________________
શકા-સમાધાન
૩૦૧
લાલબત્તી– દેવ-દેવી પૂરતું સ્થાન જમીન સહિત સાધારણ દ્રવ્યમાંથી બનાવેલું હોય તો ભંડારની રકમ સાતક્ષેત્ર સાધારણમાં લઈ જઈ શકાય. પણ પહેલાં દેવ-દેવીનું સ્થાન જો દેવદ્રવ્યમાંથી બનાવેલું હોય કે જમીન દેવદ્રવ્યમાંથી ખરીદેલી હોય, તો સ્થાનની અને જમીનની રકમ પૂરા વ્યાજ સાથે સાધારણમાંથી દેવદ્રવ્યમાં જમા કરાવ્યા બાદની આવક સાધારણ ખાતે લઈ જવાય.
શંકા– ૬૯૮. દેવ-દેવીના ભંડારમાંથી જૈન મુનીમને પગાર આપી શકાય ? નાકોડા ભૈરવની આવકમાંથી ધરતીકંપ વગેરેથી પીડિત જૈન શ્રાવકોને રકમ આપી શકાય ?
સમાધાન પૂર્વે લખ્યું તેમ સમ્યગ્દષ્ટિ દેવ-દેવીનું સ્થાન જો દેવદ્રવ્યમાંથી બનાવ્યું ન હોય અને જમીન પણ દેવદ્રવ્યમાંથી ખરીદી ન હોય, તો દેવ-દેવીની આવકમાંથી જૈન મુનીમને પગાર આપી શકાય અને પીડિત જૈન શ્રાવકોને રકમ પણ આપી શકાય. દેવદેવીઓની આવકનો ઉપયોગ પહેલા નંબરમાં દીન-દુઃખી શ્રાવકશ્રાવિકાઓના ઉદ્ધાર માટે કરવો જોઇએ.
શંકા- ૬૯૯. માણિભદ્ર વગેરેની આવકમાંથી બનાવેલ મકાન સુખી અને સામાન્ય સ્થિતિના માણસોને રહેવા આપી શકાય ?
સમાધાન માણિભદ્ર વગેરે સમ્યગ્દષ્ટિ દેવની આવકમાંથી બનાવેલ મકાન ઉચિત ભાડાથી આપી શકાય.
શંકા- ૭૦૦. દેવકુલિકાસ્થિત શ્રી સરસ્વતી દેવીના ભંડારની આવક કયા ખાતે જમા કરવી ?
સમાધાન– જ્ઞાનદાત્રી છે એમ માનીને જ્ઞાન મેળવવા માટે સરસ્વતી દેવીના ભંડારમાં રકમ નાખે તો જ્ઞાનનો ઉદ્દેશ હોવાથી સરસ્વતીના ભંડારની એ રકમ જ્ઞાનખાતામાં એટલે જ્ઞાનક્ષેત્રમાં જમા કરવી જોઇએ અને સાધર્મિક છે એમ માનીને ભંડારમાં રકમ નાખે તો તે રકમ સાધારણ ખાતે જમા કરી શકાય. પણ મોટા ભાગે શ્રાવકો જ્ઞાનદાત્રી છે, એમ માનીને જ્ઞાન મેળવવા માટે સરસ્વતી દેવીના ભંડારમાં રકમ નાંખતા હોવાથી એ રકમ જ્ઞાનખાતામાં લઈ જવાય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org