________________
શંકા-સમાધાન
૩૮૧
અનર્થો બની ચૂક્યા છે. વિહાર સિવાય સ્થાનમાં પણ સાધુસાધ્વીઓની મર્યાદાઓનું શાસ્ત્રમાં વિસ્તારથી વર્ણન કર્યું છે. એ મર્યાદાઓના ભંગના કારણે નજીકના ભૂતકાળમાં અનર્થો બની ચૂક્યા છે. માટે સાધુ-સાધ્વીજીઓ અનિવાર્ય કારણ સિવાય સાથે વિહાર ન કરે એ અત્યંત જરૂરી છે. આ નિયમ ત્રણ કાળ માટે જરૂરી છે. આમ છતાં વર્તમાનમાં તો વિશેષરૂપે જરૂરી છે.
શંકા- ૮૪૮. વિહાર કે પ્રવેશના પૂર્વના (પહેલાના) દિવસે સંયમોપકરણ જેમકે દાંડો પાત્ર-ઠવણી-ઘડો આદિ ખંડિત થાય, તો તે અપશુકન સૂચક ગણાય? ઉપકરણાદિ ખંડિત થયા પછીના બીજા જ) દિવસે વિહાર કે પ્રવેશ કરી શકાય કે નહિ ? પ્રવેશ કે વિહાર કરવા માટે ઉપધિ આદિ બાંધીને તૈયાર થયા હોઇએ અને નીકળતી વખતે જ ઉપકરણાદિ નંદવાય કે ખંડિત થાય તો તે દિવસે વિહાર પ્રવેશ થઈ શકે ?
સમાધાન– પ્રવેશ કે વિહાર માટે ઉપધિ આદિ બાંધીને તૈયાર થયા હોઈએ અને નીકળતી વખતે કે પ્રવેશ કરતી વખતે જ ઉપકરણાદિ નંદવાય-ખંડિત થાય તો તે દિવસે વિહાર પ્રવેશ ન થઈ શકે. એ સિવાયના કોઈપણ સમયે એટલે કે એ દિવસે કે આગળના દિવસે ઉપકરણાદિ નંદવાય-ખંડિત થાય, તો પ્રવેશ-વિહાર કરી શકાય. આ અંગે કોઈ વહેમ પણ રાખવો નહિ. આમ છતાં વડીલને વહેમ રહે તો વિહાર કે પ્રવેશ ન કરવો સારો.
શંકા- ૮૪૯ વિહારમાં મજૂર વગેરેને સાથે રાખવાથી સાધુને શો દોષ લાગે ?
સમાધાન– વિહારમાં મજૂર વગેરેને સાથે રાખવાથી મજૂર વગેરે જે હિંસાદિ પાપ કરે તેની અનુમોદનાનો દોષ સાધુને લાગે.
શંકા- ૮૫૦. વિહારમાં સાથે રાખેલા મજૂરો સાધુઓના શિથિલાચારને જોઈને છૂટા થયા પછી એમની નિંદા કરે, તો શિથિલાચારીને નિંદા કરાવવાનું પાપ લાગે કે નહિ ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org