________________
૩૮૨
શંકા-સમાધાન સમાધાન– લાગે. સાધુઓના શિથિલાચારોને જોયા તો એને નિંદા કરવાની તક મળી. એમાં શિથિલાચારી નિમિત્ત બન્યો. કોઈના પણ પાપમાં જે નિમિત્ત બને તેને પણ એ પાપ લાગે, એવો જૈનશાસનનો નિયમ છે. માટે તો વહેલી સવારે મોટેથી બોલવાની ના કહી. કારણ કે મોટા અવાજથી કોઈ જીવ જાગી જાય અને એ જે પાપ કરે તે પાપ મોટેથી બોલનારને પણ લાગે. માટે તો સાધુ વહોરે ત્યારે દાળ વગેરે સાવશેષત=ભાજનમાં કંઈક બાકી રહે તેટલું) વહોરે. જો સંપૂર્ણ વહોરી લે તો ગૃહસ્થ એ ભાજનને કાચા પાણીથી ધુએ તો એ પાપ સાધુને પણ લાગે.
શંકા- ૮૫૧. યુવા સાધ્વીઓ સાથે યુવા મજૂરો કાયમ રહે અથવા બે-ચાર દિવસ રહે તો નુકસાનની સંભાવના ખરી કે નહિ?
સમાધાન– નુકસાનની સંભાવના ખરી. જો સાધ્વીઓ માકલ્પ પ્રમાણે વિહાર કરે તો મજૂર રાખવાનો દોષ ન રહે અથવા અતિઅલ્પ રહે. જો કે સાધ્વીજીઓ માટે મિસકલ્પનું વિધાન છે, એટલે કે બે મહિના સુધી એક સ્થળે રહેવાનું છે. આમ છતાં કદાચ આજે સાધ્વીઓ દ્વિમાસકલ્પ ન કરે, તો પણ એક માસકલ્પ અવશ્ય કરવો જોઇએ. આજે ઘણા સાધ્વીજીઓ તીર્થયાત્રા આદિ નિમિત્તે ઘણો વિહાર કરીને નિરર્થક અનેક દોષોના ભાગીદાર બને છે.
આજે યુવાન, કુલીન, શ્રીમંત કન્યાઓ વૈરાગ્ય પામીને દીક્ષા લે છે એ જૈનશાસનનું અહોભાગ્ય ગણાય. આમ છતાં એ સાધ્વીજીઓના જ્ઞાનનો લાભ શ્રાવિકાઓને જેટલો મળવો જોઇએ તેટલો મળતો નથી. એના અનેક કારણોમાં એક કારણ વધારે પડતો વિહાર છે. વધારે પડતા વિહારના કારણે સ્વાધ્યાય સ્થગિત બની જાય છે અને બીજા પણ ઘણા દોષો લાગતા હોય છે. જ્ઞાનીઓએ ચાહીને તીર્થયાત્રા કરવા માટે વિહાર કરવાની ના પાડી છે. સાધુઓ માટે સંયમયાત્રા જ મુખ્ય છે. આજે ગચ્છાધિપતિઓ સ્વાજ્ઞામાં રહેલી સાધ્વીજીઓને માસિકલ્પ પ્રમાણે વિહાર કરવા માટે પ્રેરણા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org