________________
૨૬૦
શંકા-સમાધાન ક્યાં? કુમારપાળ મહારાજાનું ધર્મસત્ત્વ ક્યાં ? અને આજના શ્રાવકોનું સત્ત્વ ક્યાં ? એથી એમ કહી શકાય કે, કુમારપાળ મહારાજા અને આજના શ્રાવકોની વચ્ચે મેરુ અને અણુ જેટલું અંતર છે. આથી આજના શ્રાવકો કુમારપાળ બનવા દ્વારા કુમારપાળ મહારાજાનું અવમૂલ્યન કરે છે એમ કહી શકાય.
અહીં એ પ્રશ્ન થઈ શકે કે અંજનશલાકામાં શ્રાવકો ઈન્દ્ર વગેરે ક્યાં નથી બનતા? આ પ્રશ્નના સમાધાનમાં જણાવવાનું કે ઇન્દ્ર વગેરે બનવાનું શાસ્ત્રવિહિત છે. કુમારપાળ મહારાજા બની આરતી ઉતારવી શાસ્ત્રવિહિત નથી. અહીં આપણે એ પણ સમજી લેવું જોઇએ કે શાસ્ત્રવિહિત ન હોય તેવી પણ પ્રવૃત્તિઓ ગીતાર્થો તે તે કાળ પ્રમાણે જીવોના વિશિષ્ટ આત્મહિતને લક્ષમાં રાખીને શાસ્ત્રાબાધિત તેવી તેવી પ્રવૃત્તિઓ કરતા હોય છે. જેમકે વાચના શ્રેણિ કે શિબિર વગેરે. પણ કુમારપાળ મહારાજાની આરતી તેવું પ્રબળ આત્મહિતનું કારણ નથી, બલ્લે તેમાં કુમારપાળ મહારાજા બનનારના મનમાં “હું કુમારપાળ મહારાજા બન્યો” એમ અહંકાર પોષાય એ પણ સુસંભવિત છે.
કુમારપાળ મહારાજાએ અત્યંત ઉલ્લાસથી આરતી ઉતારી ત્યારે તેમને તેમના ઘરેથી વાજતે ગાજતે મંદિરમાં લઈ ગયા હતા? જો ના. તો આજે કુમારપાળ બનનારને તેના ઘરેથી વાજતે ગાજતે મંદિરમાં લાવવાનું શું કારણ? આ પ્રથા તેમના અહંકારને પોષતી નથી?
શંકા- ૬૧૬. અયોગ્ય રીતિ-નીતિથી દેવદ્રવ્યની વૃદ્ધિ કરનારો સંસાર વધારે એવા વિધાનો છે. તો ચાર વર્ષે પૈસા આપવાની બોલી કરીને ચડાવા બોલાવવામાં આવે તો તે યોગ્ય છે? એ રીતે બોલી બોલવામાં સહાયક બનનાર મુનિ આદિને દોષ લાગે કે નહિ ?
સમાધાન- ચાર વર્ષે પૈસા આપવાની બોલી કરીને ચડાવા બોલવા તે કોઈ રીતે યોગ્ય નથી. એ રીતે બોલી બોલવામાં સહાયક બનનાર મુનિ આદિને દોષ લાગે. આ વિષે શ્રાદ્ધવિધિ ગ્રંથમાં કહ્યું છે કે “માળપરિધાન વગેરેનું દ્રવ્ય તે જ વખતે આપવું, કદાચ તેમ ન થઈ શકે તો જેમ જલદી અપાય તેમ અધિક ગુણ છે. વિલંબ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org