________________
શંકા-સમાધાન
૨૯૯ વિચાર નહિ કરું, પરમાત્માની ભક્તિ સિવાય કોઈ વચન નહિ બોલીશ અને પરમાત્માની ભક્તિ સિવાય કોઈ પ્રવૃત્તિ નહિ કરું. આ અર્થને વિચારવામાં આવે તો જિનમંદિરમાં દેવ-દેવીઓના અભિષેકની ઉછામણી બોલી શકાય નહિ. આમ છતાં જિનમંદિરમાં દેવ-દેવીઓના અભિષેકની ઉછામણી બોલવામાં આવે તો તેની રકમ દેવદ્રવ્યમાં લઈ જવી જોઈએ. એ રકમ દેવદ્રવ્યમાં લઈ જવામાં આવે તો પરમાત્માની ભક્તિ થઈ ગણાય. એટલે એમ કરવામાં બીજી નિરીતિનો ભંગ થતો નથી.
બીજી વાત. કેવળ પરમાત્માની ભક્તિ કરવાના સ્થાનમાં સાધારણ ખાતાની રકમ ઉત્પન્ન કરવાની પ્રવૃત્તિ કરવી એ જરાય ઉચિત ન ગણાય. એથી જ જિનમંદિરમાં સાધારણ ખાતાનો ભંડાર વગેરે ભંડાર પણ મૂકી શકાય નહિ.
જિનમંદિરની બહાર દેવ-દેવીઓના વાર્ષિક અભિષેક વગેરેની ઉછામણી બોલવામાં આવી હોય તો તેની રકમ સાતે ક્ષેત્રમાં વાપરી શકાય. આર્થિક સ્થિતિથી નબળા હોય તેવા સાધર્મિકની ભક્તિમાં વાપરી શકાય. મને જે જણાયું એ લખ્યું છે. પૂ. ગીતાર્થોને આ વિષયમાં કંઈ જણાવવા જેવું હોય, તો જણાવવા વિનંતી.
શંકા- ૬૯૫. માણિભદ્ર વગેરે દેવ-દેવીઓની મૂર્તિઓ ગભારામાં રાખી શકાય કે નહિ? તેને ચઢાવવા માટેના નૈવેદ્ય વગેરે કેવી રીતે ચઢાવી શકાય? પ્રભુની દૃષ્ટિ પડતી હોય તેવું નૈવેદ્ય શ્રાવકથી બહાર જઈ વાપરી શકાય ?
સમાધાન– ભૂતકાળમાં મૂળનાયકના અધિષ્ઠાયક દેવ-દેવી સિવાય કોઈ પણ દેવ-દેવીની પ્રતિમા જિનમંદિરમાં પધરાવવામાં આવતી ન હતી. હવે જિનમંદિરમાં ઘણા દેવ-દેવીઓને પધરાવવાની પ્રવૃત્તિ વધતી જાય છે. આ પ્રવૃત્તિ યોગ્ય નથી. જો અધિષ્ઠાયક યક્ષ-યક્ષિણી સિવાય અન્ય દેવ-દેવીની પ્રતિમા જિનમંદિરમાં કોઈ પણ સ્થળે પધરાવવી યોગ્ય નથી તો ગભારામાં તો કેવી રીતે પધરાવી શકાય ? મૂળનાયકના અધિષ્ઠાયક દેવ-દેવી સિવાય અન્ય કોઈ પણ દેવ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org