________________
૩૮૦
શંકા-સમાધાન હેતુ વધારે સુયોગ્ય છે. ત્રીજા હેતુ પ્રમાણે તીર્થકરોનું અંતિમ ભવનું જીવન જ્ઞાનપ્રધાન હોય છે, ઈત્યાદિ સર્વ બાબતોનું સમાધાન થઈ જાય છે. તીર્થકરોનું અંતિમ ભવનું જીવન જ્ઞાનપ્રધાન હોય છે એથી એમણે જ્ઞાનમાં જોયું કે, આ પ્રમાણે બનવાનું જ છે. આથી દીક્ષા આપી.
શ્રી તીર્થકરનું અંતિમ ભવનું જીવન જ્ઞાનપ્રધાન હોય છે, એમ વાંચવા-સાંભળવામાં આવ્યું છે. જો એમ હોય તો ભૂલ કેવી રીતે સંભવે ? વળી ભૂલ હોય તો ચરિત્રમાં ક્યાંય તેવો ઉલ્લેખ અને તે ભૂલનું પ્રાયશ્ચિત્ત કે મિચ્છા મિ દુક્કડ આપ્યાનો કોઈ ઉલ્લેખ જાણવામાં આવ્યો નથી.
શંકા- ૮૪૬. કારણવશાત્ પહેલાં ચારિત્ર ન લઈ શકાયું હોય, તો પણ મૃત્યુ સમયે શ્રાવક ચારિત્રના વેશમાં મૃત્યુ પામે એવું જાણવામાં આવ્યું છે તો તેની વિધિ જણાવવા કૃપા કરશો.
સમાધાન- જ્યારે નિશ્ચિત થઈ જાય કે હવે જીવન વધારે નહિ ટકે, ત્યારે શ્રાવક ગુરુની અનુજ્ઞાપૂર્વક ગુરુના મુખે ચારિત્રનો સ્વીકાર કરીને સાધુની જેવું જીવન જીવે. એ રીતે મૃત્યુના સમયે ભાવથી ચારિત્ર લઈને ચારિત્રના વેશમાં મરે. ચારિત્રના સ્વીકારની વિધિ ગુરુની પાસે જ કરવાનો હોવાથી શ્રાવકને આ વિધિ જાણવાની જરૂર નથી. અંત સમયે જેને ચારિત્ર આપવાનું હોય, તેની પરિસ્થિતિ જોઈને ગુરુ કોઇને લાંબી વિધિથી ચારિત્ર આપે, તો કોઇને ટૂંકી વિધિથી પણ ચારિત્ર આપે.
વિહાર સંબંધી શંકા-સમાધાન શંકા- ૮૪૭. પૂ. સાધુ-સાધ્વીજીઓ સાથે વિહાર કરી શકે ? સમાધાન વડી દીક્ષાનો યોગ ચાલતા હોય વગેરે અનિવાર્ય કારણ સિવાય સાધુ-સાધ્વીજીઓ સાથે વિહાર ન કરી શકે. શાસ્ત્રમાં અનિવાર્ય કારણ સિવાય સાધુ-સાધ્વીજીઓના સાથે વિહારનો સ્પષ્ટ નિષેધ છે. આવી પરમ હિતકર જિનાજ્ઞાનું ઉલ્લંઘન કરીને સાધુસાધ્વીજીઓના સાથે વિહાર થવાના કારણે નજીકના ભૂતકાળમાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org