________________
શંકા-સમાધાન
૩૦૩
સમાધાન- દેવ-દેવીઓના ભંડારની રકમ સાધારણ ખાતામાં લઈ જઈ શકાય. પણ આમાં વિવેક રાખવાની જરૂર છે. તે આ પ્રમાણેઅહીં સાધારણ ખાતું એટલે જિનમંદિર, જિનમૂર્તિ, જિનાગમ, સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ સાત ક્ષેત્રો સમજવા. તેમાં પ્રથમના પાંચ ક્ષેત્રોમાં કોઈ પ્રશ્ન રહેતો નથી. પણ શ્રાવક-શ્રાવિકા રૂપ ક્ષેત્રમાં આ ધનનો કેવી રીતે ઉપયોગ થાય તે વિચારવાની જરૂર છે. આ ધનનો ઉપયોગ સાધર્મિક વાત્સલ્ય (ભોજન) અને તીર્થયાત્રા વગેરેમાં ન કરવો જોઇએ. કિંતુ ગરીબ સાધર્મિકનો ઉદ્ધાર વગેરેમાં કરવો જોઇએ. ઉપાશ્રયનું નિર્માણ વગેરે કાર્યોમાં પણ ઉપયોગ કરી શકાય. અહીં એક સ્પષ્ટતા કરવી અનિવાર્ય છે કે દેવ-દેવીનું (ગોખલો વગેરે) સ્થાન સાધારણની રકમમાંથી બનાવવામાં આવ્યું હોય તો જ એની ઉપજ સાધારણ ખાતામાં લઈ જઈ શકાય. મંદિર દેવદ્રવ્યમાંથી બનાવ્યું હોય અને દેવ-દેવીઓનું સ્થાન પણ દેવદ્રવ્યમાંથી જ બનાવ્યું હોય તો તેની ઉપજ સાધારણમાં ન લઈ જઈ શકાય.
દેવ-દેવીઓની સ્થાપના શા માટે કરવી જોઈએ એ પણ સમજી લેવાની જરૂર છે. સમ્યગ્દષ્ટિ દેવ-દેવીઓ શાસન રક્ષા કરનારા અને આરાધકોને આરાધનામાં સહાય કરનારા છે. તેમના આ ગુણને લક્ષમાં રાખીને તેમની ભક્તિ કરવા માટે દેવ-દેવીની સ્થાપના કરવાની હોય છે. પણ સાધારણ ખાતાની આવક થાય એ માટે દેવદેવીની સ્થાપના કરવામાં ભક્તિ નથી, પણ સ્વાર્થ છે. આવા સ્વાર્થ માટે દેવ-દેવીની સ્થાપના કરવી એ દેવ-દેવીની મોટી આશાતના છે. ભૌતિક સુખની આશંસાથી ભરેલા જીવો ધર્મસ્થાનોમાં પણ સ્વાર્થને જ આગળ કરે એમાં કોઈ નવાઈ નથી. આવા જીવો આ દેવ સમ્યગ્દષ્ટિ છે કે મિથ્યાદષ્ટિ છે એ વિચાર પણ ન કરે. એમની તો એક જ વાત હોય છે કે અમને મળે છે ને ! આથી જિનમંદિરોમાં દેવ-દેવીઓની મૂર્તિઓ વધતી જાય છે.
શંકા- ૭૦૬. ગોત્રજ કરવાથી સમ્યકત્વમાં અતિચાર લાગે ? ગોત્રજ એટલે કુળ ઉપર ભૂતકાળમાં ઉપકાર કરનાર દેવ કે દેવીને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org