________________
૫૪૪
શંકા-સમાધાન
વિધાન અને જિનપૂજા માટે ધન કમાવાની પ્રવૃત્તિ કરે તેનો નિષેધ નથી એવું વિધાન એ બંને બરોબર છે.
શંકા- ૧૧૬૧. કોઈ શ્રાવક ધર્મમાં જોડવાની ભાવનાથી સાધર્મિકને કે જૈનેતરને ધંધામાં જોડે તો તેને દોષ લાગે ?
સમાધાન– આ જીવને હું ધંધામાં જોડીશ તો આ જીવ મારી પ્રેરણાથી અને તેવા નિમિત્તોથી ધર્મ પામશે એવી યોગ્યતા જે સાધર્મિકમાં કે જૈનેતરમાં દેખાતી હોય, તે સાધર્મિકને કે જૈનેતરને ધર્મ પમાડવાના આશયથી ધંધામાં જોડનારને લાભ છે. અલબત્ત, ધંધામાં જોડવાથી દોષ તો ખરો જ, પણ દોષથી લાભ વધારે છે. એક જીવ ધર્મ પામે તો તે જીવ બીજાઓને પમાડે છે અને એથી પરંપરા ચાલે એવો સંભવ છે. જે પ્રવૃત્તિમાં દોષ ઓછો અને લાભ વધારે તેવી પ્રવૃત્તિ ઈષ્ટ છે. કદાચ સામી વ્યક્તિ ધર્મ ન પામે તો પણ ધર્મ પમાડવાની ભાવનાથી ધંધામાં જોડનારને લાભ છે.
શંકા- ૧૧૬૨. હાલમાં વેપારી પેઢીઓમાં જુવાન છોકરીઓને નોકરીમાં રાખવાનું ચાલ્યું છે. જૈન વેપારીઓ પણ આમાંથી મુક્ત નથી. જૈન વેપારીઓ માટે આ યોગ્ય ગણાય ખરું ?
સમાધાન– જૈનેતર વેપારીઓ માટે પણ આ યોગ્ય નથી અને જૈન વેપારીઓ માટે તો વિશેષથી યોગ્ય નથી. આ આર્ય દેશ ધીમે ધીમે આચાર-વિચારથી અનાર્ય બનતો જાય છે. આ અંગે ઘણું લખવા જેવું છે પણ કલ્યાણ માસિકના આ વિભાગમાં વિવેચનરૂપે વિશેષ લખવું ઉચિત નથી, ઈત્યાદિ કારણોથી વિશેષ લખતો નથી.
શંકા- ૧૧૬૩. સન્માન-સમારોહ અને બહુમાન આદિ પ્રસંગે દીક્ષાર્થી મુમુક્ષુ બહેનો દ્વારા પુરુષોની પ્રધાનતાવાળી સભામાં મંચ ઉપર આવી પુરુષોની સામે નજર રાખીને વક્તવ્ય આપવાનું ચાલ્યું છે, તે હિતાવહ છે ?
સમાધાન– જરા પણ હિતાવહ નથી. આમાં સૌથી પહેલો મુદ્દો તો એ છે કે પુરુષોની પ્રધાનતાવાળી સભામાં દીક્ષાર્થી–મુમુક્ષુ બહેનો વક્તવ્ય કરે એ જ ઉચિત નથી. આમ છતાં તેના વિશેષ કારણથી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org