર છે કે, સાધુઓમાં પણ વંદનાઅનુવંદનાનો વ્યવહાર માત્ર બીજા દ્વારા કહેવડાવવામાં કે પત્રમાં લખવામાં જ છે. પ્રત્યક્ષમાં સાધુઓ ભેગા થાય ત્યારે તો “મત્થએણ વંદામિ’’ એમ જ કહેવાનો વ્યવહાર છે. પહેલાં નાનો સાધુ મોટા સાધુને “મત્થએણ વંદામિ” કહે એટલે મોટા સાધુ પણ સામેથી “મર્ત્યએણ વંદામિ’ કહે એવો વ્યવહાર છે. આનો ઉલ્લેખ ગુરુવંદન ભાષ્યમાં છે. શંકા- ૧૧૨૦. મા-બાપ, ભગવાન, ગુરુમહારાજ આ ત્રણને પગે લાગવામાં વંદન નમન કરવામાં શો ક્રમ છે ?
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org