________________
શંકા-સમાધાન
૨૬૧ કરે તો કદાચ દુર્દેવથી સર્વદ્રવ્યની હાનિ અથવા મરણ વગેરે થવાનો સંભવ છે અને તેમ થાય તો સુશ્રાવકને પણ અવશ્ય નરકાદિ દુર્ગતિમાં જવું પડે.”
શ્રાદ્ધવિધિ ગ્રંથમાં જ બીજા સ્થળે કહ્યું છે કે
“દેવાદિનું દ્રવ્ય તત્કાળ આપવાનું જેનાથી ન બની શકે તેણે પ્રથમથી જ પખવાડિયાની કે અઠવાડિયા વગેરેની મુદત બાંધવી અને મુદતની અંદર ઉઘરાણીની વાટ ન જોતાં પોતે જ આપી દેવું. મુદત વીતી જાય તો દેવદ્રવ્યના ઉપભોગનો દોષ લાગે.”
આ ઉલ્લેખને જોતાં સ્પષ્ટ થાય છે કે પખવાડિયાથી વધારે મુદત ન બાંધવી જોઈએ.
શંકા-૬૧૭. મહોત્સવ તો પરમાત્માનો છે, તો તેની જે પત્રિકા બહાર પડે, તેમાં લિખિતંગની બોલીના પૈસા કયા ખાતામાં જાય?
સમાધાન- મહોત્સવ પરમાત્માનો હોવા છતાં એની પત્રિકા ભગવાન માટે નથી, શ્રાવકો માટે છે. માટે તેમાં લિખિતંગની બોલીની રકમ સાધારણ ખાતામાં જઈ શકે છે. મારવાડમાં આવી બોલી વર્ષોથી બોલાય છે ને એ બોલીનું દ્રવ્ય સાધારણ ખાતે જાય છે.
શંકા- ૬૧૮. નવી દીક્ષા પ્રસંગે સંયમના ઉપકરણો દીક્ષાર્થીને આપવા માટે પૂ. ગુરુ મહારાજને અર્પણ કરવાના ચડાવાની રકમ શેમાં લઈ જઈ શકાય? કેટલીક વખત કેટલાક ચડાવા ઓઘો આપ્યા પહેલા બોલાવાય છે અને કેટલીક વખત સમયના અભાવે કેટલાક ચડાવા ઓઘો આપ્યા પછી બોલાય છે. આ બંને ચડાવાની રકમ શું વેયાવચ્ચ ખાતામાં લઈ જઈ શકાય ?
સમાધાન- નવકારવાળી, પુસ્તક-પોથીના ચડાવાની રકમ જ્ઞાનખાતામાં જાય. બાકીના બધા ઉપકરણોના ચડાવાની રકમ વેયાવચ્ચમાં જાય. ઓઘો આપ્યા પહેલાં બોલાતા ચડાવા અને ઓઘો આપ્યા પછી બોલાતા ચડાવા એ બંને ચડાવાની રકમ ઉપર જણાવ્યા મુજબ જાય. ઓઘો આપ્યા પછી પણ તે મુમુક્ષુ જ છે, સાધુ નથી. કરેમિ ભંતે’ ઉચ્ચરાવ્યા પછી તે સાધુ બને છે. સાધુ બન્યા પછીની
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org