________________
४८८
શંકા-સમાધાન પામી જ રહ્યા છે. પણ તેમાં સાધુએ નિમિત્ત ન બનવું જોઈએ. આ જ વિગત પ્રતિક્રમણ કરનાર શ્રાવકોને પણ લાગુ પડે છે.
શંકા– ૧૦૬૯દીવાદિનું પ્રતિબિંબ દર્પણ વગેરે કાચમાં પડતું હોય તો એ દર્પણ વગેરે કાચ દ્વારા આવતા પ્રકાશની ઉજહી ગણાય? સમાધાન– ન ગણાય. શંકા- ૧૦૭૦. ચંદ્રના પ્રકાશમાં દીવા વગેરેની ઉજેહી પડે કે નહિ?
સમાધાન– શરીર ઉપર ચંદ્રમાનો પ્રકાશ પડતો હોય, તો દીવા વગેરેની ઉજેડી લાગતી નથી પણ ચંદ્રનો પ્રકાશ શરીર પર ન પડતો હોય, તો ઉજેડી લાગે એમ સેનપ્રશ્નમાં જણાવ્યું છે.
વેશ સંબંધી શંકા-સમાધાન શંકા- ૧૦૭૧. ક્યારેક કોઈ બાળાને સાધ્વીજીનો વેશ પહેરાવી હાથમાં પાત્રા આપીને શાસનના-સંઘના વરઘોડામાં ફેરવાય છે, તે યોગ્ય છે ?
સમાધાન– તદ્દન અયોગ્ય છે. આમાં સાધ્વીજીના વેશની આશાતના છે. સાધ્વીજીના વેશની આશાતના દ્વારા સાધ્વીજીની આશાતના છે. પરંપરાએ ભગવાનની પણ આશાતના છે.
શંકા- ૧૦૭૨. હમણાં હમણાં જૈનોમાં પણ મોહધેલા મા-બાપો પોતાની દીકરીઓને જન્મથી માંડીને જ છોકરાઓનો વેશ પહેરાવે છે. આવી છોકરીઓ પછી મોટી ઉંમરે પણ છોકરીનો વેશ પહેરવા ઈચ્છતી નથી. તો છોકરી છોકરાનો વેશ પહેરે તે શું યોગ્ય છે ?
સમાધાન- જે મનુષ્ય જૈન નથી બન્યો, કિન્તુ માગનુસારી છે તે જીવ પણ વિરુદ્ધ વેશ ન પહેરે, તો જૈનથી આવો વિરુદ્ધ વેશ કેમ પહેરી શકાય ? સ્ત્રી પુરુષનો વેશ પહેરે એ વિરુદ્ધવેશ છે. આવા વિરુદ્ધવેશથી અનેક અનર્થો થવાનો સંભવ છે. જેમકે લજ્જાગુણ સ્ત્રીનું આભૂષણ છે. પુરુષવેશ પહેરનારી સ્ત્રીમાં ધીમે ધીમે લજ્જાનુણ નાશ પામતો જાય છે. છોકરાનો વેશ પહેરનારી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org