________________
૪૧૬
શંકા-સમાધાન
શંકા- ૯૨૯. શ્રી ઉત્તરાધ્યયન મહાવીર પરમાત્માની અંતિમ દેશના સ્વરૂપ છે એ કથન સાચું છે ?
સમાધાન- ભદ્રબાહુ સ્વામીએ ઉત્તરાધ્યયનની નિયુક્તિમાં કહ્યું છે કે ઉત્તરાધ્યયનનું બીજું પરીષહ અધ્યયન કર્મપ્રવાદ પૂર્વના સત્તરમાં પાહુડમાંથી ઉદ્ધત કરીને રચવામાં આવ્યું છે. આઠમું અધ્યયન કપિલ કેવળીએ રચ્યું છે. દશમું અધ્યયન જ્યારે ગૌતમસ્વામી અષ્ટાપદથી પાછા આવ્યા ત્યારે શ્રી મહાવીર સ્વામીએ ગૌતમસ્વામીને ધૈર્ય આપવા માટે ચંપાનગરીમાં કહ્યું હતું. કેટલાક અધ્યયનો જિનભાષિત છે. કેશી ગણધર અને ગૌતમ સ્વામીના પ્રશ્નોત્તર રૂપ ત્રેવીસમું અધ્યયન સ્થવિરોએ રચ્યું છે. આથી ઉત્તરાધ્યયન શ્રી મહાવીર પરમાત્માની અંતિમ દેશના સ્વરૂપ સિદ્ધ થતું નથી પણ સ્તવનો, દિવાળી કલ્પ આદિમાં ઉત્તરાધ્યયન સૂત્ર શ્રી મહાવીર પરમાત્માની અંતિમ દેશના રૂપ હોવાનો ઉલ્લેખ મળે છે. દેવવંદનમાં શ્રી જ્ઞાનવિમલ સૂરિજીએ કહ્યું છે કે “ઉત્તરાધ્યયન છત્રીસ જે કહે અર્થ ઉદાર, સોળ પ્રહર દેઈ દેશના કરે ભવિ ઉપકાર” આ રીતે પરસ્પર વિરુદ્ધ દેખાતા ઉલ્લેખનો સમન્વય આ રીતે કરી શકાય કે, સોળ પ્રહરની દશનામાં શ્રી મહાવીર પ્રભુએ જે પ્રકાશ્ય, એનાં ભાવો શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં ગુંથી લેવામાં આવ્યા હોવાથી આ સૂત્રને અંતિમ દેશનાના સાર રૂપ ગણી શકાય.
દેવ સંબંધી શંકા-સમાધાન શંકા- ૯૩૦. જેબૂદ્વીપમાં બે સૂર્ય અને બે ચંદ્ર છે. તો બંનેના ઇન્દ્રો એક જ છે કે જુદા જુદા ?
સમાધાન- દરેક ચંદ્ર વિમાનના અને દરેક સૂર્ય વિમાનના ઇન્દ્ર અલગ અલગ હોય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org