________________
૩૦)
શંકા-સમાધાન
દેવીની પ્રતિમા ગભારામાં રાખી શકાય નહિ. પ્રભુજીની દૃષ્ટિ પડતી હોય તેવું નૈવેદ્ય શ્રાવકથી બહાર જઈને પણ વાપરી શકાય નહિ.
શંકા- ૬૯૬. દેવ-દેવીઓના ભંડારની રકમનો ઉપયોગ ક્યાં ક્યાં થઈ શકે ?
સમાધાન- જિનમંદિરમાં મૂળનાયક યક્ષ-યક્ષિણી સિવાય બીજા કોઇ દેવ-દેવીની મૂર્તિ પધરાવવી જોઈએ નહિ. દેવ-દેવીનું ગોખલો વગેરે સ્થાન દેવદ્રવ્યમાંથી બનાવેલ ન હોય તો ભંડારની રકમ સાતે ક્ષેત્રમાં વાપરી શકાય. શ્રાવક-શ્રાવિકાઓ માટે પણ તે રકમનો ઉપયોગ થઈ શકે. આમ છતાં તપસ્વીઓના પારણામાં કે એકાસણા કરાવવામાં આ રકમનો ઉપયોગ ન કરવો જોઈએ. આ રકમનો પારણા વગેરેમાં ખાવા-પીવામાં ઉપયોગ કરી દેવામાં આવે, તો જરૂરી ક્ષેત્રોમાં એનો ઉપયોગ ઓછો થાય. શ્રાવક-શ્રાવિકાઓ માટે તે રકમનો ઉપયોગ કરવાનો હોય તો પહેલા નંબરે આવશ્યકતાવાળા (આર્થિક સ્થિતિએ નબળા) શ્રાવક-શ્રાવિકાઓને મદદ આપવામાં કરવો જોઇએ. તદુપરાંત ધાર્મિક પાઠશાળામાં પુસ્તકો વગેરે ઉપકરણો લાવવામાં અને શિક્ષક-શિક્ષિકાઓને પગાર આપવામાં તેનો ઉપયોગ થઈ શકે. પાઠશાળામાં ખાવાની વસ્તુ સિવાય પ્રભાવના માટે પણ ઉપયોગ થઈ શકે. આયંબિલ ખાતામાં પણ આયંબિલના ભોજન સિવાય આ રકમનો ઉપયોગ થઈ શકે.
શંકા- ૬૯૭. માણિભદ્ર, ચક્રેશ્વરી વગેરે દેવ-દેવીના ભંડારની આવક સાધારણમાં લઈ જઈ શકાય ? કયા પ્રકારના સાધારણમાં લઈ જઈ શકાય ?
સમાધાન– સમ્યગ્દષ્ટિ કોઈ પણ દેવ-દેવીના ભંડારની આવક સાધારણમાં લઈ જઈ શકાય. સાતક્ષેત્ર સાધારણમાં લઈ જઈ શકાય, અર્થાત્ તેનો સાતે ક્ષેત્રમાં ઉપયોગ થઈ શકે. શ્રાવક-શ્રાવિકા ક્ષેત્રમાં પણ તેનો ઉપયોગ કરી શકાય. આમ છતાં જમણવાર-પ્રભાવનામાં તેનો ઉપયોગ ન કરવો જોઇએ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org