________________
૩૫૮
શંકા-સમાધાન શંકા- ૦૦૧. કોલનવોટર અને ફિનાઇલનો ઉપયોગ સાધુ-સાધ્વી કરી શકે ? ફિનાઇલને તીવ્ર ગંધના કારણે અચિત્ત મનાય ?
સમાધાન– આવી વસ્તુઓનું શાસ્ત્રમાં વર્ણન આવતું નથી. એથી અચિત્ત હોય એવો નિર્ણય આપણે કરી શકીએ નહિ. ફિનાઇલ તીવ્ર ગંધના કારણે અચિત્ત હોઈ પણ શકે. આમ છતાં અચિત્ત જ છે તેમ નિર્ણયાત્મક આપણાથી માની શકાય નહિ. આથી આવી વસ્તુઓનો ઉપયોગ સાધુ-સાધ્વીઓ ટાળે, એ જ હિતાવહ છે અને કોલનવોટરનો ઉપયોગ સ્વાથ્ય માટે કર્યા પછી તેની આલોચના લઈ લે એ વધુ હિતાવહ જણાય છે.
શંકા- ૮૦૨. સાધુઓ સાધુઓને કે શ્રાવકોને મહોત્સવાદિની પત્રિકાદિ મોકલે એ યોગ્ય છે ?
સમાધાન- યોગ્ય નથી. આનાથી સાધુઓના સંયમમાં અને સ્વાધ્યાયમાં હાનિ થાય. સાધુઓ તો સદા સંયમ-સ્વાધ્યાયમાં રત હોય.
શંકા- ૮૦૩. ક્ષમાપનાની પત્રિકા શ્રાવકોની આવે તો સાધુ એને પાછી મોકલી શકે ?
સમાધાન– ક્ષમાપનાની પત્રિકા શ્રાવકોની આવે તો સાધુ પ્રતિ ક્ષમાપના લખવાપૂર્વક પત્રિકા પાછી મોકલાવી શકે છે પણ અહીં મહત્ત્વની વાત એ છે કે શ્રાવકો સાધુઓની સાથે આવા બિનજરૂરી વ્યવહારો વધારે તે યોગ્ય નથી. સાધુઓએ પ્રસંગે આ વિષે શ્રાવકોનું લક્ષ દોરવું જોઈએ. સાધુઓ પણ પૂ. ગચ્છાધિપતિ અને પોતાના ગુરુ સિવાય બીજા સાધુઓની સાથે ક્ષમાપનાપત્ર મોકલવાનો વ્યવહાર કરે તે ઉચિત નથી. આજે ચતુર્વિધ સંઘમાં ક્ષમાપના પત્ર મોકલવાનો એટલો બધો વ્યવહાર વધતો જાય છે કે જેથી એના જવાબો લખવામાં સાધુઓનો ઘણો સમય જાય છે, સ્વાધ્યાયમાં હાનિ થાય છે અને પત્રોને પરઠવવાનો પ્રશ્ન ઊભો થાય છે.
શંકા- ૮૦૪. સાધુ-સાધ્વી ઠવણી વગેરે પ્લાસ્ટીકની વસ્તુઓ વાપરે તેમાં કોઈ શાસ્ત્રીય ખાધ ખરો ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org