________________
૪૧૮
શંકા-સમાધાન
સમાધાન- અનુત્તર વિમાનવાસી દેવો અનંતર કે પરંપરપણે નારકી, તિર્યંચ, ભવનપતિ, વ્યંતર કે જયોતિષ્કમાં ઉત્પન્ન થતા નથી. (પ્રજ્ઞાપના પદ ૧૫)
શંકા- ૯૩૭. સૂર્ય-ચંદ્ર મૂળ વિમાનથી આવેલા, તેથી સાધ્વી મૃગાવતીજીને રાત્રિની ખબર ન પડી. પણ ભગવાને ત્યારે રાત્રે શું દેશના ચાલુ રાખેલ ?
સમાધાન– ભગવાને સૂર્યાસ્ત થતાં દેશના બંધ કરી દીધી હતી. રાત્રિએ દેશના ચાલુ રાખી ન હતી. પણ મૃગાવતીજીની વસતિ સમવસરણથી ઘણી દૂર હતી. તેથી સૂર્યાસ્ત પહેલાં કે અજવાળે અજવાળે વસતિમાં પહોંચી જવાય, તે રીતે સમવસરણમાંથી નીકળી જવું જોઈએ. મૃગાવતીજીને ચંદ્ર-સૂર્યના પ્રકાશના કારણે હવે વસતિમાં જવાનો સમય થઈ ગયો છે, એ ખ્યાલ રહ્યો નહિ. એથી દેશના પૂર્ણ થતાં જ ઊભા થઈને વસતિ તરફ ચાલવા લાગ્યા હતા. પણ વસતિ દૂર હોવાના કારણે અંધારું થઈ ગયા પછી વસતિમાં પહોંચ્યા હતા.
આના ઉપરથી એ વાત પણ સમજી શકાય છે કે, સાધુએ સાંજે વિહાર તેવી રીતે કરવો જોઈએ કે જેથી અજવાળે અજવાળે જ્યાં જવાનું છે ત્યાં પહોંચી જવાય. સાંજે અંડિલભૂમિએ પણ એવી રીતે જવું જોઇએ, અને સાંજે દર્શન કરવા પણ એવી રીતે જવું જોઇએ કે જેથી અજવાળે અજવાળે વસતિમાં આવી જવાય.
શંકા- ૯૩૮. સર્વાર્થસિદ્ધ વિમાનમાં મોતીનાં વલયો કેવી રીતે રહેલા છે ?
સમાધાન- ઉપરના ભાગમાં નિર્મળ અને શ્વેત ૬૪ મણનું એક મોતી છે. તેની આસપાસ વલયાકારે ૩ર મણના પ્રમાણના ચાર મોતી શોભે છે. એમ યાવત્ છઠ્ઠા વલયમાં ૧ મણના ૧૨૮ મોતી શોભે છે. તે આ પ્રમાણે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org