________________
શંકા-સમાધાન
૪૧૭
શંકા- ૯૩૧. અસંખ્ય ચંદ્ર અને અસંખ્ય સૂર્ય છે. તો શું ઇન્દ્રો અસંખ્ય છે ?
સમાધાન– અસંખ્ય ચંદ્ર સૂર્યના અસંખ્ય ઇન્દ્રો છે.
શંકા- ૯૩૨. બે ચંદ્ર અને બે સૂર્યો અને તે દરેકના ઇન્દ્રો જુદા ગણાવ્યા છે, એટલે બે ઇન્દ્રો વધવાથી ઇન્દ્રોની સંખ્યા આ હિસાબે ૬૬ થાય. પણ ભગવાનના કલ્યાણકોમાં ૬૪ ઇન્દ્રો આવે છે, તો સમાધાન કરવા કૃપા કરશોજી.
સમાધાન– ભગવાનના કલ્યાણકોમાં સામાન્યથી ૬૪ ઇન્દ્રો આવે છે, તેમાં સૂર્ય અને ચંદ્ર એ બંનેનો એક ઇન્દ્ર એમ સામાન્યથી ગણતરી હોવાથી કુલ ૬૪ ઇન્દ્ર થાય. એમ તો અઢીદ્વીપમાં ૧૩૨ સૂર્ય અને ૧૩૨ ચંદ્ર છે.
શંકા- ૯૩૩. બધા ઇન્દ્રો શું એકાવતારી હોય છે ? સમાધાન– બધા ઇન્દ્રો એકાવતારી હોતા નથી.
શંકા— ૯૩૪. સૌધર્મ દેવલોકના દેવો અમે મનુષ્યગતિમાં કે તિર્યંચગતિમાં અમુક સ્થળે ઉત્પન્ન થઇશું એમ જાણી શકે કે નહિ ? સમાધાન– જેમને તેવું અવધિજ્ઞાન ઉત્પન્ન થયું હોય, તે દેવો જ જાણી શકે. બધા દેવો જાણી ન શકે.
શંકા- ૯૩૫. દંડક પ્રકરણમાં દેવોને ૩ શરીર બતાવ્યા છે. (વૈક્રિય-તૈજસ-કાર્મણ) પણ દેવો જ્યારે જ્યારે પરીક્ષા વગેરે કરવા માટે તિર્આ લોકમાં બ્રાહ્મણ આદિનું રૂપ કરીને આવે છે, તો એ વખતે ઔદારિક શરીર હોય ?
સમાધાન– દેવો જ્યારે તિલોકમાં (મનુષ્યલોકમાં) આવે ત્યારે વૈક્રિય શરી૨થી આવે છે, અર્થાત્ બ્રાહ્મણ આદિના જે રૂપમાં આવે છે તે વૈક્રિય પુદ્ગલોનું બનેલું હોય છે. શાસ્ત્રોમાં દેવોના મૂળવૈક્રિય શરીર અને ઉત્તરવૈક્રિય શરીર એમ બે શરીર બતાવ્યા છે. મનુષ્યલોકમાં ઉત્તરવૈક્રિય શરીરથી આવે છે.
શંકા— ૯૩૬. અનુત્તર વિમાનવાસી દેવો નારકી, તિર્યંચ અને ભવનપતિ દેવોમાં જાય કે નહિ ?
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org