________________
૩૦૨
શંકા-સમાધાન
તે વધારે યોગ્ય જણાય છે. આ જ્ઞાનખાતાની રકમ શ્રાવકશ્રાવિકાઓને પણ જ્ઞાન સંબંધી કામમાં ઉપયોગ કરી શકાય એવી ગણાય. જેમ કે પાઠશાળા માટે પુસ્તકો લાવવા હોય, તો તે રકમમાંથી લાવી શકાય. શિક્ષક-અધ્યાપકને તેમાંથી પગાર આપી શકાય. શંકા- ૭૦૧. બાવન વીર, નાકોડા ભૈરવ વગેરે દેવો સમ્યગ્દષ્ટિ છે? સમાધાન– બધા જ સમ્યગ્દષ્ટિ હોય એમ કહી શકાય નહિ. તેમાં અમુક દેવો સમ્યગ્દષ્ટિ હોય અને અમુક દેવો મિથ્યાદૃષ્ટિ પણ હોય એમ જણાય છે.
શંકા- ૭૦૨. નાકોડા ભૈરવની મૂર્તિની સ્થાપના, પ્રતિષ્ઠા, નવાંગી પૂજન, આરતી, ભાવના વગેરે શ્રાવકોથી થઈ શકે ? સમાધાન ન થઈ શકે.
શંકા- ૭૦૩. તીર્થંકરના અધિષ્ઠાયક દેવ-દેવીઓ અને બીજા પણ સમ્યગ્દષ્ટિ દેવ-દેવીઓ અત્યારે જે ખોટું ચાલી રહ્યું છે, તેને રોકતા કેમ નહિ હોય ?
સમાધાન- વિશ્વમાં કેટલીક બાબતો ભવિતવ્યતાના બળથી થતી હોય છે. આવી બાબતોમાં દેવ-દેવીઓ પણ કંઈ કરી શકે નહિ. ભવિતવ્યતાના બળથી થતી બાબતોને દેવ-દેવીઓ રોકવા સમર્થ હોય તો દ્વારિકાનો નાશ કેમ થાત? બીજી પણ એવી ઘણી બાબતો છે કે, જેને રોકવા દેવો પણ સમર્થ ન થાય.
શંકા- ૭૦૪. દેવ-દેવીઓ નંદીશ્વર દ્વીપની યાત્રાએ જતા રહેતા હોય કે મહાવિદેહમાં જતા રહેતા હોય તો તેમની આગળ પ્રાર્થના કરવાનો શો અર્થ ?
સમાધાન- દેવ-દેવીઓ માત્ર અમુક દિવસોમાં નંદીશ્વરદ્વીપની યાત્રાએ જતા હોય છે અને મહાવિદેહમાં જિનવાણીનું શ્રવણ આદિ માટે જતા હોય છે. બાકીના સમયમાં તો દેવલોકમાં જ પોતાના સ્થાને રહેતા હોય છે. તેથી તેમને પ્રાર્થના કરવામાં વાંધો નથી.
શંકા- ૭૦૫. દહેરાસરોમાં દેવ-દેવીઓની આગળ ભંડારો હોય છે. તો શું તેની આવક સાધારણ ખાતામાં લઈ જઈ શકાય ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org